________________
બનાવવા જરૂરી આગમાભ્યાસ માટે પૂ. ગુરૂદેવશ્રીની સંમતિથી પિતે પૂ શ્રી દયાવિમલજી મ. અને પૂ. શ્રીમણિવિજયજી મ. પાસે શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને સ્વીકાર કરી આગમના ગૂઢ, પદાર્થોને ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા મેળવવા ભગીરથ પ્રયત્ન પ્રારંભે અને વર્ષો સુધી ગુરૂકુળવાસના સુમધુર-ફળરૂપે આગના ગૂઢ-તની જાણકારી અને વિશુદ્ધ સંયમી-જીવનના પાયાના તની સફળ માહિતી મેળવવા પૂજ્યશ્રી સૌભાગ્યશાળી બનેલા.
તે વખતના સંવેગી–સાધુઓમાં પ્રૌઢ તેજસ્વી, સંયમમૂતિ અને આગમિક–રહસ્યવેત્તા તરીકે પૂ. શ્રી દયાવિમલજી મ. ગણિ તથા પૂ. પં. શ્રી મણિવિજયજી મ. દાદાની ખ્યાતિ બહુ હતી, અને પૂ. શ્રી મૂળચંદજી ગણી ભગવંતને પુણ્ય-પ્રતાપ પણ અનેરે હતે, આખા શ્રીસંઘમાં તેમના વચનને ઝીલવાની પૂર્ણ તૈયારી હતી.
આવા મહાપ્રભાવશાળી પૂ. શ્રી મૂળચંદજી મ. ની પાવન નિશ્રાએ પૂજ્યશ્રીએ વિનીતતા, ગંભીરતા, સમયસૂચકતા અને આંતરિક-નમ્રતાથી પૂ. શ્રી દયાવિમલ મ. તથા પૂ. પં. શ્રી મણિવિજયજી મ. તેમજ પૂ. મૂળચંદજી મ. નું મન એવું સંપાદન કરેલ કે સર્વ સાધુઓ કરતાં પૂજ્યશ્રીનું સ્થાન દ્રવ્ય-ભાવથી પૂ. મણિવિજયજી મ. અને
૧૯