________________
તત્ત્વ તુ સ્ટિને વિન્તિ” “આગમવાદે હ! ગુરૂગમ કે નહીં! અતિદુર્ગમ નયમવાદ” આદિ સૂક્તિઓની પરિભાવનામાં શાંતિથી બંને સ્વસ્થાને ગયા.*
*અહીં સાંભળેલ કિંવદન્તીના આધારે એમ પણ જાણવા મળ્યું છે કે પૂ. આચાર્યશ્રી વિજય રાજેન્દ્ર સૂરિ મ. જે ઉપાશ્રયમાં હતા અને વ્યાખ્યાનમાં દેવોને વંદન ન કરાય તે બાબદ વિચારણા કરતા હતા ત્યારે પૂજ્યશ્રી પાસેની ઓરડીમાં બેસી તેમના મુદ્દાઓ ટાંકી લેતા હતા, થોડા સમય પછી પૂ. આચાર્ય શ્રી વિહાર કરી ગયા. એટલે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. વ્યાખ્યાનમાં ત્રિસ્તુતિકઆચાર્યભગવંતની દલીના જોરદાર રદીયા આપવા માડયા. શાસ્ત્રીય પ્રમાણે ઢગલાબંધ રજુ કરી ત્રિસ્તુતિકમતની છણાવટ કરવા લાગ્યા. જેથી ત્રિસ્તુતિક શ્રાવકે ખળભળી ઉઠયા. તેઓ પૂ. આ. શ્રી વિજય રાજેદ્ર સૂરિ મ, પાસે ગયા.
આ વાત વિ. સં. ૧૯૪રમાં છાપેલ એક હિંદી પુસ્તિકા (ભાષા ગુજરાતી ટાઈપ હિંદી ડેમી ૧૬ પેજી સાઈઝની પીળા રંગની કે જે ઉદયપુર શ્રીસંઘે પ્રકાશિત કરી છે)માં નીચે મુજબ નોંધાયેલ છે.
. આ. શ્રી રાજેન્દ્રસૂરિની પાસે જઈ તેઓએ જણાવ્યું કે “ગુજરાતથી આવેલા શ્રી ઝવેરસાગરજીએ આપના વચનનું શાસ્ત્ર પ્રમાણુ સાથે ખંડન કરવા માંડયું છે, અને તેઓ શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છે જે આપ નહીં પધારે તે સંઘમાં ભેદ પડશે.' - આ વાત સાંભળી તેઓ ઈદર પાછા આવ્યા અને શાસ્ત્રાર્થની