________________
વ્યાખ્યાનમાં ત્રિસ્તુતિક સંપ્રદાયની માન્યતાઓને શાસપાઠોથી અ-પ્રમાણિત સાબિત કરી. તાજેતરમાં છપાયેલ મુનિ સૌભાગ્યવિજયજી મ.ની ચોપડીની અંપૂર્ણ શાક-વિકૃત બાબતેને ઉઘાડી પાડી અને અમે આવવા ધારીને જ તુ અહીંથી વિહાર કરી ગયા લાગે છે, જે સત્ય સમજવું હેય તે હું તૈયાર છું?” જાહેરમાં આ બાબતમાં શાસ્ત્રપાઠેના મનઘડંત અર્થો કેવા કર્યા? તે વિગતવાર સમજાવી આખી પડી છેટી સાબિત કરી શકાય તેમ છે.” વગેરે.
આ બધાથી ખળભળી ઉઠેલા દણિરાગી ત્રિસ્તુતિકશ્રાવકોએ પૂજ્યશ્રી સામે અધકચરી ગેખેલી દલીલેથી સામને ઘણે કર્યો, બખાળા પણ કાઢયા, છતાં સત્ય-વસ્તુના પ્રતિવાહનને દઢપણે વળગી રહેલ પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી ન કરી શક્યા. -
એટલે છંછેડાયેલા ત્રિસ્તુતિક-શ્રાવકેએ મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને પત્ર લખી બધી વિગત જણાવી. જેના જવાબમાં નીચે મુજબ પત્ર પૂજ્યશ્રી પર આવેલ.
___ "रतलाम नगरे संवेगी झवेरसागरजी जोग ली. सरवाडाथी मुनी सौभागवविजे की ईणां वचो.
૧૫૩