________________
એકસાગ વગેરેના પાટીયાના ડબ્બા બનાવડાવી લાલ રંગથી રંગાવી સુંદર બંધને-પાકા વીંટકણમાં વીંટાળી જ્ઞાનભંડારને વધુ સુરક્ષિત બનાવવા ખૂબ જહેમત ઉઠાવી. - આ પ્રમાણે અનેકાનેક ધર્મકાર્યોથી ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી તુર્ત વિહારની ભાવના છતાં શ્રી ગોડજી દેરાસરના વિ.સં. ૧૯૩૬ના વૈશાખથી શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામની શિથિલતા દૂર કરવા તેમજ જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ બનાવવા, અનેક લહીયાએ રોકી પ્રાચીન શ્રતગ્રંથની પ્રતિઓને સુરક્ષિત પણે નવેસરથી લખાવવાની પ્રવૃત્તિ દેખરેખ વિના મંદ થવાને સંભવ જાણું પૂજ્યશ્રીએ સ્થિરતા કરી.
પરિણામે શરૂ થયેલ શ્રી ડીજી મહારાજના દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પૂરું કરાવી ઉદયપુરની પ્રખ્યાત કાચ-જડતરની કળા અને સુંદર પાકારંગની ચિત્રકળાથી ગેડીનું દેરાસર સુંદર દર્શનીય બનાવડાવ્યું, અને સાગર-શાખાના મુનિરાજોના ઉપદેશથી સ્થપાયેલ પ્રાચીન જ્ઞાનભંડારના મકાનને પણ જરૂરી સમાકામ કરાવી, જ્ઞાનના બહોળા સંગ્રહને સુરક્ષિત કરાવ્યો. લહીયાએ બેસાડી જુની પ્રતેને નવેસરથી લખાવી જ્ઞાનભંડારની સમૃદ્ધિમાં વધારે કરાવ્યો.
આ ઉપરાંત માહ સુ. ૧૦ ના દિવસે સહસ્ત્રફણુશ્રી પાશ્વનાથ–પ્રભુના જિનાલયના રંગમંડપમાં બન્ને બાજુ ત્રણ
૧૦૦