________________
પૂજ્યશ્રી પણ દીક્ષા માટે ક્રિયા-મંડપમાં સમયસર હાજર થઈ ગયા.
ખૂબ જ ભાલ્લાસ ભર્યા ગગનભેદી જયનાદના ઘોષ સાથે દીક્ષાની વિધિ શરૂ થઈ.
યોગ્ય સમયે હરણ-પ્રદાન થયું. પછી સંસારને ભાર ઉતારવાના પ્રતીક રૂપે કાચા પાણીથી સ્નાન કરી વેષપરાવર્તન ક્રિયા થઈ. પછી પૂજ્ય શ્રી પાસે આવી બાકીની વિધિ કરી
નિ મત્તે. સૂત્ર દ્વારા આખા સંસારને ત્યાગ કરવા રૂપ સર્વ—વિરતિનું પચ્ચકખાણ સ્વીકારી છેલ્લે દિગબંધ દ્વારા ચારે દીક્ષાર્થીઓને સંસાર બિલકુલ યાદ જ ન આવે તે હેતુથી નામ પણ નવા સ્થાપ્યાં.
બાદ સકળ શ્રીસંઘ સાથે ચૌગાનના શ્રી પદ્મનાભપ્રભુનાં દર્શન કરી ચૈત્યવંદન કરી પૂજ્યશ્રી ઉપાશ્રયે પધાર્યા.
આખા ઉદયપુર શહેરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ દીક્ષાને આ પ્રસંગ જૈન-જૈનેતર સહુને ખૂબ જ પ્રેરણાદાયી નિવડેલ.
પૂજ્યશ્રીએ માહ સુ. ૫ તા વિહારની તૈયારી કરી, નૂતન-દીક્ષિતેના સંબંધીઓએ એશ-વહન કરાવી વડી દીક્ષા માટે વિજ્ઞપ્તિ કરી તે અંગે સિથતા કરવા આગ્રહ કર્યો.