________________
00:
શ્રાવકોને ભળાવ્યા, પછી શ્રાવકોએ સ્વેચિત કર્તવ્ય કરી ઉપાશ્રયમાં નીચે બધા દર્શન કરી શકે તેવી જગ્યાએ દર્શનાર્થે બિરાજમાન કર્યા.
રાતોરાત સુંદર જરીયાન પાલખી બનાવી સવારે ૭ વાગે ભવ્ય સમશાન યાત્રા “જય જય નંદા જય જય ભદાના બુલંદ ૉષ સાથે સંઘ કાઢી અને યોગ્ય પવિત્ર ભૂમિએ ૧૧ વાગે ચંદનના સુગંધી કાષ્ઠની ચિતા બનાવી હજારેના ચઢાવા દ્વારા અગ્નિસંસ્કાર કરી શુદ્ધ થઈ પૂજ્યશ્રી પાસે મટી શાંતિ સાંભળવા આવ્યા.
પૂજ્યશ્રીએ પણ મૃતક શરીરને લઈ ગયા પછી સાધુને ઉચિત અવળા દેવવંદન આદિ ક્રિયા કરી સકળ સંઘ સાથે દેવવંદન ચૌમુખ પ્રભુજી પધરાવી કર્યો, તે દેવવંદનાની સમાપ્તિ વખતે સ્મશાનયાત્રાએ ગયેલા પુણ્યવાને પણ આવી ગયેલ, તેઓએ મેટી શાંતિ અને આ પ્રસંગે પૂજ્યશ્રીની માર્મિક વૈરાગ્યભરી દેશના સાંભળી ધર્મકાર્યોની આચરણ માટે ગંભીર પ્રેરણા મેળવી.
પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી સંઘે ગોડીજી મહારાજના દહેરે અષાઢ વદ ૧૩ થી અષ્ટાનિક મહોત્સવ કરવા વિચારેલ, પણ સંયેગો એવા ઉપસ્થિત થયા કે મહત્સવમાં ઢીલ કરવી પડી.
૧૩૮