________________
પ્રવૃત્તિઓના કારણે પૂજ્યશ્રીએ ઉદયપુરમાં સ્થિરતા કરી. છેવટે ચાતુમસ નજીક આવવાથી લાભાલાભ વિચારી સં. ૧૯૩૬નું ચોમાસું શ્રીસંઘના બીજા અનેક ધર્મ-કાર્યોની સુવ્યવસ્થા અંગે શ્રીસંઘના આગ્રહથી કર્યું.
ચેમાસામાં શરૂઆતમાં જ આર્યસમાજી લે કેએ સત્યાર્થ પ્રકાશના આધારે જૈનેને ધર્મ નાસ્તિક વેદબાહા અને હંબગ-વાતેથી ભરેલ છે, એમ કરી જાહેરમાં જૈનધર્મ, તેનાં શાસ્ત્રો, સાધુઓ અને તેમની માન્યતાઓને ઉપહાસ ભર્યો પ્રચાર કરવા લાગ્યા.
પૂજ્યશ્રીએ વેદ-સ્મૃતિ-ગીતા-મહાભારતના દાખલા ટાંકી. જેને ના તીર્થ કરે તે વેદની ક્યા-મંત્રમાં ગુંથાયેલ છે અને ઈશ્વરની માન્યતા અંગે ચાલી આવતી ધારણાઓ કેટલી ભ્રામક અને પિકળ છે? તે જાહેરમાં ચર્ચવી શરૂ કરી.
શ્રી દયાનંદજીને મૂર્તિપૂજા પરના ખસી ગયેલા વિશ્વાસના આધારે કેવા અપ્રામાણિક તને સહારે લઈ અને વેદની ઋચાઓના અર્થો મરડીને પિતાની વાત એકતરફી રજુ કરી છે તેની પણ ખૂબ છણાવટ કરી.
- સનાતનીઓ પૂજયશ્રીના આ વિવેચનથી આકર્ષાઈ આસમાજે તે વૈદિક પરંપરાને જમ્બર દ્રોહ કર્યો છે,