________________
*
ચૌગાનના દહેરાસરોની સ્થાપના સાગર-શાખીય મુનિ ભગવતેની પ્રેરણાથી થયેલ હોઈ ત્યાંની વ્યવસ્થામાં પૂજ્યશ્રી દેખરેખ વધુ રાખતા હતા. તેથી વિ. સં. ૧૮૬૨માં શ્રી મુનિશ્રી ભાવસાગરજી મ. ના ઉપદેશથી શાસનનાયક તીર્થંકર પ્રભુ મહાવીર–પરમાત્માની દેરીની હવાડામાં તે વખતના સંજોગોને અનુસરીને સ્થાપના કરેલ, પણ પાછળથી તે જગ્યા દર્શનાર્થીઓને અનુકૂળ ન રહી, એટલે આશાતના વિગેરેના ભયથી સં. ૧૯૭ માં ચૌગાનના દહેરાસરના વિશાલ ક્ષેત્રમાં શ્રી શાંતિનાથજી પ્રભુના દહેરાસરની પાસેની જમીન નક્કી કરાવી પૂજ્યશ્રીએ કામ શરૂ કરાવેલ, પણ સંજોગવશ તે કામ ઢીલમાં પડેલ, છેવટે સં. ૧૯૩૮ માં ચોમાસામાં વિશિષ્ટ–પ્રેરણા આપી આરસ પાષાણ જોધપુરી પાષાણ, વગેરેની તજવીજ ગોઠવી સારા સેમપુરા મિસ્ત્રીને ચિત્તોડથી બેલાવી સં. ૧૯ત્ના માગશર મહિનેથી ધમધેકાર કામ શરૂ કરાવેલ, તે જિનાલયમાં પ્રતિમાનું કાર્ય ગુમ શ ન્યાયે પૂજ્યશ્રીએ શ્રા. સુ. ૧૩ નું વિશિષ્ટ મુહૂર્ત કાઢી શ્રી સંઘને તે પ્રતિષ્ઠા કરાવવા પ્રેરણા આપી, તેથી તે પ્રતિષ્ઠા-મહોત્સવ ભેગે પૂ. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ઓચછવ પણ કરાવવા પૂજ્યશ્રીએ સૂચવ્યું.
શ્રીસંઘે પૂજ્યશ્રીની આજ્ઞા વધાવી લીધી, ધામધૂમથી.
૧૨૯