Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ વી. શાહ સાહિત્ય સૌરભ - ગ્રંથ-પ પ્રવાસ દર્શન સંપાદક: પ્રા. જશવંત શેખડીવાલા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ TUJUT MILILINE #dodaria પ્રવાસ દર્શન ‘પ્રવાસદર્શન' ડૉ. રમણલાલ ચી. શાહના પ્રવાસ ગ્રંથો - ‘પાસપોર્ટની પાંખે’ - ભા.૧, ૨, ૩માં સંગૃહીત લેખોમાંના પ્રતિનિધિરૂપ ૪૭ લેખોનું સંપાદન છે. તેમાં લેખકે વિવિધ નિમિત્તે પૃથ્વી પરના તમામ ખંડોના વિવિધ દેશોના કરેલા પ્રવાસો વિશેના લેખોનું સંકલન થયું છે. સરસતા, વૈવિધ્ય અને અવનવી માહિતી ઉપરાંત બધા ખંડોના દેશોનાં દર્શનીય સ્થાનોનું પ્રતિનિધિત્વ જળવાય એ દૃષ્ટિએ તેમની પસંદગી થઈ છે. લેખકની પ્રવાસલેખક તરીકેની સુરેખ છબી તેમાંથી સ્વંયમેવ ઊપસે તેવું તેની પાછળનું લક્ષ્ય છે. ડૉ. ૨. ચી. શાહ ઉત્સાહી જગતપ્રવાસી છે. વિવિધ નિમિત્તે તેમણે લગભગ ૭૦ દેશોના પ્રવાસો ખેડ્યા છે. સહરાના રણથી માંડી આફ્રિકાના અરણ્યો અને ઉત્તર ધ્રુવ વર્તુળનાં બર્ફિલાં મેદાનો અને પર્વતો સુધી તેમણે પરિભ્રમણ કર્યું છે. તેમણે ખુલ્લી-નિર્મળ-સૂક્ષ્મ દૃષ્ટિએ, આનંદ-વિસ્મય-કુતૂહલ-જ્ઞાનપ્રાપ્તિના ભાવપૂર્વક, વિવિધ દેશોપ્રદેશોનાં, રમણીય રોમાંચક અને ભયાનક દૃશ્યો નિહાળ્યાં છે અને તેમનું સંવેદના – કલ્પના – વિચારયુક્ત, સુરેખ અને રસળતું નિરૂપણ સરળ મધુર પ્રવાહી ચિત્રાત્મક શૈલીમાં કર્યું છે. પ્રવાસકથાના તેમના નિરૂપણમાં લાઘવ, વ્યંજના, વૈવિધ્ય અનુભવાય છે. પ્રસંગોપાત્ત તેમાં હળવો નિર્દોષ વિનોદ પણ હોય છે, પરંતુ ક્યાંય અનાવશ્યક લાગે તેવું આલેખન કે આયાસજન્ય ચિંતન કળાતાં નથી, કશું કૃતક કુત્સિત જોવા મળતું નથી, | વિવેચકો અને વાચકો દ્વારા ઘણા પ્રશંસિત આ પ્રવાસલેખો અને તેમના લેખક ડૉ. ૨. ચી. શાહનું ગુજરાતીના પ્રવાસ સાહિત્યમાં | Jain Ed વિશિષ્ટ સ્થાન છે. For Private & Personal use onls Page #3 -------------------------------------------------------------------------- ________________ LONS CU TIN en Education international www.jaimelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડો. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ – ગ્રંથ : ૫ પ્રવાસ-દર્શન સંપાદક : પ્રો. જશવંત શેખડીવાળા સંયોજક : ડો. ધનવંત શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનારે, ૧૪મી ખેતવાડી, મુંબઈ - ૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કુ. મુંબઈ – અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ DR. RAMANLAL C. SHAH SAHITYA SAURABH - 5 *PRAVAS-DARSHAN" Collection of articles on travelling written by Dr. Ramanlal C. Shah Edited by Prof. Jashwant Shekhadiwala Published by SHREE MUMBAI JAIN YUVAK SANGH 33, Mohmandi Minar, 14th Khetwadi, Mumbai - 400 004. (India) No Copyright પહેલી આવૃત્તિ : ૧૫ ઑગસ્ટ, ૨૦૦૬ પૃષ્ઠ : ૩૦ + ૩૭૦ + ૧૬ = ૪૧૬ છબી સંપુટ નકલ : ૫૦૦ કિંમત: રૂ. ૨૬૦ મુખ્ય વિક્રેતા : ૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ટેલિ. : (૦૨૨) ૨૨૦૧૩૪૪૧ આર. આર. શેઠની કું. ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ : ફોન : ૨૬૫૬૪૨૭૯ મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટી મિરઝાપુર, રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧ ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટેલિ. : (૦૭૯) ૨૫૫૦૬ ૫૭૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પ અર્પણ ડૉ. રમણભાઈ અને અમારા સંઘના રાહબર શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયાને... આપે રમણભાઈનું હીર પારખ્યું અને અમને મળ્યા સંઘવાહક અમારા રમણભાઈ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ Page #8 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી ગ્રંથ ૧. જૈન ધર્મદર્શન ૨. જૈન આચાર-દર્શન ૩. ચરિત્રદર્શન ૪. સાહિત્યદર્શન ૫. પ્રવાસ-દર્શન ૬. સાંપ્રત સમાજ-દર્શન ૭. શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ સંપાદક ડૉ. હસુ યાજ્ઞિક ડૉ. જિતેન્દ્ર બી. શાહ ડૉ. પ્રવીણ દરજી ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ .પ્રા. જશવંત શેખડીવાળા .પ્રા. જશવંત શેખડીવાળા પ્રો. કાંતિ પટેલ (સહસંપાદક) શ્રીમતી નિરુબહેન શાહ, ઉષાબહેન શાહ, પુષ્પાબહેન પરીખ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ડૉ. રમણલાલ ચી. શાહ આપણા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આત્મા હતા, અને આજે પણ છે. તેમજ જ્યાં સુધી આ સંસ્થાની ગતિ-પ્રગતિ થતી રહેશે, અને એ પુણ્યાત્મક જ્યાં જ્યાં વિહરતો હશે ત્યાંથી આ સંસ્થાને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહેશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૩ જી ફેબ્રુઆરી ૧૯૨૯માં થઈ. એટલે આ સંસ્થાએ ૭૭ વર્ષ પૂરા કરી ૭૮ વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. ડો. રમણલાલ ચી. શાહને હવે અમે અહીં રમણભાઈ જ કહીશું કેમ કે અમારા હૈયે આ સંબોધન જ સ્થિર થઈ ગયું છે, અને રહેશે. રમણભાઈ ૧૯૫૨માં ૨૬ વર્ષની ઉમરે આ સંસ્થામાં પ્રવેશ્યા અને જીવનના અંતિમ દિન સુધી કાર્યરત રહ્યા. આ સંસ્થા સાથે એમનો પ૩ વર્ષનો દીર્ઘ સંબંધ. આ સંસ્થાના કોઈ પણ સભ્ય આજ દિવસ સુધી આટલી દીર્ઘ ફળદાયી સેવા આ સંસ્થાને નથી આપી શક્યા. રમણભાઈ પ્રથમ સંસ્થાની કારોબારી સમિતિમાં જોડાયા, તે સમયે પૂ. પરમાણંદભાઈ કાપડિયા અને પૂ. ચીમનલાલ ચકુભાઈ શાહે રમણભાઈમાં રહેલું હીર પારખ્યું અને રમણભાઈને એક પછી એક જવાબદારી સોંપતા ગયા, જે રમણભાઈએ નિષ્ઠાપૂર્વક બજાવી અને પ્રત્યેક કાર્યથી સંસ્થાને ઊજળી કરી. ૧૯૮૨માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી રમણભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ અને ‘પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સ્વીકાર્યું અને જાહેર જીવનના બધા પદ છોડવાના તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને કારણે ૧૯૯૬માં પોતાની ૭૦ વર્ષની ઉમરે સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપી સંસ્થાની Page #10 -------------------------------------------------------------------------- ________________ કારોબારી સમિતિના સભ્ય બની રહી અંતિમ શ્વાસ સુધી સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું. સન ૧૯૭૨માં રમણભાઈએ સંસ્થાની સુપ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સ્વીકાર્યું. આ પ્રમુખપદે પહેલાં કાકા કાલેલકર, પૂ. પંડિત સુખલાલજી અને પૂ. ગૌરીપ્રસાદ ઝાલા સાહેબ જેવા વિદ્વાન મનીષી બિરાજ્યા હતા. રમણભાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ વ્યાખ્યાન માળાનું જતન કર્યું અને પ્રેરણાદાયી પ્રવચનો આપવા માટે દરેક સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, અન્ય ધર્માચાર્યો અને ભારતના પ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાતાઓને નિમંત્ર્યા અને વ્યાખ્યાનમાળાને પ્રમુખપદે એઓશ્રી જીવનના અંતિમ શ્વાસ સુધી સતત ૩૩ વર્ષ બિરાજ્યા. રમણભાઈ એટલે અણિશુદ્ધ સુશ્રાવક અને કરુણાનો જીવ. કેટલાંક વર્ષ પહેલાં રમણભાઈને એક ઉત્તમ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાનમાળામાં ધર્મ જિજ્ઞાસુ વર્ગ આવે છે. એ સર્વના હૃદયમાં આવા પર્વના દિવસે કરુણાની અને દાનની ભાવના હોય જ. વળી વિચાર્યું કે ગુજરાતના પછાત વિસ્તારમાં ઘણી બધી એવી ઉત્તમ સંસ્થા છે જે ધનને અભાવે પોતાના સેવા કાર્યને આગળ વધારી શકતી નથી. એટલે પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં યુવક સંઘની કારોબારી સમિતિના સભ્યોને સાથે લઈ સંસ્થાની મુલાકાત લઈ એવી સંસ્થા માટે પર્યુષણ દરમિયાન તેની યોગ્યતા અને જરૂરિયાત તપાસી દાનની વિનંતિ કરવાનું નક્કી કર્યું, આના પરિણામે આજ સુધી ગુજરાતની ૨૧ સંસ્થાઓને કુલ પોણાત્રણ કરોડના દાનનો માતબર ફાળો પ્રાપ્ત થયો છે અને એ બધી સંસ્થાએ આજે ખૂબ જ વિકાસ કરી સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. પૂ. રમણભાઈના ઉત્તમ વિચારનું આ અતિશુભ અને સર્વજન કલ્યાણકારી પરિણામ છે. આ સંસ્થાનું વર્તમાન મુખપત્ર “પ્રબુદ્ધ જીવન' છે. ૧૯૨૯માં સંસ્થાએ પોતાનું મુખપત્ર “મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા'ના નામથી શરુ કર્યું અને ૧૯૩૩માં “પ્રબુદ્ધ જૈન” અને પછી ૧૯૫૩માં “પ્રબુદ્ધ જીવન” નામ ધારણ કરી જીવનના વિશાળ ફલકને સ્પર્શવાનો સંકલ્પ કર્યો. એટલે સંસ્થાના મુખપત્રનો ઇતિહાસ પણ ૭૭ વર્ષનો છે. કોઈ પણ પ્રકારની જાહેર ખબર ન લેવાના, અને બીજે છપાયેલા લેખ ન લેવાના સિદ્ધાંતને વરેલું આ મુખપત્ર આજે ૭૮ માં વર્ષમાં પ્રવેશે છે, એનો યશ આજ સુધીના ચિંતક મહાનુભાવ માનદ્ મંત્રીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને જાય છે. પૂ. રમણભાઈ પૂર્વે આ મુખપત્રોના તંત્રીસ્થાને શ્રી મણીલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા પ્રખર ચિંતકો અને સમાજ સુધારકો બિરાજ્યા હતા. સન ૧૯૮૨માં “પ્રબુદ્ધ જીવન'નું તંત્રી Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થાન પૂ. રમણભાઈએ સ્વીકાર્યું અને વિવિધ વિષયોથી તેમજ જૈન ધર્મના ઊંડા તત્ત્વ લેખોથી “પ્રબુદ્ધ જીવન'ને જ્ઞાનના ખજાનાથી તરબતર કરી દીધું. સંસ્થા અને સમાજ આ ઋણ કોઈ રીતે ચૂકવી શકે એમ નથી. પૂ. રમણભાઈ પોતાની ઉપસ્થિતિમાં જ “પ્રબુદ્ધ જીવન' તેમજ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન અમારા હોંશીલા, વિદ્વાન, કર્તવ્યનિષ્ઠ, દૃષ્ટિ સંપન્ન ધનવંતભાઈને સોંપી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્થાનને માટે ઉચિત વેળાસર પસંદગી કરી અમને આજની ચિંતામાંથી મુક્ત કરી ગયા. જ્ઞાનીજનોને તો આર્ષદૃષ્ટિ હોય જ. ધનવંતભાઈના તંત્રી સ્થાને આજનું “પ્રબુદ્ધ જીવન” પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાન પૂર્વસૂરિઓની યશગાથાને ઉજળી કરી રહ્યું છે એની પ્રતીતિ થતાં અમારા સર્વનું મસ્તક રમણભાઈ પ્રતિ - “ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ'ના ગ્રંથોની યોજના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ અમે કરી હતી. અમારી આ યોજનાની સંમતિ પૂ. રમણભાઈ આપતા ન હતા. સ્વપ્રશંસાનો કર્મદોષ લાગે એ ભાર આવા જ્ઞાનીજન કેમ સ્વીકારે ? પરંતુ અમારા આગ્રહ અને પ્રેમ પાસે એઓશ્રી હળવા થયા અને અમને સંમતિ આપી. આ જ્ઞાનીજન ત્યારે કદાચ કોઈક દર્શન' પામી ગયા હશે. આ ગ્રંથોના સંયોજક અને વિદ્વાન સંપાદકોની પસંદગી પણ એઓશ્રીએ કરી હતી. - રમણભાઈના વિપુલ સાહિત્યનું વાચન કરવું અને એનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતાં પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્ય સાગરમાં તો મોતી જ મોતી. આ સારું અને આ એનાથી વિશેષ સારું એવી સ્પર્ધા અહીં શક્ય જ નથી. જડીબુટ્ટી શોધતા હનુમાનજી જેમ જડીબુટ્ટી શોધી ન શક્યા અને આખો પહાડ ઊંચકી લાવ્યા, એવી વિમાસણ પ્રત્યેક વિદ્વાન સંપાદકે અહીં અનુભવી હશે જ. પરંતુ તોય કર્તવ્ય ધર્મમાં સ્થિત આ સર્વ વિદ્વાન સંપાદકોએ અથાગ ભગીરથ પરિશ્રમ કર્યો અને આપણા માટે આ સાત ગ્રંથોનું નિર્માણ કર્યું. આ વિદ્વાન સંપાદકો પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી, ડૉ. જિતેન્દ્ર શાહ, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અમારા અંતરંગ વિદ્વાન મિત્ર વિદ્વાન પ્રા. કાંતિ પટેલ. આ સર્વ મહાનુભાવોને અમારું હૃદય પૂરા આદરથી નમન કરે છે. ઉપરાંત “શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ' ગ્રંથના સહ સંપાદકો, આ સંસ્થાની કારોબારી સમિતિના અમારા સભ્યો નીરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ Page #12 -------------------------------------------------------------------------- ________________ અને ઉષાબહેન સાહનો આભાર તો કેમ મનાય ? એમના પરિશ્રમને અભિનંદુ છું. યોજના તૈયાર તો થાય પણ એને આકાર આપવા સતત પુરુષાર્થ કરવો પડે એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ જવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુક્લે કર્યો, અને સતત પરિશ્રમ કરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યાં છે. સંઘબળનું આ સંઘફળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હરિચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જયાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ ? હૈયું, હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય. બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત ક૨વા માટે પૂ. તારાબહેન અને પૂ. ૨મણભાઈના સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધાં સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણ ભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે. આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાનાભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા ક૨વાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાનાભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ? આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ. પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વ સૂરિઓના પુણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો, એને ચમત્કાર પણ કેમ ન કહેવાય ? ‘પ્રબુદ્ધ જીવન'ના ૧૬ ફેબ્રુઆરીનો ‘ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ઠ ઉપર ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦-૨૨ તારીખના આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર રકમ સ્વીકારવાની વિનંતી કરી અને તરત જ માતબર રકમનો 8 Page #13 -------------------------------------------------------------------------- ________________ ચેક મોકલી આપ્યો ! પૂ. રમણભાઈ આવા કેટકેટલાં શુભ આત્મામાં બિરાજ્યા હશે ? અમારા કેટલા બધાં સદ્ભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદ્ભાવ પ્રાપ્ત થયો ! આ દાતા પ્રત્યે અમારા હૃદયમાં અનેરો પૂજ્ય ભાવ પ્રગટ થયો છે, અને એઓશ્રીના પુણ્ય કર્મોને અમે વંદન કરીએ છીએ. આ વાંચનાર સર્વેના હૃદયમાં પણ આવા જ ભાવો આંદોલિત થશે એવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથોને ખૂબ જ કાળજીપૂર્વક આપણી પાસે પહોંચાડવા માટે ટાઈપ સેટિંગ અને મુદ્રણ કાર્ય માટે અમદાવાદના શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારી અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રૂપલભાઈ દેસાઈ ઉપરાંત મુંબઈના મુદ્રાંકનના શ્રી જવાહરભાઈ શુક્લ તેમજ મુખપૃષ્ટની યથાયોગ્ય સુંદર ડિઝાઈન માટે શ્રી મોહનભાઈ દોડેચાનો અંતરથી આભાર માનીએ છીએ. આ ગ્રંથોની જાહેરાત થતા જ આગોતરા ગ્રાહકોએ પોતાનું નામ નોંધાવી અમને પ્રોત્સાહિત કર્યા. એ માટે એ સર્વનો પણ હૃદયથી આભાર. સતત સાત માસના પરિશ્રમથી અને એટલી જ ઉતાવળથી આ ગ્રંથો તૈયાર થયા. એટલે કોઈ પણ ક્ષતિનું દર્શન થાય તો અમને ક્ષમા કરશો. ઉપરાંત આપને રમણભાઈનું કોઈ અપેક્ષિત સર્જન અહીં નજરે ન પડે તો અમારી ગ્રંથના પૃષ્ઠોની મર્યાદા છે એમ સમજી અમને દરગુજર કરશો, પણ આપનો પ્રતિભાવ જરૂર જણાવશો. આજે આ ગ્રંથોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે રમણભાઈ આપણી પાસે નથી, છે માત્ર એમનો જ્ઞાન પ્રકાશ અને શબ્દોના તેજપૂંજથી ઝળહળતું એઓશ્રીનું જ્ઞાન જગત. આ સાત ગ્રંથો આપના કરકમળમાં મૂકતા અમે ધન્યતા અનુભવીએ તો છીએ, પણ સાથોસાથ તર્પણ ભાવનો સંતોષ અમારા રોમેરોમમાં આંદોલિત થઈ રહ્યો છે. એનો આનંદ આપની પાસે ક્યા શબ્દોમાં દર્શાવીએ ? આ આંદોલનને પૂ. રમણભાઈના આત્માનો સ્પર્શ મળે એવી કાળદેવતાને પ્રાર્થના. ધન્યવાદ. તા. ૧૫-૮-૨૦૦૬ શ્રી મુંબઈ જેન યુવક સંઘના | સર્વ સભ્યો વતી શ્રી રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ Page #14 -------------------------------------------------------------------------- ________________ સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને કૉલેજ કાળથી હતો. એટલે લગભગ ૪૦ વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન'નું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન- શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંત૨થી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરે ય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબોગજબનું સંસ્કાર ઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંત૨માં કોઈ અનિવર્ચનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું છું. પૂ. ૨મણભાઈ એમ.એ.માં અમને ભાષા શાસ્ત્ર શિખવતા હતા. વળી તેઓ જૈન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનુબંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વતા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા. ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂ. રમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃ-માતૃ ભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સદ્ભાગી ઘડી હતી. બસ પછી તો ૨મણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયા. મારું એને પરમ સદ્ભાગ્ય ગણું છું. સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો વગેરેમાંથી ઘણું જીવન પાથેય મળી રહેતું. શ્રાવક જીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા. 10 Page #15 -------------------------------------------------------------------------- ________________ - પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. ‘પ્રબુદ્ધ જીવન' પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રસંશા કરીએ તો સાહેબ મૌન સ્મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે, પૂ. સાહેબે તેમનો “ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહી મિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાક્ જ બની ગયો. આટલું બધું પરિશ્રમ પૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, “સાહેબ આ ગ્રંથને તો ડી.લીટ ની ઉપાધિ મળવી જોઈએ, પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે-ઉપાધ્યાય યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર' અને જ્ઞાનસાર'... બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈન જગતને મળ્યા એ તો આપણા સૌનું પરમ સદ્ભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું ? અને એ માટે હું અધિકારી પણ નથી. એક વખત ફોન ઉપર વાતો કરતા કરતા મેં સાહેબને કહ્યું આપનું સાહિત્ય જગત વિશાળ છે, એનું ચયન કરી ચાર પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહેજ બોલાઈ ગયું. ‘હા હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની ઇચ્છા ન હતી. પણ એમનાથી “કહેવાઈ ગયું ! એ એમને દુખ હતું. અજાણતા થઈ ગયેલા આવા સૂકમ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન ! પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુ ચરિત પ્રા. જશવંત શેખડીવાળા સાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ સંકેત છે. પછી જ્યારે જ્યારે સાહેબને ફોન કરું ત્યારે આ વાત કરું, સાહેબ એ વાતને ટાળે અને હું પાછો ત્યાં ને ત્યાં જ પહોંચું અને સાહેબ સાથેની વાતોમાંથી માંડ માંડ “ના” નો છેદ ઉડાવી શક્યો. જો કે “ના” ન પાડવામાં Page #16 -------------------------------------------------------------------------- ________________ પણ મારા પ્રેમને દુખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો. તરત જ મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧૧-૨૦૦૫ના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કોઈ પણ હા ના કરે એ પહેલાં સર્વ સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સદૂભાગ્ય. તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂ. સાહેબ કહે, “શેખડીવાળા સાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.' મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉપર વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિદ્વદ્વર્ય ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતી કરવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યા. સાહેબે સંમતિ આપી. આ ચયન ગ્રંથોની સાથો સાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયાર થાય એવો અમ મનમાં ભાવ જન્મ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું. બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું “આવો ગ્રંથ તૈયાર ન કરશો. અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્ય સંચય જ કરો.” વ્યક્તિની હયાતીમાં આવો ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મ બંધ માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યા. આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર “પ્રબુદ્ધ જીવન” પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા !! પણ જુઓ, વિધિની કેવી વિચિત્રતા ! પૂ. સાહેબે જીવન પ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના “પ્રબુદ્ધ જીવનના બે અંકો નવેમ્બર ૨૦૦૫નો “શ્રદ્ધાંજલિ' અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો “ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક. એ બંન્ને અંકોના સમન્વય રૂ૫ ગ્રંથ આજે “શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન 12 Page #17 -------------------------------------------------------------------------- ________________ અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંકેય ઢંકાતા નથી. સ્મરણિકા “અંક માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાક લેખને સમય મર્યાદાને કારણે એ અંકમાં સમાવી ન શકાયા. એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો, એટલે, “શ્રુત ઉપાસક ૨. ચી. શાહ' ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક પત્ર વિનંતિ અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ શ્રત ઉપાસક' ગ્રંથના પ્રેરણા સ્ત્રોત એ જિજ્ઞાષજનો અને પૂ. સાહેબના ચાહકો છે. પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણ સામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઉઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાંએ અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેરક. ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ શેખડીવાળાને ત્યાં ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળા સાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અમે સર્વેએ માર્યું. મારા માટે તો વિદ્વદ્ દર્શન હતું. સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો. નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય ? પરંતુ જૈન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય. મેં. પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની “હા...ના'ની ચર્ચા વગર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અને ડૉ. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ “જૈન ધર્મ દર્શન” અને “જૈન આચાર દર્શન' પ્રાપ્ત થઈ રહ્યાં છે. શ્રુત ઉપાસક ડૉ. ૨. ચી. શાહ' ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને પણ મૂર્ધન્ય વિદ્વજનનો સાથ મળે તો સોનામાં સુગંધ મળે. એટલે પૂ. તારાબેને શિષ્ય હક અને મેં મિત્ર હકનો ઉપયોગ 13 Page #18 -------------------------------------------------------------------------- ________________ કરી વિદ્વાન પ્રાધ્યાપક શ્રી કાંતિભાઈ પટેલને વિનંતિ કરી. શ્રી કાંતિભાઈ પૂ. સાહેબના શિષ્ય, અને સાહેબનો શિષ્યો પ્રત્યે પ્રેમ એવો કે બધા હોંશે હોંશે એ નિર્ણયને હૃદયમાં સમાવી લે. સર્વે વિદ્વાન સંપાદકોએ અભ્યાસ કરી ખૂબ જ પરિશ્રમ લઈ આ સાતે ગ્રંથનું સર્જન કર્યું છે. મિત્ર પ્રાધ્યાપક પ્રસાદ બ્રહ્મભટે તો મુદ્રણ વ્યવસ્થા પણ સંભાળી. આ સવેનો અંત:કરણથી આભાર માનું છું. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સિચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું. આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારા મોટાબેન તુલ્ય પૂ. તારાબહેનના ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદું છું. સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉપર આવા આત્મસંતર્પક શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવાં મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે. સમગ્ર ગ્રંથ રચનામાં મારી કાંઈ ક્ષતિ દૃષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો. ' અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું ? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું. સભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ વ્યાપર જગતમાં પૂરો ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખન ચેતનાને ફેંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાશે. આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી પરમાત્માને પ્રાર્થના. તા. ૧૫-૮-૨૦૦૬ - ધનવંત શાહ એફ-૭૬, વિનસ એપાર્ટમેન્ટ, વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦૦૧૮. Page #19 -------------------------------------------------------------------------- ________________ સહુના રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એક લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થા છે. જીવનનાં ઘણાં ક્ષેત્રે એની કરુણાપ્રેરક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર ભારતની જૈન સંસ્થાઓમાં એનું આગવું અને માનભર્યું સ્થાન છે. ઘણી વ્યક્તિઓએ પોતાનું સત્ત્વ, સામર્થ્ય અને સેવા આપીને આ સંસ્થાને મહાન બનાવી છે. આ સંસ્થાના ૭૭ વર્ષના ઈતિહાસમાં એક હૃદયસંતર્પક ઘટના ઘટી રહી છે. મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણભાઈના પ્રગટ થયેલા સર્વ સાહિત્યમાંથી ચયન કરીને છ ગ્રંથો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા લેખોનો એક ગ્રંથ “શ્રુત ઉપાસક રમણભાઈ'-આ સાત ગ્રંથ ઉપરાંત તેમના વ્યાખ્યાનોની એક સી ડી ના વિમોચનનો પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ એટલે શ્રી જૈન યુવક સંઘના સભ્યો અને ૨મણભાઈના વિશાળ ચાહકવર્ગના હૃદયમાં રમણભાઈ પ્રત્યે પ્રગટ થતા સ્નેહાદરનો ઉત્સવ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે રમણભાઈનો સંબંધ આત્મીય, અનોખો અને અવર્ણનીય છે. ૧૯૫૨ થી ૨૦૦૫ એટલે પ૩ વર્ષનો સંબંધ. સંઘના સભ્ય, કમિટી મેમ્બર, સંઘના પ્રમુખ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકેનો સંબંધ. આમ વિવિધ સ્તરે સુખદ, યશસ્વી અને ફળદાયી રહ્યો છે. રમણભાઈ ભાગ્યશાળી હતા. સંઘ સાથેના સંબંધની શરૂઆતમાં જ શ્રી મણીલાલ મોકમચંદ શાહ, શ્રી રતિભાઈ કોઠારી, શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ખીમજી માંડણ ભૂજપૂરિયા, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ વગેરે વડીલોના પ્રેમ અને સભાવ તેમને મળ્યા. તેમાં તેમણે પોતાની સેવા અને આગવી સૂઝ ઉમેરીને એને અનેક ગણો વિસ્તાર્યો. વડીલોનું વાત્સલ્ય અને વિશ્વાસ, સમવયસ્કનો પ્રેમ અને પોતાનાથી નાનાનો આદર રમણભાઈની એ મોટી ઉપલબ્ધિ છે. રમણભાઈએ જીવનના દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમોત્તમ યોગદાન આપ્યું. કુટુંબ કે કૉલેજ હોય, યુનિવર્સિટી કે જુદી જુદી સંસ્થાઓ હોય, મંડળ, અધ્યયન કે અધ્યાપન, પ્રવાસ, પ્રવચન કે લેખન હોય, 15 Page #20 -------------------------------------------------------------------------- ________________ N.C.C. કે સમાજ સેવાનો કોઈ પ્રશ્ન હોય. તે દરેક માટે તેમણે મન મૂકીને સ્વયં મહેનત લઈને સચ્ચાઈપૂર્વક કામ કર્યું છે. ક્યાંય ઊણપ, અધૂરપ કે કચાશ ન રહે એ માટે ખૂબ પ્રયત્નશીલ રહેતા. તેથી તેમનું દરેક કામ સંપૂર્ણ, સમુચિત અને સુયશ અપાવનારું થયું છે. એનાં ઘણાં કારણો છે. N.C.C. ની લશ્કરી તાલીમને લીધે શિસ્ત, સ્વાવલંબીપણું અને અપ્રમત્તભાવ તેમનામાં આવ્યો. જૈન ધર્મના અભ્યાસ, ધર્મ આરાધના અને ચિંતનપ્રધાન પ્રકૃતિના કારણે તેમનામાં જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યાપક કરુણાભાવ આવ્યો. માતાપિતાના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યોદયને કારણે તેમના દરેક કાર્યના સારાં પરિણામ આવ્યાં. દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિમાં કંઈક શુભ અને કલ્યાણકારી તત્ત્વ જોવાની દૃષ્ટિને અને વિચારણાને કારણે, કંઈક ફળદાયી કરવાની ભાવનાથી સંઘની પ્રવૃત્તિમાં રમણભાઈ નવું નવું ઉમેરતા ગયા. દરેક તબક્કે તેમણે સંઘના વિકાસનો વિચાર કર્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના દરેક ફીરકાના અને અન્ય ધર્મના સાધુસંતો, પંડિતો, વિદ્વાનોને આમંત્રણ આપતા. જીવનના વિવિધ ક્ષેત્રે કરુણાની પ્રવૃત્તિઓ, અસ્થિ સારવાર, નેત્રયજ્ઞો, ચામડીના રોગોની સારવાર ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાતમંદને રાહત મળે તેવી યોજનાઓ ઉપરાંત સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, સંગીત વસ્તૃત્વકલા, શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોની વિવિધ વ્યાખ્યાન શ્રેણી, પુસ્તક પ્રકાશન વગેરે ચાલુ કર્યા. આ સર્વ પ્રવૃત્તિમાં સહુ સભ્યોની સંમતિ અને સહકાર તેમને મળ્યા કમિટીના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો સહકાર, કેટલાક કામની જવાબદારી લેવાની તત્પરતા, ચીવટથી કામ કરવાની તૈયારી, પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તેમની તકેદારી વગેરેથી ૨મણભાઈનું કામ સરળ બનતું. કમિટીમાં એકરૂપતા અને કર્તવ્યપરાયણતાનું વાતાવરણ રહેતું. પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. આવી લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની છબી વધુ ઉજ્જવળ થતી ગઈ. સંસ્થાના વિકાસની સાથે સાથે અને સંસ્થાના કારણે રમણભાઈનો પોતાનો વિકાસ ઘણો થયો. “પ્રબુદ્ધ જીવન'ના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્ય વિકાસમાં મદદરૂપ થયો. કરુણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં ક્યાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી. યુવક સંઘમાં “દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટમાં છપાયેલાં તેમના જૈનધર્મ વિષયક પુસ્તકો, “પ્રબુદ્ધ જીવન', જૈન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યા. તેથી તેમના પ્રશંસક વર્ગ અને તેમનું મિત્ર વર્તુળ વિકસતું ગયું. જૈન યુવક 16 Page #21 -------------------------------------------------------------------------- ________________ સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં ૨મણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની સ્મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. ૨મણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અમે અનુભવીએ છીએ. આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સદૂભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભારથી તે સહુને અમારું મસ્તક નમે છે. કોનો કોનો આભાર માનું ? સહુ પ્રથમ આભાર પરમહિતકારી પરમાત્માનો જેણે મારા પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારા આવા સ્નેહીજનો આપ્યાં. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંઘના સભ્યોનો અને વિશેષત: વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ-શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ-શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ-શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ સભ્યોનો. જેમનાં સદૂભાવભર્યા નિર્ણયને અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું. 1 આભાર ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. રમણભાઈએ આપેલા વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટ સમાવી લઈને ડૉ. રમણભાઈના વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી. “પ્રબુદ્ધ જીવન'ના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનારા અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુસાધ્વી સમુદાય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતરસ્તલમાંથી પ્રેમના, પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે! વિશેષત: ડૉ. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈના વર્તાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા 17 Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે, કૃતજ્ઞભાવે સહુનો આભાર. આભાર છ ગ્રંથોના વિદ્વાન સંપાદકો – પ્રા. શ્રી જશવંત શેખડીવાળા, ડૉ. પ્રવીણભાઈ દરજી, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. જિતેન્દ્રભાઈ શાહ, ડૉ. પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ જેમણે ડૉ. રમણભાઈના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરી પ્રેમથી પરિશ્રમ લઈ આ છ ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું. આભાર “શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ માટે સહાય કરનાર ત્રણ સંપાદક બહેનો શ્રીમતી નિરુબહેન શાહ, શ્રીમતી પુષ્પાબેન પરીખ, શ્રીમતી ઉષાબહેન શાહનો. આભાર “શ્રુત ઉપાસક રમણભાઈ' ગ્રંથના મુખ્ય સંપાદક વિદ્વાન પ્રો. કાન્તિભાઈ પટેલનો. પુસ્તકને સુંદર અને ગૌરવપ્રદ બનાવવા જરૂરી બધી વિગતોનો વિચાર અને કાર્યવાહી કરવા માટે અને પ્રસ્તાવના લખવા માટે. આભાર સંઘની મુદ્રણ કમિટિનો-મુદ્રણ માટે જરૂરી તૈયારી માટે. આભાર શ્રી જવાહરભાઈ શુક્લનો, હવે જેઓ અમારામાંના એક છે-ભાવથી અને કાર્યથી. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોના લેખોને એકત્ર કરી “મૃતોપાસક ૨મણભાઈ” ગ્રંથ તૈયાર કરવા માટે. છેલ્લી ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે. સ્નેહી શ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદર અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યા અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારી ગણનો (મેરેથોન ગ્રુપ) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન કરવા અને ચિત્રોની સુંદર ગોઠવણી કરી આપવા માટે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑફિસ સ્ટાફને તો કેમ ભૂલાય ? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફરી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીને તનતોડ મહેનત કરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જયાબેન વીરા, શ્રી અશોક પલસમકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર. આભાર ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો. જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે, આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી કરવી, જરાપણ ઊણપ કે કચાશ ન રહે, દરેક 18. Page #23 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે. આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતા રહ્યાં. તેમને કેમ ભૂલું ? આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડૉ. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો-વિશેષત: બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડૉ. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદર અને સન્માનની લાગણીથી પ્રેરાઈને ડૉ. રાકેશભાઈએ આનંદથી, ચીવટથી, સ્વયં રસ લઈ પોતાના આશ્રમ વાસીઓ પાસે ડૉ. રમણભાઈના જીવન અને લેખન આધારિત વિડિયોપ્રોજેક્શન તૈયાર કરાવ્યાં. તેમનાં સૂઝ-સહકાર, સદૂભાવ માટે જેટલો આભાર માનું તેટલો ઓછો. શ્રુતદેવતા એમના પર સદાય પ્રસન્ન રહે. - નવેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૬ના ડૉ. રમણભાઈ વિશેના ‘પ્રબુદ્ધ જીવન'ના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોની સામગ્રીથી અને એ અંકોમાં પ્રગટ થનાર સાત ગ્રંથોની જાહેરાતથી પ્રભાવિત થઈ ડૉ. રમણભાઈના સ્નેહી સુશ્રાવક શ્રી સી. કે. મહેતા સાહેબે ગ્રંથના પ્રકાશન માટે ઉદારભાવે સંઘને માતબર રકમની આર્થિક સહાય કરી અમને નિશ્ચિત કરી દીધા. એમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આવા સુશ્રાવક પર જિન શાસનની કૃપા વરસો એવી શુભ ભાવના. સૌથી પહેલો જેમનો આભાર માનવો જોઈએ તેમનો સૌથી છેલ્લો માનું છું તે અમારા યુવક સંઘના ઉત્સાહી મંત્રી અને અમારા બંન્નેના સ્વજનઅમારા નાનાભાઈ સમાં ડૉ. ધનવંતભાઈ શાહનો. ડૉ. રમણભાઈના ૭પમાં વર્ષે પુસ્તકોના પ્રકાશનની યોજના સહુ પ્રથમ એમણે રજૂ કરી ત્રણ વર્ષો સુધી યાદ કરાવી ૨મણભાઈ પાસે તે આગ્રહપૂર્વક મંજૂર કરાવી. અવસર આવ્યે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સુંદર અને સંપૂર્ણ રીતે કાર્ય સંપન્ન કર્યું. રમણભાઈ પ્રત્યેના આદર અને અહોભાવતી પ્રેરાઈને, આશ્ચર્યજનક વફાદારી સાથે, ઉત્સાહથી, ક્યાંય કચાશ ન રહે તે લક્ષમાં રાખીને કાર્ય કર્યું. તેમના વિના આ કાર્ય શક્ય જ નહોતું. સ્નેહભાવે સાથસહકાર માટે તેમનાં પત્ની સ્મિતાબહેનનો પણ આભાર. ભગવાન મહાવીરની કૃપા સહુ પર વરસી રહો. તા. ૧૫-૮-૨૦૦૬ - તારા રમણલાલ શાહ ૩૦૧, ત્રિદેવ નં. ૧, ભક્તિ માર્ગ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૦ 19 Page #24 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પ્રવાસ-દર્શનના લેખો વિશે [ પ્રવાસ-દર્શન ડૉ. રમણલાલ ચી. શાહના પ્રવાસગ્રંથો પાસપોર્ટની પાંખે-ભા. ૧, ૨, ૩માં સંગૃહીત લેખોમાંના પ્રતિનિધિરૂપ લેખોનું સંપાદન છે. તેમાં લેખકે, વિવિધ નિમિત્તે, પૃથ્વી પરના તમામ ખંડોના વિવિધ દેશોના કરેલા પ્રવાસો વિશેના લેખોનું સંકલન થયું છે. સ૨સતા, વૈવિધ્ય અને અવનવી માહિતી ઉપરાંત બધા ખંડોના દેશોનાં દર્શનીય સ્થાનોનું પ્રતિનિધિત્વ જળવાય એ દૃષ્ટિએ તેમની પસંદગી થઈ છે. લેખકની પ્રવાસલેખક તરીકેની સુરેખ છબી તેમાંથી સ્વયમેવ ઊપસે તેવું તેની પાછળનું લક્ષ્ય છે. લેખકે બીજા અનેક પ્રવાસગ્રંથો - પ્રદેશે જય વિજયના, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રાણકપુર તીર્થ - પણ લખ્યા છે. તેમાંના પ્રથમ ત્રણ ગ્રંથોમાંના ઘણા લેખોનો સમાવેશ પાસપોર્ટની પાંખેમાં થયો છે, તેથી તે પુસ્તકોમાંથી લેખો પસંદ કર્યા નથી. રાણકપુરતીર્થની પુસ્તિકામાં લેખકે કરેલા પ્રવાસનું વર્ણન છે, પરંતુ તે ઈતિહાસ અને માહિતીપ્રધાન હોવાથી, તેમાંનો પણ કોઈ અંશ પસંદ કરાયો નથી. ઍવરેસ્ટનું આરોહણ અને ઉત્તરધ્રુવની શોધ-સફર, પ્રવાસગ્રંથને કંઈક મળતા છતાં, મુખ્યત: શોધ-સફ૨નાં ઈતિહાસ અને સંશોધનવિવેચન રજૂ કરતાં ગ્રંથો છે. તેમાં વિષય-વસ્તુનું સળંગસૂત્રી નિરૂપણ થયું હોવાથી તેમાંનો કોઈ અંશ સ્વતંત્ર લેખ ત૨ીકે પસંદ થઈ શકે તેમ નથી, એટલે તેમાંથી પણ કોઈ પ્રકરણ પ્રવાસ-દર્શનમાં લેવાયું નથી.] * પ્રવાસ-દર્શનના લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ગુજરાતી ભાષા-સાહિત્યના 20 Page #25 -------------------------------------------------------------------------- ________________ સન્નિષ્ઠ અધ્યાપક-સંશોધક-વિવેચક અને જૂની ગુજરાતી-અપભ્રંશ-પ્રાકૃત-સંસ્કૃત ભાષા-સાહિત્યના ગંભીર અભ્યાસુ તરીકે જાણીતા છે. તેઓ એકાંકી નાટકોના લેખક તરીકે સર્જક પણ છે.૧ (બે૨૨થી બ્રિગેડિયર પુસ્તકમાં સંગૃહીત ચરિત્રાત્મક શબ્દચિત્રોમાં પણ તેમની સર્જકતાના ઝબકાર દેખાય છે.) તેમના ઉપરોક્ત પ્રવાસગ્રંથો, ખાસ કરીને પાસપોર્ટની પાંખેના ત્રણ ભાગ, તેમને ગુજરાતીના એક ઉત્તમ પ્રવાસકથાલેખક તરીકે સિદ્ધ કરે છે. તેમની આ પ્રકારની નોંધ હવે વાચકો અને વિવેચકો દ્વારા લેવાવા લાગી છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચંદ્રવદન મહેતા, ચી. ના. પટેલ, ‘અનામી' જેવા વિવેચકોએ પાસપોર્ટની પાંખેને એક ઉત્તમ પ્રવાસકથા તરીકે અને તેના લેખકને એક ઉત્તમ પ્રવાસકથાકાર તરીકે ઉમળકાભેર બિરદાવ્યાં છે. વાચકોમાં પાસપોર્ટની પાંખે પુસ્તક ઘણું લોકપ્રિય થયું છે. પરિણામે અલ્પ સમયાવધિમાં તેની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. વિશ્વવિદ્યાલયોમાં, ગુજરાતી વિષયના ઉચ્ચ અભ્યાસક્રમમાં, પાઠ્યપુસ્તક તરીકે તેને સ્થાન મળ્યું છે. ગુજરાતીની એક ઉત્તમ પ્રવાસકથા તરીકે તેની ગણના થઈ છે. તેના લેખક - સ્વામી સચ્ચિદાનંદ, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તાની જેમ - ઉત્સાહી જગતપ્રવાસી છે. વિવિધ નિમિત્તે તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્ત૨-દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના લગભગ ૭૦ દેશોના પ્રવાસો ખેડ્યા છે. સહરાના રણથી માંડી આફ્રિકાનાં અરણ્યો અને ઉત્તર ધ્રુવ વર્તુળનાં બર્ફિલાં મેદાનો અને પર્વતો સુધી તેમણે પરિભ્રમણ કર્યું છે. તેમણે ખુલ્લી-નિર્મળ-સૂક્ષ્મ દૃષ્ટિએ, આનંદ-વિસ્મય-કુતૂહલ-જ્ઞાનપ્રાપ્તિના ભાવપૂર્વક, વિવિધ દેશો-પ્રદેશોનાં, રમણીય રોમાંચક અને ભયાનક દશ્યો નિહાળ્યાં છે, અને અને તેમનું સંવેદના-કલ્પના-વિચારયુક્ત, સુરેખ અને રસળતું નિરૂપણ, સરળ મધુર પ્રવાહી ચિત્રાત્મક શૈલીમાં કર્યું છે. તેઓ ભાષા-સાહિત્યના અધ્યાપક છે, વિવેચક તેમજ સર્જક છે, ભૂગોળ- ઈતિહાસના અભ્યાસુ છે, અને સ૨ળ-મધુર-સુકોમળ સ્વભાવના ઉમદા મનુષ્ય છે. ‘વાચકોને કશુંક નવું જાણવા માટે, વાર્તા જેવો રસ પડે અને મારો પોતાનો જ લાક્ષણિક અનુભવ હોય' એવું લખવાનો તેમનો ઉપક્રમ છે. ‘વાચકને રસ પડે અને વૈવિધ્ય જળવાઈ રહે' તેવા લેખન અંગે તેઓ સભાન છે. (‘નિવેદન', પાસપોર્ટની પાંખે-૧) તેથી સહજ સ્વાભાવિક રૂપમાં તેઓ જોયેલા પ્રદેશોની, રમ્ય-કરાલવિલક્ષણ-દર્શનીય પ્રકૃતિ અને સંસ્કૃતિનું, અલપઝલપ છતાં વાસ્તવિક સાક્ષાત્કારક અને હૃદયંગમ નિરૂપણ અનાયાસે કરી શક્યા છે. પ્રવાસકથાના તેમના નિરૂપણમાં લાઘવ, વ્યંજના, વૈવિધ્ય અનુભવાય 21 Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રસંગોપાત તેમાં હળવો નિર્દોષ વિનોદ પણ હોય છે; પરંતુ ક્યાંય અનાવશ્યક લાગે તેવું આલેખન કે આયાસજન્ય ચિંતન કળાતાં નથી; કશું કૃતક કે કુત્સિત જોવા મળતું નથી. પ્રાકૃતિક દૃશ્યો, વિચિત્ર ઘટનાઓ યા મળેલ વ્યક્તિઓના નિરૂપણમાં કોઈવાર નિષ્કર્ષ રૂપે લેખકીય ટીકા- ટિપ્પણચિંતન રજૂ થયાં છે. પરંતુ તે ચિંતનના ભારથી કે ટીકા-ટિપ્પણની કટુતાથી સર્વથા મુક્ત રહ્યાં છે. સમગ્ર નિરૂપણમાં સ્વસ્થતા, નિખાલસતા, મધુરતા, હળવાશ, સ્વાભાવિકતાનો સાદંત અનુભવ થાય છે. નિરૂપણ પ્રવાસ પછી અમુક સમયાંતરે થયું છે. મહદંશે તે સંસ્મરણજન્ય છે. તેમાં પ્રવાસ દરમિયાન જોવા મળેલાં સ્થળ-કાળ-ઘટના-મનુષ્ય-કાર્ય વગેરે વિશે લેખક દ્વારા લેવાયેલી નોંધોનો અને સંવેદના- કલ્પના-ચિંતનસિક્ત સંસ્મરણો ઉભયનો વિનિયોગ થયો છે તેથી નિરૂપણ પ્રામાણિક અને શ્રદ્ધેય તેમજ સંવેદ્ય અને આસ્વાદ્ય બન્યું છે. ચિત્રાત્મક શૈલી અને નાટ્યાત્મક નિરૂપણ લલિત નિબંધ કે ટૂંકી વાર્તા વાંચ્યાની અનુભૂતિ કરાવે છે. સત્ય-શિવ-સુંદરનો તેમાં સરસ સુયોગ સધાયો છે. ભાવકને તે અવબોધ અને આસ્વાદ યુગપદ આપે છે. જગતના બધા ખંડોના ચુંવાલીસ જેટલા દેશો-પ્રદેશોનાં વિવિધ દર્શનીય સ્થળોનાં તેમાં મૂર્તિ, સુરેખ, પ્રસંગોપાત્ત રંગીન શબ્દચિત્રો આલેખાયાં છે. એશિયાનાં આરબ અમીરાત સ્થિત અબુધાબી, એશિયા-યુરોપના સંગમનું દ્યોતક તૂર્કીનું કોસ્ટૅટિનોપલ, ઈન્ડોનેશિયાનો ભવ્ય બૌદ્ધતૂપ બોરોબુદુર, હિન્દુવસ્તીપ્રધાન બાલી ટાપુ, જાપાનના તાકામસુ અને રિસૂરિન પાર્ક, મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનનાં પ્રાચીન નગર તાશ્કેદ અને સમરકંદ; યુરોપનાં એજિયન સમુદ્રના ટાપુઓ, ગ્રીસનું પુરાણું નગર કોરિન્થ, ગ્રેટ બ્રિટનનું રહસ્યમય સ્ટોનહેન્જ, નૉર્વેનું પાટનગર ઑસ્લો, ઉત્તરધ્રુવ વર્તુળમાં આવેલ બરફમંડિત નૉર્થકંપ, આઈસલેન્ડની રુદ્ર-રમ્ય પ્રકૃતિશોભા, યુક્રેનની રાજધાની કિએવ, ટોલ્સ્ટોયની જન્મભૂમિ યાસ્નાયા પોલિયાના; આફ્રિકાનાં ઈજિપ્ત અને નાઈલ નદી, સહરાનું રણ, સફેદ અને ભૂરી નાઈલ નદીઓના સંગમસ્થાને વસેલ સુદાનનું પાટનગર ખાટુંમ, મધ્ય આફ્રિકામાં સ્થિત અને ગુજરાતની યાદ અપાવતા નાનકડા દેશ બુરુન્ડીનું બુજુસ્કુરા, ઝિમ્બાબ્લેનો વિક્ટોરિયા ધોધ; ઉત્તર અમેરિકાનાં યુ.એસ.એ.નો આશ્ચર્યજનક રાષ્ટ્રિય ઉદ્યાન યોસેમિટી, ધૂતનગર લાસ વેગાસ, યુ.એસ.એ. અને કેનેડાની સીમા પરની મહાનદી સેન્ટ લૉરેન્સ વચ્ચે આવેલ સહસ દ્વીપ; દક્ષિણ અમેરિકાનાં પનામાં, પેરુ દેશનાં શૈલશિખર મચુ-પિછુ, બ્રાઝિલનાં નગર સાઓ પાઉલો અને સુઝાનો, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયાનું સિડની, ન્યૂઝીલેન્ડનું રોટોરુઆ, ભારતીય મૂળના 22 Page #27 -------------------------------------------------------------------------- ________________ લોકોથી સભર ફિજી ટાપુ વગેરેનાં શબ્દચિત્રો તેનાં ઉદાહરણ છે. તેમાં ઇશ્વરદત્ત સ્થાનિક પ્રકૃતિરૂપો અને માનવસર્જિત સંસ્કૃતિ બેઉનાં મનહર અને મનભર વર્ણન થયાં છે. આથમતા સૂર્યના પ્રકાશમાં ઝળહળતાં અબુધાબીના કાચના મકાનો (અબુધાબીની સાંજ), જાવા સ્થિત વિરાટ બુદ્ધસૂપનું અદ્ભુત શિલ્પ-સ્થાપત્ય (બોરીબંદર), સૌન્દર્યમંડિત ઉત્તુંગ મદ્રેસાઓથી ઓપતું સમરકંદ (સમરકંદ), ભવ્ય ભૂરી મસ્જિદ ધરાવતું તૂર્કીનગર ઈસ્તંબૂલ (ઈસ્તંબુલ-કૉસ્ટેન્ટિનોપલ), જળશિકરોથી “ગર્જના કરતો ધુમાડો” અને મેઘધનુષ્યો સર્જતો ઝાંબેઝી નદીનો પ્રચંડ ધોધ (વિક્ટોરિયા ધોધ), ઉત્તર નૉર્વેના સૂર્યતાપે ઓગળતા હિમાચ્છાદિત ડુંગરોની જલધારાઓ (હામરફેસ્ટ) વગેરેનાં સુરેખ, રંગીન, જીવંત, ભાવવાહી શબ્દચિત્ર આપણા ચિત્તમાં અંકિત થઈ જાય છે. થોડાંક ઉદાહરણ જોઈએ : એક છેડે “ઓગોહ ગોહ'નાં લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં. પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ સરોંગ' (કમરે પહેરવાનું લુંગી જેવું વસ્ત્રો પહેર્યા હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો.” (બાલીમાં બેસતું વર્ષ) સમરકંદમાં... કવિઓનું ઉદ્યાન... આ હરિયાળા રમણીય ઉદ્યાનમાં એક મોટી લંબચોરસ શિલા ઉપર ઉઝબેકિસ્તાનના ચાર કવિઓ સામસામે બેઠા છે, બે પલાંઠી વાળીને અને બે વીરાસનમાં. તેઓ વાજિંત્ર સાથે પોતાની કવિતા ગાઈ રહ્યા છે. મૂછદાઢીવાળા પ્રૌઢ કવિઓએ સખત ઠંડીમાં પહેરાય એવા જાડા લાંબા ડગલા પહેરેલા છે. માથે પાઘડી કે મોટી ટોપી છે.” (સમરકંદ) ૧. કેલિફોર્નિયા અને નેવાડા રાજ્યમાં પહાડ પર ઊગતાં અને હજારો વર્ષ ટકી રહેતાં સિકોયા વૃક્ષો, કેટલાંક ચિત્રાત્મક વર્ણનો, તેમાં યોજાયેલ વિલક્ષણ અલંકાર થકી, વર્ણિત વસ્તુ અંગે વાસ્તવિકતા અને ચારુ કલ્પનાનો, આદ્ર વિચાર અને લાગણીનો આલાદક અનુભવ કરાવે છે. તેમાંની નવીનતા, તાજગી, માર્મિકતા ભાવકના ચિત્તને સ્પર્શી જાય છે; જેમ કે - અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પુજાય છે. કેસરી અને પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. 23 Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂર્યકિરણો ઝીલીને તુલસી પ્રફુલ્લિત બની છે. કરેણ અને ચંપો ફૂલ ખેરવે છે. તાડ અને નારિયેળી ઊંચાઈ માટે સ્પર્ધા કરી રહ્યાં છે. થોર અને પપૈયા શાખા પ્રસરાવી રહ્યા છે. કેળ પર કે નાની લૂમો લટકી રહી છે. બારમાસીનાં ફૂલ વાયુ સાથે રમી રહ્યાં છે. અહીં સ્વચ્છ આકાશમાંથી રેલાતો તડકો અને ધરતીની ગરમ ધૂળ પણ જાણે ગુજરાતનો જ અનુભવ કરાવતાં હતાં.” (બુજુબુરા) “સમુદ્રમાં થોડે દૂરથી જોઈએ તો સીધો, ઊંચો, જાડો અને ભૂખરા રંગનો ખડક જાણે ઐરાવત હાથીએ પાણીમાં પગ મૂક્યો હોય એવો લાગે.” (નોર્થકેપ) ટેકાપો (Tekapo)નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતીમાતાએ ઓપલમઢેલ ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું.” (મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક) જૂન મહિનો એટલે હિમાચ્છાદિત ડુંગરાઓનો કપરો કાળ. સૂર્યનારાયણ એમને રડાવીને જ જંપે. શ્વેત જટાધારી ડુંગરો ચોધાર (બે આંખોના ચાર ખૂણે) નહિ પણ શતધાર આંસુ વહાવે. આંસુ સારી સારીને નિસ્તેજ અને શુષ્ક બનેલા ડુંગરો ક્યારેક આકાશમાંથી, ગૌત્તમ ઋષિના શાપ પછી પશ્ચાત્તાપ અનુભવતા સહસ્રાક્ષ ઈન્દ્રને વૃષ્ટિના દેવતાને, હજાર આંખે થીજેલાં આંસુ (Snow) પોતાના ઉપર વહાવતો જોઈને સહાનુભૂતિપૂર્વક સાંત્વન અનુભવે છે.” (હામરફેસ્ટ). લેખક ગંભીર પ્રકૃતિના પણ પ્રસન્નમના મનુષ્ય છે. બિનજરૂરી અને કૃતક ગાંભીર્યથી તેઓ દૂર જ રહે છે. પ્રસંગોપાત્ત, કઠોરતા-કટુતાથી સર્વથા મુક્ત, નિર્દોષ વિનોદ પણ કરી લે છે. પોતાને ભોગે પણ તેઓ હસી શકે છે. પ્રવાસલેખોમાંનાં કેટલાંક ઉદાહરણો જોતાં આ બાબત તુરત સમજાય છે : .. અચાનક પાછળથી મારા ખભા ઉપર પણ એક મોટો વાંદરો ચડી બેઠો. હું ગભરાયો નહિ, પણ આવી ઘટના ઓચિંતી બને એટલે સ્તબ્ધ થઈ જવાય. હવે વાંદરાને નીચે કેવી રીતે ઉતારવો ? ... ત્યાં તો મારી સાથે ચાલતી છોકરીએ કહ્યું, “સર, સર, બેય હથેળી પહોળી ખુલ્લી કરી નાખો.” બેય હથેળી ખુલ્લી કરી નાખી કે તરત વાંદરો આપોઆપ નીચે ઊતરી ગયો. બેય હથેળી ખુલ્લી બતાવો તો સમજી જાય કે ખાવાનું ખલાસ થઈ ગયું છે, એટલે ચાલ્યો જાય.” (બાલીમાં બેસતું વર્ષ) તારાબહેને “કેસરી સાડી અને કેસરી બ્લાઉઝ પહેર્યા હતાં.. ગળામાં 24 Page #29 -------------------------------------------------------------------------- ________________ માળા તથા કપાળમાં કંકુનો લાલ મોટો ચાંદલો હતો. વળી મારા ખભે લાલ રંગનો થેલો હતો. એ પરથી સમજાયું કે તેઓ (સ્થાનિક આર્જેન્ટિનાવાસીઓ) અમને જ કોઈ “ઈન્ડિયન સ્વામી' માનતાં લાગે છે... તેઓ મારાં પત્નીને ઈન્ડિયન સ્વામી' સમજીને ભાવપૂર્વક વંદન કરતાં હતાં. અને આશીર્વાદ માટે પોતાનાં બાળકોને માથે તેમનો હાથ મુકાવતાં હતાં અને ગાલે બચી કરાવતાં હતાં. તેમજ સ્ત્રીઓને માથે પણ હાથ ફેરવાવતાં હતાં ! (વિષાદ અને ઉલ્લાસ) કૉફી... મળતી હતી. એક કપના બસો રૂપિયા. ટાઢ ઉડાડવા કૉફી પીવી પડે અને કૉફીના ભાવ સાંભળી ટાઢ વાય. એટલે કૉફી પીવાનું અમે માંડી વાળ્યું.” (ટુસ્સોથી આલ્ટા) કેટલાક ડુંગરો પર માત્ર મસ્તકે જ બરફ રહેલો છે. એક ડુંગર ઉપર ધોળા બરફનો આકાર એવો હતો કે જાણે એણે માથે ગાંધીટોપી પહેરી ન હોય ! મનમાં થયું કે “અહો ! ગાંધીજીના સંનિષ્ઠ સ્વયંસેવકો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યા છે ને !' ...આપણા પૂરા ૭૩ દિવસ (રાત્રિ-સહિત) બરાબર એમનો એક દિવસ. પુરાણકથાઓમાં આવે છે કે દેવોના એક દિવસ બરાબર આપણા અમુક દિવસો. અહીં હામરફેસ્ટમાં અમે દેવોના દિવસમાં હોઈએ એવું સાક્ષાત્ અનુભવ્યું.” (હામરફેસ્ટ) પરંતુ પ્રસંગોપાત્ત વિનોદ કરતા લેખક હરહંમેશ કરુણામય, સમભાવશીલ, પ્રામાણિક રહે છે. પોતાને અગવડ યા તકલીફમાં મૂકનાર યા છેતરનાર વ્યક્તિ પ્રતિ પણ તેઓ સહિષ્ણુતા અને કરુણા દાખવે છે. મોરેશિયસ ટાપુનિવાસી, ભારતીય મૂળના, નિ:સંતાન મેવાસિંગ તેમના પાળેલા કૂતરા રામુને પુત્રવત્ પ્રેમ કરે છે. તેઓ લેખક સમક્ષ રામુની હોશિયારી, સમજદારી, કામગીરી અને લોકપ્રિયતાની ઉમળકાભેર વાતો કરે છે, તો તેમની સ્થિતિ અને મનોવૃત્તિને સમભાવપૂર્વક સમજીને લેખક કૂતરાને માનવીના મિત્ર તરીકે પ્રશંસે છે અને કહે છે કે “રામુએ કલાકમાં અમારા સૌનાં દિલ જીતી લીધાં.” મેવાસિંગના અતિશય પ્રેમને જોઈ, તેઓ તેના તરફ ન હસતાં હમદર્દી દાખવે છે. (મેવાસિંગનો બેટો) પોતાના પુત્રને મોટા કારખાનાનો માલિક સામાન્ય કામદારોની સાથે રાખી, કારખાનામાં તેમના જેવાં તમામ કામ કરવાનો અને કામદારોની પરિસ્થિતિ સમજવાનો અનુભવ કરાવે છે – એ ઘટના તેમના મનમાં માલિક પ્રતિ આદર અને અહોભાવ પ્રેરે છે. (પગરખાં ગોઠવનાર) સૉવિયેટ સંઘના યુક્રેઈન રાજ્યના પાટનગર કિએલમાં મળેલ, તાનાશાહી નિર્મમ તંત્રથી ત્રાસેલ, ગાઈડ વિક્ટરની તાનાશાહી વિરુદ્ધની સાવચેતીયુક્ત ફરિયાદ તેઓ 25 Page #30 -------------------------------------------------------------------------- ________________ સહાનુભૂતિપૂર્વક સાંભળે છે. તેની ન કહેવાય ન સહેવાય તેવી પીડા તેમને આખી રાત ઊંઘવા દેતી નથી. (કિએવનો ગાઈડ વિક્ટર) રશિયાના માઉન્ટ આખુન પર એકવાર ચડી આવેલ લેખક મિત્રધર્મ ખાતર, ત્યાં ફરી વાર જવું નહોતું તેમ છતાં, બીજીવાર મિત્ર ખાતર પર્વતારોહણ કરે છે. (માઉન્ટ આખુન) નાઈલ નદીમાં વિહાર માટેની નૌકામાં તેમને અને તેમની સાથેના જૂથને છેવાડે બેસવાનું થતાં સૌ કોઈ ગુસ્સે થઈ આયોજકો સાથે લડવાના મૂડમાં આવી જાય છે ત્યારે લેખક એમને ટાઢા પાડતાં કહે છે કે બીજા લોકો વહેલા આવીને આગળ બેસી ગયા. એમાં કોઈનો વાંક નથી. હવે મનના ભાવો બગાડીએ તો મહેફિલની મજા માણવા નહિ મળે. માટે જે સ્થિતિ છે તે શાંતિથી સ્વીકારી લેવી જોઈએ.” (નાઈલમાં નૌકાવિહાર) આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઈરિસ (Buenos Aires)માં હૉસ્ટેલના રિસેપ્શનિસ્ટ, ટેક્સી ડ્રાઇવર, એરપોર્ટના ઑફિસરના ખરાબ વર્તાવથી તેઓ “મનમાં જરા ખિન્નતા' અનુભવે છે, તેમની સાથે થોડી દલીલો કરે છે, પણ કોઈની સાથે ઝઘડતા નથી, બલ્ક “ભૂલ અમારીય હતી' એમ વિચારતાં “મનથી પ્રયત્નપૂર્વક અમે સમાધાન કરતાં હતાં કે આવું તો દુનિયામાં બધે જ બને છે; આપણા દેશમાં પણ વિદેશીઓને (અને ખુદ આપણને પોતાને પણ) કડવા અનુભવો ક્યાં ઓછા થાય છે ? પછી થોડો સારો અનુભવ થતાં તેઓ પ્રસન્નતા અનુભવે છે, તેમના ચિત્તમાં પડેલી ખિન્નતા દૂર થઈ જાય છે. (વિષાદ અને ઉલ્લાસ) પોતાની આર્થિક મુશ્કેલીમાં લિમા શહેર (પેરુ)ની ભવ્ય હોટેલનો મેનેજર વિના ચાર્જે તેમને વી.આઈ.પી. રૂમ કાઢી આપે છે ત્યારે લેખક તેમનો સભાવ જોઈ “ગળગળા થઈ જાય છે. (વી.આઈ.પી.રૂમ) તેઓ ક્યારેય કોઈના પ્રતિ રોષ કે દ્વેષની સખત ગાંઠ બાંધી દેતા નથી. અર્થાતુ આ બધા પ્રવાસલેખોમાં, લેખક-લેખનના સંદર્ભમાં, શીલ તેવી શૈલીનું સૂત્ર પૂર્ણત: ચરિતાર્થ થયું છે. તેમાં લેખકનાં શાંત-સ્વસ્થ-ઉદાર સ્વભાવ, કરુણામય નિર્મળ દૃષ્ટિ, અન્યની લાગણીનો ખયાલ રાખતી સમસંવેદના, કોઈને કશી અડચણ કે તકલીફરૂપ ન બને તેવો સમ્યફ વ્યવહાર, કટુતાકઠોરતામુક્ત મધુર-પ્રાસાદિક-ચિત્રાત્મક વાણી અને નાટ્યાત્મક નિરૂપણનો કલાત્મક વિનિયોગ થયો છે. તેમની ઈતિહાસ-ભૂગોળ- લોકસાહિત્યની જાણકારી પણ સંબંધર્તા લેખોમાં (અબુધાબીની સાંજ, ઈસ્તંબુલ-કૉસ્ટેન્ટિનોપલ, સમરકંદ, તિબિલિસી, બાલીમાં બેસતું વર્ષ, કોરિન્થ, મચુ પિચ્છ, કુરાસાઓ વગેરેમાં) પ્રસંગોપાત્ત રુચિર રૂપમાં ડોકાય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચંદ્રવદન મહેતા, ચી.ના. પટેલ, અનામી જેવા મર્મજ્ઞ વિવેચકોએ તેથી આ પ્રવાસલેખો અને 26 Page #31 -------------------------------------------------------------------------- ________________ તેમના લેખકને મોકળે મને પ્રશંસ્યા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લેખકને ‘સાચા પ્રવાસી’ અને પાસપોર્ટની પાંખેમાં સંગૃહીત પ્રવાસલેખોમાં ‘એમનું વૈશિષ્ટય એમના જીવન-અભિગમમાં, રુચિવિષયોમાં તથા લખાણની રીતિશૈલીમાં વર્તાય છે, એવું કહે છે, અને તે ભાવકો માટે સ્વીકાર્ય બની રહે છે. ચંદ્રવદન મહેતાની દૃષ્ટિએ પાસપોર્ટની પાંખે ‘એક જુદી ભાત પાડનારી... લખાવટ’ ધરાવતો ‘અનોખો પ્રવાસગ્રન્થ’ છે. ‘આપણી દૃષ્ટિમર્યાદા વિકસાવે એવું લખાણ છે. આપણે જ સાચા, બીજા ખોટા- એવા મમત્વથી મુક્ત કરાવે તેવી માહિતી છે... અહીં ક્યાંક આડકથાઓ છે, શિલ્પ, સાહિત્ય, વિચિત્ર રીતરિવાજ, સંસારમાં બનતા ન માનવામાં આવે એવા રિવાજ, ક્યાંક કોઈને મોઢે કે ગાઈડબૂકોમાં ન જાણવા મળે એવી વિગતો... આ નોંધપોથી નથી, ડાયરી પણ નથી, આત્મકથા પણ નથી, ક્યાંક ખબર ન પડે એવી બોધકથા પણ છે, જ્ઞાનગોષ્ઠિ પણ છે, જીવનમીમાંસા પણ છે... તટસ્થ, સૌમ્ય, રસપ્રચુર વિનોદવાટિકાઓથી સમૃદ્ધ આ અનુભવકથા’ છે. (પુરોવચન પાસપોર્ટની પાંખે-૧) ચી. ના. પટેલને પાસપૉર્ટની પાંખે ‘લલિત નિબંધો’ના સંગ્રહ સમો પ્રવાસગ્રંથ લાગ્યો છે. લેખકને પ્રવાસોમાં જે અનુભવો થયેલા તે તેમણે ‘એવા તાદશ પુનર્જીવિત કર્યા છે કે... વાચકને થશે કે જાણે પોતે એ પ્રવાસોમાં ડૉ. શાહના સહપ્રવાસી હતા...' પ્રવાસકથામાં ‘ઐતિહાસિક માહિતી ભૌગોલિક લાક્ષણિકતાઓનું સવિગત વર્ણન... પ્રવાસનિબંધો માહિતીસભર... વિષયોનું વૈવિધ્ય... સારી ટૂંકીવાર્તામાં હોય એવું આશ્ચર્યતત્ત્વ... નાટ્યાત્મક પરિસ્થિતિનું આલેખન... છે. અનામીની દૃષ્ટિએ પાસપોર્ટની પાંખે ‘એક રમણીય, ચેતોહ૨ પ્રવાસગ્રંથ' અને તેના લેખક ‘ગુજરાતી પ્રવાસસાહિત્યના પ્રથમ પંક્તિના લેખક... સ્વસ્થ-પ્રાજ્ઞ પ્રવાસી’ છે. તેમાં ‘માનવસ્વભાવનું વૈવિધ્ય અને વૈચિત્ર્ય ઠેર ઠેર જોવા મળે છે... ક્યાંક-કારુણ્ય...