________________
ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીની દેશનાથી આકર્ષાઈ છે વિગેરે આટોપી પજુસણથી ઠેઠ કા. સુ. ૧૫ સુથી પૂજ્યશ્રીની નિશ્રામાં દેશવિરતિભાવે રહી સંસાર છેડી પ્રભુશાસનની ભાગવતી દીક્ષા સ્વીકારવા માટે તૈયારી કરી રહ્યા.
- પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય રીતે ચકાસી આત્મ-કલ્યાણનું ધ્યેય જીવનમાં ટકાવવું કેટલું કપરું છે? તે સમજાવી પ્રભુશાસનના સંયમની તુલના મીણના દાંતે લેઢાના ચણા ચાવવા સાથે બતાવી
ગ્ય પાત્રતા પરખી કા. વ. ૫ ના દિને તેમના કુટુંબીજને અને સકળ શ્રી સંઘના ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપી શ્રી રત્નસાગરજી મ. નામ આપી પિતાના સર્વપ્રથમ શિષ્ય તરીકે સ્થાપ્યા.
આ પૂર્વે દીક્ષાથી તે ઘણું આવેલ, પણ બધાને ગુરૂભાઈ અગર પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય તરીકે દીક્ષિત કરેલ.
પછી વિહાર કરી ઊંઝા-વિસનગર-દહેગામ થઈ અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિશ્રીના ચરણમાં જઈ મવ-દીક્ષિતને વેગવહન કરાવી વડી દીક્ષા અપાવી.
પછી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો, સાણંદ, વીરમગામ, લીબડી, વઢવાણ, બોટાદ, વિગેરે શહેરમાં જઈ શાશ્વત ગિરિરાજશ્રી સિદ્ધાચલજી મહા