Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
રાખશો. એમ કરવાથી જે સમજ, જે ભાવ, પ્રાપ્ત થશે; તે ભાવથી પછી પછીનું આપનું સ્તવનગાન હૃદયગાન બની રહેશે, જે ધ્વનિ ઉદ્ભવશે તે નાભિમાંથી ઉદ્ગમતો હૃદયંગમ આત્મનાદ-બ્રહ્મનાદ બની રહેશે અને તે હૃદયનયનને ઉમ્મિલિત કરી જગધણીના દર્શન કરાવવાવાળો થશે.
મારા દ્વારા આટલું પણ કંઈક જે યોગદાન થયું છે, તેમાં પરિવારના સંસ્કારો, પ.પૂ.પં. પ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજીની શ્રીપાળનગર વાલકેશ્વરની જ્ઞાનશિબિર, જ્ઞાત અજ્ઞાત ગુરૂભગવંતો, આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન, જિનવાણી શ્રવણ, વ્યવહારિક શિક્ષણ આદિનો અમુલ્ય ફાળો છે. એ સર્વે પ્રત્યે કૃતજ્ઞતાના ભાવપૂર્વક એ સહુનું ઋણસ્વીકાર સહિત ઋણસ્મરણ કરું છું ! આ તબક્કે પૂ. પર્યાય સ્થવિર મુનિરાજશ્રી જયચન્દ્રવિજયજીને કેમ ભૂલી શકું? એમનો અનાયસ જ મારા ઉપર ઉપકાર થયો છે કે, એમણે ઈ.સ. ૧૯૭૮માં પૂ. પનાભાઈ અને ઈ.સ. ૧૯૮૦-૮૧ લગભગમાં પ.પૂ.પં.પ્રવરશ્રી મુક્તિદર્શનવિજયજી જેવી વિરલ વિભૂતિઓનો સંયોગ કરાવી આપ્યો.
અંતે પૂ. ગુરૂદેવશ્રી તથા ઉપકારી પૂ. પનાભાઈને વંદન કરવા પૂર્વક નીચેનું સંસ્કૃત સુભાષિત ટાંકીને પ્રાસ્તવ્ય પૂર્ણ કરું છું !
कीटोsपि सुमनः संङ्गादारोहति सतां शिरः । अश्मापि याति देवत्वं महदभिः सुप्रतिष्ठितः ।।
કીટક (જંતુ) પણ સુમન (પૂષ્પ)ના સંગાથમાં સંતો સજ્જનોના શિરે ચઢે છે કે, જેમ મહાજનો વડે સુસ્થાપિત કરાયેલ પથ્થર પણ દેવ બની જાય છે.
પૂર્ણ થયાં નથી અને સર્વજ્ઞ બન્યા નથી, ત્યાં સુધી સરાગી છદ્મસ્થ છીએ. તેથી કરીને ભૂલચૂક થવાની પૂરેપૂરી સંભાવના છે. ભૂલચૂક થઈ ગઈ હોય કે પ્રમાદવશ કરાઈ ગઈ હોય તો સ્વીકાર્ય છે અને સુધારી લેવાની તૈયારી છે. જણાવશો તો ઉપકાર થશે. જાણતા અજાણતા પ્રમાદવશ જિનવચન વિરુદ્ધ કાંઈ કથન થઈ ગયેલ હોય તો તે બદલ મિચ્છા મિ દુક્કડં !
અણુ પરમાણુ શિવ બની જાઓ !
આખા વિશ્વનું મંગળ થાઓ !
વિ.સં.૨૦૬૪, માગસર વદ ૧૧, શુક્રવાર, તા. ૪/૧|૨૦૦૮ મલાડ (૫.), મુંબઈ - ૪૦૦ ૦૬૪.
સર્વે જીવો મોક્ષે જાઓ !
અર્હ મૈયા અમર તો-જૈન શાસન જયવંતુ વર્ત સૂર્યનદન ઠાકોરદાસ જવેરી