________________
તેના અર્થની વિવેચના પણ તીવ્ર બુદ્ધિના સફળ સહગથી મેળવી સાહિત્ય શાસ્ત્રનું અવગાહન કરી તર્કશાસ્ત્ર-ન્યાયશાસ્ત્રની કઠણ પરિભાષાઓને પણ ગુરૂકૃપાથી હસ્તામલકવત્ કરી લીધી. - પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રી ગુરૂકૃપાનું બળ વિનય અને આજ્ઞાંકિતતાથી મળેલ હોઈ પૂર્વજન્મની-આરાધના–બળે. મળેલ જ્ઞાનના તીવ્ર-ક્ષપશમ-બળે એકવાર પણ વાંચેલું કે સાંભળેલું સ્મૃતિપથ પર એકસાઈથી અંકિત થઈ જતું, ધારણશક્તિ અને સ્મૃતિશક્તિ અજોડ હતી, સાથેજ મેળવેલા જ્ઞાનને ટકાવવાની તમન્ના પણ અજબ હતી.
મુખપાઠ કરેલ હજારે કેની આવૃત્તિ-પુનરાવર્તન સાંજના પ્રતિક્રમણ પછી રાત્રે ઠેઠ મેડીરાત અગિયાર વાગ્યા સુધી અને સવારે વહેલા ઉઠીને પણ ચાર વાગ્યાથી કરવા ઉદ્યત રહેતા.
આ બધું જોઈ પૂ. ગૌતમસાગરજી મ.નું હૈયું ભવિધ્યમાં શાસનને અજોડ પ્રભાવક બનશે એ ધારણાના મૂર્તિમંત થઈ રહેલ કલ્પનાચિત્રથી આનંદવિભોર બની રહેતું
આ ઉપરાંત શ્રી ઝવેરસાગરજી મહારાજે પિતાના અન્ય ગુરૂબંધુઓ સાથે સમય આવે તેમજ યાચિત-વિનયની મર્યાદાથી વતી સામુદાયિક જીવનન્ય આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા,