________________
વધારવા માટે આ વ્યાખ્યાન છે, તેથી કેઈએ પણ પૂરી વાત સમજ્યા વિના મારા આશયને પૂરો સમજ્યા વિના જાહેરમાં કંઈપણ બેલિવું નહીં! જે પૂછવું હોય તે મને મળીને ખુલાસે કરી શકે છે.
બીજી વાત-સનાતનીઓ તરફથી ગમે તે પ્રશ્ન આવે તેઓ ગમે તે રીતે બેલે તે તમારે કેઈએ માઠું લગાડવું નહિ, તે બધાને ખુલાસે હું કરીશ. તમારે અંદરોઅંદર જીભાજોડીમાં ન ઉતરવું.”
આ બે બાબતે પર આખા સંઘમાં બધાનું ધ્યાન ખાસ કેન્દ્રિત કરવામાં આવ્યું.
નિયત કરેલા દિવસે નિયત સમયે પૂજ્યશ્રી સેંકડો શ્રીસંઘનો ભાઈબહેને સાથે ચાંદનીચેકમાં પધાર્યા ત્યાં તે જૈનેતર જનતા પ્રથમથી જ જગ્યાની પડાપડી કરતી કીડીયારાની જેમ ઉભરાઈ રહી હતી.
પૂજ્યશ્રીએ મંગલાચરણ કરી બાલગ્ય શિલિથી સનાતન અને ધર્મ આ બે શબ્દનો અર્થ સમજાવી તત્વજ્ઞાન હકીકતમાં ભારતીય દર્શનેમાં એક સરખું છે. માત્ર તેની વિવેચનાની પદ્ધતિ અને નિરૂપણના પ્રકારમાં તફાવત છે એ વાતને ખૂબ સ્પષ્ટ કરી “સનાતન ધર્મ શબ્દથી કોઈ એક સંપ્રદાયને