________________
સત્યાર્થ પ્રકાશના ફકરાઓ પરસ્પર વિરોધી કેવા છે? તથા–વેદ-ઉપનિષદ્ આદિથી કેવા વિરૂદ્ધ છે? તે શાસ્ત્રના પ્રમાણે ટાંકી જાહેર કર્યું, સાથે સાથે જે-તરવજ્ઞાનની પરિભાષાને પ્રાથમિક અભ્યાસ પણ સ્વામી દયાનંદજીને ન હતું તેની સાબિતી જૈન ધર્મના ખંડનમાં જણાવેલ વિગતે જૈન ગ્રંથિથી કેટલી વિપરીત છે? તે જણાવી ભારોભાર જૈનધર્મનું અજ્ઞાન સ્વામી દયાનંદજીને હતું, એ વાત પણ સચટપણે જાહેર કરી.
જેના જવાબે આવતી કાલે આપવાનું કહી સંખ્યાસીજી સ્વ-સ્થાને ગયા અને બીજે દિવસે સંન્યાસીજીની તબિયત નરમની જાહેરાત આર્યસમાજીઓએ કરી અને થડા દિવસો બાદ સ્વામીજી સત્યાનંદજી હવા-ફેર માટે બહારગામ ગયાની જાહેરાત કરી, જેથી વાદવિવાદ અધૂરો રહેવા પામ્યા.
પણ સમજુ વિવેકી-જનતાએ સત્ય પારખી લીધું કે પૂજ્યશ્રીએ આપેલ ખુલાસાઓના જવાબ આર્યસમાજી સ્વામીજી આપી ન શકયા.” અને તબિયતનું બહાનું કાઢી ઉદયપુર છેડી ગયા,
આ વાત જણાવી આપે છે કે હકીકતમાં સત્ય તત્વ ને સ્વીકારવાની નૈતિક હિંમત તેઓમાં નથી. માત્ર
૧૭.