________________
ક્ષેત્રને લાભ આપવા થયેલ. પૂજ્યશ્રીએ યોગ્ય લાભની અપેક્ષાએ ઉજજન થઈ ઇદેર તરફ વિચરવા ભાવના દર્શાવી.
પૂજ્યશ્રીએ વદ ૧૩ ઉજજૈન તરફ વિહાર કર્યો. વચ્ચે એક ગામે સ્થાનકવાસી સાધુઓ ઉતરેલા મકાનમાં જ ઉતરવું પડયું-ત્યાં પેલા સ્થાનકવાસી મુનિઓએ વ્યાખ્યાનમાં સ્થાપનાનિક્ષેપાની અસારતા અને “હિંસામાં ધર્મ નહીં?' વગેરે વાતે મુકેલ. પૂજ્યશ્રીએ વ્યાખ્યાન પુરૂ થયું કે તુ પોતે ટૂંકમાં પણ જડબાતે શાસ્ત્રપાઠે અને દલીલેથી સ્થાનકવાસી-મુનિઓની વાતને છેદ ઉડાડી દીધે.
ઉપસ્થિત જૈન-જૈનેતર જનતા ખૂબ પ્રભાવિત બની પૂજ્યશ્રીને બીજે દિવસે આગ્રહપૂર્વક રેકી જાહેર વ્યાખ્યાન કરાવ્યું.
ત્યારબાદ પિ. સુ. ૩ના મંગળદિને ઉજજન પધાર્યા, ત્યાં સ્થાનકવાસીઓનું ખૂબ જોર-આપણું જિનાલયે સાવ વેરવિખેર અને ખંડેર જેવી સ્થિતિમાં થયેલ, સંવેગી પરંપરાના સાધુઓના સંપર્કના અભાવે અને શિથિલાચારી સાધુઓની વિષમ-પ્રવૃત્તિઓથી મુગ્ધજનતાને ઉભગાવી દંઢકોએ જબ્બર પગપેસારે કરેલ.
- પૂજ્યશ્રી જ્યાં ઉતર્યા હતા, ત્યાં પાસેના જિનાલયના બહારના પ્રેક્ષામંડપમાં સ્થાનકવાસી શ્રાવકો રાત્રે સૂઈ જતા,