ક્યાંક રમૂજ... આલેખન તાદ્દશ, રોચક, પ્રભાવક અને હૃદયસ્પર્શી... ભાષામાં ક્યાંય કશે કઠે કઠે કે કષ્ટ આપે તેવી કઠોરતા કે ક્લિષ્ટતા નથી... પ્રમોદ પમાડે તેવી પ્રવાહિતા ને પ્રાસાદિકતા દક્ષ અભિવ્યક્તિ એક ઉત્તમ વાર્તાકારની સર્જકતાનો ઉન્મેષ દાખવતી પ્રવાસલેખકની શક્તિનું દર્શન થાય છે.’ (પુરોવચન, પાસપોર્ટની પાંખે : ઉત્તરાલેખન--ભા.૨) ... વિવેચકો અને વાચકો દ્વારા ઘણા પ્રશંસિત આ પ્રવાસલેખો અને તેમના લેખક ડૉ. રમણલાલ ચી. શાહનું ગુજરાતીના પ્રવાસસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. જગતના વિવિધ દેશોની બહુરૂપી પ્રકૃતિ અને સંસ્કૃતિની વિવિધ 27 ... Page #32 -------------------------------------------------------------------------- ________________ બાજુઓનું તે અલપઝલપ પણ સુખ-સુંદર-સંવેદ્ય- સાક્ષાત્કારક દર્શન સુપેરે કરાવે છે. જગતમાં ક્ષોભપ્રદ અને દુખદાયક ઘણું છે, તો આનંદદાયક અને સુખપ્રદ પણ ઓછું નથી – એ સત્યને તે હૃદ્ય રૂપમાં પ્રગટ કરે છે. માનવી અને જગતની વાસ્તવિકતા તેમાં ચારુ કલ્પના, સુકોમળ સંવેદના અને આદ્ર ચિંતનથી રસાઈને, આકર્ષક અને આસ્વાદ્ય રૂપમાં, આલેખાઈ છે. સરળ, મધુર, કોમળ, ઈંદ્રિયસંવેદ્ય, પ્રવાહી રસળતી, વિશદ શૈલીમાં, સહજ સ્વાભાવિક લાગે તે રીતે પ્રસ્તુત, વિવિધ પ્રદેશો-સ્થળો-ઘટનાઓ-મનુષ્યો-કાર્યોનું નિરૂપણ આપણા મન અને હૃદયને સ્પર્શી જાય છે. આપણી મર્યાદાઓ અને વિદેશોની વિશેષતાઓ અંગે તે આપણને સભાન કરે છે; આનંદ અને અવબોધ યુગપદ આપે છે. લેખક સાથે આપણે પોતે જગતપ્રવાસ કરી રહ્યા હોઈએ - એવો આપણને તે અહેસાસ કરાવે છે. લેખકનો નમ્ર-વિવેકી-સંયમી હું” તેમાં સર્વત્ર દેખાય છે, પણ કઠે એવું “અહં' ક્યાંય કળાતું નથી. કોઈ પ્રેમાળ, લાગણીશીલ, સમવયસ્ક મિત્રની સાથે, અંતરંગ વાતો કરતાં, આપણે આનંદ-ઉલ્લાસપૂર્વક જગતપ્રવાસ માણી રહ્યા હોઈએ તેવી આપણને અનુભૂતિ થાય છે. આ પ્રવાસકથા તેથી વાચકોને અવશ્ય ગમી જશે. એક ઉત્તમ પ્રવાસકથાલેખક તરીકે ડૉ. રમણલાલ શાહને તે પ્રસ્થાપિત કરે છે. શેખડી જશવંત શેખડીવાળા તા., પો. પેટલાદ - ૩૮૮૪૫૦ તા. ૭-૩-૨૦૦૬ ફાગણ સુદ-૮, વિ.સં. ૨૦૬૨ જિ. આણંદ 28 Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ-દર્શન II) 15 On ૧૯ ૪૩ પ૦ પ્રકાશકીય નિવેદન સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા સહુના રમણભાઈ સંપાદકીય ૧. ખજુરાહો (ભારત) ૨ પિનાંગ (મલયેશિયા) ૩. કવાઈ નદીના કિનારે (થાઇલૅન્ડ) ૪. બોરોબુદુર (ઈન્ડોનેશિયા) બાલીમાં બેસતું વર્ષ (ઇન્ડોનેશિયા) ૬. પાગ્યાન-હામનો ધોધ (ફિલિપાઈન્સ) ૭. તાકામસુ અને રિસૂરિન પાર્ક (જાપાન) ૮. દિગંબર સ્નાન (જાપાન) ૯. પગરખાં ગોઠવનાર (જાપાન) ૧૦. અબુ ધાબીની સાંજ (આરબ અમીરાત) ૧૧. ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ (તુર્કસ્તાન) ૧૨. તાશ્કેદમાં (ઉઝબેકિસ્તાન) ૧૩. સમરકંદ (ઉઝબેકિસ્તાન) ૧૪. તિબિલિસી (જ્યોજિયા) ૧૫. એજિયન સમુદ્રના ટાપુઓમાં (ગ્રીસ-ભૂમધ્ય સમુદ્ર) ૧૬. કોરિન્થ (ગ્રીસ) ૧૭. અનોખી ભેટ (ફ્રાન્સ) ૧૮. સેંટ પૌલી (જર્મની) ૧૯. સ્ટોનહેન્જ (ગ્રેટ બ્રિટન) ૫૮ ૬૪ ૬૮ ૭૫ ८४ ૯૧ ૧૦૦ ૧૦૮ ૧૧૯ ૧૨૬ ૧૩૧ ૧૩૬ 29. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૧૫૦ ૧૫૮ ૧૭ ૧૭૩ ૧૮૩ ૧૮૯ ૧૯૭ ૨૦૪ ૨૦. કિએવનો ગાઇડ વિક્ટર (યુક્રેઈન) ૨૧. યાસ્નાયા પોલિયાના (રશિયા) ૨૨. માઉન્ટ આબુન (રશિયા) ૨૩. ઑસ્લોનું અવનવું (નૉર્વે) ૨૪. નૉર્થ કેપ (નોર્વે) ૨૫. વાઇકિંગના વારસદારો (આઇસલેન્ડ) ૨૯. નાઈલમાં નૌકાવિહાર (ઈજિપ્ત) ૨૭. સહરાના રણમાં (ઈજિપ્ત) ૨૮. ખામ (સુદાન) ૨૯. બુજુબુરા (બુરુંડી) ૩૦. વિક્ટોરિયા ધોધ (ઝિમ્બાબ્લે) ૩૧. મેવાસિંગનો બેટો (મોરેશિયસ) ૩૨. યોસેમિટી (યુ. એસ. એ.) ૩૩. સિકોયાની શિખામણ (યુ. એસ. એ.) ૩૪. ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ (અલાસ્કા - યુ. એસ. એ.) ૩૫. સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં (યુ.એસ.એ.-કેનેડા) ૩૬. પનામા (દ. અમેરિકા) ૩૭. બૉગોટાનો અનુભવ (કોલમ્બિયા-દ.અ.) ૩૮. વી.આઈ.પી. રૂમ (પેરુ-દ.અ.). ૩૯. મચ્ય-પિચ્છ (પેરુ - દ. અમેરિકા) ૪૦. સાઓ પાઉલો અને સુઝાનો (બ્રાઝિલ) ૪૧. વિષાદ અને ઉલ્લાસ (આર્જેન્ટિના - દ. અમેરિકા) ૪૨. કુરાસાઓ (ધર્લૅન્ડ એન્ટાઈલીઝ - દ. અમેરિકા) ૪૩. સિડનીની ફેરવેલ-પાર્ટી (ઑસ્ટ્રેલિયા) ૪૪. રોટોચુઆ (ન્યૂઝીલેન્ડ) ૪૫. મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક (ન્યૂઝીલેન્ડ) ૪૬. નવા વર્ષની ભેટ (ફિજી) ૪૭. ઉલ્લૂ (ફિજી). ૨૧૨ ૨૧૯ ૨૨૬ ૨૩૪ ૨૪૪ ૨૫૪ ૨૬૧ ૨૭૨ ૨૮૨ ૨૮૮ ૨૯૩ ૩૦૨ ૩૧૦ ૩૧૫ ૩૨૩ ૩૩૦ उ४० ૩૪૭ ૩૫૫ 30 Page #35 -------------------------------------------------------------------------- ________________ ખજુરાહો (ભારત) ખજુરાહોનો પ્રવાસ કરવાની તક તો ઘણી વાર સાંપડી છે પરંતુ પહેલી વાર જે વિલક્ષણ અનુભવ થયો હતો તે અદ્યાપિ અવિસ્મૃત છે. શૃંગારરસિક શિલ્પાકૃતિઓને કારણે વીસમી સદીમાં આંતરરાષ્ટ્રિય પ્રસિદ્ધિ પામવાથી ખજુરાહો દેશવિદેશના અનેક પર્યટકોની યાદીમાં ઉમેરાતું રહ્યું છે. વસ્તુતઃ ખજુરાહોનાં મંદિરોનાં સમગ્ર શિલ્પ સ્થાપત્યમાં રતિશિલ્પનું પ્રમાણ તો દસ ટકા જેટલું પણ નથી, પણ નિષિદ્ધ વસ્તુ વધુ ધ્યાન ખેંચે એ ન્યાયે ખજુરાહોની આવી ખ્યાતિ ચોમેર વિસ્તરી છે. એટલે માત્ર કૌતુક ખાતર જ નહિ, ગહન અભ્યાસ માટે પણ અનેક વિદગ્ધ વ્યક્તિઓ ત્યાં આવવા લાગી છે અને ભારતના આ ઐતિહાસિક સ્થળ વિશે સમર્થ, સચિત્ર સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે. પહેલી વાર ખજુરાહો જવાનો અમારો કાર્યક્રમ અણધાર્યો ગોઠવાઈ ગયો હતો. દર વરસે કારતક મહિનામાં મધ્ય પ્રદેશના તીર્થધામ ચિત્રકૂટમાં સદ્ગુરુ સેવા ટ્રસ્ટ તરફથી વિશાળ પાયે નેત્રયજ્ઞનું આયોજન થાય છે, જેનો લાભ હજારો ગરીબ દર્દીઓને મળે છે. આ નેત્રયજ્ઞમાં સેવા આપવાનો અવસર અમને કેટલાક મિત્રોને સાંપડ્યો હતો. કાર્તિકી પૂર્ણિમા પછી અમારો સેવાકાળ પૂરો થતો હતો અને મુંબઈ પાછા ફરીએ તે પહેલાં વચ્ચે એક દિવસ મળતો હતો. આસપાસનાં જોવા જેવાં સ્થળોનો અમે વિચાર કરતાં હતાં ત્યાં કોઈકે કહ્યું કે એક દિવસમાં ખજુરાહો પણ જઈ આવી શકાય. ખજુરાહો # ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ અમારી મંડળીમાંથી કોઈએ ખજુરાહો જોયું નહોતું એટલે એની મુલાકાતની દરખાસ્ત તરત સ્વીકારાઈ ગઈ. આમ તો ખજુરાહો જોવા માટે એક દિવસ ઓછો ગણાય તો પણ આવો અવસર જવા ન દેવો એવો બધાનો મત પડ્યો. એ માટે શી વ્યવસ્થા થઈ શકે તે અંગે ટ્રસ્ટના કાર્યાલયમાં મૅનેજ૨ને મળ્યા તો જાણવા મળ્યું કે નવ જણ માટે તો જીપ જ ભાડે કરવી સારી પડે. વહેલી સવારે નીકળીએ તો જોવા-ફરવા માટે વધુ સમય મળે. સાંજે વેળાસર પાછા ફરવાનું સલાહભર્યું છે. જીપ કિલોમીટરના ભાવે આવે છે. અહીં જીપ તમને જૂની મળશે પણ ભાવ બધાના એકસરખા, વાજબી હોવાથી કશી છેતરામણી નથી થતી. ભાડાની ૨કમ ડ્રાઇવરને સીધી આપી શકાય અથવા આવ્યા પછી કાર્યાલયમાં જમા કરાવી શકાય. બધી માહિતી મેળવ્યા પછી અમે મૅનેજ૨ને જ જીપની વ્યવસ્થા કરી આપવા કહ્યું. તપાસ કરાવીને એમણે કહ્યું કે સવારે બરાબર સાડા પાંચ વાગે કાર્યાલય પાસે અમારા માટે જીપ આવીને ઊભી રહેશે. બીજે દિવસે સવારે અમે બધાં સમયસર અમારા ખાવાપીવાના સામાન સાથે કાર્યાલય પાસે પહોંચી ગયાં. વાતાવરણમાં ઠંડી હતી એટલે ગરમ કપડાં પણ પહેરવા પડ્યાં હતાં. અમે કાર્યાલય પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં એક જીપ ઊભી હતી પણ એ અમારે માટે નહિ હોય એમ, એની દયા આવે એવી જર્જરિત હાલત જોઈને લાગ્યું. એમાં કોઈ ડ્રાઇવર પણ નહોતો. અમે રાહ જોતાં થોડે આઘે રાખેલા બાંકડાઓ ઉપર બેઠાં. હજુ પરોઢનું અજવાળું થયું નહોતું. બત્તીઓ હતી પણ એના અજવાળામાં કરકસર હતી. શિયાળાની ઠંડક અદબ વાળવા ફરજ પાડતી હતી. થોડી વારે પંદરસોળ વર્ષનો લાગતો શ્યામ વર્ણનો એક બટો છોકરો અમારી પાસે આવ્યો. એણે પૂછ્યું. ‘સા'બ, આપ ખજુરાહો જવાનાં છો ?' ‘હા; તને કોણે કહ્યું ?' ‘આપ બધાં સવારી જેવાં લાગો છો એટલે. આપ જીપમાં જવાનાં છોને ?’ ‘હા, અમે અમારી જીપની રાહ જોઈએ છીએ.' ‘જીપ તો આ આવી ગઈ છે, સા'બ. આ જીપમાં જ જવાનું છે. બેસવા માંડો.’ ‘આવી ભંગાર જીપમાં ? અને એના ડ્રાઇવર ક્યાં છે ?' ‘હું જ ડ્રાઇવર છું, સા'બ.' ૨ * પ્રવાસ-દર્શન Page #37 -------------------------------------------------------------------------- ________________ તું ડ્રાઇવર છે ?' અમે ત્રણ ચાર જણ એકસાથે બોલી ઊઠ્યાં. ડ્રાઇવર નહિ પણ એના હેલ્પર કે ક્લીનર જેવા લાગતા છોકરાની વાતમાં અમને ભરોસો ન બેઠો. કોઈ અજાણ્યાની સાથે ફસાઈ ન જઈએ એટલે અમે વધુ વાત કરવાનું ટાળ્યું. અમે ઊભા ન થયાં એટલે અમારા અવિશ્વાસની ગંધ એ પારખી ગયો. કોઈકના ઘરાક લઈ બીજો જ કોઈ જીપવાળો ચાલ્યો જાય એવી ઘટના ક્યાં નથી બનતી ? એટલે રાહ જોવામાં જ ડહાપણ છે એમ અમને લાગ્યું. છોકરો પોતાની જીપ પાસે જઈને ઊભો રહ્યો. અમે વાતે વળગ્યાં. જીપની રાહ જોતાં જોતાં તો પોણો કલાક થઈ ગયો. બીજી કોઈ જીપ આવી નહિ. અમારી અધીરાઈ વધી. કાર્યાલય બંધ હતું. અમે માંહોમાંહે વિચાર કર્યો કે ધારો કે બીજી કોઈ જીપ હવે ન જ આવે તો શું કરવું ? ખજુરાહો જવા માટે તો આજનો જ દિવસ છે. સમય કપાતો જાય છે. કાં તો આ જીપમાં બેસીએ અને કાં તો પાછાં જઈએ. “જીપ ભલે ભંગાર દેખાય, આપણે ક્યાં કોઈને બતાવવું છે ?” એકે કહ્યું. પણ એ ખરેખર ડ્રાઇવર છે કે હાંકે છે ?' બીજાએ કહ્યું. એની સાથે વાત તો કરી જોઈએ', ત્રીજાએ સૂચવ્યું. મેં બૂમ મારી, “એય છોકરા, શું નામ તારું ?' ‘રામશરણ, સાબ', કહેતોકને પાસે આવ્યો. કેટલાં વરસ થયાં તને ?' એકવીસ.. પણ હું બટકો છું એટલે કોઈ માનતું નથી.” કેટલા વખતથી ડ્રાઇવિંગ કરે છે ? લાઇસન્સ છે તારી પાસે ?' જી, સા'બ, છ મહિનાથી.' એણે જીપમાંથી લાવીને પોતાનું લાઇસન્સ બતાવ્યું. તે સાચું હતું. આવી ખરાબ હાલતમાં ગાડી કેમ છે ?' ' અહીં ચિત્રકૂટમાં જીપ તો આવી જ મળે. નવી ગાડી અમને ગરીબને ક્યાંથી પોસાય ? સતના જબલપુરમાં એવી મળે. આ જીપ અમારે માટે જ છે એની ખાતરી શી ?” મૅનેજર સાહેબે મને જ વરદી આપી છે. બીજાને આપી હોત તો બીજી જીપ આવત.” જો, અમે તારી જીપમાં બેસીએ પણ પૈસા મૅનેજરને આપીશું. અને તારું ડ્રાઇવિંગ બરાબર નહિ લાગે તો ઊતરી જઈશું. છે કબૂલ તને ?' ખજુરાહો ઝ૯ ૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ‘જી, સા'બ.’ અમે જવાનો નિર્ણય કર્યો. બધાં મિત્રોએ મને કહ્યું, ‘રમણભાઈ, તમે આગળ ડ્રાઈવરની બાજુની સીટમાં બેસો. તમે ડ્રાઇવિંગ જાણો છો એટલે એના ડ્રાઇવિંગની તમને ખબર પડશે.' અમારી મંડળીમાં બધાં જુદા જુદા નામે ઓળખાતાં. એમાં લાઈસન્સ ક્લબના લાયનભાઈએ કહ્યું, ‘દેખ રામશરણ, તારું ડ્રાઇવિંગ બરાબર નહિ હોય તો અમારા આ સાહેબ તને ઉઠાડીને ખજુરાહો સુધી ગાડી પોતે ચલાવી લેશે.' રામશરણ હસી પડ્યો. અમે જીપમાં ગોઠવાવા લાગ્યાં. હું આગળ બેઠો. પાછળ સામસામે રાખેલી બે પાટલીમાં ચાર જણ દબાઈને બેસી શકે એમ હતાં. વચ્ચે વધારાનું ટાયર હતું. રામશરણે લાકડાનું એક ખોખું મૂકી બધાંને ચડાવવામાં મદદ કરી. ‘તમે સારાં કપડાં પહેરીને કેમ આવ્યાં ?’ એવી ફરિયાદ જાણે જીપ કરતી હતી. એના પતરાંના અણીદાર ખૂણા વસ્ત્રમાં ભરાવા માટે ઉત્સાહી હતા. ચઢતાં-ઊતરતાં વસ્ત્રસંકોચનની કલાનો આશ્રય ન લેનારને પસ્તાવું પડે એમ હતું. રામશરણે પોતાની સીટ લીધી. તે ગરીબ હતો પણ દેખાવે સુઘડ હતો. એ વહેલી સવારે પણ સ્નાન કરીને આવ્યો હતો, એ એના માથાના ભીના ચળકતા કાળા વાળ પરથી દેખાતું હતું. એણે કપાળમાં કરેલો કંકુનો મોટો ચાંલ્લો એની ધર્મશ્રદ્ધાને પ્રગટ કરતો હતો. એની વાણીમાં ગરીબીની નરમાશ હતી. એણે પહેરેલું લાલ રંગનું સ્વેટર દૂરથી એને શોધી કાઢવામાં મદદરૂપ થાય એવું હતું. એણે ધૂપસળી સળગાવી અને સામે રાખેલી, રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબી આગળ ફે૨વીને એક કાણામાં ભરાવી. જીપમાં સુગંધ પ્રસરી રહી. બે હાથ જોડી એણે પ્રાર્થના કરી. અમે પણ અમારો નવકા૨મંત્ર બોલી પ્રાર્થના કરી લીધી. આજે તો એની ખાસ જરૂર હતી. રામશરણ બોલ્યો, ‘ચાલીશું સા'બ ?' ‘હા, પણ પહેલાં કેટલા કિલોમીટ૨ છે તે નોંધી લઈએ', એમ કહીને મેં મારા ખિસ્સામાંથી ડાયરી અને પેન કાઢ્યાં. ‘કિલોમીટ૨ નોંધવાની કંઈ જરૂ૨ નથી, સાહેબ. ખજુરાહોનું અંતર જાણીતું છે.' ‘હા, તો પણ નોંધી લેવું સારું. અમને અંદાજ તો આવે.’ ‘પણ મીટર બગડી ગયું છે.' ‘બગડી ગયું છે ? એવું તે કેમ ચાલે ? તારે અને અમારે કંઈ વાંધો પડ્યો તો ?' ૪ * પ્રવાસ-દર્શન Page #39 -------------------------------------------------------------------------- ________________ નહિ પડે, સા'બ. ગામની બહાર નીકળતાં જ હું તમને માઈલસ્ટોન બતાવી દઈશ. આપ ઓફિસમાં પૂછીને પૈસા આપજો. એ લોકોને આ રોજનું કામ છે.” રામશરણે સ્ટીયરિંગ નીચે લટકતા બે વાયર બે હાથમાં લઈને અડાડ્યા અને ગાડીએ “ડ્રાઉં ડ્રાઉં કર્યું. “અરે, આવી રીતે ગાડી સ્ટાર્ટ કરે છે ? ચાવી નથી ? “ચાવી બગડી ગઈ છે, સાબ.' “તો તો કોઈ પણ માણસ આવી રીતે ચલાવીને તારી ગાડી ઉપાડી જઈ શકે.” હા, પણ એને ચલાવતાં ફાવે નહિ. થોડે જઈને છોડી દેવી પડે એવી આ ગાડી છે.” ગાડી ગામબહાર નીકળતાં રામશરણે સતનાનો માઈલસ્ટોન બતાવ્યો. અમારે સતના થઈને ખજુરાહો જવાનું હતું. વળી, મારું ધ્યાન જતાં મેં કહ્યું, “ભાઈ રામશરણ, તારું સ્પીડોમીટર પણ ચાલતું નથી. ક્યારનું ઝીરો ઉપર જ છે.' એ પણ બગડેલું છે. પણ આપણને એની જરૂર નથી. હું ગાડી વધારે ભગાવતો નથી. અહીં અમારા એમ. પી. (મધ્યપ્રદેશ)માં રસ્તા એટલા ખરાબ અને ખાડાવાળા છે કે કોઈ ઇચ્છે તો પણ ચાલીસ-પિસ્તાલીસની ઉપર ભગાવી ન શકે.” ચિત્રકૂટથી સતનાને રસ્તે કશો ટ્રાફિક નહોતો. જીપ પોતાની ગતિએ ચાલવા લાગી. રામશરણનું ડ્રાઇવિંગ વ્યવસ્થિત હતું. એક બહેને ભજનની કૅસેટ વગાડવા મને પહેલેથી આપી રાખી હતી તે પાછી આપતાં મેં કહ્યું, લો તમારી કેસેટ પાછી. ભજન સાંભળવાં હોય તો હવે જાતે જ ગાવા પડશે.” ગાડી બરાબર લયમાં ચાલતાં વહેલાં ઊઠેલાં કેટલાંક મિત્રોનાં મસ્તક સવારની શીતળતામાં સમતુલા ગુમાવવા લાગ્યાં હતાં. ડ્રાઇવરના હાથપગ ઉપરાંત એનું મોઢું પણ ચાલતું (ખાતું કે વાતો કરતું) રહે તો એનાં નયનોને . આળસ ન આવે એ માટે મેં એને ચોકલેટ આપી અને વાતે વળગાડ્યો. વાતચીતમાં જાણવા મળ્યું કે એ ચિત્રકૂટમાં જ રહે છે. પિતા ગુજરી ગયા છે. મા લોકોનું ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ ભાઈબહેનમાં પોતે સૌથી મોટો છે. ખાસ કંઈ ભણ્યો નથી. એના એક વડીલ પડોશી મોટર મિકેનિક છે. એને ત્યાં પાંચેક વર્ષ કામ કરીને પોતે ગાડી રિપેર ખજુરાહો કપ Page #40 -------------------------------------------------------------------------- ________________ કરવાનો સારો અનુભવ લીધો છે. ડ્રાઇવિંગ તો બગડેલી અને રિપેર કરેલી ગાડીઓની ટ્રાયલ લેતાં લેતાં જ શીખી જવાયું છે. પછી લાઇસન્સ મળતાં ભાડે જીપ ફેરવવાનું મન થયું. એ પડોશી મિકેનિકે જ વ્યાજે પૈસા અપાવ્યા અને પોતાને ત્યાં રિપેર થવા આવેલી આ ખખડી ગયેલી જૂની જીપ વેચાતી લઈ આપી. છ મહિનાથી ભાડે ફેરવવાનું ચાલુ કર્યું છે. લાંબી વરદી ન હોય તો પોતે આજુબાજુનાં ગામડાંની હેરાફેરા કરે છે. જે મળે તેમાંથી લોનના હપ્તા ભરે છે. પોતાની શાદી થઈ ગઈ છે પણ વહુ હજુ નાની છે એટલે ઘરે રહેવા આવી નથી. રામશરણે પોતાની ગામઠી હિંદી બોલીમાં કરેલી નિખાલસ વાતોમાં ભારતનાં અસંખ્ય ગરીબ કુટુંબોની કરમકહાણીનો પડઘો સંભળાતો હતો. હવે સતના નજીક આવી રહ્યું હતું. સામેથી હજુ એક પણ મોટરગાડી આવી નહોતી. કોઈ કોઈ ગ્રામીણ માણસો રસ્તામાં બરાબર વચ્ચે ચાલતા હતા. હોર્ન વગાડવા માટે મેં રામશરણને કહ્યું તો એ બોલ્યો, “હૉર્નની જરૂર નથી. જીપના ખખડાટ અવાજથી જ માણસો આઘા ખસી જાય છે.” એ સાંભળીને અમારામાંના એકે કટાક્ષમાં કહ્યું, “અલ્યા, પરદેશમાં તો અનિવાર્ય હોય તો જ હૉર્ન વગાડાય છે, પણ તું તો એમના કરતાંય આગળ વધી ગયો. જરૂર હોય તો પણ તું હૉર્ન નથી વગાડતો.' રામશરણે માત્ર સ્મિત કર્યું, પણ આગળ જતાં એક વળાંક પાસે ગાડી એકદમ પોતાની નજીક આવી જતાં માણસોને ભાગવું પડ્યું ત્યારે અમે ચિડાયાં : “હોર્ન વગાડતાં તને તકલીફ શી પડે છે ?' છેવટે એણે મૌન તોડ્યું, ‘હોર્ન ચાલતું નથી.' “હું ? હોર્ન નથી ચાલતું ? તો પછી ગાડી કેવી રીતે ચલાવાય ? કોઈ વાર અકસ્માત થઈ જાય.” અમે ચિત્તા અને ખેદ અનુભવ્યાં. રામશરણ લાચારીથી શાંત રહ્યો. અમે સતના વટાવી ખજુરાહોના રસ્તે આગળ વધ્યાં. ડુંગરાળ પ્રદેશમાં રસ્તો ઊંચે ચડતો જતો હતો. ચિત્રકૂટથી નીકળ્યાંને અમને વાર થઈ હતી. એટલે સાથે લીધેલાં ચા-પાણીનો વખત થયો હતો. એક સારી જગ્યા જણાતાં એક બાજુ ગાડી ઊભી રાખવા રામશરણને મેં કહ્યું. એણે એક ઝટકા સાથે ગાડી ઊભી રાખી. અચાનક આંચકો આવતાં બધાં બરાડી ઊઠ્યાં. હું કારણ સમજી ગયો હતો. રામશરણે મને કહ્યું, “તમે અચાનક ઊભી રાખવાનું કહ્યું એટલે ગિયર બદલીને ગાડી ઊભી રાખી. બ્રેક જરા ઢીલી છે, પમ્પિંગ કરવું (બે-ત્રણ વખત બ્રેક દબાવવી) પડે છે.” ૬ ૯ પ્રવાસ-દર્શન Page #41 -------------------------------------------------------------------------- ________________ હું ?' બધાં ચોંકી ઊઠ્યાં, “આવી ગાડી તારાથી ચલાવાય જ કેમ ? તું તો અમારા જાન જોખમમાં મૂકી દેશે.” માસીબાએ કહ્યું, “પહેલેથી ખબર હોત તો તારી ગાડીમાં બેસત નહિ. પૈસા પૂરા લેવા અને ગાડીમાં કંઈ ઠેકાણું નહિ.” રામશરણે કહ્યું, “માતાજી ! ગભરાવ નહિ. અમને મિકેનિક લોકોને ગમે તેવી ખરાબ ગાડી ચલાવતાં ફાવે.” મારા અભિપ્રાય પ્રમાણે તો રામશરણ હિંમતથી, પૂરા વિશ્વાસથી, સાવચેતીપૂર્વક ગાડી ચલાવતો હતો, પણ અમારાં મિત્રોના શ્વાસ અધ્ધર થઈ જતા હતા. - અમે ચા-પાણી લીધાં અને રામશરણને પણ આપ્યાં. અમારામાં ગુસપુસ વાત ચાલી. એકે કહ્યું, “આપણે ભાડું પૂરેપૂરું ન આપવું. મૅનેજરે આપણને વાત કહેવી જોઈએ.' બીજાએ કહ્યું, “ભાડું ભલે પૂરું આપીએ, પણ બક્ષિસને લાયક તો એ નથી જ.” મોટાભાઈએ કહ્યું, “ખજુરાહોથી મળતી હોય તો બીજી જીપ કરી લઈએ. ભલે આનો પૂરો ચાર્જ આપવો પડે.” ખજુરાહોથી બીજી જીપ ન મળી તો ? આપણે અત્યારે આની સાથે ઝઘડો કરવો નહિ.” ભાભી બોલ્યાં. અમે જીપમાં બેઠાં અને ખજુરાહોના રસ્તે આગળ ચાલ્યાં. કોઈકે કહ્યું, “ભાઈ રામશરણ, અત્યારે તો અમે તારે શરણે છીએ.” માસીબાએ કહ્યું, “સાચવીને ચલાવજે બેટા, અમારે ઉપર જવાની ઉતાવળ નથી.” - અમે ખજુરાહો પહોંચ્યાં. ઊંચાઈએ આવેલા આ વિશાળ મેદાની વિસ્તારની હવા જ જુદી હતી. આઠસો-હજાર વર્ષ પહેલાંનું સંસ્કારસમૃદ્ધ ઐતિહાસિક વાતાવરણ અહીં ધબકતું હતું. જીપ ક્યાં ઊભી હશે, અમારે ક્યાં મળવું વગેરે વીગતો રામશરણ સાથે નક્કી કરી, અમે એક ભોમિયો લઈને મંદિરો જોવા ચાલ્યાં. ખજુરાહોમાં પ્રવેશદ્વાર આગળના મુખ્ય માર્ગની ડાબી બાજુના, પશ્ચિમ દિશાના વિશાળ સંકુલમાં જોવાલાયક મુખ્ય મુખ્ય મંદિરો છે. જમણી બાજુ પૂર્વ દિશામાં જરાક આઘે થોડાંક મંદિરો છે, જેમાં જૈન મંદિરો મુખ્ય છે. અમારો ભોમિયો હોશિયાર અને જાણકાર હતો. અમારી સમયમર્યાદા એણે સમજી લીધી હતી. એણે કહ્યું કે, “ઈ. સ. ૯૦૦થી ઈ.સ. ૧૧૫૦ ખજુરાહો - ૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ સુધીના, આશરે અઢીસો વર્ષના ગાળામાં ખજુરાહો ચંદેલા વંશના ચંદ્રવર્મન, હર્ષવર્મન, યશોવર્મન, ધન્યદેવવર્મન, વિદ્યાધરવર્મન, કીર્તિવર્મન વગેરે રાજાઓનું પાટનગર હતું. સમૃદ્ધિનો એ કાળ હતો. ત્યારે અહીં ૮૫ જેટલાં મંદિરો બંધાયાં હતાં. તેમાંથી હાલ બાવીસ જેટલાં મંદિરો રહ્યાં છે. ધાર્મિક સહિષ્ણુતાનો એ યુગ હશે કારણ કે અહીં વિષ્ણુમંદિરો, શિવમંદિરો, સૂર્યમંદિર, ચોસઠ યોગિનીઓનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે. અહીં જૈન મંદિરો છે અને એક ખખરા મઠમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પણ હતી, જે હવે પુરાતત્ત્વ સંગ્રહાલયમાં છે.' ખજુરાહો શબ્દ “ખજુરવાહક' પરથી આવ્યો છે. આ મંદિરોના શિલાલેખોમાં “ખજુરાવાહક” શબ્દનો નિર્દેશ છે. કવિ ચંદ બરદાઈકૃત પૃથ્વીરાજ રાસો'માં ‘ખજુરપુરા” અથવા “ખજનિપુર” નામનો ઉલ્લેખ છે. એ જમાનામાં અહીં ખજૂરીનાં વૃક્ષ બહુ થતાં હતાં. ત્યારે સમૃદ્ધિ એટલી બધી હતી કે પાટનગરના મુખ્ય પ્રવેશદ્વારના બંને સ્તંભોની આકૃતિ સોને મઢેલાં ખજૂરીનાં વૃક્ષોની હતી. પહેલાં અમે પશ્ચિમ બાજુમાં, મતંગેશ્વર, લક્ષ્મણ, પાર્વતી, વિશ્વનાથ, કંદારિયા મહાદેવ વગેરે મંદિરો જોયાં. કેટલાંક ઝડપથી જોયાં તો કેટલાંક વિગતે. આ મંદિરોની સ્થાપત્યકલા, કલાવિદોના મતાનુસાર ઉત્તર ભારતની નાગરશૈલીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ ગણાય છે. કેટલાંકમાં અંદર અર્ધમંડપ, મહામંડપ, અંતરાલ, ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ એવા પાંચ વિભાગ છે. કેટલાંક મંદિરોનાં શિખરો ખાસ્સાં ઊંચા છે. આ મંદિરોમાં “લક્ષ્મણ મંદિર વસ્તુતઃ ભગવાન વિષ્ણુનું મંદિર છે. રાજા યશોવર્મને એ બંધાવેલું છે. રાજાનું બીજું નામ લક્ષ્મણવર્મન હતું એટલે “લક્ષ્મણ મંદિર' નામ પડી ગયું. ખજુરાહોનાં મંદિરોમાં આ મંદિર ઉત્તુંગ, વિશાળ, સુવ્યવસ્થિત અને પૌરાણિક પ્રસંગોની શિલ્પાકૃતિઓથી સભર છે. ખજુરાહો જનારે આ મંદિર અવશ્ય જોવા જેવું છે. એમ મનાય છે કે આ મંદિર બંધાવવા માટે રાજાએ મથુરાથી સોળ હજાર શિલ્પીઓને બોલાવ્યા હતા અને મંદિર બાંધતાં સાત વર્ષ લાગ્યાં હતાં. - લક્ષ્મણ મંદિર, વિશ્વનાથ મંદિર વગેરેના બહારના ભાગમાં જોવા મળતી મિથુન- શિલ્પાકૃતિઓ પર્યટકોનું ધ્યાન ખેંચે એવી છે. મધ્યયુગમાં સમગ્ર ભારતમાં મંદિરોમાં કામશિલ્પની જાણે કે એક પ્રણાલિકા થઈ ગઈ હતી. ગુજરાત-રાજસ્થાનથી ઓરિસ્સામાં કોણાર્ક સુધી અને નેપાલથી દક્ષિણમાં મદુરા સુધી આવી કામભોગની શિલ્પાકૃતિઓ જોવા મળે છે. ૮ અ પ્રવાસ-દર્શન Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનકોમાં આવી શૃંગારચેષ્ટાઓ લૌકિક દૃષ્ટિથી, તટસ્થ કલાદૃષ્ટિથી, રહસ્યસભર. યોગદૃષ્ટિથી એમ વિભિન્ન રીતે નિહાળાય છે. એમાં પ્રજાજીવનનું નૈતિક અધઃપતન પ્રતિબિંબિત થયું છે કે એ આધ્યાત્મિક ઉન્નતિની નિશાની છે એ વિશે મીમાંસકોમાં મતભેદ રહેવાના. વીજળી ન પડે, કોઈની નજર ન લાગે, અસુરોથી સુરક્ષિત રહે, વિધર્મીઓ ખંડિત ન કરે, પરંપરા તોડતાં શિલ્પીઓ ડરે ઇત્યાદિ કારણો ઉપરાંત તંત્રવિદ્યાની રેખાકૃતિઓને અને રહસ્યોને શૃંગારચેષ્ટાઓમાં ગુપ્ત રીતે ગૂંથી લેવામાં આવી છે કે જે ફક્ત એના અધિકારી જ સમજી શકે, એવાં કારણ પણ અપાય છે. ખજુરાહો તંત્રવિદ્યાનું અને સાધનાનું મોટું કેન્દ્ર હશે એમ અહીં આવેલા ચોસઠ યોગિનીના મંદિર ઉ૫૨થી મનાય છે. પશ્ચિમ બાજુનાં મંદિરો જોઈ અમે પૂર્વ બાજુનાં કેટલાંક મંદિરો જોયાં. એમાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ જૈન મંદિરો મુખ્ય છે. જૈન મંદિરોમાં નગ્ન શિલ્પાકૃતિઓ એકંદરે નથી. પાર્શ્વનાથ મંદિરમાં તરત નજરે ન પડે એવી એક અપવાદરૂપ નાની કૃતિ છે. શાંતિનાથ ભગવાનના મંદિરમાં પૂજાપાઠની પરંપરા ચાલુ છે એટલે અમે ત્યાં દર્શનચૈત્યવંદનાદિ કર્યાં. મંદિરો જોવાનો અમારો કાર્યક્રમ પૂરો થયો. એક દિવસ ઓછો પડે તો પણ મુખ્ય મંદિરોનો સામાન્ય પરિચય મળી ગયો. હવે પગ થાક્યા હતા અને ભૂખ પણ લાગી હતી. નિયત કરેલા રેસ્ટોરાંમાં અમે પહોંચ્યાં. સાથે લીધેલા અલ્પાહારનો પણ ઉપયોગ કર્યો. બીજી જીપ ક૨વાની શક્યતા જણાઈ નહિ. અમારાં ગપાટાં ચાલતાં હતાં ત્યાં રામશરણ આવ્યો. એણે ભોજન-આરામ કરી લીધાં હતાં. એણે કહ્યું, ‘સાહેબ, જરા ઉતાવળ રાખજો, કારણ કે હવે રસ્તામાં જ રાત પડી જશે. ચાંદની રાત છે એટલે વાંધો નથી પણ જંગલ અને પહાડીઓના આદિવાસી પ્રદેશમાંથી આપણે પસાર થવાનું છે. રાત્રે કોઈ વાર લૂંટના બનાવ પણ બને છે.' રામશરણ ગયો. અમારી વિનોદભરી વાતો ચાલતી હતી ત્યાં લૂંટાવાની વાત આવતાં અમે સાવધ થઈ ગયાં. થેલા, પાકીટ ખભે ભરાવવા લાગ્યાં. મોટા ભાઈએ કહ્યું, ‘કોઈ લૂંટવા આવે તો સૌથી પહેલી નજર મારા આ મોંઘામૂલા ઘડિયાળ ઉપર જ પડે. વળી, એનો પટ્ટો સાવ સોનાનો છે. હું તો અત્યારથી જ કાઢીને ખિસ્સામાં મૂકી દઉં છું.' એકની આવી વાતનો ચેપ બીજાને લાગે જ. એટલે બધાંએ પોતાનાં ઘરેણાં સલામત સ્થાને સંતાડી દીધાં, એ જોઈને માસીબા બોલ્યાં, ‘તમે તમારાં ઘરેણાં સંતાડી દીધાં એટલે લૂંટનારની નજર તો મારા પર જ ખજુરાહો * ૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ પડે ને ? મારી એક એક કેરેટના સિંગલ હિરાની કાનની બુટ્ટી તરત નજરે પડે એવી નથી, પણ લૂંટનારનો ભરોંસો શો ?' હા, હવે તો મુઆ કાનની બૂટ જ કાપી લે છે. બીજી બહેને કહ્યું. પહેલેથી ખબર હોત તો પહેરત જ નહિ.' એમ કહી માસીબાએ બુટ્ટીનો પેચ ખોલવા માંડ્યો. અહીં રસ્તામાં શું કામ કાઢો છો ? જીપમાં બેસીને શાંતિથી કાઢજોને. કોઈ વાર હાથમાંથી સરકી પડે.' ત્યાં તો હાથ જોઈ આમતેમ ફાંફાં મારતાં માસીબા બોલ્યાં, “લો, તમે કહ્યું એવું જ થયું. બુટ્ટી હાથમાંથી સરકી પડી લાગે છે. માસીબા ગંભીર બની ગયાં. અમારા પગ અટકી ગયા. સૌ વાંકા વળી બુટ્ટી શોધવા લાગી ગયાં. પણ પરિણામ શૂન્ય. માસીબાનું મોટું ગમગીન બની ગયું. “આજનો દિવસ જ એવો ઊગ્યો છે.' એમ કહી બીજી બહેને આશ્વાસન આપ્યું. ઠીક ઠીક વાર લાગી એટલે રામશરણ આવી પહોંચ્યો. વાત થતાં તે પણ શોધમાં જોડાયો, પણ કશું વળ્યું નહિ. મોડું થતું જતું હતું પણ બીજાથી કેમ બોલાય ? વાત ગંભીર હતી. માસીબા કંઈ કહે એની જ રાહ જોવાવા લાગી. છેવટે એ બોલ્યાં, “ચાલો, ત્યારે, હવે નહિ મળે. ભગવાનને ગમ્યું તે ખરું.” સૌ જીપ પાસે પહોંચ્યાં. બધાં ગોઠવાયાં એટલે જીપ ચિત્રકૂટના રસ્તે ચાલી. પશ્ચિમમાં સૂર્યાસ્ત થઈ જતાં સોનેરી અજવાળું પૂરું થયું અને પૂર્વમાં ચંદ્રોદય થતાં રૂપેરી અજવાળું પ્રસરવા લાગ્યું. પ્રાકૃતિક વાતાવરણ કવિતા પ્રેરે એવું હતું પણ બુટ્ટીની ઘટના અને હવે રાતનો ડર - એથી અમારાં મન ઊચક હતાં. આખે રસ્તે કોઈ ગાડીની અવરજવર નહોતી. બંને બાજુ થોડે થોડે સમયે નાનાં નાનાં આદિવાસી-ગામોમાં સાંજની રસોઈ માટેનાં સળગતાં લાકડાંના ધુમાડા ઊંચે ઊડી રહ્યા હતા. અજવાળું આછું હતું એટલે જીપની લાઇટ ચાલુ કરવા મેં રામશરણને કહ્યું, પણ એણે જવાબ આપ્યો, “સા'બ લાઇટ ચાલતી નથી. મને ચોખ્ખું દેખાય છે. વળી, લાઇટ ચાલતી હોય તોપણ ન કરવી સારી. લાઇટ હોય તો આ લોકોને દૂરથી ખબર પડે કે કોઈક ગાડી આવે છે.' પણ અંધારું આવે ત્યાં શું કરવું ? લાઇટ તો હોવી જોઈએ ને ?' એટલે હું બોલું ત્યાં તો ખરેખર અંધારું આવ્યું. ચંદ્ર ડુંગરની પાછળ ઢંકાઈ ગયો હતો. રામશરણે પોતાની પાસે રાખેલી ટૉર્ચ જમણા હાથમાં લઈ, ૧૦ ૯ પ્રવાસ-દર્શન Page #45 -------------------------------------------------------------------------- ________________ હાથ બહાર કાઢી રસ્તા પર લાઇટ મારી. કહે, “અમારે આ રોજનો રસ્તો છે. બધા વળાંકની ખબર હોય.' વચ્ચે એણે ટૂંકો રસ્તો લીધો. ઊતરાણવાળો રસ્તો હતો. પેટ્રોલ બચે અને ઝડપ વધતાં સમય પણ બચે. ચિત્રકૂટના પાદરમાં આવતાં રસ્તા પરની બત્તીઓ જોઈને અમે તનાવમુક્તિ અનુભવી. હેમખેમ પાછા ફર્યા. હવે જીપની લાઇટનો નહિ, હૉર્નનો પ્રશ્ન હતો, કારણ કે રસ્તા ઉપર લોકોની અવરજવર ઘણી હતી. પરંતુ એ માટે રામશરણ પાસે એનો પોતાનો ઉપાય હતો. પાસે રાખેલો એક દંડો હાથમાં લઈ બહાર જીપના બારણા ઉપર જોરથી તે ઠપકારતો જાય અને જરૂર પડે તો ડોકું બહાર કાઢીને રાડ પાડતો જાય. અંતે અમે મુકામ પર પહોંચી ગયાં. લાકડાનું ખોખું મૂકી રામશરણે બધાંને ઉતાર્યા. જીપના ભાડાની રકમ બીજે દિવસે કાર્યાલયમાં ચૂકવવાની સૂચના આપી, ભંગાર જીપના વસમાં પ્રવાસ માટે ક્ષમા માગી, બુટ્ટી માટે દિલસોજી દર્શાવી, બધાંને લળીલળીને ચરણવંદન કરી રામશરણે વિદાય લીધી. એક જોખમી પ્રવાસ પૂરો થયો પણ મારા મનમાં અનુચિંતન ચાલ્યું કે અમારું જોખમ તો એક દિવસ પૂરતું હતું, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગામડાંના ગરીબ માણસોને રોજ કેવું જોખમી જીવન જીવવું પડે છે ! આખા દિવસના અનુભવો વાગોળતાં અમે નિદ્રાધીન થયાં. બીજે દિવસે સવારે ચા-પાણી, સ્નાનાદિથી પરવારીને નવ વાગે કાર્યાલય ખૂલે એટલે હિસાબ માટે અમે નીકળ્યાં. બધાંને આવવાની જરૂર નહોતી તોપણ બધાના મત પૂછી લીધા. કેટલીક વાર ઘટના બને ત્યારે પ્રત્યાઘાતો જેટલા ઉગ્ર હોય છે તેટલા પછી નથી રહેતા. જીપ માટે ફરિયાદ કરવી કે ન કરવી, ભાડું ઓછું કરાવવું કે ન કરાવવું, ડ્રાઇવરને બક્ષિસ આપવી કે ન આપવી અને આપવી તો કેટલી આપવી વગેરે વિશે અમારા અભિનિવેશો મંદ પડ્યા હતા. મેં તો રામશરણના બહાદુરીભર્યા ડ્રાઈવિંગની પ્રશંસા જ કરી. અમે કાર્યાલયમાં દાખલ થયાં કે મૅનેજરે કહ્યું, “આવો, બેસો. તમારી રાહ જોઈને રામશરણ હમણાં જ ગયો. અચાનક એક વરદી એને મળી ગઈ. એ તમારા માટે કશુંક આપતો ગયો છે.' એમ કહી એમણે ટેબલના ખાનામાંથી છાપાના કાગળના ટુકડાનું વાળેલું નાનું પડીકું આપ્યું. “શું છે ? કોઈ પ્રસાદ છે ?' ખજુરાહો ઝ: ૧૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ હા, પ્રસાદ જ કહેવાય.” પડીકું ખોલતાં જ એ જોઈને માસીબા બોલી ઊઠ્યાં, “અરે, આ તો મારી બુટ્ટી. હાશ... ભગવાન. પણ એ રામશરણને કેવી રીતે મળી ? “સવારે અહીં આવી એ જીપ સાફ કરતો હતો ત્યાં એને મળી.” પણ જીપમાં કેવી રીતે હોય ?” માસીબાને આશ્ચર્ય થયું. બીજી બહેને કહ્યું, “મને લાગે છે, માસીબા, કે બુટ્ટી તમારા હાથમાંથી સરકીને સાડીમાં ફસાઈ ગઈ હશે અને પછી જીપમાં બેસતાં-ઊઠતાં નીચે પડી ગઈ હશે. એ જ એક શક્યતા લાગે છે.' માસીબા ભાવવિભોર થઈ ગયાં. આ આનંદના સમાચાર બીજા મિત્રોને પહોંચાડવા બધાં ઉત્સુક થઈ ગયાં. જીપનો હિસાબ ચૂકતે થયો. કરવા ધારેલી ફરિયાદો ઓગળી ગઈ. આપવા ધારેલી બક્ષિસ પ્રેમપૂર્વક અકથ્ય વૃદ્ધિ પામી અને એમાં માસીબાએ માતબર રકમ ઉમેરીને મેનેજરને કહ્યું, “આ મારા તરફથી રામશરણને આપજો અને કહેજો કે ગાડી સરખાં કરાવવા માટે જ આ આપી છે.” અમે ઉતારે પાછા ફર્યા. વાતાવરણ ઉત્સવ જેવું બની ગયું. ગરીબ માણસો પણ કેવા ઈમાનદાર હોય છે એની પ્રશંસા થઈ. અમે બપોરે ચિત્રકૂટથી નીકળી સતનાથી મુંબઈ જતી ટ્રેન પકડવાનાં હતાં એટલે રામશરણને મળવાની કોઈ શક્યતા નહોતી. ફરીથી મળવાનું ક્યારેય થયું નથી, પણ ખજુરાહોની વાત નીકળતાં રામશરણની જીપ અને એનું ડ્રાઇવિંગ યાદ આવ્યા વગર રહેતાં નથી. (પાસપોર્ટની પાંખે - ૩) ૧૨ : પ્રવાસ-દર્શન Page #47 -------------------------------------------------------------------------- ________________ પિનાંગ (મલયેશિયા) દુનિયામાં ટાપુઓ અને બંદરોનું વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ રહ્યું છે. પ્રાચીન કાળમાં જ્યારે રેલવે કે ડામરની સડકો નહોતી અને જંગલો મોટાં તથા ગાઢ હતાં ત્યારે ઝડપી જલમાર્ગનું પ્રાધાન્ય રહેતું. નદી, સરોવર કે સમુદ્રના કિનારે આવેલાં બંદરોની સમૃદ્ધિ ઘણી મોટી રહેતી. ત્યાં દેશવિદેશના વેપારીઓ, વહાણવટીઓ, પ્રવાસીઓ વગેરેની અવરજવર બહુ રહેતી. પ્રાચીન લોકકથાઓમાં એનું પ્રતિબિમ્બ જોઈ શકાય છે. વર્તમાન યુગમાં રેલવે, મોટરકાર, વિમાન વગેરેનો વ્યવહાર વધ્યો હોવા છતાં મોટાં મોટા જહાજોની અવરજવર પણ એટલી જ વધી છે એટલે બંદરોનું મહત્ત્વ ઘડ્યું નથી. સત્તરમાં અને અઢારમા સૈકામાં યુરોપમાંથી નીકળેલા ડચ, પોર્ટુગીઝ, સ્પેનિશ, ફ્રેન્ચ, અંગ્રેજ વગેરે બંદૂકધારી સાહસિક શોધસફરીઓ આફ્રિકાના કિનારે થઈને એશિયાના સમુદ્રકિનારે આગળ જેમ જેમ વધતા ગયા તેમ તેમ પોતાની સત્તા જમાવતા ગયા. સ્વરક્ષણ અને વ્યુહાત્મક પ્રદેશ તરીકે ટાપુઓનો કબજો લઈ તેઓ તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. એ રીતે મલાયાના પિનાંગ ટાપુ ઉપર ઈસ્ટ ઇંડિયા કંપનીએ ઈ.સ. ૧૭૮૬માં પોતાની સત્તા જમાવી હતી. એ પહેલાં પિનાંગ ટાપુનું પોતાનું સ્વતંત્ર રાજાશાહી રાજ્ય હતું. અંગ્રેજોએ પિનાંગ છોડ્યું તે પછી તે મલાયાના યુનિયનનું એક સભ્ય બન્યું અને ૧૯૯૩ પછીથી તે મલયેશિયાના એક ભાગરૂ૫ બની ગયું. પિનાંગ - ૧૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ નારિયેળી, રબર અને બીજાં ઘટાદાર વૃક્ષોથી રળિયામણા લાગતા અને હવા ખાવાના સ્થળ તરીકે વિખ્યાત બનેલા આ પંચકોણિયા પિનાંગ ટાપુને અંગ્રેજોએ “Pearl of the Orient', 'The Pride of the Pacific', "Garden of the East' એવાં સરસ નામ આપ્યાં હતાં, જે ખરેખર સાર્થક લાગે એવાં છે. ત્યારે પિનાંગ પાસેના સમુદ્રને તેઓ પૅસિફિક તરીકે જ ઓળખતા. દોઢ-બે સૈકા પૂર્વે ભારતમાં જ્યારે બર્મા બ્રહ્મદેશ તરીકે, થાઇલૅન્ડ સિયામ તરીકે, ઇન્ડોનેશિયા જાવા-સુમાત્રા તરીકે અને મલયેશિયા મલાયા તરીકે જાણીતાં હતાં ત્યારે વેપાર અને વહાણવટા માટે, પિનાંગ ભારતવાસીઓ માટે મશહૂર અને મહત્ત્વનું બંદર હતું. ઘોઘાબંદરના કિનારેથી ચીન સુધી જતાં વહાણો વચ્ચે પિનાંગમાં પણ રોકાતાં. એ કાળે મલાયા ઘણો પછાત પ્રદેશ ગણાતો. આંદામાન અને નિકોબારના ટાપુઓની જેમ મલાયાનાં જંગલોમાં પણ પુરુષો અને સ્ત્રીઓ નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં રહેતાં. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સિંગાપોર બંદરનો વધુ વિકાસ થયો. સિંગાપોરનું અલગ રાષ્ટ્ર થયા પછી મલયેશિયાના પાટનગર તરીકે કુઆલાલમ્પરને મહત્ત્વ મળતાં પિનાંગ પાછળ પડી ગયું. અમે પાંચેક મિત્રો ૧૯૭૭માં કુઆલાલપુરથી પિનાંગ ગયા હતા અને ત્યાં હોટેલ એમ્બેસેડરમાં ઊતર્યા હતા. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ ટાપુનો પ્રવાસ કરવા જેવો છે, મલાયામાં અન્યત્ર તેમ પિનાંગમાં પણ આપણને મૂળ સ્થાનિક પ્રજા, ચીની લોકોના વંશજો તથા ભારતીય, વિશેષત: દક્ષિણ ભારતીય લોકોના વંશજો એમ ત્રણ પ્રજાનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. મલાયાના પશ્ચિમ કિનારે આવેલો પિનાંગ ટાપુ આશરે ૧૧૦ જેટલા ચોરસ માઈલમાં પથરાયેલો છે. એમાં ચારેબાજુ સમુદ્રકિનારો અને સપાટ ભૂમિ છે અને વચમાં ઊંચા ઊંચા ડુંગરો છે. જૂના વખતમાં પિનાંગ શહેર ઉપરાંત બંદર પણ પિનાંગના નામથી જ ઓળખાતું હતું, પરંતુ અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન બંદરનું નામ જ્યોર્જ ટાઉન કરી નાખ્યું હતું. પિનાંગ શહેરમાં અમે જુદે જુદે સ્થળે ફર્યા. દક્ષિણ ભારતીય શૈલીનું હિંદુ મંદિર અમે જોયું અને સિયામી શૈલીનું બૌદ્ધ મંદિર પણ જોયું. આ બૌદ્ધ મંદિરના પ્રાંગણમાં બે યક્ષની ઊભી મોટી મૂર્તિઓ પ્રવાસીઓમાં આકર્ષણરૂપ બની રહે છે. તદુપરાંત અમે તાંગજોંગ બંગાહના અને બાટુ માઉંગના સમુદ્રકિનારે ફર્યા, બુકિત દુબરના પાર્કમાં આંટા માર્યા અને ૧૪ ૯ પ્રવાસ-દર્શન Page #49 -------------------------------------------------------------------------- ________________ ગિલેમર્દનાં જોડિયાં જળાશયો પણ જોયાં. હવે અમારે શહેરની બહાર પિનાંગનાં ત્રણ મુખ્ય જોવા જેવાં સ્થળો તે પર્વતીય રેલવે, સર્પમંદિર અને બૌદ્ધ પગોડા જોવાનાં હતાં. અમે પર્વતીય રેલવે માટે નીકળ્યા. આ રેલવે પિનાંગની એક મોટી લાક્ષણિકતા છે. અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન એ બનાવેલી. પિનાંગની ઉત્તરે આવેલા લગભગ અઢી હજાર ફૂટ ઊંચા અને સીધા કપરા ડુંગર પર બનાવેલી એક ડબ્બાની આ ટ્રેન તારના જાડા દોરડા વડે ધીમે ધીમે ઉપર ખેંચાતી જાય છે. અંદર બેઠેલાઓએ બરાબર સમતોલપણું જાળવવું પડે. કશુંક પકડીને બેસવું પડે. આ ટ્રેનમાં બેસવાનો એક રોમાંચક અનુભવ છે. ડુંગર ઉપરની વિશાળ સમથળ જગ્યા એટલે જાણે નાનું હિલ સ્ટેશન. ત્યાંથી દૂર સુધીનું આસપાસનું દૃશ્ય મનોહર લાગે છે. મંદ વહેતો મલયાનિલ શીતળ વાતાવરણને પ્રસન્નતાથી ભરી દે છે. પિનાંગમાં જોવા જેવું એક અનોખું સ્થળ તે સર્પમંદિર છે. શહેરથી થોડા માઈલ દૂર, જેલુતોંગ નામનો રસ્તો પૂરો થાય છે ત્યાં ટેકરી ઉપર આ મંદિર આવેલું છે. ટેક્સી કરીને અમે ત્યાં પહોંચ્યા. ચીની શૈલીના પ્રવેશદ્વારવાળું, એક સૈકાથી વધુ જૂનું આ મંદિર મૂળ તો “હોક હિન તોંગ' તરીકે એટલે કે જળદેવતાની પૂજાભક્તિ માટે શરૂ થયેલું, પણ પછી એ બૌદ્ધ મંદિર બની ગયું છે. એમાં દાખલ થતાં જ સંખ્યાબંધ સર્પ નજરે પડે છે. લોકોની અવરજવર ન હોય અને કોઈ એકલું અચાનક ગયું હોય તો બીક પણ લાગે. સર્પ એકબે ઈંચ જેટલા જાડા અને બેત્રણ ફૂટ જેટલા લાંબા, આછા કે ઘેરા લીલા રંગના છે. બધા એક જ ગોત્રના છે. ધૂપદાની, ફૂલાવરવાઝમાં રાખેલી સૂકી ડાંખળીઓ, કબાટ, ટેબલ વગેરે પર જ્યાં જગ્યા મળે ત્યાં નાનામોટા પચાસથી અધિક સર્પ કશાકને વીંટળાઈને શાન્તિથી પડ્યા રહેલા દેખાય છે. સર્પ દોડાદોડી કરતા નથી કે યાત્રિકોને જોઈને ગભરાઈને ભાગતા નથી. જાણે પાળેલા હોય તેમ પડ્યા રહ્યા હોય અથવા સાવ મંથર ગતિએ જરા જરા ખસતા હોય તેમ નજરે પડે છે. આ સર્પનો ખોરાક ઈંડા છે. સર્પ મંદિરની બહાર ભક્ષણ માટે જતા નથી એટલે કેટલાક યાત્રિકો સર્પ માટે ઇંડાં લાવીને ગમે ત્યાં મૂકી દે છે. જ્યારે કોઈની અવરજવર ન હોય ત્યારે સર્પ ઇંડાંમાં કાણું પાડી એમાંથી રસ ચૂસી લે છે. આ સર્પની એક ખાસિયત એ છે કે સાપણ ઇંડાં મૂકતી નથી, પણ બેત્રણ ઈંચ જેટલાં નાનાં અળસિયાં જેવાં બચ્ચાંને જન્મ આપે છે. વળતે દિવસે અમે ટેકરી પર આવેલું “કેહ લોક સી' નામનું મલાયાનું પિનાંગ ૧૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ સુપ્રસિદ્ધ બૌદ્ધ મંદિર જોવા માટે ટૅક્સીમાં પહોંચ્યા. અમારો ટૅક્સી ડ્રાઇવર અમારો ગાઇડ પણ હતો. ટેકરી પર ચડવા માટે પગથિયાં પણ બનાવ્યાં હતાં. અમે થોડેક ગયા ત્યાં એક તળાવ આવ્યું. કાચબાના તળાવ તરીકે એ જાણીતું છે. એમાં જેટલા જોવા મળ્યા એટલા બધા કાચબા એક તળાવમાં જ્વલ્લે જ જોવા મળે. આ તળાવની વિશિષ્ટતા એ છે કે આ બધા જ કાચબા જીવતદાન પામેલા છે. કાચબાનું આ ‘નિર્ભય તડાગ' છે. જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ અહિંસાને વરેલો છે. જીવ છોડાવવાની પ્રવૃત્તિ બૌદ્ધ ધર્મમાં પણ છે. ધર્મપ્રેમી દયાળુ માણસો કોઈક કાચબાને છોડાવી આ તળાવમાં મૂકી શકે છે. એ રીતે કાચબાની સંખ્યા અહીં વધતી જ રહે છે. વળી કાચબાનું આયુષ્ય પણ ઘણું લાંબુ હોય છે. કેટલાક લોકો કાચબાની નક્કર પીઠ ઉપર પોતાનું નામ અને તારીખ કોતરાવે કે રંગાવે છે કે જેથી પોતાના વંશવારસોને કોઈક વાર કદાચ એ વાંચવા મળે. કાચબાની જેમ બીજા એક તળાવમાં માછલીઓ છે. એને મારવા પર પણ પ્રતિબંધ છે. લોકો કાચબા અને માછલીઓને ખાવા માટે કંઈક વાનગીઓ નાખતા હોય છે. અમે આગળ ચાલ્યા. અમારા ગાઇડે કહ્યું, “મહેરબાની કરીને રસ્તાની વચમાં ચાલજો, જેથી તમારા પગ બગડે નહિ.” અમે જોયું તો રસ્તામાં એક કિનારે ક્યાંક ક્યાંક લોકોએ શૌચક્રિયા કરેલી દેખાતી હતી. અમે મોઢું ફેરવી લીધું. આવા પવિત્ર તીર્થસ્થળે પણ લોકો ગંદકી કરતાં અચકાતા નથી.' અમારામાંના એક ટકોર કરી. લોકોને શરમ નહિ આવતી હોય ? સામે આ દુકાનવાળા પણ કંઈ નહિ બોલતા હોય ?” બીજાએ કહ્યું. લોકોની અસંસ્કારિતાની તે કંઈ હદ હોય કે નહિ ?' વળી કોઈકે પોતાનો આક્રોશ ઠાલવ્યો. તમે બીજાની ટીકા કરો છો, પણ આપણા ભારતમાં પણ ઠેર ઠેર જાહેર રસ્તા પર કે રેલવેના પાટા આગળ લોકો રોજેરોજ લોટો કે ડબલું લઈને ક્યાં નથી બેસતા ?” બીજાએ જવાબ આપ્યો. એશિયાના ગીચ વસ્તીવાળા અને ઓછી સુવિધાવાળા ગરમ દેશોમાં હજારો વર્ષથી ખુલ્લામાં જવાની પ્રથા ચાલી આવે છે, પણ આવા તીર્થસ્થળમાં માણસે વિવેક વાપરવો જોઈએ,' કહ્યું. ૧૬ - પ્રવાસ-દર્શન Page #51 -------------------------------------------------------------------------- ________________ સારું છે કે તડકો છે. નહિ તો કેટલી દુર્ગધ મારે !” બીજા એકે કહ્યું. મળવિસર્જનનાં દશ્યો જોઈને અમે અનુભવેલી અપ્રસન્નતા બૌદ્ધ મંદિરમાં દાખલ થતાં જ ઓછી થઈ ગઈ. “કેહ લોક સી'નું બૌદ્ધ મંદિર એક સૈકાથી વધુ જૂનું છે, પરંતુ એના પેગોડાનું બાંધકામ વીસમી સદીના આરંભનું છે. જૂના વખતમાં બે ચીની બૌદ્ધ સાધુઓ પોતાના ઘણા અનુયાયીઓ સાથે પિનાંગ આવેલા. તેઓએ અહીં ડુંગર ઉપર બૌદ્ધ મંદિર બાંધવાની ભાવના દર્શાવેલી. એક ચીની શ્રીમંત વેપારીએ પોતાની વિશાળ જગ્યા ભેટ તરીકે આપી. એમાં આ બૌદ્ધ મંદિરનું નિર્માણ થયું. વખત જતાં ભક્તોની અવરજવર વધતાં આશરે સો ફૂટ ઊંચું, સાત માળ જેવી રચનાવાળું પેગોડાના પ્રકારનું પથ્થરનું આ મંદિર બાંધવામાં આવ્યું. ભગવાન તથાગતના મંદિર તરીકે જાણીતા આ નવનિર્મિત મંદિરનું ઉદ્દઘાટન ૧૯૩૦માં થયું હતું. મંદિરની અંદરની અને બહારની ભવ્યતા યાત્રિકોનાં મન હરી લે એવી છે. બૌદ્ધ મંદિર જોઈ અમે પાછા ફર્યા. ગાઇડે કહ્યું કે “કંઈક યાદગીરી (સોવેનિ૨) તરીકે કોઈક ચીજવસ્તુ ખરીદવી હોય તો અહીં દુકાનોમાં સરસ મળે છે.' અમે એક દુકાને પહોંચ્યા. પહોંચતાં જ અમારામાંના એકે દુકાનદારને ફરિયાદ કરી, “તમારી દુકાન સામે લોકો મળવિસર્જન કરી જાય છે એને તમે કેમ ચલાવી લો છો ?' અમારી નજર સામે થોડા કોઈ કરવા બેસે છે ? એ તો વહેલા આવીને કરી જતા હશે. ઉતાવળ હોય તો જ કરતા હશે ને ?' તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.' અમારે કંઈ ફરિયાદ કરવી નથી. એથી કંઈ વળવાનું નથી. ઊલટાનું ફરિયાદ ન કરવાથી અમને ફાયદો છે.' ફાયદો ? કેવી રીતે ? અમારી મજાક તો નથી કરતા ને ?' ના; ફાયદો એટલા માટે કે આ નિમિત્તે પ્રવાસીઓ અમને ફરિયાદ કરવા આવે છે અને પછી અમારા સોવેનિરમાંથી કંઈક ને કંઈક ખરીદી જાય છે.' અમે સોવેનિરો જોવામાં મગ્ન બન્યા. ત્યાં દુકાનદારે કહ્યું, “અમારી પાસે એવી વસ્તુ પણ છે કે જે દુનિયામાં તમને ક્યાંય જોવા નહિ મળે.' એવી તે કઈ વસ્તુ છે ? અમને બતાવો ને ?' દુકાનદારે એક મોટા બોક્સમાંથી કાઢીને પાંચ વસ્તુઓ કાઉન્ટર પર મૂકી દીધી. પિનાંગ ઃ ૧૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ એ જોઈને અમે તત્પણ સ્તબ્ધ થઈ ગયા, ડઘાઈ જ ગયા. શી હતી એ વસ્તુ ? જિંદગીમાં ક્યારેય જોઈ ન હોય અને છતાં રોજ જોઈ હોય એવી એ વસ્તુ હતી. એ હતી મળવિસર્જનની - વિસર્જિત મળની પ્રતિકૃતિ, રબરપ્લાસ્ટિકની બનાવેલી. ઘેરા પીળા, લીલાશ પડતા પીળા, ઘેરા બદામી, આછા રાખોડી કે એવા બીજા કોઈ રંગની જુદા જુદા આકારની એ પ્રતિકૃતિઓ એટલી બધી આબેહુબ બનાવેલી હતી કે જાણે સાચી જ લાગે. એ જોઈને કોઈ પણ માણસ અવશ્ય છેતરાઈ જ જાય. એ વસ્તુ હતી તો રમકડાં જેવી, પણ આપણને તેની સામે જોતાં પણ ચીતરી ચડે. દુકાનદારને એ હાથમાં લેતાં કશી ચીતરી નહોતી ચડતી, કારણ કે એનો રોજનો વ્યવસાય હતો. તો પછી તમારી દુકાનની સામે છે એ બધી નકલી આકૃતિ છે ?' અમે પૂછયું. “હા જી, અમે પોતે જ સવારના દુકાન ખોલતી વખતે સામે રસ્તા પર એ મૂકી દઈએ છીએ.” “પણ તમારી આ સૂગ ચડે એવી વસ્તુ ખરીદે કોણ ?' જેને સૂગ ચડે તે ન લઈ જાય, પરંતુ બીજા લઈ જાય છે. કોઈને મૂર્ખ બનાવવા, કોઈને ભડકાવી દેવા, પ્રેક્ટિકલ “જોક' માટે યુવાનો, નાનામોટા છોકરાઓ આ વસ્તુ ઘણી લઈ જાય છે. કોઈ બેઠું હોય એની બાજુમાં આ મૂકી દેવાથી માણસ તરત ઊભો થઈ જાય. ટ્રેનમાં, બસમાં કે કોઈ સભામાં ભીડ હોય ત્યારે સિફતથી આ મૂકી દઈને પછી બીજાને ઉઠાડી જગ્યા મેળવી શકાય છે. એપ્રિલફૂલ માટે ટપાલમાં સરસ પૅકિંગ કરીને રવાના કરી શકાય છે. કોઈ અભિમાની માણસનું અભિમાન ઉતારી શકાય છે.' દુકાનદારે એના ઉપયોગો દર્શાવ્યા, પણ અમે કોઈએ તે વસ્તુ ખરીદી નહિ; ખરીદી શક્યા નહિ. અપરસને માણવાવાળા લોકો પણ દુનિયામાં હોય છે એ જાણી આશ્ચર્ય અનુભવ્યું. અમે બીજાં કેટલાંક સોવેનિર ખરીદ્યાં, જગતમાં કેટલીક વસ્તુઓ, વાતો અને કાર્યો નિષિદ્ધ (Taboo) ગણાય છે, પરંતુ તેમાં પણ ભિન્ન ભિન્ન પ્રજા વચ્ચે તેનું ભિન્ન ભિન્ન પ્રમાણ હોય છે. દરેક પ્રજાની સંસ્કારિતાની પારાશીશી એકસરખી નથી હોતી. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) ૧૮ : પ્રવાસ-દર્શન Page #53 -------------------------------------------------------------------------- ________________ કવાઈ નદીના કિનારે (થાઇલેન્ડ) વર્ષ ૧૯૭૭નું હતું. અમે કેટલાક મિત્રો થાઇલૅન્ડના પ્રવાસે ગયા હતા. ત્યારે એ દેશનો એટલો વિકાસ થયો નહોતો. થાઇલેન્ડનું મૂળ પ્રાચીન નામ તે સિયામ. એક જમાનામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રભાવ ઠેઠ સિયામથી પણ આગળ પહોંચ્યો હતો. સિયામનાં બૌદ્ધ મંદિરો જોતાં આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં અમે હોટેલ ઇન્ટર-કોન્ટિનેન્ટલમાં ઊતર્યા હતા. અમે શહેરનાં જોવાલાયક સ્થળો ઉપરાંત પ્રાચીન નગરી અયુગ્ગા (અયોધ્યા), પત્તયા, તરતી બજાર વગેરે જુદે જુદે સ્થળે ફરી લીધું હતું. હવે ક્યાં ફરવા જવું એનો વિચાર કરતા હતા ત્યાં અમારા ટેક્સી ડ્રાઇવરે પ્રસ્તાવ મૂક્યો કે “સર, કવાઇ નદીનો પુલ જોવો છે ?” અમારો ટેક્સી ડ્રાઇવર જ અમારો ભોમિયો હતો. તે મોટી ઉંમરનો, ભલો અને ઘણી વાતોનો જાણકાર હતો. તે ઇંગ્લિશ બોલતો હતો, પણ ભાંગ્યુંતૂટ્યું. એના ઉચ્ચારો લાક્ષણિક થાઈ ઉચ્ચારો જેવા હતા. એની સાથે ઇંગ્લિશમાં થતી વાતચીતમાં વ્યાકરણની ભૂલો તરફ નજર ન કરીએ તો એના વક્તવ્યનું હાર્દ સમજાય એવું હતું. હાથમોઢાના ઇશારા પણ એમાં મદદરૂપ થતા. કવાઈ નદીનું નામ સાંભળતાં જ મેં પૂછ્યું, “કઈ કવાઈ નદી ? પેલું બહુ સરસ ચલચિત્ર આવ્યું હતું - The Bridge on the River Kwai - એ કવાઈ નદી ?” કવાઈ નદીના કિનારે જ ૧૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ ‘હા, એ જ કવાઈ નદી. એનું આખું નામ ‘કવાઈ યાઈ' છે. એ ચલચિત્રે અમારી કવાઈ નદી અને એના પર આવેલા રેલવે પુલને ખ્યાતનામ કરી દીધાં છે. નહિ તો આ નાની કવાઈ નદી દુનિયાના કયા ખૂણામાં આવી છે તે કોણ જાણતું હોય ?' ‘ઓહ, તો તો એ સ્થળ જરૂ૨ જોવું છે. એ પ્રખ્યાત ચલચિત્ર અમે જોયું હતું અને અમને તે બહુ જ ગમ્યું હતું.' ડ્રાઇવરની સાથે બધું ઠરાવી અમે બીજે દિવસે સવારે કવાઈ નદીના કિનારે જવા નીકળ્યા. ઈ. સ. ૧૯૫૫થી ૧૯૬૦ના ગાળામાં The Bridge on the River Kwai નામનું ચચિત્ર મુંબઈમાં આવ્યું હતું. એની પટકથા, એનાં પાત્રો, એ પાત્રોનો પ્રભાવશાળી અભિનય, પ્રકૃતિનાં મનોહર દૃશ્યો, રોમાંચ ખડા કરે એવી તંગદિલીભરી ઘટનાઓ, સરસ ફોટોગ્રાફી એ બધાંને લીધે પંકાયેલું અને પારિતોષિકો મેળવનારું એ ચલચિત્ર બહુ ચાલ્યું હતું. એમાં બીજા વિશ્વયુદ્ધની એક ઘટના સરસ રીતે બતાવાઈ હતી. આમ પણ યુદ્ધસ્ય ચા રમ્યા એમ કહેવાય છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને જાપાનનો પરાજય થયા પછી જે અનેક ચલચિત્રો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે વિજેતા દેશોએ બનાવ્યાં એમાં પરાજિત દેશોને અત્યંત ખરાબ ચીતરવાનો ઇરાદાપૂર્વકનો પ્રચારાત્મક હેતુ જોઈ શકાતો હતો, પરંતુ ડૅવિડ લિયનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને એલેક ગિનનેસની મુખ્ય ભૂમિકાવાળા આ ચલચિત્રમાં જાપાનને બદનામ કરવાનો જરા પણ આશય જણાતો નહોતો. એમાં તટસ્થતાપૂર્વક, કલાની દૃષ્ટિએ વાસ્તવિકતાનું નિરૂપણ કરવાનો આશય હતો. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું યુરોપમાં, પરંતુ એના અંતની શરૂઆત એટમ બૉમ્બને લીધે એશિયામાં થઈ. જર્મનીએ બ્રિટનની સામે યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધ ઑસ્ટ્રેલિયાના કિનારા સુધી અને અમેરિકાના પર્લ હાર્બર સુધી પહોંચ્યું. પૃથ્વીના પાંચે ખંડ યુદ્ધગ્રસ્ત બની ગયા. જાપાને સિંગાપોર, મલાયા, થાઇલૅન્ડ અને બર્મા સુધીના દેશો પર આક્રમણ કરી એ કબજે કરી લીધા. જાપાનનાં યુદ્ધજહાજો બંગાળના ઉપસાગરમાં પહોંચી ગયાં. કલકત્તા ઉપર ભય તોળાવા લાગ્યો હતો. પૂર્વતૈયારીરૂપે મુંબઈમાં રાતને વખતે અંધારપટ (Black out) છવાઈ ગયો હતો. યુદ્ધમાં નીતિનિયમો ખાસ હોય નહિ. યુદ્ધ એટલે નરી નિર્દયતા. દુશ્મન પ્રત્યે દયા બતાવે એ યુદ્ધમાં વિજેતા ન થઈ શકે. જર્મની અને ૨૦ * પ્રવાસ-દર્શન Page #55 -------------------------------------------------------------------------- ________________ જાપાને યુદ્ધમાં ઘણા ભયંકર અત્યાચારો કર્યા હતા. જાપાને કરેલા અત્યાચારોમાંનો એક તે પોતાની આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓ અને વેઠ- મજૂરો પાસે સિયામથી બર્મા-મ્યાનમાર (બ્રહ્મદેશ) સુધીની બંધાવેલી રેલવેલાઈનનો હતો, જેમાં ઓછું ખાવાનું તથા સખત મજૂરી અને મારને કારણે રેલવે પૂરી બંધાતા સુધીમાં બે લાખથી વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. આ રેલવે-લાઈનમાં મહત્ત્વનું એક અઘરું કાર્ય તે વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું હતું. - બેંગકોક છોડી અમારી ટૅક્સી થાઇલેન્ડની વાયવ્ય દિશામાં કાંચનાબુર (કાંચનપુર) તરફ જવા ઊપડી. જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ ડાંગરનાં ખેતરો ઓછો થતાં ગયાં અને જંગલની ગીચ હરિયાળી . ઝાડી વધતી ગઈ. વચ્ચે નાનાં નાનાં છૂટાંછવાયાં ગામડાં આવતાં ગયાં. ભારતમાં ગોવા કે કેરળના ગ્રામવિસ્તારોમાંથી પસાર થતાં જેવાં દૃશ્યો જોવા મળે તેવાં દૃશ્યો અહીં જોવા મળ્યાં. ક્યાંક હાથીઓ પણ દેખાયા. બ્રહ્મદેશની સરહદ તરફ જતા આ રસ્તા પર આવેલાં ગામડાંઓના લોકોને જોઈએ તો તેઓ દેખાવે બર્મી જેવા જ લાગે. આ બાજુ ઉત્તરે “મોન” નામની જાતિના લોકો વસે છે. તેઓની ભાષા બર્મી અને સિયામીની મિશ્ર જેવી લાગે. કવાઈ નદી સુધીનો રસ્તો ચારેક કલાકનો હતો. અમે બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં છાપાંઓમાં આવતા અહેવાલોને અને The Bridge on the River kwai ચલચિત્રનાં દૃશ્યોને સ્મૃતિપટ પર તાજાં કરવા લાગ્યા યાદ રહી જાય એવું સરસ એ ચલચિત્ર હતું. એમાં બતાવ્યા પ્રમાણે જાપાને સિયાંમમાં હજારો સૈનિકોને કેદ કર્યા છે. ઠેર ઠેર યુદ્ધકેદીઓની છાવણીઓ સ્થપાઈ ગઈ છે. યુદ્ધ કેદીઓને ખવડાવવાની જવાબદારી વિજયી સેનાધિપતિની હોય છે. બીજી બાજુ તે સૈનિકો પાસે સખત મજૂરી પણ કરાવી શકે છે. સિયામ પર કબજો જમાવ્યા પછી જાપાન બ્રહ્મદેશ તરફ આગેકૂચ કરવા ઇચ્છે છે, પરંતુ એ જંગલનો વિસ્તાર છે. એમાં કૂચ કરીને જવાનું સૈનિકો માટે સરળ નથી. જો રેલવેલાઈન નખાય તો હજારો સૈનિકો પાંચછ કલાકમાં ત્યાં પહોંચી જઈ શકે. આ પ્રદેશની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે જાપાની સેનાધિપતિ કર્નલ સાઈતોને ઉપરી સત્તાવાળાઓ તરફથી હુકમ થાય છે કે “બર્મા તરફ આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓને મજૂરો તરીકે તરત કામે લગાડી દો અને બેંગકોકથી રંગૂન સુધીની આશરે પાંચસો કિલોમીટરની રેલવેલાઈન નિર્ધારિત સમયમાં પૂરી કરી દો.” લશ્કરી કવાઈ નદીના કિનારે એક ૨૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ હુકમ એટલે લશ્કરી હુકમ. એમાં એક દિવસનું મોડું પણ ન ચાલે. એમાં કોઈ બહાનાં કાઢી ન શકાય. કર્નલ સાઈતોને હુકમ મળતાં જ યુદ્ધકેદીઓને અને વેઠ-મજૂરોને કામે લગાડી દીધા. રેલવેલાઇન તૈયાર કરવાનું કામ યુદ્ધના ધોરણે' ચાલવા લાગ્યું. એમાં કપરું કાર્ય હતું વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું. યુદ્ધકેદીઓમાં મુખ્યત્વે સિયામી હતા, તદુપરાંત અંગ્રેજો પોતાની સાથે લઈ ગયેલા બર્મી અને ભારતીય સૈનિકો પણ હતા. કેટલાક અંગ્રેજ યુદ્ધકેદીઓ પણ હતા. આ બધા યુદ્ધકેદીઓના અધિપતિ હતા એક બ્રિટિશ કર્નલ નિકોલસન. બધા યુદ્ધ કેદીઓ કામે લાગી ગયા, પરંતુ કર્નલ નિકોલસને કર્નલ સાઈતોને કહ્યું, “હું કર્નલ છું. સેનાધિપતિ છું. જીનિવાકરાર પ્રમાણે હું દેખરેખ રાખીશ, પણ શારીરિક મજૂરી નહિ કરું.” સાઇતોએ કહ્યું, “જીનિવાકરાર રહ્યા તમારે ઘરે. અહીં તો તમે મારા યુદ્ધ કેદી છો અને મારા હુકમ પ્રમાણે કામ કરવું પડશે. તમારે શારીરિક મજૂરી નથી કરવી ? તો ઊભા રહો ત્યાં તડકામાં પતરાની કૅબિનમાં આખો દિવસ.” ઠંડા પ્રદેશમાંથી આવતા ગોરી ચામડીવાળા બ્રિટિશ કર્નલને માટે મજૂરી કરતાં પણ તડકામાં ઊભા રહેવાની સજા વધુ ભારે હતી. તેઓ પરસેવે રેબઝેબ થવા લાગ્યા. વળી તેમને વિચાર આવ્યો કે પોતે જો વિદ્રોહ કરશે તો પોતાના ઘણા સૈનિકો વગર વાંકે વહેલા મોતને ભેટશે. સત્તા આગળ શાણપણ બહુ ચાલે નહિ. તેઓ ઢીલા પડ્યા. બીજી બાજુ સાઈતોને વિચાર આવ્યો કે યુદ્ધકેદીઓનો જો સહકાર નહિ મળે તો પોતે નિર્ધારિત સમયમાં રેલવેલાઈન અને ક્વાઈનો પુલ બાંધી નહિ શકે. જો એમ થશે તો પોતાને ઉપરી અધિપતિ આગળ મોઢું બતાવવા જેવું નહિ રહે. જાપાની રિવાજ પ્રમાણે પોતાને હારાકીરી' (આપઘાત) કરવાનો વખત આવશે. એટલે તેઓ પણ થોડા ઢીલા પડ્યા. આમ છેવટે સમાધાન થયું અને પુલ બાંધવાનું કામ બમણા જોરથી ચાલવા લાગ્યું. એથી નિર્ધારિત સમયે પુલ બંધાઈ ગયો અને એના પરથી ટ્રેન પસાર થઈ. બ્રિટિશ કર્નલનો છૂટો પડેલો એક સાથીદાર, નદીના પાણીમાં ઝંપલાવી, ઘસડાઈને બર્મા બાજુના કોઈક ગામે પહોંચી ગયો હતો. ત્યાં તેણે ગેરીલા યુદ્ધ કરીને બંધાતા પુલને વિસ્ફોટક પદાર્થ વડે ઉડાવી દેવાનું કાવતરું ગોઠવ્યું, પરંતુ તેણે આવીને જ્યારે જોયું કે બ્રિટિશ કર્નલ જાપાની કર્નલને સહકાર આપ્યો છે ત્યારે તેણે કાવતરું કરવાનું માંડી વાળ્યું. આમ એ ચલચિત્રની આછીપાતળી કથારેખાને યાદ કરતા અમે ૨૨ = પ્રવાસ-દર્શન Page #57 -------------------------------------------------------------------------- ________________ આગળ વધતા હતા. જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ બીજાં વૃક્ષો ઉપરાંત સીસમ અને વાંસનાં વૃક્ષો વધુ જોવા મળતાં ગયાં. સાંકડા રસ્તે (હવે રસ્તા મોટા થયા છે) વળાંકો લેતી અમારી ગાડી ચાલતી હતી. ક્યાંક રસ્તાની નજીક જ લોકોનાં ઝૂપડાં દેખાતાં હતાં. આ ઝૂંપડાંઓ ઇંટમાટીનાં નહિ પણ વાંસમાટીનાં બનાવેલાં હતાં. આ બાજુ વાંસ જાડા અને ખાસ્સા ઊંચા થાય છે. એને કાપી, સૂકવી, વાંસડા બનાવી એનો વિવિધ પ્રકારનો ઉપયોગ અહીંના લોકો કરે છે. લોકો વાંસના તરાપા પણ બનાવે છે. તરાપા હોડીની જેમ પાણીમાં ચાલે છે. હોડી કરતાં તરાપો બનાવવાનું સહેલું અને સસ્તું છે. લોકો એક ગામથી બીજા ગામે તરાપા પર બેસીને પણ જાય છે. કેટલાક લોકો નદીમાં માછલીના શિકાર માટે પણ એનો ઉપયોગ કરે છે. કેટલાક શોખીનો તરાપા પર ઘર જેવું બનાવી નદીના પાણી પર રહે છે. આ તરાપાગૃહોની જીવનશૈલી જુદા જ પ્રકારની છે. ચારેક કલાકનો રસ્તો કાપ્યા પછી કવાઈ નદીનાં અમને દર્શન થયાં. અહો, આ નાનકડી નદીનું પણ કેવું સદ્ભાગ્ય કે તે વિશ્વવિખ્યાત બની ગઈ. નદી શાંતપણે વહેતી હતી. એનું પાણી નિર્મળ નહિ પણ માટીવાળું ડહોળું હતું. થોડી મિનિટોમાં અમે કવાઈ નદી પર બાંધવામાં આવેલા રેલવેના પુલ પાસે આવી પહોંચ્યા. જે સ્થળ ચલચિત્રમાં જોયું હતું તે સાક્ષાત્ જોવા મળતાં અમે રોમાંચ અનુભવ્યો. ટૅક્સીમાંથી ઊતરી અમે પુલ પાસે ગયા. લગભગ સાત હજાર યુદ્ધકેદીઓનો ભોગ લેનાર આ લોહિયાળ પુલ હતો. સ્થાનિક લોકો આ રેલવેને “મોતની રેલવે” તરીકે ઓળખે છે. બર્મા બાજુની રેલવેલાઈન અંગ્રેજોએ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી ઉખેડી નાખી હતી. સિયામમાં એ બંધ પડી રહી છે. કોઈ ત્યક્તા નારીના હણાયેલા તેજ જેવી એ લાગતી હતી. એક બાજુ એન્જિન અને ત્રણ ડબ્બા પડ્યાં હતાં. યુદ્ધના સ્મારક તરીકે એને સાચવવામાં આવ્યાં હતાં. પાસે એક ગામઠી નાની રેસ્ટોરાં હતી. એ સિવાય અહીં કોઈ વસ્તી નહોતી. આ નીરવ વિરાન પ્રદેશમાં, નીચે ધરતી અને ઉપર આકાશની વચ્ચે ઊભેલા અમે અમારા અવાજથી જાણે વાતાવરણમાં હસ્તક્ષેપ કરતા હોઈએ એમ લાગતું હતું. પ્રાકૃતિક વાતાવરણમાં માનવસર્જિત આકૃતિ તે ક્ષિતિજ સુધી લંબાયેલા દેખાતા રેલવેના પાટા હતા. થોડા અંતર પછી બ્રહ્મદેશની સરહદ શરૂ થતી હતી. જૂના વખતમાં બ્રહ્મદેશની ગણના હિંદુસ્તાનના એક ભાગ તરીકે જ થતી હતી. અંગ્રેજોએ બ્રહ્મદેશ અને શ્રીલંકાનાં જુદાં રાષ્ટ્રોની રચના કવાઈ નદીના કિનારે * ૨૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ કરી હતી. વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ હજારો ભારતીય સૈનિકોને બ્રહ્મદેશના રક્ષણ માટે મોકલ્યા હતા. અમે પુલ ઉપર, રેલવેના પાટા ઉપર સાચવીને ચાલતાં ચાલતાં નદીના સામા કિનારા સુધી જઈ આવ્યા. પાછા ફરતાં પુલ પર અધવચ્ચે એક જગ્યાએ બેઠા. અહીં ક્યાં કોઈ ટ્રેન આવવાની ચિંતા હતી ? શાંતિથી બેઠાં બેઠાં અમે આસપાસનાં દૃશ્યો નિહાળ્યા કર્યાં. શહીદ થયેલા યુદ્ધકેદીઓને મનમાં ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી. થોડી વાર પછી મેં ડ્રાઇવર-ગાઇડને કહ્યું, ‘આ પુલ આમ તો કેટલો નાનો અને નીચો દેખાય છે ! ચલચિત્રમાં તો પુલ કેટલો મોટો અને ઊંચો દેખાય છે !' એક મિત્રે કહ્યું, ‘એ ફોટોગ્રાફીની કરામત છે. કૅમેરાની શક્તિ ગજબની હોય છે.' બીજા મિત્રે કહ્યું, ‘એ કરામત નહિ, પણ કલા કહેવાય. ચિત્રકાર જેમ પોતાને બતાવવું હોય એ જ દૃષ્ટિકોણથી ચિત્ર દોરે, તેમ ચલચિત્રકાર પણ પોતાના દૃષ્ટિકોણથી દૃશ્ય બતાવે. વાસ્તવિકતાને સરસ ઓપ આપવાની શક્તિ લામાં હોય છે. કલાકાર પોતાને જે બતાવવું હોય તે બતાવે અને જે છુપાવવું હોય તે છુપાવે. એટલું જ નહિ, હોય તેના કરતાં તેને જુદું બતાવે. ફોટોગ્રાફી દ્વારા, જુદા જુદા લેન્સ દ્વારા ચલચિત્રમાં તો એવું કરવાનો ઘણો અવકાશ રહે છે. નીચે નદીમાં પાણી હતું, પણ તે બેય કાંઠા સુધીનું નહોતું. મેં ગાઇડને પૂછ્યું, ‘નદીમાં કાયમ આટલું ઓછું પાણી રહે છે ?' ‘વરસાદ પડે ત્યારે વધે અથવા ઉપરવાસમાં પૂર આવે ત્યારે વધે અને તે પણ થોડા દિવસ માટે. પછી તો આટલું જ પાણી રહે છે.' ‘ચલચિત્રમાં તો કેટલું બધું પાણી બતાવાયું છે ! પુલ ઉપરથી માણસ ભૂસકો મારે છે. એટલે એટલું ઊંડું પાણી એમાં છે.' ‘એમાં પણ ફોટોગ્રાફીની કરામત હોઈ શકે. સારું ચલચિત્ર બનાવવા સારુ પાણી બતાવવું પડે.' એક મિત્રે કહ્યું. એટલામાં પુલ નીચેથી એક હોડી પાણીમાં પસાર થતી હતી. ગાઇડે પૂછ્યું, ‘તમારે હોડીમાં ફરવું છે ?’ ‘હાસ્તો ! આટલે સુધી આવ્યા છીએ તો, નદીમાં સહેલગાહ કર્યા વગર કેમ જઈએ ?' અમે કહ્યું. અમે પુલ પરથી પાછા કિનારે આવી, નીચે ઊતરી નદીના પટમાં ૨૪ * પ્રવાસ-દર્શન Page #59 -------------------------------------------------------------------------- ________________ ગયા. હોડીવાળા સાથે કલાકનું ઠરાવીને બેઠા. હલેસાં અને વાંસડા વડે હાંડી સરકવા લાગી. પાણી ખાસ ઊંડું નહોતું. ખાખી રંગનું ડહોળું પાણી પણ ચિત્તને પ્રસન્નતા આપવાની ક્ષમતા ધરાવતું હતું. બંને કાંઠાની નૈસર્ગિક રમણીયતા હૃદયને ઉલ્લસિત કરી દે તેવી હતી. કાંઠે વસેલાં કોઈ કોઈ નાનાં ગામડાંઓમાં થોડી અવરજવર દેખાતી હતી. માણસો ક્યાં ક્યાં વસે છે અને ત્યાં ને ત્યાં જ પોતાનું જીવન પૂરું કરે છે એનો ખયાલ આવા પ્રદેશોમાં ન આવેલા શહેરીજનોને ક્યાંથી આવે ? જલવિહાર કરી અમે પાછા ફર્યા. ગામઠી રેસ્ટોરાંમાં અલ્પાહાર લઈ અમે કવાઈ નદીના પુલની વિદાય લીધી. એણે અમારા ચિત્તમાં વિષાદની લાગણી પ્રસરાવી દીધી હતી. આમ તો પુલ બાંધવામાં એક પણ માણસ શા માટે મરવો જોઈએ ? કોઈ અકસ્માત થાય તો તે જુદી વાત છે, પણ આ પુલ તો અડધા ભૂખ્યા યુદ્ધકેદીઓ પાસે મા૨ીમા૨ીને પરાણે બંધાવેલો છે. જેઓ મરતા જાય તેઓને પાસેની ખુલ્લી જગ્યામાં દફનાવાતા જાય. કેટલા યુદ્ધકેદીઓ મર્યા હશે ? આમ તો યુદ્ધના આંકડા અતિશયોક્તિ ભરેલા પણ હોય છે એટલે બાર-પંદર હજાર યુદ્ધકેદીઓના કહેવાતા આંકડામાંથી ઓછા કરવા હોય તેટલા ઓછા કરીએ તોપણ ધારેલો આંકડો નરી નિર્દયતાનો જ ઘોતક બની રહે છે. પાછા ફરતાં અમે યુદ્ધકેદીઓનું કબ્રસ્તાન જોવા ગાડી થંભાવી. સામાન્ય કબ્રસ્તાનની મુદ્રા એક પ્રકારની હોય છે અને સામૂહિક દફનવિધિ થઈ હોય એવા, વિશેષત: સૈનિકોના કબ્રસ્તાનની જુદી હોય છે. લંબચોરસ અને ઉપર સૈનિકનું નામ કોતરેલી શિલાઓની નજીક નજીક સરખા અંતરે હાર જોતાં એક વિશિષ્ટ ભૌમિતિક આકૃતિ લાગે. આડી અને ઊભી સરખી હાર જોતાં જ લાગે કે આ ખાસ બનાવેલું કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાન તો યુદ્ધસ્મારક War Memorial - છે. શિલાઓ વચ્ચે ઊગેલાં પુષ્પો તથા લીલાછમ ઘાસને લીધે સમગ્ર દશ્યની જુદી જ છાપ પડતી હતી. યુદ્ધમાં જાપાનનો પરાજય થયો એટલે અહીં પોઢેલા આત્માઓની કુરબાની નિરર્થક નથી ગઈ એમ લાગે. એમને અમે મનોમન વંદન કર્યાં. કેટલેક સ્થળે કબ્રસ્તાનોમાં બને છે તેમ અહીં પણ બનેલું જોયું. વચ્ચેથી એક કેડી પસાર થતી હતી. કબ્રસ્તાનના એક દરવાજેથી દાખલ થઈ શાળામાંથી છૂટેલાં નાનાં બાળકો બીજે દરવાજે નીકળતાં હતાં. ટૂંકો રસ્તો શોધી કાઢવો એ તો મનુષ્યનો સ્વભાવ છે. એ માટે રોજેરોજ સ્મશાન કે કબ્રસ્તાનમાં જતાં પણ માણસ અચકાતો નથી. કેટલાક માણસોને બીક લાગે છે, પરંતુ વસ્તી જ્યારે સ્મશાન કે કબ્રસ્તાનની નજીક આવતી જાય Page #60 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે એની ભયાનકતા ઓછી થઈ જાય છે. રોજેરોજ એમાંથી જવાઆવવાને લીધે માણસની સંવેદનશીલતા પણ ઓછી થઈ જાય છે. પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓનો ગણવેશ હતો - સફેદ શર્ટ અને ઘેરા વાદળી રંગની અડધી ચડ્ડી. એ જોતાં જ મને થયું કે અરે, આ તો મારો પણ નાનપણમાં ગણવેશ હતો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સફેદ શર્ટ સાથે ખાખી રંગની કે ઘેરા વાદળી રંગની અડધી ચડ્ડી શાળાના વિદ્યાર્થીઓએ પહેરવાની રહેતી. આ ભૂલકાંઓને જોઈને હું જાણે મારા બાલ્યકાળનાં સંસ્મરણોમાં સરી પડ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં રાતને વખતે અંધારપટ (Black Out) છવાઈ જતો. સાયરન વાગે ત્યારે શું કરવું એનો લોકોને મહાવરો કરાવાતો. ૧૪મી એપ્રિલ ૧૯૪૪ના રોજ ગોદીમાં જહાજમાં વિસ્ફોટક દ્રવ્યોને લીધે ભયંકર ધડાકો થયેલો અને જાણે જાપાનીઓ આવી પહોંચ્યા છે એવો ભય પ્રસરેલો. ઘડીભર ભૂતાવળના એ વિચારોમાં હું વિલીન થઈ ગયો હતો. કબ્રસ્તાન જોઈ અમે ગાડીમાં બેઠા. હવે સીધા બેંગકોક પહોંચવાનું હતું. ડ્રાઇવરે કહ્યું, “જોયોને કવાઈ નદીનો વિખ્યાત પુલ ! “હા, ખરેખર એક ઐતિહાસિક સ્થળ જોવા મળ્યું.' “અમારા લોકોને તો આ પુલ વિશે બધી ખબર છે, પણ ચલચિત્ર ઊતર્યા પછી તો એ દુનિયામાં મશહૂર બની ગયો છે.” “અરે, અમે તો અગાઉ આ નદીનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહોતું. ચલચિત્રે એને આખી દુનિયામાં જાણીતું કરી દીધું.” એક મિત્રે કહ્યું. મેં મારી અધ્યાપકીય શૈલીથી કહ્યું, “કલાની એ જ તો મહત્તા છે. કલાકાર પોતાની કલ્પનાથી અને આગવી કલાદષ્ટિથી વાસ્તવિકતાને એવી નવીનતા અર્પે છે કે જે ભાવકને આનંદની અનુભૂતિ કરાવે છે. ક્યારેક તો એ વાસ્તવિકતાને કલ્પનાથી એવી રીતે ઢાંકી દે છે કે વાત ન પૂછો.' તમારી વાત સાચી છે.” ડ્રાઇવરે કહ્યું અને ઉમેર્યું, ‘એક વાતનો ખુલાસો કરું. આખી દુનિયામાં અનેક લોકોએ ચલચિત્રમાં કવાઈ નદી અને એનો પુલ જોયાં, પરંતુ વાસ્તવિક રીતે શું બન્યું તે ખબર છે ? ના.' સિયામની આ ઐતિહાસિક ઘટના પરથી પિથેરી બોઉલે નામના કથાકારે મૌલિક કથા તો લખી, પરંતુ એમાં એણે પોતાની કલ્પનાના રંગો પૂર્યા. સાતોઈ અને નિકોલસનનાં નામો પણ કાલ્પનિક છે અને તેમની વચ્ચે બનેલી ઘટના પણ કાલ્પનિક છે.” પણ એવું તો કાલ્પનિક કથામાં હોવાનું જ.” ૨૯ * પ્રવાસ-દર્શન Page #61 -------------------------------------------------------------------------- ________________ “એ સાચું, પણ કથા લખનારે લખતી વખતે કવાઈ નદીનો પુલ જોયો હશે કે કેમ તે વિશે પણ મને શંકા છે, કારણ કે એના ઉપરથી ચલચિત્ર ઉતારનારા અહીં આવ્યા ત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા. કથાકારે વર્ણવેલાં જે કેટલાંક દૃશ્યો બતાવવાં છે એ માટે તો આ નદી અને આ પુલ બંને નાનાં પડે એમ છે. હવે કરવું શું ? પરંતુ કલાકાર એનું નામ કે જે આમાંથી કલાત્મક રસ્તો શોધી કાઢે.” એટલે તેઓએ શું કર્યું ?' તેઓને જ્યારે લાગ્યું કે આ પુલ કામમાં આવે એવો નથી, વળી નવો પુલ બંધાતો બતાવવો છે, તો તે પણ અહીં શક્ય નથી એટલે આવા વાતાવરણવાળો બીજો પુલ શોધી કાઢવો જોઈએ. કવાઈ નદીના પુલ પર કંઈ છાપ મારી છે ? એવી જગ્યા શોધતાં શોધતાં શ્રીલંકામાં એ મળી આવી. એટલે જંગલ વગેરેનાં કેટલાંક દૃશ્યો અહીંનાં લીધાં અને નદી, પુલ, ટ્રેન વગેરેનાં દશ્યો શ્રીલંકામાં જઈને લીધાં. એ બંનેનું સંયોજન કરીને ચલચિત્ર બનાવ્યું.” “ખરેખર ? આ તો ન માન્યામાં આવે એવી વાત છે.” પણ એ તદ્દન સાચી વાત છે. “The Bridge on the River Kwai' ચલચિત્રમાં બતાવાતી નદી તે કવાઈ નદી નથી અને જે પુલ બતાવાય છે તે પુલ પણ કવાઈ નદી પરનો નથી. કવાઈ નદીના પુલ ઉપર ચાલતાં તમને જે શંકા થઈ હતી કે પુલ ચલચિત્રમાં દેખાય છે એટલો ઊંચો અને મોટો નથી તથા નદીમાં પાણી બહુ નથી તે શંકા સાચી હતી.” સાચે જ મહાન કલાકારો કલ્પનાને એવું વાસ્તવિકતાનું સ્વરૂપ આપી શકે છે કે તે પ્રતીતિકર લાગ્યા વગર રહે નહિ” મેં કહ્યું. ડ્રાઇવરે કહ્યું, “સાચો ઐતિહાસિક પુલ અને કાલ્પનિક ચલચિત્ર એ બંને જેમણે જોયાં હોય તેમને જ આ વાત તરત સમજાય એવી છે. અમને લોકોને તો એની ખબર છે જ, પરંતુ પ્રવાસીઓ આગળ પહેલેથી અમે આ સ્પષ્ટતા કરતા નથી.” અમારી ટૅક્સી બેંગકોક પાસે આવી ત્યારે અંધારું થવા લાગ્યું હતું. (થાઈ સરકારે આ રેલવે પુલના સ્થળને હવે પર્યટન-કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે અને ત્યાં ધ્વનિ- પ્રકાશના કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે.] (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) કવાઈ નદીના કિનારે * ૨૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ બોરો બુદુર (ઈન્ડોનેશિયા) અન્નવસ્ત્રાદિની લાલચ દેખાડ્યા વિના કે શસ્ત્રોનો ભય બતાવ્યા વિના, અહિંસા, પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને ધર્મનો પ્રચાર કરવામાં બૌદ્ધ ધર્મ દુનિયામાં મોખરે રહ્યો છે. એક કાળે ચીન, જાપાન અને કોરિયા સહિત સમગ્ર એશિયામાં બૌદ્ધ ધર્મ પ્રસરી ગયો હતો. એમાં રાજ્યાશ્રયે પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. નાનાંમોટાં બૌદ્ધ મંદિરો તો દુનિયામાં સેંકડો છે, પરંતુ ઉત્તેગ, વિશાળ, સ્થાપત્યકળામાં અનન્ય ભાત પાડનારાં પ્રાચીન બૌદ્ધ મંદિરોમાં, ચીનજાપાનનાં મંદિરો ઉપરાંત બ્રહ્મદેશનું સ્વડેગોન પેગોડા, કંબોડિયાનું અંગરકોરવાટ અને ઇન્ડોનેશિયાજાવાનું બોરોબુદુર મશહૂર છે. બોરોબદુરનાં દર્શન કરવાની ઇચ્છા તો ઘણા વખતથી હતી પણ તેવો કોઈ સુયોગ સાંપડતો નહોતો. એક વખત બાલીમાં અમે હતા ત્યારે અચાનક એવો અવસર પ્રાપ્ત થયો. બાલીથી જકાર્તા જતાં વચ્ચે જગ્યાકાર્તા ઊતરવાનું અમે નક્કી કર્યું કે જેથી ત્યાંથી બોરોબુદુર જઈ શકાય. બોરોબુદુર ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં જગ્યાકાર્તા શહેરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે. ઇન્ડોનેશિયાની ભાષા ઉપર સંસ્કૃત ભાષાનો પ્રભાવ ઘણો રહ્યો છે. કર્તા એટલે સ્થળ અથવા નગરી. જયકર્તા એટલે વિજયનું સ્થળ - A place of Victory. જયકર્તાનું કાળક્રમે જકાર્તાજાકાર્તા (ઇન્ડોનેશિયાનું પાટનગર) થઈ ગયું. જગ્યાકાર્તામાં જગ્યા એટલે ૨૮ % પ્રવાસ-દર્શન Page #63 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યા, જ્યાં યુદ્ધ ન થાય તે. કર્તા એટલે નગરી. જોગ્યાકાર્તા એટલે શાન્તિની નગરી. અમે જોગ્યાકાર્તા પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા અમારા ગાઇડમિત્ર હાજર હતા. એમનું નામ ઇગ્નેશિયસ. તેઓ સુશિક્ષિત અને સંસ્કારી હતા. જાતે ખ્રિસ્તી હતા, પણ હિંદુ, બૌદ્ધ અને ઇસ્લામ ધર્મની પણ સારી જાણકારી ધરાવતા હતા. એમની સાથે અમે ગાડીમાં બોરોબુદુર પહોંચ્યા. ચિત્રમાં જોયેલા મંદિરનાં દૂરથી સાક્ષાત્ દર્શન કરતાં એક વિશિષ્ટ અનુભવ થયો. અમે ધન્યતા અનુભવી. મંદિરનાં દર્શન તો થયાં, પણ મારાથી ઉપર ચડાશે કે કેમ તે વિશે દહેશત હતી, કારણ કે આગલે દિવસે જ મને કમરમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. જેવા અમે ગાડીમાંથી ઊતર્યા કે ઘણાં બધાં ફેરિયા-ફેરિયણ અમને વીંટળાઈ વળ્યાં, પોતપોતાની વસ્તુઓ વેચવા માટે. ચિત્રો, ફોટાઓ, પુસ્તિકાઓ, બોરોબુદુરના નામવાળાં ટી-શર્ટ, સ્કાર્ફ, યાદગીરી માટેની ચીજવસ્તુઓ વગેરે ખરીદવા માટે તેઓ આગ્રહ કરવા લાગ્યાં. કોઈકને એમાં ત્રાસ લાગે અને કોઈકને ભાવતાલ કરવાની મઝા આવે. ફેરિયાઓ પહેલાં ચારપાંચ ગણો ભાવ કહે અને પછી પાછળ પાછળ ચાલે અને ભાવ ઘટાડતા જાય. કોઈ પણ વસ્તુમાં રસ બતાવો અથવા એના ભાવ પૂછો એટલે તે ફેરિયો કેડો ન મૂકે. અમારા એક મિત્રે શર્ટના અમસ્તાં ભાવ પૂછ્યા. એટલે એ ફેરિયણ બાઈ ફલાઁગ સુધી, ઠેઠ મંદિરનાં પગથિયાં સુધી પાછળ પાછળ સતત ભાવ બોલતી-ઘટાડતી આવી અને છેવટે નિરાશ થઈ. ઇગ્નેશિયસ સાથે માસ મિત્રો પગથિયાં ચડવા લાગ્યા. મેં કહ્યું, ‘તમે જાઓ; મને કમરમાં દર્દ છે એટલે મારાથી અવાશે તો આવીશ.' પછી મનમાં શાન્ત ચિત્તે પ્રાર્થના કરી અને ધીમે ધીમે એક એક પગથિયું ચડવા લાગ્યો. દસ-બાર પગથિયાં ચડતાં તો કમરનો દુખાવો જાણે કિટ્ટા કરીને મોઢું ફેરવી ગયો હોય એવું લાગ્યું. પછી તો મિત્રોની સાથે હું થઈ ગયો એથી તેઓને પણ આનંદ થયો. અમે મંદિરના પ્રથમ પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા. મંદિર વિશે ઇગ્નેશિયસે સારી માહિતી આપી. બોરોબુદુરનું આ મંદિર ઈસવીસનના સાતમા-આઠમા સૈકામાં બંધાયેલું છે. ઈ.સ. ૭૩૨ના શિલાલેખમાં શૈલેન્દ્ર વંશના બૌદ્ધ ધર્મી રાજાઓની નામાવલિ છે. આશરે સવાસો ફૂટ ઊંચા, પચાસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલા બોરોબુદુ૨ * ૨૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ આ મંદિરની આકૃતિ લંબચોરસ પ્રકારની છે. એના ચારે ખૂણા બરાબર ચારે દિશામાં છે. ચારેબાજુ વચ્ચે પ્રવેશદ્વારમાં દ્વારપાલ તરીકે સિંહનાં મોટાં પૂતળાં છે. ચારે દરવાજે ચડવા-ઊતરવા માટે ઠેઠ સુધી પહોળાં પગથિયાં છે. આ વિસ્તારમાં જ્વાળામુખી પર્વતો હોવાથી મંદિરના બાંધકામમાં જ્વાળામુખીનો જ ભૂખરો પથ્થર વપરાયો છે. મંદિરમાં લંબચોરસ ઘડેલા એવા વીસ લાખ પથ્થરોનો ઉપયોગ થયો છે એ ઉપરથી એની રચનાની વિશાળતા અને નક્કરતાનો ખ્યાલ આવે છે. બારસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મનું અતિવિશાળ ભવ્ય મંદિર અહીં થયું એ ઉપરથી એ કાળે બૌદ્ધ ધર્મનો કેટલો બધો પ્રભાવ અને પ્રચાર આ પ્રદેશમાં હશે તેનું અનુમાન થઈ શકે છે. બોરોબુદુર શબ્દ “બિહાર' (વિહાર) અને “બેહુદુર' એ બે શબ્દનો બનેલો મનાય છે. “વિહાર' એટલે મંદિર અથવા મઠ અને બેહુદુર' એટલે ડુંગર પરની સપાટ જગ્યા. બોરોબુદુર એટલે ડુંગર પરનું ધાર્મિક સ્થળ. અહીં એક શિખાલેખમાં એ માટે “ભૂમિસંભાર' શબ્દ પ્રયોજાયો છે. બોરોબુદુર મંદિર હોવા છતાં તે પ્રણાલિકાગત મંદિર નથી; વસ્તુતઃ તે સ્તૂપ છે. સ્તૂપના પ્રકારની તે એક ભવ્ય રચના છે. મંદિરોમાં ભક્તિપ્રાર્થનાદિ માટે વિશાળ ખંડ કે રંગમંચ હોય છે તેવું બોરીબંદુરમાં નથી. અહીં ક્યાંય માથે છત નથી. આવી વિરાટકાય ઇમારત છે છતાં એકસાથે સો-બસો માણસ પલાંઠી વાળીને બેસી શકે એવી સમચોરસ કે લંબચોરસ કોઈ જગ્યા નથી. બોરોબુદુરના આ સૂપની રચના “મંડલના આધારે કરવામાં આવી છે. બૌદ્ધ દર્શનવિદ્યાને મંડલ દ્વારા આકૃતિના સ્વરૂપે દર્શાવાય છે. આ તૂપના પાયાની આકૃતિમાં પણ તાંત્રિક રહસ્ય રહેલું છે. * કેટલાંક પગથિયાં ચડી અમે ઉપર ગયા તો પ્રદક્ષિણાપથ કે ભમતી જેવી રચના આવી. ઇગ્નેશિયસે સમજાવ્યું કે આ પ્રદક્ષિણાપથમાં પણ વ્યવસ્થાક્રમ રહેલો છે. આવી ખુલ્લી પહોળી ચાર ભમતીની દીવાલોમાં અંદરની બાજુ આપણે જોઈ શકીએ એવું ભારોભાર શિલ્પકામ થયેલું છે. એમાં બૌદ્ધ ધર્મગ્રંથો “લલિત વિસ્તરા', “જાતક' વગેરેમાંથી વિવિધ કથાપ્રસંગે કોતરવામાં આવ્યા છે. તદુપરાંત બોધિસત્ત્વના જીવનપ્રસંગો, ભગવાન બુદ્ધની વિવિધ મુદ્રાઓ વગેરે ઘણુંબધું એમાં બતાવવામાં આવ્યું છે. અહીં ચાર માળની ચાર પ્રદક્ષિણાપથની દીવાલોમાં આશરે દોઢ હજાર જેટલી પેનલ છે અને દરેકનો વિષય જુદો છે. પ્રથમ પ્રદક્ષિણાપથમાં “કામધાતુ' ૩૦ % પ્રવાસ-દર્શન Page #65 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાનું, બીજામાં “રૂપધાતુ' અવસ્થાનું અને ત્રીજા- ચોથામાં “અરૂપધાતુ' અવસ્થાનું નિરૂપણ થયેલું છે. રસ હોય, જાણકારી હોય અને સમયની નિરાંત હોય તો અભુત આનંદાનુભવ કરાવનારી એમાં સામગ્રી છે. અમે પહેલા માળ કે ગઢની “કામધાતુ' નામની ભમતીમાં ફરીને બીજા માળે ગયા, સ્થૂલ ભૌતિક કામભોગના જીવનમાંથી સૂક્ષ્મ આધ્યાત્મિક જીવન એટલે કે, “અરૂપધાત” સુધી જવાનું લક્ષ્ય હોવું જોઈએ. ચાર મંડલરૂપ ચાર ભમતી પૂરી કરી અને ઉપર પહોંચ્યા. ત્યાંનું તો દૃશ્ય જ કંઈક અનેરું છે. આટલું ચડતાં થાક નથી લાગતો અને લાગ્યો હોય તો એને હરનારી હવા આવી પહોંચે છે. ચારેબાજુ ખુલ્લા આકાશમાં રહેલું વાયુમંડળ ચિત્તને પ્રસન્નતાથી છલકાવી દે છે. અહીં સ્તૂપોના પ્રદેશમાં આપણે પ્રવેશીએ છીએ. અહીંની રચના હવે લંબચોરસ નહિ પણ લંબવર્તુળના પ્રકારની છે. એક પછી એક એવી ચડતા ક્રમે ત્રણ હારમાં બોતેર મોટા સ્તૂપ છે. આ બોતેર સૂપ સમયની ઘટમાળના પ્રતીકરૂપ છે એમ મનાય છે. અન્યત્ર જોવા મળે તેના કરતાં આ સ્તૂપોની લાક્ષણિકતા અનોખી છે. અહીં બૌદ્ધ ધર્મની શાખાસમન્વયની ભાવનાની અભિવ્યક્તિ થયેલી છે. બૌદ્ધ ધર્મની મુખ્ય બે શાખા છે : હીનયાન અને મહાયાન. હીનયાન શાખા ભગવાનની મૂર્તિ બનાવવામાં નથી માનતી. તે સૂપમાં માને છે. મહાયાન મૂર્તિમાં માને છે. અહીં સ્તૂપો છે અને પ્રત્યેક સ્તૂપની અંદર મૂર્તિ પણ છે. આ એની સમન્વયની વિશિષ્ટતા છે. સ્તૂપની અંદર મૂર્તિ હોય તો એનાં દર્શન કેવી રીતે થાય ? એ માટે સ્તૂપની દીવાલોને જાળી જેવી કરવામાં આવી છે. એમાં ચોંકટના આકારનાં મોટાં કાણાં છે. નજીક જઈને એમાંથી જોઈએ તો અંદર ધ્યાન બુદ્ધનાં દર્શન થાય. આ ચૉકટ કાણાં (ક્યાંક ચોરસ કાણાં પણ છે) પણ કલાત્મક રીતે કરવામાં આવ્યાં છે. ચાર ચાર ચૉકટનાં લહેરિયાં છે. નીચે કમળની પાંદડીઓવાળા આ સ્તૂપોની વર્તુળાકાર ગોઠવણીમાં કોઈ સાંકેતિક રહસ્ય રહેલું છે. આ ત્રણ વર્તુળોની વચ્ચે વિશાળ, ઉત્તેગ કેન્દ્રસ્થ સ્તૂપ આવેલો છે. ઉપર ચડતો ચડતો યાંત્રિક છેવટે આ સર્વોચ્ચ મધ્યસ્થ સ્તૂપનાં દર્શન કરીને કૃતાર્થ થઈને નીચે ઊતરે છે. બોરોબરમાં સૂપોમાં પ્રદક્ષિણાપથમાં અને બહાર ગોખલાઓમાં ભગવાન બુદ્ધની વજસત્ત્વ બુદ્ધ, વૈરોચન બુદ્ધ અને ધ્યાની બુદ્ધની એમ મળીને કુલ ૫૦૫ જેટલી પ્રતિમાઓ તો ત્રણસોથી પણ ઓછી છે. આટલું બધું નષ્ટ થયું હોવા છતાં બોરોબુદુર હજુ સમૃદ્ધ છે. બાર સૈકા જેટલા બોરોબુદુર ૩૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ કાળપ્રવાહમાં એણે ઘણી કડવીમીઠી અનુભવી છે. એણે અજ્ઞાતવાસ પણ સેવ્યો છે. ખેડૂત અને એના ખેતર માટે જેમ કહેવાય છે કે મોર (પક્ષીઓ) ખાય, ઢોર ખાય, ઉદર ખાય, ચોર ખાય તોય પેટ ભરીને ખેડૂત ખાય એટલું અનાજ ખેતરમાં ઊગે. બોરીબંદરની કેટલીયે પ્રતિમાઓ વિધર્મીઓએ નષ્ટ કરી છે, કેટલીક ચોરો ઉઠાવી ગયા છે, કેટલીક બીજાને ભેટ આપી દેવાઈ છે, કેટલીક વીજળી કે ધરતીકંપમાં નષ્ટ થઈ છે તો પણ યાત્રિકોનું હૈયું હરખાઈ જાય એટલી બધી પ્રતિમાઓ હજુ ત્યાં રહેલી છે. એમ જાણવા મળે છે કે આ મંદિરની પ્રતિષ્ઠાવિધિ થઈ હતી ત્યારે સર્વોચ્ચ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધની નકરા સોનાની નાની પ્રતિમા પધરાવવામાં આવી હતી, પરંતુ ડચ શાસનકાળ દરમિયાન કોઈક ડચ અધિકારીએ સ્તૂપમાં બાકોરું પાડી એ પ્રતિમા કાઢી લીધી હતી અને મંદિરની કોઈક જગ્યાની પથ્થરની એક મૂર્તિ ખસેડીને ત્યાં મૂકી દીધી હતી. બીજા એક ડચ અમલદારે કેટલીક મૂર્તિઓ અને કલાકૃતિઓ કઢાવીને, નવ ગાડાં ભરીને સિયામના રાજાને ઈ.સ. ૧૮૯૬માં ભેટ આપી દીધી હતી. લાગે છે કે યંત્ર-તંત્રના રહસ્ય અનુસાર બોરોબુદુરના મંદિરનો નકશો તૈયાર કરવામાં બૌદ્ધ ધર્મગુરુઓ અને ઘણાબધા સ્થપતિ-શિલ્પી કલાકારોની કલ્પનાશક્તિએ કામ કર્યું હશે. મંદિરના સર્જનમાં મૌલિકતા, કલાત્મક સામંજસ્ય અને ધાર્મિક ઔચિત્ય ભારોભાર રહેલાં છે, એટલું જ નહિ, એકસાથે અનેક દર્શનાર્થીઓ આવે તો એમની સુખેથી અવરજવર થઈ શકે એવી વ્યવહારુ દૃષ્ટિ પણ એમાં રહેલી છે. પ્રાચીન કાળમાં રાજ્યાશ્રય વિના આવાં ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનકોનું બાંધકામ થઈ ન શકે. આટલી બૃહકાય ઇમારત બાંધતાં વર્ષો લાગ્યાં હશે એ સુનિશ્ચિત છે, પરંતુ કયા રાજાને આ મંદિર બાંધવાનો ભાવ થયો હશે અને એમને કોણે પ્રેરણા આપી હશે તે વિષે નિશ્ચિતપણે કશું જાણવા મળતું નથી. એમ મનાય છે કે દોઢ-બે સૈકા સુધી બોરોબુદુરની જાહોજલાલી બરાબર જળવાઈ હશે, પરંતુ પછી કંઈક એવું બનતું રહ્યું હશે કે જેથી લોકો સ્થળાંતર કરી ગયા હશે. કેટલીક અટકળો થાય છે. મંદિર પર મુસલમાનોનાં આક્રમણ ત્યારે હજુ ચાલુ થયાં નહોતાં. સંભવ છે કે પાસે રહેલો જવાળામુખી ફાટ્યો હોય કે ભયંકર ધરતીકંપ થયો હોય. મંદિરનાં દર્શન કરવા જતાં એક યુવાન રાજકુમારનું હૃદય બંધ પડતા અવસાન થવાથી લોકો વહેમાઈ ગયા હોય અથવા શૈલેન્દ્ર વંશનો અંત આવ્યો હોય. ગમે તેમ, પણ બોરોબુદુરની પડતી ચાલુ થઈ ગઈ. થોડા વખતમાં તો ૩૨ ૯ પ્રવાસ-દર્શન Page #67 -------------------------------------------------------------------------- ________________ તે એક નિર્જન સ્થળ બની ગયું અને આસપાસ ઊગેલાં ઝાડીઝાંખરાંમાં એ અવરજવર વિનાનું બની ગયું. સૈકાઓ સુધી તે અજ્ઞાત રહ્યું. બોરોબુદુરના અસ્તિત્વની યત્કિંચિત જાણકારી આસપાસના ગ્રામીણ લોકોને રહ્યા કરી હશે, પણ એને ૧૮૧૪માં અજવાળામાં લાવનાર હતા અંગ્રેજ ગવર્નર સ્ટેમ્ફર્ડ રાફેલ્સ. એમના પ્રયાસોથી ત્યાં સાફસૂફી અને મરામત થવા લાગી. એના યાત્રા-પ્રવાસ માટે સુવિધાઓ વધવા લાગી અને ફરી પાછું બોરોબુદુર જીવતું જાગતું બની ગયું. ઇન્ડોનેશિયાને સ્વતંત્રતા મળ્યા પછી પહેલા પ્રમુખ ડૉ. સુકર્ણના પ્રયાસથી યુનેસ્કોએ એને આંતરરાષ્ટ્રિય સ્મારક તરીકે સ્વીકૃતિ આપી અને એની જાળવણી માટે મોટી રકમ ફાળવી. ત્યારથી બોરોબુદુરનો પુનરુદ્ધાર થયો. અહીં એક બોધિવૃક્ષ વાવવામાં આવ્યું અને દર વૈશાખી પૂર્ણિમા (ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને નિર્વાણનો આ એક જ દિવસ છે)એ અહીં મેળો ભરાય છે, શોભાયાત્રા નીકળે છે અને ઉત્સવ થાય છે. બધા જ એમાં ભાગ લે છે. જાવા એક એવો ટાપુ છે કે જ્યાં હિંદુઓ, બૌદ્ધો, મુસલમાનો અને ખ્રિસ્તીઓ સાથે સંપથી રહે છે અને બધાનાં ધર્મસ્થાનકો ત્યાં આવેલાં છે. આકાશ ભરીને ઊભેલું બોરોબુદુરનું મહાકાય મંદિર જોઈને અમે નીચે ઊતર્યા. ત્યાં તો શર્ટ વેચનારી પેલી બાઈ મારા મિત્રને યાદ રાખીને દોડતી આવી અને ખરીદવા માટે કરગરવા લાગી. એમ કરતાં તે ઠેઠ ગાડી સુધી આવી. ગાડીમાં બેસતાં મેં મિત્રને કહ્યું, “આપણને શર્ટની જરૂર નથી. પણ ભાવ પૂછ્યા છે તો આપણે બિચારીને પટાવવી જોઈએ. આ કોઈ મોટી વિસાત નથી.” મિત્ર માની ગયા અને ગાડીમાંથી નીચે ઊતર્યા, પણ એટલી વારમાં તે બાઈ છેવટે નિરાશ થઈને ગિરદીમાં ક્યાં ચાલી ગઈ તે ખબર ન પડી. ગરીબોનાં પ્રારબ્ધ પણ કેવાં હોય છે ! અંતરાયકર્મ કેવું કામ કરે છે ! બોરોબુદુરનું આરોહણ કરતાં મારી કમરનો દુખાવો પોતે એવો ગભરાઈ ગયો કે પાછા ફરવાનું એણે નામ ન લીધું. પવિત્ર ધર્મસ્થાનકોનો પ્રભાવ દેહ અને ચિત્ત પર કેવો પડે છે તે મને જાતે અનુભવવા મળ્યું, તો પછી આત્મિક શક્તિ ખીલવવામાં તે મોટું નિમિત્ત કેમ ન બની શકે ? (પાસપોર્ટની પાંખે-૩) બોરોબુદુર ઝ૯ ૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ બાલીમાં બેસતું વર્ષ (ઇન્ડોનેશિયા) પૃથ્વીના પ્રત્યેક પ્રદેશમાં ઋતુચક્રનો નવો આંટો એટલે નવું બેસતું વર્ષ. એની વધામણીની પરંપરામાં પ્રજાભેદે વૈવિધ્ય રહેવાનું. એમાં સામાજિક, ધાર્મિક ઇત્યાદિ માન્યતાઓ પણ સંલગ્ન હોવાની. ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં નૂતન વર્ષની એવી અનોખી રીતે ઉજવણી થાય છે કે તેની વાત સાંભળીને આશ્ચર્યચક્તિ થવાય. કોઈ અજાણ્યો માણસ કહે તો તરત તે માન્યતામાં ન આવે. વસ્તુત: સમગ્ર વિશ્વમાં આવી ગૌરવશાળી પરંપરા અન્યત્ર ક્યાંય નથી. ભારતીય હિંદુ સંસ્કૃતિના અવશેષરૂપે ત્યાં જળવાઈ રહેલી આ પ્રાચીન પરંપરા ખરેખર અભિમાન લેવા જેવી છે. પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિ હિંદી મહાસાગરમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, સિયામ (થાઇલૅન્ડ), મલાયા, જાવા, સુમાત્રા, બાલી વગેરે દેશો સુધી ફેલાયેલી હતી. એ દેશોનો ભારત સાથેનો વ્યવહાર રામાયણની કથા જેટલો પ્રાચીન છે એમ કહી શકાય. ‘બાલી' શબ્દ રામાયણમાં આવતા સુગ્રીવના ભાઈ ‘વાલી' ઉ૫૨થી આવ્યો હોવાનું મનાય છે. (બલિ અર્થાત્ નૈવેદ્ય ઉપરથી પણ ‘બાલી' શબ્દ વ્યુત્પન્ન કરાય છે.) ‘બાલી એટલે હજાર હિંદુ મંદિરોનો દેશ', બાલી એટલે ‘તેજોમય સ્વર્ગીય દ્વીપ’, બાલી એટલે ‘વિશ્વનું પ્રભાત' – એમ જુદી જુદી રીતે બાલીને ઓળખાવવામાં આવે છે. ચોતરફ સમુદ્રતટ, વચ્ચે ડુંગરો, જ્વાળામુખીઓ, ૩૪ * પ્રવાસ-દર્શન Page #69 -------------------------------------------------------------------------- ________________ ડાંગરનાં ખેતરો, નદીઓ, સંતોષકારક વરસાદ, બારે માસ હરિયાળી ઇત્યાદિને કારણે બાલીનું નૈસર્ગિક સૌન્દર્ય નયનરમ્ય છે. બીજી બાજુ બાલીનાં નૃત્ય, સંગીત, શિલ્પકળા ઇત્યાદિ સુવિદિત છે. બાલીમાં આજે પણ રામાયણની કથાનો ગ્રંથ “સેરિરામ' વંચાય છે અને એના આધારે નાટક, નૃત્ય વગેરે ભજવાય છે. એમાં વાનરોનું નૃત્ય “કન્જક” (કચક) સુપ્રસિદ્ધ છે. મધ્યયુગમાં મુસલમાનો મલાયામાથી સુમાત્રા, જાવા તરફ આગળ વધતા ગયા તેમ તેમ હિંદુઓ ખસતા ગયા અને છેવટે વિશાળ બાલી ટાપુમાં સ્થિર થયા. હજારેક વર્ષ પહેલાં આ બધા પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનો પણ સારો પ્રચાર થયો હતો, પણ પછી તે બહુ ટક્યો નહિ. સવા બે હજાર ચોરસ માઈલમાં વસેલા બાલીની આશરે પાંત્રીસ લાખની વસ્તીમાં પંચાણું ટકાથી વધુ લોકો હિંદુ છે, બાકીના મુસલમાન, ખ્રિસ્તી કે બૌદ્ધધર્મી લોકો મુખ્યત્વે બેચાર મોટાં શહેરોમાં છે. બાલીમાં શક સંવત, ચૈત્રી પંચાંગ ચાલે છે. એ પ્રમાણે ચૈત્ર સુદ એકમે ત્યાં નવું વર્ષ બેસે છે. ફાગણ વદ અમાસ એ ત્યાં દિવાળીના જેવો દિવસ છે, પણ તે થોડો જુદી રીતે ઊજવાય છે. અમે જ્યારે બાલીના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે તે તારીખ પ્રમાણે કર્યું હતું, પરંતુ અમને ખબર નહિ કે ત્યાં વચ્ચે ચૈત્રી પડવાનો દિવસ, નવા વર્ષની રજાના દિવસ તરીકે ઊજવાશે. અમને એટલી ખબર મળી હતી કે વચ્ચે એક દિવસ - silent day- શાન્તિનો દિવસ રહેશે. અમે બાલીના એરપૉર્ટ ડેનપાસારમાં ઊતર્યા ત્યારે અમારા યજમાન યુવાંગ સુમાત્ર અમને લેવા આવ્યા હતા. અમારો ઉતારો પાસેના ફુતા (Futa) નગરની એક પંચતારક હોટેલમાં હતો. બાલીની વાત નીકળતાં યુવાંગે કહ્યું, “બાલીમાં અમારી સરકાર સાંસ્કૃતિક જાળવણી માટે સભાન છે. મોટા પહોળા રસ્તાઓ, વાહનોની ભારે ભીડ, ઘોંઘાટમય અવરજવર, ઉત્તુંગ મકાનો, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી હોટેલો ઇત્યાદિ વડે દુનિયામાં કેટલાંક નગરોને આધુનિક બનાવાય છે. એમાં સમૃદ્ધિ છલકાય છે, પણ પ્રજાની વૈયક્તિક સાંસ્કૃતિક વિશેષતા ઓસરી જાય છે. અમારા બાલીમાં એવી રોનકને મર્યાદિત રાખવામાં આવી છે. અહીં રસ્તાઓ બહુ પહોળા નથી થવા દીધા. રહેઠાણોનાં મકાનો બેઠા ઘાટનાં છે. કોઈકમાં જ ઉપર માળ લેવાયો હશે. અહીં પંચતારક હોટેલોને વધુમાં વધુ ચાર માળ બાંધવાની પરવાનગી અપાય છે.” બાલીમાં બેસતું વર્ષ ઃ ૩૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ વળી યુવાંગે કહ્યું, “બાલીમાં અત્યારે “ચેપિ” (Nyepi)ના ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. “ચેપિ' એટલે નવું વર્ષ. “હરિ રાયા' એટલે મોટો ઉત્સવ. તમને “હરિ રાયા ચેપિ'ના બોર્ડ ઠેર ઠેર જોવા મળશે.” હોટેલમાં દાખલ થતાં જ લૉબીમાં કેન્દ્રસ્થાને એક મોટું વિકરાળ પૂતળું હતું. જાણવા મળ્યું કે જેપિના ઉત્સવ માટે આ પૂતળું હમણાં મૂકવામાં આવ્યું છે. એ દૈત્ય અથવા અસુરનું પૂતળું છે. અનિષ્ટ તત્ત્વનું એ પ્રતીક છે. એને અહીં લોકો “ઓગોહ ગોહ' કહે છે. અસુરની ભારતીય હિંદુ વિભાવના અહીં બાલીમાં પણ એ જ પ્રમાણે જોવા મળે છે. મોઢું ખુલ્લું હોય, થોડા મોટા તીક્ષ્ણ દાંત બહાર આવ્યા હોય, મોટી મોટી લાલચોળ આંખો હોય, ચાર હાથ હોય અને હાથમાં શસ્ત્ર હોય, એક પગ ઉપાડ્યો હોય એવી ભયંકર આક્રમક આકૃતિ કાગળ, લાકડાં વગેરેમાંથી બનાવવામાં આવે છે અને એનો રંગ પણ એવો જ ઘેરો રાખવામાં આવે છે. આઠ દસ કે બારેક ફૂટનાં આવાં બિહામણાં પૂતળાં આખા બાલીમાં દરેક ગામ કે શહેરમાં ચૉક આગળ રાખવામાં આવે છે, ક્યાંક તો એકસાથે બેત્રણ “ઓગોહ” ગોઠવવામાં આવ્યા હોય છે. નગરો વચ્ચે “ઓગોહ”ની સ્પર્ધા થાય છે. અને સારામાં સારા “ઓગોહ”ને નિર્ણાયકો ઇનામ આપે છે. નાના છોકરાઓ પણ પોતાનો જુદો નાનો “ઓગોહ' બનાવે છે. અમાસની બપોરથી સમગ્ર બાલીમાં ઠેર ઠેર “ઓગોહ ગોહ”નું સરઘસ નીકળે છે. જાડા વાંસના પાંચ-છ ઊભા અને આડા દાંડાની “ઠાઠડી' ઉપર ઓગોહને ઊભો ગોઠવવામાં આવે છે. ગામના પચીસેક પુરુષો એને ઊંચકીને ચાલે છે. કેટલાક માણસો આગળ મશાલ લઈને નીકળે છે અને નૃત્ય કરતા જાય છે. લોકો ઢોલનગારાં વગાડે, ઘંટનાદ કરે, મોટા મોટા પોકારો કરે, શક્ય તેટલો વધુ અવાજ અસુરને બિવડાવીને ભગાડવા માટે કરે છે. એમ કરતાં કરતાં તેઓ ગોહને ગામ બહાર નદીકિનારે કે સમુદ્રકિનારે લઈ જાય છે. ત્યાં “ઓગોહની દહનક્રિયા થાય છે, સૂર્યાસ્ત થતાં પહેલાં દૈત્યને બાળવામાં આવે છે. નવું વર્ષ આવતાં પહેલાં અનિષ્ટ તત્ત્વને વિદાય આપવામાં આવે છે. ત્યાર પછી પુરુષો સ્નાન કરી, શુદ્ધ થઈને નગરમાં વાજતેગાજતે પાછા ફરે છે. આપણે ત્યાં દશેરાના દિવસે જેમ રાવણના પૂતળાને બાળવામાં આવે છે તેમ અહીં નવા વર્ષના આગમન પૂર્વે અનિષ્ટ તત્ત્વને વિદાય આપવાના પ્રતીક તરીકે સેંકડો “ઓગોહ'ને બાળવામાં આવે છે. યુવાંગે કહ્યું કે “ચેપિના પર્વ પહેલાં “મેલાસ્તિ' નામની ધર્મક્રિયા ૩૭ જ પ્રવાસ-દર્શન Page #71 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે. એમાં લોકો સર્વશક્તિમાન ઈશ્વરની પૂજા-અર્ચના, સ્તુતિ વગેરે કરીને, દેવદેવીઓની મૂર્તિઓ લઈને શોભાયાત્રામાં નીકળે છે. દરેક ગામના ચોકમાં પૂજાવિધિ થાય છે, નૈવેદ્ય ધરાય છે. પછી મંદિરનાં દેવદેવીની મૂર્તિઓ તથા ઉપકરણોને મોટી પાલખીમાં લઈ જઈને નદી કે સમુદ્રના પાણીમાં શુદ્ધ કરાય છે, કારણ કે સમુદ્રના (જલના) દેવતા વરુણ છે અને વરુણ તે શિવના અવતાર છે એમ અહીં મનાય છે. વરુણદેવ બધાં અનિષ્ટ તત્ત્વોને નિર્મળ કરે છે.” હોટેલમાં અસુરના વિકરાળ પૂતળાની બાજુમાં બોર્ડ ઉપર મોટા અક્ષરે છાપીને ચૅપિ વિશેની માહિતી તથા એ દિવસે હોટેલમાં શું શું બંધ રહેશે એ વિશેની સૂચનાઓ લખવામાં આવી હતી. અમે રૂમમાં સામાન મૂકી સ્વસ્થ થઈ લૉબીમાં આવ્યા. બૉર્ડની વિગતો સમજાવતાં યુવાંગે કહ્યું, બાલીવાસી હિંદુઓ પાંચ પ્રકારના યજ્ઞમાં માને છે : દેવયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ઋષિયજ્ઞ, પિતૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. ચૅપિના દિવસોમાં મુખ્યત્વે ભૂતયજ્ઞ થાય છે. ચેપિના ઉત્સવ માટે જે ચાર મુખ્ય નિયમો પાળવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) આમાટી લેલુગાન (લોલુહાન) - એટલે ઘરની બહાર ન જવું. અવરજવર ન કરવી. (૨) આમાટી કાર્યા - એટલે કોઈ કાર્ય કરવું નહિ. નોકરી ધંધો કરવાં નહિ. હળવા મળવાનાં વ્યાવહારિક કાર્યો ન કરવાં. ઘરમાં પણ અનિવાર્ય હોય તેટલી જ પ્રવૃત્તિ કરવી. તે દિવસે મંદિરે ન જતાં ઘરમાં જ પ્રાર્થનાભક્તિ કરી લેવી. (૩) આમાટી અગેનિ (અગ્નિ) - એટલે અગ્નિ પ્રગટાવવો નહિ. ઘરમાં રસોઈ વગેરે માટે અગ્નિ સળગાવવો નહિ. વસ્તુત: તે દિવસે રસોઈ કરવી નહિ. મીણબત્તી સળગાવવી નહિ. તેલનો દીવો કરવો નહિ. ટોર્ચ કે લાઇટ વાપરવી નહિ. વીજળીથી ચાલતાં કોઈ સાધનો વાપરવાં નહિ. નાનાં બાળકો કે વૃદ્ધ-અશક્ત માટે ખાવાનું અનિવાર્ય હોય તો આગલે દિવસે બનાવી લેવાનું, શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનો. (૪) આમાટી લોલાંગવાન - એટલે આનંદપ્રમોદની કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ટી.વી. ન જોવાય, પાનાં ન રમાય, દારૂ ન પિવાય, ગીત-નૃત્યાદિ ન થાય, વાજિંત્ર ન વગાડાય. બ્રહ્મચર્યનું પાલન કરવાનું.” બાલીમાં બેસતું વર્ષ ૩૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ આ બધા તો બહુ કડક નિયમો કહેવાય. શું બધા એનું બરાબર પાલન કરે ?' અમે પ્રશ્ન કર્યો. “બિલકુલ; ખાવાની બાબતમાં જેનાથી ન રહેવાય તે છૂટ લે, પણ એવા લોકો ઓછા, અહીં એવા પણ લોકો છે કે છત્રીસ કલાક ખાય નહિ એટલું જ નહિ, પાણી સુધ્ધાં પીએ નહિ. અવરજવરની બાબતમાં પહેલાં એરપૉર્ટ, બંદરો અને હોટેલોને છૂટ અપાતી હતી, પરંતુ પ્રવાસીઓને લાવવા – લઈ જવામાં આખો દિવસ અવરજવર રહેતી. એ નિમિત્તે સ્ટાફના અને બીજા માણસોને પણ છૂટ આપવી પડતી. કેટલાક છૂટ લઈ લેતા. ચેપિ જેવું લાગે નહિ. હવે લગભગ છત્રીસ કલાક એરપોર્ટ અને બંદરો સદંતર બંધ રહે છે. હોટેલોની બહાર કોઈ જઈ શકે નહિ. હોટેલોમાં રૂમ સિવાય બીજી બધી લાઈટ બંધ રાખવી પડે. હવે તો એરપોર્ટ અને હોટેલોના કર્મચારીઓ પણ જોપિમાં ભાગ લઈ શકે છે.' આટલો લાંબો વખત લોકો ઘરમાં કરે શું ? કંટાળી ન જાય ?' “ના. એટલો સમય લોકો ઘરમાં પણ સંપૂર્ણ મૌન પાળે. પ્રભુનું ધ્યાન ધરે. મનન-ચિંતન કરે. પોતાના દોષોનું અવલોકન કરે. કારણ વગર ઘરમાં ઊઠબેસ કે અવરજવર ન કરે. અનિવાર્ય હોય તો ઇશારાથી કામ કરે. ઘણું જ કઠિન છે, પણ લોકો પૂરી શ્રદ્ધાપૂર્વક એને માટે મનથી તૈયાર હોય છે. એક કરે એટલે બીજા કરે, એમ પરસ્પર પ્રભાવ પડે છે. છૂટ લેનારની ટીકા- નિદા થાય છે. કેટલાક ઘરમાં થોડી છૂટ લેતા હશે, પણ ઘરની બહાર તો કોઈ જ ન નીકળે.' - ચેપિનું આવું વર્ણન સાંભળી અમે એ દિવસની ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. અમારી હોટેલના ઘણા પ્રવાસીઓ વિદાય થવા લાગ્યા. છત્રીસ કલાક હોટેલમાં પુરાઈ રહેવું પડે એવું કેટલાકને ન ગમે કે ન પોસાય, પરંતુ અમારી જેમ કેટલાક પ્રવાસીઓ ચેપિ માટે જ રોકાયા હતા. અમે જોપિનો દિવસ આવે તે પહેલાં બાલીમાં આસપાસના પ્રદેશોમાં ફર્યા, વિવિધ પ્રકારનાં નૃત્યો જોયાં, મંદિરોમાં દર્શન કર્યા. બાલીએ પોતાના સાંસ્કૃતિક વારસાને સારી રીતે જાળવી રાખ્યો છે. એ બધાંનો વિગતે અભ્યાસ કરવો હોય તો ઘણો સમય જોઈએ. - બાલીનાં જુદાં જુદાં નગરોમાં ફરતાં એની કેટલીક લાક્ષણિકતાઓ નિહાળવા મળી. થોડે થોડે અંતરે. મંદિર તો હોય જ. પેપિના દિવસોમાં ઘેર ઘેર રેંજોરે (Penjore)ની રચના કરવામાં આવી હતી. પેજરે એટલે વાંસની બનાવેલી આકૃતિ. દરેક ઘરના આંગણામાં જમીનમાં ખાડો ખોદીને ૩૮ પ્રવાસ-દર્શન Page #73 -------------------------------------------------------------------------- ________________ એમાં પાંદડીઓ સાથેનો વાંસનો સૂકો દાંડો ઊભો કરવામાં આવે છે. એનો ઉપરનો પાતળો છેડો ઢળેલો હોવો જોઈએ. ઢળવાને કારણે વાંસની આકૃતિ પર્વત જેવી દેખાય. એ મેરુ પર્વત છે. બાલીવાસીઓ મેરુ પર્વતને પવિત્ર માને છે. પર્વના દિવસોમાં ઘેર ઘેર આવી પૅજોરેની રચના જોવા મળે. કેટલેક ઠેકાણે ઊંચા રંગબેરંગી પૅજોરે પણ બનાવવામાં આવે છે. વાંસના દાંડામાં વચ્ચે ગોખલા જેવી એક આકૃતિ વાંસની ચીપમાંથી બનાવવામાં આવે છે. એમાં દેવદેવીને અર્ધ્વરૂપે ફૂલ, ફળ વગેરે ધરાવાય છે. અમાસના દિવસે અમારી ઇચ્છા ઉત્તર દિશામાં દૂર આવેલો કિતામનનો જ્વાળામુખી અને તેની પાસે આવેલું સરોવર જોવાની હતી. અમારા ડ્રાઇવરે કહ્યું, “બપોરે ચાર વાગતાં સુધીમાં આપણે પાછા આવી જવું જોઈએ. પછી લોકો રસ્તા ઉપર જ પૂજાવિધિ કરવા બેસી જશે. તે વખતે ત્યાંથી ગાડી પસાર થવા નહિ દે.” ડ્રાઇવરની ભલામણ પ્રમાણે અમે સવારે નીકળી ગયા. ખાસું અંતર હતું. આખે રસ્તે નાનાંમોટાં ગામો આવતાં હતાં. ફળદ્રુપ પ્રદેશ અને ગામડાંઓના નૈસર્ગિક વાતાવરણની મહેક અનુભવાતી હતી. પ્રજા ગરીબ પણ માયાળુ હતી. ચીજવસ્તુઓ વેચવાવાળા કરગરે અને જલદી પીછો છોડે નહિ. એટલે વસ્તુની જરૂર ન હોય તો પણ ખટાવવાનું મન થાય. અમે કિંતામનીથી પાછા ફરતા હતા ત્યાં મેંગવી નામનું ગામ આવ્યું. અમારી ગાડી ઊભી રહી ગઈ. આગળ ત્રણ ગાડી હતી. ડ્રાઇવરે ઊતરીને તપાસ કરીને કહ્યું, “આ લોકોએ બે મિનિટ પહેલાં જ રસ્તો બંધ કરી દીધો છે. અહીં બહુ વહેલી પૂજાવિધિ ચાલુ કરી છે. હવે એક કલાક થોભવું પડશે. છૂટકો નથી.' “જો રાહ જોવાની જ હોય તો પછી ગાડીમાં બેસી રહેવા કરતાં આ લોકોની પૂજાવિધિ કેમ ન જોઈએ ?' અમે બધા ગાડીમાંથી ઊતરીને રસ્તાની એક બાજુએ ઊભા રહી ગયા. એક છેડે “ઓગોહ ગોહનાં લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં. બીજે છેડે દેવદેવીઓનું મંદિર હતું. ગામમાંથી મહિલાઓ અને પુરુષો સરસ નવાં વસ્ત્રો પહેરીને આવી રહ્યાં હતાં. પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ “સરોંગ” (કમરે પહેરવાનું લુંગી જેવું વસ્ત્રો પહેર્યા હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ રસ્તાની એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને બાલીમાં બેસતું વર્ષ - ૩૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો. મહિલાઓએ પોતાને મસ્તકે રાખેલો નૈવેદ્યનો કરંડિયો મંદિર પાસે હારબંધ ગોઠવ્યો. મહિલાઓ અને પુરુષોની વચ્ચે ધર્મગુરુની ઊંચી બેઠક હતી. ધર્મગુરુએ માથે મુગટ ધારણ કર્યો હતો. - નૈવેદ્યના વાંસના ટોપલામાં સફરજન, સંતરાં વગેરે ફળો વર્તુળાકારે હારની ઉપર હાર એમ ગોઠવ્યાં હતાં. આટલાં બધાં ફળ પડી ન જાય એ માટે અંદરથી અણીદાર સળી ભરાવીને તે જોડી રાખવામાં આવ્યાં હતાં. ફળોની હારની ટોચ ઉપર વાંસની છોલેલી પાતળી પટ્ટીઓની પંખા જેવી કલાત્મક રચના કરવામાં આવી હતી. દરેકના નૈવેદ્ય-કરંડકનું સુશોભન જુદું જુદું હતું. જેથી આટલાં બધાં એકસરખાં કરંડકમાં દરેક પોતાનું નૈવેદ્ય ઓળખી શકે. જોપિના આ ઉત્સવમાં બધી જ સામગ્રી પોતાનાં ખેતરવાડીમાંથી આણેલી હોય એટલે ખર્ચાળ કશું જ નહિ. ભગવાનની મૂર્તિની સન્મુખ ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરુએ પૂજાવિધિ ચાલુ કરી. મંત્રોચ્ચાર થયા. નૈવેદ્ય ધરાવાયાં. થોડી વાર પછી એક પાત્રમાં જળ લાવવામાં આવ્યું. ધર્મગુરુએ મંત્રો ભણીને એ જળ (તીર્થ) પોતાના સહાયક પંડિતને આપ્યું. એ જળમાં એક સળી સાથે બાંધેલી વાંસની પાંદડીઓ બોળીબોળીને પંડિતે પ્રથમ પુરુષો ઉપર અને પછી મહિલાઓ ઉપર છંટકાવ કર્યો. ધર્મગુરુના આશીર્વાદ ઝીલવા માટે છંટકાવ થાય ત્યારે સૌએ પોતાની બંને ખુલ્લી હથેળી ખભા પાસે રાખી હતી. દેવદેવીઓને પ્રસન્ન કરવાની બીજી કેટલીક વિધિ થઈ. વિધિ પૂર્ણ થતાં મહિલાઓએ એક પછી એક ઊભા થઈ પોતાનાં નૈવેદ્ય-કરંડક સાથે લીધાં અને ઘર તરફ પ્રયાણ કર્યું. પુરુષો પણ ઊભા થયા, હવે પુરુષોનું કામ ગોહને બાળવા લઈ જવાનું હતું. આ રીતે ચેપિની ધર્મવિધિ અમને પ્રત્યક્ષ જોવા મળી. સ્વયંસેવકોએ રસ્તો ખુલ્લો કર્યો એટલે અમારી ગાડી આગળ વધી. રસ્તામાં સાંગેહ નામના સ્થળે અમે રોકાયા. અહીં જંગલની વચ્ચે એક પ્રાચીન મંદિર છે. ત્યાં અનેક વાંદરા હોવાથી એનું નામ જ “વાનર મંદિર' (Monkey Temple) પડી ગયું છે. ત્યાં વાંદરા ઉપરાંત વૃક્ષ ઉપર ઊંધે માથે લટકતી વાગોળ પણ ઘણી છે. ટિકિટ લઈ અમે ચોગાનના પ્રવેશદ્વારમાં દાખલ થયા. અમારી સાથે એક કર્મચારી છોકરી આવી, ખાસ તો એટલા માટે કે વાંદરાઓ અમને સતાવે નહિ. વાંદરાને ખવડાવવા અમે બિસ્કિટ લીધાં. મારા મિત્રોને વાંદરા પાસે જતાં ડર લાગતો હતો. મેં એક પછી એક બિસ્કિટ ખવડાવવા ચાલુ કર્યા. આપણે જમણા હાથમાં બિસ્કિટ ધરીએ ૪૦ પ્રવાસ-દર્શન Page #75 -------------------------------------------------------------------------- ________________ એટલે વાંદરો પાસે આવીને સૌ પહેલાં આપણો ડાબો હાથ પકડી રાખે, રખેને આપણે છટકી જઈએ કે બીજું કશું એને કરીએ એવી શંકાથી. પછી જમણા હાથમાંથી બિસ્કિટ લઈને ખાય. વાંદરા બહુ ચતુર અને જબરા હોય છે. વિશ્વાસ બેસે તો પ્રેમાળ હોય છે. એની આંગળીઓનો સ્પર્શ મુલાયમ છે કે તીક્ષણ નહોરનો છે એના પરથી એના સંવેદનની ખાતરી થાય છે. - અમે ચાલતા હતા તેવામાં અમારાથી થોડે આગળ ચાલતી એક યુરોપિયન યુવતીના ખભા ઉપર વાંદરો પાછળથી અચાનક કૂદીને ચડી બેઠો. યુવતી ગભરાઈને ચીસાચીસ કરતી દોડવા લાગી, પણ વાંદરો થોડો નીચે ઊતરે ? એની સાથે ચાલતી કર્મચારી છોકરીએ ખાવાનું આપીને વાંદરાને નીચે ઉતાર્યો. મેં મારી પાસેનાં બધાં બિસ્કિટ વાંદરાઓને ખવડાવી દીધાં. અમે મંદિર તરફ આગળ ચાલતા હતા ત્યાં અચાનક પાછળથી મારા ખભા ઉપર પણ એક મોટો વાંદરો ચડી બેઠો. હું ગભરાયો નહિ, પણ આવી ઘટના ઓચિંતી બને એટલે સ્તબ્ધ થઈ જવાય. હવે વાંદરાને નીચે કેવી રીતે ઉતારવો ? પકડીને ઉતારવા જતાં રખેને બટકું ભરે કે નહોર મારે. ત્યાં તો મારી સાથે ચાલતી છોકરીએ કહ્યું, “સર, સર, બેય હથેળી પહોળી ખુલ્લી કરી નાખો.” બેય હથેળી ખુલ્લી કરી નાખી કે તરત વાંદરો આપોઆપ નીચે ઊતરી ગયો. છોકરીએ સમજાવ્યું કે જ્યાં સુધી વાંદરાને એમ લાગે કે આપણી પાસે ખાવાનું છે ત્યાં સુધી પીછો ન છોડે. ન આપો તો ખભા પર ચડી જાય. પણ બેય હથેળી ખુલ્લી બતાવો તો સમજી જાય કે ખાવાનું ખલાસ થઈ ગયું છે, એટલે ચાલ્યો જાય, મંદિરનાં દર્શન કરી સાંજે ચારેક વાગ્યે અમે અમારી હોટેલ પર પાછા આવી ગયા. ત્યાં લોબીમાં ઘેરા ગુલાબી રંગનાં એકસરખાં વસ્ત્ર પહેરીને ઘણા માણસો એકત્ર થયા હતા. કેટલાક પરિચિત ચહેરા જોતાં જ ખબર પડી કે આ તો બધા હોટેલના જ કર્મચારીઓ છે. લૉબીમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવેલા “ઓગોહને ઉતારીને, વાંસડા પર ગોઠવીને, ગાતાં- નાચતાં તેઓ બહાર લઈ ગયા. એમના ગયા પછી હોટેલમાં એકદમ શાન્તિ પ્રસરી ગઈ, જાણે બોલકણા માણસને મૂંગા બેસવાનો વખત આવ્યો. અમે રૂમમાં બેસી ભોજન કરીને પાછા નીચે ઊતર્યા. અંધારું થવા આવ્યું હતું. રસ્તા પરની બધી અવરજવર બંધ થઈ ગઈ. બધું સૂમસામ લાગવા માંડ્યું. અમે હોટેલના ઝાંપે જઈ બંને બાજુની શેરીઓમાં નજર બાલીમાં બેસતું વર્ષ એક ૪૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ નાખી તો બધું જ બંધ હતું. જે પિના ઉત્સવમાં કોઈ બારીબારણાં ઉઘાડાં ન રાખે. એવામાં એક સાઇકલ ઉપર કોઈ સ્વયંસેવક પસાર થયો. એણે અમને અંદર ચાલ્યા જવા માટે હાથથી વિનયપૂર્વક ઇશારો કર્યો. એને માન આપવા અમે તરત અંદર આવી ગયા. હવે અંધારું વધતું જતું હતું. હોટેલમાં લૉબી, પેસેજ વગેરેમાં ક્યાંય લાઇટ નહોતી. રૂમમાં લાઇટની છૂટ હતી, પણ પડદા રાખવા પડે કે જેથી જરા પણ પ્રકાશ બહાર ન જાય. અમે રૂમમાં બેસી આરામ કર્યો. અમાસની અંધારી રાત હતી. આવા નિબિડ અંધકારમાં બાલીનો વિશાળ દ્વીપ વિલીન થઈ ગયો. આખા દિવસના પ્રવાસનો થાક હતો એટલે અમે પણ વહેલા નિદ્રાધીન થયા. સવારે બાલીમાં બેસતા વરસનું પ્રભાત ઊગ્યું. પણ બાલીએ અશબ્દ સ્વાગત સિવાય કશું જ કરવાનું નહોતું. ચારેબાજુ માત્ર સઘન નીરવતા હતી. એવી નીરવતા તો જિંદગીમાં ક્યારેય અનુભવી નથી. સંચારબંધી (કરફ્યુ) વખતે પણ નહિ. બાલી ટાપુના સવાબે હજાર ચોરસ માઈલના વિસ્તારમાં નાનાંમોટાં એકસોથી વધુ ગામ-નગરમાં આશરે ત્રીસ લાખ જેટલા લોકો સ્વેચ્છાએ મૌન, શાન્તિ અને અવરજવર વગરના દિવસનું અને ચૈત્રી પ્રતિપદાની અંધકારમય નિ:શબ્દ રાત્રિનું પર્વ સંયમ, શિસ્ત, નિષ્ઠા અને શ્રદ્ધાથી ઊજવે એ આપણી ધરતી પરની અદ્વિતીય ઘટના ગણાય. અમે પણ હોટેલની રૂમમાં એ દિવસ સામાયિક, જાપ, ધ્યાનમાં પસાર કર્યો. રાત્રે બાલ્કનીમાંથી બહાર જોયું તો નિબિડ તમિસ્ત્રના આવરણ હેઠળ બાલીનું ચૈતન્ય ઉલ્લાસથી ધબકી રહ્યું હતું. માત્ર પ્રકાશિત હતાં આકાશના તારાનક્ષત્રો - મઘા, ફાલ્ગની, ચિત્રા, વિશાખા વગેરે. બાલીમાં પિ પછીનો બીજો દિવસ “લબુહ વ્રત' તરીકે ઊજવાય છે. લોકો નવા વર્ષ માટે પરસ્પર અભિવાદન કરે છે અને આગલા વર્ષના પોતાના દોષો માટે ક્ષમાયાચના કરી વિશુદ્ધ થઈ નવા વર્ષમાં પ્રવેશ કરે છે. ભારતીય સંસ્કૃતિનું એ લક્ષણ છે. વિશ્વશાંતિ માટે બાલીનો ચૅપિ એટલે કે નવા વર્ષનો ઉત્સવ સૌને માટે પ્રેરક, બોધક અને અનુકરણીય છે. (પાસપોર્ટની પાંખે-૩) ૪૨ ઝઃ પ્રવાસ-દર્શન Page #77 -------------------------------------------------------------------------- ________________ JRAIN ONA RUNES ૧૯૬૭માં પરદેશનો પ્રથમ પ્રવાસ – જાપાન જતાં રમણભાઈ. એરપોર્ટ પર સહુ સ્વજનો પિતાજી, સાસુ-સસરા, ભાઈઓ, ભાભીઓ, બહેન-બનેવી, બાળકો, મિત્રો વગેરે સાથે. દક્ષિણ ભારતમાં સંરક્ષક દેવની મૂર્તિના ચરણોમાં. Page #78 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનમાં ઊંટ પર સવારી, શૈલજા - ચેતનભાઈ, રમણભાઈ, તારાબહેન, ગાર્ગી. દીવના દરિયા કિનારે રમણભાઈ, તારાબહેન, ગાર્ગી, કૈવલ્ય. Page #79 -------------------------------------------------------------------------- ________________ CORE BLIND CHARITY TO CHO CUIDE DOCS TOTAL લંડન નજીક અંધજનો માટે ફાળો ઊઘરાવતી વ્યક્તિ તેની હૅટ પર બિલાડી, હૈટની કિનારી પર દોડતા ઉંદરો, એક ખભા પર કબૂતર, પગ પાસે કૂતરો, મોઢા પર દૈવી સ્મિત પ્રાણીમૈત્રીના આ પ્રતીકને પ્રસન્ન ચિત્તે નિહાળતાં રમણભાઈ – તારાબહેન. લંડન નજીક સ્ટોનહેન્જ નિહાળતા રમણભાઈ. પ્રાગઐતિહાસિક કાળના સ્થાપત્ય કલાના વિરલા અવશેષો. (પાષાણયુગનું મંદિર) Page #80 -------------------------------------------------------------------------- ________________ ન્યુઝિલેન્ડમાં મિલ્ફર્ડસાઉન્ડ જોવા જતાં ‘મિલ્ફર્ડ હેવન” નામની સ્ટીમરમાં રમણભાઈ અને તારાબહેન. ઓસ્ટ્રેલિયામાં રાકેશભાઈ અને રમણભાઈ Page #81 -------------------------------------------------------------------------- ________________ "TOP OF THE WORLD" BARROW અલાસ્કામાં બેરોમાં યુ. એસ. એ.ના ધ્વજ નજીક રમણભાઈ. ઉત્તર ધ્રુવ, અલાસ્કામાં, એસ્કિમોનગરી ‘બેરો'માં રમણભાઈ – તારાબહેન. Page #82 -------------------------------------------------------------------------- ________________ R જાપાનમાં પ્રિસીશન ટુલ્સની ફેક્ટરીની મુલાકાત (પાસપોર્ટની પાંખે – ૧માં ‘પગરખાં ગોઠવનાર'માં આલેખાયેલી વ્યક્તિ સાથે જાપાનમાં ભારતના અને જાપાનના ધ્વજ વચ્ચે પૃથ્વી રાખી રમણભાઈને સન્માન આપતા જાપાની મિત્રો. Page #83 -------------------------------------------------------------------------- ________________ રશિયામાં “યાસ્નાયા પોલિયાના'માં ટૉલ્સ્ટોયની કબર પર ફૂલ ચડાવતા રમણભાઈ રશિયામાં ‘ઓલિમ્પીક્સ'ની રમત જોતા ઓડિયન્સમાં બેઠેલા રમણભાઈ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૯ત્માં સાઉથ અમેરિકામાં પેરુમાં મચ્છપિચ્છમાં ઈન્કા-સંસ્કૃતિના અવશેષો નિહાળતાં ge રમણભાઈ – તારાબેન. GIA PES બ્રાઝિલમાં સુગરલોફ માઉન્ટન પર ઝૂલતી ખુરશી પર રમણભાઈ, તારાબેન. બ્રાઝિલીયાના ચર્ચ પાસે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પાસાન-હામનો ધોધ (ફિલિપાઈન્સ) પેસેફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ એ બાર મુખ્ય ટાપુઓ અને બીજા સેંકડો નાના નાના ટાપુઓ (કુલ ૭૧૦૭ ટાપુઓ)નો બનેલો ખેતીપ્રધાન દેશ છે. સ્પેનિશ લોકોએ ત્યાં લગભગ ચારસો વર્ષ રાજ્ય કર્યું. પછી આવ્યા અમેરિકનો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને તેનો કબજો લીધો. અમેરિકાએ તે છોડાવ્યો. ત્યાર પછી ફિલિપાઇન્સ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. ફિલિપાઇન્સની પ્રજા એકંદરે ગરીબ છે. મુખ્યત્વે તે ખ્રિસ્તી ધર્મ પાળે છે. ફિલિપાઈન્સમાં આઠ જુદી જુદી ભાષાઓ બોલાય છે, જેમાં તગલોગ મુખ્ય છે. એની રાષ્ટ્રભાષા ફિલિપિનો છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત ઘણા લોકો અંગ્રેજી પણ સારી રીતે જાણે છે. ફિલિપાઇન્સનું હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ તે બાગિયો છે. લગભગ છ હજાર ફૂટની ઊંચાઈએ તે આવેલું છે. મારા ભાઈ ભરતભાઈ સાથે હું ત્યાં ગયો હતો. ત્યાં બે દિવસ અમે હર્યાફર્યા. હવે અમારો કાર્યક્રમ મોટરરસ્તે મનિલા જઈ પાસ્સાન-જાન-હામ (અથવા પામ્માન-હામ)નો ધોધ જોવા જવાનો હતો. ફિલિપાઇન્સમાં આવેલા આ પ્રપાતનું દર્શન એ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ ગણાય છે. મનિલા પહોંચી અમે એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં તે માટે નામ નોંધાવી દીધાં. એના દર થોડા મોંઘા હતા, પરંતુ હોટેલમાંથી અમને લઈ જાય અને હોટેલમાં પાછાં પહોંચાડે ત્યાં સુધીની બધી વ્યવસ્થા ટૂરિસ્ટ પાગ્યાન-હામનો ધોધ ૪૯ ૪૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ કંપનીની હતી. એમાં ચા-નાસ્તો, બપોરનું ખાણું, હોડીભાડું, ટેિપ વગેરેના પૈસા પણ આવી જતા હતા. પામ્સાન-હામનો ધોધ જોવા માટે સવારે નીકળીએ તો સાંજે હોટેલ ઉપર સમયસર પાછાં આવી પહોંચાય. મનિલાથી આસરે સિત્તર કિલોમીટરનું અંતર છે. નિશ્ચિત સમયે અમને તેડવા માટે બસ આવી પહોંચી. યુરોપિયન, અમેરિકન, ચીની, જાપાની, મલેશિયન વગેરે લગભગ પચ્ચીસેક પ્રવાસીઓ અમે હતા. મનિલા શહેર છોડી અમારી બસ એક્સપ્રેસ રસ્તા ઉપર આવી પહોંચી. ફિલિપાઇન્સ જેવા નાના દેશે પણ પોતાના ગજા પ્રમાણે, યુરોપ અને અમેરિકાની જેમ, વાહનો માટે પચાસ કે સો કિલોમીટર જેટલા લાંબા આવા થોડાક એક્સપ્રેસ રસ્તાઓ બનાવ્યા છે. કેટલીક વારે અમારી એક્સપ્રેસ રસ્તો છોડી નાનકડાં ગામડાંઓના સાંકડા રસ્તાઓમાંથી પસાર થવા લાગી. ખુલ્લા આકાશ નીચે નાનાં નાનાં ઝૂંપડાંઓ, નાળિયેરીનાં વૃક્ષો અને ચોખાનાં ખેતરોવાળો આ હરિયાળો પ્રદેશ આપણા ગોવા કે કેરાલાના એવા ગ્રામપ્રદેશની યાદ અપાવે. અમારી બસ એક નદી પાસે આવી પહોંચી. ત્યાં કિનારા ઉપર એક મોટી પણ ગામઠી લાગે એવી હોટેલ હતી. અમારા ગાઈડે કહ્યું, “અહીં નદીમાં હોડીમાં બેસી ધોધ સુધી તમારે જવાનું છે. તમે સૌ ચા-પાણી લઈને જઈ શકો છો. તમે પાછા આવશો ત્યારે ભોજન તૈયાર હશે. હોડીનો ચાર્જ અમે ભરી દીધો છે. પરંતુ હોડીવાળાને તમારે દસ પેસો [ફિલિપાઇન્સનું ચલણ; એક પેસો (Peso) એટલે આપણો લગભગ એક રૂપિયો] ટિપ આપવાની રહેશે. અહીંનો એ ધારો છે.” આ સાંભળતાં જ અમારામાંના થોડાક પ્રવાસીઓએ કચવાટ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “ટિપના આટલા બધા પૈસા હોય ? વળી અમે ટૂરના પૈસા પૂરા ભર્યા છે. એમાં ટિપના પૈસા પણ આવી જાય છે. અમારે જો એ જુદા આપવાના હોય તો તમારે અમને પહેલેથી કહેવું જોઈતું હતું. અમારી સાથે આવેલા એક ચીની પ્રવાસીએ તો ટિપ આપવાનો બેધડક ઈન્કાર કરી દીધો. ટિપની રકમ નાની ન હતી એટલે જ આ રકઝક થઈ. છેવટે ગાઈડે કહ્યું, “ભલે, તમને ઠીક લાગે તો આપજો; નહિ તો હું તેની વ્યવસ્થા કરી લઈશ.” વળી ગાઈડે કહ્યું, “ધોધ સુધી જવામાં કપડાં ભીંજાઈ જાય છે, માટે ઓછામાં ઓછાં કપડાં પહેરીને જજો. પાછાં ફરતાં ભીનાં કપડે તમારે બસનો પ્રવાસ કરવો ન પડે એટલા માટે આ સૂચના છે. જરૂર લાગે ૪૪ ગક પ્રવાસ-દર્શન Page #87 -------------------------------------------------------------------------- ________________ તો અહીં હોટેલમાં સ્વિમિંગ કોમ્યુમ ભાડે મળે છે. તે લઈ શકો છો. તમારી ઘડિયાળ હોટેલના લોકરમાં મૂકીને જજો. તમારા કેમેરા માટે હોટેલ તરફથી તમને પ્લાસ્ટિકની કોથળી આપવામાં આવશે. એ જરૂર લેજો, નહિ તો તમારો કેમેરો ભીંજાઈ જશે.” હોટેલમાં કપડાં બદલવા માટે જુદા મોટા ઓરડા હતા. ત્યાં કપડાં માટે અને ઘડિયાળ, પૈસા વગેરેનું જોખમ રાખવા માટે લોકરની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. વળી ત્યાં મદદ કરવા માટે નોકરો ઊભેલા હતા. અમને પહેલેથી ખબર હતી એટલે અમે અમારું પોતાનું સ્વિમિંગ કૉટ્યૂમ સાથે લઈ લીધું હતું. તે પહેરીને અમે ચાલ્યાં. ઉઘાડા શરીરે, ઉઘાડા પગે અમે થોડાં પગથિયાં ઊતરી નદીના કિનારે ગયાં. અમારામાંનાં કેટલાંકને નદીનો શાંત પ્રવાહ જોઈ બૂટ કે કપડાં કાઢવાનું ઠીક ન લાગ્યું. કેટલાંકે હાથે ઘડિયાળ પણ પહેરી રાખી, વોટરપ્રૂફ છે એમ કહીને. કોઈકને કેમેરા માટે પ્લાસ્ટિકની કોથળી લેવામાં વધારે પડતી ચીકાશ લાગી. નદીકિનારે રંગબેરંગી ચટાપટાવાળી સો-સવાસો ખાલી હોડીઓ પાણીમાં હારબંધ ઊભેલી હતી. એક પછી એક હોડી પગથિયાં પાસે આવે એટલે બે અથવા વધુમાં વધુ ત્રણ પ્રવાસીને એમાં બેસાડવામાં આવતાં. સ્ત્રીઓને જુદી હોડીમાં બેસાડવામાં આવતી, સિવાય કે પતિ- પત્ની સાથે જવા ઈચ્છતાં હોય. જાડા-પાતળાને લક્ષમાં રાખીને બેસાડાતાં, જેથી હોડીમાં ભાર વધી ન જાય. હોડી ભરાય કે તરત ચાલે. હું અને મારા ભાઈ ભરતભાઈ એક હોડીમાં બેઠા. અમારી સાથે પેલા ચીની સજ્જનને બેસાડવામાં આવ્યા. તેમણે પોતાનાં કપડાં પહેરી રાખ્યાં હતાં. હોડી છીછરી, સાંકડી અને સપાટ હતી. તેમાં કોઈ બેઠકો કરવામાં આવી નહોતી. હોડીના બંને છેડે એક એક નાવિક હતો. વચમાં નીચે અમારે બેસવાનું હતું, પણ બહુ વિચિત્ર રીતે દરેક બેસનારે પોતાના બેય પગ પહોળા કરી હોડીની બંને બાજુએ અડે એ રીતે આખા લાંબા કરવાના હતા, જાણે વ્યાયામના વર્ગમાં અમે દાખલ થયા. બીજા માણસે પણ એ રીતે પહોળા પગ રાખીને પહેલા માણસના ખોળામાં જાણે બેઠા હોય તેટલા અડોઅડ બેસવાનું હતું. એ જ રીતે ત્રીજા માણસે પણ. અમારી હોડી પાણીમાં સરકવા લાગી. વાતાવરણ શીતલ અને ખુશનુમા હતું, પણ નાવિકો ઘડીએ ઘડીએ સરખા ન બેસવા માટે અમારા પર ચિડાતા. પ્રકૃતિસૌન્દર્ય નિહાળતાં આનંદ થતો હતો, પણ અમારાં શરીર પાગ્યાન-હામનો ધોધ જ ૪૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ થોડી વારમાં જ અકળાવા લાગ્યાં હતાં. જકડાયેલા જમણા પગને જરાક આરામ આપવા મેં ઘુંટણથી સહેજ ઊંચો કર્યો. એટલામાં હોડી હાલકડોલક થઈ, એક બાજુ નમી પડી. અંદર થોડું પાણી ભરાઈ ગયું. અમારા કોંગ્યુમ ભીંજાયાં. અમે હોડીવાળા ઉપર ચિડાયા. તે અમારા ઉપર ચિડાયો. તેની ભાંગીતૂટી અંગ્રેજી પરથી અમને સમજાયું કે વાંક મારો જ હતો. પગ ઊંચો કરવાને લીધે જ હોડીએ સમતોલપણું ગુમાવ્યું હતું. બંને હોડીવાળાએ હોડીમાં ભરાયેલું પાણી હલેસાં વડે ઘડીકમાં ઉલેચી કાઢ્યું. રોજના મહાવરાને લીધે જ આટલી બધી તેમની ઝડપ હતી. શરૂઆતમાં અમને થયું કે હોડીવાળો ખોટો ચિડાયા કરે છે, પરંતુ હવે અમને ખાતરી થઈ કે એક પણ પ્રવાસી પોતાનો પગ સહેજ પણ ઊંચો કરે તો તરત જ હોડી એક બાજુ નમી પડતી; હોડીમાં પાણી ભરાઈ જતું અને ડૂબી જવાનું જોખમ ઊભું થતું. પછીથી તો અમને થયું કે ભલે ફાવે નહિ અને અકળાઈ જવાય તોપણ પગ સીધા રાખવામાં જ અમારી સલામતી હતી. નદીમાં સામે પ્રવાહે અમારી હોડી ચાલતી હતી, એટલે નાવિકો જોરજોરથી હલેસાં મારતા હતા. જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ નદીનો પ્રવાહ સાંકડો થતો ગયો. બંને કિનારે ઊંચી ભેખડો આવવા લાગી. નદીનાં પાણી છીછરાં થતાં ગયાં. અમે સામે નજર કરી તો દેખાયું કે નદીનો પ્રવાહ વચ્ચે થઈને ધસમસતો વહેતો આવતો હતો. અમે માન્યું કે હવે પગે ચાલીને જવાનું હશે, કારણ કે ખડકો વચ્ચેથી હડી ચાલી શકે એવો સંભવ નહોતો. