________________
અવસરે પૂ. ગુરૂદેવશ્રીના શાસને પગી કાર્યમાં પણ યથાવુ સહકાર આપી શાસન હિતકર આંતરિક અનુભવ મેળવવા ઉજમાળ રહ્યા.
પૂજ્ય શ્રી સાધુ-જીવનની મર્યાદામાં અને ક્રિયાકાંડવી ચુસ્તતાની જાળવણીમાં ખૂબ જ સજાગ હતા, તેમજ તેઓશ્રીએ જીવનમાં તત્વદષ્ટિ અને વિવેકપૂર્ણ પ્રવૃત્તિના સુમેળથી દિન-પ્રતિદિન વૈરાગ્યના રંગને દઢ બનાવી લીધું હતું, તેઓશ્રીના શુદ્ધ ચારિત્ર્યની સુવાસથી પિતાના સમુદાય ઉપરાંત બીજા પણ અનેક ધર્મપ્રેમીઓના માનસમાં તેઓ શુદ્ધ-સાધુતાના પ્રતીક રૂપ બની રહ્યા.
ત્યાગ-તપના સુમેળવાળા સાધુ-જીવનમાં તેઓશ્રી પૂર્વના મહાપુરૂષોના પગલાને અનુસરનારા બન્યા હતા, અનેક ધર્મના કાર્યો શાસનાનુંસારી દીર્ધદષ્ટિથી સફળપણે તેઓ કરાવી અનેક પુણ્યવાન ધર્મપ્રેમી–આત્માઓના આકર્ષણ કેન્દ્રરૂપ નિવડ્યા હતા.
ગુરૂ-મહારાજની નિશ્રાએ ગુજરાતના નાના-મોટા ગામમાં વિચરવા દરમ્યાન પૂજ્યશ્રી વ્યાખ્યાન-પટુતા અને પ્રતિભાશાળી શબ્દ-શૈલિથી અનેક ભવ્યાત્માઓના હૈયામાં અદ્ભુત ધર્મપ્રેરણાઓ ઉપજાવી શક્યા હતા.
દીક્ષા પછીના ત્રીજા વર્ષે આગાભ્યાસ માટેની પૂર્વભૂમિકા
૧૭
- - -