________________
પૂજ્યશ્રી ત્યાંથી જાવરા, આલેટ થઈ મહીદપુર પધાર્યા. ત્યાં ત્રિસ્તુતિક-મતના શ્રાવકોએ કેટલાક વિકૃત શાસ્ત્રપાઠ મગજમાં રાખી ચાલુ વ્યાખ્યાને પ્રશ્નો કરી પૂજ્યશ્રીની પ્રતિભાને ગૂંચવવા પ્રયત્ન કરેલ, પણ અજબ ધીરતા કુશળતાવાળા પૂજ્યશ્રીએ સ્વસ્થતાથી તર્કબદ્ધ બધાના ખુલાસા આપી વિરોધીમાનસને શાંત કર્યું.
મહીદપુરથી મક્ષીજી તીર્થની યાત્રા શ્રીસંઘ સાથે કરાવવાની ઈચ્છા શેઠ મંગળચંદજી સેનાના વિધવા પત્ની શ્રી જડાવબહેનને ઘણા વખતથી અપૂર્ણ રહી હતી. તે પૂજાશ્રીની નિશ્રાએ માગ. વદ ૩ ના મંગળ દિને ૭૦૦ આરાધક ભાઈ-બહેને સાથે ભવ્ય સુંદર જિનમંદિરને રથ અને વિવિધ મંગલ-સામગ્રી સાથે ચાર મુકામ વચ્ચે કરી માગ. વદ ૭ સવારે મંગલવેળાએ મક્ષીતીર્થે પ્રવેશ કર્યો.
' ખૂબ ઉલ્લાસ સાથે પૂજ્યશ્રીની નિશ્રામાં સકળ–શ્રીસંઘે દર્શન, ચૈત્યવંદન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્ર પૂજા અને પંચકલ્યાણક પૂજા ભણવી બહુ ધર્મોલ્લાસ અનુભવ્યું.
- વદ ૮ સવારે વ્યાખ્યાનમાં માળારોપણ વિધિ થઈ, તે જ વ્યાખ્યાનમાં પ્રભુ પુરૂષાદાણીય શ્રી પાર્શ્વનાથ પરમાત્માના જન્મ-દીક્ષા કલ્યાણકની આરાધના નિમિત્તે પૌષદશમીની આરાધના અઠ્ઠમની અગર ત્રણ દિવસના વિધિના એકાસણાની પ્રેરણા આપી.