________________
- પૂ. નેમવિજયજી મ. કહ્યું કે સાહેબ! તેવા તે આ મંગલ વિ. મ. અને મુનિશ્રી રાજવિજયજી મ. તથા મુનિશ્રી અદ્ધિવિજયજી મ. આપણા સમુદાયમાં છે.
પુ. ચંદન વિ. મ. બોલ્યા કે વાત તે બરાબર છે! પણ આ બધા અવસ્થાવાળા, માલવા જેવા દૂર દેશમાં જરા શક્તિશાળી અને નવજુવાન કઈ જાય તો ઠીક રહે!
પૂ. શ્રી મંગલવિજયજી મ. એ કહ્યું કે “સાહેબ! બધી વાત સાચી! પણ આપની નિશ્રામાં આમિક જ્ઞાન અને સંયમની તાલિમ મળે છે, એટલે સાહજિક ગુરૂ-ભક્તિથી આટલે દૂર કેાઈ જવા તૈયાર નહી થાય. આપ આજ્ઞા કરશો તો કોઈ ના નહીં કહે, પણ અંતરથી મન કચવાશે.
પૂ. શ્રી નેમવિજયજી મ. તથા પૂ. શ્રી ચંદનવિજયજી મ બને બોલ્યા કે “હા ! એ વાત સાચી સાહેબ! મધુર નિશ્રાને લાભ જતો કરી આઘે વિહરવાનું છે કેાઈ ઈચ્છે જ નહીં !
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે- પુણ્યવાન છે તમે બધા! કે આવી વિવેકબુદ્ધિ તમારામાં છે, પણ વ્યક્તિ કરતાં શાસન મેટી ચીજ છે. મારી નિશ્રાને લાભ સામે જોવા કરતાં શાસનના હિતનો વિચાર વધુ કરવો જોઈએ. તેમ છતાં તમારી લાગણીઓની અવગણના કરવા માગતા નથી! મને એમ લાગે છે કે- ઝવેરસાગરજીને પૂછી જોઈએ તો!
ત્રણે જણાએ કહ્યું કે- “હા! સાહેબ! બરાબર છે! યુવાન છે, ભણગણું હાલમાં તૈયાર થયા છે, વ્યાખ્યાન-શૈલિ સારી છે,