________________
તે પ્રભુ-શાસનની વફાદારી જાળવવા સાથે સંયમ-ધમ નું સફળ પાલન ગુરૂનિશ્રાએ આત્મ-સમર્પણ કરવા પૂર્વક કરી જીવન ધન્ય-પાવન બનાવે.”
નવદીક્ષિત-મુનિશ્રીએ પણ પૂ. ગુરૂદેવશ્રીના વચનને શુકનની ગાંઠ જેમ હૈયામાં બરાબર ધારી લીધા.
પછી સકલસંઘ સાથે મહોત્સવ પૂર્વક શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયે દર્શન-ચૈત્યવંદન કરી સુરજમલ શેઠના ડેલે પધાર્યા.
સાગર–શાખાના બારમા પટ્ટધર પૂ. મુનિશ્રી મયાસાગરજી મના બે શિષ્ય પૈકી આદ્ય-શિષ્ય પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. અને તેમની પરંપરા શાસનના ભવ્યગૌરવને વધારનારી નિવડી, તે રીતે દ્વિતીય-શિષ્ય પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. પણ અજોડ વ્યાખ્યાનકળા અને વીરતાથી શાસન-પ્રભાવના અદૂભુત રીતે કરી રહ્યા હતા. - તેમાં શાસનના વિજયવંત પ્રભાવ બળે શ્રી સંઘના પુણ્ય પૂ. ઝવેરસાગરજી મ. જેવા અદ્વિતીય–અજોડ આત્મશક્તિવાળા શિષ્યને મેળવી તેમની શાસનોદ્યોતની પ્રવૃત્તિમાં અજબ વધારે થયેલ. | દીક્ષા થઈ ત્યારથી જ બીજના ચંદ્રની કલાની જેમ પૂર્વ જન્મની વિશિષ્ટ-આરાધના અને ગુરૂદેવની નિશ્રામાં આવશ્યક