________________
માગસર વદ પ લગભગ ઉદયપુર પધાર્યા, ઉદયપુરમાં સંવેગી-સાધુઓના વિહારને સર્વથા અભાવ અને શ્રી પૂજ્યયતિની બોલબાલામાં શ્રી વીતરાગ પ્રભુજીના ૩૬ જિનાલયે છતાં ધર્મપ્રેમી જનતામાં ધર્મભાવનાની ખૂબ જ ઓછાશ અને સ્થાનકવાસીઓની આ પાત–રમ્ય સુંદર લાગતી દલીલના ચક્રાવે ચઢી જવાથી શ્રાવકજીવનને અનુરૂપ પ્રભુદર્શન કે શ્રી વીતરાગ પરમામાની અષ્ટપ્રકારી પૂજા આદિની પદ્ધતિમાં ખૂબ જ ગાબડું
પડેલ.
પૂજ્યશ્રી ઉદયપુર શ્રી સંઘને શ્રાવક-કુળની મહત્તા, જિનશાસનને મહિમા અને “અનંત કર્મોના ભારથી છૂટવા માટે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ સિવાય કેઈ આધાર નથી' –એ વિષય પર જોરદાર વ્યાખ્યાન આપી ધાર્મિક-જનતામાં અનેરી જાગૃતિ લાવવા લાગ્યા.
પૂજ્યશ્રીએ જાતે દરેક દેરાસરોમાં વિવેકી શ્રાવકેને લઈ જઈ આશાતનાઓ દૂર કરવા પ્રયત્ન કર્યો, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, રાત્રિભેજન ત્યાગ આદિ શ્રાવકના આચારની સમજુતી સાથે પ્રભુ દર્શન, દેવપૂજામાં પુણ્યવાનને ખૂબ પ્રયત્નશીલ બનાવ્યા.
વધુમાં પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓ, આર્યસમાજીએ વગેરેના બુદ્ધિભેદ કરનારા મંતવ્યને વ્યવસ્થિત ઘટસ્ફોટ કર્યો. શ્રી પશે પૂજ્યશ્રીની વિદ્વત્તા-શાસ્ત્રીય પ્રતિભા અને અપૂર્વ શક્તિ
--
૮૩