________________
માદિત્યના નામથી જે માળવા પ્રખ્યાત છે, “જે માળવાને માનું. પેટ' કહેવાય છે, ત્યાંના જેનેને સંવેગી-સાધુઓના દર્શન જ થતાં નથી! પાખંડીઓ ચિત્ર-વિચિત્ર દલીલોથી મુગ્ધજનતાને ધર્મમાર્ગથી વિમુખ બનાવી રહ્યા છે. સાહેબ! કૃપા કરે ! કે'ક સારા વ્યાખ્યાતા અને શાસનની પ્રભાવના તેમજ ધર્મનો ઉદ્યોત કરી શકે તેવા મહાત્માને અમારે ત્યાં મેકલો ! ઘણા વર્ષના. ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ! અહીં તે આપની છત્રછાયામાં ધર્મપ્રેમી કે પાંચ પફવાન્ન જમી રહ્યા છે પણ અમને તો રોટલો શાક હશે તો એ ચાલશે ! જરા કૃપા કરો !!!” - પૂ. ગચ્છાધિપતિએ માનાવલા શ્રીસંઘના આગેવાની વાત સાંભળી કહ્યું કે “પુણ્યવાને! વાત સાચી છે ! શું કરું ! મારી કાયા હવે બહુ કામ આપે તેમ નથી! અમારી ફરજ છે કે આવા પ્રદેશમાં વિચરી પ્રભુ-શાસનની જાણકારી લોકોને થાય તેમ કરવું જોઈએ ! તમારી વાત પર જરૂર વિચાર કરીશ! તમે કાલે મળજે! ”
૫. ગચ્છાધિપતિના મીઠા-કોમળ આશ્વાસનથી માલવાના ધુરંધર શ્રાવકે ઉત્સાહી બન્યા. બીજે દિવસે બપે રે ત્રણ પછી આવવાનું કહી વિદાય થયા.
પૂ. ગચ્છાધિપતિએ સાંજના પ્રતિક્રમણ પછી બધા સાધુઓને ભેગા કરી વાત મુકી કે–
મહાનુભાવો ! સ્વ-કલ્યાણની ભૂમિકા સાથે પર–કલ્યાણની ફરજ ગુંથાયેલી છે! માળવા જેવા પ્રદેશમાં સગી સાધુઓને પરિચય ઘટવાથી સુંઢકે, તેરાપંથીઓ, ત્રણ થઈવાળા, ખરતર ગ૭વાળા આદિ શાસન