________________
તે જ દિવસથી વડી દીક્ષા નિમિત્તે શ્રીસંઘ તરફથી શ્રી સહસ્ત્રફણું પાશ્વનાથ પ્રભુના જિનાલયે ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ શરૂ થયે.
- પૂજ્યશ્રીના તપોબળ અને વાસક્ષેપના પ્રતાપે ચારે નૂતન–દીક્ષિતેની વડી દીક્ષા વૈ. વ. ૭ના મંગળ દિને ચઢતે પહોરે ૯-૩૭ મિનિટે નિવિદને થવા પામી.
તે વખતે સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીને ચાતુર્માસની વિનંતી કરી, ઉદયપુરના કેટલાક જીર્ણ થયેલ દહેરાસરેના જીર્ણોદ્ધાર અંગે મંગળ પ્રેરણા તેમજ પુનિત-માર્ગદર્શનની ખાસ જરૂર પર ભાર દઈ શ્રીસંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસની જય બેલાવી દીધી. - પૂજ્યશ્રીએ પણ નૂતન દીક્ષિતેના બાકીના પેગ તથા સાત આંબેલ વગેરે કરાવવામાં જેઠ સુદ પૂરી થઈ જાય, પછી આદ્રનક્ષત્ર નજીક હાઈ વરસાદના કારણે વિહારમાં વિરાધના વધુ થાય, તેમ સમજી સંઘની વાતને વધાવી લીધી.
પૂ. પં. સિાભાગ્ય વિજયજી મ. ને પણ શ્રીસંઘે સ્થિરતા–ચોમાસા માટે ઘણે આગ્રહ કર્યો, છતાં ઘાણે રાવ શ્રીસંઘના મહત્વના કાર્યો અંગે ચોમાસું લગભગ નકકી થયેલ હાઈવે. વ. ૧૦ વિહાર કરી પાછા ઘાણે રાવ તરફ પધાર્યા.
૧૬૩