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે હોડી ખડકો વચ્ચેથી જલમાર્ગ કરતી વાંકીચૂંકી ચાલવા લાગી. નદીના છીછરા અને સાંકડા પટમાં હોડી હંકારવાની હોડીવાળાની કળા કંઈક અનોખી જ હતી. બંને નાવિકો એકબીજાને સૂચના આપતા જાય અને તે પ્રમાણે હોડી ક્ષણે ક્ષણે વળાંક લેતી જાય. હોડી જે બાજુ જરાક નમે કે તરત તે બાજુનો નાવિક પાણીમાં કૂદી પડે અને હાથ વડે હોડીને સીધી કરે. કમર કે ઘૂંટણ સુધી છીછરું પાણી હોય એટલે પાણીમાં કૂદી પડવાનું તેને ફાવે. કઈ જગ્યાએ પાણી કેટલું ઊંડું હશે તેના તે જાણકાર હતા. કેટલીક વખત નાવિકો એક ક્ષણમાં પાણીમાં પડે, અને બીજી ક્ષણે તો હોડીમાં પાછા આવી ગયા હોય. ક્યારેક પાછા આવતાંની સાથે જરૂર પડે તો તરત બીજી બાજુ કૂદી પડ્યા હોય. કોઈક વખત હોડીને વળાંક આપવા કે ભટકાતી અટકાવવા ઊભા ઊભા એક પગ બહાર લંબાવી પાસે આવેલા ખડક ઉપર ટેકવે. કોઈ વખત હલેસું હાથમાં ઊંધું પકડી ૪૭ પ્રવાસ-દર્શન Page #89 -------------------------------------------------------------------------- ________________ એનો દાંડો ખડક ઉપર ટેકવી એની સહાયથી હોડીને ધક્કો મારે. કોઈક વખત તે હોડીની કિનાર ઉપર એક છેડેથી બીજે છેડે દોડી જતા. આ તેમની ક્રિયા એટલી ઝડપથી બનતી કે જાણે તેઓ દોરડા ઉપર નટનો ખેલ ન કરી રહ્યા હોય ! કોઈ વખત જાણે તેઓ નર્તન કરી રહ્યા હોય તેવા ભાસતા. કોઈક વખત આપણી નજર સામે જાણે સંતાકૂકડી રમી રહ્યા હોય એટલી ઝડપતી એક બાજુથી બીજી બાજુ તેઓ કૂદી જતા. જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ થોડે થોડે અંતરે હોડીને ઊંચે ચઢાવવાનું પણ બનતું. પાછળનો નાવિક નીચે પાણીમાં કૂદી પડી નાવને ઊંચી કરતો. જ્યાં ચઢાણ વધારે પડતું હોય ત્યાં અને હોડી પોતાની મેળે ચઢી શકે એમ ન હોય એવી જગ્યાએ ઝાડનું એકાદ થડ કે મોટો પથ્થર કે જાડો સળિયો પાણીમાં આડો રાખવામાં આવ્યો હતો. એથી વેગથી આવતી હોડી અડધી એના ઉપર ચઢી જતી અને તત્ક્ષણ પાછળનો નાવિક પાણીમાં કૂદી પડીને બાકીની હોડીને આગળ જોરથી હડસેલી દેતો. આ કષ્ટભર્યું કાર્ય ઘડીકમાં તે કરી લેતા. ક્યારેક હોડી પાછી પણ પડી જતી તો ફરી પાછો ધક્કો મરાતો. આવા સાંકડા અને પથરાળ જળમાર્ગમાં પણ જુદી જુદી હોડી વચ્ચે આગળ નીકળી જવા માટે તીવ્ર સ્પર્ધા, રકઝક કે તકરારો પણ થતી. બીજાનું જે થવાનું હોય તે થાય, પણ પોતાની હોડીને આગળ કાઢી લેવા માટે વખતોવખત તેમની વચ્ચે ઘૂસાધૂસી થતી. વિકાસશીલ દેશોની ગરીબ પ્રજાની આ લાક્ષણિક ટેવની આપણને નવાઈ ન લાગે, પણ યુરોપઅમેરિકાના પ્રવાસીઓને તો જરૂર લાગે. વધુ ફેરા કરી વધુ કમાવા માટેની આ વ્યવસાયી સ્પર્ધા હતી. ક્યારે આપણને ડર લાગે કે સામેથી બેફામ ધસી આવતી હોડી સાથે આપણી હોડી જોરથી ભટકાશે અને આપણે પાણીમાં ગબડી પડીશું. પરંતુ તેવે વખતે હોડીવાળાની સમયસૂચકતા દેખાઈ આવતી. તેઓ હોડીને આગળપાછળ એવી રીતે વળાંક આપી દેતા કે હોડી ભટકાતી રહી જતી. સલામતી તરીકે આપણા પોતાના હાથ બેય બાજુ બહાર ન રાખતાં અંદર રાખવા પડતા. સમતુલા જાળવવા માટે પણ હોડીની બંને કિનાર અંદરની બાજુથી પકડવી પડતી. હોડીની સફર આ રીતે સતત અધ્ધર શ્વાસે થતી હતી. અમારાં શરીર તો ક્યારનોય આખાં ભીંજાઈ ગયાં હતાં. અમારા સહપ્રવાસી ચીની સજ્જનનાં તો બધાં જ કપડાં ભીંજાઈ ગયાં હતાં. તેમણે ઘડિયાળ કાઢી ખીસામાં મૂકી દીધી હતી. તેમને ગાઈડની સૂચના હવે સમજાઈ હતી. પાગ્યાન-હામનો ધોધ ૪૯ ૪૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ અમે જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ બંને બાજુ વધુ ઊંચી ભેખડો આવતી ગઈ. આગળ જતાં તો તે ભેખડો પાંચસોથી હજાર ફૂટ ઊંચી હતી. વળાંકોને લીધે તો કોઈક સ્થળે જાણે કોઈ ઊંડા અંધારા કૂવામાં આપણે ઊતર્યા હોઈએ તેવું લાગે. સીધી ઊંચે નજર કરીએ તો આકાશનો નાનકડો ટુકડો દેખાય. લગભગ દોઢેક કલાકે અમે ધોધ પાસે પહોંચ્યાં. અહીં અમને હોડીમાંથી ઊતરી જવાનું કહેવાયું. સેંકડો પ્રવાસી ત્યાં એકત્ર થયા. એ બધાંને લાવનાર હોડીઓ ત્યાં જમા થઈ હતી. થોડી થોડી વારે કેટલીક હોડીઓ આવતી અને કેટલીક વિદાય લેતી. પાસાન-હામનો ધોધ લગભગ બસો ફૂટ ઊંચેથી જોરથી પડતો હતો. ધોધની નીચે તળાવ જેવી રચના થઈ ગઈ હતી. એમાં મોટો તરાપો ફેરવવામાં આવતો. જે પ્રવાસીઓને બરાબર ધોધની નીચે જવું હોય તેઓને આ તરાપામાં બેસાડીને લઈ જવામાં આવતા. તેના જુદા પૈસા આપવાના નહોતા. ખાલી જૂનાં પીપ અને મોટરનાં હવાભરેલાં જૂનાં ટાયરો વડે બનાવેલો આ ગામઠી તરાપો હતો. એકસાથે દસેક પ્રવાસીને તેમાં બેસાડવામાં આવતા. તળાવમાં બરાબર વચ્ચેથી પસાર થાય એવી રીતે જાડું મજબૂત દોરડું ઊંચે બાંધવામાં આવ્યું હતું તે પકડીને અને વાંસડાના હડસેલાથી તરાપાવાળા ઠેઠ ધોધ નીચે તરાપો પહોંચાડતા. ધોધના પાણીની બરાબર બાજુમાંથી અમારો તરાપો પસાર થયો. પાણીના શીકોમાં ભીંજાવાની અમને મજા પડી, પરંતુ ક્ષણવારમાં અમારી મજા નીકળી ગઈ. ધોધમાર પડતાં ધોધનાં પાણી પવનના જોરને કારણે આઘાંપાછાં પડતાં હતાં. અમારો તરાપો ધોધની વધુ નજીક આવ્યો ત્યારે અમારા ઉપર ઠંડું પાણી એટલા વેગથી સતત પડતું રહ્યું કે અમને તે ધડાધડ વાગવા માંડ્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ગૂંગળામણ થવા લાગી. બધાંના શ્વાસ અધ્ધર થઈ ગયા. પાણી એટલું સતત પડતું હતું કે શ્વાસ લેવા માટે ઘડીએ ઘડીએ મોઢું ખોલવું પડતું. અમારા તરાપામાં આવેલી એક અમેરિકન યુવતીએ તો ગભરાઈને ચીસો પાડવા માંડી. પણ ધોધના પાણીના અવાજમાં એ ચીસો પણ દબાઈ ગઈ. આ એક સાહસિક અને જોખમી અનુભવ હતો. અમને થયું કે કાચાપોચા માણસનું અહીં કામ નહિ. અલબત્ત, તરાપાવાળા ઘણા ચાલાક અને કુનેહવાળા હતા. તે દર પંદર મિનિટે ધોધ પાસેથી ચક્કર મારતા. આ તેમનો રોજનો વ્યવસાય હતો, એટલે તેમને તો બીક હોય જ શી ? ૪૮ * પ્રવાસ-દર્શન Page #91 -------------------------------------------------------------------------- ________________ ધોધ પાસેથી તરાપો પસાર થાય ત્યારે ઉપરથી પડતા પાણીનો વેગ અને જથ્થો કોઈ વખત ઘણો વધારે હોય તો તે પ્રવાસીની આડે ઊભા રહી ધોધનો માર પોતે ઝીલી લેતા. પ્રપાતનાં પડતાં પાણીમાં સ્નાન કરવાનો સાહસિક અને રોમાંચક અનુભવ કરી અમે પાછા ફર્યા. હોડીવાળાએ અમને બોલાવીને પોતાની હોડીમાં બેસાડ્યાં. હવે હોડીનું કામ સરળ હતું. નદીનાં પાણી નીચે વહેતાં જતાં હતાં. વહેણની સાથે હોડી સરકતી હતી. નાવિકોનો શ્રમ માત્ર ખડકો વચ્ચે હોડીને વળાંકો આપવાનો રહેતો. થોડી વારમાં તો અમે નદીના પહોળા પટમાં આવી પહોંચ્યાં. પ્રકૃતિસૌન્દર્યનો આનંદ તો હતો જ. તેમાં વળી અમે રાહતનો પણ આનંદ અનુભવ્યો. સૂર્યના પ્રકાશમાં અમારાં ભીનાં શરીર સુકાઈ ગયાં. હોટેલ પાસેના કિનારે અમે ઊતર્યા. અમારાં શરીર જકડાઈ ગયાં હતાં બેઠાં બેઠાં. હોડીવાળાના શરીરમાં હજુ સ્કૂર્તિ હતી. બીજો ફેરો કરવાની અને નવા ઘરાકોને લઈ જવાની ઉત્સુકતા તેમની આંખોમાં વરતાતી હતી. રોજેરોજ આવું પરિશ્રમ ભરેલું કામ કરનારાની તાસીર જ જુદી હતી. એમના ચહેરા ઉપર સતત વ્યગ્રતાની પાકી રેખા અંકિત થઈ ગઈ હતી. એમના પગ રાંટા થઈ ગયા હતા. પગના ગોટલા કઠણ બની ગયા હતા. પગનાં તળિયાં પાણીની નીચેના વાંકાચૂંકા પથ્થરો પર ભાર દઈને ચાલવાથી સપાટ થઈ ગયાં હતાં. પગના તળિયાની ધોળી રેખા સતત પાણીમાં રહેવાને લીધે વધુ ઊંચી આવી હતી. સૂર્યના તાપને લીધે એમનાં ઉઘાડાં શરીર કાળાં પડી ગયાં હતાં. હોડીમાંથી અમે ઊતર્યા એટલે બંને નાવિકોએ બક્ષિસ માટે સલામ કરી. પરંતુ અમે ખુલાસો કરીએ તે પહેલાં એમણે જ કહ્યું, “આપ કપડાં પહેરીને અને પૈસા લઈને આવો ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ.” અમે કપડાં પહેરી નાવિકો પાસે આવ્યાં. પેટને ખાતર તેમની કાળી મજૂરી જોઈને અમે ગાઈડે કહી તેથી બમણી બક્ષિસ આપી. પેલા ચીની સજ્જનથી પણ વધુ બક્ષિસ આપ્યા વિના રહેવાયું નહિ. (પાસપોર્ટની પાંખે-૧) પાગ્સાન-હામનો ધોધ એક ૪૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ 9 તાકામસુ અને રિસુરિન પાર્ક (જાપાન) દેશ તરીકે જાપાન નાનો છે, પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની દષ્ટિએ તે ઘણો રળિયામણો છે. વસ્તુની સુંદર કલાત્મક ગોઠવણી એ જાપાનની પ્રજાની ખાસિયત છે. સ્વચ્છતા અને સુંદરતાનો સાંસ્કારિક સમન્વય જાપાનની પ્રજાના લોહીમાં સુપેરે ઊતરી આવેલો જોવા મળશે. જાપાની લોકોને પોતાનું નાનકડું ઘર હોય તોપણ એના એકાદ ખૂણામાં નૈસર્ગિક મનોહર રચના કરવાનું ગમે છે. ક્યારેક તો નાનું સરખું સતત વહેતું ઝરણું અથવા નાના નાના લીસા, ગોળ કે કરકરા પથ્થરો ઉપર થઈને નીચે પડતા પાણીની રચના પણ તે તેમાં કરે છે. મોટાં વૃક્ષોની નાની જીવંત આકૃતિ (બોન્સાઈ) કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ જાપાની લોકોએ સૈકાથી વિકસાવેલી છે. ફૂલ-ડાળખી-પાંદડાંની મનોહર રચનાની કલા (ઈકેબાના) પણ જાપાનની આગવી છે. ઉદ્યાનમાં ગોળમટોળ કાંકરા અને પથ્થરોને શ્વેત રેતીમાં કલાત્મક રીતે ગોઠવી સ્થળના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરવાની સૂઝ પણ તેમની પાસે સરસ હોય છે. જાપાન તેનાં ઉદ્યાનો માટે જાણીતો દેશ છે. જે જાપાનના બગીચામાં ફરેલા હોય તે અન્ય કોઈ દેશમાં પણ જાપાની શૈલીથી બગીચો કરવામાં આવ્યો હોય તો તે તરત પારખી શકે છે. વહેતા ઝરણાનાં પાણીમાં એક કિનારેથી બીજે કિનારે જવા માટે વચમાં ગોળ પથ્થરોને સીધી લીટીએ ગોઠવવાને બદલે તેને એવો નૈસર્ગિક વળાંક તેઓ આપશે કે જે કુદરતી ૫૦ % પ્રવાસ-દર્શન Page #93 -------------------------------------------------------------------------- ________________ લાગે અને છતાં અત્યંત કલાત્મક હોય. ઉદ્યાનકલા એ જાપાનનો અત્યંત પ્રિય વિષય છે. કેટલાય લોકો એ વિષયમાં પારંગત થયેલા જોવા મળશે. ટોકિયો, ક્યોટો, સાકા, નિકો, હિરોશિમા વગેરે સ્થળે આવેલાં રમણીય ઉદ્યાનો મેં જોયાં હતાં. પરંતુ શિકોકુ ટાપુમાં આવેલો સુપ્રસિદ્ધ રિસૂરિન પાર્ક મેં જોયો ન હતો. એ જોવાની મારી ઘણા વખતથી ઈચ્છા હતી. ઈ.સ. ૧૯૬૮માં મારે જાપાન જવાનું થયું ત્યારે મેં મારા મિત્ર સાકાયોરીને પત્ર લખીને જણાવ્યું હતું કે “મારી ઈચ્છા જાપાનનો મશહૂર રિસૂરિન પાર્ક' જોવાની છે. અને જો બની શકે તો તેના પ્રવાસનું આયોજન કરવાની ભલામણ છે. એટલે તેમણે તે પ્રમાણે પ્રવાસ ગોઠવ્યો હતો. રિસૂરિન પાર્ક જોવા માટે નજીકનું મોટું શહેર તે તાકામસું છે. મધ્ય જાપાનમાં, શિકોકુ ટાપુમાં દરિયાકિનારે આવેલું આ એક નાનું શહેર છે. હવે તો એનો ઘણો વિકાસ થયો છે, પરંતુ એ વખતે તો તે એક નાનું શાંત નગર હતું. શહેરમાં બહુ હોટેલો ન હતી. જે બે-ચાર હોટેલો હતી તે પણ પ્રમાણમાં સાવ નાની હતી અને બીજી ત્રણ-ચાર નાની હોટેલ જાપાની પદ્ધતિની હતી. સાકાથી સ્ટીમરમાં બેસી અમે સાંજે તાકામસું ઊતરી “તાકામસું” નામની હોટેલમાં પહોંચ્યા. હોટેલ નાની હતી, પણ નાના શહેરના પ્રમાણમાં સારી હતી. હોટેલમાં પહોંચીને રિસેપ્શન કાઉન્ટર ઉપર સાકાયોરીએ પોતાનું નામ આપ્યું. રિસેપ્શનિસ્ટ અમને એક રૂમની ચાવી આપી. સાકાયોરીએ એને કહ્યું, “અમે બે જણ છીએ. અમારા માટે અમે બે રૂમ બુક કરાવી છે.” રિસેપ્શનિસ્ટે કહ્યું, “માફ કરજો, અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે. બે ભાઈ આવશે એવો અમને સંદેશો મળ્યો છે, પણ બંનેને અલગ અલગ રૂમ જોઈએ એવો સંદેશો મળ્યો નથી. એટલે અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે.' સાકાયોરીએ કહ્યું, “એમાં કંઈ ગેરસમજ થઈ લાગે છે, પણ હવે અમને બીજી એક રૂમ આપો.” રિસેપ્શનિસ્ટે કહ્યું, “અમે દિલગીર છીએ કે અમારી પાસે બીજી એક રૂમ ખાલી નથી.” . મેં સાકાયોરીને કહ્યું, “આપણા બંને માટે જો એક જ રૂમ રાખી હોય તો તે એક રૂમમાં રહેવામાં મને વાંધો નથી. એટલો ખોટો ખર્ચ કરવાની કંઈ જરૂર નથી.” પણ સાકાયોરીએ આગ્રહ રાખ્યો કે બંને જણ માટે જુદી જુદી રૂમ મળતી હોય તો તે રીતે જ રહેવું છે. મેં કહ્યું, “તમે મને મહેમાન તરીકે તાકામન્સ અને રિસુરિન પાર્ક * ૫૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ બહુ મહત્ત્વ નહિ આપો તો ચાલશે.' પણ સાકાયોરીએ તે વાત કબૂલ ન રાખી. એમણે રિસેપ્શનિસ્ટને કહ્યું, “તાકામ શહેરમાં બીજી કોઈ હોટેલમાં તપાસ કરીને અમને બે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા કરાવી આપો. અહીં તમારા રૂમનો જે ચાર્જ થતો હશે એ તો અમે આપી દઈશું.” રિસેપ્શનિસ્ટ ફોન પર ફોન જોડ્યા, પણ દરેક ઠેકાણેથી એક જ જવાબ આવ્યો કે એક પણ રૂમ ખાલી નથી. એક જ રૂમમાં રહેવાનું નછૂટકે થયું, પણ એ સાકાયોરીને ગમ્યું નહિ. એમનું મોટું પડી ગયું. ચાવી લઈ અમે અમારા રૂમમાં પહોંચીને સામાન મૂક્યો. અમારી પાસે ફક્ત એક એક નાની બેગ જ હતી. જાપાનના પ્રવાસમાં બહુ સામાન લેવાની આવશ્યકતા નહિ. જાપાનની હોટેલના રૂમમાં પહેરવા અને સૂવા માટેનો કિમોનો ડ્રેસ, પગમાં પહેરવાનાં સ્લીપર, નહાવા માટે સાબુ અને ટોવેલ, શેમ્પ અને હેરડ્રાયર, દાંત સાફ કરવા માટે એક દિવસ ચાલે એવું બ્રશ અને નાની ટૂથપેસ્ટ, હજામત માટે એક વખત વાપરીને ફેંકી દેવાનો અસ્ત્રો, બૂટને પાલિશ કરવા માટેની સગવડ, નિશ્ચિત સમયે ઊઠવા માટે એલાર્મ ઘડિયાળ વગેરે ઘણી સુવિધા હોય છે. ઠંડા પ્રદેશને કારણે કપડાં બહુ મેલાં થતાં નથી. એટલે એકાદ દિવસના પ્રવાસ માટે તો ઘણા લોકો બીજી જોડ કપડાં પણ સાથે લેતાં નથી. હાથ-મોં ધોઈ અમે તૈયાર થયા. સાકાયોરીએ કહ્યું, “ડૉ. શાહ, આ નાના ગામમાં તમને શાકાહારી વાનગી મળવાની થોડીક મુશ્કેલી તો રહેશે જ.' મેં કહ્યું, “મને બહુ વાંધો નહિ આવે. જો ચા-દૂધ, બ્રેડ, ભાત અને ફળ વગેરેમાંથી જે કંઈ મળે તો એટલાથી મારે ચાલી રહેશે.” અમે હોટેલની રેસ્ટોરાંમાં ગયા. ચા મળતી હતી, પરંતુ તે દૂધવાળી નહોતી. દૂધ વગરની કાળી ચા (જાપાનમાં એવી ચા વધારે પિવાય છે અને એને કો ચા કહે છે) લીંબુ સાથે હતી. વેઈટરને પૂછતાં જાણવા મળ્યું કે રેસ્ટોરાંમાં બ્રેડ નથી, કોઈ ફળ નથી અને જે ભાત છે તે મને ખપે એવા નથી, કારણ કે તેમાં ઝીણી ઝીણી માછલી નાખેલી છે. સાકાયોરીએ મને કહ્યું, “આ રેસ્ટોરાંમાં તો તમારે લાયક કશું મળતું નથી. પરંતુ આપણે બહાર જઈને બીજે ક્યાંક તપાસ કરીએ.' અમે બજારમાં નીકળ્યા. દુકાનોવાળી મુખ્ય સ્ટ્રીટની અંદર ઘણે દૂર સુધી અમે આંટો માર્યો. કેટલીક દુકાનોમાં અને નાની રેસ્ટોરાંમાં પૂછપરછ કરી, પરંતુ કોઈ પણ ઠેકાણે બ્રેડ, ફળ કે બીજું કશું મારે લાયક ખાવાનું મળતું ન હતું. સાકાયોરીએ જાપાની પદ્ધતિની બીજી હોટેલોમાં ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઠેકાણે દૂધ સુધ્ધાં પ૨ ૯ પ્રવાસ-દર્શન Page #95 -------------------------------------------------------------------------- ________________ મળતું ન હતું. એકંદરે જાપાની લોકો દૂધ લેવાને બહુ ટેવાયેલા નથી. દૂધાળાં ઢોર પણ જાપાનમાં ખાસ નથી. એવી એક માન્યતા છે કે દૂધ પીનારી પ્રજાને હાથેપગે રુવાંટી થાય છે. જાપાની લોકોને એકંદરે હાથેપગે રુવાંટી હોતી નથી. અમે ઘણુબધે ઠેકાણે રખડીને આવ્યા, પણ મારે લાયક કશું ખાવાનું મળ્યું નહિ. કંઈ જરૂર નહિ પડે એમ સમજીને ઓસાકાથી કશું લીધું પણ નહોતું. રેસ્ટોરાંમાં સાકાયો૨ીએ પોતાનું ભોજન લીધું. મેં ફક્ત લીંબુવાળી ચા પીધી. સાકાયો૨ીને ઘણો અફસોસ થયો. મેં કહ્યું, ‘તમે મારી ફિકર કરશો નહિ. હું ભૂખ્યો રહેવાને ટેવાયેલો છું.' સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, ભૂખ્યા પેટે તમને ઊંઘ કેમ આવશે ?' મેં કહ્યું, ‘મને ભૂખ્યા પેટે પણ સારી ઊંઘ આવી જશે. અમે જૈન લોકો એનાથી ટેવાયેલા હોઈએ છીએ.' સાકાર્યોરીએ જમી લીધું એટલે અમે અમારી રૂમમાં ગયા. આખા દિવસના પ્રવાસથી થાકેલા હતા. વળી બજારમાં અમે ખૂબ રખડ્યા હતા. એટલે પથારીમાં પડશું એવા ઊંઘી જઈશું એમ લાગતું હતું. સાકાયોરીએ કહ્યું, 'ડૉ. શાહ જુદી રૂમ રાખવા માટેનો મારો આગ્રહ શા માટે છે તે તમે જાણો છો ?' મેં કહ્યું, ‘નહાવા-ધોવામાં સગવડ રહે એટલા માટે જ હોય ને ?' સાકાયોરીએ કહ્યું, ‘એ તો ખરું, પણ ખાસ તો એ માટે કે મારે લીધે તમને અગવડ ન પડે એવી મારી ઈચ્છા હતી.' મેં કહ્યું, ‘તમારા લીધે મને કશી જ અગવડ રહેવાની નથી. તમે સિગરેટ ઘણી પીઓ છો એ હું જાણું છું અને એનો ધુમાડો મને ગમતો નથી એ તમે જાણો છો, પરંતુ રાત્રે સિગરેટ પીવાનો પ્રશ્ન જ ક્યાં છે ?' સાકાયોરીએ કહ્યું, ‘એટલે જ મારે ખુલાસો કરવો છે. રાતના પણ હું ત્રણચાર વખત ઊઠીને સિગરેટ પીઉં છું.' મેં કહ્યું, ‘તેનો વાંધો નહિ. એક રાતનો સવાલ છે ને ? પંખો ચાલુ રાખીશું. ધુમાડો તરત નીકળી જશે.’ સાકાયોરીએ કહ્યું, ‘સિગરેટની તો હું તમને બહુ તકલીફ નહિ આપું, પરંતુ જ્યારે હવે એક જ રૂમમાં સાથે રાત રહેવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે મારે મારી અંગત ખાસિયતનો ખુલાસો કરી દેવો જોઈએ. હું ઊંઘમાં મોટેથી ઘણો બડબડાટ કરું છું. એથી તમારી ઊંઘમાં ખલેલ તો પડશે જ.' મેં વાતને હળવી બનાવવા કહ્યું, ‘તમે ભલે ઊંધમાં બોલો, પણ તમે જે જાપાની ભાષામાં બોલશો તે હું સમજી નહિ શકું. એટલે તમે જે કંઈ બોલ્યા હશો તે હું તમારી પત્નીને જણાવી દઈશ એવી કોઈ બીક રાખવાનો પ્રશ્ન રહેતો નથી.' તાકામત્સુ અને રિસુરિન પાર્ક * ૫૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ સાકાયોરીએ કહ્યું, “એની મને ચિંતા નથી, કારણકે હું જે બોલું છું તે મારી પત્ની પણ સમજી શકતી નથી. મારું બબડવાનું અસ્પષ્ટ હોય છે.” કહ્યું, “તમારી પત્નીને તમારું બોલેલું ન સમજાય એ તો જાણે સમજ્યા, પણ ઊંઘમાં બોલવાને કારણે તમારી પત્નીની ઊંઘમાં ખલેલ નથી પહોંચતી ?” “પહોંચે જ છે', સાકાયોરીએ કહ્યું, “જોકે હવે ઘણી ટેવાઈ ગઈ છે, પરંતુ કોઈ કોઈ વખત હું જ્યારે બહુ મોટેથી બડબડાટ કરતો હોઉં ત્યારે તે બીજી રૂમમાં જઈને સૂઈ જાય છે.” આખા દિવસના પ્રવાસથી અમે થાકેલા હતા. એટલે ઊંઘવાની તૈયારી કરી. રૂમમાં બે પલંગ આજુબાજુમાં હતા. સૂતાં પહેલાં સાકાયોરીએ પોતાની વિચિત્ર આદત માટે ફરી એક વખત મારી ક્ષમા માગી. મેં કહ્યું, “આખી રાત મારે જાગવું પડે તોપણ મને વાંધો નથી. આખી રાત સતત જાગીને સળંગ ડ્યૂટી કરવાનો મને લશ્કરી કૅમ્પનો અનુભવ છે. વળી હું કોઈક વખત રાત્રે ઝેન (ધ્યાન)માં પણ બેસું છું. એટલે તમે મારી બિલકુલ ફિકર કરશો નહિ.' સાકાયોરી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. હું પણ પ્રાર્થના કરીને સૂઈ ગયો. ભૂખ્યા પેટે પણ મને તરત ઊંઘ આવી ગઈ. પરંતુ મારી એ ઊંઘ વધારે સમય ટકી નહિ. રાતના અગિયારેક વાગ્યા હશે. ત્યાં તો સાકાયોરીએ ઊંઘમાં મોટેથી બડબડાટ ચાલુ કર્યો. એમનો અવાજ એટલો મોટો હતો કે બાજુમાં સૂનારની ઊંઘમાં અવશ્ય ખલેલ પડે. આ વાતની પહેલેથી જો ખબર ન હોય તો રૂમની અંદર અચાનક કોણ ઘૂસી ગયું છે અને શી ધમાલ થઈ રહી છે તે સમજાય નહિ. થોડી વારના બડબડાટ પછી સાકાયોરી શાંત થઈ ગયા. એમનાં નસકોરાં જોરથી બોલવા લાગ્યાં. મેં પથારીમાં પડ્યા પડ્યા ઊંઘ આણવાનો પ્રયત્ન કર્યો. રાત્રે ઊંઘ ન આવતી હોય તો ઘેટાં ગણવાની પદ્ધતિ જાણીતી છે, પણ મને તો ઘેટાં ગણવાને બદલે નવકારમંત્ર ગણવાની ટેવ છે. થોડો વખત એ રીતે નવકાર ગણ્યા ત્યાં ચિત્ત નિદ્રાધીન થયું. પણ ત્યાં તો સાકાયોરીનો બડબડાટ ફરી ચાલુ થયો. કોઈ કોઈ શબ્દો તો તારસ્વરે બોલાતા હતા. આવા સંજોગોમાં ઊંઘ આવવાની શક્યતા હવે જણાતી નહોતી. મને થયું કે પથારીમાં જાગતા પડ્યા રહેવું એના કરતાં તો સ્તુતિ, જાપ, ધ્યાન વગેરે કરવાં તે વધુ યોગ્ય થશે. મેં ઊઠીને મારું આસન લઈને એક ખૂણામાં બેસીને સ્તુતિ, જાપ વગેરે ચાલુ કર્યા. મને ઊંઘવા નથી મળતું એવો મને કોઈ સંતાપ કે થાક નહોતો. મારા મનમાં સાકાયોરી પ્રત્યે કોઈ ચીડ પણ નહોતી, બલકે સહાનુભૂતિ ૫૪ * પ્રવાસ-દર્શન Page #97 -------------------------------------------------------------------------- ________________ હતી. મારા માટે તો આ એક પ્રકારનો નવો જ અનુભવ હતો અને તે પણ એક રાતને માટે. સાકાયોરીને માટે તો આ જીવનભરનો રોગ હતો. અને એમનાં પત્નીને માટે તો આ કાયમનો ત્રાસ હતો. એમનો વિચાર કરતાં મને મારી તકલીફ કશી જ ન લાગી. પ્રસન્નતાપૂર્વક હું મારા ધ્યાનમાં અને જાપમાં લીન બની ગયો. રાત્રિ દરમિયાન સાત-આઠ વખત સાકાયોરીએ આ રીતે ઊંઘમાં બડબડાટ કર્યો હશે. વચ્ચે એકાદ વખત પથારીમાં બેઠા થઈને એમણે સિગરેટ પણ સળગાવી. એમણે જોયું કે હું એક ખૂણામાં ધ્યાનમાં બેઠો છું અને હું કશું બોલવાનો નથી. એટલે તે તરત પાછા ઓઢીને સૂઈ ગયા. આમ કરતાં સવારના પાંચેક વાગવા આવ્યા હશે. હવે જો હું અડધો કલાક સૂઈ જઈશ તો તરત ઊંઘ આવી જશે એમ માનીને હું પથારીમાં પડ્યો અને થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. સાડા છ વાગે મારી આંખ ઊઘડી. તે દરમિયાન સાકાયોરીએ કંઈક બડબડાટ કર્યો હતો કે નહિ તેની મને ખબર પડી નહિ. તે વિશે સાકાયોરીને પુછાય પણ નહિ. પૂછીએ તો સાકાયોરી કેવી રીતે સાચો જવાબ આપી શકે ? પોતે ઊંઘમાં બડબડે છે એવું ભાન કયા માણસને બડબડતી વખતે હોઈ શકે ? સવાર થતાં જ સ્નાન વગેરેથી પરવારીને અમે રેસ્ટોરાંમાં ગયા. સાકાયોરીએ નાસ્તો કર્યો. મારા માટે તો લીંબુવાળી કાળી ચા સિવાય બીજું કશું ખપે તેવું ન હતું. મને એ જાતની ચા ભાવે છે એટલે તકલીફ નહોતી. પછી અમે ટેક્સીમાં બેસી રિસુરિન પાર્કમાં પહોંચ્યા. રિફુરિન પાર્ક જાપાનનો એક ઘણો વિશાળ અને સુપ્રસિદ્ધ પાર્ક છે. જૂના વખતમાં એ વિસ્તારમાં રહેતા કોઈ એક મોટા ઉમરાવની ૧૩૪ એકર જેટલી જગ્યામાં મોટી વસાહત હતી. વખત જતાં આ વિશાળ જગ્યા સરકાર હસ્તક આવી અને સરકારે ત્યાં એક સરસ પાર્કનું આયોજન કર્યું. રિસૂરિન પાર્ક એટલો મોટો અને સુંદર છે કે એ જોતાં ધરાઈએ નહિ. આખો પાક બરાબર જોવા જઈએ તો થાક્યા વગર રહીએ નહિ. આ પાર્કમાં જે મહત્ત્વની જુદી જુદી રચના કરવામાં આવી છે તે અમે નિહાળી. પાર્કમાં કેટલાંક વૃક્ષો તો બહુ ઊંચાં, ઘટાદાર અને સૈકાઓ જૂનાં છે. ઠેકઠેકાણે રંગબેરંગી પુષ્પો ખીલેલાં હતાં. કેટલેક ઠેકાણે નાનાં તળાવ જેવી રચનાઓ પણ કરવામાં આવી હતી. ક્યાંક ક્યાંક પાણીમાં આડાઅવળા પથ્થરો ગોઠવીને કરેલી ઊંચી-નીચી અને વાંકી-ચૂકી પગથી કલાત્મક છતાં નૈસર્ગિક લાગે એવી હતી. જાપાનીઓની ઉદ્યાનકલાની આ એક વિશિષ્ટતા તાકામસુ અને રિસુરિન પાર્ક ઝ પપ Page #98 -------------------------------------------------------------------------- ________________ છે. પાર્કમાં પણ કેટલેક સ્થળે પક્ષીનો કલરવ થતો હતો. નાનાં નાનાં હરણો છૂટાં ફરતાં હતાં. પાર્કમાં ફરતાં ફરતાં અમે એક સ્થળે આવ્યા. ત્યાં એક નાનોસરખો પુલ બનાવવામાં આવ્યો હતો. નીચે ઊંડું પાણી હતું. એમાં ઘણી માછલીઓ દેખાતી હતી. કેટલાક છોકરાઓ પુલ ઉપરથી નીચે પાણીમાં માછલી માટે ખાવાનું ફેંકતા હતા. એ જોવામાં અમે તલ્લીન થયા. એવામાં સાકાયોરીએ કહ્યું, “ડૉ. શાહ, તમે અહીં ઊભા રહેશો, હું તરત જ આવું છું.” પાણીમાં ખાવાનો નાનો સરખો ટુકડો પડતાં ચારે બાજુથી એકસાથે ચાલીસ-પચાસ માછલી કેવી ધસે છે અને કોઈ એક નસીબદાર માછલી એ ટુકડો પોતાના મોઢામાં લઈ લે છે અને આથી ભાગી જાય છે, એ દૃશ્ય જોવા જેવું હોય છે. ખાવાનું મેળવનાર માછલી પાસેથી પડાવી લેવા કોઈ માછલી પાછળ પડતી નથી. માછલીમાં અંદર અંદર કોઈ મારામારી થતી નથી. નિષ્ફળ થયેલી માછલીઓ ફરી પાછી આમતેમ ઘૂમવા લાગે છે. આ દૃશ્ય જોવામાં હું મશગૂલ બની ગયો હતો. મને વિચાર આવ્યો કે ખાવાનો એક ટુકડો પાણીમાં પડતાં પચાસ કે સોમાંથી એકાદ માછલીને જ ખાવાનું મળે છે. પણ બીજી બાજુ આ માછલીને આખો દિવસ જ રોજેરોજ કેટલાય પ્રવાસી ખવરાવતા હોય છે, એટલે માછલીને ભૂખે મરવાનો પ્રશ્ન તો રહેતો જ નથી. જ્યાં આવું ખાવાનું ન મળતું હોય ત્યાં પણ માછલીઓ પાણીમાંથી પોતાનો આહાર મેળવી લે છે. વસ્તુત: અહીં તો વધુ પડતું ખાવાથી માછલી હૃષ્ટપુષ્ટ બનેલી દેખાતી હતી. (ભારતમાં ગંગા અને બીજી નદીમાં કે સરોવરોમાં એવાં કેટલાંય પવિત્ર સ્થળો છે કે જ્યાં માછલીને ખવડાવવાનો રિવાજ છે. ત્યાં આવી જ હૃષ્ટપુષ્ટ માછલીઓ જોવા મળશે.) એવામાં સાકાયોરી એક કાગળની કોથળીમાં કશુંક લાવ્યા. તેમના ચહેરા ઉપર પ્રસન્નતા હતી. મારા હાથમાં તે પડીકું મૂક્યું અને કહ્યું, “ડૉ. શાહ, આ તમારા માટે છે.” મેં કોથળીમાં જોઈને કહ્યું, “ઓહ ! માછલીઓ માટેનાં આ બિસ્કિટ છે. ચાલો, આપણે ખવડાવીએ' એમ કહીને આંગળી જેટલા જાડા અને વેંત જેટલા લાંબા ‘સ્ટિક'ના પ્રકારનાં એ બિસ્કિટના ટુકડા કરીને મેં માછલીને માટે નાખવા માંડ્યા. સાકાયરીએ કહ્યું, “ડૉ. શાહ, તમે મારી વાત સમજ્યા નહિ. આ બિસ્કિટ હું માછલી માટે નથી લાવ્યો, તમારા માટે લાવ્યો છું. માછલી માટેનાં આ ચોખાનાં બિસ્કિટ છે. શુદ્ધ શાકાહારી છે. એટલે તમે ખાઈ શકશો. તમે ગઈ કાલ સાંજથી કશું ખાધું નથી, એટલે મને તમારી બહુ ચિંતા થતી હતી, પણ સદ્ભાગ્યે આ ચોખાનાં બિસ્કિટ મળી ગયાં એટલે હું રાજી થઈ ગયો.” પક જ પ્રવાસ-દર્શન Page #99 -------------------------------------------------------------------------- ________________ મેં સાકાયોરીને કહ્યું, “મને શાકાહારી ખાવાનું નથી મળ્યું અને હું ભૂખ્યો છું એ સાચું, પરંતુ આ બિસ્કિટ વેચનારા ફેરિયા તો માછલીઓ માટે તે વેચે છે. એટલે તે બિસ્કિટ ખાવાનું મને ગમશે નહિ. મારા ખાવાથી માછલીનો ખોરાક ઓછો થઈ જશે અને તેઓ ભૂખે ટળવળશે એવું નથી. પરંતુ આ બિસ્કિટ માછલીઓ માટે જ બનાવાય છે અને તેમને જ ખવડાવાય છે. એટલે હું એ ખાઉં એમાં મને ઔચિત્યભંગ લાગે છે. એટલે ભલે હું ભૂખ્યો રહું, આટલા કલાક ભૂખ્યો છું તો થોડાક કલાક વધારે, પરંતુ આ બિસ્કિટ મારે ગળે ઊતરશે નહિ.” અમે એ બિસ્કિટ માછલીને ખવડાવી દીધાં. બિસ્કિટના ટુકડા કરીને તે નાખવાનો અને પાણીમાં ચારે બાજુથી માછલીઓને ટુકડા તરફ ધસી જોવાનો આનંદ અમે માણ્યો. રિસૂરિન પાર્ક જોઈને અમે હોટેલ ઉપર પાછા આવ્યા. સાકાયોરીએ પોતાનું ભોજન લીધું. મેં ચા પીધી. પછી ત્યાંથી સામાન લઈને તાકામસુના બંદરે પહોંચી અમે ઓસાકા જતી સ્ટીમર પકડી. નાના નાના ઘણાબધા ટાપુઓવાળી ખાડીમાંથી પસાર થતી સ્ટીમર ઓસાકા આવી પહોંચી ઓસાકામાં એક હોટેલમાં અમે ઊતર્યા એટલે સાકાયોરીએ સૌથી પહેલું કામ મને એક રેસ્ટોરાંમાં લઈ જઈને શાકાહારી ભોજન કરાવવાનું કર્યું. આમ આખી રાતના જાગરણ પછી ભૂખ્યા પેટે વિશાળ રિસુરિન પાર્ક ધરાઈને જોવાનો મારો આનંદાનુભવ જુદા જ પ્રકારનો રહ્યો હતો ! (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) તાકામ← અને રિસૂરિન પાર્ક ઝ ૫૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ દિગંબર સ્નાન (જાપાન) જાપાની ભાષામાં “ગાવા' (અથવા કાવા) એટલે નદી. ટોક્યોની ઉત્તરે લગભગ દોઢસો માઈલ દૂર કિનુગાવા નામનું એક અત્યંત રમણીય સ્થળ છે. ત્યાં આગળ કિનુ નામની નાનકડી નદી વહે છે. આ સ્થળ વિશેષ ખ્યાતિ પામ્યું છે ત્યાંના ગરમ પાણીના ઝરા માટે. જાપાનમાં ગરમ પાણીના ઝરા ઘણે સ્થળે છે. એવાં સ્થળોને “હેલ્થ રેઝોર્ટ' તરીકે જાપાને વિકસાવ્યાં છે. એવાં શાંત અને મનોહર સ્થળોએ જાપાની આરામ અને આનંદપ્રમોદ માટે વારંવાર જતાં હોય છે. કિનુગાવામાં શરૂઆતમાં જે કેટલીક હોટેલો બંધાઈ તેમાં નદીમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી જ ગંધકવાળું ગરમ પાણી પાઈપ વાટે સીધું હોટેલમાં લાવી ગરમ પાણીના હોજ બાંધવામાં આવેલા. પરંતુ ત્યાર પછી એવા હોજની લોકપ્રિયતા વધતાં આસપાસ કેટલીયે મોટી મોટી આલીશાન હોટેલો બંધાઈ. તે બધી માટે ઝરાનું કુદરતી ગરમ પાણી લાવવાનું સરળ નહોતું. એટલે પ્રવાસીના આકર્ષણ માટે તેમાં ગંધકવાળા નહિ, પણ સાદા ગરમ પાણીના હોજ રાખવામાં આવ્યાં. હોટેલમાં જ હીટર વડે ટાંકીમાં ગરમ થયેલું પાણી કમર સુધીના ઊંડા આ હોજમાં આવે. ચોવીસ કલાક આ હોજ હોટેલના ગ્રાહકો માટે ખુલ્લા હોય. કિનુગાવામાં ઘણીખરી હોટેલોમાં જાપાની પદ્ધતિથી રહેવાનું હોય છે. કિનુગાવાઓ નસેન' નામની એક મોટી આલીશાન હોટેલમાં અમારા ૫૮ ૪૯ પ્રવાસ-દર્શન Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉતારાની વ્યવસ્થા અમારા યજમાનોએ કરી હતી. હોટેલમાં પ્રવેશતાં જ દરવાજામાં અમારા બૂટ કઢાવી લેવામાં આવ્યા અને અમને લાકડાની ચાખડીઓ પહેરવા આપવામાં આવી. રૂમમાં ગયા પછી તરત અમારે જાપાની કિમોનો પહેરવો પડ્યો, કારણ કે હોટેલમાં પોતાનાં ઘરનાં કપડાં પહેરીને ફરવાની મનાઈ હતી. જે કોઈ સ્ત્રી-પુરુષો કિનુગાવાની જાપાની પદ્ધતિની હોટેલમાં રહેવા આવે તેમના માટે હોટેલ તરફથી અપાતો યુનિફોર્મ જેવો કિમોનો પહેરવાનું લગભગ ફરજિયાત જેવું હોય છે. ગળાથી પગની એડી સુધી લટકતા, આગળથી સળંગ ખુલ્લા એવા ઝભ્ભામાં જમણી બાજુના છેડા ઉપર ડાબી બાજુનો છેડો લપેટીને કમ્મરે પટ્ટો બાંધવાનો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો માટે કિમોનો અને ચાખડી એકસરખાં હોય છે. તે પહેરીને હોટેલમાં ફરવાનો અનુભવ અમારે માટે નવો હતો. કિનુગાવામાં આવેલા દરેક પ્રવાસીની રોજની મહત્ત્વની પ્રવૃત્તિ તે નાહવાની અને ખાવાની રહેતી. નાહવા માટે બધા હોજમાં જતા. અમારા જાપાની મિત્રો અમને હોજમાં નાહવા માટે લઈ ગયા. જતી વખતે મેં એક મિત્રને પૂછ્યું : “રૂમમાં ટોવેલ નથી તો ત્યાં આપણને ટોવેલ મળશે કે કેમ ?' એમણે કહ્યું, “ટોવેલની જરૂર નથી. રૂમમાં જે નેપ્લિન હોય તે લઈ લેજો; અહીંની ઘણી હોટેલોમાં ટોવેલને બદલે નેપ્કિન અપાય છે.” નેપ્કિન લઈ અમે હોજ પાસે પહોંચ્યાં. હોજમાં બધા પુરુષોએ નગ્નસ્નાન કરવાનું છે એ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી. બહાર સૂચના લખી હતી કે શરીરે કંઈ પણ કપડું પહેરીને હોજમાં સ્નાન કરવાની મનાઈ છે. આવી રીતે જાહેરમાં નિર્વસ્ત્ર સ્નાન કરવાનો અમને અનુભવ નહોતો, એથી અમને કેટલાકને ક્ષોભ થયો. અમારા જાપાની મિત્રોએ કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે દિગંબર સ્નાન કરવું એ સ્વાભાવિક છે. તમને ખાતરી ન થતી હોય તો પહેલાં અંદર જઈને જોઈ આવો અને પછી ઠીક લાગે તો સ્નાન કરો.” અમે અંદર ગયા. ત્યાં પચાસેક પુરુષો વિશાળ હોજમાં દિગંબર સ્નાન કરતા હતા. ગરમ પાણીને લીધે વરાળ સતત એટલી બધી નીકળ્યા કરતી હતી કે ઘણા બધા પુરુષો નહાતા હોવા છતાં દેખાતા હતા ઓછા. જાપાની લોકો માટે આ સ્વાભાવિક હતું. અત્યંત સહજ રીતે એક પછી એક પ્રવાસી આવતા. ઝડપથી કિમોનો ઉતારી ત્યાં રાખવામાં આવેલી એક ટોપલીમાં કપડાં મૂકીને સ્નાન કરવા જતા. હોજની અંદર એક આખી દીવાલ પારદર્શક કાચની હતી. ત્યાંથી બહાર નીચે નદીનું રમણીય દૃશ્ય દિગંબર સ્નાન ઃ ૫૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ નજરે પડતું હતું. સામે કિનારે આવેલી કેટલીક હોટેલોમાં એના ગરમ પાણીના હોજમાં પ્રવાસીને આવી રીતે સ્નાન કરતા જોઈ શકાતા હતા. અમારામાંના કેટલાક એ રીતે હોજમાં સ્નાન કરવા ગયા. અમે ત્રણેક જણા ક્ષોભને કારણે સ્નાન કર્યા વગર પાછા આવ્યા. રૂમમાં આવી બાથરૂમમાં અમે સ્નાન કરી લીધું. સાંજે જમીને અમારા રૂમમાં અમે બેઠા હતા ત્યારે આ બાબતની ચર્ચા ચાલી. બધાનો મત એવો હતો કે આરંભમાં કંઈક વિચિત્ર લાગે, પણ પછી આપણે ટેવાઈ જઈએ છીએ. અમને વિચાર આવ્યો કે આપણે ભારતમાં દિગંબર જૈન સાધુ પાસે જઈએ છીએ ત્યારે ત્યાં કેટલી શાંતિ અને સ્વાભાવિકતા પ્રવર્તતી હોય છે ! ત્યાં વૃદ્ધ અને યુવાન સ્ત્રીઓ અને નાનાં બાળકો પણ હોય છે. પ્રથમ વાર જોનારને થોડો સમય કુતૂહલ રહે. પણ પછી આપણે એનાથી ટેવાઈ જઈએ છીએ. જેમ પશુપક્ષીને નગ્ન જોતાં આપણને સંક્ષોભ થતો નથી, તેવું જ દિગંબર સાધુની પાસે વધુ વખત રહેવાથી અનુભવાય છે. પ્રાકૃત માણસ અચલક હતો. વસ્ત્ર એ સભ્ય સંસ્કૃતિએ ઉપજાવેલું કૃત્રિમ ઉપકરણ છે. માટે નિસર્ગદત્ત અવસ્થામાં જ્યાં બધા સ્નાન કરતા હોય ત્યાં આપણને ક્ષોભ થવો ન જોઈએ. બીજે દિવસે અમે પણ દિગંબર સ્નાન કરવામાં જોડાયા. એક વખત ક્ષોભ અને લજ્જા ગયાં એટલે કશું અસ્વાભાવિક કે વિચિત્ર ન લાગે. અમારા એક જાપાની મિત્રે કહ્યું, “અહીંની હોટેલોમાં માત્ર પુરુષોના હોજની એક દીવાલ પારદર્શક કાચની હોય છે એવું નથી. સ્ત્રીના હોજને પણ એવી પારદર્શક દીવાલ હોય છે.” પછી એમણે સામા કિનારાની દૂરની એક હોટેલ તરફ નજર કરવા કહ્યું. ત્યાં સ્ત્રી નગ્નસ્નાન કરી રહી હતી. એમણે કહ્યું, ‘તમે ભારતવાસીને આ જોઈ બહુ નવાઈ લાગે, છે નહિ ? પણ કદાચ હું જો ક્યાંક જોવા મળશે તો તમને એથી પણ વધુ નવાઈભરી લાગે એવી અહીંની પ્રથા બતાવીશ.' કિનુગાવાથી અમે કેટલાક માઈલ દૂર એવી જ બીજી એક નદીના કિનારે આવેલા કાવાજી નામના સ્થળે ગયાં. ત્યાં અમે “કાશી વાયા' નામની એક વિશાળ અદ્યતન હોટેલમાં ઊતર્યા હતાં. ગરમ પાણીના હોજમાં સ્નાન કરી અમે જમવા માટે એક વિશાળ ખંડમાં એકઠાં થયાં. અમે બેઠાં હતાં ત્યાં પેલા જાપાની મિત્ર બાલ્કનીમાં અમને લઈ ગયાં. ત્યાંથી તેમણે નીચે નદીકિનારે થોડે દૂર ગંધકવાળા ગરમ પાણીનો એક કુંડ બતાવ્યો. એમણે કહ્યું, “અહીંની ઘણી હોટેલોમાં તો હીટર વડે ગરમ કરેલું પાણી હોય છે, પરંતુ પેલો કુંડ તો ગંધકવાળા ગરમ પાણીના ઝરાનો કુંડ છે. જાહેર ૬૦ - પ્રવાસ-દર્શન Page #103 -------------------------------------------------------------------------- ________________ જનતા માટે તે છે. આ બધી હોટેલોમાંથી અને શહેરના રહેવાસીઓમાંથી જેમને ત્યાં નહાવા જવું હોય તે જઈ શકે છે. ત્યાં તમે બરાબર ધારીને નજર કરો.” અમે ત્યાં નજર કરી તો એક કુંડમાં નિર્વસ્ત્ર સ્ત્રીઓ અને પુરુષો કશા પણ ક્ષોભ કે સભાનતાના ભાવ વિના સ્વાભાવિકતાથી સાથે સ્નાન કરી રહેલાં દેખાયાં. થોડી થોડી વારે એક પછી એ સ્ત્રી કે પુરુષ આવે, તરત બધાં વસ્ત્ર ઉતારે અને કુંડમાં નાહવા દાખલ થાય. અમારા જાપાની મિત્રે કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે સ્ત્રી અને પુરુષો એક જ હોજમાં વસ્ત્રવિહીન સ્નાન કરે એની અમને જરાય નવાઈ નથી.' કિનુગાવા કરતાં કાવાજી શહેર વધુ ઊંચાઈએ આવેલું છે. પ્રમાણમાં તે નાનું અને શાંત છે. ત્યાંની નૈસર્ગિક શોભા કિનુગાવા કરતાં કંઈક વિશેષ ભવ્ય છે. કાવાજીથી અમે નિકોનો ધોધ જોઈ ટોક્યો પાછા ફર્યા. ત્યાંથી હવે અમારો કાર્યક્રમ દક્ષિણમાં આવેલા જાપાનના ક્યુશુ ટાપુના પ્રવાસે જવાનો હતો. ત્યાં બેડુ ટાપુનું બેડુ શહેર, આસો જ્વાળામુખી, કુમામોટોનો કિલ્લો અને નાગાસાકી શહેર જોવા અમે જવાનાં હતાં. બેખુ એ ઠરી ગયેલા વાળામુખી ઉપર વસેલું શહેર છે. આજે પણ ત્યાં ઘણે સ્થળે ચોવીસ કલાક સતત ધુમાડા નીકળ્યા કરે છે. આ શહેર એના વિવિધ પ્રકારના ગરમ પાણીના ઝરા (જાપાની શબ્દ છે “જીગોકુ', એનો અર્થ થાય છે નરક) માટે પ્રખ્યાત છે. બેઠુમાં એની સૌથી વિખ્યાત હોટેલ તે “સુગિનોઈ' હોટેલ છે. શહેરના ઊંચામાં ઊંચા વિસ્તારમાં ડુંગરના ઢોળાવ ઉપર તે બાંધવામાં આવી છે. અડોઅડ આવેલાં ત્રણ વિશાળ મકાનમાં તે કરેલી છે. સુગિનોઈ હોટેલ પોતે જ એપ્પનું એક જોવા જેવું સ્થળ છે. હોટેલો કેવી હોઈ શકે તેનો તે એક વિલક્ષણ નમૂનો છે. આ હોટેલમાં યૂઝિયમ, થિયેટ૨, પિક્સર-હાઉસ, આર્ટ ગેલેરી, ડાન્સિંગ હોલ, બગીચો, સ્વિમિંગ પુલ, સ્લોટ મશીનોવાળો એમ્યુઝમેન્ટ વિભાગ, દુકાનો, રેસ્ટોરાં, ગરમ પાણીના બાથ વગેરે બધા વિભાગો જોતાં જ અડધો દિવસ લાગે. આ હોટેલનું એક મહત્ત્વનું લક્ષણ તે એના બાથ છે. કિનુગાવા કે કાવાજીમાં હોટેલોમાં ગરમ પાણીમાં નાહવા માટે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે એમ બે સાદા હોજ છે. અહીં સુગિનોઈ હોટેલમાં તો આવા ચારેક સાદા પણ આકર્ષક રચનાવાળા હોજ તો છે જ, જે ચોવીસ કલાક ખુલ્લા રહે છે. પરંતુ તે ઉપરાંત અહીં “જંગલબાથ” અને “ફ્લાવરબાથ” નામના દિગંબર સ્નાન ઉ૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ બે ઘણા વિશાળ અને ભવ્ય બાથ છે. દુનિયામાં હજુ સુધી આવા બાથ બીજે ક્યાંય કોઈ હોટેલની અંદર જોવા મળ્યા નથી. અમે હોટેલમાં પહોંચી, રૂમમાં ચા-પાણી કરી, કિમોનો પહેરી નીકળ્યા. કપડાં ઉતારી જંગલબાથમાં નાહવા ગયા. ત્યાં લગભગ દોઢસો જેટલા પુરુષો, કેટલાક પોતાનાં નાનાં છોકરા સાથે સ્નાન કરવા આવ્યા હતા. બધાં વસ્ત્રરહિત હતાં. આ હોટેલમાં જંગલબાથમાં ખરેખર જંગલ જેવું આબેહૂબ દૃશ્ય રચવામાં આવ્યું છે. એમાં નાળિયેરીનાં કેટલાંક વૃક્ષ ઉગાડવામાં આવ્યાં છે. ઉપરાંત વિવિધ પ્રકારનાં નાનાંમોટાં વૃક્ષો, ફૂલ-છોડ, વેલા વગેરે પણ ઉગાડવામાં આવ્યાં છે. એમાં નાહવા માટે એક નહિ પણ સાતેક નાનામોટા, ઘૂંટણ કે કમર સુધીના પાણીવાળા હોજ બનાવવામાં આવ્યા છે. કોઈકમાં પાણી એકદમ ગરમ છે, કોઈકમાં માફકસરનું છે અને કોઈકમાં ઠંડું છે. આ ઉપરાંત કોઈક હોજમાં પાણીમાં નીચે નાના લીસા પથરા અને કાંકરા રાખવામાં આવ્યા છે કે જેથી એમાં નહાતી અને ચાલતી વખતે પગનાં તળિયાં લીસા કાંકરાને અડે અને નદીમાં હોઈએ એવો કુદરતી અનુભવ થાય. કોઈક હોજમાં વચ્ચે રમવા માટે મેરી-ગો રાઉન્ડ, લપસણી, સી-સો, હીંચકા વગેરેની રચના કરવામાં આવી છે. કોઈક ઠેકાણે મસાજ માટે હારબંધ આઠ-દસ નળમાંથી ધોધની જેમ પાણી પંદરેક ફૂટ ઊંચેથી સતત પડે છે. જેમણે જોરથી પડતા પાણી વડે મસ્તક, ડોક, કમ્મર કે હાથપગે માલિસ કરવું હોય, તે આવા નળ નીચે ઊભા રહે છે. એક જગ્યાએ નાનાંમોટાં સૌને માટે મોટી લપસણી કરવામાં આવી છે, જેમાં વહેતાં પાણી સાથે માણસ ઉપરના હોજમાંથી બારેક ફૂટ નીચે, નીચેના હોજમાં લસરી શકે છે. આ જગંલબાથમાં એક જગ્યાએ ગરમ રેતીનો અખાડો કરવામાં આવ્યો છે. તેમાં ઠંડી અને નીચે જતાં વધુ અને વધુ ગરમ એવી ભીની રેતી રાખવામાં આવી છે. જો રેતીનો શેક લેવા ઈચ્છતા હોય તેમાં સૂઈને પોતાનું આખું શરીર રેતીથી ઢાંકી દે છે અને એ રીતે શેક લઈ શકે છે. જેમ વધારે ગરમી જોઈએ તેમ પાવડા વડે રેતી વધારે ઊંડે સુધી ખસેડીને સૂઈ શકાય છે. રેતીનો શેક લીધા પછી, શેક લેનારા માટે બાજુમાં બીજા બે જુદા હોજ રાખવામાં આવ્યા છે. પહેલા હોજમાં નાહીને શરીરે ચોંટેલી રેતી કાઢી નાખવાની હોય છે તે પછી ચોખ્ખા પાણીના હોજમાં ફરી વાર નાહવાનું હોય છે. હોજની રચના જ એવી ક્રમબદ્ધ કરવામાં આવી છે કે રેતીસ્નાન કર્યા પછી પૂરા સ્વચ્છ થયા પછી જ બીજા કોઈ હોજમાં નાહવા જઈ શકાય છે. રેતીસ્નાન ઉપરાંત ઉષ્ણસ્નાન કે વરાળસ્તાનની કર પ્રવાસ-દર્શન Page #105 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા હોય તેમને માટે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ( વિશાળ પાયા ઉપર કરેલી આ રચનામાં જંગલ જેવું વાતાવરણ કરેલું છે. સિંહ, હરણ, હાથી, ગાય, બકરી વગેરે પ્રાણીઓનાં મોટાં રંગબેરંગી પૂતળાં બનાવીને વૃક્ષોની વચ્ચે મૂકવામાં આવ્યાં છે. એક હોજમાં વચ્ચે માછલીઘર પણ બનાવવામાં આવ્યું છે. બીજા એક હોજ પાસે જાપાની પદ્ધતિનો (જાપાનમાં મિયાજીમામાં સમુદ્રના પાણીમાં છે તેવો) લાકડાનો લાલ રંગનો દરવાજો પણ બનાવવામાં આવ્યો છે. એક હોજની વચ્ચે ધ્યાનસ્થ બેઠેલા ભગવાન બુદ્ધની મોટી પ્રતિમા છે, જે યંત્ર વડે ચારેય દિશામાં સતત ફરતી રહે છે. જંગલબાથની આખી રચના એક વિશાળ જગ્યામાં કરવામાં આવી છે, અને તે ઘણા ઊંચા, અર્ધવર્તુળાકાર, પારદર્શક છાપરા વડે બંધ કરવામાં આવી છે. તેમાં વચ્ચે ક્યાંય થાંભલો નથી. આખો જંગલબાથ એરકન્ડિશન્ડ છે. દૂષિત હવા પંખા વડે સતત બહાર કઢાય છે. જંગલબાથમાં નાહતાં પહેલાં કે નાહ્યા પછી તેમણે સાબુથી નહાવું હોય તેમને માટે ઠંડા અને ગરમ પાણીના નળ છે. હજામત કરવી હોય તેમને માટે ત્યાં સાબુ, બ્રશ અને અસ્ત્રા પણ રાખવામાં આવ્યાં હોય છે. પુરુષોના બાથની અંદર સાફસૂફીનું કામ સતત ચાલ્યા કરતું હોય છે, અને એ કામ માટેની સ્ત્રીને પણ નોકરીએ રાખવામાં આવી છે. આટલા બધા નગ્ન પુરુષો વચ્ચે કામ કરતી એ સ્ત્રીઓ કેટલી સાહજિકતાથી પોતાનું કામ કરતી હોય છે ! બાથની બહાર વિશાળ ખંડમાં માથામાં નાખવાનું તેલ, ક્રીમ, શેવિંગ લોશન, હેર-ડ્રાયર, મસાજ-ચેર્સ, કીમતી ચીજવસ્તુ મૂકવા માટે લોકર્સ, વજન કરવાના કાંટા, ઠંડાં અને ગરમ પીણાં તથા બિસ્કિટ વગેરે જોઈએ તો તે માટેનાં ઓટોમેટિક સ્લોટ મશીનો, સમય પસાર કરવા માટે રંગીન ટી.વી. સેટ, રમતગમતનાં સાધનો, ટી.વી. ગેમ્સ ઈત્યાદિની સુવિધા પણ સુગિનોઈનો જંગલબાથ એટલે કે જાણે કોઈ બાદશાહી યોજના. એમાં સ્નાન કરવા જનાર એનાથી પ્રભાવિત થયા વિના રહે જ નહિ. દૃષ્ટિપૂર્વકનું આયોજન કેટલું સરસ હોઈ શકે તેનો આ એક ઉત્તમ નમૂનો છે. ' (પાસપોર્ટની પાંખે-૧) દિગંબર સ્નાન % ૬૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ પગરખાં ગોઠવનાર (જાપાન) જાપાનમાં હિરોશિમા પાસે કુરે નામનું ગામ છે. મિટુટોયો નામની કંપનીનું ત્યાં વિશાળ કારખાનું છે. મિટુટોયો જાપાનની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતી કંપની છે. જાપાનમાં તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જુદાં જુદાં સ્થળે એનાં ઘણાં કારખાનાં છે. અગાઉથી નક્કી કરીને કરેના કારખાનાની મુલાકાતે અમે પાંચ મિત્રો ગયા હતા. કારખાનામાં પ્રવેશતાં જ અમે જોયું કે એની વડી કચેરીની બહાર જાપાની ધ્વજ ઉપરાંત ભારતીય ધ્વજ પણ તે દિવસે ફરકાવવામાં આવ્યો હતો. ઓફિસમાં પણ ટેબલ ઉપર નાનકડા જાપાની અને ભારતીય ધ્વજ મૂકવામાં આવ્યા હતા. વિદેશના મહેમાનોનું સ્વાગત કરવાની જાપાની લોકોની આ એક પ્રશસ્ય પ્રણાલિકા છે. જાપાની રિવાજ મુજબ સૌ પ્રથમ અમને ઓશિબોરું આપવામાં આવ્યું. ઓશિબોરું એટલે વરાળ નીકળતા ગરમ પાણીમાં બોળેલો અને વીંટાળીને રાખેલો ટર્કિશ રૂમાલ. એ રૂમાલ વડે મોઢું સાફ કરતાં તાજગી અનુભવાય છે. જાપાનમાં મહેમાનોને સૌ પ્રથમ ઓશિબોરું આપવામાં આવે છે. ગરમી હોય તો કોલનવૉટરવાળા ઠંડા પાણીમાં બોળેલું ઓશિબોરું અપાય છે. ઓશિબોરું પછી અમને ઓચા આપવામાં આવી. ઓચા એટલે એક પ્રકારની લીલી ચા. તેનો લીલા રંગનો ભૂકો ગરમ પાણીમાં ઉકાળીને અપાય છે. તેમાં દૂધ અને સાકર નખાતાં નથી. આ લીલું ગરમ પ્રવાહી એ ૬૪ પ્રવાસ-દર્શન Page #107 -------------------------------------------------------------------------- ________________ જાપાનીઓનું પ્રિય પીણું છે. આપણે જે ચા પીએ છીએ તેને જાપાનમાં કોચા કહેવામાં આવે છે. જાપાનમાં ઘણા લોકો તેમાં દૂધને બદલે લીંબુ નિચોવીને પીએ છે. ઓચા અને કોચા એ બંનેનો સ્વાદ કેળવીએ તો આપણને પણ તે ભાવે. ઓચા પછી અમારા માટે સેન્ડવિચ અને કૉફી આવ્યાં. કારખાનાના મૅનેજરના મદદનીશ જેવો પચ્ચીસેક વર્ષનો એક યુવાન મૅનેજરની સૂચનાનુસાર અમારે માટે આ બધી વસ્તુ લાવવામાં ઉત્સાહપૂર્વક દોડાદોડી કરી રહ્યો હતો. મૅનેજરે કારખાના વિશે અમને બધી માહિતી આપી. કારખાનામાં જુદી જુદી જાતનાં માપ લેવા માટેનાં ઓજારો બનાવવામાં આવે છે. દર મહિને નિર્ધારિત ઉત્પાદન અવશ્ય થાય જ છે કેમ કે મજૂરોના પક્ષે કે વ્યવસ્થા વિભાગના પક્ષે સમયનો જરા પણ બગાડ થતો નથી. મૅનેજરે કહેલી આ વાતનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો. સૌપ્રથમ જે એક વિભાગની અમે મુલાકાત લીધી ત્યાં જોયું કે એકસાથે બસો કરતાં પણ વધુ કારીગરો કામ કરતા હતા, છતાં કોઈ અંદર અંદર વાતચીત કરતું નહોતું. કોઈએ અમારી સામે નજ૨ સુધ્ધાં કરી નહિ. પોતાને સોંપાયેલું કામ કામદારો ત્યાં પૂરેપૂરી નિષ્ઠાથી કરતા હતા. ત્યાર પછી અમે બીજા એક વિભાગમાં દાખલ થયા. સૂક્ષ્મતમ માપ માટેનાં યંત્રોનો આ આખો વિભાગ એરકન્ડિશન્ડ હતો. એટલે અમારે અમારાં બૂટ-ચંપલ બહાર કાઢવાં પડ્યાં. બદલામાં અમને રબરનાં સ્લિપર આપવામાં આવ્યાં. કારખાનામાં બહારની ધૂળ કે ઝીણી રજકણ પેસી ન જાય તે માટે આ વ્યવસ્થા હતી. એ વિભાગમાંથી અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમારું તરત ધ્યાન પડ્યું કે ગમેતેમ કાઢેલાં અમારાં બૂટ-ચંપલ કોઈકે બરાબર એવી વ્યવસ્થિત રીતે હારબંધ ગોઠવેલાં હતાં કે બહાર નીકળતાં તે સીધાં આપણા પગમાં પહેરાય. પહે૨વા માટે અવળા ફરવું ન પડે. જાપાનમાં ઘ૨ની બહાર પગરખાં કાઢવાની આ એક જુદી જ પ્રણાલિકા છે. જાપાનમાં લોકો ઘરમાં દાખલ થતી વખતે અવળા ફરીને પગરખાં કાઢે છે, જેથી બહાર જતી વખતે અવળા ફરવું ન પડે. આંગણાંમાં ગમેતેમ પડેલાં પગરખાં માટે જાપાનીને અણગમો હોય છે. વ્યવસ્થિત ગોઠવેલાં પગરખાં એ જાપાનીના કુટુંબસંસ્કારનું એક આગવું લક્ષણ છે. અમે કારખાનાના બીજા એક વિભાગની મુલાકાત લીધી. ત્યાંથી પાછાં ફરતાં પણ જોયું કે અમારાં પગરખાં કોઈકે વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. પગરખાં ગોઠવનાર * ૬૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી અમે ત્રીજા એક વિભાગમાં દાખલ થયા. અહીં અમે જાતે અમારાં પગરખાં જાપાની પદ્ધતિ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવીને દાખલ થયા. પરંતુ આ વિભાગમાં જે દરવાજેથી અમે દાખલ થયા તેને બદલે બીજા દરવાજેથી અમારે બહાર નીકળવાનું થયું. અમે મેનેજરને કહ્યું, “પણ અમારાં બૂટચંપલ તો પેલી બાજુ છે.” તેણે કહ્યું, ‘તેની તમે ફિકર કરશો નહિ.” અમે બીજે દરવાજેથી બહાર નીકળ્યા તો અમારાં બૂટ-ચંપલ ત્યાં વ્યવસ્થિત ગોઠવાયેલાં હતાં. કોઈક અમારાં બૂટ-ચંપલ એક દરવાજેથી ઉઠાવીને આ બીજા દરવાજે લઈ આવ્યું હતું. કોણ આ બધું કરે છે તેનું અમને કુતૂહલ થયું, કારણ કે કોઈ નોકર ત્યાં નહોતો. ત્યાર પછી બીજા એક વિભાગમાં દાખલ થયા. પછી અમારામાંના એકે સહેજ પાછા ફરીને જોયું તો જણાયું કે પેલો પચ્ચીસ વર્ષનો યુવાન નીચે બેસી અમારાં બૂટચંપલ વધુ વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યો હતો. એ જ યુવાન એ કામ પતાવીને તરત જ કારખાનામાં અમારી સાથે થઈ જતો અને મેનેજર કહે તે પ્રમાણે જુદી જુદી બાબતોની અમને સમજણ આપતો. તે સારો જાણકાર એન્જિનીઅર છે એ તો તેની સમજાવવાની રીત પરથી પણ અમે જોઈ શક્યા હતા. ‘તમારા આ યુવાન એન્જિનીઅર કારખાના વિશે સારું જ્ઞાન ધરાવે છે.” મે કહ્યું. હા, એણે અમેરિકામાં એન્જિનીઅરિંગનો અભ્યાસ કર્યો છે.' મેનેજરે કહ્યું. “પણ તમારા એન્જિનીઅર અમારાં પગરખાં ઊંચકીને વ્યવસ્થિત મૂકે છે એની અમને શરમ આવે છે.” મેં કહ્યું. તેથી શું થયું ? જાપાનમાં કોઈ પણ કામ કરવાની કોઈને શરમ નડતી નથી. ભણેલો હોય તોપણ મજૂરનું કામ કરે. અમારા આ એન્જિનીઅર હજુ પણ ઘણી વખત મજૂરોની સાથે મજૂરની જેમ કામ કરે છે. એના પિતાશ્રીની અમને ખાસ સૂચના છે કે એને બધા પ્રકારની તાલીમ મળવી જોઈએ.’ આ જમાનામાં આવી સૂચના આપનાર પિતા બહુ વિરલ કહેવાય. એના પિતાશ્રી શું કરે છે ?' અમે પૂછ્યું. “એ અમારા કારખાનાના માલિક છે, મિ. યેહાન નુભાટા.” “ઓહ ! યેહાન અમાટાના આ પુત્ર છે ?' અમારા મુખમાંથી આશ્ચર્યના ઉદ્ગાર સરી પડ્યા. “યેહાન ગુમાટા તો જાપાનના એક અગ્રગણ્ય ૬૬ ૯ પ્રવાસ-દર્શન Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગપતિ છે; જાપાનના એક અબજપતિ છે.” અમે કહ્યું. ' “હા, એમની ઈચ્છા છે કે એમનો દીકરો આવતે વર્ષે કંપનીનો ડાયરેક્ટર બને તે પહેલાં કારખાનામાં બધા જ પ્રકારનું કામ નિષ્ઠાપૂર્વક અને રસપૂર્વક એણે કરેલું હોવું જોઈએ. તો જ તે ડાયરેક્ટરના પદને યોગ્ય ગણાય.' અબજપતિના એ એન્જિનીઅર પુત્રને અને પોતાના પુત્ર માટે આવી દૃષ્ટિ અને ભાવના ધરાવનાર પિતાને અમે મનથી વંદન કરી રહ્યાં. (પાસપોર્ટની પાંખે-૧) પગ૨ખાં ગોઠવનાર = ૬૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અબુ ધાબીની સાંજ (આરબ અમીરાત) આધુનિક કાળમાં અચાનક ભાગ્યપલટો થયો હોય એવાં નગરોમાં સિંગાપુર, દુબઈ વગેરેની જેમ અબુ ધાબીને પણ ગણાવી શકાય. ચારપાંચ દાયકા પહેલાં, બ્રિટિશ શાસનકાળ દરમિયાન, અબુ ધાબીના કિલ્લાની ઊંચી ઊંચી દીવાલો એની અંદર આવેલાં ખોરડાં પ્રત્યે ગર્વ અને તુચ્છકારની નજરે જોતી હતી. હવે પોતાની આસપાસ ઊભાં થયેલાં પચીસ-ત્રીસ માળનાં તોતિંગ, રોનકદાર હારબંધ મકાનો આગળ વામણી લાગતી એ દીવાલો શરમથી નીચું જોઈ જોઈને જર્જરિત કે ખંડિત થઈ ગઈ છે. ધરતીના પેટાળમાંથી ઊડેલા તેલના ફુવારાએ સાઉદી અરેબિયાની જેમ સાત નાનાં નાનાં રાજ્યોના બનેલા સંયુક્ત આરબ અમીરાત (Emirate) ની પણ સિકલ બદલી નાખી છે. એ સાતમાં મોટામાં મોટું રાજ્ય તે અબુ ધાબીનું છે. એટલે સંયુક્ત આરબ અમીરાતનું પાટનગર પણ અબુ ધાબી જ છે. ચારપાંચ દાયકા પહેલાં અઢી-ત્રણ હજારની વસ્તીવાળા અબુ ધાબીને છોડીને ગયેલો એનો કોઈ નાગરિક જો અત્યારે અચાનક પહેલી વાર આ અઢી-ત્રણ લાખની વસ્તીવાળા નાના મેનહટ્ટન (ન્યૂયૉર્કના) જેવા અબુ ધાબીને જુએ તો માની ન શકે કે એ પોતાનું વતન છે. જાણે કોઈ સ્વપ્ન જોતો હોય એવું એને ભાસે ! અબુ ધાબી જવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો, પરંતુ દુબઈના અમારા પ્રવાસ દરમિયાન અમારા મિત્ર દુબઈનિવાસી ધર્મપ્રેમી નવીનભાઈ ૬૮ ૯ પ્રવાસ-દર્શન Page #111 -------------------------------------------------------------------------- ________________ શાહની ઈચ્છા એવી હતી કે અમારે અબુ ધાબી અવશ્ય જવું જોઈએ અને ખાસ તો ત્યાંની શેરાટોન (Sheraton) હોટેલ જોવી જોઈએ. હોટેલ જોવાનું વળી અમારે શું પ્રયોજન હોય ? પરંતુ એનું કારણ એ હતું કે નવીનભાઈ વર્ષોથી દુબઈમાં રહે છે, સુપ્રસિદ્ધ એન્જિનીઅર છે અને આરબ અમીરાતમાં જે કેટલીક હોટેલો, મસ્જિદો, મકાનો વગેરે એમની કંપની દ્વારા બંધાયાં છે તેની ડિઝાઈનમાં એમનું સવિશેષ યોગદાન રહેલું છે. તેમાંની એક તે અબુ ધાબીની પ્રથમ નંબરની હોટેલ શેરાટોન છે. દુબઈમાં રોજેરોજ મિલન, ગોષ્ઠિ, વ્યાખ્યાન વગેરેના અમારા કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા એટલે એ રદ કરીને અબુ ધાબી જવાની અમારી ઈચ્છા નહોતી, પરંતુ નવીનભાઈએ સવારસાંજના કાર્યક્રમો થોડા આઘાપાછા કરાવીને એવી રીતે રસ્તો કાઢ્યો અને પોતે ઓફિસમાંથી રજા લઈ સાથે આવવાનું વચન આપ્યું કે પછી એમના પ્રેમને વશ થવાનું અમારા માટે અનિવાર્ય બની ગયું. અમારે માટે નવી ગાડી અને હોશિયાર ડ્રાઈવરની વ્યવસ્થા થઈ ગઈ. મેં મહિનાના ઉનાળાનો સમય હતો પણ આ બાજુ પર, ઑફિસ, કાર, સ્ટોર્સ બધે જ એરકન્ડિશન ફરજિયાત છે. વળી દુબઈથી અબુ ધાબીનો નવો બનેલો આશરે ૧૮૦ કિલોમીટરનો સીધો વિશાળ ધોરી રસ્તો ગતિસહાયક હતો. નિર્ધારિત સમયે અમારી મંડળીએ પ્રસ્થાન કર્યું. રસ્તામાં અબુ ધાબીના વિકાસની વાતો નીકળી. ભૌગોલિક દૃષ્ટિએ તો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ ઓમાનના અખાતમાં આવેલો છે. અરબી સમુદ્રમાં બહારના ભાગમાં માનની સલ્તનત છે, જેનું મુખ્ય બંદર મસ્કત છે. અખાતની અંદરની સાંકડી ખાડીમાં શારજાહ, દુબઈ, અબુ ધાબી, દોહા (કતાર), બહરીન, કુવૈત વગેરે બંદરો આવેલાં છે. સંયુક્ત આરબ અમીરાત એટલે સાત અમીરાતનો સંયુક્ત પ્રદેશ. પ્રત્યેક અમીરાતનો વડો તે શેખ. કિનારાનાં થોડાં બંદરો સિવાય અંદરનો બધો પ્રદેશ તે રણવિસ્તાર. વચમાં ક્યાંક રણદ્વીપ (Oasis) હોય ત્યાં પીવાનું મીઠું પાણી અને હરિયાળી હોય. પગે ચાલીને કે ઊંટ પર સવારી કરીને રણમાં રખડનારા થાક્યાના વિસામા જેવા આવા રણદ્વીપને જોઈને હર્ષિત થઈ જાય. અમીરાતના એક વિશાળ રાજ્યનું કાળક્રમે વિભાજન થતાં સાત રાજ્યો થયાં. બધાં વચ્ચે સંપ, જ્યાં વસ્તી નથી એવા રણની રેતીમાં સરહદ આંકવાનું મોંધું, મુશ્કેલ અને અનાવશ્યક લાગે. ઈતર પ્રદેશમાં નદી, સરોવર, સાગર, ખીણ, પર્વત, જંગલ જેવી કુદરતી રચના સરહદ આંકવામાં ઉપયોગી અબુ ધાબીની સાંજ : ૩૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ થઈ પડે. પણ રણમાં સપાટ રેતીમાં શું કરવું ? રણમાં સરહદ પાંચપંદર કિલોમીટર આમતેમ હોય તો તેથી શો ફરક પડવાનો છે ? જૂના વખતમાં તો પોતાના રાજ્યની સરહદ જોવા જવાનું પણ કષ્ટભર્યું હતું. એટલે જ્યાં રેતીનો રંગ બદલાય ત્યાં સુધી પોતાનું રાજ્ય એવી સમજૂતી શેખો વચ્ચે સધાયેલી. જ્યાં કશું હોય જ નહિ ત્યાં સરહદનો સંઘર્ષ કરવાથી લાભ કરતાં નુકસાન વધુ થાય. એંસી હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અબુ ધાબીના રાજ્યમાં મુખ્યત્વે રણપ્રદેશ છે. એમાં રેતીના મોટા મોટા ડુંગરા જોરદાર પવનની ભમરી આવે ત્યારે એની સાથે એક સ્થળેથી ઊડીને બીજે સ્થળે એવા ઠલવાય કે જીવતો માણસ દટાઈ મરે. ડમરી આવે ત્યારે જીવ બચાવવા દોડવું પડે. દિવસે સખત ગરમીવાળી આવી વિકટ પરિસ્થિતિમાં જૂના વખતમાં તંબુઓમાં રહેતા અહીંના બેદોયુઈન (Bedouin) જાતિના લોકોએ સૈકાઓથી બહુ કપરું જીવન ગુજાર્યું છે. આ રણપ્રદેશમાં બે મોટા રણદ્વીપ તે અલ આઈન (Al Ain) અને લિવા (Liwa) માં ફળદ્રુપ જમીન અને હરિયાળી છે. શેખનું રહેઠાણ પણ ત્યાં જ રહેતું. અબુ ધાબીનું નામ કેવી રીતે પડ્યું તે વિશે એવી રસિક દંતકથા છે કે ઈ.સ. ૧૭૬૧માં લિવાના શેખ ધિયબ બિન ઈસાએ પોતાને માટે શિકાર કરી લાવવા માટે એક ટુકડી મોકલી હતી. રણમાં શિકાર કરવા નીકળવું હોય તો રેતીમાં પડેલાં પશુઓનાં પગલાંને અનુસરતાં જવું પડે. શિકારીઓ રાત્રિમુકામ કરતાં કરતાં આગળ વધતા ગયા. એમ કરતાં તેમણે એક દિવસ હરણનાં પગલાં જોયાં. પગલાંને અનુસરતા તેઓ સમુદ્રકિનારાના પ્રદેશ તરફ પહોંચ્યા. એક દિવસ સવારે ગાઢ ધુમ્મસ હતું. ધુમ્મસ વિખરાતાં તેને દૂર દૂર હરણોનું એક ટોળું ઝરણામાં પાણી પી રહેલું દેખાયું. તેઓ એ બાજુ દોડ્યા. એટલામાં હરણ ભાગી ગયાં, પરંતુ રણવિસ્તારમાં પીવાલાયક મીઠું પાણી જોવા અને પીવા મળ્યું એથી તે આનંદિત થઈ ગયા. તેઓએ આવીને શેખને આ સમાચાર આપ્યા. શેખ એ જાણીને બહુ રાજી થયા. એમણે એ જગ્યાને “અબુ ધાબી' એવું નામ આપ્યું. અરબીમાં અબુ એટલે પિતા અને ધાબી એટલે હરણ. અબુ ધાબી એટલે કે હરણોના પિતાની, વડીલોની આ જગ્યા એટલે કે હરણોની પિતૃભૂમિ છે એવો અર્થ થાય. ત્યાં પીવાલાયક મીઠું પાણી છે એટલે ત્યાં લોકોને વસાવી શકાય. વળી સમુદ્રકિનારાનો આ પ્રદેશ છે અને એને અડીને એક ટાપુ પણ છે. શેખ ધિયબ બિન ઈસાએ ત્યાં નગર વસાવ્યું. શેખને પોતાને મોટી ઉંમરે લિવા છોડીને ત્યાં રહેવા જવાનું ગમ્યું નહિ, પરંતુ સમુદ્રકિનારાનું મહત્ત્વ ૭૦ % પ્રવાસ-દર્શન Page #113 -------------------------------------------------------------------------- ________________ સમજીને એમનો દીકરો શેખ શબ્બત ૧૭૯૩માં ત્યાં રહેવા ગયો. ત્યારથી અબુ ધાબી અમીરાતનું પાટનગર બની ગયું, પરંતુ પાટનગર એટલે ? સમગ્ર રાજયમાં જ્યાં વસ્તી જ નહિ જેવી ત્યાં આ પાટનગરમાં કેટલી હોય ? બે- અઢી હજારની ત્યારે વસ્તી હતી અને તે પણ ગરીબ આરબોની. અમારી વાતચીત દરમિયાન આ ખાડીના વિસ્તારોમાં ચાલી રહેલા પુરાતત્ત્વ સંશોધનની વાત નીકળી. તેલ કાઢવા માટે ખોદકામ તો કરવું પડે. એ ખોદકામ કરતાં કરતાં અહીં પ્રાચીન અવશેષો નીકળ્યા છે. સિંધમાં મોહેં-જો દડો અને હડપ્પાના અવશેષો મળ્યા પછી ગુજરાતમાં લોથલ અને કચ્છમાં ધોળાવીરાના અવશેષો જે મળ્યા છે તે ઉપરથી એમ મનાય છે કે ચારપાંચ હજાર વર્ષ પૂર્વે અરબી સમુદ્રની નજીકના આ પ્રદેશોમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વસવાટ હશે. આજે જે રણપ્રદેશ છે તે ત્યારે કદાચ નહિ હોય. સમુદ્રની સીમા પણ આજે છે તેના કરતાં આઘીપાછી હશે. અબુ ધાબીમાં થયેલાં સંશોધનોની ઘટના રસિક છે. પહેલાં આવા અવશેષો બહરીનમાં મળી આવ્યા. એ માટે ડેન્માર્કના પુરાતત્ત્વવિદોની એક ટુકડી ખોદકામ કરવા લાગી હતી. ત્યાં પાંચ હજાર વર્ષ પ્રાચીન દીવાલો સહિત અવશેષો મળી આવ્યા. દરમિયાન ૧૯૫૦માં ઓઈલ કંપનીએ અબુ ધાબીમાં તેલ માટે ખોદકામ ચાલુ કર્યું હતું. એમાં કામ કરતા એક અંગ્રેજ ઑફિસરે પોતાના મિત્રોને જણાવ્યું કે બહરીન જેવા અવશેષો અહીં ‘ઉમ્મ અલ નાર” નામના ટાપુમાં પણ જણાય છે. કેટલાક ખાડા કબરના આકારના નીકળ્યા છે. આ વાત ડેન્માર્કના પુરાતત્ત્વવિદોને જણાવવામાં આવી. શેખે પણ આ કામમાં રસ લઈ ખર્ચની મંજૂરી આપી. એ માટે યોજના થઈ. વિશાળ વિસ્તારમાં ખોદકામ કરતાં ચાર-પાંચ હજાર વર્ષ જૂના અવશેષો અબુ ધાબીમાં પણ મળ્યા. એમાં કેટલીક આકૃતિ ઊંટની છે. એટલે ત્યારે પણ વાહન તરીકે ઊંટનો ઉપયોગ થતો હશે, એની સાબિતી મળે છે. વળી સાચાં મોતી પણ મળી આવ્યાં. એથી જણાય છે કે અરબસ્તાનની આ ખાડીમાં ત્યારે પણ મોતી ધરાવતી ઈસ્ટર માછલીઓ હશે. આ ઉપરાંત દરિયાઈ માર્ગે ભારત સાથે વ્યવહાર હશે એવા સંકેતો પણ મળ્યા. ઉમ્મ અલ નારનાં સંશોધનોથી પ્રભાવિત થઈને શેખ ઝાયેદે એ નિષ્ણાતોને અલ આઈનમાં પણ પણ ખોદકામ કરવાનું કામ સોંપ્યું. ત્યાંથી પણ પથ્થરનાં વાસણો, ઓજારો વગેરે મળી આવ્યાં. એક ડુંગર ઉપર ઘણી કબરો મળી આવી. અલ આઈનથી થોડે દૂર ખોદતાં એક આખા નગરના અવશેષો મળી આવ્યા. એક સ્થળે ચકમકના પથ્થરોનું કારખાનું મળ્યું. આ બધા અવશેષો દર્શાવે છે કે અત્યારે જ્યાં રણવિસ્તાર અને છૂટીછવાઈ અબુ ધાબીની સાંજ ૯ ૭૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ પાંખી વસ્તી છે ત્યાં પાંચ હજાર વર્ષ પૂર્વે સમૃદ્ધ વસવાટ હશે ! અમારી ગાડી પૂરપાટ ચાલતી હતી ત્યાં અબુ ધાબીના સીમાડા ચાલુ થયા. કોઈ નવા સમૃદ્ધ શહેરમાં દાખલ થતાં હોઈએ એવો અનુભવ થયો. આર્થિક સમૃદ્ધિ થતાં નવેસરથી વસાવેલા શહે૨માં શી વાતે કમી હોય ? રહેવાને સરસ મોટાં ઘરો, પહોળા રસ્તાઓ, મોટી મોટી, બહુરાષ્ટ્રિય કંપનીનાં ઉત્તુંગ, મૌલિક ડિઝાઈનવાળાં મકાનો, વિશાળ સ્ટોર્સ, આધુનિક મોટરગાડી, પંચતારક હોટેલો અને એના સ્વચ્છ રેતીતટ, નૌકાવિહારની સુવિધા ઈત્યાદિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વરતાય છે. તેમ છતાં કેટલાંક સ્થાપત્યમાં મુસલમાન સંસ્કૃતિનો અણસાર અનુભવાય છે. અમે શેખ હમદાન સ્ટ્રીટ, શેખ ખલીફા સ્ટ્રીટ, અલ નાસર સ્ટ્રીટ વગેરેમાં ફર્યા. જૂના વખતમાં મોતી અને માછલીના વેપાર પર નભતા અબુ ધાબીના ક્યાં ગરીબ આરબો અને ક્યાં સુંદર વસ્ત્રોમાં સુસજ્જ સુખી વર્તમાન આરબો ! નવી મસ્જિદોના લાઉડસ્પીક૨વાળા ઊંચા મિનારામાંથી નમાજને વખતે બુલંદ ધ્વનિ ચારેબાજુ પ્રસરી રહેતો. તડકો રસ્તા પર અસહ્ય હતો, પરંતુ ઊંચાં ઊંચાં મકાનોમાં પૂર્વ- પશ્ચિમ દિશાની આખેઆખી રંગબેરંગી કાચની દીવાલો તડકાને માત્ર સહ્ય જ નહિ, આહ્લાદક બનાવતી હતી. આંતરરાષ્ટ્રિય વિનિમય વધતાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી રેગિસ્તાનમાં પણ વનસ્પતિનો વિકાસ કેવો થવા લાગ્યો છે તે અહીં નજરે જોવા મળે છે. અમે હોટેલ શેરાટોનની મુલાકાત લીધી. ઘર છોડીને બહાર રાતવાસો કરવાના વિષયને માનવજાતે છેલ્લી સદીમાં કેટલો બધો ચગાવ્યો છે ! દરેક હોટેલની ડિઝાઈન વિલક્ષણ અને પ્રભાવ અનોખો. જેમ દુનિયા સાંકડી થતી જાય છે તેમ હોટેલ ઉદ્યોગ વિસ્તરતો જાય છે. આ વૈભવી શેરાટોન હોટેલની કેટલીક આગવી લાક્ષણિકતાનો અમને પરિચય કરાવવામાં આવ્યો. અબુ ધાબી નગર, તળ ભૂમિમાં અને બાજુમાં આવેલા ટાપુ પર વિકાસ પામ્યું છે. અમે ફરતાં ફરતાં સમુદ્રકિનારે એક ઉદ્યાનમાં પહોંચ્યા. નવીનભાઈએ કહ્યું, ‘અંધારું થતાં સુધી આપણે અહીં બેસીને ધર્મચર્ચા કરીશું’ જીવદયાનો જ વિષય નીકળ્યો. આ બાજુની સમગ્ર પ્રજા માંસાહારી છે. ભારતમાં શાકાહારી લોકોનું જેટલું પ્રમાણ છે એટલું દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. માંસાહારી પ્રજામાં પણ દરેકની ખાસિયત જુદી જુદી. સમુદ્રકિનારે વસતા લોકોમાં મત્સ્યાહારનું પ્રમાણ વિશેષ હોય એ સ્વાભાવિક છે. જૈન ધર્મમાં જીવદયાની વાત જેટલી સૂક્ષ્મતાથી વિચારવામાં આવી છે તેટલી અન્ય ધર્મમાં નથી. ૭૨ * પ્રવાસ-દર્શન Page #115 -------------------------------------------------------------------------- ________________ અમારી ધર્મચર્ચા ચાલતી હતી ત્યાં પાસે એક ગાડી આવીને ઊભી રહો. એમાંથી બે આરબ ઊતર્યા. એક પ્રૌઢ વયનો હતો અને સાથે ચૌદપંદર વર્ષનો કિશોર હતો. પિતાપુત્ર હશે એવું અનુમાન થયું. ગાડીની ડિકીમાંથી તેમણે એક પેટી અને બીજી કેટલીક સામગ્રી કાઢી. તેઓ અમારી પાસેની સમુદ્રની પાળી ઉપર આવ્યા. બંનેએ માછલી મારવાનો પોતપોતાનો સળિયો તૈયાર કર્યો. તેમની વાતચીત સાંભળી અરબી ભાષા જાણનાર નવીનભાઈએ કહ્યું, “પિતા પુત્રને માછલી કેવી રીતે પકડવી તે શીખવવા લાવ્યા છે. માછલી પકડવી એ ઘણા લોકોની શોખની પ્રવૃત્તિ હોય છે.” અમારામાંથી કોઈએ સૂચન કર્યું, “આપણે બીજે જઈને બેસીએ. આપણી નજર સામે કોઈ માછલી પકડે અને તરફડતી માછલી આપણે જોવી પડે એ કેમ સહન થાય ?' “જ્યાં જઈશું ત્યાં બીજા કોઈ નહિ આવે એની શી ખાતરી ? પેલે છેડે ત્રણ જણ તો ઊભા છે અને બીજા પણ કોઈ આવે. અત્યારે એનો ટાઈમ થયો છે,” નવીનભાઈએ કહ્યું. આપણે તટસ્થ ભાવ રાખવો. એ બાજુ નજર કરવી નહિ. કોઈ માછલી પકડાય તો એની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી', બીજા એક જણે કહ્યું. ' કહ્યું, “કદાચ એવું બને કે આપણે અહીં છીએ ત્યાં સુધી કોઈ માછલી પકડાશે નહિ. તરફડતી માછલી જોવાનો વખત આપણે માટે નહિ આવે.' “એમ થાય તો તો સારું', બધા સસ્મિત એકસાથે બોલી ઊઠ્યા. માછલી માટે શાંત ચિત્તે પ્રાર્થના કરી અમે અમારી ધર્મચર્ચામાં પરોવાઈ ગયા. જો કે કુતૂહલવશ કોઈ કોઈની નજર થોડી થોડી વારે તે બાજુ ફરી આવતી. કલાક તો ઘડીકમાં પસાર થઈ ગયો. સમુદ્રમાં ક્ષિતિજ ઉપર સૂર્ય નીચે ઊતરી રહ્યો હતો. બીજી બાજુ કાચની દીવાલવાળાં ઊંચાં મકાનોની ઑફિસોમાં દીવાબત્તી થઈ હોય એવું લાગતું હતું. વાસ્તવમાં એ દીવાબત્તી નહોતી, પણ તે બધીમાં આથમતા સૂર્યનું પ્રતિબિંબ ઝળહળી રહ્યું હતું. આથમતો સૂરજ સમુદ્રની ક્ષિતિજ ઉપર લાલ દડાની જેમ ગોઠવાઈ ગયો, જાણે હમણાં પાણીમાં દડી પડશે. વાતવાતમાં તો તે અદશ્ય થઈ ગયો અને અંધકાર દૃષ્ટિને આવરવા લાગ્યો. સામે બીજી બાજુ મકાનોમાં સાચી દીવાબત્તીનો પ્રકાશ પારદર્શક કાચમાંથી પ્રસરવા લાગ્યો. સમગ્ર દશ્યના સૌન્દર્યે આકાશને ઝાંખું પાડી દીધું હતું. અબુ ધાબીની સાંજ * ૭૩ : Page #116 -------------------------------------------------------------------------- ________________ અમે ઊભા થયા. માછલી પકડવા માટે પાળી પાસે ઊભેલા પિતાપુત્ર નિરાશ થઈને પોતાના સળિયા પાછા લઈ રહ્યા હતા. પિતા પુત્રને આશ્વાસન આપી રહ્યો હતો એમ તેમની અરબીમાં થતી વાત સાંભળીને નવીનભાઈએ અમને કહ્યું. આપણી પ્રાર્થના ફળી’ એમ અમને સૌને સહર્ષ લાગ્યું. અમે ચાલવા લાગ્યા. નવીનભાઈએ કહ્યું, “આપણે દિવસે કૉફીપોટ અને કપના આકારનો ફુવારો જોયો. હવે જે ફુવારો જોવાનો છે તે શેખના મુગટના આકારનો છે. અંધારું થયા પછી જ તેની શોભા નિહાળવા જેવી છે. એટલા માટે આપણે અહીં સમય પસાર કર્યો. હવે ત્યાં જઈએ. અમે ત્યાં પહોંચ્યા. વિશાળ વર્તુળાકાર જગ્યામાં ઉદ્યાનની વચ્ચે બનાવેલો ખાસ્સો ઊંચો ફુવારો એના ઊડતા સીકરો અને રંગબેરંગી બરીના પ્રકાશને લીધે રત્નજડિત મુગટ જેવો લાગતો હતો. વળી નીચે ચારેબાજુ ફુવારામાંથી ઊડતું પાણી વિશાળ છત્રનો આકાર ધારણ કરતું હતું. વાતાવરણમાં મહેક અને શીતળતા હતાં. ફુવારો ઉપર ચડીને અમે જોયો અને પછી નીચેથી પણ જોયો. એના સૌન્દર્યમાં દષ્ટિકોણ અનુસાર વૈવિધ્ય હતું. સૌન્દર્યવૃદ્ધિમાં વિજ્ઞાનનો ફાળો ઓછો નથી, પણ ખર્ચાળ જરૂર છે. સૌન્દર્યની અભિવૃદ્ધિ વગર ખર્ચે તો પ્રકૃતિ કરી શકે એની તાજી પ્રતીતિ અમને ત્યાં જ થઈ. નીચેથી અમે ઊંચી દૃષ્ટિ કરીને કુવારો જોતાં હતાં તે જ વખતે આકાશમાં બંકિમ ચંદ્ર અને શુક્રનો ગ્રહ રત્નના આભૂષણની જેમ પ્રકાશી રહ્યા હતા. આ ફુવારાના દશ્યનું જ જાણે એક અંગ હોય, તેમ બને એવા યોગ્ય સ્થાને ગોઠવાયેલા હતા. આવું દશ્ય તો જવલ્લે જ જોવા મળે. ફુવારો જોઈ, અબુ ધાબીની વિદાય લઈ અમે દુબઈ પાછા ફર્યા. આખે રસ્તે લાઈટોનો ઝળહળતો પ્રકાશ હતો એટલે ગાડીની ગતિને કોઈ અવરોધ નહોતો. અમે દુબઈ સમયસર પહોંચ્યા અને અમારો કાર્યક્રમ પણ નિર્ધારિત સમયે જ ચાલુ થયો. (પાસપોર્ટની પાંખે-૩) ૭૪ ૪ પ્રવાસ-દર્શન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ન (તુર્કસ્તાન) ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ' - આ બે શબ્દો સાંભળતાં જ મારું ચિત્ત ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે અને એક અનોખો તાલબદ્ધ લય અનુભવે છે. - ઈ.