________________
દશ વર્ષનું વૈધવ્ય જીવન, ભર– યુવાનીમાં ગૃહભંગ થયાને ભેગ વગેરે નજર સામે રાખી જાણે પૂજ્યશ્રીએ પાણી પહેલાં પાળની જેમ વિકારી-વાસનાઓ સંયમના માર્ગે ખે ઉભે ન કરે, તેની અગમચેતી રૂપે બતાવેલ આ વિધિ ખૂબ ઉંમગથી ઉત્સાહથી આચરી.
પૂજ્યશ્રીના સૂચન પ્રમાણે માગ. સુ. ૨ આંબિલ કરી ચૌગાનના દેરાસરે બિરાજમાન પ્રભુ મહાવીર પરમાત્માના ભવ્ય-બિંબ આગળ જાપ વગેરે કરી સાંજે પૌષધ લઈ રાત્રે સંથારા પિરસી પછી પૂજ્યશ્રીએ બતાવેલ જાપ બરાબર કરી સંથારો કર્યો. એ બરાબર અઢી વાગ્યાના સુમારે જાગૃત થયેલ સુગનબાઈ એ સાત નવકાર ગણી કયા નસકેરામાંથી શ્વાસ જાય છે? તે તપાસ્યું તે જમણુ નસકેરામાંથી નાસિકાથી નિકળી ઉપરના ભાગે જતે શ્વાસ અનુભ, બાકીની રાત શ્રી નવકારને જાપ, નવસ્મરણ–ગૌતમ સ્વામીને રાસ,સેળ સતીને છંદ આદિના મરણ સાથે વીતાવી રાઈપ્રતિક્રમણ કરી પૌષધ પારી શ્રી વિતરાગ પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા સ્નાત્રપૂજા પૂર્વક કરી બરાબર નિર્ધારિત સમયે સાડા આઠ વાગે પૂ. સાધવજી મ. તથા પિતાના કુટુંબીઓને લઈ પૂજ્યશ્રી પાસે દીક્ષાભિલાષી સુગનબાઈ આવ્યાં.
-૧૪૪