________________
બાહ્ય-લોકે પગદંડો જમાવી રહ્યા છે, તે બાજુ વિચારવા જેવું છે, છે કેઈની ઈચછા? તે બાજુ જવાની !”
સઘળા સાધુઓ એક અવાજે બોલ્યા કે-“સાહેબ! અમારે તે આપની આજ્ઞા પ્રમાણ છે ! આપને ઠીક લાગે તેમને આપ આજ્ઞા કરે ! યથાશક્તિ આપની આજ્ઞાને અમલમાં મુકવા અમે સહુ તૈયાર છીએ!!!
પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંતુષ્ટ સ્વરે કહ્યું કે-“વાહ! વાહ! ધન્ય છે તમારી નિષ્ઠાને! ઠીક છે ! હાલ તો તમે બધા જાઓ ! હું વિચારીને કહીશ!”
થોડી વાર રહી પિતાના સમુદાયનું કામકાજ બરાબર સંભાળનાર પૂ. મુનિશ્રી મંગલવિજયજી મ., પૂ. શ્રી ચંદનવિજયજી મ. તથા પૂ. શ્રી વિજયજી મ. ને બોલાવ્યા.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે “માલવાના સંધની વાતને શે. જવાબ આપશું? તેઓ કાલે બપોરે આવશે !”
સાધુઓએ કહ્યું કે, “ વાત બરાબર છે તમારી! પણ સાંભળવા પ્રમાણે હાલ માળવામાં ત્રણ થાય ને પંથ કાઢનાર આ શ્રી રાજેન્દ્રસૂરિનો પ્રભાવ ઘણો છે. એટલે માત્ર વ્યાખ્યાન આપે કે પ્રતિક્રમણ કરાવે કે ધર્મક્રિયા કરાવે તેવા સાધુને ત્યાં મોકલવાને અર્થ નથી, પણ શાસ્ત્રીય રીતે રચનાત્મક શૈલથી શાસ્ત્રીય પ્રરૂપણ એવી શિલીથી કરે છે જેથી પાખંડીઓના બધા કુતર્કો શમી જાય. કદાચ જરૂર પડે તો શાસ્ત્રાર્થ ચર્ચા-વાદવિવાદમાં પણ જિનશાસન. કે વગાડે એવાને ત્યાં મેકલવા જરૂરી છે.