સ. ૧૯૫૦થી વીસેક વર્ષ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હું કામ કરતો હતો ત્યારે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે કૉલેજના વાર્ષિક દિન નિમિત્તે મોટા ઉત્સવનું જે આયોજન થતું તેમાં ગીતો, રાસ-ગરબા, નાટક ઈત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવા-જૂના વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લેતા. એમાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરાંત ઇંગ્લિશ ગીતો પણ સરસ ગવાતાં. એક વખત કૉલેજમાં નવી આવેલી ઉષા નામની એક પંજાબી વિદ્યાર્થિનીએ “ઈસ્તંબુલ - કોન્ટેન્ટિનોપલ'ના ધ્રુવપદવાળું ગીત, મોટાં ડ્રમ તથા અન્ય વાજિંત્રો સાથે બુલંદ સ્વરે ગાઈને એવી સરસ જમાવટ કરી દીધી કે બધા વિદ્યાર્થી પણ હાથપગના સ્વયમેવ તાલ સાથે ધ્રુવપદના આ બે શબ્દો (તેમાં પણ “બુલ'ને બદલે ‘બુલ્લ’) ઉચ્ચ સ્વરે ગાવા લાગ્યા હતા. પછી તો ઉષા જ્યાં સુધી કૉલેજમાં હતી ત્યાં સુધી દર વર્ષે આ લોકપ્રિય ગીત ગાવાનું એને માટે ફરજિયાત જેવું બની ગયું હતું. ત્યારે ઘણાંએ પહેલી વાર એ જાણ્યું કે આજનું જે ઈસ્તંબુલ છે તે જ પ્રાચીન સમયનું રોમન સામ્રાજ્યના પૂર્વ બાજુના વિભાગનું ઐતિહાસિક પાટનગર કોન્સેન્ટિનોપલ છે. મને સ્વપ્ન - ઈસ્તંબુલ - કોસ્ટેન્ટિનોપલ * ૭૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ પણ ત્યારે ખ્યાલ નહોતો કે આ ઈસ્તંબુલની શેરીઓમાં ફરવાનો અવસર એક દિવસ મને પણ સાંપડશે. કેટલાક વખત પહેલાં અમે કેટલાક મિત્રો ટર્કી-તુર્કસ્તાનના પ્રવાસે ગયા હતા. અમારા ગ્રુપમાં બીજા ભારતીય પ્રવાસી પણ હતા. મુંબઈથી વહેલી સવારે વિમાનમાં નીકળીને સાંજ પહેલાં અમે ઈસ્તંબુલ પહોંચી ગયા. ભરચક વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટેલમાં અમારો ઉતારો હતો. રૂમમાં સામાન ગોઠવીને અમે બજારમાં લટાર મારવા નીકળ્યા. આશરે પચાસ લાખની વસ્તીવાળા, તુર્કસ્તાનના આ મોટામાં મોટા શહેર(હવે તે પાટનગર રહ્યું નથી)માં ઊંચા ગોરા તુક લોકો યુરોપિયન જેવા જ લાગે. વસ્તુત: ટર્કીનો કેટલોક ભાગ યુરોપમાં અને મોટો ભાગ એશિયામાં છે. અહીં મુખ્ય વસ્તી મુસલમાનોની હોવા છતાં રસ્તા, દુકાનો વગેરેનાં બોર્ડ રોમન લિપિમાં છે. વીસમી સદીમાં તુર્કસ્તાનના સરમુખત્યાર કમાલ પાશાએ અહીં તુર્કી ભાષા માટે એરેબિક લિપિને સ્થાને રોમન લિપિ ફરજિયાત બનાવી હતી. - ઈસ્તંબુલ દુનિયાનાં કેટલાંક સુંદર શહેરોમાંનું એક છે. એક કાળે એ યુરોપનું સર્વશ્રેષ્ઠ શહેર ગણાતું હતું. વેપારનું તે મોટામાં મોટું મથક હતું. યુરોપ અને એશિયા એમ બંને બાજુ જળમાર્ગે તથા જમીનમાર્ગે એનો ધમધોકાર વેપાર ચાલતો. પ્રાકૃતિક સૌન્દર્ય, અનુકૂળ આબોહવા, ફળદ્રુપ જમીન, બંદર તરીકે મોકાનું સ્થાન વગેરેને કારણે ત્રણ હજાર વર્ષ પહેલાં ત્યાં લોકોનો વસવાટ ચાલુ થયો હતો. ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતો અને એશિયા તથા યુરોપની ધરતીને છૂટો પાડતો જલવિસ્તાર અહીં આવ્યો છે. ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલા માર્મરા સમુદ્ર અને કાળા સમુદ્ર વચ્ચે જે બોસ્પોરસ નામની સામુદ્રધુની આવી છે તેનો એક નાનો ફાંટો જ્યાં પૂરો થાય છે તે “ગોલ્ડન હોર્નના બેય કિનારાની સામસામી ટેકરી પર વસેલું બંદર તે ઈસ્તંબુલ છે. ઈસ્તંબુલ એટલે એશિયા અને યુરોપનું સંગમસ્થાન. ઈસ્તંબુલમાં તંબુલ, ગલાતા વગેરે વિસ્તારોમાં ફરીને અમે હોટેલ પર પાછા ફર્યા. બીજે દિવસે સવારે અમે નગરદર્શનના કાર્યક્રમમાં જોડાયા. બસમાં અમારી ગાઈડ યુવતીએ ઈસ્તંબુલનો ઈતિહાસ કહ્યો. જેમ સૌન્દર્યના શિકારી ઘણા તેમ ઈસ્તંબુલ પોતાની રમણીયતાને કારણે જ વખતોવખત વિદેશી આક્રમણોનો ભોગ બન્યું હતું. અહીં યુદ્ધો ખેલાયાં છે અને લોહીની નદી વહી છે. એમ છતાં આ નગરે પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. શાન્તિના સમયમાં ઈસ્તંબુલ શિક્ષણ, કલા, સંસ્કૃતિનું ધામ રહ્યું છે. અહીં ૭૬ - પ્રવાસ-દર્શન Page #119 -------------------------------------------------------------------------- ________________ રોમન કાયદો, ગ્રીક તત્ત્વજ્ઞાન, મિસર(ઈજિપ્ત)નાં શિલ્પસ્થાપત્ય, ખ્રિસ્તી અને ઈસ્લામી ધર્મધારા એ બધાંનો સમન્વય થયો છે. ત્રણ હજાર વર્ષ પહેલાં, જ્યારે ખ્રિસ્તી ધર્મનો કે ઈસ્લામ ધર્મનો ઉદય થયો ન હતો ત્યારે ગ્રીસની પાસે આવેલા આ પ્રદેશમાં જુદી જુદી સ્થાનિક જાતિના લોકો વસતા હતા. એમાંની એક જાતિ બાયઝેન્ટી નામથી ઓળખાતી હતી. એના સરદારનું નામ બાયાઝ હતું. તે ગ્રીસ બાજુથી દરિયાઈ માર્ગે વેપારાર્થે આવ્યો હતો. આ બંદર ગમી જતાં એણે અહીં પોતાનું થાણું નાખ્યું હતું. ત્યારથી આ બંદર બાયઝેન્ટિયમ તરીકે ઓળખાવા લાગ્યું હતું. એટલે ઈસ્તંબુલનું સૌથી પહેલું નામ બાયઝેન્ટિયમ હતું. ગ્રીક લોકોએ એના પર આધિપત્ય જમાવ્યું હતું અને સૈકા સુધી તે બાયઝેન્ટિયમ તરીકે પંકાયેલું રહ્યું. બે હજાર વર્ષ પહેલાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો અને ધીમે ધીમે પ્રસરતો તે ગ્રીસ અને ઈટલી સુધી પહોંચ્યો. ઈટલીમાં રોમના રોમન લોકો બળવાન, પરાક્રમી, યુદ્ધ કલામાં નિપુણ અને મહત્ત્વાકાંક્ષી હતા. હવે ગ્રીક સંસ્કૃતિ ઝાંખી પડવા લાગી અને રોમન સંસ્કૃતિનો પ્રભાવ વધતો ગયો. રોમન સૈનિકો આસપાસનો પ્રદેશ જીતવા જઈ રોમન સામ્રાજ્યનો વિસ્તાર કરતા જતા હતા. ઈ.સ. ૩૨૪માં રોમન સમ્રાટ કોસ્ટેન્ટિન-પહેલાએ બાયઝેન્ટિયમ પર આક્રમણ કરી તે જીતી લીધું. પ્રાચીન સમયમાં રાજ્યના પાટનગર માટે ટેકરી કે ડુંગરાની પસંદગી થતી અને નગરની આસપાસ મોટા કોટ-કિલ્લા બાંધવામાં આવતા કે જેથી દૂર સુધી નજર રાખી શકાય અને શત્રુ સામે સુરક્ષિત રહી શકાય. કોન્સેન્ટિને સમુદ્રકિનારે સાત ટેકરી પર નવેસરથી આ નગર વસાવ્યું અને કોટ-કિલ્લો બંધાવીને નગરને નવું નામ આપ્યું “કોન્સેન્ટિનોપલ'. વળી, રોમન સામ્રાજ્યના બે વિભાગ કરીને, પૂર્વ વિભાગના સામ્રાજ્યના પાટનગર તરીકે કોન્સેન્ટિનોપલને જાહેર કર્યું. રોમન લોકો શિલ્પ સ્થાપત્યમાં આગળ વધ્યા અને જેમ જેમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર વધતો ગયો તેમ તેમ સ્થળે સ્થળે નાનાંમોટાં દેવળો બંધાતાં ગયાં. બે-એક સૈકામાં તો રોમન સામ્રાજ્યમાં હજારો દેવળો બંધાઈ ગયાં, જેથી લોકોને પોતાના ઘરની નજીક ધર્મસ્થાનક મળી રહે. ફક્ત કોન્સેન્ટિનોપલમાં જ એક હજારથી વધુ દેવળો બંધાઈ ગયાં. વળી, મહિલા સંત (સતી) સોફિયા(સોફાયા)ની યાદગીરીમાં છઠ્ઠા સૈકામાં આખી દુનિયાનું ત્યારે મોટામાં મોટું દેવળ “આયા સોફિયા” અથવા “હેગિયા સોફિયા' અહીં કોન્ટેન્ટિનોપલમાં બાંધવામાં આવ્યું. અમને દેવળ “હેગિયા સોફિક્યા” જોવા લઈ જવામાં આવ્યા. અંદર ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ૯૭૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ જઈને એનાં દર્શન કરતાં જ અમે આભા થઈ ગયા. જ્યાં સુધી જાતે ન જોઈએ ત્યાં સુધી એની વિરાટ ભવ્યતાનો અંદાજ ન આવી શકે. સૈકાઓ સુધી તે દુનિયાનું મોટામાં મોટું દેવળ રહ્યું હતું એ વાતની યથાર્થતા સમજાય છે. એ જમાનામાં રોજેરોજ હજારો ખ્રિસ્તી આ દેવળની યાત્રાએ આવતા. ગ્રીક ભાષામાં Hagia sophia નો અર્થ થાય છે દિવ્ય પ્રજ્ઞા (Divine wisdom). દેવળની વિશાળતા, ઊંચા ઊંચા સ્તંભોની પહોળાઈ, છતઘુમ્મટની સંરચના ઈત્યાદિનો વિચાર કરીએ તો રોમન સ્થાપત્ય કેટલી ઉચ્ચતાએ પહોંચ્યું હતું એની પ્રતીતિ થાય છે. સમ્રાટ જસ્ટિનિયને દિલ દઈને આ દેવળ બંધાવ્યું હતું. એમાં વપરાયેલી દસ લાખથી વધુ લાદીમાં કેટલીકમાં સોનાનું જડતરકામ થયું છે. ભીંતચિત્રોમાં પણ સોનાનો ઉપયોગ થયો હોવાથી એની આભા જ કંઈક ઑર લાગે છે. આ દેવળ તૈયાર કરાવીને જાહેર જનતા માટે જ્યારે ખુલ્લું મુકાયું હશે ત્યારે તો વિશ્વની આ એક અદ્ભુત રચના બન્યું હશે ! એના “મેડોના એન્ડ ચાઈલ્ડ' જેવાં કેટલાંક બેનમૂન મોઝેઈક તો વિશ્વવિખ્યાત બન્યાં છે. રોમન સમ્રાટોએ એક હજાર કરતાં વધુ વર્ષ કોસ્ટેન્ટિનોપલમાં રાજ્ય કર્યું. સમગ્ર યુરોપનું તે પ્રથમ નંબરનું સુવિખ્યાત શહેર બન્યું. રોજેરોજ અહીં હજારો વેપારીઓ આવતા અને ધમધોકાર વેપાર કરતા. પૂર્વમાં ભારત અને ચીન સુધી આ ક્લાસમૃદ્ધ, સંપત્તિવાન નગરની ખ્યાતિ પહોંચી હતી. પરંતુ ઈસ્લામ ધર્મના ઉદય પછી, અને એના વધતા જતા પ્રચારને કારણે તુર્ક વગેરે કેટલીક જાતિના લોકોએ એ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ ધીમે ધીમે સંગઠિત અને આક્રમક થતા જતા હતા. તુર્ક લોકોએ એશિયા માઈનોર પર કબજો મેળવ્યો હતો. આ બાજુ રોમન સામ્રાજ્ય નબળું પડતું જતું હતું. એમ કરતાં ઈ.સ. ૧૪૫૩માં ઑટોમાન વંશના સુલતાન અહમદે યુદ્ધ કરીને કોન્સેન્ટિનોપલ ઉપર વિજય મેળવ્યો. ત્યારથી અહીં તુક લોકોનું આધિપત્ય વધી ગયું. હવે કોન્સેન્ટિનોપલ “ઈસ્તંબુલ' બની ગયું. અહીં સ્તંબુલ નામના જૂના મુખ્ય વિસ્તાર પરથી ઈસ્તંબુલ નામ પડ્યું. અહીં ઈસ્લામ ધર્મનો પ્રચાર થયો. અહીં એક હજાર જેટલાં દેવળોને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યાં. હગિયા સોફિયા પણ મસ્જિદ બની ગયું. એના બહારના ભાગમાં ઘુમ્મટો અને મિનારાની રચના પણ થઈ ગઈ. (હવે આ દેવળ મ્યુઝિયમ તરીકે વપરાય છે.). હગિયા સોફિયા જોયા પછી અમે ઈસ્તંબુલની સુપ્રસિદ્ધ નીલ મસ્જિદ (Blue Mosque) જોવા ગયા. ઈસ્તંબુલના પ્રવાસે જનારે આ મસ્જિદ અવશ્ય જોવી જોઈએ. આ એક ભવ્ય ઉત્તુંગ ઐતિહાસિક ઈમારત છે. આજે ૭૮ ૯ પ્રવાસ-દર્શન Page #121 -------------------------------------------------------------------------- ________________ પણ તે મસ્જિદ તરીકે - ધર્મસ્થળ તરીકે નિયમિત વપરાય છે. સુલતાન અહમદે એ બંધાવી હતી. એની એક મહત્ત્વાકાંક્ષા હતી કે ગમે તેટલું ખર્ચ થાય તો પણ પોતાની મસ્જિદ હગિયા સોફિયાના દેવળ કરતાં બધી જ રીતે ચડિયાતી બનવી જોઈએ. ઊંચાઈ, પહોળાઈ, આકૃતિ, ઘુમ્મટોની સંખ્યા, કલાકારીગરી, સુશોભનો, પથ્થરો, રંગો, ધાતુઓની ગુણવત્તા - એમ બધી જ રીતે મસ્જિદનું નિર્માણ હેગિયા સોફિયા કરતાં શ્રેષ્ઠ થયું છે. આટલા ઊંચા વિશાળ ઘુમ્મટના પથ્થરોનું વજન ઝીલવા માટે આધારસ્તંભો પણ એટલા જ મોટા હોવા જોઈએ. આપણી કલ્પના કામ ન કરે એટલા જાડા, ઊંચા, કોતરકામવાળા સ્તંભો આ મસ્જિદમાં છે. એમાં નીલ એટલે કે ઘેરા ભૂરા, ક્યાંક મોરપિચ્છના રંગ જેવા રંગની મોઝેઈક ટાઈલ્સની સંરચના એવી સરસ થઈ છે અને બારી વગેરેમાં રંગબેરંગી પારદર્શક કાચમાંથી આવતા પ્રકાશથી વાતાવરણ એવું પ્રેરક લાગે છે કે જાણે કોઈ દિવ્ય અનુભૂતિ ન થતી હોય ! મસ્જિદનો ઘુમ્મટ એટલો મોટો અને ઊંચો છે કે નીચે ઊભેલો માણસ વામન જેવો લાગે. સામાન્ય રીતે મસ્જિદના એક, બે કે ચાર મિનારા હોય છે. જૂના વખતમાં આસપાસ દૂર સુધી લોકો સાંભળી શકે એ રીતે બાંગ પોકારવા માટે ઊંચા મિનારા બંધાતા. પણ પછી કોઈ બાંગ પોકારવા ઉપર ચડતું ન હોય (હવે તો ક્યાંક તેમાં માઈક મુકાય છે) તો પણ મિનારા મસ્જિદનું એક આવશ્યક, ઓળખરૂપ અંગ બની ગયું છે. સુલતાન અહમદે આ ભૂરી મસ્જિદના ચાર નહિ પણ છ મિનારા કરાવ્યા છે. વળી, પ્રત્યેક મિનારાની ટોચ એવી ઝીણી અણીદાર બનાવી છે કે જાણે કે અણી કાઢેલી મોટી પેન્સિલની આકૃતિ ન હોય ! ભૂરી મસ્જિદ આ પૃથ્વી પરની એક વિરલ ભવ્ય સ્થાપત્યકૃતિ છે. મસ્જિદ નિહાળ્યા પછી અમને એક રેસ્ટોરાંમાં લંચ માટે લઈ જવામાં આવ્યા. અમારા શાકાહારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રેસ્ટોરાંનું નામ “જિદાન-હાન” મને ગમી ગયું. “જિદાન” એટલે જેલ અને “હાન' એટલે રેસ્ટોરાં. જૂના વખતની જેલના ખાલી પડેલા મકાનને મરામત અને રંગરોગાન કરાવીને રેસ્ટોરાં તરીકે એનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે એનું નામ પણ એવું જ રખાયું છે. હવે અમારો કાર્યક્રમ ‘તોપકાપી” (Topkapi) નામનો રાજમહેલ જોવા જવાનો હતો. આ રાજમહેલ એટલે કોઈ એક મોટી ઊંચી ઈમારત નહિ, પણ સેંકડો કમરામાં પથરાયેલી, ઉદ્યાનો સહિત ચાર કોટ-દરવાજાવાળી વિસ્તૃત રચના. એના પ્રથમ દરવાજે તોપો હતી એટલે લોકોએ જ ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ૭૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ રાજમહેલનું નામ “તોપકાપી’ પાડી દીધું હતું. દુનિયાના પ્રસિદ્ધ ઐતિહાસિક રાજમહેલોમાં તોપકાપીની ગણના થાય છે. ઑટોમાન સુલતાનોએ લગભગ ચારસો વર્ષ તુર્કસ્તાન પર સુપેરે શાસન ચલાવ્યું, કારણ કે બહુ વ્યવસ્થિત રીતે એ ચાલ્યું હતું. સુલતાનના દીકરાના દીકરા અને એમના દીકરા એમ ચારપાંચ પેઢી સુધી એક વટવૃક્ષની જેમ વિશાળ સંયુક્ત કુટુંબમાં તે સંપથી રહ્યા હતા. દરેકને વહીવટ - દેખરેખ અને સુરક્ષા માટે અમુક જુદા જુદા પ્રદેશો સોંપાયેલા હતા. તે બધા મહેલમાં આવે ને જાય. એમનું વ્યવસ્થાતંત્ર બહુ સઘન અને કાર્યક્ષમ હતું. મહેલના “ઓર્તાકાપી’ નામના મધ્ય ભાગમાં કચેરી હતી. ત્યાંથી સમગ્ર સામ્રાજ્યનો વહીવટ થતો. અહીં બીજા એક વિભાગમાં જનાનખાના છે, જેમાં એકસોથી અધિક કમરાઓ છે. દરેક કમરાની સજાવટ અનોખી. જનાનખાનાની સાચવણી માટે, પ્રાચીન ભારતમાં પ્રથા હતી તેમ, કંચુકીઓ (Eunuchs) ની નિમણૂક થતી. રાજમહેલમાં એક વિભાગ બાળકોની સુન્નત માટે રાખવામાં આવ્યો હતો. આ રાજમહેલમાં બધાંનાં શયનગૃહ, સ્નાનાગાર વગેરેમાં ઘણી સગવડો કરવામાં આવી હતી. સુલતાનના પોતાના સ્નાનાગારમાં કપડાં બદલવાની, તેલમાલિસ કરવાની, ઠંડા-ગરમ પાણીના ફુવારા અને હોજની વ્યવસ્થા, એ જમાનાની અપેક્ષાએ આશ્ચર્ય પમાડે એવી હતી. સુલતાનની જેમ પ્રજાજનો માટે પણ જાહેર સ્નાનાગાર તુર્કસ્તાનમાં હતા. સ્નાનકલાને તુર્કોએ બહુ વિકસાવી હતી. એટલે “ટર્કિશ બાથ', “ટર્કિશ ટોવેલ' જેવા શબ્દો પ્રચલિત થઈ ગયા હતા. - આ રાજમહેલમાં ત્રણસોથી વધુ પરિવારના સભ્યો ઉપરાંત દાસદાસીઓ, ચોકીદારો, સૈનિકો, મહેમાનો, વેપારી એમ બધાં માટે રોજ રસોઈ થતી. એ માટે ભોજનશાળાના ઘણા જુદા જુદા ખંડો હતા જે આજે પણ જોઈ શકાય છે. દરેક વિભાગની રસોઈ જુદી થાય. અમને એક રસોડું બતાવવામાં આવ્યું કે જે સો વર્ષનાં દાદીમા-બેગમ માટે અલાયદું હતું. તોપકાપી મહેલ પોતે જ અભ્યાસનો એક મોટો વિષય છે. એનાં ઉપર સ્વતંત્ર સચિત્ર પુસ્તિકો લખાયાં છે. ચાર-પાંચ પેઢી સુધી એક જ. પરિવારના સભ્યો, સંયુક્ત કુટુંબની પ્રથા પ્રમાણે કેવા સંપથી રહ્યાં હશે એનું જ્વલંત ઉદાહરણ ‘તોપકાપી મહેલ' પૂરું પાડે છે. મહેલ જોઈને સાંજે હોટેલ પર આવી, સ્વસ્થ થઈને અમે સંગીતની એક મહેફિલમાં ગયા. ઈસ્તંબુલની એક ક્લબમાં રોજ વિદેશના પ્રવાસી માટે ભોજન અને સંગીતનો કાર્યક્રમ યોજાય છે. અમે બધા પ્રવાસી-મહેમાનો ૮૦ % પ્રવાસ-દર્શન Page #123 -------------------------------------------------------------------------- ________________ પોતપોતાના જૂથમાં નિશ્ચિત કરેલા ટેબલ આસપાસ ગોઠવાયા. પીણાં અને ભોજનની વાનગીઓ પીરસાતી રહી અને રંગમંચ પરથી એક પછી એક ગીતો, ઘણાં બધાં વાજિંત્રો સાથે મુખ્ય ગાયક કે ગાયિકા અથવા સમગ્ર ગાયકવૃંદ હાથમાં છૂટું માઈક રાખી ફરતાં ફરતાં ગાતાં જતાં હતાં. જે જે દેશનાં નામ બોલાય તે તે દેશના પ્રવાસી મહેમાનો ઊભા થાય, તેઓને જોરદાર તાળીઓથી વધાવવામાં આવે અને તે પછી તે તે દેશનાં ફિલ્મી અને બીજા મશહૂર ગીતો ગવાતાં જાય. એમાં યુરોપના દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, કોરિયા વગેરે ત્રીસથી અધિક દેશોનાં તે તે ભાષાનાં ગીતો મુખ્ય ગાયકે પહાડી અવાજે, હાથમાં કાગળ રાખ્યા વિના, મોઢે ગાયાં. ભારતનાં ગીતોમાં રાજ કપૂરનાં ચલચિત્રોનાં “મેરા જૂતા હૈ જાપાની', “મેરા નામ રાજુ' વગેરે ગીતો એવી સરસ રીતે ગાયાં, કે મૂળ ગાયકની ખોટ ન વરતાય. આ બધાં ગીતોમાં “ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ' ગીત પણ મને ઘણાં વર્ષે સાંભળવા મળ્યું. ઊંચા, ભરાવદાર મૂછો અને એવા જ શરીરવાળા હસમુખા ગાયકના લહેકા અને ગીતોની સજ્જતા માટે બધાને બહુ માન થયું અને પ્રત્યેક ગીતે બહુ તાળીઓ પડી. અહીં જાણે વિશ્વબંધુત્વની ભાવનાનું વાતાવરણ સર્જાયું હતું. આ મહેફિલનો અમને એક અનોખો અનુભવ થયો. બીજે દિવસે સવારે બોટમાં અમે બોસ્પોરસની સહેલગાહે નીકળ્યાં. આ સામુદ્રધુનીના બંને કિનારે આવેલી ઐતિહાસિક ઈમારતોનો પરિચય કરાવાતો ગયો. અમે ત્રીસેક કિલોમીટર દૂર તારાબિયા નામના નગર સુધી ગયા. સરમુખત્યાર કમાલ પાશાનો સમૃદ્ધ મહેલ અમે જોયો. સમુદ્રકિનારે એ એક આલીશાન ઈમારત છે. બોટમાં પાછા ફરીને અમે ઈસ્તંબુલ બંદરે ઊતર્યા. અહીં પાસે જ બજારમાં મીઠાઈ-મેવાની હારબંધ દુકાનો છે. તુર્કસ્તાન એટલે પિસ્તાંનો દેશ. તુર્કસ્તાન, ગ્રીસ વગેરે દેશોમાં ફળદ્રુપ જમીન, માફકસર વરસાદ અને તડકો તથા અનુકૂળ હવામાનને કારણે પિસ્તાનાં વૃક્ષો બહુ છે અને પ્રતિવર્ષ પિસ્તાનો મબલખ પાક થાય છે. એટલે પિસ્તાં અહીં સસ્તાં મળે છે. અહીં દુકાનોની બહાર પિસ્તાં ભરેલા ખુલ્લા કોથળા મૂકવામાં આવ્યા હતા. બહાર ઊભેલા દુકાનોના સેલ્સમૅનો ઘરાકોને પોતાની દુકાન તરફ ખેંચવા માટે બૂમાબૂમ કરતા હતા. અમારે પિસ્તાં ખરીદવાં હતાં. એક દુકાન પાસે ગયા તો દુકાનદારે તરત મૂઠો ભરીને પિસ્તાં અમને ચાખવા આપ્યાં. આવા બજારમાં આવીએ ત્યારે જ ખબર પડે કે અહો, પિસ્તામાં પણ કેટલી બધી જાતો છે ! દુકાનદાર ઉદારતાથી ચખાડે, અને બે જાત વચ્ચેનો ફરક ઈસ્તંબુલ - કોસ્ટેન્ટિનોપલ ૪૯ ૮૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ સમજાવે. અમે અમુક જાતનાં પિસ્તાં જોખાવ્યાં. દરમિયાન અમારામાંના એક પ્રવાસીભાઈ દુકાનમાં અન્યત્ર રાખેલી પિસ્તાંની મીઠાઈ જોતા હતા. દુકાનદારની ઉદારતાથી પ્રભાવિત થયેલા તેમણે ચાખવા માટે મીઠાઈનો એક ટુકડો હાથમાં લીધો ત્યાં તો ચકોર દુકાનદારે તરત જોરથી ઘાંટો પાડ્યો, “મૂકી દો અને પાછી, ચાખવા માટે નથી. એ બહુ મોંઘી છે.” મીઠાઈ તરત પાછી મુકાઈ ગઈ. દુકાનદારે સમજાવ્યું કે અમુક પ્રકારની ‘ટર્કિશ ડિલાઈટ' બહુ મોંઘી આવે છે. એ ચાખવા ન લેવાય. ટર્કિશ ડિલાઈટની જેમ ટર્કિશ કૉફી પણ સુવિખ્યાત છે. માટી જેવી એ કૉફી બનાવવાની રીત જુદી અને એ માટેનાં વાસણો પણ જુદાં હોય છે. એનો સ્વાદ બરાબર માણવો હોય તો એ રીતે જ કૉફી ઉકાળીને બનાવવી જોઈએ. અમે થોડી કૉફી પણ ખરીદી. અહીં ખાડીના કિનારે ચોગાનમાં ફેરિયાઓ જાતજાતની ચીજવસ્તુ વિદેશી પ્રવાસીને વેચવા માટે આંટા મારતા હતા. જરાક રસ બતાવીએ તો કેડો ન મૂકે. આસપાસ બધા વીંટળાઈ વળે. ભાવતાલ ઘણો કરવો પડે. અમારે તો કશું ખરીદવું નહોતું, પરંતુ અમારામાંના કેટલાકને ફેરિયા સાથે રકઝક કરવામાં આનંદ આવતો હતો. ફેરિયાઓમાં પણ માંહોમાંહે સ્પર્ધા ચાલતી હતી. અર્ધવિકસિત દેશોની આ લાક્ષણિકતા છે. અમારામાંના એક પ્રવાસીએ ટર્કિશ ભરતકામવાળી ચાદર માટે ભાવતાલ કર્યા પણ પત્યું નહિ. એવામાં અમારી બસ આવી એટલે અમે બધા પ્રવાસી ટપોટપ બસમાં બેસવા લાગ્યા, કારણ કે આ બસ વધુ વખત ઊભી રાખી શકાય એમ નહોતું. કિંમત કસવામાં કુશળ એવા પેલા સજ્જન બારી પાસે બેસી હજુ ફેરિયા સાથે વાટાઘાટ કરતા રહ્યા. છેવટે સોદો પત્યો. ચાદર લીધી પણ ડૉલર કાઢવામાં વાર લાગી. એવામાં બસ ઊપડી. ફેરિયો બસની સાથે દોડ્યો, પરંતુ પૈસા ઝટ ચૂકવાયા નહિ. ફેરિયાએ બૂમાબૂમ કરી, પણ બસ સિગ્નલ ઓળંગીને આગળ પૂરપાટ ચાલી. સાથે દોડતો ફેરિયો અંતે નિરાશ થઈને બૂમો પાડતો ઊભો રહી ગયો. કદાચ પોતાની ભાષામાં ગાળો પણ ભાંડતો હશે ! આ વાતની પ્રવાસીઓમાં માંહોમાંહે ખબર પડતાં બધાંએ ફેરિયા માટે સહાનુભૂતિ દર્શાવી. પોતાની પાસે છૂટા ડૉલર નથી, મોટી નોટ છે એમ કહી ખરીદનાર પ્રવાસીએ સ્વબચાવ કર્યો, પરંતુ એમના ચહેરા પર વસ્તુ મફત મેળવવા માટેની લુચ્ચાઈનો આનંદ છૂપો રહી શકતો નહોતો. ફેરિયો અને ઘરાક એમ ઉભયપક્ષે આવી ઘટના કેટલીક વાર બને છે. અમારી બસ હવે “સંકન સિસ્ટર્ન” (Sunken Cistern - ભૂગર્ભનું ૮૨ - પ્રવાસ-દર્શન Page #125 -------------------------------------------------------------------------- ________________ ટાંકું) પાસે પહોંચી. ઈસ્તંબુલની આ એક અનોખી રચના છે. જે કાળે હેગિયા સોફિયાનું બાંધકામ થયું તે કાળે, છઠ્ઠા સૈકામાં રોમન સામ્રાજ્યના વખતમાં આ ભૂગર્ભ ટાંકાનું બાંધકામ થયેલું. વરસાદનું પાણી ભરી લેવા માટે ઘરમાં નીચે ટાંકું કરાવવાની પ્રથા જૂના વખતમાં આપણે ત્યાં પણ હતી. (અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરે શહેરોનાં જૂના વખતનાં ઘરોમાં હજુ પણ ટાંકાં છે.) ઉનાળામાં ટાંકાનું પાણી વપરાતું. આખા શહેર માટે ટાંકું કરાવવાનો વિચાર રોમન સમ્રાટ જસ્ટિનિયનને આવેલો. ઈસ્તંબુલનું આ ભૂગર્ભ ટાંકું આખી દુનિયાનું મોટામાં મોટું ટાંકું છે. તે અઢીસો ફૂટ પહોળું અને સાડાચારસો ફૂટ લાંબું છે. એમાં ૩૩૬ જેટલા સ્તંભ છે. વરસાદનું બહાર પડેલું પાણી જમીનમાં ઊતરી નીચે ટાંકામાં આખું વરસ દિવસરાત ટપકતું રહે છે. ટાંકાના પાણીમાં એક છેડેથી બીજે છેડે જવા માટે વચ્ચે ઊંચી પાળી બનાવેલી છે. અમે પગથિયાં ઊતરી ટાંકામાં ફરી આવ્યા અને થોડા ભીંજાયા પણ ખરા. પોતાની પ્રજાની સુખાકારી માટે સમ્રાટોને કેવી રાક્ષસી યોજનાઓ સૂઝતી અને સ્થાપત્યવિદો કેવું નક્કર કામ કરી આપતા ! ટાંકાનું પાણી આજે વપરાતું નથી, પણ પ્રવાસી માટે અંદર પ્રકાશ અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. આખા દિવસનો કાર્યક્રમ પૂરો થયો એટલે સાંજે બસ અમારી હોટેલ પર પાછી ફરી. અમે બધાં ઊતરતાં હતાં ત્યાં પેલો ફેરિયો પોતાના ત્રણ દોસ્તારો સાથે બસના દરવાજા પાસે જ ઊભો હતો. પેલા પ્રવાસીભાઈ ઊતર્યા કે તરત એણે અપમાનજનક રાડારાડ ચાલુ કરી. પ્રવાસીએ ખરીદેલી ચાદર પાછી આપવા માંડી તે ફેરિયાએ લીધી નહિ. અંતે ડૉલર તો આપવા પડ્યા, પણ તે ઉપરાંત ફેરિયાઓએ પ્રવાસીને આંતરી રાખીને ટેક્ષીના પૈસા પણ પરાણે પડાવ્યા. માણસને પોતાની દુવૃત્તિનું પરિણામ ક્યારેક તરત જ ભોગવવાનું આવે છે. આસપાસનાં બીજાં કેટલાંક સ્થળોએ ફરીને અમે ઈસ્તંબુલની વિદાય લીધી. (પાસપોર્ટની પાંખે-૩) ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ૮૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તાકંદમાં (ઉઝબેકિસ્તાન) સોવિયેટ યુનિયનના આ વખતના અમારા પ્રવાસમાં પહેલો મુકામ ઉઝબેકિસ્તાનના પાટનગર તાકંદ (ઉઝબેક ઉચ્ચાર પ્રમાણે તોશ્યન્ત અથવા તાકેન્ત)માં હતો. દિલ્હીથી એર ઇન્ડિયાના વિમાનમાં સવારે લગભગ છ "વાગે અમે ઊપડ્યા. ત્રણ કલાકમાં તો અમે તાન્કંદ પહોંચી ગયા. સૂર્યોદયનો સમય થઈ ગયો હતો એટલે આખે રસ્તે અમને વિમાનની બારીમાંથી પૂર્વાકાશમાં ક્ષિતિજ ઉપર સૂર્યોદય દેખાયા કર્યો કારણ કે ભારતના સમય કરતાં તાશ્કેદનો સમય અઢી કલાક વહેલો હતો. અમારું વિમાન દિલ્હીથી ઉત્તરે હિમાલયની પર્વતમાળા ઓળંગી ઉઝબેકિસ્તાન પહોંચ્યું હતું. હજારો વર્ષથી અનુલ્લંઘનીય મનાતી હિમાલયની પર્વતમાળાને અમે એક કૂદકામાં (વિમાનમાં) ઉલ્લંઘી ગયા. દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટથી પણ ઊંચે આ અમારો કૂદકો હતો. વિજ્ઞાન કુદરત ઉપર કેવો વિજય મેળવતું રહ્યું છે ! હિમાલયની પર્વતમાળા પછી કાયઝિલકુમનું રણ દેખાયું. દુનિયાનાં મોટાં રણોમાંનું આ એક રણ છે. ચારે બાજુ સેંકડો માઈલ સુધી નાનામોટા ડુંગરો પર પથરાયેલી સૂકી રેતાળ ધરતી વિમાનમાંથી દેખાતી હતી. અરબી સમુદ્ર, હિંદી મહાસાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતાં વાદળાં વરસતા વરસતાં છેલ્લે બધાં જ હિમાલયમાં વરસી જાય છે. પરિણામે હિમાલયની પાછળની ઉત્તરની બાજુ વરસાદનું નામનિશાન ન મળે. લીલા ૮૪ ૯ પ્રવાસ-દર્શન Page #127 -------------------------------------------------------------------------- ________________ ઘાસનું એક તણખલું પણ ન ઊગ્યું હોય. આ રણનું દશ્ય નજરે નિહાળીએ. તો લાગે કે પગે ચાલીને જેમ હિમાલય ન ઉલ્લંઘી શકાય તેમ આ રણ પણ ન ઉલ્લંઘી શકાય. અમારું વિમાન તાશ્કેદના વિમાની મથકે ઊતર્યું. સોવિયેટ યુનિયનમાં કસ્ટમની ચકાસણી ઘણી કડક થતી. એથી વાર લાગી, પણ અમારે પક્ષે બધું વ્યવસ્થિત હતું એટલે કશો વાંધો ન આવ્યો. પ્રવાસીઓના અમારા ગ્રુપની ભારતીય ગાઇડ હતી પારસી યુવતી કુમારી રોશન ખંભાતી. તે ઘણી હોશિયાર, જાણકાર અને ચબરાક હતી. યુરોપ, અમેરિકા, જાપાન, સિંગાપુર વગેરે દેશોમાં ગાઇડ તરીકે તે ઘણી વાર જઈ આવી હતી. સોવિયેટ યુનિયનમાં તાશ્કેદમાં તે પહેલી વાર આવતી હતી. આવી તક પોતાને મળી એનો એને ઘણો જ આનંદ હતો. વિદેશોના પ્રવાસોના અનુભવને લીધે તે ઘણી કાબેલ થઈ ગઈ હતી. એના અવાજમાં રહેલું અભિમાન અને જબરાપણું થોડા પરિચયમાં જ જણાઈ આવે એવું હતું. કોઈકને તો એ કઠે એવું પણ હતું. અમને ઍરપૉર્ટ પર લેવા આવનાર ઉઝબેક ગાઇડનું નામ હતું મુમિન અથવા મોમિન. પરિચિત લાગે એવું એ નામ હતું. તે મુસ્લિમ હતો. ઉઝબેકિસ્તાનની બધી વસ્તી મુસલમાન હતી. પણ સોવિયેટ યુનિયનમાં ધર્મને લગભગ તિલાંજલિ અપાઈ હતી તે અહીં ઉઝબેકિસ્તાનમાં પણ જોવા મળી. અમે બસમાં બેઠા. ૧૯૬૭ના ભારે વિનાશક ધરતીકંપ પછી ફરી વસેલા તાશ્કેદમાં રળિયામણા રસ્તાઓ પસાર થતી અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ “ઉઝબેકિસ્તાન' હતું. તાશ્કેદની સૌથી મોટી હોટેલોમાંની તે એક હતી. તાન્કંદ શહેર ભારતવાસીઓમાં જેટલું જાણીતું છે એટલું દુનિયાના બીજા ઘણા દેશોમાં નહિ હોય. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં સોવિયેટ યુનિયનની મધ્યસ્થીથી ભારતે સુલેહ કરી હતી. સુલેહમંત્રણા માટેની બેઠક તાશ્કેદમાં યોજાઈ હતી. ભારતના તે સમયના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી એમાં ભાગ લેવા તાકંદ ગયા હતા. મંત્રણાને અંતે, ભારત પાછા આવતાં પહેલાં, આગલી રાત્રે અકળ સંજોગોમાં એમનું અચાનક અવસાન થયું. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુનો ભેદ સત્તાવાર રીતે ક્યારેય ઉકેલાયો નહિ. માત્ર અનુમાનો થયાં કર્યા. પરંતુ એ આઘાતજનક, તાન્કંદમાં * ૮૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઘેરો શોક જન્માવનારી ઘટનાએ તાન્કંદને દુનિયાના નકશામાં જાણીતું કરી દીધું. તાન્કંદ વગોવાયું, પણ પોતાની અપકીર્તિનું સાટું વાળવા એણે પ્રયત્ન કર્યો. તાશ્કેદમાં એક સ્થળે લાલબહાદુર શાસ્ત્રીની અર્ધપ્રતિમા મૂકવામાં આવી છે અને એક રસ્તાને ‘લાલબહાદુર શાસ્ત્રી સ્ટ્રીટ' એવું નામ આપવામાં આવ્યું છે. લાલબહાદુર શાસ્ત્રીની આ ઘટના આપણને ભારતવાસીઓને જેટલી સ્પર્શે તેટલી તાકૅદવાસીઓને ન સ્પર્શે એ દેખીતું છે. એટલે જ ખુદ તાશ્કેદના ઘણા રહેવાસીઓને આ પ્રતિમા કે સ્ટ્રીટ ક્યાં આવ્યાં છે તેની ખબર પણ નથી. આશરે પચીસ લાખની વસ્તી ધરાવતું તાશ્કેદ મધ્ય (Central) એશિયાનું મોટામાં મોટું શહેર છે. રણવિસ્તારમાં ચિરચિક નામની નાની નદી પાસે આવેલા ફળદ્રુપ પ્રદેશ (Oasis - રણદ્વીપ)માં ઠેઠ સાતમા સૈકાથી વસેલું તાશ્કેદ ઐતિહાસિક શહેર છે. કપાસ અને સૂકો મેવો એ એનું મુખ્ય ઉત્પાદન રહ્યું છે. વેપારી મથક તરીકે અને સંસ્કાર કેન્દ્ર તરીકે તાશ્કેદની ખ્યાતિ જૂના વખતથી એટલી બધી રહી છે કે આઠમા સૈકામાં આરબોએ ચડાઈ કરી એના ઉપર વર્ચસ્વ જમાવ્યું હતું. તેરમા સૈકામાં મોંગોલિયાથી આવીને ચંગેઝખાને એને જીતી લીધું હતું. ચૌદમા સૈકામાં તૈમુરલેને એનો કબજો લીધો હતો. ૧૮૬૫માં રશિયાએ એને પોતાનામાં ભેળવી દીધું હતું. આમ તાશ્કેદ ઉપર પડોશી રાજ્યોનો ડોળો રહ્યો કર્યો એ એની મહત્તા દર્શાવે છે. પ્રાચીન સમયથી ઉઝબેક સંસ્કૃતિ અને સંસ્કારના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું તાકંદ વર્તમાન સમયમાં પણ કેળવણીના ક્ષેત્રે પ્રગતિશીલ નગરી ગણાય છે. તાશ્કેદના નગરદર્શનના કાર્યક્રમમાં અમે પ્રાચીન કલાકૃતિઓનું સંગ્રહસ્થાન જોયું, ગ્રંથાલયો જોયાં, લેનિન સ્કવેરમાં અને ફ્રેન્ડશિપ સ્કવેરમાં કેટલાંક ઐતિહાસિક સ્થળો તથા સ્મારકો જોયાં, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા જોઈ. સાંજે અમે એક રશિયન બેલે પણ જોઈ આવ્યા. કેટલાક ભૂગર્ભ રેલવેમાં પણ ફરી આવ્યા. જમીને અમે અમારી રૂમમાં બેઠા હતા. આખા દિવસનો થાક લાગ્યો હતો એટલે સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં બારણા ઉપર ટકોરો પડ્યો. એક ભાઈ આવ્યા હતા. સાથે એક ભારતીય યુવાન પણ હતો. એ ભાઈએ કહ્યું, “આ ભાઈનો નીચે લૉન્જમાં જ પરિચય થયો. તેઓ અહીં જ રહે છે. ઇન્ડિયાથી અહીં ભણવા આવ્યા છે. તેઓ મદદ કરી શકે એમ છે. ૮૬ * પ્રવાસ-દર્શન Page #129 -------------------------------------------------------------------------- ________________ અહીં બૅન્કમાં એક ડૉલરનો પૂરો એક રૂબલ (રશિયન ચલણ) પણ મળતો નથી. તેઓ આપણને એક ડૉલરના આઠ રૂબલ અપાવી શકે તેમ છે. બધી જવાબદારી એમની.' ' કહ્યું, “મારો નિયમ છે કે આ રીતે ગેરકાયદે વિદેશી ચલણ ક્યારેય લેવું નહિ. એમાં પણ વિદેશમાં આવું સાહસ કરવાની સલાહ હું કોઈને ન આપું. પછી તો જેવી જેની મરજી.' - અમે ના પાડી એટલે એ ભાઈ પેલા યુવાનને લઈને બીજા પ્રવાસીઓની રૂમમાં ગયા. કેટલાકે ડૉલર એ રીતે વટાવ્યા પણ ખરા. જ્યાંથી વધુ ધન મળતું હોય તે તરફ ખેચાવાની વૃત્તિ મનુષ્યમાં સહજ રીતે પડેલી છે. બે દિવસ તાકંદ અને એની આસપાસના પ્રદેશ જોયા પછી ત્રીજે દિવસે સવારે અમને સૂકા મેવાની માર્કેટમાં લઈ જવાનો કાર્યક્રમ હતો. આ બાજુના સૂકા પ્રદેશમાં સૂકો મેવો જાતજાતનો થાય છે. “માર્કેટમાં વેપારીઓ જમીન પર મોટા મોટા ઢગલા પાથરીને બેઠા હોય. છાપાંના કાગળમાં પડીકાં બાંધીને આપે. ભાવ પણ બહુ સસ્તો. ગિરદીનો પાર નહિ. જોવા જેવું ગામઠી દશ્ય લાગે. અમારી બસ માર્કેટના નાકા પાસે ઊભી રહી. મોમિન અમને બધાને દોરી જવાનો હતો. અમે ઊતરતા હતા ત્યાં બે ઉઝબેકી માણસોએ ઇશારો કર્યો. એક ડૉલરના દસ રૂબલ તેઓ આપતા હતા. અમારા ગ્રુપમાંથી બે જણે ઝડપથી રૂબલ લીધા અને માર્કેટ તરફ ચાલ્યા. સોવિયેટ યુનિયન જેવા કડક રાષ્ટ્રમાં પણ માણસો વિદેશી ચલણનો ગેરકાયદે વેપાર કરે એ જોઈને અમને આશ્ચર્ય થયું. ધન મેળવવાની અદમ્ય વૃત્તિ માણસ પાસે ક્યારે ખોટું કામ કરાવશે તે કહી શકાય નહિ. જેમ જેમ આંતરરાષ્ટ્રિય વ્યવહાર વધતો ગયો છે તેમ તેમ વિદેશી મુદ્રાનો સત્તાવાર અને બેકાનૂન વેપાર પણ વધતો ચાલ્યો છે. અમારા પ્રવાસી ગ્રુપમાં એક દક્ષિણ ભારતીય સજ્જન પણ હતા. તેઓ ખોટું અંગ્રેજી બોલતા અને તે બોલવાની એમની લઢણ પણ દક્ષિણ ભારતીય પ્રકારની હતી. વિદેશના પ્રવાસે તેઓ પહેલી વાર નીકળ્યા હતા. તેઓ પ્રકૃતિએ સ્વાર્થી હતા અને પૈસાની ગણતરીવાળા હતા. એટલે એમની સાથે ભળવા કોઈ રાજીખુશીથી તૈયાર થતું નહિ. મિસ્ટર સુંદરમ્ એમનું નામ હતું, પણ કેટલાક એમને બોલાવતી વખતે મજાકમાં “મિસ્ટર અસુંદરમ્ એવી રીતે બોલતા કે એમને ખબર ન પડે, પણ સમજનાર સમજી જાય. તાશ્કેદમાં ૪૯ ૮૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ મિ. સુંદરમ્ બસમાં છેલ્લી બેઠક પર બેઠા હતા. સૂકા મેવાના બજારમાંથી તેઓ કશું ખરીદવા ઇચ્છતા નહોતા એટલે બસમાં જ બેસી રહ્યા હતા. પણ જેવી ખબર પડી કે એક ડૉલરના આઠને બદલે દસ રૂબલ મળે છે કે તરત એમણે દસ ડૉલરની નોટ રોશનને આપી રૂબલ મંગાવ્યા. રોશને બસમાંથી ઊતરી એ નોટ પેલા માણસને આપી. એ સો રૂબલની નોટો ગણતો હતો ત્યાં તો અચાનક ડૉલરની નોટ જમીન પર ફેંકી દઈને એ ભાગ્યો. એનો સાથીદાર પણ દોડી ગયો. રોશને ડૉલરની નોટ ઉપાડી લઈને બસમાં આવી સુંદરમને પાછી આપી દીધી. રોશન બસમાંથી પાછી ઊતરવા જાય ત્યાં બે પોલીસે એને પકડી. બસના ડ્રાઇવરે ઉઝબેક ભાષામાં પોલીસે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. રોશને સુંદરસૂનું નામ આપ્યું. સુંદરમ્ નામક્કર ગયા. રોશને એમના પર ગુસ્સો કર્યો, પણ હવે જવાબદારી રોશન પર આવી. અમે માર્કેટમાં જઈને પાછા આવ્યા ત્યારે બસની આસપાસ ટોળું જામી ગયું હતું. શી ઘટના બની છે તે તરત સમજાયું નહિ. ભાષાનો પ્રશ્ન પણ ખરો. બસમાં બેઠા પછી થોડોક ખયાલ આવ્યો. ગાઇડ મોમિને પોલીસોને એમની ઉઝબેક ભાષામાં સમજાવ્યા અને છેવટે અમારી બસ આગળના કાર્યક્રમો માટે ઊપડી. તે દિવસે રાત્રે નવ વાગે બે સોવિયેટ ગુપ્તચરો દુભાષિયાને લઈને અમારી હોટેલ પર આવ્યા હતા. રોશનને બોલાવવામાં આવી. નીચે લોન્જમાં એક પારદર્શક કાચવાળી કૅબિનમાં રોશનની પૂછપરછ થઈ રહી હતી. ધીમે ધીમે બધા પ્રવાસીઓમાં વાત પ્રસરી ગઈ. કોઈ કોઈ લોન્જમાં આંટો મારી ચૂપચાપ જોઈ આવ્યા. દોઢેક કલાક પૂછપરછ ચાલી હશે. રોશન જોરજોરથી બોલતી હોય એમ લાગ્યું. ગુપ્તચરો નિવેદન લઈ વિદાય થયા. અમે કેટલાક મિત્રો શું થાય છે એની ઉત્સુકતાથી રાહ જોઈ લૉન્જના એક ખૂણામાં બેઠા હતા. રોશન ત્યાં આવી. એણે કહ્યું, “મેં ગુપ્તચરોને સ્પષ્ટ કહી દીધું કે અમે ટૂરિસ્ટ છીએ. તમારા દેશના કાયદાની અમને ખબર નથી. તમે તમારા માણસોને ખોટું કરતાં કેમ અટકાવતા નથી ? તમારી ફરજ છે એમને અટકાવવાની. અમને પરદેશીઓને શી ખબર પડે ?' કોઈ મોટો વિજય મેળવ્યો હોય એવો રુઆબ રોશનના ચહેરા પર જણાતો હતો. એણે કહ્યું, “મેં એ લોકોને એવા દબડાવ્યા કે બિચારા બોલી શું શકે ?” ૮૮ ૯ પ્રવાસ-દર્શન Page #131 -------------------------------------------------------------------------- ________________ ડૉલર-રૂબલનું પ્રકરણ પતી ગયું એટલે અમે બધા નિશ્ચિત થઈને સૂતા. સવારે અમે સોવિયેટ યુનિયનના અન્ય નગરોના પ્રવાસે ઊપડી ગયા. દસેક દિવસનો પ્રવાસ પૂરો કરી અમે દિલ્હી જવા ફરી તાન્કંદ આવી એ જ હોટેલમાં ઊતર્યા. રાત્રે આરામ કરી સવારે ઍર ઇન્ડિયાનું વિમાન અમારે પકડવાનું હતું. અમે પોતપોતાની રૂમમાં પ્રવાસના અનુભવો વાગોળતા હતા. એટલામાં અમારા રૂમમાં ફોનની ઘંટડી વાગી. એક સહપ્રવાસીએ સમાચાર આપ્યા કે સોવિયેટ ગુપ્તચરો આવ્યા છે અને રોશન તથા મિ. સુંદરમુને નીચે લઈ ગયા છે. અમને ચિંતાજનક આશ્ચર્ય થયું. જે વાત અમારે મન પતી ગઈ હતી એનો કેડો ગુપ્તચરોએ મૂક્યો નહોતો. અમારા પાછા ફરવાની તેઓ રાહ જોઈ રહ્યા હતા. અમે લૉન્જમાં આંટો મારવા ગયા. દૂરથી નજર કરી. રોશન ઢીલી હતી. સુંદરમ્ નીચું મોઢું કરીને બેસી રહ્યા હતા. કાઉન્ટર ઉપરથી અમને જાણવા મળ્યું કે જે બે ઉઝબેક માણસોએ ડૉલરરૂબલનો સોદો કર્યો હતો તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેઓએ પોતે લીધેલા ડૉલરની કબૂલાત કરી લીધી હતી. આથી જે બે જણે અમારામાંથી રૂબલ લીધા હતા તેમના મનમાં ગભરાટ ચાલુ થયો. તેઓ આઘાપાછા થઈ ગયા. લગભગ બે કલાક પૂછપરછ ચાલી પણ કોઈને છોડવામાં આવ્યાં નહોતાં, થોડે દૂરથી નજર કરતાં જણાયું કે રોશન હવે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. સુંદરમ્ પણ સૂનમૂન થઈ ગયા હતા. ત્યાં વળી અમને સમાચાર મળ્યા કે એર ઇન્ડિયાના મેનેજરને બોલાવવામાં આવ્યા છે. આવતી કાલની અમારી સફર કદાચ રદ થાય. અમે સૌ ચિંતાતુર બની ગયા. ત્યાં તો તાકંદ ખાતેના ભારતના કૉન્સલ જનરલને પણ બોલાવવામાં આવ્યા. ગેરકાયદે ડૉલર વટાવવાની નાની વાતે ઘણું મોટું રૂપ પકડ્યું. અમે અનિશ્ચિતતાના વમળમાં ફસાયા. છેવટે કૉન્સલ જનરલે ગુપ્તચરોને ખાતરી આપી, ઍર ઇન્ડિયાના મેનેજરે ભલામણ કરી, રોશન અને સુંદરમે લેખિત માફી આપી એટલે તેઓ બંનેને છોડવામાં આવ્યાં. જે બે ઉઝબેક નાગરિકોએ ડૉલર લઈ રૂબલ આપ્યા હતા તેમને તો સજા થશે જ, પણ અમારી ચિંતા ટળી. ૨ડીરડીને રોશનનો ચહેરો સૂજી ગયો હતો. અમારી કોઈની સાથે વાત કરવા તે ઊભી ન રહી. રૂમમાં જઈને તે સૂઈ ગઈ, પણ આખી રાત એને ઊંઘ નથી આવી એમ સવારે જાણવા મળ્યું. તાશ્કેદમાં ઝ૯ ૮૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ સવારે સમય થતાં અમે સૌ પોતપોતાના સામાન સાથે લૉન્જમાં આવી ગયા. બસ આવતાં તેમાં ગોઠવાયા. ઍરપૉર્ટ આવીને બધી વિધિ પતાવી વિમાનની રાહ જોતાં બેઠા. હવે રોશનની જીભ ઊઘડી. પોતાની હૈયાવરાળ ઠાલવતાં તે બોલી, “સોવિયેટ યુનિયનના અધિકારીઓ તદ્દન નાલાયક છે. કાગનો વાઘ કર્યો. તેઓ બુદ્ધિના બેલ જેવા છે. એટલું સમજે નહિ કે હું તો એક ગાઇડ છું. મેં કંઈ થોડા રૂબલ ખરીદ્યા છે ? મારા જેવી એક મહિલાને સતાવતાં તેઓને જરા પણ શરમ નડી નહિ. મેં તો હવે પ્રતિજ્ઞા લીધી છે કે જિંદગીમાં બીજી વાર સોવિયેટ યુનિયનમાં પગ મૂકવો નહિ.” રોશનનો ઉકળાટ અને કકળાટ સમજી શકાય એવા હતા. ગાઇડ તરીકે એને જિંદગીમાં એક નવો પાઠ શીખવા મળ્યો હતો. સુંદરમ્ પાસે દક્ષિણ ભારતીય સ્વરભાર સહિત “બટ્ટ' (But)થી શરૂ થતું એનું એ જ વાક્ય ફરીફરીને બોલવા સિવાય બીજું કશું હતું નહિ. એર ઇન્ડિયાના અમારા વિમાને તાશ્કેદની ધરતી છોડી ત્યારે સૌથી વધુ રાહત રોશને અનુભવી હતી. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) ૯૦ ૯ પ્રવાસ-દર્શન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમરકંદ (ઉઝબેકિસ્તાન) ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કરીએ અને સમરકંદ ન જોઈએ તો આગ્રા જઈને તાજમહાલ જોયા વગર પાછા ફર્યા જેવું ગણાય. તાશ્કેદ, સમરકંદ અને બુખારા (અથવા બોખીરો) એ ઉઝબેકિસ્તાનની ત્રણ પ્રાચીન નગરીઓ છે. એ ત્રણેમાં સમરકંદ સૌથી વધુ પ્રાચીન અને ઇતિહાસસભર છે. આ નગરીઓએ કાળના પ્રવાહમાં સુખસમૃદ્ધિની છોળો ઊડતી જોઈ છે અને લોહીની નદીઓ પણ વહેતી જોઈ છે. સોવિયેટ યુનિયનમાં જ્યારે પ્રમુખ ગોર્બીચેવ સત્તાસ્થાન પર હતા ત્યારે અમે સમરકંદના પ્રવાસે ગયા હતા. તાશ્કેદથી લગભગ પોણાત્રણસો કિલોમીટર દૂર આવેલી, આશરે ચાર લાખની વસ્તી ધરાવતી નગરી સમરકંદમાં “સમરકંદ' નામની હોટેલમાં અમે ઊતર્યા હતા. સમરકંદમાં નગરદર્શનના કાર્યક્રમ માટે અમે જોડાયા. બસમાં બેસી અમે ઊપડ્યા. અમારા ગાઇડનું નામ હતું શાખોબ. બસ ચાલી અને શાખોબે સમરકંદનો પરિચય આપ્યો. ઇતિહાસ ન જાણતા હોઈએ તો માની ન શકીએ કે સમરકંદ ત્રણ હજાર વર્ષથી વધુ પ્રાચીન નગરી છે. કેટલાંક વર્ષ પહેલાં આ જગ્યાએ ઉઝબેક પુરાતત્ત્વ વિભાગ તરફથી જમીનમાં પંદરથી વીસ ફૂટ ઊંડે ખોદકામ કરવામાં આવતાં માનવહાડકાં, માટીનાં ઠીકરાં, ધાતુની ચીજવસ્તુઓ, ઘરેણાં અને તેમાં જડેલાં કીમતી નંગ, પથ્થરને ધારદાર બનાવી તેમાંથી બનાવેલાં ઓજારો વગેરે જે મળ્યાં તેમની વૈજ્ઞાનિક સમરકંદ ૯ ૯૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિથી કાલગણના કરવામાં આવી છે. એ ઉપરથી જણાય છે કે સમરકંદ બારેક હજાર વર્ષ પહેલાંની પથ્થરયુગની નગરી હોવી જોઈએ. મધ્ય એશિયામાં રણવિસ્તારમાં આ જગ્યાએ નગર વસાવવાનું મુખ્ય કારણ તે એની ફળદ્રુપ જમીન છે. ઝારવશા નદીના ખીણપ્રદેશમાં આવેલું આ સ્થળ વૃક્ષો અને ગીચ વનરાજિથી હરિયાળું છે. અહીં પાણીની છૂટ છે. ખેતીની અનુકૂળતા છે. ઘેટાં, હરણ, ઊંટ, ઘોડા વગેરે પશુઓ અને જાતજાતનાં પક્ષીઓથી આ પ્રદેશ સભર છે. પરંતુ એ બધાં ઉપરાંત ચારે બાજુ ટેકરીઓ આવેલી હોવાથી કુદરતે જ જાણે એને વિશાળ કિલ્લા જેવી રચના કરી આપી છે. એટલે પ્રાચીન કાળની લશ્કરી ષ્ટિએ પણ આ સુરક્ષિત સ્થળ છે. ભૂમધ્ય સમુદ્રથી ઠેઠ ચીન સુધી જતા કાચા ધોરી માર્ગને જોડતું સમરકંદ મધ્ય એશિયાનું સંગમસ્થાન મનાતું હતું. સમરકંદનો એક અર્થ થાય છે મિલનસ્થાન. એનું પ્રાચીન નામ મરકંદ એ મરગંદ હતું. પછી સમરકંદ બન્યું. ઠેઠ પ્રાચીન કાળથી અત્યંત સમૃદ્ધ રહેલી આ નગરી ઉપર એલેક્ઝાન્ડર, ચંગીઝ ખાન અને તૈમુરલેન જેવા સમ્રાટોએ વિજય મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના સૈનિકોની ભારે ખુવારીના ભોગે પણ એના ઉપર કબજો મેળવ્યો હતો એ જ એની મહત્તા દર્શાવે છે. સમરકંદનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે ૩૨૯નો મળે છે. એલેક્ઝાન્ડર લાખો સૈનિકોને લઈને પંદર દિવસમાં હિંદુકુશ પર્વત ઓળંગીને સોડિયાના નામના પ્રદેશના સમરકંદ શહેર પર ચડી આવ્યો હતો. સ્થાનિક બહાદુર પ્રજાએ ભારે સામનો કર્યો હતો. ત્રણેક વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. એક લાખ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હતા. છેવટે એલેકૂઝાન્ડરે સમ૨કંદ ઉપર વિજય મેળવ્યો હતો. ઘણાં વર્ષ સુધી મેસેડોનિયા બેક્ટ્રિયાના સામ્રાજ્યના એક ભાગ તરીકે રહ્યા પછી એલેક્ઝાન્ડરના મૃત્યુ બાદ સમરકંદ છૂટું પડ્યું અને સ્થાનિક રાજાના હાથમાં આવ્યું. ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં તે કુશાન સામ્રાજ્યનો એક ભાગ બન્યું. આઠમા સૈકામાં આરબોએ એના પર ચડાઈ કરી અને જીત મેળવી. ત્યારથી સમરકંદ મુસ્લિમ સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બન્યું. ત્યાર બાદ જુદા જુદા વંશના રાજાઓએ એના પર વખતોવખત રાજ કર્યું. ઈ.સ.ના તેરમા સૈકામાં મોંગોલ સમ્રાટ ક્રૂર ચેંગીઝ ખાને સમરકંદ ઉપર મોટી ચડાઈ કરી. એના સૈનિકોએ સમરકંદ ઉપર વિજય મેળવ્યો. બંને પક્ષે ઘણી મોટી ખુવારી થઈ એટલું જ નહિ, ચંગીઝ ખાનના સૈનિકોએ સમરકંદમાં સ્ત્રીઓ અને બાળકો સહિત તમામ માણસોને રહેંસી નાખ્યા. ૯૨ * પ્રવાસ-દર્શન Page #135 -------------------------------------------------------------------------- ________________ ઘણો મોટો માનવસંહાર થયો. એક લાખ કરતાં વધુ માણસો મૃત્યુ પામ્યાં હશે. જેઓ ભાગી છૂટ્યા તે બચ્યાં. સૈનિકોએ સમરકંદમાં લૂંટ ચલાવી, આગ લગાડી. કાળો કેર વર્તાવી તેઓ ભાગી ગયા. સમરકંદમાં લોહીની નદીઓ વહી. મહિનાઓ સુધી માંસભક્ષી પક્ષી ઊડતાં રહ્યાં. આખું નગર, સ્મશાન જેવું અને દુર્ગધમય બની ગયું. કેટલાંક વર્ષો પછી સમરકંદ ફરી વસવા લાગ્યું. પર્શિયાના રાજાએ આ આખા પ્રદેશ ઉપર વર્ચસ્વ જમાવ્યું. એક પછી એક રાજાઓ આવતા ગયા. ઇસ્વીસનના પંદરમા સૈકામાં તૈમુરલેને ભારત ઉપર ચડાઈ કરી અને ઉત્તરનો પ્રદેશ જીતી લીધો. ત્યાર પછી એણે જ્યોર્જિયા પર ચડાઈ કરી. આમ, વોલ્ગા નદીથી ગંગા નદીના પ્રદેશ ઉપર પ્રભુત્વ ધરાવનાર તૈમુરલેન ત્યાર પછી મધ્ય એશિયા ઉપર વિજય મેળવવા નીકળ્યો. એના સૈનિકોએ ચારે બાજુ ભારે સંહાર કર્યો. તૈમુરલેન કહેતો કે “આકાશમાં જેમ અલ્લાહ એક જ છે, તેમ પૃથ્વી પર એક જ સમ્રાટ હોવો જોઈએ, અને તે સમ્રાટ હું પોતે છું.' તૈમુરલેનની ઘણી બેગમો હોવાથી એના પુત્રો અને પૌત્રો પણ ઘણા હતા. તેઓ બધા બળવાન અને પરાક્રમી હતા. તેઓ બધા જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રદેશો ઉપર વર્ચસ્વ જમાવતા જતા હતા. આથી એનું સામ્રાજ્ય ઘણું વિસ્તાર પામ્યું. સમરકંદ ઉપર વિજય મેળવ્યા પછી એણે સમરકંદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. મધ્ય એશિયાની રાજધાની સમરકંદ રહ્યું. અલબત્ત, તૈમુરની સરહદી મહત્વાકાંક્ષા અતૃપ્ત રહેતી. નવા નવા દૂરદૂરના પ્રદેશો ઉપર વિજય મેળવવા માટે સૈનિકોને લઈને પહોંચી જવાની એની ધગશ અદમ્ય હતી. પરંતુ એમ કરતાં એક યુદ્ધમાં તે માર્યો ગયો. ત્યારે એની ઉંમર પચાસેક વર્ષની હતી. તૈમુરના મૃત્યુ પછી સમરકંદના રાજ્યને સ્થિર અને સુદઢ કરવામાં મહત્ત્વનું કાર્ય કર્યું એની ગાદીએ આવેલા પૌત્ર ઉલુઘબેકે (અથવા ઉલુઘબેરેકે). તૈમુરનો એક પૌત્ર તે બાબર હતો. તે પોતાના સૈનિકો સાથે ભારત પર ચડી આવ્યો. દિલ્હીમાં એણે પોતાની સલ્તનત સ્થાપી. એ પછી તે દિલ્હીમાં જ સ્થિર થયો. ઉલુઘબકે સમરકંદને સમૃદ્ધ કર્યું. એનો રાજ્યકાળ તે સુખશાન્તિનો કાળ હતો. ઉલુઘબેકમાં બાદશાહ કરતાં પંડિતના ગુણો વધારે હતા. રાજ્યસીમા વિસ્તારવાને બદલે એણે પોતાની જ્ઞાનસીમા વિસ્તારી. એને ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનમાં વધુ રસ હતો. એણે સમરકંદ - ૯૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ સમરકંદમાં મદ્રેસા(વિદ્યાશાળા)ની સ્થાપના કરી. એ પોતે વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યો હતો. એની મદ્રેસામાં ત્યાર પછી ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા કે જેઓ કવિ કે તત્ત્વચિંતક તરીકે તૈયાર થયા હતા. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવનાર કવિ-ફિલસૂફ ઉમર ખૈયામે સમરકંદની મદ્રેસામાં રહીને અભ્યાસ કર્યો હતો. સોળમા સૈકામાં ઉઝબેક લોકોએ સમરકંદ ઉપર કબજો જમાવ્યો. અઢારમા સૈકામાં બુખારાના અમીરે સમરકંદ ઉપર વિજય મેળવ્યો. ઓગણીસમા સૈકામાં રશિયન લોકોએ તે ઉપર જીત મેળવી. સોવિયેટ યુનિયનની સ્થાપના પછી સમરકંદ ઉઝબેકિસ્તાનનું પાટનગર બન્યું. ૧૯૩૦ પછી પાટનગર તરીકે તાકંદને સ્થાન મળતાં સમરકંદનું મહત્ત્વ ઘટ્યું. અમારા ગાઇડ શાખોબે કહ્યું, “ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું તે પછી એની પ્રગતિ ઘણી થઈ છે. સમરકંદની તો જાણે કાયાપલટ જ થઈ ગઈ” નવું સમરકંદ વસ્યું. મોટા મોટા રસ્તાઓ અને ઊંચાં ઊંચાં મકાનો થયાં. સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ, લાઇબ્રેરી, મ્યુઝિયમ, બજારો ઉદ્યોગો, હોટેલો, હૉસ્પિટલો, ઉદ્યાનો, રેલવે સ્ટેશનો, રહેઠાણનાં મકાનો વગેરે બધું જ નવા વિસ્તારમાં નવેસરથી થયું. રેલવે સ્ટેશન પાસે એક મોટા ઊંચા પથ્થર પર લેનિનનું પૂતળું મૂકવામાં આવ્યું અને એ વિસ્તારનું નામ લેનિન ખુવેર રાખવામાં આવ્યું. બીજાં પણ કેટલાંક સ્મારકો કરવામાં આવ્યાં. આ રીતે સમરકંદમાં જૂનું સમરકંદ અને નવું સમરકંદ એવા બે વિભાગ પડી ગયા. સમરકંદનાં જુદાં જુદાં સ્થળોની અમે મુલાકાત લીધી. શાખોબ દરેકનો ઇતિહાસ સમજાવતો જાય. સમરકંદની પ્રજા એકંદરે સુખી લાગી, તોપણ જૂના સમરકંદમાં ગામને છેવાડે માટીનાં જૂનાં નાનાં નાનાં ઘરોમાં રહેતા લોકોને જોઈને લાગ્યું કે તેઓ આર્થિક દૃષ્ટિ ઘણા પછાત છે. રોટી, કપડાં, અને મકાન તેઓને મળ્યાં છે, પણ તેમના જીવનમાં કોઈ તેજ જણાયું નહિ . સમરકંદમાં જોવા જેવું સૌથી વધુ મહત્ત્વનું પ્રાચીન ઐતિહાસિક સ્થળ તે “રેગિસ્તાન ખુવેર' છે. રેગિસ્તાન એટલે રેતીનો પ્રદેશ. આ અત્યંત વિશાળ ચોકમાં આપણી નજર સામે ત્રણ વિશાળ ઉત્તુંગ, કલાત્મક ઇમારતો ત્રણ દિશાભિમુખ અડોઅડ આવેલી છે. આપણી ડાબી બાજુની અને જમણી બાજુની ઇમારતના દરવાજા સામસામે પડે છે અને આપણી સામી બાજુની ઇમારતનો દરવાજો આપણી સન્મુખ દેખાય છે. પ્રથમ નજરે જ ચિત્તને ૯૪ * પ્રવાસ-દર્શન Page #137 -------------------------------------------------------------------------- ________________ જકડી રાખે એવી ઉત્તેગ અને સૌન્દર્યમંડિત આ ઇમારતો છે. કેટલા બધા વિશાળ પાયા પર એના નકશાઓ તૈયાર થયા હશે ! ખરેખર, આનું આયોજન કરનારને ધન્યવાદ આપવાનું મન થઈ જાય. પંદરમા સૈકામાં સમરકંદમાં સ્થાપત્યકલા કેટલી બધી વિકસી હતી એની એ પ્રતીતિ કરાવે છે. મસ્તક ખાસ્સી વાર ઊંચું રાખીને અવલોકન કરીએ તો જ સંતોષ થાય. ઈંટ, ચીકણી માટી, મોટામોટા પથ્થરો, ચમકતી રંગબેરંગી ચીની માટીની લાદીઓ, ફૂલવેલની અને ભૌમિતિક આકૃતિઓનું સામંજસ્ય, સુવર્ણનો ઓપ અપાયેલાં કેટલાંક ચિત્રાંકનો - આ બધાંને કારણે એનું કલાસૌન્દર્ય અનુપમી બની રહ્યું છે. એમાં એના ચારમાંથી અવશિષ્ટ રહેલા બે મિનારાઓ અને ઉપરથી કમાન આકારના ભવ્ય ઊંચા દરવાજાઓ એના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ કરે છે. એ જોતાં જ માણસ ભૂતકાળમાં ખોવાઈ જાય છે. આ ત્રણ સ્થાપત્યકૃતિઓ છે : (૧) ઉલઘબેક મસા (૨) શેરદોર મદ્રેસા અને (૩) તિલ્યા-કારી મદ્રેસા. ઉલુઘબેક મદ્રેસાનું બાંધકામ પંદરમા સૈકામાં થયું છે. એની નકલ જેવી બીજી બે મદ્રેસાઓનું બાંધકામ સત્તરમા સૈકામાં થયું છે. પરંતુ ઉલુઘબેક મદ્રસા જેવું સૌન્દર્ય પછીથી થયેલી બે મદ્રેસાઓમાં જોવા મળતું નથી. ઉલુઘબેક મદ્રેસામાં પચાસ જેટલા વિશાળ ખંડો છે. અહીં વિદ્યાર્થીઓ માટે રહેવા-ભણવાની વ્યવસ્થા હતી. દૂરદૂરથી વિદ્યાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ માટે આવતા. ખુદ ઉલુઘબેક પોતે પણ વિદ્યાર્થીઓને ભણાવતો. રાજા પોતે વિદ્યાગુરુ હોય એવો વિરલ સમન્વય ઉલુઘબેકમાં જોવા મળ્યો છે. રેગિસ્તાન ચોકમાં આવેલી આ ત્રણે ઇમારતો એટલી બધી ઊંચી, વિશાળ અને ભવ્ય છે કે ચૉકમાં ઊભેલા વિચારશીલ માણસને પોતે કદમાં કેટલો બધો નાનો છે તેનો અનુભવ થયા વગર રહે નહિ. આ મસાઓ હવે વપરાશ વિનાની, સૂની અને જર્જરિત થઈ ગઈ છે, પરંતુ અત્યારે પણ જો એનો આટલો બધો પ્રભાવ પડતો હોય તો જ્યારે એ તૈયાર થઈ ગઈ હશે, નવી હશે અને વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરતા હશે, શાહી કુટુંબો એમાં વસતાં હશે, ચોકીદારો ચોકી કરતા હશે અને લોકોની ઘણી બધી અવરજવર રહેતી હશે ત્યારે એનું કેવું જીવંત વાતાવરણ લાગતું હશે ! અહીં ઊભા હોઈએ તો ભૂતકાળનાં એ દશ્યો નજર સમક્ષ તરવરવા લાગે છે. પ્રકાશ અને ધ્વનિ (Light and Sound)ના કાર્યક્રમ દ્વારા એની જીવંતતાની અહીં ઝાંખી કરાવવામાં આવે છે. સમરકંદ ૯ ૯૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ પોતાને વિશ્વવિજેતા કહેવડાવનાર તૈમુરલેને પોતાના શિલ્પીઓ અને સ્થાપત્યકલાવિદોને બધે મોકલીને તથા પોતે નજરે જોયું હોય તેમાંથી પસંદ કરીને દુનિયાની શ્રેષ્ઠ ઇમારતો કરતાં પણ વધુ ચડિયાતી ઇમારતો સમરકંદમાં બાંધવાના આદેશો આપી દીધા હતા. ભારત, ઇજિપ્ત, ગ્રીસ, જ્યોર્જિયા વગેરે ઘણે સ્થળેથી સેંકડો શિલ્પીઓ, ઇજનેરો, કારીગરો, બળવાન મજૂરો વગેરેને પકડીને સમરકંદ લઈ આવવામાં આવ્યા હતા. સેંકડો માઈલ દૂરથી મોટા મોટા પથ્થરો મજૂરો દ્વારા લાવવામાં આવતા. તૈમુરલેને સમરકંદમાં સ્થિર થયા પછી ઘણી જુદી જુદી ઇમારતો બંધાવી. હજારો માણસો દ્વારા આખો દિવસ કામ ચાલતું. પાંચેક વર્ષમાં તો ઘણી ઇમારતો ઊભી થઈ ગઈ. એમાંની એક તે બીબી ખનિમની મસ્જીદ છે. નીલરંગી અને વિશાળ ઘુમંટ દૂરથી પણ ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. દુર્ભાગ્યે તૈમુરના પોતાના જીવનકાળ દરમ્યાન જ આ મસ્જિદ જર્જરિત થવા લાગી હતી. સમરકંદમાં આધુનિક સમયમાં જમીનમાંથી ખોદી કાઢવામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ તે ઉલુઘબેકની ખગોળનિરીક્ષણ માટેની પ્રયોગશાળા છે. એક રશિયન વૈજ્ઞાનિક વ્યાટકિને ઉલુબેકના જીવનનો ઊંડો અભ્યાસ કર્યો. એ ઉપ૨થી તેને ખાતરી થઈ કે ઉલુઘબકે ક્યાંય પોતાની પ્રયોગશાળા (આપણા જંતરમંતર જેવી રચના) બનાવી હોવી જોઈએ. એણે જુદી જુદી જગ્યાએ ખોદકામ કરી, ભોંયરાં બનાવી છેવટે પંદરવીસ ફૂટ નીચે દટાયેલી આખી પ્રયોગશાળા, વર્ષોની મહેનત પછી શોધી કાઢી. સોવિયેટ સરકારે એના આ પ્રોજેક્ટ માટે આર્થિક સહાય કરી. આ પ્રયોગશાળા હવે આપણે જોઈ શકીએ છીએ. ઉલુઘબેકે પોતાના મદદનીશોની સહાય લઈ ટેલિસ્કોપ વિનાના એ જમાનામાં, નરી આંખે નિરીક્ષણ કરીને આકાશના ૧૮૦૦ જેટલા તારાઓની નોંધ કરી છે. તારાઓ, નક્ષત્રો વગેરેની ગતિનાં નિરીક્ષણના આધારે ઉલુઘબેકે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૦ મિનિટ અને ૮ સેકન્ડ એવું માપ કાઢ્યું હતું. આજનું વિજ્ઞાન કહે છે કે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૮ મિનિટ અને ૮.૫ સૅકન્ડ. એટલે ઉલુઘબેકે કરેલું એ જમાનાનું સંશોધન કેટલું બધું ચોકસાઈભર્યું હતું તેની પ્રતીતિ થાય છે. રશિયન વૈજ્ઞાનિક વ્યાટકને જીવનભર અહીં રહીને આ સંશોધન કર્યું. એની ભાવના એવી હતી કે પોતાના મૃત્યુ પછી પોતાના મૃતદેહને આ પ્રયોગશાળાના ચોગાનમાં જ દફનાવવામાં આવે અને એ પ્રમાણે સ૨કારે ૯૬ * પ્રવાસ-દર્શન Page #139 -------------------------------------------------------------------------- ________________ એની ભાવના અનુસાર એની દફનવિધિ અહીં કરી હતી. ' રાણા હોય કે રાજા, છત્રપતિ હોય કે ચક્રવર્તી, બાદશાહ હોય કે શહેનશાહ, મૃત્યુ કોઈને છોડતું નથી, પરંતુ રાજા-બાદશાહ કે તેના પરિવારને બાળવા-દફનાવવા માટે અલાયદી, વિશાળ, વિશિષ્ટ જગ્યા રાખવાની અને ત્યાં સ્મારક રૂપે ઇમારત બાંધવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. સમરકંદમાં એવી જગ્યા તે “ગુરી-અમીર” છે. ગુરી એટલે કબર, અમીર (એમિર) એટલે બાદશાહ (અથવા બાદશાહના પરિવારના સભ્ય). તૈમુરલેને પોતાના ધર્મગુરુ મિર સૈયદ બેરેક માટે આ મકબરો કરાવ્યો હતો. એટલે ગુરીઅમીર “ગુરમિર' તરીકે પણ ઓળખાય છે. ઇ.સ. ૧૪૦૩માં તૈમુરનો એક વહાલો પૌત્ર મહમદ સુલતાન એક યુદ્ધમાં હણાયો હતો. તૈમુરે એના શબને ગુરીઅમીરમાં દફનાવ્યું હતું. આ જગ્યાએ એક મોટી ભવ્ય ઇમારત બાંધવા માટે એણે આદેશ આપ્યો હતો. ઘેરા વાદળી રંગની ચમકતી લાદીની ડિઝાઇનવાળો, ઊંડા આંકાવાળો ઘુંમટ આ મકબરા પર કરવામાં આવ્યો હતો. ૧૪૦પમાં તૈમુરનું મૃત્યુ થતાં એના શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. તૈમુરના બીજા બે પુત્રોનાં શબને તથા પંડિત પૌત્ર ઉલુઘબેકના શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. એ રીતે આ મકબરો ઐતિહાસિક છે, પણ એના શિલ્પસ્થાપત્યનું લાલિત્ય એટલી ઊંચી કોટિનું છે કે કેટલાયે કવિઓએ ગુરીઅમીર ઉપર કવિતા લખી છે. - ઈ.સ. ૧૯૧૪માં ઉઝબેક એકેડેમીના વૈજ્ઞાનિકોને તૈમુરની અને ઉલુઘબેકની કબર ખોદવાની સરકારી પરવાનગી મળી. એ ખોદકામ થતાં એમાંથી નીકળેલ ખોપરી સહિતનાં હાડપિંજર ઉપરથી એ બંનેની દેહાકૃતિ કેવી હશે તેનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ તેવી આકૃતિઓ બનાવી અને પછી હાડપિંજર પાછાં દફનાવી દેવામાં આવ્યાં. સમરકંદમાં મને ગમેલું બીજું એક સ્થળ તે કવિઓનું ઉદ્યાન છે. આ આધુનિક રચના છે. આ હરિયાળા રમણીય ઉદ્યાનમાં એક મોટી લંબચોરસ શિલા ઉપર ઉઝબેકિસ્તાનના ચાર કવિઓ સામસામે બેઠા છે, બે પલાંઠી વાળીને અને બે વીરાસનમાં. તેઓ વાજિંત્ર સાથે પોતાની કવિતા ગાઈ રહ્યા છે. મૂછદાઢીવાળા પ્રૌઢ કવિઓએ સખત ઠંડીમાં પહેરાય એવા જાડા લાંબા ડગલા પહેરેલા છે. માથે પાઘડી કે મોટી ટોપી છે. સમરકંદ પોતાના કવિઓનું આ રીતે કરેલું ગૌરવ અનુમોદનીય અને અનુકરણીય છે. ગ્રેનાઇટ પથ્થરમાં કંડારવામાં આવેલી એવી બીજી એક શિલ્પાકૃતિ સમરકંદ - ૯૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ તે ઉઝબેક અને તાજિક પ્રજા વચ્ચે મૈત્રીની ભાવનાના પ્રતીક રૂપ એ બંને પ્રજાના બે કવિઓના મિલનની છે. સમરકંદમાં આ ઉપરાંત સુપાન-આટા, સખી-ઝિંદા વગેરે બીજાં કેટલાંક સ્મારકો પણ અમે ઝીણવટપૂર્વક નિહાળ્યા. તે દરેકનો ભિન્ન ભિન્ન ઇતિહાસ છે. સમરકંદની ધરતી અઢી-ત્રણ હજાર વર્ષના ઇતિહાસથી ધબકે છે. દુનિયાની પ્રાચીન નગરીઓમાં સમરકંદનું પણ આગવું સ્થાન છે. ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું એથી એને ઘણો લાભ થયો છે. એથી ખેતીપ્રધાન ગરીબ પ્રજાની આર્થિક સ્થિતિ સુધરી છે, શિક્ષણના ક્ષેત્રે વ્યવસ્થા સુદઢ થઈ છે. ઉદ્યોગો સ્થપાયા છે અને પ્રજાવિકાસનાં મહત્ત્વનાં કાર્યો થયાં છે. પરંતુ મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું એક કાર્ય થયું તે પ્રાચીન અવશેષોની જાળવણીનું છે. સોવિયેટ યુનિયનની સ્થાપના પૂર્વે ઘણી ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી. કેટલીક તો ખંડિયેર બની ચૂકી હતી. ઉઝબેકિસ્તાનની સરકાર પાસે તેની મરામત માટે ત્યારે નાણાં, સાધનો, આવડત કે દૃષ્ટિ નહોતાં. લેનિને સત્તા પર આવતાંની સાથે ઐતિહાસિક ઇમારતોની દેખભાળ અને સુરક્ષા માટે આદેશો આપી દીધા. એથી સમરકંદમાં વાંકા થઈ ગયેલા અને પડું પડું થઈ રહેલા કેટલાક મિનારાઓને સીધા અને સ્થિર કરી લેવામાં આવ્યા. કેટલીક ઇમારતોમાં સ્તંભો, ઘુમટો, મિનારાઓ, પ્રવેશદ્વારો વગેરેમાં જ્યાં પથ્થરો ખવાઈ ગયા હતા તેને સરખા કરી લેવામાં આવ્યા. જ્યાં જરૂર લાગી ત્યાં ટેકા મૂકવામાં આવ્યા. ભગ્નાવશેષો કાળજીના અભાવે વધુ ભગ્ન થતા હતા તેને અટકાવવામાં આવ્યા. રંગ પૂરવામાં આવ્યા. તૂટેલી લાદીઓ કાઢીને નવી બેસાડવામાં આવી. ડિઝાઇનો સરખી કરવામાં આવી અને એ રીતે આ સ્મારકોને જોવાલાયક બનાવવામાં આવ્યાં. અમે આ બધી પ્રાચીન ઇમારતો નિહાળી રહ્યા હતા તે વખતે કેટલીક સ્થાનિક મહિલાઓ ત્યાં આવી પહોંચી હતી. અમારાથી થોડું અંતર રાખીને તેઓ પાછળ પાછળ ચાલી રહી હતી. વિદેશી પ્રવાસીઓને નિહાળવાના કૌતુકથી કેટલીક વાર સ્થાનિક લોકો વીંટળાય એવા પ્રસંગો દુનિયામાં ઘણે સ્થળે બને છે. પરંતુ આ મહિલાઓના ચહેરા પર કૌતુકનો નહિ પણ દીનતાનો ભાવ હતો. કેટલીકે નાનું બાળક પણ તેડ્યું હતું. ભીખ માગવાનો તેમનો આશય હોય એમ જણાતું હતું. છતાં કોઈએ હાથ લાંબો ર્યો નહોતો. સોવિયેટ યુનિયનમાં ત્યારે ભીખ માગવા ઉપર અને ભીખ આપવા ઉપર કડક પ્રતિબંધ હતો. અમારા ગાઈડ શાખોબે કહ્યું, ‘અહીં કેટલીક ૯૮ ૯ પ્રવાસ-દર્શન Page #141 -------------------------------------------------------------------------- ________________ મહિલાઓ ભીખ માગવા આવે છે, પરંતુ મહેરબાની કરીને કોઈને કશું આપશો નહિ.' પરંતુ અહીં ગરીબ લોકોનાં માટીનાં નાનાં નાનાં ઘરો જોઈને અમને થયું કે સોવિયેટ યુનિયનમાં સામ્યવાદ હોવા છતાં આટલાં બધાં વર્ષે પણ અહીંના આ લોકોની સુખાકારીમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી. રેગિસ્તાનમાં રહેતી અહીંની આ ગોરી ચામડીવાળી મહિલાઓ જાણે વર્ષોથી નાહી ન હોય એવી લાગતી હતી. એમનાં મેલાં વસ્ત્ર પણ કાળાભૂખરા રંગનાં હતાં. પરંતુ એમણે તેડેલાં બાળકો ગોરા ભરાવદાર ચહેરાવાળાં હતાં. એમને સારી રીતે સ્નાન કરાવીને સુંદર વસ્ત્રોથી સુસજ્જ કરવામાં આવે તો જાણે રાજકુમાર કે રાજકુંવરી જેવા લાગે. કોને ખબર છે કે તૈમુરના જ એ વંશજો નહિ હોય ! સ્મારકો જોઈ અમે બધા રસ્તા પર આવ્યા અને ધીમે ધીમે ગાઇડની પાછળ ચાલવા લાગ્યા. અમારી પાછળ મહિલાઓ પણ ચાલતી હતી. તેઓ થોડી વાર અમારી સામે તાકી રહે અને થોડી વા૨ રસ્તાને છેડે જુએ. કેમ આમ કરે છે તેનું અનુમાન કરતાં જણાયું કે રસ્તાને છેડે એક પોલીસ ફરજ ઉપર ઊભો હતો. એના દેખતાં તેઓ ભીખ માગવા નહોતી ઇચ્છતી. રસ્તો પૂરો થતાં અમે બીજી દિશામાં વળ્યા. હવે પોલીસ દેખાતો બંધ થયો. તરત એ મહિલાઓ અમારી પાસે આવી. હાથ લાંબો કર્યો. ભાષા તો આવડતી નહોતી. પોતાના બાળક માટે ભીખ માગે છે એવો ઇશારો કરી ઊંકારો ભણ્યો. અમે જોઈ રહ્યા. ભીખ આપવી કે ન આપવી એની વિમાસણમાં પડી ગયા. મહિલાઓ અને બાળકોને જોતાં અનુકંપાનો ભાવ થયા વગર રહે નહિ. અમે પાંચ પાંચ રૂબલની નોટ એ દરેકને આપી. નોટ મળતાં જ એ મહિલાઓ ક્ષણવારમાં ઝડપથી ક્યાંની ક્યાં ચાલી ગઈ. જાણે કશું બન્યું જ ન હોય ! સરકારી કાયદા પ્રમાણે અમે કે તે મહિલાઓએ યોગ્ય કર્યું ન કહેવાય. બીજી બાજુ વાસ્તવિકતા જોતાં અંતઃકરણના આદેશને અનુસરવાનું અમને યોગ્ય લાગ્યું. સમરકંદની આ ઘટનાએ પ્રજાઓની ચડતીપડતીના ઇતિહાસને નજ૨ સમક્ષ તાદશ કર્યો. કવિ મલબારીની પંક્તિ મારા મુખમાંથી સરી પડી. ‘સગાં દીઠાં મેં શાહઆલમનાં, ભીખ માંગતાં શેરીએ.' (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) સમ૨કંદ * ૯૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તિબિલિસી (જ્યોર્જિયા) સોવિયેટ યુનિયનનું વિસર્જન થયું તે પહેલાં અમે કેટલાક ભારતીય પ્રવાસીઓ જ્યોર્જિયાના પાટનગર તિબિલિસી(Tibilisi)ના પ્રવાસે ગયા હતા. જ્યોર્જિયા ત્યારે સોવિયેટ યુનિયનનું એક સભ્યરાજ્ય હતું. સોવિયેટ યુનિયનમાં રશિયાનું વર્ચસ્ હતું. યુરોપના દેશોમાં, એક બાજુ કાળો સમુદ્ર અને બીજી બાજુ કાસ્પિયન સમુદ્ર. એ બેની વચ્ચે આવેલા, કોકેસસ પર્વતમાળાવાળા જ્યોર્જિયાનું મહત્ત્વ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે. તિબિલિસી એનું પ્રાચીન ઐતિહાસિક પાટનગર છે. દુનિયાનાં કેટલાંક શહેરોનું ભૌગોલિક, સામાજિક, સાંસ્કારિક, આર્થિક અને સંરક્ષણાત્મક દૃષ્ટિએ એટલું બધું મહત્ત્વ હોય છે કે રાજ્યસત્તા તરફથી રાજધાની તરીકે એની પસંદગી થયા પછી, રાજ્યસત્તામાં પરિવર્તનો થાય તો પણ સૈકાઓ સુધી રાજધાની તરીકે એનું મહત્ત્વ એટલું ને એટલું જ સ્વીકારાયેલું રહે છે. દુનિયામાં હાલ જેટલાં પ્રાચીન નગરો છે તેની સરખામણીમાં કેટલાંક પ્રાચીન પાટનગરો નથી. તોપણ અઢી-ત્રણ હજાર કે તેથી વધુ વર્ષના પ્રાચીન પાટનગરો હાલ પણ છે. કેટલાંક પાટનગરોનાં નામ એનાં એ રહે છે, પણ નજીક નજીકના વિસ્તારમાં એનું સ્થળાંતર થતું રહે છે. કેટલાંક પાટનગર એના એ જ સ્થળે રહે છે, પણ એનાં નામોમાં ફેરફારો થયા કરે છે. કેટલાંકનાં નામ અને સ્થળ એટલાં જ ૧૦૦ ૯ પ્રવાસ-દર્શન Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જોવા મળે છે. કેટલાંક પાટનગર પાટનગર મટી સામાન્ય નગર બની જાય છે. સત્તાઓની ચડતીપડતી થવા છતાં અને સ્થળ આઘુંપાછું થવા છતાં ઇસવીસનના ચોથા પાંચમા સૈકાથી તિબિલિસી જ્યોર્જિયાનું પાટનગર રહ્યું છે. આમ તો તિબિલિસીના આ પ્રદેશમાં લોકોનો વસવાટ પાંચ-છ હજાર . વર્ષથી ચાલ્યો આવતો હોવાનું મનાય છે, પરંતુ રાજ્યના વડા મથક તરીકેની મહત્તા એને ચોથા સૈકાની પૂર્વે મળી હોય એવો નિર્દેશ ક્યાંય મળતો નથી. પ્રાચીન સમયમાં પાંચમા સૈકામાં, માત્ર પૂર્વ જ્યોર્જિયામાં, “આઇબિરિયા નામનું રાજ્ય હતું ત્યારે તેની રાજધાની તિબિલિસી હતી એવો ઉલ્લેખ મળે છે. આ શહેરની સમૃદ્ધિ એટલી બધી હતી કે દ્વેષ અને ઇર્ષાથી પડોશી રાજ્યોએ - આરબો, પર્શિયનો, તુર્કો, મોંગોલો, બાઇઝેન્ટાઇનો વગેરેએ - ભૂતકાળમાં વારંવાર તિબિલિસી ઉપર આક્રમણ કર્યા હતાં. ઇ.સ. ૧૭૯૫માં પર્શિયન સૈનિકોએ તિબિલિસી પર ચઢાઈ કરીને એને સાવ પાયમાલ કરી નાખ્યું હતું, પરંતુ ખમીરવંતી જ્યોર્જિયન પ્રજા પાછી બેઠી થઈ ગઈ હતી. ઈ.સ. ૧૮૦૧માં જ્યોર્જિયાએ પડોશી રાજ્ય રશિયા સાથે મૈત્રી કરી લીધી હતી. ૧૯૧૭માં રશિયામાં ક્રાન્તિ થયા પછી સોવિયેટ યુનિયનની રચના થઈ અને એનો વિસ્તાર થયો, ત્યાર પછી ૧૯૩૬માં જ્યોર્જિયા સોવિયેટ યુનિયમાં જોડાઈ ગયું હતું. સોવિયેટ યુનિયનનું વિસર્જન થતાં હવે જ્યોર્જિયા ફરી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. - તિબિલિસીનું જૂનું નામ તિફલિસ (Titlis) હતું. ફિલિસનો એક અર્થ થાય છે “હૂંફાળું'. આ શહેરની આબોહવા પરથી એ નામ પડ્યું છે. અહીં ન સખત ઠંડી પડે અને ન સખત ગરમી પડે. કુરા નદીના કાંઠે વસેલું અને કોકેસસ પર્વતની ખીણમાં આવેલું આ શહેર નૈસર્ગિક રીતે પણ સંરક્ષણ પામેલું છે. આમ તો માત્ર તિબિલિસી જ નહિ, સમગ્ર જ્યોર્જિયાની આબોહવા ઘણી સરસ છે. એથી લોકોનું આરોગ્ય એકંદરે કુદરતી રીતે જ સારું રહે એવું છે. આ આરોગ્યવર્ધક આબોહવાને કારણે જ દુનિયામાં શતાયુ ભોગવતા સૌથી વધુ માણસો જ્યોર્જિયામાં જોવા મળે છે. એમ કહેવાય છે કે જ્યોર્જિયામાં દર એક લાખ માણસે પ૩ જેટલા માણસો ૧૦૦ વર્ષથી વધુ ઉમરના હોય છે. પંદર લાખની વસ્તી ધરાવતા તિબિલિસીમાં અમારો ઉતારો શહેરના મધ્ય ભાગમાં આવેલી હોટેલ આદયારા(Adjara)માં હતો. એ બહુમાળી હોટેલમાં પ્રવેશતાં જ એના કર્મચારીઓએ ઉમળકાથી અમારું સ્વાગત કર્યું. તિબિલિસી = ૧૦૧ - Page #144 -------------------------------------------------------------------------- ________________ અમે સૌ પોતપોતાની રૂમમાં પહોંચી ગયાં. દરેક રૂમમાં એક બાજુની આખી દીવાલ કાચની હતી. ત્યાંથી સાવ નીચેનું દશ્ય પણ દેખાય અને દૂરદૂરનું દશ્ય પણ જોવા મળે, પરંતુ નવાઈ લાગે એવું દશ્ય તો એ હતું કે સમડી જેવાં સેંકડો કાળાં પક્ષીઓ સતત ઊડાઊડ કરતાં હતાં. અમને જાણવા મળ્યું કે એ સ્થળાંતર કરનારાં (Migrating) પક્ષીઓ હતાં. કેટલાક દિવસ પહેલાં એ આવ્યાં છે અને થોડા દિવસમાં ચાલ્યાં જશે. સ્થળાંતર કરનારાં પક્ષીઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ આખો દિવસ ઊડવાનો મહાવરો રાખતા હોય છે. હોટેલમાં થોડો આરામ કરી અમે બસમાં નગરદર્શન માટે નીકળ્યા. અમારી ગાઇડ જ્યોર્જિયન યુવતી હતી. તે ઇંગ્લિશ સારું બોલતી હતી. એનું નામ હતું કેલિના. કેલિના અમને જ્યોર્જિયાનો ઇતિહાસ સમજાવતી ગઈ. નગરદર્શનના કાર્યક્રમમાં અમે યુનિવર્સિટી જોઈ, જ્યોર્જિયન સાયન્સ ઍકેડેમી જોઈ, મ્યુઝિયમ જોયું અને સ્ટેલિન પાર્ક જોયો. બપોરના ભોજન પછી અમને દારૂ બનાવનારા કારખાનામાં લઈ જવામાં આવ્યા. અમે ત્યાં પહોંચવા આવ્યા ત્યાં જ દારૂની તીવ્ર વાસ આવવા લાગી. કેલિનાએ કહ્યું કે “જ્યોર્જિયાની વિશિષ્ટતા એ છે કે દુનિયામાં જુદે જુદે સ્થળે મળીને હજારેક જાતની દ્રાક્ષ થાય છે એમાંની લગભગ પાંચસો જાતની દ્રાક્ષ ફક્ત અમારા જ્યોર્જિયામાં થાય છે. આટલી બધી જાતની દ્રાક્ષ દુનિયાના કોઈ પણ એક જ દેશમાં થતી નથી. દ્રાક્ષના ક્ષેત્રમાં પડેલા અમારા માણસો નવી નવી જાતની દ્રાક્ષ ઉગાડવાના પ્રયત્નો સતત કરતા જ રહે છે. દારૂના વ્યવસાયને કારણે જ દ્રાક્ષના પ્રકાર અને ગુણવત્તાનો અહીં વિકાસ થયો છે. અમારા દેશમાં જાતજાતના દારૂ થાય છે. કેટલીક જાતના દારૂ ફક્ત જ્યોર્જિયામાં જ બને છે. મદ્યપાનનો શોખ અમારા લોકોને ઘણો જ છે, પણ શરાબ પીને, વધુ પડતો નશો કરીને રસ્તામાં લથડિયાં ખાતા કે પીધેલી હાલતમાં પડેલા માણસો તમને જોવા નહિ મળે. અમારા લોકોની માન્યતા એવી છે કે જેમ બીજાને સિગારેટ આપવાથી દોસ્તી બંધાય છે, તેમ બીજાને દારૂ પિવડાવવાથી કે દારૂની બાટલી ભેટ આપવાથી મૈત્રી સ્થપાય છે.” ત્યાર પછી અમને દારૂની જંગી વખારમાં લઈ જવાયા. ત્યાં વિવિધ પ્રકારના દારૂનાં મોટાં મોટાં પીપ જોવા મળ્યાં. અહીંથી ઘણો દારૂ વિદેશોમાં પણ જાય છે. જ્યોર્જિયાની આ એક મોટી લાક્ષણિકતા અમને જોવા મળી. દારૂનું કેન્દ્ર જોઈ અમે આગળ ચાલ્યા. રસ્તામાં એક પૂતળું બતાવી ગાઇડે કહ્યું, “આ જ્યોર્જિયન માતાનું પૂતળું છે. એના એક હાથમાં તલવાર . ૧૦૨ * પ્રવાસ-દર્શન Page #145 -------------------------------------------------------------------------- ________________ છે અને બીજા હાથમાં દારૂનું પાત્ર છે. તલવાર દુશ્મનો માટે છે અને દારૂ મિત્રો માટે છે. તલવાર યુદ્ધનું પ્રતીક છે અને દારૂ મૈત્રીનું પ્રતીક છે. અમારી જ્યોર્જિયન માતા પડોશી રાજ્યોને કહે છે કે જો તમે અમારી સાથે શત્રુતા રાખશો તો તમે અમારા ખડ્ગનો સ્વાદ ચાખશો અને જો તમે અમારી સાથે પ્રેમભરી મૈત્રી રાખશો તો તમને અમારી ઉત્તમ કીમતી મદિરાનું પાન કરવા મળશે. આ પૂતળું જોઈને દુનિયાની દરેક પ્રજા પોતાના વિશિષ્ટ પ્રાકૃતિક સંયોગો અને દિલની ભાવના અનુસાર કેવાં કેવાં પ્રતીકોની રચના કરે છે તેનો ખયાલ આવ્યો. પાછા ફરતાં અમારી બસ પ્રાણીબાગ પાસે ઊભી રહી. કેલિનાએ કહ્યું, ‘તિબિલિસીના આ પ્રાણીબાગમાં પહેલાં તો સાડાત્રણસો જેટલાં જુદાં જુદાં પ્રાણીઓ હતાં. હવે તો માંડ પચાસ જેટલાં પ્રાણીઓ પણ રહ્યાં નથી. એના નિભાવ માટે સરકાર પાસે એટલાં નાણાં હાલ નથી. તમારામાંથી જેઓને પ્રાણીબાગ જોવો હોય તે ઊતરી શકે છે. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે જોઈને તેઓ હોટેલ પર આવી શકે છે. અહીંથી ચાલીને જઈ શકાય એટલા અંતરે હોટેલ આવી છે. જેઓને પ્રાણીબાગ ન જોવો હોય તેઓ બસમાં બેસી રહે. અમે તેઓને હોટેલ પર ઉતારી દઈશું.' અમે કેટલાક પ્રાણીબાગ જોવા ઊતર્યા. અત્યંત વિશાળ જગ્યામાં આવેલો પ્રાણીબાગ એના, પ્રવેશદ્વાર આગળ જ નિસ્તેજ અને ઉજ્જડ લાગતો હતો. જ્યાં જ્યાં પ્રાણીઓ હતાં એવા થોડા વિસ્તારમાં અમે ફરી વળ્યા. એની ખાસ કોઈ વિશિષ્ટતા અમને જણાઈ નહિ. સ્થાનિક લોકો પણ આ પ્રાણીબાગ જોવા આવતા નથી એવી છાપ અમારા મન પર પડી. જે થોડા આવ્યા હતા તે પ્રાણીઓને જોવા માટે નહોતા આવ્યા. આ વિશાળ ઉદ્યાનમાં સંતાઈને બેસવા માટે યુવકયુવતીઓને સારી અનુકૂળતા મળતી હતી. તિબિલિસીમાં અમે જુદે જુદે સ્થળે ફર્યા. ત્યાર પછી બીજા દિવસે અમને વીસેક કિલોમીટર દૂર જૂની રાજધાની જોવા લઈ જવામાં આવ્યા. ડુંગરોમાંથી પસાર થતા એ રસ્તાની બંને બાજુનાં હરિયાળાં દૃશ્યો નયનને ભરી દે એવાં હતાં. આ રસ્તો જૂના વખતમાં કોકેસસ પર્વતમાળામાં લશ્કરની દૃષ્ટિએ બનાવવામાં આવ્યો હતો. એટલે આજે પણ એનું નામ ‘મિલિટરી હાઈવે' જ રહ્યું છે. જૂના તિબિલિસીમાં રાજમહેલ અને બીજા આવાસો અમને જોવા મળ્યા. ભૂતકાળની ભવ્યતાનો ખયાલ એ ભગ્નાવશેષો આપતા હતા. કેટલીક ઇમારતો હજુ અખંડિત હતી. તિબિલિસી * ૧૦૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ તિબિલિસી પ્રાચીન સમયમાં એનાં દેવળો માટે પણ જાણીતું હતું. અહીં પંદરસો વર્ષ જૂના ‘ઝિયોન’ નામના દેવળમાં અવશેષો છે અને ચૌદસો વર્ષ જૂના સેંટ ડેવિડ નામના દેવળના અવશેષો પણ છે. અહીં એક દેવળ ક્રૉસચર્ચ (Cross-Church)ના નામથી પણ ઓળખાય છે. એની ક્વિદંતી એવી છે કે જ્યારે જ્યોર્જિયા બાજુ હજુ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહોતો થયો ત્યારે જ્યોર્જિયામાં ફક્ત એક જ મહિલા ઇશુ ખ્રિસ્તમાં દૃઢ શ્રદ્ધા ધરાવતી હતી. એ મહિલાના અવસાન પછી એના શબને જે જગ્યાએ દફનાવવામાં આવ્યું ત્યાં વખત જતાં એક વૃક્ષ ઊગ્યું હતું. એ વૃક્ષ ચમત્કારિક મનાવા લાગ્યું. પછી તો લોકોમાં એવી માન્યતા વહેતી થઈ કે એ વૃક્ષનો સ્પર્શ કરવાથી નવી શક્તિ મળે છે; રોગ થયો હોય તો તે પણ મટી જાય છે. આ રોગશામક વૃક્ષનો સ્પર્શ કરવા માટે ઘણા લોકો આવવા લાગ્યા. ઘણે દૂરથી જે લોકો આવી શકતા નહોતા તેઓ વૃક્ષની નાની ડાળખી મગાવતા. એમ કરતાં કરતાં કેટલાક લોકો ડાળખીને બદલે એમાંથી નાનો ક્રોસ બનાવીને લઈ જવા લાગ્યા. આ રીતે એ વૃક્ષનું નામ ક્રૉસવૃક્ષ (Cross-Tree) પડી ગયું. ત્યાં આવનારા લોકો માટે પછી એક દેવળ બંધાવવામાં આવ્યું. એ દેવળનું નામ પણ ‘Cross-Church' પડી ગયું. વખત જતાં ત્યાં વૃક્ષ ન રહ્યું, પણ દેવળ તો રહ્યું. આ બધા અવશેષોની મુલાકાત લીધા પછી અમે થોડે દૂર આવેલી એક ટેકરી પરના પ્રાચીન દેવળમાં ગયા. બહારથી જૂના લાગતા એ દેવળમાં અંદરની બધી રચના વ્યવસ્થિત રીતે સચવાયેલી હતી. અમે ગયા ત્યારે કેટલાક પાદરીઓ ત્યાં ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. દેવળમાં વીજળીના દીવા નહોતા, પણ મીણબત્તીઓની જ્યોતનો પ્રકાશ પથરાયેલો હતો. એથી વાતાવરણ પવિત્ર અને પ્રસન્નતાસભર બની ગયું હતું. વિધિ કરાવનાર ચારેક વૃદ્ધ પાદરીઓ સાથે વીસબાવીસ વર્ષના યુવાન એવા બે પાદરીઓ પણ હતા. સોવિયેટ યુનિયનમાં દેવળ જીવંત હોય, તેમાં પાદરીઓ ધાર્મિક વિધિ કરતા હોય અને તેમાં યુવાનો પાદરી તરીકે જોડાયા હોય એ બધું આશ્ચર્ય પમાડે એવું ત્યારે લાગતું હતું, પરંતુ ધર્મના પુનરુત્થાનની એ નિશાની હતી. તિબિલિસીના પ્રવાસ દરમિયાન જ્યોર્જિયાના લોકોની એક સારી વિશિષ્ટ છાપ અમારા મનમાં અંકિત થઈ. એકંદરે લોકો મળતાવડા અને પ્રેમાળ લાગ્યા. રશિયા, આર્મેનિયા, તુર્કસ્તાન, અઝરબૈજાન વગેરે સરહદી રાજ્યો સાથે વખતોવખત થતા સંઘર્ષોમાં તેઓ પોતાનું ખમીર બતાવતા ૧૦૪ * પ્રવાસ-દર્શન Page #147 -------------------------------------------------------------------------- ________________ રહેતા હતા, પરંતુ સોવિયેટ યુનિયન થયા પછી ક્યારેક તેમના પર લશ્કરી દમન વધી જતું અને અત્યાચારો પણ થતા. - તિબિલિસીમાં હવે અમારો છેલ્લો દિવસ હતો. સાંજે અમે ભોજન લેતા હતા ત્યારે વેઇટરોએ પ્રસ્તાવ મૂક્યો કે દસ વાગ્યે રેસ્ટોરાં બંધ થઈ જાય અને તેઓની વેઇટર તરીકેની ફરજ પૂરી થઈ જાય તે પછી એ જ જગ્યાએ બધાએ એકત્ર થઈ ગીતો ગાવાં. વેઇટરોની દરખાસ્ત અમે સહર્ષ સ્વીકારી લીધી. ત્રણ દિવસના રોકાણ દરમિયાન વેઇટરો સાથે અમારે સારું હળવાભળવાનું થયું હતું. વેઇટરો અમારામાંના કેટલાકનાં નામ જાણતા હતા અને અમે પણ વેઇટરોને નામથી ઓળખતા થઈ ગયા હતા. એમાં મુખ્ય બે વેઇટરો તે અમિરાન અને મિતોવા હતા. - રાત્રે દસ વાગે અમે રેસ્ટોરાંમાં પહોંચી ગયા. વેઇટરો અને વેઇટ્રેસોએ યુનિફોર્મ બદલીને પોતાનો ચાલુ પહેરવેશ ધારણ કરી લીધો હતો. ઉલ્લાસમય વાતાવરણમાં સંગીતના સૂરો વહેવા લાગ્યા. એકે વાયોલિન, એકે ગિટાર, એકે ડ્રમ - એમ વાજિંત્રો વગાડવા સાથે ગીતો ગાવાનું ચાલુ કર્યું. વગર ટિકિટની આ મહેફિલ ધાર્યા કરતાં વધુ જામી. અડધા કલાકમાં તો સંગીતની સાથે નાચવાનું પણ ચાલુ થઈ ગયું. એનો રંગ અમારામાંનાં કેટલાંક યુવક યુવતીઓને લાગ્યો. આમાં પોતપોતાની આવડત પ્રમાણે હાથપગ ઉછાળી નાચવાનું હતું. આ કોઈ શાસ્ત્રી નૃત્ય નહોતું. એમાં બિનઆવડત કે અપૂર્ણતા તરફ કોઈનું ધ્યાન જાય જ નહિ. ઉમંગ, ઉલ્લાસ વગેરે જ મહત્ત્વનાં હતાં. વચ્ચે વિરામ આવ્યો. બધાંને ઠંડાં પીણાં અપાયાં. દરમિયાન અમિરાંને એક સ્પર્ધા માટે દરખાસ્ત મૂકી. પોતે એક જ્યોર્જિયન ગીત ગાય અને અમારે એક ભારતીય ગીત ગાવું, પરંતુ એમાં છેવટે જ્યોર્જિયનો ફાવી ગયા. તેઓને તો રોજનો મહાવરો હોય. હવે અમિરાંને બીજી દરખાસ્ત મૂકી કે પોતે ભારતીય ચલચિત્રોનાં ગીત ગાય અને અમારે કોઈ પણ બિનભારતીય ભાષાનું ગીત ગાવું. એમાં અમિરાંને એક પછી એક હિંદી ગીતો ગાયાં. એથી અમે તો આશ્ચર્યચકિત થઈ ગયાં. અમિરાંનના હિંદી ઉચ્ચારો પણ સારા હતા. આ બીજી સ્પર્ધામાં પણ અમિરાંનનો પક્ષ જીતી ગયો. અમે એને પૂછ્યું કે “આટલાં બધાં હિંદી ગીતો કેવી રીતે આવડ્યાં ?' એણે કહ્યું કે જ્યારે હિંદી ફિલ્મ અભિનેતા રાજ કપૂરે સોવિયેટ યુનિયનની મુલાકાત લીધી અને એનું “આવારા'નું ગીત અમારામાં અત્યંત લોકપ્રિય થઈ ગયું ત્યારથી મારી જેમ ઘણાંને હિંદી ગીતોનો નાદ લાગ્યો છે. મને તિબિલિસી x ૧૦૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભારત માટે ઘણું માન છે. હું હિંદી ગીતોની કેસેટો મેળવીને સાંભળ્યા કરું છું. અલબત્ત, હું હિંદી શબ્દો સાંભળીને કંઠસ્થ કરી લઉં છું, પણ એના અર્થની મને બહુ ખબર નથી હોતી.” રાતના લગભગ એક વાગ્યા સુધી મહેફિલ જામી. કેટલાક વેઇટરો હોટેલમાં જ રહેવાના હતા અને કેટલાક ઘરે જવાના હતા. જેવી જેની ફરજ તેવી તેની વ્યવસ્થા હતી. પ્રસન્ન વાતાવરણમાં ખિલખિલાટ સાથે અમે છૂટા પડ્યા. પ્રવાસીઓ વેઇટરો સાથે આટલા બધા ભળે અને વેઇટરોને પ્રવાસીઓ સાથે આટલી બધી આત્મીયતા થાય એવી ઘટના પ્રમાણમાં ઓછી બને છે. બીજે દિવસે સવારે અમારે નાસ્તો કરી તિબિલિસીની વિદાય લેવાની હતી. પોતપોતાનો સામાન તૈયાર કરી, તે બસમાં ગોઠવવા માટે અમે નોકરોને બોલાવ્યા, પણ તેમના ચહેરા પર પ્રસન્નતા નહોતી. જાણે પરાણે તેઓને કામ કરવું પડે છે એવું તેઓના હાવભાવ પરથી લાગ્યું. કાં તો રાતનો થાક હશે, કાં તો ઉપરીનો ઠપકો હશે, કાં તો કોઈની સાથે બોલાચાલી થઈ હશે કે ટિપની રકમ ઓછી પડી હશે એમ જુદા જુદા તર્ક અમારા મનમાં દોડ્યા. માણસનું મન કેટલું જલદી બદલાઈ જાય છે ! અમે નાસ્તો કરવા રેસ્ટોરાંમાં ગયા, પણ ત્યાં અમિરાંન જાણે અમને ઓળખતો ન હોય એવું એનું વર્તન લાગ્યું. અમે હસીને બોલાવવા પ્રયત્ન કરતા હતા, પણ સામે ઠંડો પ્રતિસાદ પડતો હતો. વેઇટ્રેસો પણ એટલી જ ગંભીર હતી. નાસ્તાની વાનગીઓ ટેબલ પર કશા પણ હાવભાવ વગર મૂકી જતી. અમારામાંથી કોઈક બોલ્યું, “આ લોકોને કંઈક વાંકું પડ્યું લાગે છે. આપણી શી ભૂલ થઈ છે તેની ખબર પડતી નથી.' “કોઈએ કોઈ યુવતીની છેડતી તો નથી કરી ને ?” બીજા એક પ્રશ્ન કર્યો. “ના, નાચગાન વખતે એવું કશું જ બન્યું નથી. એવું થયું હોય તો તે જ વખતે એમના ચહેરાના રંગ બદલાઈ ગયા હોત,' બીજા કોઈકે ખુલાસો કર્યો. અમે હોટેલના કાઉન્ટર પર ગયા. ત્યાં ફરજ બજાવી રહેલાં યુવક યુવતીઓએ કશો જ આવકાર અમને આપ્યો નહિ. અમારાથી પુછાઈ ગયું, “તમે લોકો આટલાં બધાં ગંભીર કેમ છો ?' પરંતુ એનો પણ કોઈએ જવાબ ન આપ્યો. નીચું મોઢું રાખીને બસ પોતપોતાનું કામ કરતાં રહ્યાં. જ્યારે એક વ્યક્તિનો ચહેરો ગંભીર કે અપ્રસન્ન હોય ત્યારે વ્યક્તિગત ૧૦૯ ૪ પ્રવાસ-દર્શન Page #149 -------------------------------------------------------------------------- ________________ કારણ હોઈ શકે, પરંતુ જ્યારે ઘણાબધાનું વર્તન આવું હોય ત્યારે સામુદાયિક કારણ હોવું જોઈએ. ટાઈ પહેરી હતી, પરંતુ ખરું કારણ શું છે તે વિશે કોઈ બોલતું નહોતું. તિબિલિસીમાં અમારું આગમન ઉમળકાભર્યું હતું અને હવે અમારી વિદાય વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમે હોટેલ છોડી બસમાં બેસવા જતા હતા ત્યાં અમિરાંન આવી પહોંચ્યો. એણે ધીમા સાદે કહ્યું, “માફ કરજો, આજે કોઈ તમારી સાથે સારી રીતે બોલ્યું નથી, કારણ કે આજે અમારે અચાનક શોક પાળવાનો આવ્યો. આજનો અમારો દિવસ મૌન અને ગમગીનીનો છે. ગઈ કાલે રાત્રે મોડેથી સમાચાર આવ્યા કે આર્મેનિયાની સરહદ ઉપર થયેલા અન્યાયને કારણે વિરોધ પ્રદર્શિત કરનારા અમારા ચાલીસેક જ્યોર્જિયન નિર્દોશ વિદ્યાર્થીઓ ઉપર રશિયન સૈનિકોએ ગોળીઓની રમઝટ બોલાવી દીધી છે. આ સમાચાર છાપામાં કે ટી.વી. ઉપર કે રેડિયો ઉપર નહિ આવે. એનું કારણ તમે સમજી શકો છો, પરંતુ એ સમાચાર સાંભળીને અમારું હૃદય રડે છે. આજે કોઈ તમારી સાથે હસીને વાત નહિ કરે. ગઈ કાલની મહેફિલ પછી આજે તમને બધાને વિપરીત અનુભવ થાય છે એ માટે તમારી ક્ષમા માગીએ છીએ. આટલું બોલતાં બોલતાં અમિરાનની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં. તરત તે ચાલ્યો ગયો. અમે બસમાં બેસી ઍરપૉર્ટ તરફ ચાલ્યા. કેલિના પણ આખે રસ્તે કશું બોલી નહિ. છેલ્લે વિદાય વખતે એણે અને ડ્રાઈવરે હાથ હલાવ્યા એટલું જ. જ્યાં સરમુખત્યારશાહી અને દૂર દમન હોય ત્યાંની પ્રજાના પ્રશ્નો પણ કેવા જુદા હોય છે એનું ચિંતન કરતાં કરતાં અમે તિબિલિસી છોડ્યું. (પાસપોર્ટની પાંખે-૨ ; ઉત્તરાલેખન) તિબિલિસી ૯ ૧૦૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એજિયન સમુદ્રના ટાપુઓમાં (ગ્રીસ-ભૂમધ્ય સમુદ્ર) દુનિયાના કેટલાક દેશોના સાંસ્કૃતિક વિકાસમાં એના મુખ્ય તળપ્રદેશ (Main land) ની જેમ એની આસપાસના એના ટાપુઓનું પણ એટલું જ મહત્ત્વનું કાર્ય રહેલું છે. એવા દેશોમાં ગ્રીસનું સ્થાન મોખરે છે. વળી ગ્રીસની સંસ્કૃતિ પણ એટલી જ પ્રાચીન છે. યુરોપમાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલાં રાષ્ટ્રોમાં સ્પેન, ફ્રાન્સ, ઈટલી, યુગોસ્લાવિયા, આલ્વેનિયા, ગ્રીસ, તર્કસ્તાન વગેરેમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતું રાષ્ટ્ર તે ગ્રીસ છે. આમ તો બધો જળવિસ્તાર બૃહદ ભૂમધ્ય સમુદ્રનો જ ગણાય, પરંતુ જુદા જુદા કિનારાના પ્રદેશના લોકોએ એને ઓળખવા માટે જુદાં જુદાં નામ પ્રાચીન સમયથી જ આપેલાં છે. ગ્રીક લોકોએ પોતાના એક બાજુના વિશાળ સમુદ્રને એજિયન (Aegean) સમુદ્ર અને બીજી બાજુના સમુદ્રને આયોનિયન (Ionian) સમુદ્રનું નામ આપ્યું છે. આ બંને સમુદ્રમાં પણ પંદરથી વધુ અખાતો છે અને તે દરેકનાં જુદાં જુદાં નામ છે. ખાસ્સા મોટા મોટા એકસોથી વધુ ટાપુ ધરાવનાર એજિયન સમુદ્રનો મહિમા ગ્રીસ માટે ઘણો મોટો છે. આ સમુદ્રની આબોહવામાં જ કોઈક એવું તત્ત્વ છે જે જીવનને ચેતનથી ધબકતું રાખે છે. ત્યાંના બેટોના નીરવ વાતાવરણમાં કવિતા, સંગીત, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, ધર્મકલા, તત્ત્વજ્ઞાન વગેરે સારી રીતે પાંગરતાં રહ્યાં છે અને ગ્રીસની સંસ્કૃતિના ૧૦૮ : પ્રવાસ-દર્શન Page #151 -------------------------------------------------------------------------- ________________ વિકાસમાં અનોખું પ્રદાન કરતાં રહ્યાં છે. એજિયન સમુદ્રના ટાપુનો ઈતિહાસ બાદ કરીએ તો ગ્રીસનો સાંસ્કૃતિક ઈતિહાસ અધૂરો રહે. આ એજિયન સમુદ્રમાં સફર કરવાનો એક સુંદર અવસર અમને કેટલાંક પ્રવાસીમિત્રોને સાંપડ્યો હતો. અમારી સફર તો એક જ દિવસની હતી અને ફક્ત ત્રણ ટાપુનું વિહંગાવલોકન જ કરવાનું હતું, પણ એ અનુભવ મારે માટે એટલો સમૃદ્ધ અને સ્મરણીય બની ગયો છે કે એનિયન સમુદ્રનું નામ સાંભળતાં જ હૃદય પ્રફુલ્લિત બની જાય છે. ગ્રીસનો ભવ્ય ભૂતકાળ ચલચિત્રની જેમ નજર સામે તરવરવા લાગે છે. અમારી સ્ટીમરનું નામ પણ એવું જ યથાર્થ હતું : “એજિયન ગ્લોરી' (Aegean Glory). અમે સ્ટીમરમાં સવારે આઠ વાગે દાખલ થયા ત્યારે લાક્ષણિક ગ્રીક પોશાકમાં સુસજ્જ એવા કર્મચારીએ અમારું સભાવ સ્વાગત કર્યું. એમના હસતા ચહેરામાં કુત્રિમતા કે ઔપચારિકતા નહોતી. પ્રવેશદ્વારમાં જ એક યુવક અને એક યુવતી એક પછી એક પ્રવાસીના હાથ પકડીને ઊભાં રહે અને ફોટોગ્રાફર ફોટો પાડી લે. સમગ્ર વાતાવરણ એટલું આવકારભર્યું હતું કે આપણને અજાણ્યું ન લાગે. બે માળ અને ઉપર ડેકવાળી સુદીર્ઘ, સુંદર, સુશોભિત, સુસજ્જ અને સુવિધાયુક્ત સ્ટીમરમાં યથેચ્છ ફરી શકીએ. પાંચસોથી અધિક પ્રવાસીમાં દુનિયાના ઘણા દેશોના નાગરિકો હતા, એટલે માઈક ઉપર જાહેરાત ઇંગ્લિશ, ફ્રેન્ચ અને ગ્રીક ભાષામાં થતી હતી. માઈકની વ્યવસ્થા એટલી સરસ હતી કે ગમે ત્યાં હોઈએ, બધું જ સ્પષ્ટ સંભળાય. સમય થયો એટલે સ્ટીમર ઊપડી. મરિના ફિલસવૉસનો કિનારો છોડી ઉત્તરોત્તર વધતી જતી ગતિએ સ્ટીમર સારોનિક અખાતના જળ પર આગળ વધવા લાગી. પ્રવાસીઓને માઈક ઉપર પ્રવાસની રૂપરેખા સમજાવવામાં આવી અને વ્યવસ્થાની માહિતી અપાઈ. એજિયન સમુદ્રના ટાપુઓ વિશે બોલતાં ગાઈડ યુવતીએ કહ્યું કે, “ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચેનો વિશાળ સમુદ્ર તે એજિયન સમુદ્ર. હાલ ગ્રીસમાં મુખ્ય ધર્મ તે ખ્રિસ્તી ધર્મ છે અને તુર્કસ્તાનમાં ઈસ્લામ ધર્મ. ગ્રીસની ગણના યુરોપમાં થાય છે અને તુર્કસ્તાનની એશિયામાં. પરંતુ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મનો ઉદય નહોતો થયો તે પૂર્વે યુરોપની એક પ્રાચીન વિકસિત સંસ્કૃતિ તે ગ્રીક સંસ્કૃતિ છે. સાડા ત્રણ હજારથી ચાર હજાર વર્ષ પહેલાંની આ વાત છે. આ સાંસ્કૃતિક વિકાસમાં એજિયન સમુદ્રના ટાપુઓનો ઘણો મોટો ફાળો રહેલો છે. એટલે જ ઈતિહાસકારો એજિયન દ્વીપસમૂહને “યુરોપીય સંસ્કૃતિની જનની’ તરીકે ઓળખાવે છે.” એજિયન સમુદ્રના ટાપુમાં જ ૧૦૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ વળી કહ્યું, “એજિયન સમુદ્રમાં કિથનોસ (KITHNOs - કિથનાસ, OS નો આસ ઉચ્ચાર પણ થાય છે), સિરોસ, નાકસોસ, સામોસ, મિલોસ, એન્ડ્રોસ, ટિલોસ, થેરા, ડેલોસ, સિફનોસ વગેરે સો કરતાં વધુ ટાપુ આવેલા છે. દક્ષિણે ક્રટે (અથવા ક્રિટ કે ક્રિટી) નામના વિશાળ ટાપુ સુધી એજિયન સમુદ્રની હદ ગણાય છે. દરેક ટાપુનો પોતાનો ઈતિહાસ છે. દરેકની પોતાની કેટલીક લાક્ષણિકતા છે. આ બધા ટાપુઓમાંથી આજે આપણે માત્ર હાઈડ્રા, પોરોસ અને એજિના એ ત્રણ ટાપુની જ મુલાકાત લઈશું. બીજા કેટલાક વિશે થોડીક માહિતી આપીશું.” અમારી સ્ટીમરે હવે એકસરખી ગતિ ધારણ કરી લીધી હતી. કિનારો દેખાતો બંધ થયો હતો. ચારેબાજુ સમુદ્રનાં નીલરંગી પાણી પરથી વહેતો શીતળ વાયુ પ્રસન્નતા પ્રેરતો હતો. સમુદ્રના તરંગો ચિત્તમાં આલાદના તરંગો જન્માવતા હતા. ગાઈડે બીજી ભાષામાં બોલવાનું ચાલુ કર્યું એટલે એ ઘણાંને માટે વિરામરૂપ હતું. અમે કેબિનમાંથી બહાર નીકળી ડેક પર ગયાં. તડકો ચાલુ થઈ ગયો હતો એટલે કેટલાંક પ્રવાસીઓએ સ્ટીમર કંપનીએ ભેટ આપેલી છાજલીવાળી, સફેદ ટોપી પહેરી લીધી હતી. સ્ટીમરે કાપેલાં પાણી બેય બાજુ હડસેલાતાં જઈ અનુક્રમે શમી જતાં હતાં. ફરી ઇંગ્લિશ ભાષા ચાલુ થતાં ગાઈડ તરફથી વિશેષ માહિતી સાંપડી. ગ્રીસની કેટલીયે મહાન વિભૂતિ આ ટાપુની રહેવાસી હતી. ઈસવીસન પૂર્વે આશરે આઠમા સૈકામાં થઈ ગયેલા ગ્રીક મહા કવિ હોમર આમાંના એક ટાપુના રહીશ હતા. “ઈલિયડ” અને “ઓડેસી' જેવાં મહાકાવ્યોનું સર્જન એજિયન વિસ્તારમાં થયું છે. સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને તત્ત્વચિંતક પાયથાગોરસ અહીંના એક ટાપુના હતા. મહાન ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલ અવસાન પામ્યા ત્યારે એમના દેહને અહીં એક ટાપુ પર દફનાવવામાં આવ્યો હતો. મહાન વૈદ્ય હિપોઝિટિસ તથા સંત જહોન ડિવાઈન આ ટાપુમાં થઈ ગયા. સંત પોલ આ ટાપુમાં વિચર્યા હતા અને એમણે ઘણે સ્થળે દેવળો બંધાવ્યાં હતાં.' પ્રાચીન ગ્રીક લોકો દેવદેવીઓમાં બહુ શ્રદ્ધા ધરાવતા. સમુદ્રના દેવતા (જળ દેવતા) પૉસિડોન (Poseidon)નાં મંદિરો ઠેર ઠેર છે. તે ધરતીકંપના પણ દેવતા ગણાય છે અને ઘોડાના દેવતા પણ ગણાય છે. રોમનોના જળદેવતા નેપ્યુન (neptune) અને પૉસિડોન એક મનાય છે. ગ્રીક સૂર્યદેવતા એપોલોનો જન્મ અહીંના લોસ ટાપુ પર થયો હતો. તે સંગીતના, ભવિષ્યવાણીના, શુદ્ધિના, આરોગ્યના અને સંરક્ષણના દેવ તરીકે મનાય ૧૧૦ જ પ્રવાસ-દર્શન Page #153 -------------------------------------------------------------------------- ________________ છે. લોકો પૉસિડોન અને એપોલોની શ્રદ્ધાપૂર્વક પૂજાભક્તિ કરે છે. તે સમુદ્રદેવતાને વધુ ભજે છે કારણ કે તે માને છે કે આ દ્વીપસમૂહની જે કંઈ સમૃદ્ધિ છે તે સમુદ્રદેવતાને આભારી છે. રોમન લોકો જેને માતા તરીકે પૂજે છે એ પ્રેમની દેવી વિનસની કલાકૃતિ તરીકે જગવિખ્યાત બનેલી મૂર્તિ અહીંના મિલોસ ટાપુમાંથી નીકળી હતી. એટલે એ “વિનસ દ મિલો” તરીકે જાણીતી છે. આ બેટાઈ (Islander) લોકોની જીવનશૈલી કંઈક અનોખી હોય છે. સરખો સૂર્યપ્રકાશ, સરખી હવા, સારું પાણી, સારી વનસ્પતિ વગેરે હોય તો ખેતી, ઢોરઉછેર, વાણિજ્ય, આરોગ્ય ઈત્યાદિ માટે સારો અવકાશ રહે. એથી જીવન સમૃદ્ધ બને છે. આ ટાપુના કેટલાયે લોકો જાણે સ્વર્ગીય વાતાવરણમાં રહેતા હોય એવો આનંદ લૂંટે છે. આ દ્વીપસ્થ લોકોમાં, વિશેષત: પુરુષોમાં જવલ્લે જ કોઈ એવો હોય છે કે જેને તરતાં ન આવડતું હોય. હોડી, વહાણ ચલાવતાં, હલેસાં મારતાં દરેકને આવડે. એ એમની વિશિષ્ટતા છે. ત્રણ હજાર વર્ષ પહેલાં ગ્રીસની પ્રજાએ વહાણવિદ્યામાં નિપુણતા મેળવી હતી. તેઓએ મોટાં મોટાં વહાણો બનાવ્યાં હતાં અને આખો ભૂમધ્ય સમુદ્ર ખૂંદી વળ્યા હતા. સ્પેનમાંથી જે પ્રાચીન ગ્રીક અવશેષો મળ્યા છે તે બતાવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો ઠેઠ સ્પેન સુધી પોતાનાં વહાણોમાં પહોંચતા હતા. આ બધા ટાપુઓ રહ્યા એટલે સાવ સપાટ તો હોય જ નહિ. કેટલાક તો ઠરી ગયેલા જવાળામુખી છે. એટલે ટાપુમાં સીધા, લાંબા, સપાટ રસ્તા જવલ્લે જ મળે. સાંકડા, ચઢાણવાળા અને વળાંકવાળા રસ્તા હોય. ક્યાંક ચઢાણ કપરું હોય તો પથ્થરનાં પગથિયાં કરવામાં આવ્યાં હોય. પથ્થરમાંથી ચૂનો મળે એટલે મકાનોને, દેવળોને ચૂનાથી રંગી શ્વેત રાખવાનું તેને વધુ ગમે છે. સમૃદ્ધિ વધે એટલે સ્પર્ધા, ઈર્ષ્યા, સંઘર્ષ વધે. આ ટાપુઓ પર વર્ચસ્વ મેળવવા, તેમની સમૃદ્ધિ લૂંટી લેવા ગ્રીસ, ઈટલી, તુર્કસ્તાન વગેરે વચ્ચે વખતોવખત યુદ્ધો થતાં રહ્યાં છે અને ઘણા લોકોનો સંહાર થયો છે. ટાપુઓનો ઈતિહાસ જેમ સુખદ છે તેમ કરુણ પણ છે. અમારી સ્ટીમર હવે હાઈડ્રા બંદરે પહોંચવા આવી. સૂચનાઓ અપાઈ. ઘડિયાળના ટકોરે બંદર પર સ્ટીમરને લાંગરવામાં આવી. પાંચ મિનિટ પણ આઘુંપાછું નહિ. ટાપુ પર ફરવા માટે એક કલાકનો સમય અપાયો. બે વિશાળ દરવાજા ખોલવામાં આવ્યા. કોણે કયા દરવાજામાંથી બહાર નીકળવાનું તે પણ સ્પષ્ટ. નીકળતી વખતે દરેકને પાસ અપાયા કે જેથી એજિયન સમુદ્રના ટાપુમાં ૯ ૧૧૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ કોઈ ફાલતુ માણસો ઈરાદાપૂર્વક કે અજાણતાં ભૂલથી સ્ટીમરમાં ઘૂસી ન જાય. હાઈડ્રા માટે એક કલાકનો સમય ઓછો લાગ્યો. પરંતુ કિનારે એક જ મુખ્ય રસ્તા પર ફરવાનું હતું. સ્ટીમર આવે ત્યારે ભારે અવરજવર, પછી સૂમસામ દુકાનોમાં શાંખની, યાદગીરીની ચીજવસ્તુ મળે. હાઈડ્રા ટાપુ કલાકારના ટાપુ તરીકે ઓળખાય છે. ટેકરીથી શોભતો આ રળિયામણો ટાપુ ચિત્રકારોને ગમી જાય એવો છે. કેટલાક ચિત્રકારો અહીં આવીને ૨હે છે. જૂના વખતમાં અહીં ઓછા લોકો વસતા, કારણ કે ક્યારેક દરિયાઈ પવન જોરદાર બની જાય છે; કોઈક વાર વાવાઝોડું પણ થાય છે. પરંતુ કેટલાક શ્રીમંત માણસોએ અહીં પાકાં મજબૂત મકાનો બાંધ્યાં છે, જેથી વાવાઝોડાંની બહુ ચિન્તા હવે રહી નથી. હવા ખાવાના એક સુંદર ટાપુ તરીકે તે વિખ્યાત છે. બધાં પ્રવાસીઓ સમય કરતાં વહેલા પાછા આવી ગયાં હતાં. ફ૨વાનું એટલું નહોતું અને સ્ટીમર ચૂકી જવાનું કોને પોસાય ? નિશ્ચિત સમયે સ્ટીમર ઊપડી પોરોસ ટાપુ તરફ. ફરી સૂચના ચાલુ થઈ. ફોટોગ્રાફર વ્યક્તિગત અને સમૂહગત લાક્ષણિક મુદ્રાવાળા ફોટા પાડતો જતો હતો. એપોલોના ડેલોસ ટાપુ વિશે માહિતી આપતાં ગાઈડે કહ્યું, ‘એક કાળે ડેલોસમાં એપોલોનું ભવ્ય મંદિર હતું. એમાં એપોલોની વિશાળ મૂર્તિ હતી. ડેલોસ બહુ સમૃદ્ધ હતું, એની પવિત્રતા જાળવવા માટે આપણા માન્યામાં ન આવે એવો કાયદો પ્રાચીન કાળમાં થયો હતો. એ કાયદા પ્રમાણે ડેલોસને પ્રસૂતિ અને મૃત્યુ જેવી અશુચિમય ઘટનાથી અભડાવી શકાય નહિ. એટલે એ બે ઉપર ત્યાં પ્રતિબંધ હતો. સગર્ભા સ્ત્રીને અને મરણપથારીએ પડેલા વૃદ્ધોને વેળાસર ત્યાંથી ખસેડી બાજુના ટાપુ પર મોકલવામાં આવતાં. આવો વિચિત્ર કાયદો લોકો શ્રદ્ધાપૂર્વક પાળતા. અનેક શ્રીમંત માણસો મોંઘી મોંઘી ભેટ એપોલોને ધ૨ાવવા માટે દૂર દૂરથી આવતા. એથી ડેલોસ ટાપુ બહુ શ્રીમંત બની ગયો હતો. પરંતુ એક પ્રદેશની સમૃદ્ધિ બીજાથી ખમાય નહિ. દાનત બગડે. ઈ.સ. પૂર્વ ૮૮ની સાલમાં પોન્ટસ રાજ્યના રાજાએ મોટા સૈન્ય સાથે ડેલોસ પર ચડાઈ કરી. મંદિર ખંડિત થયું. સમૃદ્ધિ લૂંટાઈ. હજારો નાગરિકોની કતલ થઈ. ડેલોસ ટાપુ લોહીથી ખરડાયો. એની પવિત્રતા નષ્ટ થઈ ગઈ. ટાપુ ઉજ્જડ અને કંગાળ બની ગયો. ફરી ડેલોસ પોતાની અસલ સમૃદ્ધિ અને તેજ ક્યારેય પ્રાપ્ત ન કરી શક્યો. ૧૧૨ * પ્રવાસ-દર્શન Page #155 -------------------------------------------------------------------------- ________________ ચડતીપડતીની વાત બીજા એક ટાપુ વિશે પણ કહેવામાં આવી. એનું નામ સિફનોસ (sifnos). પ્રાચીન કાળમાં ત્યાં પ્રજા બહુ ગરીબ હતી. એવામાં એ બેટમાં કેટલીક સોનાની ખાણો મળી આવી. સોનું નીકળતાં લોકો જોતજોતાંમાં શ્રીમંત બની ગયા. તેઓ ધર્મશ્રદ્ધાળુ હતા. તેમણે નક્કી કર્યું કે ગ્રીસના તળપ્રદેશમાં ડેલ્હીમાં આવેલા મંદિરમાં સોનાની કોઈ આકર્ષક વસ્તુ બનાવીને ભેટ ધરાવવી. એથી તેની સમૃદ્ધિ વધતી ગઈ. એક વખત તેઓ ડેલ્ફીના મંદિરમાં ભેટ ધરાવી સ્તુતિ કરતા હતા ત્યાં દેવવાણી થઈ, “હે સિફનોસવાસીઓ ! આવતે વર્ષે તમે શાહમૃગના ઈંડા જેટલી મોટી અને સાવ સોનાની આકૃતિ મને ભેટ તરીકે ધરાવજો !” આ દેવવાણી સાંભળી સિફનોસવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું કે દેવને પણ હવે સોનાનો લોભ લાગ્યો છે. બીજી બાજુ તેઓ પણ જાય તેવા નહોતા. તેઓએ માંહોમાંહે મળીને ખાનગી યુક્તિ કરી. તેઓએ ઈંડાના આકારનો આરસનો પથ્થર ઘડાવ્યો. એના ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો. બીજે વર્ષે પર્વના દિવસે તેઓએ દેવને સોનાનું ઈંડું ભેટ ધરાવ્યું. એ વખતે ફરી દેવવાણી થઈ, “હે સિફનોસવાસીઓ ! તમને લોભ વળગ્યો છે. તમે મારી સાથે છેતરપિંડી કરી છે. તમે પથ્થર પર સોનાનો ગિલેટ કરીને લાવ્યા છો એ હું જાણું છું. તમે મારી કસોટીમાંથી પાર ન પડી શક્યા. હું તમને શાપ આપું છું કે હવેથી તમારી સોનાની ખાણો ખલાસ થઈ જશે.” આથી સિફનોસવાસીઓ ગભરાઈ ગયા. બધા ભક્તો વચ્ચે તેમની ઈજ્જત ગઈ. પછીથી બન્યું પણ બરાબર શાપ પ્રમાણે. સોનું નીકળતું બંધ થઈ ગયું. થોડા વખતમાં જ તેમની શ્રીમંતાઈ ઘટી ગઈ અને સિફનોસ ટાપુ કાયમને માટે ઝાંખો પડી ગયો. આ ટાપુઓની ભાતભાતની લાક્ષણિકતા હોય છે. અહીં એક ટાપુ એવો છે કે ત્યાંનાં મકાનોમાં દાખલ થવાનો દરવાજો નીચે નહિ પણ બે માળ જેટલે ઊંચે છે. મકાનની ભીંતો નક્કર, મજબૂત છે. મકાનમાં જવા માટે લાકડાની છૂટી નિસરણી રાખવામાં આવે છે. કોઈકને પ્રશ્ન થાય કે ઘરમાં જવા માટે આટલી ઊંચી નિસરણી શા માટે ? રોજેરોજ બહાર જવા-આવવામાં કેટલી બધી તકલીફ પડે ? વળી ઘરમાં દાખલ થવાનો દરવાજો પણ એટલો નાનો કે વાંકા વળ્યા વગર દાખલ ન થઈ શકાય. પણ ઘર બાંધનારાને લાગ્યું હશે કે આટલી તકલીફ ઉઠાવવી સારી. જૂના વખતમાં દરિયાઈ ચાંચિયા જેમ મધદરિયે વહાણો લૂંટી લેતા તેમ એજિયન સમુદ્રના ટાપુમાં જ ૧૧૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ નાના ટાપુઓ પર જઈ લોકોને પણ લૂંટી લેતા. ઘરવખરી પણ ઉપાડી જતા. સ્ત્રી પર બળાત્કાર કરતા. આનો ઉપાય શો કરવો ? લોકોએ સ્વરક્ષણનો રસ્તો શોધી કાઢ્યો. દરિયામાં ચાંચિયાનું વહાણ આવતું દેખાય એટલે નિયત કરેલો નિરીક્ષક જોરથી ઘંટ વગાડે. ખેતરોમાં અને અન્યત્ર કામ કરતા બધા માણસો તરત પોતપોતાના ઘરમાં ચડી જાય અને નિસરણીઓ ઘરની અંદર ખસેડી લેવાય. ચાંચિયાઓ આવે, આટલી ઊંચી દીવાલ ચડી ન શકે. તે ફાવે નહિ એટલે નિરાશ થઈ ચાલ્યા જાય, કદાચ કોઈ તોફાન મચાવે તો ઉપરથી ધગધગતી વસ્તુઓ ફેંકાય. આ વાત સાંભળતા લાગ્યું કે દરેક પ્રજામાં સ્વરક્ષણ માટે પોતાના વૈયક્તિક ઉપાયો શોધી કાઢવાની કુનેહ રહેલી છે. અમારી સ્ટીમર પોરોસ બંદરે પહોંચી. અમને એક કલાકનો સમય અપાયો. પોરોસ ટાપુની લાક્ષણિકતા એ છે કે તે તળ ભૂમિની સાવ નજીક આવેલો છે. દરિયાની સાવ સાંકડી પટ્ટી વચ્ચેથી પસાર થાય છે. આપણે સ્ટીમરમાં બેઠાં હોઈએ, બેધ્યાન હોઈએ અને કોઈએ કહ્યું ન હોય કે અહીં સાંકડી સામુદ્રધુની છે તો એવો ભ્રમ થાય કે આપણી સ્ટીમર રસ્તા પર તો નથી ચાલતી ને ? સામુદ્રધુનીની બંને બાજુ બે નાની નાની ટેકરીઓ પર નગર વસ્યાં છે. એકનું નામ પોરોસ અને બીજાનું નામ ગુલાટા. ખેતી અને ઢોરઉછેર તેમનો મુખ્ય વ્યવસાય છે. લીંબુ, ઓલિવ વગેરેનાં વૃક્ષો અહીં સારાં થાય છે. અહીં મોટરકાર જેવાં વાહનો નથી. પગે ચાલીને જ બધે જવાનું.' કિનારા પરના રસ્તા પર લટાર મારી અમે પાછા સ્ટીમરમાં પહોંચી ગયા. હવે અમારી સ્ટીમરે એજિના ટાપુ તરફ પ્રયાણ કર્યું. ભોજનનો સમય થયો એટલે એ માટે સૂચના અપાઈ. જુદા જુદા જૂથના જુદા જુદા નંબર પ્રમાણે દરેકે ભોજન માટે જવાનું હતું. બધું એવું વ્યવસ્થિત કે વિલંબ થાય નહિ અને સર્વને સંતોષ થાય. ભોજન પછી જેઓને ઝોકું ખાવું હોય તેમને માટે એક ખંડમાં સોફા અને આરામ ખુરશીની સગવડ હતી. કેટલાકે એનો લાભ લેવો ચાલુ કર્યો. બીજાં કેટલાંક આમતેમ, ઉપરનીચે ફરતાં હતાં. ફોટોગ્રાફર જાગતાં અને ઊંઘતાં એવા ઘણાંને કેમેરામાં ઝડપી લેતો હતો. ભોજનના વિરામ પછી લોકસંગીત અને લોકનૃત્યનો કાર્યક્રમ શરૂ થયો. ઉપરની કૅબિનમાં હોલની જેમ ખુરશી ગોઠવાઈ ગઈ. તેમ છતાં કેટલાંકને ઊભા રહેવું પડ્યું. અમારામાંના કેટલાંકે અંદર જગ્યા મેળવી ૧૧૪ * પ્રવાસ-દર્શન Page #157 -------------------------------------------------------------------------- ________________ લીધી. મેં ઊભાં ઊભાં એમનાં સંગીત-નૃત્યની લાક્ષણિકતાનો પરિચય કરી લીધો. બે ગીત સાંભળ્યા પછી હું બહાર આવ્યો. મારે માટે સમુદ્રદર્શન પણ એટલું જ આસ્લાદક હતું. એજિયન સમુદ્રની તડકાવાળી આબોહવા મને તો ભારતની આબોહવાને મળતી લાગી. પ્રાચીન સમયમાં આવી અનુકૂળ હવામાં જ જીવન સારી રીતે પાંગરી શકતું અને પ્રજાનો સાંસ્કૃતિક વિકાસ થતો. બહાર ડેક પર મારી જેમ બીજાં પણ કેટલાંક પ્રવાસીઓ બેઠાં હતાં. પાસે બેઠેલા એક વડીલ સદગૃહસ્થનો પરિચય થયો. તે ગ્રીસના જ વતની હતા. પહેલાં એક ટાપુમાં રહેતા હતા. હવે એથેન્સમાં રહે છે. કોઈ કોઈ વખત સમુદ્રમાં અને ટાપુઓમાં ઘૂમવાનું મન થાય તો આવી રીતે પ્રવાસમાં જોડાઈ જાય છે. એમની સાથે ટાપુઓના જીવન વિશે વાતો થતાં કેટલીક રસિક બાબતો જાણવા મળી. આ સમુદ્રના દ્વીપી (Islander) લોકોને બિલાડી પાળવાનો શોખ ઘણો છે. તેઓ એને શુકનવંતી માને છે. કેટલાક પાદરીઓ બિલાડીઓ રાખે છે. એક ટાપુમાં એવો વિચિત્ર નિયમ છે કે પાળેલાં પશુપક્ષીઓમાં ફક્ત બિલાડીની જ વસ્તી વધવી જોઈએ. એટલે બિલાડી સિવાય બીજો કોઈ માદા પશુપક્ષી એ ટાપુ પર લાવી શકાય નહિ. છેલ્લાં એક હજાર વર્ષથી આ નિયમ પળાતો આવ્યો છે. પશુપક્ષી વિશે વાત નીકળતાં બીજા એક ટાપુની રસિક ઘટના એમણે કહી. આ સમુદ્રમાં મિકોનોસ નામનો એક નાનો ટાપુ છે. ઈ.સ. ૧૯૫૦માં ત્યાં એવી એક ઘટના બની કે એક પેલિકન પક્ષી વાવાઝોડાથી બચવા માટે ઊડતું ઊડતું આ ટાપુ પર આવી પહોંચ્યું. આવું નવી જાતનું પક્ષી જોઈ લોકો બહુ રાજી થઈ ગયાં. લોકોએ એને ભાવતું ખવડાવી-પિવડાવીને એવું સાચવ્યું કે દિવસે ઊડીને એ ગમે ત્યારે આસપાસ જાય પણ સાંજે તો ટાપુ પર જ હોય, પોતાના પ્રદેશમાં એ પાછું ગયું નહિ. લોકોએ એનું નામ પાડ્યું “પેટ્રોસ”. પેટ્રોસ એટલું બધું લાડકું બની ગયું કે બહારના કોઈ અતિથિ કે પ્રવાસી આવે તો લોકો એમને પેટ્રોસ બતાવે. એક દિવસ પેટ્રોસ ઊડીને ગયું, પણ સાંજે પાછું આવ્યું નહિ. ચારે બાજુના ટાપુમાં તપાસ થઈ. ખબર પડી કે પાસેના ટિનોસ ટાપુમાં એ ગયું હતું ત્યારે લોકોએ એને પકડીને એનાં થોડાં પીંછાં કાઢી નાખ્યાં કે જેથી એ બહુ ઊડી ન શકે. આથી મિકોનોસના યુવાનો રોષે ભરાયા. ટિનોસ પર સશસ્ત્ર આક્રમણ કરી પક્ષીને પાછું મેળવવા એમણે તૈયારી કરી. એ વાતની ખબર પડતાં ટિનોસના મેયરે પોતાના દ્વીપવાસી સાથે મસલત કરીને નિર્ણય કર્યો એજિયન સમુદ્રના ટાપુમાં ૯ ૧૧૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ કે હારીને પક્ષી પાછું આપવું અને કાયમની દુશ્મનાવટ વહોરવી એના કરતાં બહુમાનપૂર્વક પક્ષી પાછું આપી દેવું. તેમણે મિકોનોસવાસીઓને એની જાણ કરી દીધી અને પક્ષીને લઈને વહાણમાં આવી પહોંચ્યા. એથી આનંદિત થયેલા મિકોનોસવાસીઓ બંદર પર એકત્ર થઈ, ઢોલનગારાં સાથે વાજતેગાજતે પેટ્રોસને નગરપ્રવેશ દ્વીપપ્રવેશ કરાવ્યો. - પેટ્રોસ સાથે લોકોને એટલી બધી આત્મીયતા થઈ કે તેઓને લાગ્યું કે પેટ્રોસ મોટો થયો છે માટે એનાં લગ્ન કરાવવાં જોઈએ. લોકો તપાસ કરીને એક માદા પેલિકનને લઈ આવ્યા. એની સાથે પેટ્રોસનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં. સમગ્ર મિકોનોસમાં લગ્નોત્સવ ઊજવાયો. પરંતુ માણસોમાં બને છે એવું પશુપક્ષીઓમાં પણ બને છે. પેટ્રોસ અને એની પત્ની વચ્ચે કેટલોક વખત સારો પ્રેમસંબંધ રહ્યો. પછી કોણ જાણે શું થયું તે પેટ્રોસ રિસાઈ ગયો. માદાએ એને મનાવવા બહુ દિવસ પ્રયત્નો કર્યા, પણ પેટ્રોસ એની સામે જુએ પણ નહિ. આથી આઘાત લાગતાં માદાએ પેટ્રોસ આગળ જ આપઘાત કર્યો. કેવી રીતે ? ઊંચે ઊડી એ જમીન પર ત્રણ વાર વેગથી પટકાઈ. એથી એની ચાંચ તૂટી ગઈ.એનું માથું ભાંગી ગયું. આ રીતે માદાએ પોતાના જીવનનો અંત આણ્યો, એથી પેટ્રોસ દુ:ખી થયો અને એ પણ ઝાઝું જીવ્યો નહિ. પેટ્રોસ પક્ષીની આ વાત સાંભળી પક્ષીમાં પણ રહેલી માનવસહજ તીવ્ર સંવેદનશીલતાનો ખયાલ આવ્યો. વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર ના રહી. જાહેરાત થઈ અને થોડી વારમાં એજિના ટાપુ પર અમે આવી પહોંચ્યાં. અમારી સ્ટીમર હવે સારોનિક અખાતમાં પ્રવેશી ચૂકી હતી. સ્ટીમરમાંથી નીકળીને અમે બંદર પર પહોંચ્યાં. એજિના ટાપુ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વનો છે. ૮૫ ચોરસ કિલોમીટ૨ના પ્રદેશવાળો અને બાર હજારની વસ્તી ધરાવતો, સારોનિક અખાતનો આ મોટામાં મોટો ટાપુ ઓછા સમયમાં પગે ચાલીને જોઈ શકાય નહિ. એ માટે બસની ટૂર લેવી જ પડે. અમે ટિકિટ લઈ એમાં જોડાયા અને બધે ફરી વળ્યા. એજિનામાં એક ટેકરી પર લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે, એટલે કે ઈ.સ. પૂર્વે ૪૯૦માં બંધાયેલું એફાઈયા (Aphaia) દેવીનું મંદિર છે. તે એથેન્સના પાર્થેનોન (Parthenon) કરતાં પણ વહેલું બંધાયું હતું. ગ્રીક સ્થાપત્યકલા અને શિલ્પકલા ત્યારે કેટલી ઉચ્ચ કોટિએ પહોંચી હતી એની ૧૧૬ * પ્રવાસ-દર્શન Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રતીતિ એ કરાવે છે. એ મંદિરના ૩૨ ઊંચા મોટા સ્તંભમાંથી ૨૨ જેટલા સ્તંભ હજુ પણ જેમ હતા તેમ છે. એ જોતાં જ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. વળી આશ્ચર્યની વાત એ છે કે ઊંચાઈ પર બાંધવામાં આવેલાં ત્રણ ગ્રીક પ્રાચીન મંદિરો (એથેન્સનું પાર્થેનોન, એજિનાનું એફાઈયા મંદિર અને સોયુનિયન ભૂશિરનું પૉલિડોનનું મંદિર) ત્રિકોણાકારે બરાબર સમાન્તરે છે. એ બતાવે છે કે આ વિદ્યા તેમની પાસે કેટલી ચોક્કસાઈ ભરેલી હતી. જ્યારે હવામાન અત્યંત સ્વચ્છ હોય છે ત્યારે એ મંદિરો અહીંથી દેખાય છે. એજિનો ટાપુમાં બીજું એક ઐતિહાસિક સ્થળ તે સંત એજિયો નેકારિઓસની મોનેસ્ટરી (મઠ) છે. સંત ત્યાં બાવીસ વર્ષ રહ્યા હતા, એમની પાસે માંદા માણસને સાજા કરવાની શક્તિ હતી. એથી જ ઈ.સ. ૧૯૨૧માં એમના સ્વર્ગવાસ પછી એમને સંતનું બિરુદ આપવામાં આવ્યું હતું. એજિના ટાપુ પર ઠેર ઠેર પિસ્તાનાં વૃક્ષો હતાં. પિસ્તાનાં ઝૂમખાંથી લચી પડતાં મધ્યમ કદનાં હારબંધ વૃક્ષોથી એજિના વધુ સોહામણો લાગતો હતો. આ વૃક્ષો માટે તડકો અનિવાર્ય છે. અહીંની જમીન અને આબોહવા પણ એ માટે અનુકૂળ છે. એજિના પિસ્તા માટે પ્રખ્યાત છે. બસમાં અમે ફરતાં હતાં ત્યારે જુદા જુદા અંતરે આવતાં નાનાં નાનાં ખ્રિસ્તી દેવળ બતાવીને ગાઈડે કહ્યું, ‘જૂના વખતનાં ખાલી પડેલાં આવાં ૩૮ દેવળો આ ટાપુ પર છે.' “આટલો નાનો ટાપુ અને આટલાં બધાં દેવળો ? ખ્રિસ્તી ધર્મમાં આટલા બધા ફાંટા છે ?' કોઈકે પ્રશ્ન કર્યો. ‘હાલ ૩૮ દેવળ અસ્તિત્વમાં છે. બંધાયાં હતાં ત્યારે તો કુલ ૩૬૫ દેવળ હતાં.” ગાઈડે કહ્યું. બાપ રે ! તો તો લોકોમાં ધર્મના બહુ ઝઘડા થતા હશે ! દરેક કુટુંબનું પોતાનું જુદું દેવળ હશે !' કોઈકે કહ્યું. અમારે ત્યાં ભારતમાં ભગવાન મહાવીરના વખતમાં ૩૬૩ પંથ હતા. એ બધાના એક એક પ્રતિનિધિએ અહીં પુનરુ અવતાર તો નહિ ધારણ કર્યો હોય ને ? - મેં મજાકમાં કહ્યું. ગાઈડે ખુલાસો કરતાં કહ્યું, “ના, ત્યારે અહીં કોઈ વાડા કે પંથ નહોતા. બધા એક જ હતા. વસ્તી બહુ ઓછી અને જીવન એકવિધ હતું. એટલે એમાં વૈવિધ્ય આણવા માટે લોકોએ એક નવો નુસખો શોધી કાઢ્યો. રોજ નવા દેવળમાં પ્રાર્થના કરવી. આખું વર્ષ આ રીતે ચાલે. માટે નંબર એજિયન સમુદ્રના ટાપુમાં ૯ ૧૧૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ૩૬૫ દેવળ કર્યા. દેવળો નાનાં નાનાં અને પાસે પાસે. દરેક દેવળનો પાછો બીજા વરસે નંબર લાગે, પણ સાફસૂફી રોજેરોજ થાય. બધાંએ જવાબદારી વહેંચી લીધેલી.” એજિનાનો આ નુસખો મને બહુ ગમી ગયો. ટાપુનાં દર્શન કરી અમે પાછા સ્ટીમરમાં બેઠાં. હવે પ્રયાણ થયું એથેન્સ તરફ. ફોટા માટે સૂચના અપાઈ કે “બોર્ડ પર બધા ફોટા મૂકવામાં આવ્યા છે. જેમને ખરીદવા હોય તે ખરીદી શકે છે. ખરીદવાનું બંધન નથી.” અમે અમારા કેટલાક ફોટા ખરીદ્યા. સમયસર અમે એથેન્સ આવી પહોંચ્યાં. ભૂતકાળને તાદૃશ કરી આપનારો આ રસિક, સમૃદ્ધ અનુભવ વારંવાર વાગોળવા જેવો બની ગયો. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) ૧૧૮ પ્રવાસ-દર્શન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કોરિન્થ (ગ્રીસ) વિશ્વમાં પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ભારતીય સંસ્કૃતિની ગણના થાય છે. અઢી-ત્રણ હજાર વર્ષ પૂર્વેના શિલ્પસ્થાપત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક અવશેષો ભૂમધ્ય સમુદ્રના કિનારાના કેટલાક દેશોમાં જે જોવા મળે છે તેટલા પ્રાચીન અવશેષો ભારતમાં જોવા મળતા નથી. ભૂમધ્ય સમુદ્રના તે દેશોની પ્રજાઓએ પથ્થર પાસેથી જે કલાત્મક કામ એ યુગમાં લીધું હતું તે અનન્ય છે. ગ્રીસની પ્રજાએ અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં પોતાનાં કેટલાંક વિશાળ ભવ્ય મંદિરોમાં, હાથે ઘડીને તૈયાર કરેલા દસ-પંદર ફૂટ જેટલા ઊંચા અને તેના પ્રમાણમાં પહોળા, ટનબંધ વજનવાળા સ્તંભો ઊભા કરીને જે બાંધકામ કર્યું હતું તેમાંથી એવા કેટલાયે સ્તંભો એની એ જ જગ્યાએ હજુ અડીખમ ઊભા છે. ધરતીકંપો, વાવાઝોડાંઓ, યુદ્ધો વગેરેની સામે અદ્યાપિપર્યત તે અણનમ રહ્યા છે. શિલ્પસ્થાપત્યની વિદ્યા ત્યારે ગ્રીસમાં કેટલી બધી વિકસી હશે તેનો આપણને ખ્યાલ આવે છે. અમે કેટલાક પ્રવાસીઓ એક ટૂર કંપનીના આયોજન દ્વારા ગ્રીસના પ્રવાસે ગયાં હતાં ત્યારે એથેન્સ પછી કોરિન્થની મુલાકાતનો અમારે માટે કાર્યક્રમ ગોઠવાયો હતો. એથેન્સથી ચા-નાસ્તો કરીને સવારે અમે બસમાં નીકળ્યાં. એથેન્સથી COLOYOL HLS HISCL gz sifrel (Corinth-ols PIGE Korinthos) આવેલું છે. ઉનાળાના દિવસો હતા, પણ સવારનો સમય હતો એટલે કોરિન્થ = ૧૧૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ ખુશનુમા હતું. શહેર છોડતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. ત્યાંથી અમારા ગાઈડ બેસવાના હતા. ગાઇડે દાખલ થઈ બધાંનું સ્વાગત કર્યું. પોતાનો પરિચય આપ્યો. તેઓ નિવૃત્ત સરકારી અમલદાર હતા. માથે વચ્ચે મોટી ટાલ હતી અને આસપાસ ધોળા વાળ હતા તે પરથી તેઓ સિત્તેરે પહોંચવા આવ્યા હશે એમ લાગ્યું. તેમણે પોતાનું નામ કહ્યું પણ તે યાદ રહ્યું નથી. તેમણે કોરિન્થનો પરિચય આપ્યો જે નીચે મુજબ છે : - ગ્રીસના પ્રાચીન નગરોમાં એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ, ડેલ્ફી, ઓલિમ્પિયા વગેરેમાં કોરિન્થ સૌથી વધુ જૂનું છે. એથેન્સ કરતાં પણ તે વધુ પ્રાચીન છે. અત્યારે ગ્રીસ એક દેશ છે, પણ તે કાળે એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ વગેરેનાં જુદાં જુદાં નગરરાજ્યો હતાં. એમાં એથેન્સ એના એ જ સ્થળે મોટા નગર તરીકે હજુ પણ વિદ્યમાન રહ્યું છે. પરંતુ સ્પાર્ટી અને કોરિન્થ ભગ્નાવશેષ બની ગયાં છે. તેની બાજુમાં નગરો વસ્યાં છે, પણ તે નાનાં અને મહત્ત્વ વિનાનાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી કોરિન્થના વિસ્તારમાં ઘણું ખોદકામ થયું છે અને ભગ્ન નગરના બહુ અવશેષો હવે ત્યાં નજરે જોવા મળે છે. કોરિન્ય પાંચ હજાર વર્ષ પહેલાં વસેલું નગર છે. ત્યારથી આજ દિવસ સુધી એનું નામ “કોરિન્થ' જ રહ્યું છે. આરંભમાં અમુક જાતિના લોકો ત્યાં આવીને વસ્યા હશે. આ સ્થળની પસંદગીનું મુખ્ય કારણ ત્યારે પાણીનું હતું. જ્યાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં રખડુ જાતિઓ વસવાટ કરતી. કોરિન્થ પાસે ઝરણાંઓનું પાણી વિપુલ પ્રમાણમાં છે. વળી કોરિન્થ પાસે પર્વત છે. એટલે કિલ્લા જેવું કુદરતી રક્ષણ એને મળી રહેતું. તદુપરાંત થોડા માઈલના અંતરે જ, કોરિન્થની બે બાજુ બે સમુદ્ર છે - કોરિન્થનો અખાત અને સારોનિક અખાત. આ શહેર ઉત્તરોત્તર સમૃદ્ધ થતું ગયું હશે, કારણ કે લગભગ પોણા ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક કવિ હોમરે પોતાના મહાકાવ્યમાં કોરિન્થનો એક સમૃદ્ધ નગર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઈસવીસન પૂર્વેના નવમા સૈકામાં ડોરિયન જાતિના લોકોએ કોરિW ઉપર ચડાઈ કરીને તેનો કબજો મેળવ્યો હતો. તે પૂર્વે વિવિધ જાતિની પ્રજાઓએ ત્યાં આવીને વસવાટ કર્યો હતો. કોરિન્થના પ્રાચીન ઇતિહાસની બહુ વિગતો મળતી નથી, પણ જે સંદર્ભો મળે છે તે પરથી એમ મનાય છે કે સિસિફસ કોરિન્થનો પ્રથમ રાજા હતો. પાંખવાળો ઊડતો ઘોડો ૧૨૦ * પ્રવાસ-દર્શન Page #163 -------------------------------------------------------------------------- ________________ ‘પેગાસસ' એ એનું સત્તાવાર રાજદ્વારી પ્રતીક હતું. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં કોરિન્થનું રાજ્ય વિસ્તાર પામતું ગયું હતું. વેપાર-ઉદ્યોગ અને વહાણવટામાં કોરિન્થ ઘણી પ્રગતિ કરી હતી. માટીનાં મોટાં વાસણો, એના ઉપર ચિત્રકામ, વણાટકામ, ધાતુની ચીજવસ્તુઓ, ઓજારો, યુદ્ધ માટેનાં હથિયારો વગેરે ખોદકામ કરતાં જે મળ્યાં છે તે પરથી જણાય છે કે કોરિળ્યું ત્યારે ઘણી પ્રગતિ કરી હશે. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં સાઇસેલ્સ અને પછી એના પુત્ર પેરિઆન્ડરના શાસનકાળ દરમિયાન કોરિન્થની બહુ જાહોજલાલી હતી. - આ યુગમાં કોરિન્થમાં ગ્રીક સૂર્ય-દેવતા (તથા સંગીત, સંરક્ષણ અને પવિત્રતાના દેવતા) એપોલોનું મંદિર બંધાયું હતું. એના કેટલાક સ્તંભ આજે પણ ત્યાં જોવા મળે છે. એ વખતે નગરકોટ તરીકે કોરિન્થ બાંધેલી મજબૂત દીવાલ એટલી મોટી અને વિસ્તારવાળી હતી કે એવી મોટી દીવાલ ગ્રીસમાં બીજે ક્યાંય બંધાઈ નહોતી. શિલ્પ સ્થાપત્યનું ઘણું સુંદર કામ આ યુગ દરમિયાન થયું હતું. પરંતુ સમૃદ્ધિની ટોચે પહોંચેલાં નગરોનું કેટલીક વાર થાય છે તેવું જ કોરિન્થનું થયું હતું. ઈસવીસનના બીજા સૈકાથી લગભગ દસમા સૈકા સુધી કોરિન્થની જાણે દશા બેઠી હોય એમ બન્યા કર્યું. એથેન્સ સાથે યુદ્ધ થયું, મેસેડોનિયાએ આક્રમણ કર્યું, રોમનોએ ચડાઈ કરી, પર્શિયનોએ લડાઈ કરી, ઓટોમાન તુર્ક લોકોએ સંહાર કર્યો. આમ વિદેશીઓનાં આક્રમણો થયાં, ધરતીકંપો થયાં, દુશમનોએ આખા શહેરને આગ લગાડી અને એ રીતે કોરિન્થ ખેદાનમેદાન થઈ ગયું, ઉજ્જડ બની ગયું હતું. ગાઇડે કોરિન્થ વિશે અમને ઘણી માહિતી આપી. રોમનોના શાસનકાળ દરમિયાન અને પછી તુક લોકોના રાજ્યસમય દરમિયાન કોરિજે કેટલોક વખત પ્રાપ્ત કરેલી જાહોજલાલીનો પણ અમને ખયાલ આપ્યો. ત્યારે કોરિન્થની એક પચરંગી નગર તરીકે ખ્યાતિ વધી હતી. કોરિન્થ આવતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. અમે સી નીચે ઊતર્યો. કોરિન્થની નહેર અમને બતાવવામાં આવી. કોરિન્થનો વિસ્તાર એટલે બે સમુદ્ર વચ્ચેની નાની પટ્ટી (Isthmus) અર્થાત્ સંયોગી ભૂમિ એક બાજુ કોરિન્થનો અખાત અને બીજી બાજુ સારોનિક સમુદ્ર. બંનેને જોડતી નહેર જો ખોદવામાં આવે તો રોજેરોજ કેટલાંયે વહાણોનું સો માઈલનું ચક્કર બચી જાય, પરંતુ નક્કર પથ્થરમાં નહેર ખોદવાનું સહેલું નહોતું. નહેરનો વિચાર પેરિઆન્ડરને આવ્યો હતો. પણ એ શક્ય ન કોરિન્થ ૧૨૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ હોવાથી એણે એવી યોજના વિચારી કે એક છેડે વહાણ ઊભાં રહે. એમાંથી માલ ઉતારીને પૈડાંવાળાં વાહનોમાં મૂકવામાં આવે અને બીજે છેડે પહોંચાડવામાં આવે. એ વાહનો સારી રીતે ચાલી શકે એ માટે સપાટ રસ્તો કરવો જોઈએ. પણ એની યોજના સરખી અમલમાં આવી નહિ. ત્યાર પછી રોમનોના શાસનકાળ દરમિયાન સમ્રાટ નીરો ઇટલીથી કોરિન્થ આવ્યો હતો. એની સમક્ષ નહેરની યોજના મૂકવામાં આવી. તે વાત એને ગળે ઊતરી. એણે હુકમ છોડ્યો અને નહેર ખોદવા માટે છ હજાર ગુલામોને કામે લગાડી દેવામાં આવ્યા. પરંતુ એવામાં રોમમાં બળવો થયો એટલે ગુલામોને પાછા બોલાવી લેવામાં આવ્યા. પછીના સૈકાઓમાં નહેરની યોજના ક્યારેય થઈ નહિ. છેવટે ઓગણીસમી સદીમાં નહેર કરવામાં આવી. દરિયાની સપાટી કરતાં જમીનની સપાટી ઘણી જ ઊંચી છે અને પથ્થર એવો નક્કર છે કે નહેર કરતાં ઘણાં વર્ષો લાગ્યાં અને ખર્ચ પણ ઘણું થયું હતું. અમે ઉપરથી જોયું તો નહેર બહુ જ સાંકડી, એક નાની સ્ટીમર પસાર થઈ શકે એવડી છે, પરંતુ નીચે ભૂરા પાણીમાં વારાફરતી સરકતી જતી, ઉપરથી નાની દેખાતી સ્ટીમરોનું દૃશ્ય ગમી જાય એવું હતું. એક બાજુના કોરિન્થના અખાતની વાત કરતાં ગાઇડે કહ્યું કે આ અખાતની રચના એવી છે કે કોરિન્થની રાજ્યસત્તાનું એની પર સારું વર્ચસ્વ ટકી રહ્યું હતું. ઈ.