________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
(૧૧
* અનુભૂતિસ્વરૂપ ભગવાન-આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે ૫૨ (દ્રવ્યો ) સાથે એકપણના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “ આ અનુભૂતિ છે તે જ હું છું.” એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ૬૧.
1
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર ટીકા, ગાથા-૧૭–૧૮ )
* જે એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે ‘ જીવો ’ કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુદ્દગલનો પરસ્પર અવગાહુ દેખીને વ્યવહારનયથી, જીવના પ્રાધાન્ય દ્વારા ( જીવને મુખ્યતા અર્પીને ) ‘ જીવો ’ કહેવામાં આવે છે. નિશ્ચયનથી તેમનામાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો તથા પૃથ્વી આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભવના અભાવને લીધે, જીવ નથી. તેમનામાં જ, જે સ્વપરની જ્ઞતિરૂપે પ્રકાશતું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૬૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય ટીકા, ગાથા-૧૨૧ ની ટીકા)
* ભાવકર્મ-ગુફામાં રાગદ્વેષમોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ રહે છે તે પ્રકાશ તારા નાથનો અશુદ્ધ સ્વાંગ છે. તેમાં તું શોધ. ભય ન કર! નિઃશંક જાણી એ રાગદ્વેષમોહની દોરી સાથે જઈ ખોળ. જે પ્રદેશથી (એ રાગદ્વેષમોહની દોરી) ઊઠી એ જ તારો નાથ છે. દોરીને ન જો. જેના હાથમાં એ દોરી છે તેને વળગ્યે તુરત મળશે. (તારો નાથ) પોતાના જ્ઞાનમહિમાને છુપાવીને બેઠો છે. તેને તું પીછાણ. આ ગુપ્ત જ્ઞાન થતાં એ નાથ છુપાઈ શકે નહિ. ત્યાં તું ચેતના પ્રકાશરૂપ ચિદાનંદરાજાને પામી સુખી થઈશ. ૬૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૯)
* મોક્ષાર્થી સજ્જનને માટે ‘આત્મા ' એવા બે અક્ષર જ બસ છે; તેમાં જે તન્મય થાય છે તેને મોક્ષસુખ હથેળીમાં છે. ૬૪.
(શ્રી નેમીશ્વર વચનામૃત-શતક, શ્લોક-૮૭)
* ટાંકીસે ઉકેરી મૂર્તિકે સમાન અવિનાશી, સ્વભાવસે અમિટ યહ આત્મા હૈ. દર્શનમોહનીયકર્મમલકી મૂઢતાસે રતિ યહ આત્મા હૈ. આત્મા પરમાત્મસ્વરૂપ હૈ. શુદ્ધ જ્ઞાનમઈ હૈ. કર્મમલ રહિત ૫રમાત્મા હૈ. ૬૫.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક ૬૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com