________________
ભાવી-ગે દીક્ષાર્થીઓમાં સૌથી વધુ કેણ લાભ લે! એવી સ્પર્ધામાં નાહક વાતાવરણ કલુષિત ન થાય તેમજ કેઈની ભાવનાને ધકકો ન લાગે–તેથી પૂજ્યશ્રીની સૂચનાથી શ્રીસંઘે ચારે દીક્ષાર્થીઓને સ્વેચ્છાએ જે આપવું હોય તે લઈ દીક્ષા મહોત્સવ શ્રીસંઘ તરફથી કરવાનું ઠરાવેલ.
તે જિનેંદ્ર-ભક્તિ-મહત્સવ વદ ૧૧ થી શરૂ થયેલ, તેમાં વિવિધ પૂજાઓ શ્રાવકે અંતરંગ-ભક્તિથી બપોરના સમયે ભણાવતા.
દીક્ષાર્થી બહેને પણ સ્નાત્રીયા તરીકે ઉભા રહી ભવસમુદ્રથી તારનાર પ્રભુશાસનની આરાધનાને સંપૂર્ણ સક્રિય રીતે પાળવા માટે સર્વવિરતિ–જીવનની સફળ આરાધના માટે અષ્ટપ્રકારી પૂજા રૂપ દ્રવ્યસ્તવની આસેવના ભાવ સ્તવ-પ્રાપ્તિના સફળ ઉદ્દેશ્યથી કરવા પ્રયત્ન કરવા લાગ્યાં.
- માહ સુ. ૧ના રોજ પૂજ્યશ્રીએ ચારે દીક્ષાથી બહેનને સાધ્વીજી મ. સાથે બોલાવી ચારિત્ર-ધર્મની સફળ આરાધના માટે પાંચમા આરામાં જરૂરી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જયણામય પાલન, ગેચરીના બેંતાલીસ દોષોની તથા માંડલીના પાંચ દોષોની સમજુતી, ચરણસિત્તરી-કરણ-સિત્તરીની માહિતી આદિ પ્રાથમિક બાબતની જાણકારી આપી સંયમી-જીવનમાં
૧૫૬