________________
૦
૦
૦
૦
૦
૦
૦
૦
પૂજ્યશ્રીને વાત કરી. પૂજ્યશ્રીએ ધર્મકાર્યના મનેર, શીઘ પૂર્ણ થાય તે સારૂં, એમ સમજી ફા. વ. ૩નું શ્રેષ્ઠ મુહૂર્ત કાઢી આપ્યું. પત્રિકા છપાવી આસપાસના ગામમાં મોકલી.
આ પ્રસંગે પૂજ્યશ્રીને એક મંગલ મને રથ ઉપજે કે યુગાદિ કષભદેવ ભગવંતને જન્મ અને દીક્ષા દિવસ ચૈ. વ. ૮ (ગુ. જ. ફ. વ. ૮) આવે છે કેશરીયાજીમાં આ પવિત્ર દિવસે મેળાનું આયોજન કરાય તે આ બહાને લેકમાં જાગૃતિ સારી આવે, તેમ ધારી મોટું હેંડબિલ કાઢી કેશરીયાજી તીર્થનું મહત્વ અને વર્તમાન અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર કળિકાળની જાગતી ત શ્રી કેશરીયાજી તીર્થે જેમની પ્રાચીન પ્રતિમાજી છે તેમની યાત્રા નિમિત્તે વાર્ષિક દિવસ તરીકે પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકથી પવિત્ર શૈ. વ. ૮ ના દિવસને મહત્વ પૂર્ણ ગણવા પર ભાર મુકી દેશ-દેશાવરમાં હજારે પત્રિકાઓ મોકલાવી પ્રચાર ખૂબ કરાવ્યું.
ફા.વ.૩ના મંગલ મુહુર્ત શ્રી સંઘે ઉદયપુરથી પ્રયાણ કર્યું. પુરૂષાદાણી પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુથી અધિષ્ઠિત શ્રી સવિનાખેડા તીર્થે પ્રથમ મુકામ થયો.
ફા.વ.૭ના મંગળ દિને કેશરીયાજી તીથે મંગળ પ્રવેશ થયો. જાહેરાત થયા પ્રમાણે રાજસ્થાન, માલવા,