Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
ટૂંકમાં નિર્માણ સહિયારું છે. કેવળજ્ઞાની ભગવંતોએ એમના કેવળજ્ઞાનમાં અમારા થકી જે જેવું થવાનું જોયું, તે તેવું, એઓશ્રીન દેખ્યા પ્રમાણેનું તથા ભવ્યતાનુસાર થયું છે. એ કેવું થયું છે ? ઉત્તમ, ઉત્તમોત્તર, ઉત્તમોત્તમ કે અન્યથા એ તો જ્ઞાનીજ જાણે અને જ્ઞાની જે મૂલ્ય આંકે તે સાચું ને સ્વીકાર્ય છે.
નિર્માણનું માધ્યમ બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે તે અમારા અહોભાગ્ય! કાળક્રમે બનવાકાળ જે બનવા નિર્માયું હતું તે તેવું જ જ્ઞાનીએ દીઠું થયું છે. એમાં માત્ર માધ્યમ-નિમિત્ત બનવા સિવાય અમે કાંઈ જ કર્યું નથી.
આ નિર્માણ સહભાગી બનવામાં મને પોતાને તો આત્મિકલાભ સાથે આત્મિક આનંદ જ સાંપડ્યો છે. પ્રાપ્ત સ્વસમયનો ધર્મધ્યાનમાં સદુપયોગ તો થયો જ છે પણ સાથે સાથે પ્રાપ્ત માનવ અવતાર યત્કિંચિત્ સાર્થક થયાની લાગણીય અનુભવાઈ રહી છે.
અલગારી અવધૂત યોગીવર્ય કવિરાજશ્રી આનંદઘનજી મહારાજા દ્વારા રચાયેલા આ સ્તવનો તો, પરમાત્માસ્તવનાની સાથોસાથ આત્મજ્ઞાન છે, જે પરમાત્મસ્વરૂપની ધૂન જગાવીને પાઠક આત્માને પરંપરાએ સ્વયં પરમાત્મા બનાવનાર છે.
યોગીરાજજીના સ્તવનો એટલે માનવીની ભીતરમાં ભંડારાયેલ ઐશ્વરીય સંભાવનાને ઉજ્જાગર કરનારું અલગારી ગાન !
'આનંદઘન ચોવીશી એ માત્ર જિનસ્તવના નથી. એ તો મસ્તફકીર અલગારી અવધૂત યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજાની પરમપદને પામવાની ઉત્કટ લગન છે અને તે લગનમાંથી જ હૃદયગુહામાંથી ઉદ્ગમેલી પરમ પવિત્ર ગંગાસ્વરૂપ પરાવાણીની સરવાણી છે કે જે ભેદમાંથી અભેદ તરફ વહી જતી જ્ઞાનસરિતા છે.
પૂ. યોગીરાજજી રાગરાગિરિના જાણકાર હોવાથી પ્રત્યેક રચના નિરનિરાળા નિશ્ચિત રાગમાં કંડારાયેલી છે અને તેથી તે ગેય છે, કર્ણપ્રિય છે તેમજ દિલને આલ્હાદક ભાવવાહી છે. ભાષા ઉપરના પ્રભુત્વને કારણે પ્રાસાનુપ્રાસમાં રચાયેલ હોવાથી પ્રત્યેક રચના હૃદયસ્પર્શી બની છે. વળી તે તે ભગવાનના નામના ભાવને અનુરૂપ રચના છે.
ક્રમાનુસર વાંચન રાખવાને બદલે આપને મનપસંદ સ્તવનને ચૂંટી કાઢીને કે પછી આપ જ્યાં પૂજાભક્તિ કરતા હોવ તે જિનમંદિરના મૂળનાયક ભગવંતશ્રીનું સ્તવન પસંદ કરીને તેના અર્થ ભાવની સ્વતંત્ર રીતે વિચારણા કર્યા પછી પ્રસ્તુત સ્તવનના આ પ્રકાશનમાં અપાયેલ વિચારણાના માધ્યમે ઊંડા ઉતરતા જવાનું