________________
*.
વાદવિવાદમાં કોઈનાથી ગાંજ્યા જાય તેમ નથી. તેમજ શાસનનાં આવાં કામની ધગશ ઘણું છે !!!”
પૂ. ગચ્છાધિપતિએ પોતાના સમુદાયના નાયકના વિચાર લઈ પિતાની પસંદગીને આ રીતે સર્વમાન્ય કરવાની શાસ્ત્રીય શૈલિ અદા કરી.
સવારે દેરાસર દર્શન કરીને આવ્યા પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને વદન કરવા આવેલ ઝવેરસાગરજી મને પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ભાઈ ! જરા બેસ! મારે એક વાત કરવી છે!
પૂજ્યશ્રી તે રાજી રાજી થઈ ગયા કે-“મારા સૌભાગ્યને ચાંદ બઢતી કળાએ ઉગ્યો કે પૂ. ગચ્છાધિપતિ જેવા મહાપુરૂષ મને કંઈક કહેવા માંગે છે!”
વિનયપૂર્વક આસન પાથરી વંદના કરી બેઠા કે- પૂ. ગચ્છાધિપતિએ બધી વાત કરી કે-“માલવામાં પ્રભુશાસનની છાયા ઝાંખી પડી છે, તે માટે કંઈક કરવાની જરૂર છે !
પૂજ્યશ્રીએ કહ્યું કે-ફરમાવો! આપની આજ્ઞા શિરોધાર્ય છે!
પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- તે માળવાના પ્રદેશમાં સમય-ચતુર શાસ્ત્રનિષ્ણાત અને શુદ્ધ સંયમી સાધુને મોકલવા વિચાર છે. ગઈ રાત્રે બધા વિચાર-વિનિમય કર્યો, મારી સાથેના સાધુઓમાં મોટે ભાગે વયોવૃદ્ધ ઘણું છે. આટલે દૂર હવે તેઓને ત્યાં મેકલવા ઠીક નથી, વળી તેઓનુ. મન પાકી અવસ્થાના કારણે મારી પાસે રહેવા ખેંચાય છે. માટે કળશ તારા પર ઢોળાય તે કેમ