________________
રૂપ સાધન ગ્રંથે-શબ્દશાસ્ત્ર વ્યાકરણ અને તર્કશાસ્ત્ર પર અદ્વિતીય-પ્રભુત્વ મેળવી વિ.સં. ૧૯૧૫ના રાજનગર–અમદાવાદના ચાતુર્માસમાં તે વખતના તપાગચ્છાધિપતિ સંવેગી શાખાના મહાધુરંધર પ્રભાવક પૂ. તપસ્વીશ્રી બુદ્ધિવિજયજી મ. (બુટેરાયજી મ.) ના શિષ્યરત્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ, શીલ, સંયમાદિ અનેક ગુણોથી અલંકૃત પ્રૌઢ પ્રતિભાશાળી પૂ. મુક્તિવિજયજી મ. (મૂળચંદજી મ.) ગણના ચરણમાં વિનયભાવપૂર્વક બેસી દશવૈકાલિક સૂત્રની હારિભદ્રીયટીકાના વાંચનથી આગમ-અભ્યાસનો પ્રારંભ કર્યો.
અપાર સમુદ્ર જેવા શ્રી આવશ્યક સૂત્રના વાંચન માટે સં. ૧૯૧૬ નું ચોમાસું પણ અમદાવાદ કર્યું, બે વર્ષ સળંગ ગુરૂનિશ્રાએ વિનીત-ભાવથી રહી શ્રી આવશ્યકસૂત્રહારિભદ્રીય ટીકાને તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મ.ની ટીકાને અવગાહી તેને રહસ્યને આત્મસાત્ કરી સઘળા આગમે વાંચવા માટેની પદ્ધતિ હસ્તગત કરી, સાથે સાથે નંદીસૂત્ર અને અનુયોગ દ્વાર–સૂત્રની વાચના પણ મેળવી આગમાભ્યાસ માટેની પીઠિકા મજબૂત રીતે આ બે ચોમાસામાં તૈયાર કરી લીધી. '' આ રીતે પૂ. ગુરૂદેવશ્રીની શાસન-પ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓને લક્ષમાં રાખી પિતાની જાતને વધુ શાસને પગી
૧૮