________________
એટલે આગેવાનોએ કહ્યું કે “આપણું ગુરુજી કહે છે તે બરાબર છે. આપણું ગુરુજી સામે આ સંવેગી નાના સાધુનું શું ગજું ? તે શું શાસ્ત્રના પાઠો આપશે ? તમારે શાસ્ત્રોને પાઠે જોઈતા હોય કે સમજવા હોય તે ચાલે આપણા ગુરુજી પાસે ! તેઓ ધડાધડ અનેક શાસ્ત્રોના પાઠ આપશે.
એમ કહી તે બધા આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. પાસે આવ્યા, બધી વાત કરી, એટલે આચાર્યો મહારાજે જાહેર કર્યું કે–આવતી કાલે વ્યાખ્યાનમાં આ અંગે શાસ્ત્ર પાઠો સાથે વિસ્તારથી રજૂઆત થશે.
આ વાતના સમાચાર પૂજ્યશ્રીને પણ મળી ગયા. પૂજ્યશ્રીએ સમજી-વિવેકી શ્રાવકેને કાગળ-પેન્સીલ લઈ ત્યાં સાંભળવા મોકલ્યા કે–તેઓ કયા કયા શાસ્ત્રો કે આગમોના પાઠ આપે છે! તે ધી લાવશે. - બીજા દિવસે હજારે માણસોની ભરચક સભામાં આવે શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીએ પિતાની વાતની રજુઆત કરીતેને ટેકામાં શાસ્ત્રપાઠો પણ રજુ કર્યા.
પૂજ્યશ્રીએ પણ આખા રતલામ શહેરમાં શ્રી સંઘ તરફથી કરાયેલ જાહેરાત સાથે બીજે જ દિવસે સમ્યગદષ્ટિ દે અંગે શાસ્ત્રીય-માન્યતાઓના વિવેચન સાથે “ધર્મમાં