________________
૦
આમ કરતાં પણ વદ ૧૩-જે શાસ્ત્રીય માહ વદ ૧૩ કહેવાય–જેને મેરૂત્રદશી તરીકે યુગાદિપ્રભુ શ્રી કષભદેવભગવંતના નિર્વાણ-કલ્યાણક સાથે સંકળાયેલ મહાપર્વ તરીકે કહેવાય–તે દિવસ આવ્યો.
- પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ જ ભારપૂર્વક– “પ્રભુ રાષભદેવની નિર્વાણભૂમિ તે અષ્ટાપદજી છે, મેરૂપર્વત પર કઈ કલ્યાણક થયું નથી, તે આજ દિવસ, મેરૂતેરશ કેમ?”
એ પ્રશ્નની રજુઆત કરી જેના ખુલાસામાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે
જેમ મેરૂપર્વત અખિલ વિશ્વના મધ્ય માં છે, તેમજ : મેરૂ પર્વતની સમભૂતલાથી દિશા-વિદિશાઓમાં દરેક ચીજનું અંતર મપાય છે, તેમ આ અવસર્પિણકાળમાં અઢાર કેડાડી સાગરોપમના ગહન-મિથ્યાત્વના અંધકારને ઉલેચી પ્રભુશાસનની સર્વપ્રથમ સ્થાપના કરી જગતમાં આત્માનું હિત શેમાં આપણું કર્તવ્ય શું ? એ વાતની પ્રતીતિ આપી, એટલે મેરુપર્વતની જેમ પ્રભુ શ્રી ઋષભદેવ આપણું આધ્યાત્મિક ક્ષેત્રના માનદંડ રૂપ બન્યા. તેવા પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના આજના મંગળ-દિવસે ચઢતા ભાવે વિવેકપૂર્વક કરી જીવનમાં આજ્ઞા રૂપ મેરૂના માનદંડથી આપણું આરાધના કેટલી કાર્યક્ષમ નિવડે છે? તેનું સમજણપૂર્વક ભાન કેળવવું જરૂરી છે—” આદિ સમજાવી સહુને આજ્ઞાનુસારી-વન બનાવવા પ્રેરણા કરી.