સ. ૧૫૭૧માં ઓટોમાન તુર્ક અને કોરિન્થ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે આ અખાતમાં ખેલાયેલા નૌકાયુદ્ધમાં કુલ તેત્રીસ હજાર તુર્ક નૌસૈનિકોને ડુબાડી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી એનો બદલો લેવા તુર્કસ્તાને પણ હજારો ગ્રીક લોકોનો સંહાર કર્યો હતો. કોરિન્થની નહેર જોઈ અમે બસમાં બેઠાં. ગાઈડે કહ્યું, ‘હવે આપણે કોરિન્થના અવશેષો જોવા જઈશું. ત્યાં ઠીક ઠીક વાર લાગશે અને લંચ માટે તમારે થોડું મોડું થશે. એટલે પહેલાં આપણે અહીં એક સ્ટોરમાં જઈએ છીએ. ત્યાં કૉફી, બિસ્કિટ વગેરે મળે છે અને યાદગીરીની વસ્તુઓ (souvenir) પણ મળે છે. એ માટે તમને વીસ મિનિટનો સમય આપવામાં આવે છે.” અમને બધાને એ સ્ટોરમાં લઈ જવામાં આવ્યાં. પણ અમારામાંથી કોઈ પ્રવાસીએ ન કશું ખાધું પીધું કે ન કશી ખરીદી કરી. ત્યાં બધું મોંઘુંદાટ હતું એટલે અકારણ ડૉલર ખર્ચી નાખવાનો કોઈનો જીવ ચાલતો નહોતો. યાદગીરી અને શોખની ચીજવસ્તુઓના ભાવ અમારા જેવા ભારતીય ૧૨૨ ૪ પ્રવાસ-દર્શન Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસીઓ માટે આસમાની હતા. એટલે સૌએ એનાં દર્શનથી જ સંતોષ માન્યો. સમય થયો એટલે બધા નીકળવા લાગ્યાં. હું છેલ્લે નીકળતો હતો એવામાં મારું ધ્યાન અમારા ગાઈડ પર પડ્યું. તેઓ કેશિયર મહિલાના ટેબલ પાસે ઊભા હતા. એમની ભાષામાં શી વાતચીત થતી હશે તે સમજાયું નહિ, પરંતુ કેશિયરના ટેબલ પર વેચવા માટે મૂકેલાં ચોકલેટના પેકેટમાંથી ગાઇડે એક ઉપાડ્યું, પણ કેશિયર મહિલાએ એ તરત છીનવી લઈ પાછું મૂકી દીધું. એ પરથી તેમની વચ્ચે શો સંવાદ થયો હશે તેની અનુમાનથી મેં કલ્પના કરી. કૅશિયરે કહ્યું હશે કે “તમારા પ્રવાસીઓમાંથી કોઈએ કશી ખરીદી કરી નથી એટલે તમને કમિશનરૂપે કશું મળી શકે નહિ.” ગાઈડે કહ્યું હશે, “કોઈ કશી ખરીદી ન કરે તેમાં હું શું કરું? તમારા સ્ટોરમાં બધાંને લઈ આવ્યો એ માટે કંઈ નહિ તો ચૉકલેટનું એક પેકેટ તો આપશો કે નહિ ?” એ ગમે તે હોય, પણ ગાઇડના બોલવાનો રણકો પછી કંઈક બદલાયો હતો એ તો સમજનાર જ સમજી શકે. બસમાં બેસી અમે અવશેષોની જગ્યાએ, પ્રાચીન કોરિન્થ નગરના સ્થળે આવી પહોંચ્યાં.' કોરિન્થના અવશેષો ઘણે દૂર સુધી પથરાયેલા પડ્યા હતા. ગાઇડે તડકાથી બચવા માથે ટોપી પહેરી લીધી અને પોતાની પાછળ આવવા બધાં પ્રવાસીઓને જણાવ્યું. પ્રવાસીઓની મોટી મંડળી હોય ત્યારે બધાંને એકસરખો રસ ન હોય. વળી તડકામાં ચાલવાનું હતું, એક સ્થળે ઊભા રહી ગાઇડે સમજાવવું ચાલુ કર્યું. પ્રવાસીઓમાંની બે યુવતીઓ વાતો કરતી ધીમે ધીમે ચાલતી છેલ્લે આવી પહોંચી. એમણે ફરીથી સમજાવવાનો ગાઈડને આગ્રહ કરતાં કહ્યું, “હવેથી બધાં આવી જાય પછી સમજાવવાનું તમે ચાલુ કરો.” ગાઇડે કહ્યું, “તમે બધાંની સાથે આવી જાય તો સારું. અહીં જોવાનું ઘણું છે અને ચાલવાનું પણ ઘણું છે.” ગાઇડે ફરીથી બધું સમજાવ્યું. ત્યાંથી અમે બીજે સ્થળે ગયાં. પેલી બે યુવતીઓ આવી નહોતી. બધાંએ ગાઇડને આગ્રહ કર્યો અને ગાઇડે ચાલુ કર્યું. ત્યાં એ યુવતીઓએ આવીને રોષપૂર્વક ગાઇડને ટોકવાનું ચાલુ કર્યું. કેટલાંક પ્રવાસીઓએ એ યુવતીઓને સમજાવવા કોશિશ કરી, પણ એથી તો એ વધુ વિફરી. ગાઇડે કહ્યું, “સન્નારીઓ, ગાઇડ સાથે ઝઘડો કરવાથી અંતે તો નુકસાન જ થાય છે.' પરંત ગાઇડના વાક્યનો શો અર્થ થાય છે તે તેઓની સમજમાં આવ્યો નહિ. તેઓ બબડતી જ રહી. “અમે નાણાં પૂરાં ખચ્ય છે તો અમારે માટે રાહ કેમ ન જોવી ? અમને બધું સમજવાનો પૂરો હક છે.” આવું મિથ્યાભિમાન એમના વલણમાં દેખાતું હતું. કોરિન્ક ઝક ૧૨૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ પ્રવાસમાં ગાઇડની સાથે સહૃદયતાનો સિદ્ધાન્ત જ વધુ લાભદાયી નીવડે છે. ગાઇડે કેટલું સમજાવ્યું અને કેટલું છોડી દીધું એની અજાણ્યા પ્રવાસીને કેવી રીતે ખબર પડે ? હવે ગાઇડનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. તેઓ એક પછી એક સ્થળે જઈ, બધાં આવી પહોંચે ત્યાં સુધી શાન્તિથી ઊભા રહી, પછી હસતાં હસતાં પૂછે, હવે ચાલુ કરું ?' પછી એ વિશે ચારપાંચ વાક્યો કહી વાત સંકેલી લે. ગાઇડની નવી હસમુખી પદ્ધતિનો અણસાર અમને કેટલાક મિત્રોને આવી ગયો. પેલી યુવતીઓ માંહોમાંહે બોલતી હતી, ‘જોયું ? આપણે બોલ્યાં તો આટલો ફેર પડ્યો !' અમે પણ માંહોમાંહે વાત કરતા હતા : ‘જોયું ? આપણે ગાઇડ સાથે ઝઘડ્યા એથી આટલો ફેર પડ્યો !' ત્યાર પછી ગાઇડે બજારવિસ્તાર (Agora), કબરો, થિયેટર, એપોલોનું મંદિર વગેરે દૂરથી જ બતાવી દીધાં. પછી તેઓ અમને સંગ્રહસ્થાન (Museum) પાસે લઈ ગયા અને કહ્યું, ‘આ વિસ્તારમાંથી જે અવશેષો મળ્યા છે તે આ સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે. તમને પોણા કલાકનો સમય આપવામાં આવે છે. એ અવશેષો જોઈ તમે બસ પર આવી જજો.' અમે સમજી ગયાં કે ગાઇડે મ્યુઝિયમમાં આવીને સમજાવવાનું ટાળ્યું. તેઓ એક બાંકડા પર બેઠા. બધાં મ્યુઝિયમમાં દાખલ થયાં. અમે ત્રણેક મિત્રો ગાઇડ પાસે ઊભા રહ્યા અને એમના કાર્યને બિરદાવતાં વચનો કહ્યાં અને જિજ્ઞાસાભર્યા કેટલાક પ્રશ્નો મૃદુતાપૂર્વક પૂછ્યા, અમારી સાચી જિજ્ઞાસા જોઈ ગાઇડનો ગાઇડ તરીકેનો આત્મા આનંદિત થઈ ગયો. એમણે કહ્યું, ‘તમને સાંસ્કૃતિક અવશેષોમાં રસ છે, તો ચાલો, હું તમને કેટલાક વિશિષ્ટ અવશેષો બતાવું.' ગાઇડ અમને થોડે દૂર લઈ ગયા. એક સ્થળે અઢી હજાર વર્ષ પ્રાચીન એવાં સ્નાનાગાર હતાં. પાણી વહી જવા માટેની ભૂગર્ભ નાળ હતી. એક સ્થળે આધુનિક પદ્ધતિ જેવાં શૌચાલય હતાં. ત્યાર પછી હજાર માણસો એકસાથે જાહેર કાર્યક્રમ ખુલ્લામાં નિહાળી શકે એ માટે કેવા પ્રકારની જગ્યા પસંદ કરવામાં આવી હતી તે બતાવ્યું. ગાઇડનું હૃદય જીતવાથી તેઓ કેટલા ખીલી શકે તે અમે પ્રત્યક્ષ અનુભવ્યું. ત્યાર પછી ગાઇડ મ્યુઝિયમમાં અમારી સાથે આવ્યા. ગ્રીક, રોમન, બાયઝેન્ટાઇન વગેરે યુગની ચીજવસ્તુઓ અમને બતાવી અને તેમની ૧૨૪ * પ્રવાસ-દર્શન Page #167 -------------------------------------------------------------------------- ________________ લાક્ષણિકતા સમજાવી. કેટલાંક વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રિય ટોળકી દ્વારા મ્યુઝિયમમાં થયેલી ચોરીમાં ચાલી ગયેલી એક મહત્વની વસ્તુ તે ડાયોનિસિસની મોટી મુખાકૃતિ છે તે પણ અમને કહ્યું. અમારામાંના ઘણાખરા તો પાંચ-દસ મિનિટ મ્યુઝિયમમાં આંટા મારી, આમતેમ ફરીને બસમાં બેસી ગયાં હતાં. ગાઇડના સૌજન્યથી અમને થોડું વિશેષ જોવા જાણવા મળ્યું એનો આનંદ હતો. અલબત્ત, ઘણાંને કશું ગુમાવ્યાની ખબર પણ નહોતી અને ખબર પડે તો અફસોસ થાય એમ નહોતો. આમ પણ આ બધી વાતો કેટલા દિવસ યાદ રહેવાની હતી ? પાંચદસ વર્ષ પછી ‘અમે ગ્રીસમાં કોરિન્થ પણ ગયાં હતાં' એટલું પણ કેટલાંકને યાદ ન રહે તો તે સમજી શકાય એવી વાત છે. આ તો પ્રાચીન સાંસ્કૃતિક અવશેષોના અવલોકનની વાત હતી, પરંતુ વ્યવહારુ ડહાપણ તો કહે છે કે પ્રવાસમાં ગાઇડ-ભોમિયા સાથે ઝઘડવાથી લાભ કરતાં નુકસાન જ વધારે થવા સંભવ છે. જૂના વખતની એક કહેવતનું મને સ્મરણ થયું : જંગલે જટ્ટ (જંગલી માણસ) ન છેડીએ, બજારે બકાલ; કસબે તુર્ક (મુસલમાન) ન છેડીએ, નિશ્ચય આવે કાળ. આની જેમ જ આપણે કહી શકીએ : પ્રવાસે ભોમિયો ન છેડીએ, નિશ્ચય ચૂકીએ માર્ગ. બધાં આવી જતાં અમારી બસ એથેન્સ તરફ પાછી ફરી. (પોસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) કોરિન્થ * ૧૨૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અનોખી ભેટ (ફ્રાન્સ) ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે માત્ર બાવીસ માઈલની દરિયાની ખાડી છે. પરંતુ ખાડીના સામસામા બંને કિનારાની પ્રજાની ભાષા જુદી છે અને તાસીર પણ જુદી છે. - ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ભૂતકાળમાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. એકબીજા સાથેની દુશ્મનાવટ યુદ્ધ સમયે તો ઘણી વધી જાય. પરંતુ શાંતિના સમયમાં પણ એ બંને પ્રજાને એકબીજા પ્રત્યે ધૂળ કે સૂક્ષ્મ અપ્રીતિ રહ્યા કરે છે. તેમાં પણ યુરોપમાં અને યુરોપ બહારના દેશોમાં એકબીજા ઉપર સરસાઈ મેળવવાની ભૂતકાળની સ્પર્ધામાં ફ્રાન્સ કરતાં ઇંગ્લેન્ડ કેટલાંક સ્થળે વધુ ફાવ્યું હોવાથી જૂના વખતમાં ફ્રાન્સના લોકોને ઇંગ્લેન્ડનું નામ પડતાં સૂગ ચઢતી. ‘ભાષા તો અમારી જ મૃદુ અને મધુર; કવિતા કે નાટક અમારાં જ ઊંચી કક્ષાનાં; ચિત્રકળા અને શિલ્પસ્થાપત્યમાં ઇંગ્લેન્ડના લોકો શું સમજે ? એ માટેની દૃષ્ટિ તો અમારી જ પાસે' - આમ ફ્રાન્સના લોકોમાં એક પ્રકારની ગૌરવગ્રંથિ પણ પડેલી છે. પ્રવાસી તરીકે ઇંગ્લેન્ડમાંથી આપણે ફ્રાન્સમાં દાખલ થઈએ અને ફ્રાન્સના લોકો સાથે અંગ્રેજીમાં બોલીએ તો એ તેમને ગમે નહીં. કોઈ કોઈ ઠેકાણે તો તોછડાઈથી તેઓ મોં મચકોડે અને આપણી સાથે અંગ્રેજીમાં બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે. કોઈક વખત અંગ્રેજી આવડતું હોય તોપણ પોતાને અંગ્રેજી નથી આવડતું એવો ડોળ કરે. આખા યુરોપના બીજા બધા ૧૨૬ * પ્રવાસ-દર્શન Page #169 -------------------------------------------------------------------------- ________________ લોકો વ્યવહારની સમાન ઇતર ભાષા તરીકે ફ્રેન્ચ કે જર્મન ભાષા જાણતા હોય છે. એટલે તેઓને બહુ વાંધો આવતો નથી. પરંતુ જેઓ માત્ર ઇંગ્લિશ જ જાણતા હોય તેમને કોઈ કોઈ વખત ફ્રાન્સમાં વિચિત્ર અનુભવો થાય છે. અલબત્ત, વિદેશીઓની સાથે સારી રીતે અંગ્રેજીમાં બોલનાર પ્રેમાળ ફ્રેન્ચ લોકોનો અનુભવ નથી થતો એવું નથી. ઇંગ્લેન્ડના કિનારેથી હોવરક્રાફ્ટમાં અમે મોટરકાર સાથે બેસી ફ્રાન્સના કિનારે ઊતર્યા. ત્યાંથી અમારો યુરોપનો પ્રવાસ શરૂ થતો હતો. ફ્રાન્સમાં હાઈવે (ફ્રાન્સના લોકો એને ઑતોરૂત- Autoroute - કહે છે.) ઉપર એક સ્થળે પાર્કિંગ વિસ્તારમાં અમારી ગાડી પાર્ક કરીને અમે ખાવા માટે રોકાયાં. અમે એક ટેબલ ઉપર ગોઠવાયાં. અમારા પ્રવાસનો આ પહેલો દિવસ હતો. લંડનથી સવારે તાજાં ગરમાગરમ લીધેલાં જલેબીગાંઠિયા પણ અમારી સાથે હતાં. ચા-કૉફી સાથે અમે તે ખાવાનું શરૂ કર્યું. અમારી આસપાસનાં ટેબલો ઉપર બીજાં ઘણાં માણસો હતાં. ભારતીય તરીકે એ બધાંમાં અમે અમારાં પહેરવેશ, રંગ અને મુખાકૃતિને કારણે જુદાં તરી આવતાં હતાં. આથી બીજાઓનું અમારા પ્રત્યે ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક હતું. - અમારી બાજુના ટેબલ ઉપર એક દંપતી બેઠું હતું. સાથે એમની દસેક વર્ષની દીકરી પણ હતી. અમે કોઈક જુદી જ વાનગીઓ ખાઈ રહ્યાં હતાં એની એને નવાઈ લાગતી હતી. એ થોડી થોડી વારે અમારી વાનગીઓ સામે ટગર ટગર જોતી હતી અને એનાં માતાપિતાને કંઈક કહેતી હતી. એમની ભાષા પરથી લાગ્યું કે તેઓ ફ્રેન્ચ લોકો છે. તેમનો પહેરવેશ વગેરે જોતાં જણાયું કે તેઓ ઠીક શ્રીમંત હોવાં જોઈએ. અમારી એકબીજાની નજર મળી એટલે મેં સ્મિત કર્યું. પછી મેં તરત ગુજરાતીમાં એમને કહ્યું, “ગરમાગરમ જલેબી-ગાંઠિયા છે. થોડાં લેશો તમે ?' એમ કહી મેં એક પ્લેટ તેમની સામે ધરી. મારી ભાષા તેઓ સમજી શકે તેમ નહોતાં, પણ હું શું કહેવા માગું છું કે તેઓ સમજી ગયાં હતાં. મારાં પત્નીએ ટકોર કરતાં મને કહ્યું, “તમે એમની સાથે ગુજરાતીમાં કેમ બોલો છો ? તેઓ થોડાં આપણી ભાષા સમજી શકવાનાં છે ?' હા, એ સાચું, પણ મારે તો ગુજરાતીમાં જ વાત કરવી છે. લંડનના કેટલાક ગુજરાતી મિત્રોના અનુભવ પરથી જોયું છે કે ખાસ કરીને ફ્રાન્સના લોકો સાથે ગુજરાતીમાં શરૂઆત કરવાથી તેમને માઠું લાગતું નથી અને અનોખી ભેટ ૧૨૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ પછી તેઓ જ આપણી સાથે અંગ્રેજીમાં વાત કરવા લાગે છે.” મેં એ સજ્જનને ફરીથી ગુજરાતીમાં કહ્યું, “અમે મુંબઈથી આવીએ છીએ આ જલેબી- ગાંઠિયા અમારી ગુજરાતીઓની પ્રિય વાનગી છે.' જાણતો હતો કે મારી ગુજરાતી ભાષા એમને સમજાવાની નથી. તેઓ કશું સમજ્યાં નહીં, એટલે મને ફરી બોલવા કહ્યું. ફરીથી મેં ગુજરાતીમાં જ બોલવાનું ચાલુ રાખ્યું. એટલે એ સજ્જનને જ પૂછ્યું, એક્સક્યુઝ મી, ડૂ યૂ સ્પીક ઇંગ્લિશ ?' અ લિટલ.' ઓહ ! નાઇસ !' પછી અંગ્રેજીમાં અમારો વ્યવહાર ચાલુ થયો. એમને અને એમની દીકરીને અમે જલેબી-ગાંઠિયા ખવડાવ્યાં. તેમને ખૂબ ભાવ્યાં. તે કેવી રીતે બનાવાય તે મારાં પત્નીએ તેમને સમજાવ્યું. અમે તેમને પૂછ્યું, “આ વાનગીઓ પહેલાં તમે કોઈ દિવસ ખાધી છે ?' તેમણે કહ્યું, “અમારી જિંદગીમાં ક્યારેય આવી વાનગી અમે જોઈ નથી.' ધીમે ધીમે તેઓ અમારા ટેબલની આસપાસ ગોઠવાઈ ગયાં. યુરોપીય અને ભારતીય જીવન વિશે ઘણી વાતો નીકળી. એ સજ્જને કહ્યું, “તમે બધાં સારું ઇંગ્લિશ બોલો છો.' “હા, અમને શાળામાં ઇતર ભાષા તરીકે ઇંગ્લિશ શીખવાની તક મળે છે. પરંતુ અમે ઇંગ્લિશમાં બોલીએ તે કદાચ તમને ગમે કે ન ગમે, એટલા માટે મેં મારી માતૃભાષામાં તમારી સાથે વાતચીતની શરૂઆત કરી. પરંતુ એ માટે ક્ષમા કરશો.' “હા, ફ્રાન્સમાં કોઈ કોઈ લોકોને ઇંગ્લિશ ભાષાની સૂગ હોય છે. પરંતુ અમને એવી નથી. મારે તો વારંવાર યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં ફરવાનું થાય એટલે ઇંગ્લિશ તો અમારે બોલવી જ પડે.” પરસ્પર બીજી થોડીક વાતો થઈ. ત્યાં એ સજ્જને કહ્યું, “તમે અમને જિંદગીમાં ક્યારેય ન ચાખી હોય એવી વાનગી ખવડાવી છે. હવે હું પણ તમને એક એવી સરસ વસ્તુ ચખાડવા ઇચ્છું છું કે તમને પણ તમારી જિંદગીમાં કાયમ યાદ રહી જાય.” પછી એમણે કહ્યું, “થોભો, હું મારી ગાડીમાંથી એ લઈ આવું છું.” એમ કહીને જ્યાં ગાડીઓ પાર્ક કરી હતી તે વિસ્તાર તરફ તે સજ્જન ગયા. થોડી વારે તેઓ પાછા આવ્યા. તેમના હાથમાં એક મોટો બાટલો હતો. એમણે કહ્યું, “આ એક ઉત્તમ પ્રકારનો શેપેઇન દારૂ છે. એ તમારે ૧૨૮ ૯ પ્રવાસ-દર્શન Page #171 -------------------------------------------------------------------------- ________________ માટે હું લાવ્યો છું. તમે તમારી જિંદગીમાં કદાચ આ બ્રાન્ડનો શેપેઇન ચાખ્યો નહિ હોય. તમને કાયમ યાદ રહી જાય એવી આ ચીજ છે.' એમ કહીને એમણે એ બાટલાના લેબલ ઉપર લખેલી વિગતો તરફ અમારું ધ્યાન દોર્યું. પરંતુ અમને ન રસ હતો એ વિગતોમાં કે ન રસ હતો શેપેઇનમાં. તો વળી તેમના પ્રેમભાવનો અનાદર કરવાનું પણ યોગ્ય ન હતું. એટલે એમણે આપેલો બાટલો સ્વીકારી તેમનો ખૂબ ખૂબ આભાર માની પછી મેં હળવેથી કહ્યું, “તમારી ભેટ અમને પહોંચી ગઈ છે. અમને આ ભેટ અને તમારો સાવ કાયમ યાદ રહેશે; પરંતુ અમારી એક વિનંતી સ્વીકારો. અમે કોઈ દારૂ પીતાં નથી. અમે જિંદગીમાં ક્યારેય દારૂ ચાખ્યો નથી, એટલે આ બાટલાનો અમારે કશો જ ઉપયોગ નથી. તમારા બીજા કોઈ મિત્રને તમે એ આપી શકશો.” અમે દારૂ પીતાં નથી એમ જાણીને તેમને બહુ આશ્ચર્ય થયું. અમે ભેટ ન સ્વીકારી તેથી તેમને થોડો ક્ષોભ થયો. અમને પણ થોડો ક્ષોભ થયો. પરંતુ અમારો ભાવ તેઓ બરાબર સમજી શક્યાં તેથી અમને ગમ્યું. થોડી વાર પછી તેઓ બધાં અમારી વિદાય લઈ પાર્કિંગ વિસ્તાર તરફ ચાલ્યાં. - અમારી બીજી બાજુના એક ટેબલ પર બેઠેલા એક યુરોપિયન સજ્જન આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. એમણે કહ્યું, “તમારે શેમ્પઇનનો એ બાટલો લઈ લેવો જોઈતો હતો. તમે બીજા કોઈને આપી શક્યા હોત. આ તો બહુ કીમતી દારૂ છે. બજારમાં જલદી એ મળતો નથી. તમે મને એ વેચાતો આપ્યો હોત તો હું પણ એ લઈ લેવા તૈયાર હતો.' મેં કહ્યું, “અમે દારૂ પીતાં નથી અને બીજાને પિવડાવતાં પણ નથી. અમે જાણીએ છીએ કે અમારી આ વાત બધા લોકોને સમજાય એવી નથી. એ માટે લોકો અમને અણસમજુ ગણે તેનો પણ અમને વાંધો નથી. પરંતુ અમે તેમાં શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ.' એમણે કહ્યું, “તમે સાચા હશો. મને તમારા જેવા લોકોની નવાઈ લાગે છે. પરંતુ એટલી જ નવાઈ આવો મોંઘો શેપેઇન દારૂ પેલા માણસે તમને ભેટ આપવાનું વિચાર્યું તેની પણ લાગે છે.' હા, મને પણ એની નવાઈ લાગે છે. માણસ આવા મોંઘા દારૂનો અકબંધ મોટો બાટલો પોતાની સાથે ગાડીમાં ફેરવે અને જરાક પરિચય બીજાને ભેટ આપવાનો વિચાર કરે એ જેવીતેવી વાત નથી.' મેં કહ્યું. અનોખી ભેટ * ૧૨૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ અમારી વાત ચાલતી હતી એટલામાં પાર્કિંગ વિસ્તારમાંથી નીકળેલી એક ગાડી અમારી પાસેથી પસાર થઈ. એમાં તે ફ્રેન્ચ દંપતી અને તેમની દીકરી બેઠેલાં હતાં. અમારી સામે જોઈ બૂમ પાડીને એમણે ‘બાય ! બાય !’ કહ્યું . સફેદ રંગની એ ગાડી ઉપર અમારી નજર પડી. એની ત્રણેય બાજુ મોટા અક્ષરે ‘શેમ્પેઇન' લખેલું હતું. તરત અમે અનુમાન કર્યું કે એ સજ્જન શેમ્પેઇન કંપનીના ડિરેક્ટર કે કોઈ મોટા ઑફિસર, એજન્ટ કે સેલ્સમૅન હોવા જોઈએ. આટલો મોંઘો દારૂ ભેટ આપવાનું રહસ્ય હવે અમને સમજાયું. (પાસપોર્ટની પાંખે-૧) ૧૩૦ * પ્રવાસ-દર્શન Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સેંટ પીલી (જર્મની) ડેન્માર્કના કૉપનહેગનથી અમે જર્મનીમાં હેમ્બર્ગ પહોંચ્યાં. અમે લગભગ પાંત્રીસેક ભારતીય પ્રવાસીઓ હતાં. અમારામાંનાં કેટલાંક પંજાબનાં, કેટલાંક બંગાળનાં અને કેટલાંક દક્ષિણ ભારતનાં હતાં. ગુજરાતીઓ અમે ચારેક હતાં. અમારામાંનાં દક્ષિણ ભારતનાં પ્રવાસીઓ સૌથી વધુ શ્રીમંત હતાં. હેમ્બર્ગ અમારું વિમાન નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચ્યું હતું. પરિણામે હેમ્બર્ગમાં અમને શહેરદર્શન માટે લઈ જનારી જર્મન ગાઈડ યુવતીને બે કલાક અમારી “હોટેલ એલ્ટોનામાં બેસી રહેવું પડ્યું હતું. અમે હોટેલમાં પહોંચ્યાં ત્યાં લન્ચનો સમય થઈ ગયો હતો, પરંતુ અમારામાંનાં ઘણાંખરાંએ એવું સૂચન કર્યું કે જો ફક્ત ચા-કૉફી લઈને આપણે તરત બસમાં બેસી જઈએ તો વધુ સમય ન બગડે અને નગરદર્શન માટે આપણને નિરાંત રહે. પરંતુ દક્ષિણ ભારતીય શ્રીમંત સ્ત્રી-પુરુષોએ લગ્ન લેવાનો આગ્રહ રાખ્યો, એટલે અમારે બીજા બે કલાક થોભવું પડ્યું. પરિણામે અમારો નગરદર્શનનો કાર્યક્રમ બે દિવસમાં વહેંચાઈ ગયો. - અમારી બસ નગરદર્શન માટે ઊપડી. શહેરનાં મ્યુઝિયમ, યુનિવર્સિટી, ડૉક વગેરે કેટલાંક સ્થળો બતાવીને અમારી બસ હેમ્બર્ગના સેંટ પૌલી નામના મશહૂર વિસ્તારમાંથી પસાર થવા લાગી. અમારી ગાઇડે કહ્યું, “સંત પૉલ નામના સંત મહાત્માના પવિત્ર નામથી આ વિસ્તાર “સેંટ પોલી’ સેંટ પૌલી * ૧૩૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ તરીકે ઓળખાય છે, પણ હેમ્બર્ગનો આ સૌથી વધુ અપવિત્ર વિસ્તાર છે. તમે રસ્તાની બંને બાજુ નજર કરો એટલે ખાતરી થશે !” સેંટ પૌલી વિસ્તારના રીપરબહાન નામના ધોરી રસ્તાની બંને બાજુ નજ૨ કરતાં થોડે થોડે અંતરે આવતી દુકાનો ઉપર નગ્ન સ્ત્રીઓનાં મોટાં મોટાં પોસ્ટરો લગાવેલાં નજરે પડ્યાં. વળી દુકાનોની બહાર સંખ્યાબંધ રંગીન શૃંગારી ફોટાઓ કાચના કબાટમાં લટકાવેલા દેખાતા હતા. SexKinoનાં, Pornoનાં Live-Showનાં સાઇનબોર્ડ દુકાનો ઉપર મોટા અક્ષરે લખેલાં વંચાતાં હતાં. અમારી ગાઇડે કહ્યું, “હેમ્બર્ગનો આ વિસ્તાર દુનિયાના આવા વિસ્તારોમાં સૌથી મોટો છે. હેમ્બર્ગ યુરોપનું એક મોટું અને જૂનું બંદર છે. રોજ હજારો ખલાસીઓની અવરજવર અહીં થાય છે અને જ્યાં ખલાસીઓની અવરજવર બહુ હોય ત્યાં આવા વિસ્તારો પણ સ્વાભાવિક રીતે હોય. ડૉક પાસે આ વિસ્તાર સૈકાઓ પહેલાં ચાલુ થયેલો. વખતોવખત એને આધુનિક રૂપ અપાતું ગયું છે. અહીંનો વેશ્યાવાડો આખી દુનિયામાં સૌથી વધુ અદ્યતન અને ફેશનેબલ છે. એ જોવા રોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે.' વળી એણે કહ્યું, “આ વિસ્તાર નામચીન છે. રાતના એકલદોકલા ફરનાર પ્રવાસી અહીં લૂંટાઈ જાય છે. અહીં ફસાવવાના ધંધા પુષ્કળ ચાલે છે. અહીં નાઇટક્લબમાં જતાં બહુ સાવધ રહેજો. જર્મન છોકરીઓ બહુ જબરી અને આક્રમક સ્વભાવની હોય છે. તેઓ એસ્કોર્ટ તરીકે નાઇટક્લબમાં તમારી સાથે આવે તો તમારા ખર્ચે પુષ્કળ ડ્રિક્સ પી લે છે. એના ભાવ પણ વધારે હોય છે અને બિલ બનાવવાની બાબતમાં નાઇટક્લબમાં વેઇટરોની સ્મરણશક્તિ ઇરાદાપૂર્વક બહુ સારી હોતી નથી, એટલે ધાર્યા કરતાં બિલ બહુ મોટું આવે છે. ક્લબમાં જનાર એકલદોકલ પ્રવાસીનું ખીસું જ્યાં સુધી પૂરેપૂરું ખંખેરવામાં ન આવે ત્યાં સુધી તેને બહાર નીકળવા તું નથી. કેટલીક ક્લબોમાં બહાર વસ્ત્રવિહીન યુવતીઓના આકર્ષક ફોટા મૂકવામાં આવ્યા હોય છે, પણ પ્રવેશ ફી આપીને તમે અંદર દાખલ થાવ ત્યારે ત્યાં નૃત્ય કરનાર નગ્ન યુવતીઓ નથી હોતી, ગુંડાઓ હોય છે જે તમને મારીને તમારું બધું પડાવી લે છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અહીંની બધી જ નાઇટક્લબો ખરાબ છે. કેટલીક ઘણી સારી પણ છે અને જોવા જેવી છે. તમે બધાં જ ગ્રુપ-બુકિંગ કરાવો તો મારે જ્યાં ઓળખાણ છે તે ક્લબમાં તમને પ્રવેશ-ફીમાં ડિસ્કાઉન્ટ અપાવી શકીશ. ત્યાં સિત્તેર માર્ક (જર્મન ચલણ) લે છે, પણ આપણી પાસેથી વ્યક્તિ દીઠ ૧૩૨ = પ્રવાસ-દર્શન Page #175 -------------------------------------------------------------------------- ________________ પચાસ માર્ક લેશે અને એક ડ્રિન્ક મફત આપશે. હું પોતે તમારી સાથે આવીશ અને તમને કંઈ તકલીફ ન પડે તે હું જઈશ. તમારી ઇચ્છા હોય તો નકકી કરજો. હું રાત્રે આઠ વાગે તમારા ફોનની રાહ જોઈશ. જેમને આવવું હોય તે પહેલાં વાળુ કરી લે. હોટેલથી આપણે ચાલતાં જઈશું, ફક્ત આઠ-દસ મિનિટનો રસ્તો છે.” સેંટ પૌલી અને નાઇટક્લબોની વાત આવી એટલે અમારામાં ખળભળાટ મચી ગયો. બસમાંથી ઊતરી હોટેલના લોન્જમાં અમે બેઠાં ત્યારે પણ માંહોમાંહે આ જ ચર્ચા ચાલી. અમારા ગ્રુપનાં બધાં જ સ્ત્રીપુરુષો લગભગ પચાસની ઉપરની ઉંમરનાં હતાં. કેટલાક પુરુષો એકલા હતા, કેટલાક સજોડે હતા અને કેટલીક મહિલાઓ એકલી હતી. એકલા પુરુષોમાંથી છ-સાત પુરુષોએ તરત જ બેધડક પોતાનો નિર્ણય જાહેર કરી દીધો : “તમે ગમે તે ચર્ચા કરો, અમે તો નાઇટક્લબમાં જવાના એટલે જવાના.” સજોડે આવેલા કેટલાક પુરુષોને જવાની ઇચ્છા હતી, પરંતુ તેઓ ઝટ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા નહોતા. કેટલીક મહિલાઓએ પોતાના પતિને કહી દીધું : “ખબરદાર છે, જો તમે નાઇટક્લબમાં ગયા તો !” મેં મારા નિયમ અનુસાર મારો મત બધાંને સ્પષ્ટ જણાવી દીધો : મને આ કાર્યક્રમમાં રસ નથી. હું તેમાં આવવાનો નથી, માટે તમારા ગ્રુપમાં મારું નામ નોંધશો નહિ.' મદ્રાસથી આવેલી મહિલા ડૉક્ટરે ઊંચા સ્વરે બધાંને સંબોધીને કહ્યું, પણ આ કાર્યક્રમમાં આપણે બધાંએ જવાની જરૂર શી છે ? આપણે બધાં મોટી ઉંમરનાં છીએ અને કેટલાંકને તો છોકરાંને ઘરે છોકરાં છે. આપણે બધાંએ ભારતનું નામ બગાડવું છે ? આપણી ભારતીય સંસ્કૃતિનો તો જરા વિચાર કરો.' બીજી એકલી આવેલી એક મહિલા શિક્ષિકાએ મને વિનંતી કરતાં કહ્યું, “ડૉ. શાહ, તમે પ્રોફેસર છો; તમે બધાંને સમજાવો ને કે આ કાર્યક્રમમાં આપણે કોઈએ જવાની જરૂર નથી.” પછી એણે પોતે જ બધાની સામે ફરીને મોટેથી કહ્યું, “આપણે બધાં અત્યારે જ નક્કી કરીએ કે કોઈએ નાઇટક્લબમાં જવાનું નથી. આપણે આપણા ભારતની અને આપણી સંસ્કૃતિની સારી છાપ પાડવા આવ્યાં છીએ કે ખરાબ ? અમારા જેવી એકલી આવેલી મહિલા નાઇટક્લબમાં આવે તો કેવી સ્થિતિ થાય એનો તો જરા વિચાર કરો.” બીજી એક મહિલાએ એમાં સાદ પુરાવ્યો. પોતાના પતિ સાથે આવેલી સેંટ પૌલી - ૧૩૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ કેટલીક મહિલાઓએ આ વાતને ઝીલી લીધી અને કોઈએ જવાનું નથી એવો પ્રબળ સૂર પ્રવર્તાવ્યો. સજોડે આપેલા પુરુષો તો બિચારા ચૂપ હતા. કેટલાકનો આગ્રહ હતો એટલે મેં પણ થોડાકને સમજાવ્યા અને મહિલાઓને મેં કહ્યું કે “તમે મક્કમ રહેશો તો આ બાબતમાં સફળ થશો.' અમે ડાઇનિંગ હૉલમાં જમવા ગયાં. અમારા ટુર-કન્ડક્ટરે દરેક ટેબલ પર ફરીને બધાનો છેવટનો જવાબ માગી લીધો. પેલા છસાત એકલા આવેલા પુરુષો સિવાય બધાંની ના આવી. એ પુરુષોએ કહ્યું કે પોતે એકલા પોતાની મેળે કોઈ પણ નાઇટક્લબમાં ચાલ્યા જશે, માટે ગાઇડ યુવતીને ટેલિફોન કરીને જણાવવાની કોઈ જરૂર નથી. જમીને અમે સૌ પોતપોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. આખા દિવસના પ્રવાસનો થાક લાગ્યો હતો એટલે હું તો વહેલો ઊંઘી ગયો. બીજે દિવસે સવારે નાસ્તા માટે ડાઇનિંગ હોલમાં અમે પહોંચ્યાં ત્યારે નાઇટક્લબની જ ચર્ચા ચાલતી હતી. મેં બાજુમાં બેઠેલા ભાઈઓને પૂછ્યું, હજુ પણ એ જ ચર્ચા ચાલે છે ?' ત્યાં એક મિત્રે કહ્યું, “આ તો ગઈ કાલે રાત્રે અમને બધાને નાઇટક્લબનો જે અનુભવ થયો તેની વાત અમે કરીએ છીએ.' મને બનાવતા તો નથી ને ?' મેં પૂછ્યું. ‘ના; સાચી વાત છે. આપણે બધાં જમીને પોતપોતાની રૂમમાં ગયાં. દરમિયાન આપણા ફોનની રાહ જોયા પછી આપણી જર્મન ગાઇડ યુવતી પોતે જ હોટેલમાં આવી પહોંચી. એક પછી એક બધાંનો ફોનથી સંપર્ક કરી લોન્જમાં બોલાવી, સમજાવી, એણે ઘણાંબધાંને એકઠાં કર્યા. સજોડે આવેલાં પતિ-પત્નીને પણ તેણે આગ્રહ કરીને સાધી લીધાં.' “અને ભારતીય સંસ્કૃતિવાળાં પેલાં લેડી ડૉક્ટર અને શિક્ષિકા ?' કુતૂહલથી મેં પૂછ્યું. “હા, એ બધાં પણ અમારી સાથે જોડાયાં. બધાંમાં મોખરે એ હતાં. જર્મન ગાઇડે સૌથી પહેલાં એમને જ સાધ્યાં. તમારો અને તમારા જેવા બીજા ત્રણ જણનો અમે જાણીજોઈને સંપર્ક ન કર્યો, કારણ કે એથી અમારી વાત બગડે એવો ભય હતો. વળી અમે જાણતાં હતાં કે તમે તો કોઈ પણ સંજોગોમાં અમારી સાથે આવવાના જ નથી.' પેલાં ડૉકટ૨ મહિલા બચાવપૂર્વક કોઈકને કહેતાં હતાં કે “આપણે તો માત્ર કુતૂહલથી જોવા ગયાં હતાં. આપણે તો છોકરાંને ઘરે છોકરાં છે. આપણે કંઈ થોડા જુવાનિયાની જેમ કામવાસનાથી જોવા ગયાં હતાં ? ૧૩૪ ૪ પ્રવાસ-દર્શન Page #177 -------------------------------------------------------------------------- ________________ આપણા કરતાં ઉમરે ઘણાં મોટાં એવાં યુરોપિયન અને અમેરિકન ડોસાડોસીઓ પણ કેટલાં બધાં આવ્યાં હતાં ?” ચા-નાસ્તા પછી અમે બધાં અમારા બાકી રહેલા નગરદર્શનના કાર્યક્રમ માટે બસમાં ઊપડ્યાં. સાંજે પાછાં આવ્યાં. રૂમમાં જઈ, કલાક આરામ કરી, હાથ-મોં ધોઈ અમે ડાઇનિંગ રૂમમાં જમવા માટે પહોંચ્યાં. પેલી પાંચ એકલી મહિલાઓ હજુ આવી નહોતી. ધીમે ધીમે વાત આવી કે તેઓ જમવાની નથી. નાઇટક્લબમાં ગઈ છે. અમને બધાંને આશ્ચર્ય થયું. બીજે દિવસે એરપોર્ટ જવા માટે અમે બસમાં બેઠાં ત્યારે પાછી એ ચર્ચા ચાલી. બીજી વાર પોતે નાઇટક્લબમાં ગયાં તેનો બચાવ કરતાં હોશિયારી અને અભિમાનપૂર્વક પેલાં મહિલા શિક્ષિકાએ કહ્યું, “પેલી જર્મનગાઇડ આપણને બધાંને બનાવી ગઈ. એણે ઘણું કમિશન રાખ્યું હતું. જે નાઇટક્લબમાં આપણે પચાસ માર્કની પ્રવેશ-ફી આપીને પરમ દિવસે ગયાં હતાં તે જ નાઇટક્લબમાં ગઈ કાલે અમને ત્રીસ માર્કમાં બેસાડ્યાં હતાં. આપણને બાર્ગેઇન કરતાં આવડવું જોઈએ.” અમારામાંથી એક પુરુષે એ મહિલાને સંભળાવવા કહ્યું, “તમે ત્રીસ માર્કમાં જઈ આવ્યાં, પણ અમે ચાર જણ એ જ નાઇટક્લબમાં વીસ માર્કમાં ગયા હતા. વળી અમને એક નહિ પણ બે ડ્રિક્સ મફત આપવામાં આવ્યાં હતાં.' એ સાંભળી મહિલા શિક્ષિકાનું મોટું પડી ગયું. બસમાં શાંતિ પ્રસરી રહી. ત્યાં તો અમારી બસ સેંટ પૌલી વિસ્તારમાંથી પસાર થઈ. બધાંએ જોયેલી મોટાં પોસ્ટરવાળી એ નાઇટક્લબ દેખાઈ એટલે આંગળી ચીંધીને કેટલાંકે કહ્યું, ‘આ રહી આપણી નાઇટક્લબ.” એ જોઈને પોતે છેતરાયાંનો કેટલાંકને અફસોસ થયો હતો. કેટલાંક જર્મન ગાઇડને ગાળો ભાંડતાં હતાં. પૈસા ભલે ગમે તેટલા થયા પણ આવો અનુભવ ભારતમાં ક્યાં આપણને મળવાનો હતો એ વિચારે કેટલાંક એકબીજાંને આશ્વાસન આપતાં હતાં. સંત પોલના નામની કેવી ભયંકર વિડંબના હેમ્બર્ગમાં થઈ છે તેના વિચારે હું ચડી ગયો હતો. (પાસપોર્ટની પાંખે-૧) સેંટ પૌલી જ ૧૩૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સ્ટોનહેન્જ (ગ્રેટ બ્રિટન) ઇંગ્લેન્ડમાં સ્ટોનહેન્જ (Stonehenge)ના પ્રવાસે જઈ આવેલાઓમાંથી કોઈક જો એમ કહે કે “ત્યાં કશું જોવા જેવું નથી, પથરા છે, નર્યા પથરા', તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. વસ્તુત: સ્ટોનહેન્જમાં જે જોવા જેવું છે તે ત્યાંના પથરા જ છે. એ સિવાય ત્યાં પર્યટનની દૃષ્ટિએ આકર્ષક બીજું કશું જ નથી. આથી સામાન્ય પ્રવાસીને એમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. જેઓને માનવજાતિના સાંસ્કૃતિક ઇતિહાસમાં રસ છે, પુરાતત્ત્વમાં રુચિ છે, પ્રાચીન શિલ્પસ્થાપત્યના અવશેષો વિશે જિજ્ઞાસા છે તેઓને સ્ટોનહેન્જમાં અચૂક રસ પડે એવું છે. સ્ટોનહેન્જ એટલે પ્રાગૈતિહાસિક કાળના સ્થાપત્યકળાના વિરલ અવશેષો. Stonehenge એ તો વર્તમાન જગતે આપેલું નામ છે. પ્રાગૈતિહાસિક કાળની જે પ્રજાએ આ બાંધકામ કર્યું હશે એણે એનું શું નામ રાખ્યું હશે તેની આપણને કશી ખબર નથી. Stone એટલે પાષાણ. Henge શબ્દ Hang (લટકતું)ના અર્થમાં વપરાયો છે. માનવજાતિના પાષાણયુગમાં આ બાંધકામ થયું છે એ દૃષ્ટિએ Stone શબ્દ યથાર્થ છે. આ સ્થળે ખાસ્સી મોટી શિલાઓ ઉપર બારસાખ કે તોરણની જેમ આડી શિલાઓ ગોઠવવામાં આવી છે એટલે તે લટકતી ગણાય. આપણે stonehengeનું ગુજરાતી નામ આપવું હોય તો “પાષાણતોરણ' અથવા “અવલંબિત શિલાઓ” કે ૧૩૬ ૯ પ્રવાસ-દર્શન Page #179 -------------------------------------------------------------------------- ________________ એવું કશુંક આપી શકીએ. હકીકતમાં તો એવું નામ પણ અધૂરું જ ગણાય, કારણ કે સમગ્ર રચના તો એક મંદિરના આકાર જેવી છે એટલે એને પાષાણયુગીન દેવાલય' તરીકે વધારે સારી રીતે ઓળખાવી શકાય. સ્ટોનહેન્જને ઇંગ્લેન્ડની એક અજાયબી તરીકે ઓળખાવવામાં આવે છે. ઇંગ્લેન્ડની તો એ પ્રાચીનતમ ઇમારત છે જ, પણ ઇતિહાસકારો કહે છે કે સમગ્ર યુરોપની ધરતી પર એ માનવસર્જિત પ્રાચીનતમ અવશેષ ઈ.સ. ૧૯૮૪માં અમે કેટલાક મિત્રો લંડનથી લગભગ એંસી માઈલ દૂર, સૉલ્સબરી -(Salisbury)ના વિશાળ મેદાની પ્રદેશમાં એવન (Avon) નદીની પાસે આવેલા સ્ટોનહેન્જનાં દર્શન કરવા નીકળ્યા હતા. અમારી ગાડી પહોંચવા આવી ત્યાં તો ઘણે દૂરથી સ્ટોનહેન્જની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી. ઉનાળાના દિવસો હતા, આકાશ સ્વચ્છ હતું અને નજીકમાં બીજાં કોઈ ઊંચાં મકાનો નહોતાં એટલે એકલીઅટૂલી એ ઇમારતનું દૃશ્ય તરત ઓળખાઈ જાય અને ગમી જાય એવું હતું. સ્ટોનહન્જની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. સ્થાપત્યકલાના કેટલાક ઉત્તમ નમૂનાઓની નકલ અન્યત્ર થાય છે, પણ સ્ટોનહેન્જની નકલ દુનિયામાં અન્યત્ર ક્યાંય એના કાળમાં કે પછી થઈ હોય તો પણ એના અવશેષો નથી. એટલે સ્ટોનહેન્જની આકૃતિ અજોડ છે. વિશિષ્ટ લાક્ષણિક મુદ્રાવાળી આ આકૃતિ એક વખત બરાબર ધ્યાનથી જોઈ હોય તો તે ક્યારેય ભુલાય એવી નથી. સ્ટોનહેન્જ પહોંચી, ગાડીમાંથી ઊતરી અમે ચાલવા લાગ્યા. મુખ્ય માર્ગ પર થોડી નાની નાની દુકાનો હતી. અહીં બીજું વેચાય પણ શું ? પિશ્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઇડ, કેમેરાના રોલ, યાદગીરીની ચીજવસ્તુઓ વગેરે મળે. અમે એક દુકાનમાં દાખલ થયા. દુકાનદાર વીસેક વર્ષની અતિશય સ્થૂળકાયની યુવતી હતી. બેઠી બેઠી તે કશુંક ખાતી હતી. ઊઠવાની તે આળસુ જણાઈ. ઘરાકના સ્વાગત જેવું નામ નહિ. આમ પણ જે જોઈએ તે ચીજવસ્તુના ભાવ લખેલા હોય અને ભાવતાલ (Bargain) જેવું હોય નહિ. દુકાનદાર સામેથી ઘરાકને પૂછે એવી પ્રથા પણ નહિ. તોપણ અમારામાંથી એકે કંઈક પૂછપરછ કરી તો જવાબ ઉદ્ધતાઈભર્યો મળ્યો. અમારા ભારતીય ઘઉવર્ણા ચહેરાને કારણે હોય કે સહજ રીતે હોય, એના કડક ઉદ્ગારો મનમાં પ્રતિક્રિયા જગાવે એવા હતા. એની ચામડીનો રંગ ગોરો હતો પણ એનો કરડાકીભર્યો કદરૂપો ચહેરો, એણે ધારણ કરેલાં વસ્ત્રોનો લાલ ભડક રંગ, એનો રુક્ષ સ્વર અને એના શબ્દોની તોછડાઈ સ્ટોનહેન્જ * ૧૩૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ - આ બધાંએ થોડીક ક્ષણોની મુલાકાતમાં પણ અમારાં ચિત્તમાં અપ્રિય ઊંડી છાપ પાડી દીધી. તરત અમે ત્યાંથી નીકળી ગયા. ચાલતાં ચાલતાં સ્ટોનહેજના પ્રવેશદ્વારમાં દાખલ થયા. એક સજ્જન ફરજ પર ત્યાં ઊભા હતા. ભૂરા રંગનો ગણવેશ એમણે પહેર્યો હતો. આ પ્રાચીન ભગ્નાવશેષના “રખેવાળ' તરીકે તેઓ એમાં કામ કરતા હશે એમ લાગ્યું. એમણે અમારું સસ્મિત સ્વાગત કર્યું. માથે ટાલ અને કરચલીઓવાળી મુખમુદ્રા પરથી તેઓ પાંસઠસિત્તેરનાં હશે એમ જણાયું. આવા સ્થળની નોકરી કસોટી કરનારી હોય છે. પ્રવાસીઓ હોય ત્યારે કામ, પછી નવરા ને નવરા. એમની સાથેની વાતચીત પરથી જાણ્યું કે તેઓ પાસેના કોઈક ગામમાં રહે છે. નોકરી માટે સવારસાંજ બસમાં આવ-જા કરે છે. થોડે દૂર આવેલા અવશેષો પાસે અમે પહોંચી ગયા. અહીં શિલાઓનું બાંધકામ વર્તુળાકારે થયેલું છે. મૂળ બાંધકામમાંથી હાલ અડધી ઓછી શિલાઓ રહી છે. તેમ છતાં આ ઇમારતનો નકશો કેવો હશે તે સમજી શકાય છે. સંશોધકોએ અભ્યાસ કરીને આખી આકૃતિ કેવી હશે તેનું કાલ્પનિક ચિત્ર તૈયાર કરેલું છે. આશરે સો ફૂટના વ્યાસ જેટલા મોટા વર્તુળમાં શિલાઓ છે. જમીનમાં ખાડો ખોદી ખંભની જેમ ઊભી કરેલી બધી શિલાઓ દીવાલની જેમ અડોઅડ નથી, પરંતુ બે અડોઅડ શિલા પછી એટલી જ જગ્યા ખાલી છોડી દેવામાં આવી છે. શિલાતંભો ઉપર આડી લંબચોરસ શિલાઓ વર્તુળાકારે અડોઅડ સળંગ ગોઠવેલી હશે. બે શિલાતંભ વચ્ચે દ્વાર જેવી થયેલી રચના નિહાળી શકાય છે એટલે કે કેટલીક આડી શિલાઓ બારસાખ તરીકે વપરાયેલી છે. સમગ્ર વર્તુળમાં એવાં ત્રીસ જેટલાં દ્વાર હશે એમ મનાય છે. આ મુખ્ય વર્તુળાકારની અંદર બીજી મોટી શિલાઓ ઘોડાની નાળના આકારે ગોઠવેલી છે. વર્તુળ અને નાળ બંનેનાં મુખ્ય પ્રવેશદ્વાર એક જ દિશામાં છે. આ આખી રચના કોઈ મંદિર જેવી લાગે છે. અંદરની નાળ જેવી રચના તે ગર્ભદ્વાર અને એની બહારનું વર્તન તે રંગમંડપ હશે એવો ભાસ થાય છે. આ બાંધકામમાં ઊભી લંબચોરસ શિલાઓ દસથી બાર ફૂટ ઊંચી છે. કેટલીક શિલાઓ નીચેથી સહેજ પહોળી અને ઉપર જતાં સાંકડી થાય છે. પાંચ-સાત ટનથી માંડીને વીસ-બાવીસ ટન સુધીના વજનવાળી શિલાઓ અહીં વપરાઈ છે. શિલાઓ કંઈક અણઘડ લાગે છે. સરખી ઘસીને એને ૧૩૮ પ્રવાસ-દર્શન Page #181 -------------------------------------------------------------------------- ________________ સપાટ કરવામાં આવી હોય અથવા એના ઉપર કંઈક શિલ્પકામ, કોતરકામ થયું હોય એમ જણાતું નથી. કાળનો ઘસારો એને જરૂર લાગ્યો હશે, તો પણ શિલ્પાદિના કોઈ અણસાર તેમાં જોવા મળતા નથી. પુરાતત્ત્વવિદો આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પથ્થરોની પ્રાચીનતા વિશે સંશોધન કરીને જણાવે છે કે સ્ટોનહેન્જનું આ બાંધકામ સહેજે પાંચથી છ હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. કદાચ એમાં થોડા સૈકા વધારે કે ઓછા હોઈ શકે. આ બાંધકામમાં જુદા જુદા તબક્કે જીર્ણોદ્ધાર કે વૃદ્ધિ પણ કદાચ થયાં હોય. યુરોપમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ ત્રણ હજાર વર્ષ જેટલી પ્રાચીન મનાય છે, પણ સ્ટોનહેન્જની સંસ્કૃતિ તો એથી પણ ઘણી બધી પ્રાચીન હશે એ નિશ્ચિત છે. કદાચ વેદકાલીન ભારતીય સંસ્કૃતિની સમકાલીન આ સંસ્કૃતિ હશે. પાષાણયુગની સ્ટોનહેન્જની સંસ્કૃતિ વિશે આધારભૂત માહિતી આપણને ખાસ મળતી નથી, પણ સંશોધકોએ સંશોધન કરી પોતાનાં તારણો જે આપ્યાં છે તે પરથી મનાય છે કે તે કાળની પ્રજા પાસે પોતાની પરંપરાનું વિશિષ્ટ જ્ઞાન હશે, પોતાની ઇજનેરી વિદ્યા હશે અને તેઓ સારી શારીરિક શક્તિ ધરાવતા હશે, અહીં વપરાયેલા રેતાળ પથ્થરો અને ભૂરા-ભૂખરા પથ્થરો તેઓ આસપાસથી લાવ્યા હશે. કેટલાક પથ્થરો દોઢસો-બસો માઈલ દૂરના ડુંગરાઓમાંથી ઘસડી લાવ્યા હશે. કેટલાક પથ્થરો દોઢસો-બસો માઈલ દૂરના ડુંગરાઓમાંથી ઘસડી લાવ્યા હશે, જે માટે તેમની પાસે ઘણી સારી શારીરિક તાકાત હશે. એ લાવવામાં તેઓને કેટલો શ્રમ પડ્યો હશે, કેટલા દિવસ લાગ્યા હશે, કેટલા માણસો કામે લગાડ્યા હશે એનો કોઈ આધારભૂત અંદાજ મળતો નથી. એટલું નક્કી છે કે ઊભી શિલાઓ ઉપર આટલી ભારે શિલાઓ ચડાવવા માટે તેમની પાસે કોઈ પદ્ધતિ હશે. એ પ્રજા રખડુ હશે. એને ખેતી નહિ આવડતી હોય. વનસ્પતિ અને શિકાર પર તે નભતી હશે અને જ્યાં પાણી મળે તેની આસપાસ તે સ્થિર થતી રહેતી હશે. આ વિસ્તારમાં તે ઠીક ઠીક સમય સ્થિર રહી હશે. સ્ટોનહેન્જની આસપાસના કેટલાક માઈલના ' વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળની વર્તુળના આકારની અને લંબચોરસ આકારની કબરો (Barrows) મોટી સંખ્યામાં મળી આવી છે. આ કબ્રસ્તાન પરથી અનુમાન થાય છે કે આ વિસ્તારમાં ઘણા માણસોનો વસવાટ એ કાળે થયો હશે. ઇંગ્લેન્ડની ધરતી પરનો વિકસિત વસવાટ તો ઇસવી સનના આરંભ પછીનો છે. તો પછી એની પહેલાં ત્રણથી ચાર હજાર વર્ષ પૂર્વે આ મંદિર સ્ટોનહેન્જ ૯ ૧૩૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ ત્યાં કેવી રીતે થયું હશે ? સ્ટોનહેન્જની સંસ્કૃતિ પછી ત્યાં અંધકારનો યુગ પ્રવર્યો હશે ? એ પ્રજા ત્યાંની મૂળ પ્રજા હશે કે સ્થળાંતર કરતી કરતી ત્યાં પહોંચી હશે ? એ પ્રજાનું નામ શું ? એની ભાષા કઈ ? એનો ધર્મ કયો ? ભારતીય સંસ્કૃતિ સાથે એનો કોઈ સંબંધ હશે ? શું એ ખગોળવિદ્યાની જાણકાર હશે ? શું એ સૂર્યપ્રકાશના આધારે પડછાયાની ગણતરી કરીને કોઈ આગાહી કરતી હશે ? શું એની પાસે ભૌમિતિક આકૃતિઓની ઉપાસનાની પદ્ધતિ હશે ? શું એની પાસે ગુપ્ત રહસ્યમય તંત્રસાધના હશે ? - આવા આવા ઘણા પ્રશ્નો પાષાણયુગની, એ પ્રજા વિશે થાય છે. સ્ટોનહેન્જની રચના એણે ધર્મોપાસના માટે કરી હશે એમ જણાય છે. એમાં કોઈ છત નથી. સાવ ખુલ્લી રચના છે. શું પહેલેથી જ એ પ્રમાણ હશે કે સમય જતાં છતના પથ્થરો તૂટી પડ્યા હશે ? શું હાલ જેવું હવામાન છે એવું જ ત્યારે ત્યાં હશે કે વધારે સારું અને અનુકૂળ હશે ? - આવા ઘણા પ્રશ્નો અનુત્તરિત જ રહે છે. આ વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળનાં હાડકાં, પથ્થરો, કોલસો વગેરે પ્રકારના અવશેષો મળી આવ્યા છે. એ વિશે ઠીક ઠીક અભ્યાસ થયો છે. અહીંથી બે માઈલ દૂરની જગ્યાએથી મળેલા અવશેષો પરથી અનુમાન થાય છે કે આ પાષાણમંદિરની જેમ કાષ્ઠમંદિર (Woodhenge) ત્યાં હશે કે જેનો ઉપયોગ ધર્મસભા તરીકે થતો હશે. કબ્રસ્તાન જેવી એક જગ્યામાંથી એક નાની ખોપરી મળી આવી છે, એ નાના બાળકની હોવી જોઈએ, પરંતુ એ ખોપરી ભાંગેલી મળી છે. સંશોધકો પ્રશ્ન કરે છે કે શું એ પ્રજા દેવદેવીની આરાધનામાં બાળકનો બલિ ચડાવતી હશે ? સ્ટોનહેજનો વિસ્તાર વિશાળ સપાટ મેદાનોનો છે. એ વિસ્તારમાં બ્રિટિશ સરકારે કોઈ ઊંચા મોટાં મકાનોનું બાંધકામ કરવા દીધું નથી કે જેથી સ્ટોનહેજ ઢંકાઈ જાય કે એનો પ્રાકૃતિક પરિવેશ કે એની નૈસર્ગિક શોભા મર્યાદિત થઈ જાય. લીલા ઘાસ અને ખુલ્લા આકાશને લીધે સ્ટોનહેન્જની આકૃતિ સવારસાંજના સૂર્યપ્રકાશમાં કે વાદળાંઓના વાતાવરણમાં વિવિધ શોભા ધારણ કરતી ઘણે દૂરથી દેખાય છે. સ્ટોનહેન્જમાં જોવાનું ઓછું અને સમય પૂરતો હતો એટલે અમારે ઉતાવળ કરવાની તો હતી જ નહિ. એની શિલાઓનું સંતોષપૂર્વક અવલોકન કરી અમે પાછા ફર્યા. સમય થઈ ગયો હતો એટલે પોતાની ફરજ પૂરી થતાં રખેવાળે પણ ચાલવા માંડ્યું. પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી એક દુકાન પાસે અમે ઊભા રહ્યા. કેટલાકે પિશ્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઇડ વગેરેની ખરીદી ૧૪૦ પ્રવાસ-દર્શન Page #183 -------------------------------------------------------------------------- ________________ કરી. સાંજ થઈ ગઈ હતી. પણ ઉનાળાના દિવસો હતા એટલે હજુ સૂર્યાસ્ત થયો નહોતો. ધીમે ડગલે અમે અમારી ગાડી તરફ આગળ વધતા હતા. ત્યાં અમારામાંથી એકે કહ્યું, ‘લાલભૂરા રંગનું ત્યાં કેવું સરસ મિલન જામ્યું છે !' બોલનાર શું કહેવા માગે છે એ તરત ન સમજાયું, પણ પછી જોતાંવેંત એ સ્પષ્ટ થઈ ગયું કે લાલભૂરા રંગનું મિલન એટલે પેલી દુકાનદાર યુવતી અને રખેવાળનું મિલન. બસની રાહ જોવાના સમયનો સદુપયોગ સારો શોધી કાઢયો છે !' એકે કટાક્ષમાં કહ્યું બીજાએ પોતાનો પ્રતિભાવ દર્શાવતાં કહ્યું, “પોતાની દીકરીની દીકરી જેવડી છે, પણ અહીંના લોકોને જાહેરમાં આવી રીતે બેસતાં સંકોચ ન થાય.” અમારી ગાડી લંડન તરફ ચાલી. મેં કહ્યું, “પાષાણયુગ હોય કે અર્વાચીન યુગ, આદિમાનવ હોય કે અદ્યતન, મનુષ્યની પ્રાકૃતિક સંવેદનાઓ બધે જ એકરારખી હોય છે.' સ્ટોનહેજ એ ઇંગ્લેન્ડને ગૌરવ અપાવે એવું પ્રાગૈતિહાસિક કાળની પ્રજાનું ભવ્ય સ્મારક છે. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) સ્ટોનહેન્જ = ૧૪૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કિએવનો ગાઇડ વિકટર (યુક્રેઈન) પૂર્વ યુરોપમાં કાળા સમુદ્રના કિનારે આવેલા યુક્રેઇન રાજ્યનું પાટનગર કિએવ (Kiev) દુનિયાનાં કેટલાંક રમણીય નગરોમાંનું એક છે. ઈ.સ. ૧૯૮૦માં સોવિયેટ યુનિયનના પ્રવાસ દરમિયાન અમે કિએવ પણ જવાના હતા. મૉસ્કોનો કાર્યક્રમ પૂરો થતાં રાત્રે ટ્રેનમાં બેસી બીજે દિવસે સવારે અમે કિએવ પહોંચી ગયા. મૉસ્કોથી અમારી સાથે આવેલા બે ગાઇડની ફરજ હવે પૂરી થઈ. માટે બીજા બે ગાઇડ એક યુવક અને એક યુવતી અમને લેવા આવી પહોંચ્યાં હતાં. મૉસ્કોના ગાઇડે નવા બંને ગાઇડનો અમને પરચિય કરાવ્યો અને પોતાની ફરજ પૂરી થતી હોવાથી અમારી વિદાય લીધી. અમારા પ્રવાસનું આયોજન સોવિયેટ યુનિયનની મુખ્ય ટૂરિસ્ટ એજન્સી ઇનટૂરિસ્ટ દ્વારા થયું હતું. મૉસ્કોના બંને ગાઇડની જેમ અહીં પણ યુવકે ઘેરા લાલ રંગનું શર્ટ અને નીચે આછા બદામી રંગનું પેન્ટ પહેર્યું હતું. યુવતીનું પણ એ પ્રમાણે ઉપરનું વસ્ત્ર લાલ રંગનું અને નીચેનું સ્કર્ટ આછા બદામી રંગનું હતું. લાલ રંગ એવો છે કે ઘણે દૂરથી પણ જોઈ શકાય. સ્વેચ્છાએ બહુ ઓછા લોકો આવા ધેરા લાલ ડકરંગનું વસ્ત્ર પહે૨વાનું પસંદ કરે. પરંતુ સોવિયેટ યુનિયનમાં ફરજ ઉપર રહેલા કર્મચારીએ તો પોતાની કંપની કહે તે પ્રમાણે વસ્ત્રપરિધાન કરવાનું રહેતું. સ્ટેશનમાંથી અમે ગાઇડની પાછળ પાછળ બહાર નીકળ્યા. અહીં ૧૪૨ * પ્રવાસ-દર્શન Page #185 -------------------------------------------------------------------------- ________________ મજૂરની પ્રથા નહોતી એટલે દરેકે પોતાનો સામાન હાથે જ ઊંચકવાનો હતો. અમે બસમાં ગોઠવાયા. બંને ગાઇડે અમને આવકાર આપ્યો અને પોતાનો પરિચય આપ્યો. અમારા ગાઇડનું નામ હતું વિક્ટર. ગાઇડ યુવતીનું નામ હતું ઈડા. બંને હસમુખાં હતાં. પરંતુ તેમના બોલવામાં સોવિયેટ યુનિયનની કડક ધાકનો અણસાર સમજદારને આવ્યા વગર રહે નહિ. તેઓ ઓછું બોલે, સમજાવવાનું બધું જ સમજાવે, પણ એવા હોશિયાર છે તમારા પ્રશ્નનો જવાબ યુક્તિપૂર્વક ટાળી દે. સોવિયેટ યુનિયનમાં તે વખતે પ્રજા એકંદરે એટલી દબાયેલી હતી કે જ્વલ્લે જ કોઈ બે-ચાર માણસો અંદરઅંદર વાદવિવાદ કરે. અજાણ્યાની સાથે તો તેઓ બોલે પણ નહિ એટલું જ નહિ, સ્મિત પણ ન ફરકાવે. સ્ટેલિનના વખતની એ ધાક હજી પણ ચાલુ રહેલી વરતાતી હતી. દરેક જગ્યાએ ફરજ ઉપર ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય જ અને એ બંને વ્યક્તિ એકબીજી ઉપર દેખરેખ રાખે; ક્યારેક જાસૂસી પણ કરે. રાજ્ય વિરુદ્ધ કોઈ બોલતું હોય તો તરત બીજી વ્યક્તિ ચાડી ખાય કે જેથી ગુનામાંથી પોતે બચી જાય. સ્ટેલિને રાજ્ય વિરુદ્ધ અભિપ્રાય ઉચ્ચારનારા કેટલાય લોકોને મરાવી નાખ્યા હતા; અનેકને જેલ ભેગા કરી દીધા હતા કે સાઇબિરિયાની કડકડતી ઠંડીમાં કોન્સન્ટેશન કેમ્પની અંદર ધકેલી દીધા હતા કે જ્યાં સખત મજૂરી કરીને અને ઠંડીમાં ટૂંઠવાઈને તેઓ થોડા વખતમાં મોતને શરણ થતા. ૧૯૮૦માં પ્રેસિડેન્ટ બ્રેઝનેવના વખતમાં સ્ટેલિનનાં પૂતળાં નીકળી ગયાં હતાં, પણ વાતાવરણ હજુ એવું જ ભયભીત અને તંગ હતું. અમારા પ્રવાસ દરમિયાન અમે જોયું હતું કે સ્ટેલિન વિશે, લેખક સોન્ઝનિત્સિન વિશે કે એવા બીજા કોઈ સંવેદનશીલ વિષય વિશે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર ન હતું. કોઈ એ વિશે ગાઇડને પ્રશ્ન કરે તો ગાઇડ તરત જ કહી દે કે “મહેરબાની કરીને મને એ વિશે પ્રશ્ન પૂછશો નહિ.” અમારી બસ ચાલી. કિએવનો પરિચય આપતાં વિકટરે કહ્યું, “કિએવ સોવિયેટ યુનિયનનું જૂનામાં જૂનું શહેર છે. પંદરસો વર્ષ પહેલાં એની સ્થાપના થયેલી. અગિયારમા સૈકામાં ‘કિએવન રૂસ’ નામનું આ મોટું શક્તિશાળી રાજ્ય હતું. એમાં યુક્રેઇન, રશિયન અને બાયલોરશિયન એવી ત્રણ મુખ્ય પ્રજાઓ હતી અને તે પરસ્પર સુમેળથી રહેતી. જ્યારે પણ બહારથી કિએવન રૂસ ઉપર કોઈ ચડાઈ થતી ત્યારે ત્રણે પ્રજા સંગઠિત થઈને બરાબર સામનો કરતી. પરંતુ સોળમા સૈકામાં બહારનાં આક્રમણો કિએવનો ગાઇડ વિક્ટર જ ૧૪૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ સામે કિએવન રૂસ ટકી શક્યું નહિ. તે વખતે યુક્રેઇન અને રશિયા એવા બે ટુકડા થયા. સત્તરમા સૈકામાં ફરી યુક્રેઇન અને રશિયા એક થઈ ગયાં. ૧૯૧૭ના ઑક્ટોબરમાં રશિયામાં જ્યારે ક્રાંતિ થઈ ત્યારે યુક્રેઇનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા મળી. ખળખળ વહેતી નીપર નદીના કિનારે આવેલું કિએવ શહેર રળિયામણું લાગ્યું. વૃક્ષો અને મકાનો બંને સોહામણાં હતાં. વિક્ટરે કહ્યું, ક્રિએવ યુક્રેઇનની પ્રાચીન નગરી છે, પણ તમે મને કહેશો કે આ બધાં મકાનો કેટલાં જૂનાં હશે ?' અમારામાંથી કોઈક કહ્યું, “દોઢસો-બસો વર્ષ જૂનાં તો હશે જ.' વિક્ટરે કહ્યું, “ના, આ મકાનો લગભગ પાંત્રીસ વર્ષથી વધારે જૂનાં નથી.” “સાચે જ ?' હા. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ કાળા સમુદ્રને રસ્તે યુક્રેઇન ઉપર આક્રમણ કર્યું. ૧૯૪૧થી ૧૯૪૫ સુધી ભયંકર લડાઈ થઈ. લાખો માણસો માર્યા ગયા. આખું કિએવ બૉમ્બમારામાં જમીનદોસ્ત થઈ ગયું. જર્મનીએ યુક્રેઇન ઉપર કબજો મેળવવા ઘણો ભોગ આપ્યો. પરંતુ અમારી પ્રજા ખમીરવાળી. અમારા સૈનિકોએ ભારે પ્રતિકાર કર્યો. છેવટે અમે જીત્યા. વિજય પછી અમારા લોકો એટલા કામમાં લાગી ગયા કે દોઢ-બે વર્ષમાં તો જાણે આખું નગર નવેસરથી બંધાઈ ગયું. એટલે તો સોવિયેટ યુનિયને કિએવંને બહાદુર નગરી'નો ઇલ્કાબ આપ્યો હતો. થોડાંક વર્ષમાં તો યુક્રેઈન ખેતીવાડી અને વેપારઉદ્યોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંગીત અને નાટ્યકલા વગેરે ઘણી બાબતોમાં સોવિયેટ યુનિયનનું અત્યંત પ્રગતિશીલ રાજ્ય બની ગયું. હવે ગાઇડ યુવતી ઇડાએ માઇક હાથમાં લીધું. એણે કહ્યું, “તમે હમણાં જોઈ તે નીપર નદી યુક્રેઇનની સૌથી મોટી નદી છે. બંને કાંઠે નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી તે વહે છે. નીપસને લીધે યુક્રેઇનની ભૂમિ ફળદ્રુપ છે. આબોહવા ગમી જાય એવી માફક છે. ક્રિએવમાં ચેસ્ટનટ, મેપલ અને પોપ્લરનાં ઘટાદાર વૃક્ષો નૈસર્ગિક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અમારા લોકોનો વૃક્ષપ્રેમ એટલો બધો છે કે યુક્રેઇનના સરકારી પ્રતીક તરીકે ચેસ્ટનનું વૃક્ષ છે.' અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ “નીપર' હતું. હોટેલમાં દાખલ થયા પછી અમારા બધાના પાસપોર્ટ લઈ લેવામાં ૧૪૪ ૯ પ્રવાસ-દર્શન Page #187 -------------------------------------------------------------------------- ________________ આવ્યા અને વિસા કાર્ડ આપવામાં આવ્યાં. દરેકને રૂમની ચાવી આપવામાં આવી અને સ્નાન વગેરેથી પરવારવા માટે કલાકનો સમય આપવામાં આવ્યો. ચા-નાસ્તો કર્યા પછી અમને શહે૨માં ફ૨વા લઈ ગયા. બસમાં આગળની સીટમાં બેસવા મળ્યું એટલે વિકટર સાથે વાતચીત ક૨વાની મને તક મળી. વિકટ૨ યુવાન અને હસમુખો હતો. તેણે યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો. રશિયન સાહિત્ય એનો મુખ્ય વિષય હતો. અંગ્રેજી ભાષા ઉપર તેનું પ્રભુત્વ સારું હતું. હું મુંબઈ યુનિવર્સિટીમાં સાહિત્યના વિષયનો અધ્યાપક છું એ જાણીને વિકટરને પણ મારી સાથે વાત કરવાનું ગમ્યું. એક વિશાળ રસ્તા આગળથી બસ પસાર થઈ ત્યારે એણે મને કહ્યું, ‘ડૉ. શાહ, તમને જાણીને આનંદ થશે કે આ સ્ટ્રીટનું નામ તૉલ્સ્ટૉય સ્ટ્રીટ છે.' તૉલ્સ્ટૉયનું નામ સાંભળી મને એમના વતન યાસ્નાયા પોલિયાનાની મુલાકાતનું સ્મરણ તાજું થયું. અમને પ્રથમ સેંટ સોફિયાનું ચર્ચ જોવા લઈ ગયા. સોવિયેટ યુનિયનનું તે જૂનામાં જૂનું ચર્ચ છે. ત્યાર પછી અમને શહેરના મધ્ય ભાગમાં વ્લાડિમિરસ્કાયા ગોરકા' નામની ટેકરી પર લઈ જવામાં આવ્યા. ત્યાંથી ચારેબાજુ પથરાયેલાં કિએવ શહેરનાં અને ખળખળ વહેતી નીપર નદીનાં દર્શન થયાં. કિએવમાં એટલાં બધાં વૃક્ષો છે કે મકાનો જાણે વૃક્ષોની અંદર સંતાકૂકડી રમતાં હોય એમ લાગે. પાછા ફરતાં અમને કેશ્ચારિક નામના મુખ્ય માર્ગ ઉપર લટાર મારવા માટે થોડોક સમય આપવામાં આવ્યો. આપણે જાણે બજારમાં નહિ પણ બગીચામાં ફરતાં હોઇએ એવું લાગે. ગાઇડે કહ્યું કે ‘કિએવ શહેરમાં બે હજાર કરતાં વધુ નાનીમોટી ગલીઓ અને રસ્તાઓ છે. એમાં એક પણ સ્થળ એવું નથી કે જ્યાં હારબંધ વૃક્ષો ન હોય. કિએવમાં વીસ લાખની વસ્તી વચ્ચે સો કરતાં વધુ ઉદ્યાનો છે. કિએવ શહેરની અડધા કરતાં વધુ જમીનનો ભાગ તો બગીચા અને મોટાં ઉદ્યાનોમાં રોકાયેલો છે. એટલે તો કિએવ ‘ઉઘાન-નગરી’ Garden City તરીકે પ્રખ્યાત છે. નગરદર્શન કરી સાંજે અમે હોટેલ પર પાછા ફર્યા. બંને ગાઇડે વિદાય લીધી. હજુ સમય હતો. એટલે અમે હોટેલ પાસેના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા. સાંજના કોમળ તડકામાં વાતાવરણ સરસ લાગતું હતું. લોકોની અવરજવર ઘણી હતી, પણ ભાષાની મુશ્કેલીના કારણે કોઈની કિએવનો ગાઇડ વિક્ટર * ૧૪૫ 1 Page #188 -------------------------------------------------------------------------- ________________ સાથે વાતચીત કરવાની શક્યતા નહોતી. એક સ્થળે માણસોની લાઈન લાગતી હતી. જોયું તો સફરજનનો તાજો રસ પીવા માટેની લાઇન હતી. ઑટોમેટિક મશીનમાં ત્રણ કોપેક નાખીને અમે પણ એ રસ પીધો. આટલો સસ્તો રસ સોવિયેટ યુનિયન સિવાય બીજે ક્યાં મળવાનો હતો ? બીજે દિવસે અમારો કાર્યક્રમ થોડે દૂર આવેલું કેટકોમ્બ (Catacomb) જોવા જવાનો હતો. કેટકોમ્બ એટલે રાજ કુટુંબનું કબ્રસ્તાન કે જ્યાં શબને “મમી' કરીને રાખવામાં આવે. પાંસઠ ફૂટ ઊંડા કૂવા જેવી રચના કરીને એમાં મમી રાખવામાં આવ્યાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં ખોદકામ કરતાં આ દટાઈ ગયેલું કટાકોમ્બ મળી આવ્યું હતું. કેટાકોમ્બની મુલાકાત અમારે માટે એક યાદગાર અનુભવ જેવી બની ગઈ. કિએવ શહેરની પ્રાચીનતાની એ સાબિતી હતી. કિએવની આ બે દિવસની મુલાકાતમાં વિકટરને બીજા પ્રવાસીઓ કરતાં મારી સાથે વધુ નિકટતાથી વાત કરવાનું ફાવ્યું હતું. એનો અમને બંનેને આનંદ હતો. આવા પ્રવાસમાં ગાઇડને પ્રતીકરૂપ આપેલી નાની સરખી ભેટ પણ ઘણું બધું કામ કરે છે. વળી અમારો રસનો વિષય પણ સમાન હતો. કિએવનો બે દિવસનો પ્રવાસ પૂરો થયો. હવે મોસ્કો માટે ટ્રેન પકડવાની હતી. ટ્રેન રાતના દોઢ વાગે હતી, પરંતુ હોટેલ ઉપર જમ્યા પછી બીજું કશું કામ ન હતું અને હોટેલનો ચાર્જ ન ચડે એટલે અમને કિએવના સ્ટેશને રાતના નવ વાગે લઈ આવવામાં આવ્યા. એક વિશાળ વેઇટિંગ રૂમમાં અમને બધાને બેસાડવામાં આવ્યા. હવે બધા પ્રવાસીઓને માત્ર ટ્રેનમાં બેસાડવાનું જ કામ ગાઇડો માટે બાકી રહ્યું હતું. એટલે અમારા બે ગાઇડમાંથી ઈડાની ફરજ પૂરી થતી હતી એટલે તે સ્ટેશન પર બધાંની વિદાય લઈ ચાલી ગઈ. હવે અમારી દેખરેખ રાખવા માટે ફક્ત વિક્ટર જ હતો. વિક્ટરે કહ્યું, “તમે બધા અહીં આરામ કરો. કોઈને પગ લાંબા કરવા હોય તો આરામખુરશી પણ છે. થોડીક ઊંઘ ખેંચી શકો છો. ટ્રેનનો ટાઇમ થશે એટલે હું તમને બધાને ઉઠાડીશ. એ માટે તમે નિશ્ચિત રહેજો. અમારા માટેના અલાયદા ખંડમાં હું થોડી વાર આરામ કરી લઉં છું.” એમ કહી વિક્ટર ચાલ્યો ગયો. અડધા કલાક પછી મારી પાસે આવીને એણે ફરી પાછો “ધીમા સાદે પ્રશ્ન કર્યો, “ડૉ. શાહ, તમે બધા મોસ્કો સ્ટેશને પહોંચી ત્યાંથી સીધા એરપૉર્ટ જવાના છો, ખરું ને ?' મેં કહ્યું, “હા, અગાઉ તમને કહ્યું હતું તે પ્રમાણે જ અમારો કાર્યક્રમ છે. એમાં ૧૪૬ ૪ પ્રવાસ-દર્શન Page #189 -------------------------------------------------------------------------- ________________ કોઈ ફેરફાર નથી.” પછી મેં વિક્ટરને પૂછ્યું, “તમે આ પ્રશ્ન મને પહેલાં બે વખત પૂછ્યો છે તો તેનું ખાસ કંઈ કારણ છે ?' વિક્ટરે કહ્યું, “એ હું તમને અત્યારે નહિ કહું.' એમ કહી વિક્ટર બાજુના ખંડમાં ચાલ્યો ગયો. | વિક્ટરના ગયા પછી હું વિચારે ચડ્યો. વિક્ટરને કશુંક કહેવું છે પણ એ તરત કહેવા ઇચ્છતો નથી તેમ દેખાય છે. અમારામાંના ઘણાખરા ઝોકાં ખાતાં હતાં. અડધા કલાક પછી વિકટરે વેઇટિંગ રૂમમાં ફરી રાઉન્ડ માર્યું. એણે જોયું કે બધા ઊંઘી ગયા છે. ફક્ત હું એકલો જાગતો બેઠો છું. એટલે તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “ડૉ. શાહ, તમને ઊંઘ નથી આવતી ?' મેં કહ્યું, “ના, મને આવી રીતે જાગવાની ટેવ છે, પણ મને એક પ્રશ્ન થાય છે કે તમે અમને, ખાસ કરીને મને એમ કેમ પૂછ્યા કર્યું છે કે સોવિયેટ યુનિયનમાં આ તમારો છેલ્લો દિવસ છે ?” વિક્ટરે ચારે બાજુ નજર ફેરવી. વેઇટિંગ રૂમમાં કોઈ રશિયન કે યુક્રેનિયન પ્રવાસી નથી અને ફરજ ઉપર બીજું કોઈ દેખાતું નથી એ જોઈ એણે મારા કાનમાં કહ્યું, “ડૉ. શાહ, તમારી સાથે આટલી આત્મીયતા થઈ ગઈ છે એટલે જ હું તમને કહું છું. આવું પૂછવાનું કારણ એ છે કે મારે તમારી સાથે થોડી ખાનગી વાત કરવી છે. અત્યાર સુધી ઈડા ફરજ ઉપર સાથે હતી એટલે હું કશું બોલ્યો નથી, પણ હવે એ ગઈ છે એટલે મારી અંગત વાત તમને કરી શકીશ.” મેં કહ્યું, “ભલે, તમે મારામાં જરૂર વિશ્વાસ રાખજો. તમારા દેશની સ્થિતિ હું જાણું છું. એટલે તમારી અંગત વાત તમે જરૂ૨ મને કહી શકો છો.' વિક્ટરે કહ્યું, “પણ એ અંગત વાત હું તમને અત્યારે નહિ કહું. હજુ ટ્રેન આવવાને બે કલાકની વાર છે. અહીં તો હવા પણ વાતને લઈ જાય છે. માટે જોખમ નથી ખેડવું. મારે તમને ખાનગી વાત કહેવી છે એટલું કહેવામાં પણ મારે માટે અહીં જોખમ ગણાય.” આટલું કહીને વિક્ટર પાછો પોતાના ખંડમાં ચાલ્યો ગયો. હું ફરી વિચારે ચડી ગયો. વિક્ટરને એવી તે શી વાત કરવી છે કે જે કરતાં તે આટલો ગભરાય છે. વળી મને પોતાને પણ ચિંતા થવા લાગી કે રખેને વિક્ટર એવી કોઈ વાત ન કરી બેસે કે જેના પરિણામે હું પણ એની સાથે ફસાકે. અલબત્ત, સોવિયેટ સરકાર પોતાના નાગરિકો સાથે જેટલી કડક છે તેટલી પરદેશીઓ સાથે નથી. તો પણ મારા મનની અંદર કુતર્ક ચાલવા લાગ્યા. વિક્ટરને જાસૂસીની દૃષ્ટિએ કોઈ વાત કરવાની હશે ? કે પછી વિક્ટર મારી પાસેથી કંઈ વાત કઢાવવા કોઈ નાટક તો કિએવનો ગાઇડ વિક્ટર * ૧૪૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ નહિ કરતો હોય ને ? એ જે હોય તે, મારે તો વિક્ટર જે કહે તે ફક્ત સાંભળી જ લેવું એમ મેં મનથી નક્કી કર્યું. રાતના દોઢ વાગવામાં દસેક મિનિટની વાર હતી. ટ્રેન આવવાની જાહેરાત થઈ. વિક્ટર અમારી પાસે આવી પહોંચ્યો. સામાન સાથે બધા પ્લેટફોર્મ પર પહોંચી ગયાં. મને થયું કે વિક્ટર હવે પોતાની અંગત ખાનગી વાત કરશે. હું તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતો રહ્યો. ટ્રેન પ્લેટફોર્મ પર આવી, પણ વિક્ટરે કશી વાત મને કરી નહિ. તે તો દરેકને પોતપોતાની કૅબિનમાં બેસાડવાની વ્યવસ્થામાં પડી ગયો. ટ્રેન દસેક મિનિટ ઊભી રહેવાની હતી. બધાં પોતપોતાની કેબિનમાં ગોઠવાઈ ગયાં. વિક્ટર પોતાની ફરજ બજાવવામાં મગ્ન બની ગયો. જાણે કે પેલી વાત જ ભૂલી ગયો ન હોય ! મને પણ મારી કેબિનમાં બેઠા પછી ચાલ્યું કે મારે પણ સામેથી વિક્ટરને પૂછવાની શી જરૂર ? જો તેને કહેવાની ઇચ્છા હશે તો કહેશે. પરંતુ બધા ગોઠવાઈ ગયા પછી દરેકની વિદાય લઈ વિક્ટર છેલ્લે મારી કૅબિનમાં આવ્યો. એણે કહ્યું, “ડૉ. શાહ, બસ તમારી વિદાય લેવા આવ્યો છું. આપણે ફરી ક્યારે મળીશું એ તો ખબર નથી. કદાચ જિંદગીમાં ફરી ન પણ મળીએ.” પછી વિક્ટર મને કેબિનમાંથી બહાર બોલાવી ગયો. ટૉઇલેટ પાસેની જગ્યામાં એક ખૂણામાં ઊભા રહીને ધીમે સાદે ફહ્યું, “મારે તમને જે અંગત વાત કરવાની છે તે આટલી છે. બે દિવસ તમે મને ખૂબ હસતો-હસાવતો જોયો છે. એટલે તમે એમ બોલેલા કે હું કેટલો સુખી છું. પરંતુ મારે ખાનગીમાં તમને એટલું જ કહેવું છે કે હું સુખી નથી. હું બહુ દુખી છું. મારે ઘર છે, પત્ની છે, બાળકો છે, પણ અમને અહીં વાણીસ્વાતંત્ર્ય નથી અને વિકાસની કોઈ તક નથી. તમે ઠેઠ ભારતથી સોવિયેટ યુનિયનમાં અમારા નગર સુધી આવી શકો છો, પરંતુ તમે માનશો, મારી ત્રીસ વર્ષની ઉમર થવા આવી છતાં મોસ્કો જવાની તક હજુ મને મળી નથી. મેં ઇનટૂરિસ્ટમાં ગાઇડ તરીકેની નોકરી સ્વેચ્છાએ સ્વીકારી લીધી છે કે જેથી સોવિયેટ યુનિયનમાં બીજા કોઈ પ્રદેશમાં મને ડ્યૂટી મળે તો એટલું તો જોવાની તક મળે, પરંતુ હજુ સુધી કિએવ છોડીને બીજે ક્યાંય મને ફરજ પર મૂકવામાં આવ્યો નથી. બસ, તમને જોઈને હું બહુ જ રાજી થયો છું, પણ હું અહીં બહુ દુખી છું એવી મેં તમને કહેલી વાત ખાનગી રાખજો. બીજા કોઈ અધિકારીને કરશો નહિ. તમે મોસ્કો પહોંચીને તરત સોવિયેટ યુનિયન છોડવાના છો અને મને તમારામાં વિશ્વાસ છે એટલે જ મેં હિંમત કરીને આટલી મારી વાત કરી છે. નહિ ૧૪૮ ૪ પ્રવાસ-દર્શન Page #191 -------------------------------------------------------------------------- ________________ તો હું એટલી વાત પણ કોઈને ન કહું.' આટલું કહેતાં કહેતાં તો વિક્ટરની આંખો ભીની થઈ ગઈ. હું પણ ભાવાર્દ્ર બની ગયો. ટ્રેન ઊપડવાની સીટી વાગી એટલે મારી સાથે હાથ મિલાવી વિક્ટર નીચે ઊતર્યો. હું દરવાજા પાસે ઊભો રહ્યો. ટ્રેન ચાલી. અમે બંને એકબીજા સામે જોતા છેવટ સુધી હાથ હલાવતા રહ્યા. હું મારી કૅબિનમાં જઈને સૂતો. પરંતુ આખી રાત મને ઊંઘ ન આવી. વિક્ટરના જ વિચાર આવતા રહ્યા. એક અતિશય સખત રાજશાસનની પદ્ધતિને કારણે એક તેજસ્વી યુવાનની કારકિર્દી કેટલી બધી રૂંધાઈ જાય છે તે નજરે જોવા મળ્યું. આટલાં વર્ષો થયાં છતાં વિક્ટરને ફરી મળવાનું થયું નથી. આ જિંદગીમાં વિક્ટર ફરી મળશે એવી કોઈ શક્યતા પણ નથી. પરંતુ પોતે દુ:ખી છે ફક્ત એટલું જ કહેવા માટે પણ એક નવયુવાનને કેટલી બધી હિંમત એકઠી કરવી પડી એ ઘટનાનું વિસ્મરણ ક્યારેય થશે નહિ. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) કિએવનો ગાઇડ વિક્ટર * ૧૪૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૧ યાસ્નાયા પોલિયાના (રશિયા) સોવિયેટ યુનિયનમાં મૉસ્કો કે લેનિનગ્રાડ સિવાયનાં શહેરોમાં અને ખાસ કરીને ગામડાઓમાં પ્રવાસ કરવો એ ખુદ ત્યાંના વતનીઓ માટે જો અઘરું છે, તો વિદેશીઓ માટે અઘરું કેમ ન હોય ? કોઈ એકલદોકલ વિદેશી પ્રવાસીને સમગ્ર સોવિયેટ યુનિયનમાં સ્વેચ્છાએ ફરવાનું અતિશય મુકેલ છે. એનું કારણ ત્યાંના કાયદાઓ, કડક બંદોબસ્ત, શંકાશીલ સરકારી માનસ અને વાહનોની સુવિધાની અલ્પતા છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં તેનો વીસા મળ્યા પછી કોઈ પણ રોકટોક વિના વિદેશી પ્રવાસી સ્વેચ્છાએ ગમે ત્યારે ગમે ત્યાં આખા દેશમાં ફરી શકે છે. પરંતુ સોવિયેટ યુનિયનમાં એમ નથી. ત્યાં દરેક શહેરનો જુદો વીસા મેળવવો પડે છે. જેટલાં સ્થળોનો વિસા હોય તેટલાં સ્થળે જ પ્રવાસી જઈ શકે છે. વીસા તમારે શા માટે જોઈએ છે તેનાં પૂરતાં કારણો દર્શાવીને તમે અરજી કરો તે પછી સત્તાવાળાઓને જો તે સંતોષકારક લાગે તો જ તમને વીસા મળે. ઑલિમ્પિક રમતગમતો જોવા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે સોવિયેટ સરકારે જોવા જેવાં કેટલાંક ઐતિહાસિક સ્થળોના પ્રવાસની યોજના જાહેર કરેલી. મોસ્કોમાં પહોંચીને મેં અને મારા ભાઈ પ્રમોદભાઈએ રમતગમતનું જોવાનું જતું કરીને પણ સુઝદલ-ગ્લાડિમિર અને તૉલ્સતોયના વતન યાસ્નાયા પોલિયાના માટે સોવિયેટ યુનિયનની એક માત્ર અધિકૃત ટૂરિસ્ટ કંપની “ઇન્દ્રરિસ્ટ'ની કચેરીમાં નામ નોંધાવી દીધાં અને તેના ખર્ચના ૧૫૦ % પ્રવાસ-દર્શન Page #193 -------------------------------------------------------------------------- ________________ રશિયન રૂબલ ભરી દીધા. પરંતુ મોસ્કોમાં આવેલા રમતગમતના શોખીન વિદેશીઓને પ્રવાસનાં ઇતર સ્થળોમાં રસ ક્યાંથી પડે ? પ્રવાસ માટે તપાસ કરનારાઓમાં અમે જ પ્રથમ હતા એવું એ વિભાગના અધિકારીની વાત પરથી જણાયું. અમે સુઝદલ અને પ્લાડિમિર જવાના દિવસે સવારે સાત વાગે તૈયાર થઈને, મોસ્કો યુનિવર્સિટીના મકાનમાં અમને આપેલા ઉતારે લૉન્જમાં જઈને બેઠા. પરંતુ નવ વાગે અમને કહેવામાં આવ્યું કે પ્રવાસીઓની પૂરતી સંખ્યા થઈ નથી માટે બસ ઊપડશે નહિ. નિરાશ થઈ અમે અગાઉના કાર્યક્રમ પ્રમાણે રમતગમતો જોવામાં દિવસ વિતાવ્યો. બીજે દિવસે સવારે અમારે તૉલ્સતોયની જન્મભૂમિ યાસ્નાયા પોલિયાના જવાનું હતું. ફરીથી પ્રવાસીઓની સંખ્યાનું બહાનું કાઢી ટૂર રદ કરવામાં ન આવે તો સારું એમ અમારાં મનમાં હતું. ટૂર માટે ઓછામાં ઓછા ચાર પ્રવાસીઓ જોઈએ એમ અમને કહેવામાં આવ્યું હતું. અમે ફક્ત બે જણે જ નામ નોંધાવ્યાં હતાં. એટલે અમે તરત બીજા બે ભારતીય પ્રવાસીઓને યાસ્નાયા પોલિયાના આવવા સમજાવ્યા. તેઓ સંમત થયા અને તેમણે પણ રૂબલ ભરી દીધા. સવારે સાત વાગે વહેલાં વહેલાં ચા-પાણી લઈને તૈયાર થઈને અમે લૉન્જમાં બેસી ગયા, પરંતુ તપાસ કરતાં અમને કહેવામાં આવ્યું કે યાસ્નાયા પોલિયાનાની ટૂર રદ કરવામાં આવી છે. ટૂરિસ્ટ કાઉન્ટર પર બેઠેલી યુવતી પાસે અમે ગયા અને પૂછ્યું, “ટૂર કેમ રદ કરવામાં આવી છે ?' ‘પૂરતા પ્રવાસી નથી એટલે.” ગઈ કાલે તમે કહ્યું હતું કે ટૂર માટે ઓછામાં ઓછા ચાર પ્રવાસી જોઈએ. આજે અમે ચાર પ્રવાસી તો થઈ ગયા જ છીએ.' હા, તે સાચું. પણ ચારમાંથી ફક્ત તમારા બેના યાસ્નાયા પોલિયાના માટેના વીસા આવી ગયા છે. પરંતુ બીજા બેના વીસા આવ્યા નથી, કારણ કે તેઓ બંનેની અરજી મોડી પડી છે.” મેં કહ્યું, “ગઈ કાલે તમે અમને નિરાશ કર્યા અને આજે પણ નિરાશ કરો છો. મને મહાત્મા તૉલ્સતોયની જન્મભૂમિ જોવાની ખૂબ ઉત્કંઠા છે. મારે માટે તે તીર્થયાત્રા સમાન છે. હું મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું અને લેખક છું. તૉલ્સતોયનું સાહિત્ય મેં વાંચ્યું છે. તમારા ઉપરીને સમજાવીને તમે અમારી ટૂર રદ ન થાય એવું કંઈ ન કરી શકો ?” થોડી આનાકાની પછી વડી કચેરીએ ફોન જોડાયો. રશિયન ભાષામાં શી વાત થાય છે તેની શી ખબર પડે ? પરંતુ ઘણી લાંબી વાત ચાલી. વાસ્નાયા પોલિયાના એક ૧૫૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ છેવટે યુવતીએ અમને વધામણી આપી : “તમારી ટૂર હવે રદ થતી નથી. યાસ્નાયા પોલિયાના તમને બેને મોકલવા માટે અમે બસની વ્યવસ્થા કરીએ છીએ. તમે બેસો થોડી વાર.” અમે થોડી વાર રાહ જોઈને બેઠા હોઈશું ત્યાં ઘેરા લાલ રંગનું શર્ટ અને બદામી રંગનું સ્કર્ટ પહેરેલી, “ઇન્દ્રરિસ્ટ'ના બિલ્લાવાળી એક ચબરાક યુવતી આવી પહોંચી. તે અમારી તપાસ કરતી હતી. અમે તરત એને મળ્યા. એનું નામ અન્ના હતું. મેં કહ્યું, “તૉલ્સતૉયની જન્મભૂમિ જોવા જઈએ છીએ અને તમારું નામ અન્ના છે, એ પણ એક શુભ સંકેત છે. તૉલ્સતોયની અન્ના કેરેનિના નામની નવલકથા છે. કેટલાક ANNAનો ઉચ્ચાર “આના” કરે છે, તો કેટલાક “આન્ના' કે “અન્ના” કે “એના' કરે છે. તમે શો કરો છો ?” અન્ના; કેમ પૂછવું પડ્યું ?' - “અમારા ભારતમાં કેટલાક રશિયન શબ્દોના ઉચ્ચાર ઇંગ્લિશ ભાષા પ્રમાણે અમે કરીએ છીએ; એટલે મૂળ રશિયન ઉચ્ચાર જાણવા હું ઉત્સુક અન્નાને આનંદ થયો. તે ઇંગ્લિશ અને રશિયન બંને ભાષા સરસ બોલતી હતી અને બંનેના લેખન-ઉચ્ચારણના ભેદ પણ જાણતી હતી. અન્નાએ કહ્યું, “આપણે પાંચ મિનિટમાં જ બહાર જઈએ છીએ. આપણા માટે બસ બહાર આવી ગઈ છે.' “ફક્ત બે પ્રવાસીઓ માટે તમારે આખી બસ દોડાવવી પડે છે તે માટે અમે દિલગીર છીએ.” મેં ઔપચારિક વિવેક કર્યો. “તેનો કશો વાંધો નહિ. અમારી ઑફિસ તેવો વિચાર નથી કરતી. બલ્ક, હજારો વિદેશી પ્રવાસીઓમાંથી તૉલ્સતોયના વતનમાં રસ લેવાવાળા તમે બે પ્રવાસીઓ નીકળ્યા, તે અમારે માટે આનંદની વાત છે.” અમે યુનિવર્સિટીના કમ્પાઉન્ડના દરવાજાની બહાર નીકળ્યા, પણ ત્યાં અમારી બસ નહોતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અમારા માટે આવેલી બસ પાછી ચાલી ગઈ છે. અન્નાને નવાઈ લાગી. શું થયું તે સમજ ન પડી. અમને ઊભા રાખી અન્ના પાછી ઑફિસમાં તપાસ કરવા દોડી. થોડી વારે પાછી આવી અને અમને કહ્યું, “આપણે કુલ ત્રણ જ જણ જવાના છીએ; માટે હવે બસ લેવાની જરૂર નથી. આપણે માટે કાર મોકલવામાં આવે છે.” થોડી વારમાં વૉલ્ગા બ્રાન્ડની મોટી કાળી ઍરકન્ડિશન્ડ લિમોઝિન ૧૫ર જ પ્રવાસ-દર્શન Page #195 -------------------------------------------------------------------------- ________________ ગાડી આવી પહોંચી. અમે તેમા બેઠાં. જાણે વી.