________________
કા. ૧, ૧૦ના મંગલદિને રતલામ શ્રીસંઘની ભાવભરી વિદાય લઈને કરમદીતીર્થે પધારી શ્રીસંઘ તરફથી પૂજા–સ્વામિવાત્સલ્ય વગેરે થયા પછી કા. વ. ૧૧ બદનાવર તરફ વિહાર કર્યો.
કા. વ. ૧૩ના મંગલ-પ્રભાતે બદનાવર શહેરમાં ભવ્ય સ્વાગત પૂર્વક પ્રવેશ કર્યો.
વ્યાખ્યાનમાં શ્રાવક-જીવનની મહત્તા અને તપધમની અનુમોદના પર ખૂબ છણાવટ સાથે તાત્વિક–પદાર્થોની રજૂઆત થવા લાગી. સ્થાનકવાસી અને વિષ્ણુ વગેરે અન્ય દર્શનીઓ પણ પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી ખૂબ પ્રભાવિત બન્યા.
આ મહોત્સવ પ્રસંગે વખતગઢ, બિડવાલ, ઉખેલ, વડનગર આદિ આસપાસના આવેલ પુણ્યવંતા શ્રાવકેએ પિતાને ત્યાં પધારવા ખૂબ આગ્રહ કર્યો. એટલે તે બધા ક્ષેત્રમાં ફરી માહ સુ. ૫ લગભગ વડનગર પધાર્યા. ત્યાં તેરાપંથી શ્રાવકોએ દાન–દયાની વિકૃત–વ્યાખ્યાઓ રજુ કરી વાતાવરણ ડોળવા પ્રયત્ન કર્યો, પણ પૂજ્યશ્રીએ ધીરતાપૂર્વક શાસ્ત્રીયપાઠો અને બુદ્ધિગમ્ય તેના આધારે “દ્રવ્ય–દયા અનુકંપાદાન પણ શાસ્ત્રીય અને ગૃહસ્થનું ઉત્તમકર્તવ્ય છે” એમ સાબિત કર્યું.
ત્યાંથી ગૌતમપુરા, દેપાલપુર, હાટોદ, વગેરે
૭૫