________________
રાશીવિયોગ.
( ૧૭. અનુચિત વૃદ્ધપતિને આપવા તૈયાર થાય, તે વખતે તમે આર્ય બાળ ગંગાકુમારીનું સ્મરણ કરી તેની અસાધારણ હિંમત તમારા હૃદયમાં ધારણ કરજો. તમારે શુદ્ધ અભિપ્રાય તમારા પિતાની આગળ શરમ છોડી જાહેર કરજો અથવા કેઈની દ્વારા જાહેર કરાવજે. પ્રિય ભગીનીઓ! જ્યારે તમારામાં પૂર્વની મહાન હિંમત આવશે, ત્યારેજ તમારે ઉદય થશે. અને પૂર્વકાળે જે સત્કીર્તિ આર્ય સતી શ્રાવિકા એએ સંપાદન કરેલી છે, તેવી સત્કીર્તિ તમને પ્રાપ્ત થશે. સકીર્તિ એજ શ્રાવિકા જીવનનું આભૂષણ છે.
–- @-- પ્રકરણ ૪થું.
રાજ્ઞીવિયોગ. હસ્તિનાપુરના મહારાજા શાંતનુના અંતઃપુરમાં ગંગા દેવી રાજ્યભવ ભગવતી હતી. અનેક દાસ દાસીએ તેની સેવા કરવાને હાજર હતાં. તે મહારાણીની આજ્ઞા અંતઃપુરમાં સારી રીતે પ્રવર્તતી હતી, આ રાજ્ય અને સત્તાને વૈભવ પ્રાપ્ત થયા છતાં તે મહાદેવી ધર્મથી વિમુખ થઈ ન હતી. તેણની પવિત્ર મનવૃત્તિમાં ધાર્મિકશ્રદ્ધા અચળ રહી હતી. અનુક્રમે કેટલોક સમય વિત્યા પછી ગંગાસુંદરી સગર્ભા થઈ.