________________
૫૦ વર્ષના બે વેવૃદ્ધ સંતને સ્થાનકવાસીઓ આગ્રહ ભરી વિનંતિ કરી ઉદયપુર ચોમાસા માટે તેડી લાવ્યા.
તેઓએ આવતાં જ પોતાના વ્યાખ્યાનમાં “મૂર્તિપૂજા ચૈત્યવાસીઓના મગજની ઉપજ છે” “હિંસામાં પ્રભુ-મહાવીરે કદી પણ ધર્મ કહ્યો નથી“ દ્રવ્યપૂજામાં કાચું પાણી, અગ્નિ, કુલ, આદિની કેટલી બધી હિંસા છે!” “ધમ તો દયા, રૂપ–અહિંસા રૂપ હેય!' આદિ ભાવાર્થના અવળા-તર્કથી જોશભેર પ્રચારવા માંડ્યું.
પ્રતિપક્ષીની જેટલી તાકાત હોય તે બધી અજમાવી દેવાની તક આપવી, સામેથી જ્યારે બખાળા કદાતા હેય ત્યારે અવસરની રાહ જેવા રૂપે મૌન પણ વાદકળાને અજબ નમૂન છે.” એ રીતને પૂજ્યશ્રીએ અપનાવી શરૂઆતમાં વિરોધીઓને જે કહેવું હોય તે બધું કહી દે ! એટલે પછી કમર પદ્ધતિ પ્રમાણે જવાબ દેતાં ફાવટ રહે એવું ધારી સામેથી કહેવાતી વાતોને ઝડપી–પ્રતિકાર ન કર્યો.
લેકમાં સ્થાનકવાસીઓના મોટા મહારાજના તકેને. ઉહાપોહ શરૂ થયે, પૂજ્યશ્રી પાસે કેટલાક જિજ્ઞાસુએ પૂછવા આવે એટલે પૂજ્યશ્રી એવા સજજડ તર્કબદ્ધ પુરાવા અને શાસ્ત્રના
૧૨૩