________________
રોજ સવારે વાસક્ષેપ નંખાવવા આવે ત્યારે સ્વીકારી દીક્ષાર્થી તરીકે સંયમી–વૈરાગ્યવંતા જીવનને પૂર્વાભ્યાસ કરવા લાગ્યાં.
લેકે પણ દીક્ષાથીની આવી ચઢતી ભાવના અને છુટથી મનગમતા પદાર્થો મળતા હોય છતાં ત્યાગ, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ અભિગ્રહાદિ ધારી પોતાની જાતને કાબૂમાં રાખવા મથતા દીક્ષાર્થીઓની ઉદાત્ત-ભાવનાની પેટ છૂટ અનર્ગલ અનુમોદના કરવા લાગ્યા.
આ અરસામાં પૂજ્યશ્રીને સમાચાર મળેલ કે પૂ. ગચ્છાધિપતિશ્રી મૂલચંદજી મ. ન ખાસ પ્રીતિપાત્ર પંજાબ દેશમાં જિનધર્મની પ્રબલ પ્રભાવના કરનાર પૂ. શ્રી આત્મારામજી મદિલહી બાજુ પધાર્યા છે. અને ગુજરાત ભણી પધારવાના છે, તે દિલ્હીથી ઉદયપુર થઈ પધારે તે કેશરીયાજીની યાત્રા થઈ જાય, સાથે ઉદયપુરમાં જિનશાસનની જબ્બર પ્રભાવના થાય, કેમકે સ્થાનકવાસી– સાધુપણામાં બાવીસ વર્ષ રહી પ્રખર વિદ્વાન અને પ્રતિષ્ઠાપાત્ર બનેલા છતાં સત્ય-તત્ત્વની સમજુતી થવાથી તેઓએ અઢાર સાધુ સાથે સંવેગી-દીક્ષા સ્વીકારી પ્રભુ-શાસનની વફાદારી વ્યક્ત કરેલ. આવા મહાપુરૂષ ઉદયપુરમાં પધારે તે અહીંની જનતાને
૧૫ર