આઈ.પી.ની જેમ અમારો પ્રવાસ ગોઠવાયો હોય તેવું લાગ્યું. મૉસ્કો શહેર છોડી અમારી ગાડી ધોરી રસ્તા ઉપર ચાલવા લાગી. રશિયન ધોરી રસ્તા બહુ સારા નથી, કારણ કે તેનો વપરાશ ઘણો ઓછો છે. ભારતના કેટલાક રસ્તાઓ રશિયાના રસ્તા કરતાં ઘણા ચઢિયાતા લાગે. રસ્તામાં મોટરકાર ભાગ્યે જ જોવા મળે. કોઈ વખત ટ્રકો ફરતી દેખાય. પરંતુ તેમાં પણ અમેરિકામાં જોવા મળે તેવી મોટી સ્વચ્છ અને નવા જેવી ચકચકિત નહિ. જૂની, કદરૂપી અને ક્યારેક ગંદી પણ લાગે. અમેરિકામાં જૂની વસ્તુઓ જલદી કાઢી નખાય છે. ઉપયોગમાં લઈ શકાય ત્યાં સુધી જૂની વસ્તુઓ ફેંકી દેવાની પદ્ધતિ સોવિયેટ યુનિયનમાં નથી. રશિયાના ધોરી માર્ગો ટ્રાફિકથી ધમધમતા નથી. શાંત અને મનોહર લાગે છે. રસ્તાની બંને બાજુએ ઊંચાં ઊંચાં લીલાંછમ વૃક્ષો ઊગેલાં છે. એ વૃક્ષોમાં સીધાં, શ્વેતવર્ણા થડવાળાં અને અસાધારણ ઊંચાં ખર્ચ વૃક્ષોનું પ્રમાણ ઘણું છે. રસ્તે નાનાં ગામડાંઓ આવે. રસ્તામાં માથે ટોપલા કે પોટલાં મૂકી પગે ચાલનાર વટેમાર્ગુઓ પણ જોવા મળે છે, કારણ કે રશિયામાં ગામડાંઓ વચ્ચે બસ-વ્યવહાર ઘણો ઓછો છે. યાસ્નાયા પોલિયાના સુધીનું અંતર લગભગ બસો કિલોમીટર જેટલું છે. પરંતુ અમારી ગાડી વચ્ચે વચ્ચે ઊભી રહેતી, કારણ કે અમારો ડ્રાઇવર આ રસ્તે પહેલી વાર આવતો હતો. જ્યાં બે રસ્તા પડે ત્યાં એને પૂછવું પડતું. વળી ચેકિંગ આવે ત્યાં પ્રાઇવર અને ગાઇડનાં ઓળખપત્રો તપાસાતાં, ગાડી લઈ જવાની પરવાનગી તપાસાતી અને અમારા પાસપૉર્ટ તથા વિસા તપાસતા. એ તપાસવામાં જરા પણ રઘવાટ દેખાતો નહિ. ટ્રાફિક અટકી જવાની કોઈ બીક નહોતી, કારણ કે ટ્રાફિક જ નહોતો. વસ્તુત: કંઈ ભૂલચૂક ન થઈ જાય તેની ફરજ પરના માણસોને બીક વધુ રહેતી. રસ્તામાં ચેખોવ અને તુલા નામનાં નગરો વટાવી અમે યાસ્નાયા પોલિયાના પહોંચ્યાં. આ નાનકડા, શાંત, રમણીય ગામને પાદરે અમારી ગાડી પહોંચી કે તરત જ અમારા વિસા તપાસાયા. હવે અન્નાની ફરજ અહીં પૂરી થઈ. ગામના પાદરેથી લુડમિલા નામની સ્થાનિક યુવતી અમારી ગાઇડ તરીકે અમને દોરી ગઈ. લુડમિલા સ્થાનિક સ્કૂલમાં શિક્ષિકા છે. ઇંગ્લિશ અને બીજા વિષયો ભણાવે છે. તે અંગ્રેજી સરસ બોલે છે. તૉલ્સતોયના પિતા રશિયાના ઝાર રાજાના સમયમાં મોટા ઉમરાવ હતા. તેમણે વસાવેલી જાગીર તે આ યાસ્નાયા પોલિયાના. તૉલ્સતોયને યાસ્નાયા પોલિયાના ૪ ૧૫૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ તે વારસામાં મળેલી. અહીં તૉલ્સતોયનો જન્મ થયેલો અને મૃત્યુ પછી એમના દેહને અહીં જ દફનાવવામાં આવ્યો હતો. પોતાના વ્યાસી વર્ષના આયુષ્યમાંથી તૉલ્સતોયે વીસ વર્ષ મૉસ્કોમાં અને બાકીનાં વર્ષ યાસ્નાયા પોલિયાનામાં વિતાવ્યાં હતાં. તૉલ્સતોય ગર્ભશ્રીમંત હતા. પરંતુ મોસ્કોમાં વસતીગણતરીનું કામ કરતી વખતે ગરીબ લોકોના, કંપારી છૂટે એવા વિસ્તારોની લીધેલી મુલાકાતથી તેમની જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ હતી. તેમનામાં માનવતા પ્રગટી હતી. તેઓ સાદું અને નિરાડંબરી જીવન જીવવા ઇચ્છતા હતા. પરંતુ એ બાબતમાં તેમની પત્ની સોફિયાનો સહકાર ન હતો. સોફિયાને ઉમરાવનું મોજશોખભર્યું જીવન બહુ ગમતું. પરિણામે પતિપત્ની વચ્ચે વારંવાર સંઘર્ષ થતો. જ્યારે શ્રીમંત ઘરમાં પોતાની શોખીન પત્ની સાથે રહેવાનું અસહ્ય થઈ પડ્યું ત્યારે એક દિવસ તૉલ્સતોય રાતને વખતે ચૂપચાપ ઘર છોડીને ચાલ્યા ગયા. તેમને ન્યૂમોનિયા થયો હતો. પાસેના એક રેલવે-સ્ટેશન પર તેમનું અવસાન થયું. તેમના દેહને યાસ્નાયા પોલિયાના લાવવામાં આવ્યો અને તેમની ભાવના અનુસાર સાદાઈથી દફનાવવામાં આવ્યો. લુડમિલા અમને તૉલ્સતોયના મકાનમાં લઈ ગઈ. આ મકાન હવે તૉલ્સતોયની સ્મૃતિમાં સંગ્રહસ્થાન તરીકે વપરાય છે. મકાનમાં દાખલ થતાં પહેલાં અમને બૂટની નીચે પહેરવા માટે દોરીવાળા રબ્બરના સ્લિપર આપવામાં આવ્યાં, જેથી મકાનની ફરસ ખરાબ ન થાય. સૌપ્રથમ ઉપરના માળે ગયાં. ઉપર દાખલ થતાં જ દીવાલ ઉપર લોલકવાળું મોટું ઘડિયાળ દેખાયું. તૉલ્સતોયના વખતનું આ ઘડિયાળ આજે પણ નિયમિત સમય બતાવે છે. એક વિશાળ ખંડમાં તૉલ્સતોયનું પુસ્તકાલય છે. દુનિયાની પંચાવન જેટલી ભાષાનાં એમાં પુસ્તકો છે. તૉલ્સતોયનો વાંચનશોખ કેટલો વિશાળ હતો તે આ પુસ્તકો પરથી પ્રતીત થાય છે. તૉલ્સતોયના અભ્યાસખંડમાં લખવા માટેનું તેમનું ટેબલ ખાસ માપ પ્રમાણે બનાવેલું હતું. ટેબલ આપણને નીચું લાગે, પરંતુ તૉલ્સતોયની ઊંચાઈ, લખવાની એમની ઢબ અને ચશ્માં વગર વાંચવાની પડી ગયેલી ટેવને લક્ષમાં રાખીને તે ખાસ બનાવ્યું હતું. એક ખંડમાં તૉલ્સતોયનો શુકનવંતો મનાતો સોફા હતો. ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ, કપડાં સીવવાનો સંચો તથા ટાઈપરાઈટર અને બીજી ચીજવસ્તુઓ, કુટુંબના સભ્યોના જુદા જુદા ફોટા અને તૈલચિત્રો વગેરે સાચવીને જુદા જુદા ખંડમાં રાખવામાં આવ્યાં હતાં. એક જાજ્વલ્યમાન યુવતીનો ફોટો બતાવીને ગાઇડે કહ્યું, “આ તૉલ્સતોયની સાળીનો ફોટો ૧૫૪ પ્રવાસ-દર્શન Page #197 -------------------------------------------------------------------------- ________________ છે. ‘વૉર ઍન્ડ પીસ' નવલકથામાં નતાશાનું પાત્ર તૉલ્સતૉયે એમની આ સાળી ઉપરથી દોર્યું છે.” છેલ્લે અમને એક ઓરડામાં લઈ જવામાં આવ્યાં. મકાનને છેડે આવેલો આ તે ઓરડો કે જ્યાંથી તૉલ્સતાંય મોડી રાતે પોતાની પુત્રી એલેકઝાન્ડ્રિયા અને એક ડૉક્ટર મિત્રની સાથે બ્યાસી વર્ષની ઉંમરે અસ્વસ્થ તબિયત છતાં ચૂપચાપ ઘર છોડીને ચાલી નીકળ્યા હતા. તૉલ્સતૉયની પત્ની સોફિયાને એ વાતની ખબર ન હતી. સોફિયા ત્યારે પોતાના ખંડમાં જાગતી હતી. દીવાના અજવાળે તૉલ્સતૉયના લખાણની તે નકલ કરતી હતી. તૉલ્સતોંયના કુટુંબનાં સભ્યો શ્રીમંતાઈ છોડી સાદાઈનું જીવન જીવવા ઇચ્છતાં ન હતાં, પરંતુ તૉલ્સતાંયે પોતે તો ખેડૂત અને શ્રમજીવીનું સાદગીભર્યું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. પોતાનું બધું કામ નોકરચાકર પાસે ન કરાવતાં પોતે હાથે કરતાં. એ કરવા માટે પોતે જે સાધનો અને ઓજારો વાપરતાં તે તથા તેમનાં સાદાં વસ્ત્રો આ છેલ્લા ખંડમાં રાખવામાં આવ્યાં છે. ઘરની બહાર એક વૃક્ષનું ઠૂંઠું અમને બતાવવામાં આવ્યું. ગાઇડે કહ્યું, ‘અહીં કેટલાક નિર્ધન ખેડૂતો મદદ માટે તૉલ્સતૉય પાસે આવતા. તેઓ જ્યારે આવે ત્યારે આ ઝાડ ઉપર લટકાવેલો ઘંટ વગાડતા એટલે તૉલ્સતૉય બહાર આવી પૂછપરછ કરી તેમને પૈસા વગેરેની મદદ કરતા. ઝારના સમયમાં ચીંથરેહાલ દશામાં જીવતા ખેડૂતોને જોઈ તૉલ્સતૉયની આંખોમાંથી ઘણી વાર આંસુ સરતાં. ઘરથી એકાદ ફર્લીંગ છેટે, તૉલ્સતૉયની જાગીરની જમીનમાં જ એક સાવ નાનકડા ઝરણાને કાંઠે તૉલ્સતૉયની કબરનાં અમે દર્શન કર્યાં. એ કબર પાકી ચણેલી નહોતી. દફનાવ્યા પછી ઉપર માટીનો ઢગલો જે રીતે કરાય તે રીતે કાંકરિયાળી માટીની બનાવેલી સાદી લંબચોરસ એ કબર હતી. એના ઉપર તાજાં ફૂલ ચઢાવેલાં હતાં. અમે પણ પાસેની ટોપલીમાંથી લઈ કબર ઉપર થોડાંક ફૂલ ચઢાવ્યાં. પછી નીચે બેસી મસ્તક નમાવી કબરને પ્રણામ કર્યા. તૉલ્સતૉયના જીવનના અંતિમ દિવસોની વેદનાની જે વાતો થોડી વાર પહેલાં ગાઈડે વિગતે કહી તેનું દૃશ્ય નજ૨ સામે તરવરતું હતું તેથી કબરને પ્રણામ કરતાં જ મારી આંખમાંથી થોડાં અશ્રુબિંદુ સરી પડ્યાં. તૉલ્સતૉયની જાગીરની મુલાકાત લઈ અમે પાછાં ફર્યાં. લુડમિલાએ યાસ્નાયા પોલિયાના ૪ ૧૫૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ અમારી ગાઇડ અન્નાને હવાલે અમને કર્યા. ભોજનનો સમય થઈ ગયો હતો એટલે અન્ના અમને મુકરર કરેલા રેસ્ટોરાંમાં ભોજન માટે લઈ ગઈ. અન્નાએ અમારે માટે શુદ્ધ શાકાહારી વાનગીઓની વરદી પહેલેથી આપેલી હતી. પાંઉ, ભાત, બાફેલાં શાકભાજી, કચુંબર, દૂધ, કૉફી વગેરે તો હતાં જ, પણ અમારે માટે ખાસ જે સૂપ બનાવવામાં આવ્યો હતો તે આ પ્રદેશની વિશિષ્ટ વાનગી હતી. “આક્રોશસ્કા' નામનો આ સૂપ ગરમ નહિ પણ ઠંડો હતો. તેમાં કાકડી, ટમેટાં વગેરે સુધારીને નાખેલાં હતાં અને તેમાં જલજીરા અને મધના શરબત જેવું, પણ થોડુંક ખટમીઠું પ્રવાહી હતું. - ભોજન લઈ અમે ગાડીમાં બેઠાં. આખે રસ્તે રશિયાના લોકજીવન વિશે અન્ના સાથે કેટલીક નિખાલસ વાતો થઈ. અલબત્ત સ્ટેલિન, કુચ્ચેવ, પાસ્તરનાક, સોલ્જનિનિ, સ્ટેલિનગ્રાડ વગેરે વિશે વાત કરવાનો અન્નાએ હસતે મુખે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. સોવિયેટ યુનિયન વિશેના આપણા કેટલાક ખયાલો ખોટા અને બીજા દેશોના પ્રચારને લીધે કેવા ભ્રમવાળા હોય છે તે અન્ના સાથે થયેલી વિવિધ પ્રશ્નોની ચર્ચા દ્વારા જાણવા મળ્યું... અમારો ડ્રાઇવર એ કોઈ બસના સામાન્ય ડ્રાઇવર જેવો ન હતો. તે ઊંચી પાયરીનો માણસ હતો. દિલ્હીમાં સોવિયેટ યુનિયનની ઍમ્બસીમાં રશિયન એલચીના ડ્રાઇવર તરીકે તેણે કામ કર્યું હતું. એવી કામગીરી બહુ જ જવાબદાર વ્યક્તિને સોંપાય છે. ડ્રાઇવર પોતાના એલચી સાથે ભારતમાં ઘણે સ્થળે ફરેલો હતો. એ થોડાક હિંદી શબ્દો જાણતો હતો. અમારી વાતોમાં તે રસ લેતો હતો. અન્ના અમારી વાતોનું રશિયનમાં ભાષાંતર કરીને તેને કહેતી અને તે જે કહે તેનું ભાષાંતર કરીને અમને અંગ્રેજીમાં કહેતી. એણે રશિયા વિશે અમારો અભિપ્રાય પૂછુયો. “અમે કેટલીક બાબતોની પ્રશંસા કરી અને કેટલીકની ટીકા પણ કરી. પછી ભારત વિશે અમે એનો અભિપ્રાય પૂછયો. તે કહે કે ભારતમાં અજાણ્યા માણસોને વેપારીઓ છેતરી લે છે તે એને ગમતું નથી. પોતાનો અનુભવ ટાંકતાં એણે કહ્યું કે પોતાની મોટરનો એક નાનો સ્પેરપાર્ટ વારંવાર બગડી જતો. એ સ્પેરપાર્ટ માટે દિલ્હીની એક મોટી અને જાણીતી દુકાને તે જતો હતો. એ માટે તે અઢીસો રૂપિયા ચૂકવતો. દુકાનદાર તેને બહુ આદરથી બોલાવતો અને ચા-પાણી પિવડાવતો. પરંતુ પાછળથી ખબર પડી કે આઠ રૂપિયાની વસ્તુ માટે દુકાનદાર અઢીસો રૂપિયા પડાવતો હતો. એ ઘણી મોટી છેતરપિંડી કરતો હતો તેની ખબર પડતાં ભારત માટે તેનું માન ઓછું થયું હતું. ૧૫૭ ૪ પ્રવાસ-દર્શન Page #199 -------------------------------------------------------------------------- ________________ ભારતનું આવું વરવું ચિત્ર એક વિદેશીના મનમાં કાયમને માટે અંકિત થયેલું જોઈને અમે ગ્લાનિ અનુભવી. પ્રવાસ પૂરો થતાં અન્ના અને ડ્રાઇવરને અમે રશિયન ભાષામાં ‘સ્પાસિબા' (‘આભાર') અને ‘દાસ્વિદેનિયા' (‘આવજો') કહ્યું. બંનેએ અમારી વિદાય લીધી. તે સમયે અમે એમને બંનેને પાંચ પાંચ રૂબલની બક્ષિસ આપી, પણ તેનો અસ્વીકાર કરતાં તેઓ બંનેએ કહ્યું, “અમે અમારું કર્તવ્ય બજાવ્યું છે. અમારે ત્યાં બક્ષિસની પ્રથા નથી; ક્ષમા કરજો. અમારી કામગીરીથી તમને સંતોષ થયો છે એમ તમારી વાતચીત પરથી સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં પાછળથી પણ તમને અમારી કંઈ ભૂલચૂક કે ત્રુટિ જણાય તો તે માટે અમે અગાઉથી ક્ષમા માગી લઈએ છીએ.” (પાસપોર્ટની પાંખે-૧) L યાસ્નાયા પોલિયાના * ૧૫૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૨ માઉન્ટ આબુન (રશિયા) અમે જ્યારે સોવિયેટ યુનિયનના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે ટ્રાવેલ કંપનીના સ્ટાફના સભ્યે અમારી પ્રવાસી-ગ્રુપની મિટિંગમાં કહ્યું, ‘મારે તમને એક ખુશખબર આપવાના છે. સોવિયેટ યુનિયનની ‘ઇનટૂરિસ્ટ’ કંપનીએ તમારા પ્રવાસમાં એક વધારાનું સ્થળ ઉમેરી આપ્યું છે. એનું નામ છે માઉન્ટ આખુન. એ માટે તમારે કોઈ વધારાની ૨કમ આપવાની નથી.’ માઉન્ટ આબુન (અન્ય ઉચ્ચાર પ્રમાણે આહુન) નામનું સ્થળ દુનિયામાં ક્યાં આવ્યું એની ત્યારે અમને કશી જ ખબર નહોતી. એ નામ પણ પહેલી વાર અમે સાંભળ્યું, પરંતુ દુનિયાના કોઈ અજાણ્યા ખૂણામાં આવેલું એક અજાણ્યું સ્થળ જિંદગીમાં જોવા મળશે એ વાતનો અમને બહુ આનંદ થયો. નકશામાં અમને બતાવવામાં આવ્યું કે સોવિયેટ યુનિયનમાં, રશિયામાં નૈઋત્ય દિશાના છેડે, કાળા સમુદ્ર (Black Sea)ના કિનારે આવેલા સોચી નામના નગરથી વીસેક માઇલ દૂર આખુન પર્વત આવેલો છે. નહિ ધારેલા, નહિ કલ્પેલા, નહિ જાણેલા એવા કોઈ સ્થળે અજાણતાં જવાના સંજોગો ઊભા થાય એમાં પણ કોઈ સંકેત રહ્યો હશે ! મેં મારા પ્રવાસી મિત્રોને કહ્યું કે જે સ્થળે જે સમયે જે વ્યક્તિને જવાનું નિર્માયું હોય ત્યાં ગયા વગર એનો છૂટકો નથી. ક્યારેક હોંશથી જવાનું થાય છે, તો ક્યારેક લાચાર બનીને કે દુ:ખી થવા માટે જવું પડે છે. ક્યારેક કોઈક ઊંચકીને ત્યાં લઈ જાય છે. આવી રીતે જે જળ કે સ્થળનો સ્પર્શ ૧૫૮ * પ્રવાસ-દર્શન Page #201 -------------------------------------------------------------------------- ________________ થવાનો હોય તેને જૈન ધર્મમાં ‘ક્ષેત્રસ્પર્શના' કહેવામાં આવે છે. મારા એક મિત્રે કહ્યું, ‘આપણા બધાની માઉન્ટ આબુનની ક્ષેત્રસ્પર્શના હશે જ, નહિ તો એ સ્થળ આમ સામેથી ઉમેરાય કેવી રીતે ?' સોવિયેટ યુનિયનમાં કેટલાંક સ્થળોનો પ્રવાસ કરી અમે બે દિવસની સફર માટે સોચીના ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે સ્થાનિક ગાઇડ યુવતી અમને આવકારવા માટે આવી પહોંચી હતી. એનું નામ હતું લિયોના. અમે બસમાં ગોઠવાયા. લિયોનાએ સોચીનો પરિચય આપતાં કહ્યું, ‘સમગ્ર સોવિયેટ યુનિયનમાં હવા ખાવાના સર્વશ્રેષ્ઠ સ્થળ તરીકે સોચીની ગણના થાય છે. બહુ જૂના વખતમાં અહીં ઉબેચી જાતિના લોકો વસતા હતા. તેઓ માટે ‘સોચી' શબ્દ પણ વપરાતો હતો. એટલે વખત જતાં આ જગ્યાનું નામ ‘સોચી' પડી ગયું.' સોચી કોકેસસ પર્વતની તળેટીમાં અને કાળા સમુદ્રના કિનારે આવેલું ઐતિહાસિક સ્થળ છે. અહીં ‘નાવાજિનસ્કોર્ય' નામનો કિલ્લો છે. એની સ્થાપના ઈ.સ. ૧૮૯૬માં થયેલી. સોવિયેટ યુનિયનની રચના પછી ૧૯૩૦થી ૧૯૫૦ના ગાળામાં સોચીનો ઘણો વિકાસ થયો. અહીં ચાના બગીચા છે; તમાકુનાં ખેતરો છે અને ફળની વાડીઓ છે. અહીં ગરમ પાણીના ઝરા છે. પર્વતમાંથી વહેતાં ઝરણાંઓનું અહીંનું ક્ષારવાળું પાણી બિયત માટે સારું ગણાય છે. એટલે જ અહીં હવાફેર અને આરોગ્ય માટે ઘણાં સૅનેટોરિયમ છે. અહીં તડકો ઠીક ઠીક પડે છે. એટલે આ વિસ્તારની હવા પણ આરોગ્ય માટે વખણાય છે. સોચીની વસ્તી સાડા ત્રણ લાખની છે. પણ અહીં ઉનાળાના દિવસોમાં સમગ્ર સોવિયેટ યુનિયનમાંથી રોજેરોજ હજારો પ્રવાસીઓ આવે છે. જેઓને ડૉક્ટરે ભલામણ લખી આપી હોય તેઓ આવી શકે છે. અહીં હારબંધ ઘણાં બધાં જબરજસ્ત મોટાં મોટાં સૅનેટોરિયમ છે. દર્દીઓને સામાન્ય રીતે વધુમાં વધુ એક મહિનો રહેવા દેવામાં આવે છે. દરેક પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ ઉપરાંત પોતાના ટ્રેડયુનિયનની ચિઠ્ઠી હોવી જરૂરી છે. બધા તારીખ પ્રમાણે આવે અને તારીખ પ્રમાણે જાય. અહીં બધું જ વ્યવસ્થિત હોય છે. ઉનાળામાં અમુક વખતે જ્યારે સૌથી વધુ લોકો હવાફેર માટે આવ્યા હોય ત્યારે સોચીની વસ્તી વધીને વીસ લાખે પહોંચી જાય છે. બહારગામના પ્રવાસીઓની બસોની આવન-જાવન ત્યારે આખો દિવસ સતત ચાલ્યા કરે. અમારી હોટેલ શહે૨ના એક છેડે હતી. હોટેલમાં જઈ સામાન મૂકી, માઉન્ટ આબુન * ૧૫૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ લંચ લઈ, થોડો આરામ કરી અમે બસમાં ફરવા નીકળ્યા. લિયોન બધું સમજાવતી હતી. અમને “દાગોમી' નામના ચાના બગીચામાં લઈ જવામાં આવ્યા. ત્યાર પછી અમને “રિવિયેરા' નામના સૌથી મોટા ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યાં. સાંજે અમે હોટેલ પર પાછા ફર્યા ત્યારે લિયોનાએ કહ્યું, “હવે આવતી કાલનો દિવસ તમારે સ્વેચ્છાએ ફરવા માટેનો છે.” પણ કાર્યક્રમ પ્રમાણે તો કાલે માઉન્ટ આબુન જવાનું છે ને !' અમારામાંના કેટલાક બોલી ઊઠ્યા. ઓહ ! તમને સંદેશો મળ્યો નથી ?' લિયોનાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં ઉમેર્યું, “માફ કરજો, માઉન્ટ આખુનનો કાર્યક્રમ બંધ રહ્યો છે. ત્યાંનો રસ્તો બહુ ખરાબ છે. થોડા દિવસ પહેલાં જ સરકારે ત્યાં કોઈ પણ બસને જવાની મનાઈ ફરમાવી છે. ત્યાં જવું સલાહભર્યું નથી. સોચીમાં આસપાસ ફરવાનાં ઘણાં સ્થળ છે. તમે સમુદ્રકિનારે જઈ શકો; સ્ટોરમાં જઈ ખરીદી કરી શકો; તમારી હોટેલમાં પણ પાછળ રમણીય ઝાડી છે ત્યાં ફરી શકો. દૂર જવું હોય તો થિયેટરમાં બેલે જોવા પણ જઈ શકો. એટલું યાદ રાખજો કે અહીં રસ્તામાં અધવચ્ચે ટૅક્સી મળતી નથી. હોટેલવાળા ફોન કરીને ટૅક્સી બોલાવી આપશે. અહીં ટૅક્સી ઓછી છે એટલે કેટલીક વાર ટૅક્સીવાળા ઇંગ્લિશ પૂરું સમજતા નથી અને મરજી મુજબ રકમ માગે છે. બને ત્યાં સુધી જવા-આવવાનું સાથે ઠરાવજો, નહિ તો પગે ચાલતાં પાછા ફરવું પડશે.' માઉન્ટ આબુન નહિ જવા મળે એ જાણીને બધા નિરાશ થઈ ગયા. મારા એક મિત્રે કહ્યું, “૨મણભાઈ, તમે કહેતા હતા કે બધાની ક્ષેત્રસ્પર્શના હશે માટે પ્રવાસમાં આખુન ઉમેરાયું છે. પણ હવે આપણી ક્ષેત્રસ્પર્શના લાગતી નથી. માત્ર નામસ્પર્શના હશે. કારણ કે વગર જિજ્ઞાસાએ આખુનનું નામ આપણને નિરાશ થવા માટે જાણવા મળ્યું.' મેં કહ્યું, “હા, સાચી વાત છે, નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે, “જેહના ભાગ્યમાં જે સમે જે તે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.” હજુ સૂર્યાસ્ત થવાને ઠીક ઠીક વાર હતી એટલે અમે રૂમ પર જઈ, હાથ-મોઢું ધોઈ, ચા-પાણી લઈ ફરવા માટે નીચે ઊતર્યા. અમારી હોટેલ સમુદ્રકિનારે હતી, પરંતુ સમુદ્રની સપાટીથી લગભગ પાંચસો ફૂટ ઊંચી હતી. હોટેલનો પાછળનો ભાગ સમુદ્ર તરફ હતો. ૧૬૦ એક પ્રવાસ-દર્શન Page #203 -------------------------------------------------------------------------- ________________ પાછળના દરવાજેથી એ બાજુ નીચે જવા માટે પગથી હતી. સમુદ્રકિનારાના વિસ્તારમાં બેઠા ઘાટનાં, માળ વગરનાં નાનાં નાનાં ઘરો હતાં. એની વચ્ચેની શેરીમાંથી સમુદ્રકિનારે પહોંચાતું હતું. ઘરોમાં રહેતા લોકો સાધારણ સ્થિતિના લાગ્યા. કોઈક ફેરિયા ફળ વેચવા બેઠા હતા. નાનાં નાનાં છોકરાંઓ શેરીમાં રમતાં હતાં. સોવિયેટ રશિયામાં સામ્યવાદને લીધે તમામ લોકોને અન્ન, વસ્ત્ર અને રહેઠાણ મળે, પણ કેટલાક વિસ્તારોમાં ઊજળાપણું ન દેખાય. એની પ્રતીતિ આ ઘરો જોઈને અમને થઈ. સોચીમાં કાળા સમુદ્રના કિનારે રેતીનો પટ નથી. ખડકોને અડીને પાણી છે. પાણી સાવ કાળું નહિ પણ કાળાશ પડતા ઘેરા ભૂરા રંગનું હતું. બીજા સમુદ્રનાં પાણીના રંગની અપેક્ષાએ એને ‘બ્લૅક સી’ કહી શકાય, નહિ તો એને માટે ‘ડાર્ક બ્લ્યૂ' શબ્દ જ વધુ યોગ્ય ગણાય. પાણી ઊંડું હતું. સમુદ્રમાં કોઈ તરવા પડ્યું નહોતું. એટલે અમારે માટે અજાણ્યા પાણીમાં તરવા પડવામાં સાહસ હતું. અમે માત્ર પાળી પર બેસી પાણીમાં પગ પલાળ્યા. સમય થતાં હોટેલ પર પાછા ફરી ભોજન લઈ અમે સૂઈ ગયા. બીજે દિવસે સવારે ચા-નાસ્તો કરી સૌ પોતપોતાના જૂથમાં ફરવી નીકળી પડ્યા. આસપાસ બહાર લટાર મારી અમે પાછા હોટેલમાં આવ્યા. માઉન્ટ આબુન જવાનું નહોતું એટલે અમારે માત્ર સમય પસાર કરવાનો હતો. અમારા એક અનુભવી મિત્રને બધાની સાથે વાત કરવાનું બહુ ગમે. હોટેલના સ્ટાફના સભ્યોમાંથી જેમને ઇંગ્લિશ ભાષા આવડતી હતી તેમની સાથે વાત કરીને તેમણે પાકું કરી લીધું કે આખુન પર્વત પર કોઈ બસ જતી નથી. ફરવાના અન્ય સ્થળોની માહિતી પણ તેમણે મેળવી લીધી. અમે પાંચ મિત્રોએ એક સ્ટોરમાં જવાનું નક્કી કર્યું. એ માટે કંઈ મોટુંવહેલું થતું નહોતું. એટલે ટૅક્સી બોલાવવા માટેની વધારાની ૨કમ આપવા કરતાં કોઈ ટૅક્સી ખાલી થતી હોય તો તે લેવા અમે દરવાજા બહાર ઊભા રહ્યા. કેટલીક વાર પછી એક ટૅક્સી આવી. અમે તેની સાથે નક્કી કરવા ગયા. વાતમાં ને વાતમાં અમે કહ્યું, ‘અમારે જવાનું હતું તો માઉન્ટ આખુન, પણ ત્યાંનો રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે એટલે અમારું ત્યાં જવાનું બંધ રહ્યું છે.' ‘કોણે કહ્યું કે રસ્તો ખરાબ થઈ ગયો છે ?' ટૅક્સી ડ્રાઇવરે સામો પ્રશ્ન કર્યો. માઉન્ટ આબુન * ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ અમારી ગાઈડે કહ્યું, “વળી હોટેલના સ્ટાફે પણ કહ્યું કે માઉન્ટ આબુન કોઈ બસ જતી નથી. કારણ કે રસ્તો ખરાબ અને જોખમી છે. “હા, એ વાત સાચી છે કે રસ્તો જોખમી છે. એ રસ્તે હમણાં બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે; પણ ટૅક્સી ત્યાં જઈ શકે છે.' અમે તરત નિર્ણય લઈ લીધો કે આખુન જવાતું હોય તો જવું જ છે. ટૅક્સીના ભાવ ઘણા વધારે લાગ્યા, પણ જવું એટલે જવું. ટૅક્સી ચાલી. કાળા સમુદ્રના કિનારે કિનારે બાંધવામાં આવેલા રસ્તે અમે આગળ વધ્યા. પછી ટેક્સીએ આખુન બાજુ વળાંક લીધો. ચઢાણવાળો રસ્તો ચાલુ થયો. બંને બાજુ લીલાંછમ વૃક્ષો હતાં. ઝાડી ગીચ હતી. વાત કરતાં કરતાં આખુનની બસસેવા બંધ થઈ જવાનું મૂળ કારણ ટૅક્સી ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું. સાંકડા અને વળાંકોવાળા ઘાટ જેવા આ રસ્તામાં થોડા દિવસ પહેલાં કેટલાક અમેરિકન પ્રવાસીઓ આવેલા. એ વખતે બે બસ એકબીજી સાથે અથડાતાં કોઈક પ્રવાસીને સહેજ વાગી ગયેલું. એણે સોવિયેટ સરકાર પર મોટી રકમનો દાવો માંડ્યો. એવો દાવો સોવિયેટ સરકાર શાની મંજૂર કરે ? પણ એણે આખુનની બસસેવા તરત બંધ કરી દીધી. વળી ટૅક્સી ડ્રાઇવરે કહ્યું કે “રસ્તો ખરાબ છે એટલે એવું નથી કે તૂટી ગયો છે, કે બગડી ગયો છે. રસ્તો જોખમી છે, કારણ કે સાંકડો છે અને પર્વતની ટોચ પર પહોંચતાં ઘણા બધા વળાંકો આવે છે. પણ ગાડી ચલાવવાની દષ્ટિએ ઠેઠ સુધી તે સારો છે. સામસામી બે ટૅક્સી આવે તો બંનેએ ધીમે પડી જવું પડે. પછી એક ઊભી રહે અને બીજી નીકળી જાય. કોઈ વખત એવું પણ બને કે સામસામે પસાર ન થઈ શકાય તો વાહન થોડું આગળપાછળ કરીને નીકળવું પડે.” અમે આખુન પર્વત પર આવ્યા. રશિયામાં કોકેસસ પર્વતની હારમાળામાં સમુદ્રની સપાટીથી લગભગ અઢી હજાર ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ભૂતકાળમાં લશ્કરી દૃષ્ટિએ ઘણું મહત્ત્વ હશે એમ જણાય છે. પર્વતની ટોચ પર વિશાળ સપાટ જમીનમાં કિલ્લો છે. તેમાં વચ્ચે ઉત્તુંગ ટાવર જેવી કાળા પથ્થરની રચના કરવામાં આવી છે. આસપાસના દેશના લશ્કરી નિરીક્ષણ માટે જ આ Observation Tower બનાવેલો લાગ્યો. એમાં દાખલ થઈ અંદરથી લગભગ દોઢસો જેટલાં પગથિયાં ચડી અમે એની અગાશીમાં પહોંચ્યા. માથે સવારનો તડકો હતો, પણ શીતલ હવાને લીધે તે એટલો લાગતો નહોતો. એક બાજુ ક્ષિતિજ પર કોકેસસ પર્વતની હારમાળાનાં કેટલાંક શિખરો દેખાતાં હતાં. રશિયા, ૧૬૨ પ્રવાસ-દર્શન Page #205 -------------------------------------------------------------------------- ________________ જ્યોર્જિયા, આર્મેનિયા અને આઝરબૈજાનનાં રાજ્યોને જોડતી આશરે બારસો કિલોમીટર લાંબી આ પર્વતીય હારમાળા યુરોપ અને એશિયાના ખંડોને જુદા પાડે છે. પ્રાચીન કાળમાં કોકેઝિયન જાતિના સફેદ ચામડીવાળા લોકો ક્રમે ક્રમે સમગ્ર યુરોપમાં પ્રસરી ગયા. એ જાતિનું નામ આ પર્વતમાળા સાથે સંકળાયેલું છે. બીજી બાજુ નજ૨ કરતાં કાળો સમુદ્ર દેખાતો હતો. બારસો કિલોમીટર લાંબા આ બંધિયાર સમુદ્ર (Inland Sea)ના કિનારે રૂમાનિયા, બિલ્વેરિયા, યુક્રેઇન, રશિયા, જ્યોર્જિયા અને તુર્કસ્તાન આવેલાં છે. આ બધાં રાજ્યો વચ્ચે સમુદ્રના જળવિસ્તાર ઉપર સરસાઈ મેળવવા માટે ભૂતકાળમાં વખતોવખત નાનાંમોટાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. ઓગણીસમા સૈકામાં, સામસામા કિનારે આવેલાં રશિયા અને તુર્કસ્તાન વચ્ચે તો દરિયામાં નૌકાસેનાઓ વચ્ચે વારંવાર લડાઈઓ થતી રહી અને વીસમી સદીમાં ઠેઠ બીજા વિશ્વયુદ્ધ સુધી તે ચાલ્યા કરી હતી. અનેક સૈનિકોનાં લોહી આ સમુદ્રમાં રેડાયાં છે. આથી જ અપશુકનિયાળ મનાતા આ સમુદ્રનું નામ કાળો સમુદ્ર' પડી ગયું હતું. હજુ પણ કોઈ કોઈ વાર નાનાં છમકલાં અને ચાંચિયાગીરીના બનાવો આ સમુદ્રમાં બનતા રહે છે. અગાશીમાંથી ચારે બાજુનું નિરીક્ષણ કર્યા પછી અમને એમ લાગ્યું કે “ભૂતકાળમાં વખતોવખત યુદ્ધના રક્તથી ખરડાયેલી આ ભૂમિની શાંતિ માટે અહીં બેસીને આપણે પ્રાર્થના કરવી જોઈએ.” મૌનપૂર્વક ઊભા ઊભા શાંતિથી મનમાં પ્રાર્થના કર્યા પછી એમ પણ થયું કે શા માટે બેસીને પ્રાર્થના ન કરવી જોઈએ ? બૂટ-ચંપલ કાઢી અમે પાંચે જણ નીચે બેસી ગયા. સામાન્ય રીતે અહીં કોઈ પ્રવાસી આવું ન કરે. સૌ કોઈ અહીં અગાશીમાં આવે, ચારેબાજુ ઊભાં ઊભાં, ફરતાં ફરતાં જુએ, ફોટા પાડે અને નીચે ઊતરી જાય. અમે પલાંઠી વાળીને બેઠા. પ્રાર્થનામાં શું બોલીશું ? નક્કી થયું કે નવકારમંત્ર, લઘુ શાંતિ, મોટી શાંતિ, ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ બોલવાં. અને છેલ્લે દુઃખલય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. અમે એક પછી એક સ્તોત્ર બુલંદ કંઠે બોલવા લાગ્યા. કોઈ અપૂર્વ ઉલ્લાસ અનુભવાતો હતો. થોડી વારમાં કેટલાક પ્રવાસીઓ આવ્યા. વાતો કરતાં કરતાં અને પગરખાંના અવાજ સાથે તેઓ અગાશીમાં દાખલ થયા. ત્યાં અમને જોતાં જ તેઓ શાંત થઈ ગયા. તેઓને માટે અમારી પ્રાર્થનાનું દશ્ય અસામાન્ય હતું. કેટલાક કુતૂહલથી પાસે આવીને ઊભા રહ્યા. કેટલાકે પોતાની પાછળ આવી રહેલા બીજા પ્રવાસીઓને શાંત રહેવા નાકે તર્જની માઉન્ટ આબુન ઝાક ૧૬૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ અડાડી ભલામણ કરી. કોઈક તો અમારી બાજુમાં આવીને શાંતિથી બેસી ગયા અને બે હાથ જોડી સાંભળવા લાગ્યા. એક ભાવસભર દૃશ્ય બની ગયું. ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ જેવી દીર્ઘ કૃતિઓને કારણે અમારી પ્રાર્થના ઠીક ઠીક સમય ચાલી. છેવટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરી અમે ઊભા થયા. કોઈક પ્રવાસીઓએ જિજ્ઞાસાથી પૂછ્યું કે ‘અમે શું ગાતા હતા અને શા માટે ?’ અમે કહ્યું, ‘Prayer for World Peace.' અમારા ઉત્તરથી તેઓ પ્રભાવિત અને રાજી થયા. પગરખાં પહેરી, ફરી એક વાર ચારે બાજુનાં દૃશ્યોનું અવલોકન કરી અમે નીચે ઉતર્યા. ટૅક્સીમાં બેસી હોટેલ પર આવી ગયા. ઠીક ઠીક મોડું થઈ ગયું હતું, થાક્યા હતા અને ભૂખ પણ લાગી હતી. લંચ લઈને અમે લૉબીમાં આવીને બેઠા. સાંજે આસપાસ ફરવા ક્યાં જવું તેનો વિચાર કરતા હતા એવામાં એક વડીલ મિત્રદંપતી ત્યાં આવ્યું. મિત્રે મને પ્રશ્ન કર્યો, ‘૨મણભાઈ, સવારે કેમ તમે બધા દેખાયા નહિ ?' ‘અમે માઉન્ટ આખુન ગયા હતા.' ‘મજાક ન કરો, માઉન્ટ આબુન તો બંધ છે. રસ્તો ખરાબ છે.' ‘ના, રસ્તો ખરાબ નથી, બહુ સાંકડો છે. ટૅક્સી જઈ શકે છે. અમે ટૅક્સીમાં જઈ આવ્યા.' ખરેખર ? તો અમને કહેવું હતું ને ? અમે પણ સાથે આવત !' ‘અમને શી ખબર કે તમારે આવવું હશે ? અમે તો નક્કી થયું કે તરત ઊપડ્યા.’ ‘તમારી વાત સાંભળી અમને બહુ અફસોસ થાય છે. સોચી આવ્યા પણ આખુન ન જોયું. શું લીધું ટૅક્સીવાળાએ ?’ ‘સો ડૉલર લીધા.’ ‘એ તો બહુ કહેવાય !' ‘જોવું હોય તો એટલા આપવા પડે. એક તો અહીં ટૅક્સી મળે નહિ. હોટેલ દ્વારા ફોન કરીને ટૅક્સી બોલાવીએ તો પાંચ-દસ કિલોમીટર દૂરથી આવે તેના આવવા-જવાના વધારાના મોંમાગ્યા ડૉલર આપવા પડે. કોઈની ખાલી થતી ટૅક્સી હોય તો સસ્તી પડે, અને તરત કામ થાય. અમે એવી એક ટૅક્સીવાળાને પૂછ્યું અને એણે કહ્યું કે આખુન જઈ શકાય છે એટલે અમે તરત બેસી જ ગયા. અને જોઈ આવ્યા.’ ‘કેવું છે ?’ ૧૬૪ * પ્રવાસ-દર્શન Page #207 -------------------------------------------------------------------------- ________________ ‘બહુ સરસ છે, જવા જેવું છે. અમારા માટે તો એક યાદગાર અનુભવ થઈ ગયો.' હવે જઈ શકાય ?’ ‘હા, જરૂર ! હજુ ઘણા કલાક છે !' ‘જોઈએ, કોઈ આવતું હોય તો અમારે પણ જવું છે.' મિત્રદંપતીની વિદાય લઈ અમે રૂમમાં આવી આરામ કરવા આડા પડ્યા. થોડી વાર પછી રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. મિત્રપતિપત્ની આવ્યાં હતાં. તેમણે કહ્યું ‘૨મણભાઈ, અમે આખુન માટે ટૅક્સીવાળા સાથે નક્કી કર્યું, પણ અમારી સાથે આવીને તૈયાર થયેલા ત્રણે જણ હવે ના પાડે છે.' ‘તો તો તમને ટૅક્સી મોંઘી પડે.' મોંઘીનો સવાર નથી. ટૅક્સીના બધા પૈસા અમે ચૂકવીશું.’ તો તો બીજા કોઈ પણ પ્રવાસી આવવા તૈયાર થશે. ત્રણ જણને લાભ મળશે.' પણ હવે કોઈ આવવા તૈયાર નથી. ઘણાખરા બહાર ગયા છે. જે છે તેઓને પૂછી જોયું પણ કોઈ તૈયાર થતું નથી.' ‘તો તમે બે એકલા જઈ આવો.' ‘પણ તમે આવો ખરા ?’ હું તો સવારે જઈ આવ્યો છું. થાક્યો પણ છું.' ‘તમે સાથે આવો તો અમને ગમશે. અમને એકલાં અજાણ્યું લાગે છે. પાછા ફરતાં રાત પડી જાય, અજાણ્યો મુલક છે. વળી અહીંના ટૅક્સીવાળાને તો તમે જાણો છો.' ‘એમ ગભરાશો નહિ. હું ખાતરી આપું છું કે કંઈ મુશ્કેલી નડશે નહિ. દિલગીર છું કે હું પોતે આવી શકું તેમ નથી. વળી કલાક પછી અમે બધા મિત્રો બહાર ફરવા જવાના છીએ.’ નિરાશ વદને તેઓ ચાલવા લાગ્યાં. મિત્ર પોતાની પત્નીને કહેતા હતા તે મેં સાંભળ્યું, ‘તો પછી આપણે ટૅક્સીવાળાને ના કહી દઈએ. આપણે એકલાં તો નથી જ જવું.' તેઓ લિફ્ટમાં નીચે ઊતર્યા હશે એટલી.વારમાં મેં મારો વિચાર બદલ્યો. મારા ન જવાથી તેઓનું અટકતું હોય તો મારે મિત્રધર્મ તરીકે જવું જ જોઈએ. જેમતેમ તૈયાર થઈ હું તરત દોડ્યો. તેઓ હોટેલની બહાર માઉન્ટ આબુન ૯ ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ જઈને જે ટૅક્સી ઊભી હતી તેને ના કહી રહ્યાં હતાં. મેં બૂમ પાડી કહ્યું, ઊભા રહો. ટૅક્સી જવા ન દેશો. હું આવું છું.” હું ટૅક્સી પાસે પહોંચ્યો. તેઓ બોલ્યાં, “સાચે જ આવો છો ?' હા, હું આવું છું માઉન્ટ આબુન, બીજી વાર સાંજે પણ એ કેવું લાગે છે તે જોવું જોઈએ ને !' તેઓના ચહેરા પર આનંદ પ્રસરી રહ્યો. ટૅક્સીમાં બેસી અમે ઊપડ્યાં. સાંજના ચારેક વાગવા આવ્યા હતા. અમે પહોંચ્યાં. ખાસ કોઈ પ્રવાસીઓ અત્યારે નહોતા. ટાવરમાં ઉપર અમે ચડી ગયાં. અગાશીમાં પહોંચી ચારે બાજુનું દશ્ય નિહાળ્યું. હવે સૂર્ય પશ્ચિમ દિશામાં કાળા સમુદ્ર બાજુ ઢળવા લાગ્યો હતો. સવાર કરાતાં સાંજનું દૃશ્ય નિરાળું અને વધુ રમણીય લાગતું હતું. હવા પણ શીતળ હતી. મારો થાક ઊતરી ગયો હતો. મિત્રદંપતીએ પણ આખુન જોઈને ધન્યતા અનુભવી. સમય થોડો હતો એટલે અમે નીચે ઊતરી ગયાં. ટૅક્સીમાં બેસી, ઘાટ ઊતરી કાળા સમુદ્રને કિનારે કિનારે થઈ પાછા હોટેલ પર આવી પહોંચ્યાં. હું મનોમન બોલ્યો, “એક જ દિવસમાં માઉન્ટ આખુનની બે વાર સ્પર્શના મારે કરવાની હશે ! નહિ તો આવું બને નહિ.' માઉન્ટ આબુન જવાની શક્યતા નથી એવું જાહેર થયા પછી અમારામાંના જે પ્રવાસીઓ સવારમાં બજારમાં ફરવા અને ખરીદી કરવા નીકળી પડ્યા હતા તેઓ જ્યારે સાંજે આવ્યા અને કોઈકે તેમને કહ્યું કે માઉન્ટ આબુન જઈ શકાય છે અને ડૉ. શાહ તો બે વખત જઈ આવ્યા' ત્યારે તેઓએ એ વાતને મજાક ગણી હસી કાઢી, પણ વાત સાચી છે એમ પછી જ્યારે જાણ્યું ત્યારે એમના અફસોસનો પાર રહ્યો નહિ. બીજે દિવસે સવારે સોચી છોડતી વખતે કાળા સમુદ્રના કિનારે કિનારે જ્યારે અમારી બસ ચાલતી હતી ત્યારે નરસિંહ મહેતાની પંક્તિઓ મારા કાનમાં ગુંજ્યા કરતી હતી : જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું...” (પાસપોર્ટની પાંખે : ઉત્તરાલેખન-૨) ૧૬૬ ૪ પ્રવાસ-દર્શન Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઑસ્લોનું અવનવું (નૉર્વે) દુનિયાનાં કેટલાંક શાન્ત, સુંદર, સુખી શહેરોમાં નૉર્વેના પાટનગર સ્લોને ગણાવી શકાય. યુરોપના દેશોમાં ઉત્તરે આવેલા નૉર્વેનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ છે. એનો ત્રીજો ભાગ ધ્રુવવર્તુળ (Arctic circle)માં આવેલો છે. સખત ઠંડીના આ દેશમાં શિયાળામાં તો બરફમાં સાહસિક પ્રકારની વિવિધ રમતો રમવા ખડતલ શોખીનો નીકળી પડે. દર વર્ષે કેટલાયે ઘવાય, કોઈક મૃત્યુ પામે, પણ સાહસિકતાનો જુસ્સો ઓછો ન થાય. નૉર્વે-સ્વીડનમાં ભૌગોલિક વિસ્તાર મોટો, પણ વસ્તી પાંખી. આશરે અડધા ચોરસ કિલોમીટરે એક માણસની સરેરાશ આવે. એથી શહેરો સિવાય અન્યત્ર ઘરો છૂટાંછવાયાં. પરિણામે લોકો એકાંતપ્રિય. આ એકાંતપ્રિયતા એકલતામાં પરિણમે ત્યારે માનસિક સમસ્યાઓ ઊભી થાય, ગુનાઓ થાય. એકંદરે પ્રજા બુદ્ધિશાળી, શાન્ત, સમજુ અને ડાહી, છતાં દુનિયામાં આપઘાતનું સૌથી વધુ સરેરાશ પ્રમાણ આ દેશોમાં છે. કેટલાક પ્રકારની ઘટનાઓ તો જગતમાં રોજેરોજ ક્યાંક ને ક્યાંક બનતી રહે છે, પરંતુ એ જ્યારે અમુક પ્રદેશમાં, અમુક પ્રજામાં બને ત્યારે તે આપણને નવાઈ પમાડે છે. એક વખત સ્લોમાં અમે પૂરા ચોવીસ કલાક પણ નહોતા, પણ ત્યારે જે જોયું-અનુભવ્યું તે યાદ રહી જાય એવું હતું. અમે લંડનથી ઑસ્લો થઈને ઉત્તર નૉર્વેની સફરે જઈ રહ્યા હતા. ઑોનું અવનવું * ૧૬૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઓસ્લોના નવા એરપૉર્ટ પર ઊતરી સ્વયંસંચાલિત ટ્રેન દ્વારા શહેરમાં અમારી હોટેલમાં પહોંચી ગયા. થોડાં વર્ષોમાં આ દેશની સમૃદ્ધિમાં કેટલી વૃદ્ધિ થઈ છે તેની ઝાંખી કરાવવા એરપોર્ટ અને ટ્રેનનો અનુભવ પૂરતો હતો. - સાંજ પડવા આવી હતી, પણ ઉનાળાના દિવસો હતા એટલે અહીં જાણે હજુ બપોર હોય એવું લાગતું હતું. ઓસ્લોમાં ઉનાળામાં સૂર્યાસ્ત રાતના દસેક વાગ્યા પછી થાય. નૉર્વ-સ્વીડનની ઉત્તરે તો મધરાતે પણ સૂર્ય સામે નહિ, ઘડિયાળ સામે જોઈને ભોજન કરવા બેસવું પડે. અમારી હોટેલમાં શાકાહારી ભોજન અમને ખપે એવું નહોતું એટલે તપાસ કરીને બહાર એક રેસ્ટોરામાં જવાનું અમે વિચાર્યું. ટ્રામમાં બેસીને રેસ્ટોરાંની નજીક અમે ઊતર્યા. અમે ફૂટપાથ પર ચાલતાં ચાલતાં રેસ્ટોરાંની દિશામાં જઈ રહ્યા હતા, ત્યાં મારા મિત્રે કહ્યું, “ઊભા રહો, ત્યાં કંઈ ધમાલ લાગે છે.” બે માણસો રેસ્ટોરાંના દરવાજામાંથી બરાડા પાડતા નીકળ્યા. કંઈક મારામારી થઈ છે એવું અમને લાગ્યું. અમે ત્યાં જ થંભી ગયા. બંને માણસોના પહેરવેશ પરથી લાગ્યું કે તેઓ રેસ્ટોરાંના જ વેઇટર હશે ! થોડીક ક્ષણોમાં ચિત્ર કંઈક સ્પષ્ટ થયું. બે વેઇટરો વચ્ચે આ મારામારી નહોતી, પણ એક વેઇટર બરાડતો હતો અને બીજો એના હાથ પકડી એને અટકાવતો હતો અને સમજાવતો હતો. બરાડિયા વેઇટરને દારૂનો નશો ચડ્યો હશે એવું એના અવાજ પરથી લાગતું હતું. શરાબી નશામાં માણસ ઉગ્ર થાય ત્યારે એનો અવાજ બદલાઈ જાય છે. એવામાં બીજા બે વેઇટરે પોતાની ટોપી કાઢીને રેસ્ટોરાંના દરવાજા તરફ એનો ઘા કર્યો. એવામાં બીજા બે વેઇટરો બહાર આવ્યા અને પેલા વેઇટરને શાન્ત પાડવા ધમાચકડીમાં જોડાયા. પણ બરાડિયો વેઇટર ઊંચો, કદાવર અને જબરો હતો. એમાં વળી મદિરાપાનના મદથી ઘેરાયેલો હતો. સાથી વેઇટરોનો વારવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને એણે પોતાનું શર્ટ કાઢીને ફગાવી દીધું. પછી એણે પોતાનું પેન્ટ કાઢવાનું શરૂ કર્યું. એમાં ઝપાઝપી ઠીક ઠીક થઈ. દારૂડિયો વેઇટર એમાં પણ ફાવ્યો અને પેન્ટ કાઢીને એણે રેસ્ટોરાંના દરવાજામાં ફેંક્યું. તે સાવ નગ્ન થઈ ગયો. એના આ કૃત્ય પરથી અને વારંવાર રેસ્ટોરાં તરફ આંગળી કરીને પોતાની ભાષામાં એ જે રીતે બરાડતો હતો એના ઉપરથી એવો અર્થ નીકળતો હતો કે નથી કરવી મારે તમારી નોકરી. લઈ લ્યો આ તમારો ડ્રેસ પાછો.' ૧૬૮ ૯ પ્રવાસ-દર્શન Page #211 -------------------------------------------------------------------------- ________________ ત્રણે વેઇટરો ખસિયાણા પડી ગયા. પેન્ટ લાવીને એને ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ તે વ્યર્થ નીવડતો. એવામાં પોલીસની ગાડી આવી પહોંચી. બે પોલીસે નગ્ન વેઇટરને પોતાની ગાડીમાં ધકેલી દીધો અને એનો પહેરવેશ પણ અપાઈ ગયો. પોલીસની ગાડી ગઈ અને જાણે કશું બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. અમને આશ્ચર્ય એ થયું કે રાડારાડની આવી ઘટના બની, પણ જતા આવતા કોઈ પણ રાહદારી ત્યાં એકત્ર થયા નહિ. ‘તમાશાને તેડું ન હોય' એ કહેવત અહીં ખોટી પડી હતી, જાણે કે કોઈને કશી નિસ્બત જ નહિ. પ્રેક્ષકવર્ગમાં માત્ર અમે બે મિત્રો જ હતા. વસ્તુત: અમે ઘટના જોવા ગયા નહોતા, પણ અમારા માર્ગમાં તમાશો થતાં અમે ઊભા રહી ગયા હતા. ચાલતાં ચાલતાં અમે વેઇટરોને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વેઇટર વસ્તુત: રેસ્ટોરાંમાં ડિશ-વૉશિંગનું કામ કરે છે. થોડા વખત પહેલાં એ ડિશ-વૉશરની પત્ની એને છોડીને બીજા કોઈ સાથે પરણી ગઈ છે. ત્યારથી એને એકલતા સાલે છે. રોજ દારૂ પીને કામ કરવા આવે છે. આજે વધારે પડતો ઢીંચીને આવ્યો હતો. એથી વ્યવસ્થાપકોએ એને ઠપકો આપ્યો. એટલે ભાઈસા'બ નોકરી છોડીને નીકળી ગયા, એનો ટૂંકો વૃત્તાન્ત સાંભળીને મને વિચાર આવ્યો કે આ સુખી દેશમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે! રહેઠાણ, વસ્ત્રો અને ખાવાનું સુખ હોય એથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવી જતો નથી. વળી વિચાર એ પણ આવ્યો કે બે માણસ ઝઘડતા હોય તો વચ્ચે પડીને તેમને છોડાવવા-સમજાવવાનું બંધુ કૃત્ય કરવાનો વિચાર બધાને માન્ય નથી હોતો. જે દેશમાં પોલીસની કાર્યદક્ષ સેવા ત્વરિત હોય ત્યાં બીજાની સેવાની જરૂર નથી રહેતી. પગથિયાં ચડીને અમે રેસ્ટોરાંમાં દાખલ થયા. અંદરનું વાતાવરણ યથાવત્ હતું. જે રેસ્ટોરાંમાં થોડી મિનિટ પહેલાં ધમાલ મચી ગઈ ત્યાં એ વિશે કોઈ કશી વાત કરતું નહોતું. સૌ પોતપોતાના કામમાં મગ્ન હતા. અનિષ્ટ ઘટનાનાં કોઈ સ્પંદનો નહોતાં. વિશાળ પ્રવેશદ્વારમાં ઊભેલી વેઇટ્રેસે અમારું સસ્મિત સ્વાગત કર્યું અને એક ટેબલ અમને બતાવી ગઈ. અમે ટેબલની આસપાસ ગોઠવાયા. એક વેઇટર આવીને અમારી શાકહારી વાનગીનો ઑર્ડર લઈ ગયો. સ્લોમાં ઉનાળામાં પણ આપણને ઠંડી લાગે. એમાં અચાનક હવામાન બદલાઈ જાય તો ઠંડી વધી જાય. એટલે અમે સ્વેટર અને ટોપી પહેરી લીધાં હતાં. અમે ટોપી કાઢીને બાજુની ખાલી ખુરશીમાં મૂકી. અમારા ઑસ્ટોનું અવનવું * ૧૯૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ બગલથેલા પણ મૂક્યા. એટલામાં વેઇટ્રેસે આવીને કહ્યું, “સર, તમારી ટોપી અહીં મૂકી છે, પણ તમને વાંધો ન હોય તો હું બહાર કાઉન્ટર પર મૂકી આવું ?' ના બહેન, પછી લેવાનું ભુલાઈ જાય કે બદલાઈ જાય.” ના, એવું નહિ થાય, સર ! તમને બિલ્લો (ટોકન) આપશે એટલે બદલાશે નહિ.' ભલે, જેવી તમારી મરજી.' અમારી બંનેની ટોપી લેવાઈ ગઈ અને બિલ્લા આવી ગયા. વેઇટ્રેસે પાછું કહ્યું, “સર, આ તમારી બૅગ (થેલો) પણ ત્યાં જ રખાવી દોને. લાવો તમારા બિલ્લા. એ જ બિલ્લામાં રાખશે એટલે કશી ચિંતા નહિ.' અમારા બગલથેલા લેવાઈ ગયા અને કાઉન્ટરમાં અપાઈ ગયા. અમારું ભોજન આવી ગયું. અમે શરૂ કરીએ તે પહેલાં વેઇટ્રેિસે આવીને કહ્યું, આ સ્વેટર પહેરીને તમને જમવાનું ફાવશે ? ગરમી નથી લાગતી ? લાવો હું કાઉન્ટર પર મૂકી આવું. ચોળાઈ નહિ જાય. હેંગરમાં ભરાવીને રાખશે.' અમે સ્વેટર ઉતારીને આપી દીધાં. ફરી બિલ્લાની એક જાવન-આવન થઈ. અમને વેઇટ્રેસ બહુ વિનયી લાગી. અમને થયું કે ઘરાકની સગવડ માટે આ લોકો કેટલું બધું ધ્યાન આપે છે ! ખરેખર, આ લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે ! ભોજન પૂરું થયું. તે મોંઘું પણ અમારે માટે યોગ્ય અને સંતોષકારક હતું. બિલ આવવાની રાહ જોતા હતા ત્યાં મિત્ર કહે, “ત્યાં સુધીમાં હું બાથરૂમ જઈ આવું.' તેઓ ગયા અને તરત પાછા આવ્યા. મેં પૂછ્યું, કેમ તરત પાછા ? લાઇન લાગી છે ? ના, પણ એના પૈસા આપવા પડે (કોઈન નાખવા પડે) એમ છે. એટલે માંડી વાળ્યું. આપણે દસેક મિનિટમાં તો હોટેલ પર પહોંચી જઈશું, પછી વગર કારણે પૈસા શું ખર્ચવા ?” મિત્રની વાત સાચી હતી. યુરોપના કેટલાક દેશોમાં શૌચાલયોમાં પૈસા આપવા પડે છે. જ્યાં જીવનનિર્વાહનું ધોરણ ઊંચું હોય અને નિભાવ ખર્ચ વધુ હોય ત્યાં આવકના આવા રસ્તા શોધવા પડે. બિલ ચૂકવાઈ ગયું. વેઇટર અને વેઇટ્રેસ બંનેને અમે ટિપ આપી, વિનયશીલ વેઇટ્રેસને વધુ. વેઇટ્રેસે સસ્મિત આભાર માન્યો, દરવાજા સુધી મૂકવા આવી અને અમારી વસ્તુઓ લેવાનું ભૂલીએ નહિ તેની યાદ અપાવી. બહાર નીકળતાં પ્રવેશદ્વાર પાસેના ખાંચામાં ચીજવસ્તુઓ અનામત ૧૭૦ ૯ પ્રવાસ-દર્શન Page #213 -------------------------------------------------------------------------- ________________ રાખવાનો કાઉન્ટર હતો. ત્યાં અમે અમારા બિલ્લા આપ્યા. ત્યાં ફરજ પર બેઠેલી યુવતીએ કહ્યું, “આના તમારે ક્રોનર (નૉર્વેનું ચલણ) આપવાના છે.” ‘ક્રોનર? અમે તો સમજ્યા કે આનો કશો ચાર્જ નહિ હોય.” નહિ સર, અમારો નિયમ છે. ત્યાં જુઓ !” યુવતીએ સામે દીવાલ પર ટાંગેલું બોર્ડ બતાવ્યું. એમાં મોટા અક્ષરે સ્પષ્ટ લખ્યું હતું. વળી ચાર્જ પણ તંગદીઠ હતો. અમારે ક્રોનર આપવા પડ્યા. અમારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા, વેઇટ્રેસનો વિનય આપણને બહુ મોંઘો પડ્યો !' દુનિયામાં કેટલુંક અર્થતંત્ર માણસની જાણકારીના અભાવ ઉપર નભે છે. હોટેલ પર આવીને આખા દિવસના અનુભવોની વાતો વાગોળતા અમે નિદ્રાધીન થયા. બીજે દિવસે સવારે એરપોર્ટ જવા અમે નીકળ્યા. ઉત્તર નોર્વેમાં સરખું ખાવાનું મળે કે ન મળે એટલે થોડીક વાનગીઓ, ફળ, સૂકો મેવો વગેરે ખરીદવા રસ્તામાં એક મોટી દુકાન પાસે ગાડી ઊભી રખાવી. દુકાન ખાસ્સી મોટી હતી અને ભાતભાતની ચીજવસ્તુઓ મળતી હતી, પણ તે ચલાવવા માટે એક જ યુવાન હતો. દરવાજામાં પ્રવેશતાં સામે જ એનો કાઉન્ટર હતો - દુકાન એની માલિકીની હોય એમ જણાયું. અમારી સાથે જ ખભે હેવરસેકવાળો એક યુવાન દાખલ થયો. લાંબા ભૂખરા વાળ અને ભરાવદાર દાઢીમૂછ પરથી જાણે તે કોઈ કલાકાર હોય એવું લાગ્યું. અમારી સાથે તે પણ વસ્તુઓ જોવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે અમારી સામે નજર કરી લેતો હતો. અમારા ભારતીય ચહેરા, ખભે બગલથેલા, અમારી ગુજરાતી ભાષા વગેરેને કારણે સ્થાનિક લોકોને કૌતુક થાય એ સ્વાભાવિક છે. - અમે વસ્તુઓ પસંદ કરી કાઉન્ટર પર પહોંચ્યા. દુકાનદાર એક પછી એક વસ્તુના ભાવ મશીનમાં દાખલ કરતો જાય, પણ વચ્ચે વચ્ચે ઊંચે જોતો જાય, જાણે કે વિચારે ન ચડી જતો હોય ! અમને થયું કે વસ્તુની કિંમતમાં કંઈ ભૂલ હશે ? કે મશીનમાં કંઈ ગરબડ હશે ? વારંવાર વિચારે પડી જતાં અમારે કહેવું પડ્યું, “ભાઈ, જરા ઉતાવળ કરો, અમારે એરપોર્ટ પહોંચવાનું છે.” પણ ઉતાવળ કરવાને બદલે, હિસાબ ગણવાનું પડતું મૂકીને એ તો કાઉન્ટરની બહાર નીકળી અમારી પાસે આવીને ઊભો અને વાતોએ ઓસ્લોનું અવનવું ઃ ૧૭૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ વળગ્યો. એવામાં પેલો કલાકાર ઘરાક બહાર જતો હતો તેને એણે ઊભો રાખ્યો અને પોતાની ભાષામાં કંઈક કહ્યું. એને કાઉન્ટરની અંદર લઈ જઈ પોતાની બાજુમાં બેસાડ્યો. એ યુવાન દુકાનદારની સૂચના પ્રમાણે ચૂપચાપ ત્યાં બેસી ગયો. દુકાનદારે વિલંબ માટે અમારી માફી માગી. એણે પોતાનો ડાબો હાથ લંબાવી ભીંતમાં એક બટન દબાવ્યું. પછી ફટાફટ અમારો હિસાબ કર્યો એટલે અમે નાણાં ચૂકવ્યાં. એવામાં બે માણસ અમારી પાછળ આવીને ઊભા રહ્યા. અમે પાછું વળીને જોયું તો પહેરવેશ પરથી તે પોલીસ લાગ્યા. દુકાનદાર સાથે વાતચીત કરીને પોલીસે પેલા યુવાનને અટકમાં લીધો. એણે દુકાનમાંથી ચોરી કરી હતી. એની હેવરસેકમાંથી ચોરેલી વસ્તુ નીકળી. યુવાને કશી આનાકાની કરી નહિ કે બચાવ કર્યો નહિ. વસ્તુત: તે એક શબ્દ પણ બોલ્યો નહિ. પોલીસે એને પોતાના વાહનમાં બેસાડ્યો. અને તેઓ ચાલ્યા ગયા. આ બધું ચારપાંચ મિનિટમાં બની ગયું. દુકાનદારે અમારી ક્ષમા માગી. હિસાબ કરતી વખતે તે ઊંચે પોતાના કેમેરામાં જોતો હતો. ચોરી કરતાં યુવાન પકડાયો એટલે એણે પોલીસનું બટન દબાવ્યું અને બે મિનિટમાં પોલીસ આવી પહોંચી. ઘટના ચોરીની અને ચોરને પકડી જવાની બની, પણ ન કોઈ બૂમાબૂમ, ન કોઈ ભાગાભાગ, ન કોઈ ઇન્કાર-પ્રતિકાર, ન કોઈ ઝપાઝપી. જાણે કશું બન્યું જ નથી એમ કામકાજ ફરી ચાલુ થઈ ગયું. અમે દુકાનદારને પૂછ્યું, ‘તમારો દેશ આટલો બધો સુખી છે, તો પણ ચોરી કેમ થાય છે ?' એણે કહ્યું, “આવા કિસ્સા જ્વલ્લે જ બને, પણ બને છે ખરા. કેટલાક માણસોને કામ કરવું ગમતું નથી. ચોરીથી ગુજરાન ચલાવે. કેટલાકને ચોરીની આદત પડી જાય છે, જેલમાંથી છૂટીને પાછા ચોરી જ કરે. કેટલાક એકલવાયા જીવનને લીધે માનસિક રોગવાળા થઈ જાય છે અને ચોરી કરી બેસે છે. દરેક કિસ્સાની તપાસમાં કંઈ જુદો જ નિષ્કર્ષ આવે.' સમૃદ્ધ દેશોને પણ પોતાની સમસ્યાઓ હોય છે ! અમે સમયસર એરપોર્ટ પહોંચી ગયા. ઓસ્લોની ઘટનાઓએ અમને સારું વિચારભાથું પૂરું પાડ્યું હતું. (પાસપોર્ટની પાંખે-૩) ૧૭૨ ૯ પ્રવાસ-દર્શન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નોર્થ કેપ (નૉર્વે) ‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' એમ કવિ મેઘાણીએ ગાયું છે તે કેટલું યથાર્થ છે ! ખમીરવંતા સાહસિકોને નવી નવી ભોમકા ખૂંદવાનું મન થયા વગર રહે નહિ. ધરતીમાં એવું કોઈ ગૂઢ ચુંબકીય તત્ત્વ છે કે જે માણસના ચરણને ખેંચી જાય છે. બીજું કોઈ પ્રયોજન ન હોય તો પણ માણસ કેવળ કૌતુકથી પોતાને માટે નવા એવા પ્રદેશ તરફ ચાલતો રહે છે. યુરોપની ઉત્તરે અસહ્ય ઠંડા પ્રદેશમાં ધરતીનો છેડો ક્યાં આવ્યો છે એ શોધવાની, પદાક્રાન્ત કરવાની લગની કેટલા બધા શોધસફરીઓને લાગી હતી! જ્યાંથી હવે પગે ચાલીને આગળ વધવાનું શક્ય નથી ત્યાં આવીને માણસ ઊભો રહે છે. આ છેડો નૉર્વેમાં, ઉત્તર ધ્રુવપ્રદેશમાં આવેલો છે. એનું ભૌગોલિક માપ છે ૭૧ અંશ ૧૦' ૨૧”. એને નોર્થ કેપ (North Cape- Nordkapp) કહે છે. કેપ એટલે ભૂશિર, સમુદ્રમાં ધરતીનો ફાંટો. અહીંથી હવે અફાટ ઉત્તર ધ્રુવ સમુદ્ર આવેલો છે. માણસ જ્યારે પોતાનું નગર છોડીને દૂર વિદેશમાં વસે છે ત્યારે વતન અને વિદેશ વચ્ચે એનું હૈયું હીંચકતું રહે છે. પરંતુ પછીથી એની સંતતિ માટે વિદેશ એ જ વતન બની જાય છે. ત્યાં જીવન ગમે તેટલું વિકટ હોય તો પણ ધરતીમાતા સાથે એની આત્મીયતા બંધાઈ જાય છે. એટલે જ આવા અસહ્ય પ્રદેશોમાં માણસો કેમ વસે છે એનું કારણ શોધવા નૉર્થ કેપ - ૧૭૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ જવું નહિ પડે. વીજળી અને અન્ય સાધનસગવડવાળા આજના યુગમાં શિયાળામાં શૂન્યની નીચે ત્રીસ- ચાલીસ ડિગ્રીવાળા આ પ્રદેશમાં કાયમી વસવાટ કરવાનું બહુ કઠિન નથી, પણ જ્યારે એવાં સાધનસગવડ નહોતાં અને અસ્તિત્વને ટકાવી રાખવાનું પણ જ્યાં કપરું હતું એવા આ પ્રદેશમાં, પુરાતત્ત્વવિદોએ ખોદકામ કરીને મેળવેલા અવશેષોને આધારે જણાયું છે આશરે છ હજાર વર્ષ પૂર્વે અહીંના જુદા જુદા વિસ્તારોમાં માનવ-વસાહતો હતી. ધરતીના કોઈ એક છેડાનું અસામાન્ય લક્ષણ ન હોય તો પણ એવો છેડો પોતે જ એક અસામાન્ય લક્ષણ છે કે જેથી ત્યાં સુધી પહોંચવાનું લોકોને આકર્ષણ રહે છે, પરંતુ નૉર્થ કેપની તો પોતાની ભૌગોલિક આકૃતિ જ એટલી વિલક્ષણ છે કે એક વખત જોયા પછીનું એનું વિસ્મરણ થાય નહિ. વળી ઉનાળામાં તો આ મધ્યરાત્રિએ સૂર્ય (સૂર્યોદય નહિ, સૂર્ય તો અહીં ચોવીસે કલાક આકાશમાં હોય છે) -Midnight Sun-નો પ્રદેશ ગણાય એટલે રોજના સેંકડો પ્રવાસીઓ એ જોવા આવે છે. ભૂતકાળમાં જ્યારે પ્રવાસ કપરો હતો હતો ત્યારે કેટલાય ખડતલ શોધસફરીઓને ખરાબ હવામાનને કારણે પોતાનો પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકવો પડ્યો હતો. આજે સગવડો વધતા નેવું વર્ષનાં ડોસા-ડોસી પણ વ્હીલચૅરમાં નૉર્થ કેપ જવા લાગ્યાં છે. ગ્રીષ્મ ઋતુમાં નૉર્વેની ઉત્તરે આવેલા છેવાડાના નગર હામ૨ફેસ્ટથી નૉર્થ કેપ જવા માટે રોજ સ્ટીમરો ઊપડે છે. પ્રવાસીઓને નૉર્થ કેપ બતાવી પાછા લઈ આવે છે. આખી રાતનો એ કાર્યક્રમ હોય છે; પરંતુ રાત એટલે સૂર્યપ્રકાશવાળી અજવાળી રાત. હામરફેસ્ટથી અમે કટોકટ સમયે સ્ટીમર પકડી હતી. ત્યારે વરસાદ એટલો જોરથી પડતો હતો અને આકાશ એવું ઘેરાયું હતું કે અમને થયું કે નૉર્થ કેપમાં સૂર્યપ્રકાશ નિહાળવાનું અમારા ભાગ્યમાં નહિ હોય. પણ અહીંનાં વાદળાં અધીરાં બહુ. ઘડીકમાં ક્યાંય ભાગી ગયાં. રહી નાની નાની વાદળીઓ. સ્ટીમર આગળ વધતાં સૂર્યપ્રકાશ રેલાયો. જો આવું જ વાતાવરણ રહે તો મધરાતે સૂર્યનાં જરૂ૨ દર્શન થશે એવી અમને આશા બંધાઈ. આ સ્ટીમરની સફર યાદ રહી જાય એવી હતી. બંને બાજુ કાચની મોટી મોટી બારીઓમાંથી બહારનું દૃશ્ય બરાબર દેખાતું. બંને બાજુ નાનામોટા ડુંગરો આવતા. કોઈ કોઈને માથે હજુ પણ બરફ રહ્યો હતો. કલાકની સફર પછી અમને એક સ્થળે ઉતારવામાં આવ્યા. ત્યાં અમારા માટે બસો તૈયાર હતી. ૧૭૪ * પ્રવાસ-દર્શન Page #217 -------------------------------------------------------------------------- ________________ નોર્થ કેપ જે ટાપુ પર આવ્યો છે એનું નામ છે માગરોયો. થોડા ચઢાણ પછી ઉપર ઠેઠ નૉર્થ કેપ સુધી સપાટ પ્રદેશ (Plateau - પ્લેટો) છે. ડુંગરની ધારે ધારે રસ્તો ઉપર જાય છે અને ચઢાણ પછી સપાટ પ્રદેશમાં રસ્તો વચ્ચેથી પસાર થાય છે. પર્યાવરણ જાળવી રાખવા માટે બસનો તેત્રીસ કિલોમીટર જેટલો રસ્તો કાચો જ રાખવામાં આવ્યો છે. ઉપર જઈને જોતાં ચારેબાજુ ખુલ્લું આકાશ, ક્ષણે ક્ષણે બદલાતા રંગો સાથે દેખાય છે. આ નિર્જન પ્રદેશમાં એક પણ વૃક્ષ નથી, અરે, લીલા ઘાસનું તણખલું પણ નથી. જાણે ચંદ્રની સપાટી પર હોઈએ એવું લાગે. બસમાં અમારી ગાઇડ યુવતીએ નોર્થ કેપના ઇતિહાસની થોડીક રસિક વાતો કહી. નૉર્વેનો ઉત્તરનો આ ભાગ ફિનમાર્ક તરીકે ઓળખાણ છે. આમ તો આ પ્રદેશ ઘણો દૂર કહેવાય અને ડુંગરો તથા ખીણોને લીધે ઘણો વિકટ પણ ખરો, પણ સમુદ્ર માર્ગે અહીં પહોંચવાનું એટલું દુર્ગમ ત્યારે નહોતું. બહુ પ્રાચીન સમયથી આ બાજુ માનવ-વસવાટ રહ્યા કર્યો છે, કારણ કે અહીં સમુદ્રમાં નીચે ગરમ પાણીનો પ્રવાહ (Warm Gulf Stream) છે. એટલે જીવનનિર્વાહ માટે લોકોને અહીં બારેમાસ સામગ્રી મળી રહે છે. નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડ અને રશિયાના ઉત્તરના પ્રદેશમાં વિવિધ આદિવાસી જાતિઓ વસેલી છે. એમાં પણ કોઈ એક જ જાતિમાં પશુપાલન કરનાર અને માછીમારી કરનાર લોકોની રહેણીકરણીમાં ફરક છે. આ બધી જાતિઓ — વિશેષત: નોર્વે-સ્વીડનની જાતિઓ નોડિક (Nordic) તરીકે ઓળખાય છે. હજારેક વર્ષ પહેલાં આ પ્રદેશના વાઇકિંગ તરીકે જાણીતા લોકોનું દરિયાઈ પ્રભુત્વ ઘણું હતું. નૌકાવિદ્યામાં કુશલ એવા આ લોકો જબરા, સાહસિક, મહત્ત્વાકાંક્ષી અને કલાના શોખીન હતા. કેટલાક લુચ્ચા, અનીતિમય, આક્રમક અને ઘાતકી પણ હતા. મારવું અને મરવું એમને માટે સહજ હતું. નૉર્વેની પશ્ચિમનો સમુદ્ર એટલે જાણે એમના બાપાનું રાજ્ય. અજાણ્યા કોઈ પણ વહાણને તેઓ લૂંટી લેતા. તેઓ દરિયામાં ચાંચિયાગીરી કરતા અને કિનારા પરનાં ગામોમાં જઈને લૂંટફાટ ચલાવતા. જૂના વખતમાં નોર્થ કેપ પાસે બે કપ્તાનો પોતપોતાનાં સઢવાળાં વહાણમાં સો સો ખલાસીઓનો કાફલો લઈને નીકળતા. એકનું નામ હતું હુંડ. તે બારકોય જાતિનો હતો. બીજાનું નામ હતું કાર્તે. તે લેંગોય જાતિનો હતો. બંને જિગરજાન દોસ્ત હતા. સાથે વહાણ હંકારતા, સાથે વેપાર કરવા નૉર્થ કેપ ૯ ૧૭૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ જતા અને સાથે લૂંટ પણ ચલાવતા. તેઓ લૂંટેલો માલસામાન વેચતા અને પુષ્કળ નાણાં કમાતા. એક વખત તેઓ બ્યારમી નામના ગામમાં લૂંટ ચલાવીને ઘણી વસ્તુઓ ઉઠાવી લાવ્યા. એમાં એક દેવળનું ચાંદીનું બહુ મોટું વાસણ પણ હતું. બીજી બધી વસ્તુઓ તો તેમણે અડધી અડધી કરીને વહેંચી લીધી, પણ ચાંદીના કલાત્મક વાસણની સમસ્યા ઊભી થઈ. બંનેને તે ગમતી હતી અને રાખવી હતી. એમાંથી ઝઘડો થયો. છેવટે નક્કી કર્યું કે બંનેએ દરિયાકિનારે રેતીમાં પોતાની જાતિના રિવાજ પ્રમાણે તલવાર વડે દ્વન્દ્વયુદ્ધ ક૨વું અને જે જીતે તે વાસણ લઈ જાય. તે પ્રમાણે બંને સજ્જ થયા. બંનેમાં હુંડ જબરો હતો. એણે હુંકાર સાથે કહ્યું, ‘કાર્લો દોસ્ત ! આજે તો તને અમારી બ્યારકોય જાતિના ખમીરનો પરિચય થશે.' એમ કરતાં તલવારયુદ્ધ શરૂ થયું. બંનેને ઈજા થઈ. પણ પછી હુંડે કાર્લેને એટલો બધો ઘાયલ કરી નાખ્યો કે તે ત્યાં જ ઢળીને મૃત્યુ પામ્યો. હુંડે ચાંદીનું વાસણ લઈ લીધું. બે દિલોજાન દોસ્તની દોસ્તી ચાંદીના એક વાસણને ખાતર કરુણાંતિકામાં પરિણમી. જૂના વખતમાં આ માર્ગરોયા ટાપુમાં ટ્યુન્સ નામના ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ માછલી પકડવાનો વ્યવસાય કરતા હતા. એક દિવસ દરિયામાં એવું ભયંકર વાવાઝોડું થયું કે તેઓ ભયભીત થઈ ગયા. પોતાનું વહાણ ચોક્કસ ડૂબી જશે અને તેઓ બંને મૃત્યુ પામશે એવો ડર લાગ્યો. હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કરતાં તેઓ અત્યંત ભાવમાં આવી ગયા અને ગળગળા સાદે બોલ્યા, ‘હે ઈશ્વર ! આજે જો તું અમને બચાવી લેશે તો અમે પકડેલી આ માછલીઓના વજન જેટલી ચાંદીની એક મોટી માછલી બનાવીને દેવળમાં તને અર્પણ કરીશું.' સદ્ભાગ્યે જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ વાવાઝોડું તરત શાન્ત પડી ગયું અને તેઓ બચી ગયા. ઘરે આવીને તેઓએ માછલીનું વજન કરી, પોતાના સંકલ્પ પ્રમાણે ચાંદીની મોટી માછલી કરાવી અને દેવળમાં વિધિપૂર્વક અર્પણ કરી. એ જમાનામાં એક જાતિના લોકો બીજી જાતિ પર આક્રમણ કરી લૂંટફાટ ચલાવતા. એક વખત રશિયાની ઉત્તરેથી સ્યૂડ જાતિના પચાસેક લૂંટારા ફિનમાર્ક પર ચડી આવ્યા. ટ્યુન્સ ગામના આ બે ભાઈઓએ, પોતાના સાથીદારો સાથે બહાદુરીપૂર્વક લૂંટારાઓને મારી હઠાવ્યા. મારામારીમાં બાવીસ જેટલા સ્યૂડ માર્યા ગયા. એનું વેર લેવા મોટી સંખ્યામાં ૧૭૬ * પ્રવાસ-દર્શન Page #219 -------------------------------------------------------------------------- ________________ યૂડ લૂંટારાઓ નાતાલના તહેવારોમાં ટ્યુન્સ નગર પર તૂટી પડ્યા. મોટી લડાઈ થઈ. એમાં બંને ભાઈઓ માર્યા ગયા. યૂડ લૂંટારાઓ બીજી ઘણી સામગ્રી સાથે દેવળમાંથી ચાંદીની માછલી પણ ઉપાડીને રશિયા લઈ ગયા. તેઓએ મૉસ્કોના એક દેવળમાં એ માછલી લટકાવી. (હવે આ માછલી મોસ્કોના સંગ્રહાલયમાં છે.). કોઈકે ગાઇડને પ્રશ્ન કર્યો કે “નોર્થ કેપ' એવું નામ કોણે પહેલવહેલું આપ્યું ? એણે કહ્યું કે નવમી સદીમાં ઉત્તર નૉર્વેમાં એક સરદાર થઈ ગયો. એનું નામ “ઓટર.” એણે આ બાજુના દરિયો ખેડ્યો હતો. એક વખત તે ઇંગ્લેન્ડ ગયો ત્યારે એની રોમાંચક વાતો સાંભળવાની રાજા ઓલ્લેડને ઇચ્છા થઈ. રાજદરબારમાં એને નિમંત્રણ મળ્યું. એણે રાજાને પોતાના અનુભવો કહી સંભળાવ્યા. રાજાએ એ બધા લખાવી લીધા. અને પોતાના સંગ્રહમાં મૂક્યા (હવે એ બ્રિટિશ મ્યુઝિયમમાં છે). એણે એ વખતે “નોર્થ કેપ” શબ્દ પ્રયોજ્યો હતો અને એનું વર્ણન કર્યું હતું. ઓગણીસમી સદીમાં અમેરિકન કવિ હેન્રી લોંગફેલોએ “The Discoverer of North Cape' નામના પોતાના કાવ્યમાં આ ઓટરનો નિર્દેશ કર્યો છે. ગાઇડે આગળ ચલાવ્યું : ઈ.સ.ના સોળમા સૈકામાં પોર્ટુગલ અને સ્પેને આફ્રિકાના કિનારે થઈ એશિયાના દેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં, ત્યારે તેઓની સાથે સંઘર્ષમાં ન અવાય એ માટે ઇંગ્લેન્ડે ઉત્તરનો દરિયાઈ માર્ગ શોધવાના પ્રયાસો ચાલુ કર્યા. ત્યારે નૉર્થ કેપ પાસેના આ સમુદ્રમાં વહાણોની અવરજવર બહુ વધી ગઈ હતી. એ બધાંનો બહુ રોમાંચક ઇતિહાસ છે. પછી તો ડેન્માર્ક પણ એમાં જોડાયું હતું. સર હ્યુજ વિલોબી, રિચર્ડ ચાન્સેલર, સ્ટીફન બરો, વિલિયમ બરો, જોન સ્ટેફર્ડ, બેરન્ટસ વગેરે દરિયા ખેડુ નાયકોએ જાનના જોખમે સફરો કરી હતી. એ વખતે ખરાબ હવામાનનું જોખમ તો ખરું, પણ એક નામચીન ચાંચિયા મેન્ડોન્સાનું જોખમ પણ રહેતું. એનું નામ પડે અને ખલાસીઓ ધ્રુજતા. છેવટે ડેન્માર્ક બીડું ઝડપ્યું. મજબૂત મોટા વહાણમાં કાબેલ નાવિકો સાથે મેન્ડોન્સાનો પીછો પકડ્યો. ઘણી મહેનતે, દરિયાઈ ભાગાભાગીમાં મેન્ડોન્સા પકડાયો. લોખંડની સાંકળોમાં બાંધીને એને કોપનહેગન લાવવામાં આવ્યો અને ત્યાં રાજા ચાર્લ્સ ચોથાની હાજરીમાં એનો શિરચ્છેદ કરવામાં આવ્યો. મેન્ડોન્સાની વિદાય પછી ચાંચિયાગીરીનું જોખમ ઘણું હળવું થયું. પછી તો રાજા ચાર્લ્સ પોતે પણ એક વહાણમાં ખલાસીઓને અને અમલદારોને લઈને નૉર્થ કેપ સુધી જઈ આવ્યો હતો. નૉર્થ કેપ - ૧૭૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રમાર્ગે નૉર્થ કેપ સુધી જવાનો વ્યવહાર તો બહુ જૂનો હતો. પરંતુ એની વાતો સાંભળીને જમીન માર્ગે જવાના કોડ પણ કેટલાકને જાગ્યા હતા. વિધિની વક્રતા કેવી છે કે કેવળ પ્રવાસ ખાતર પ્રવાસ કરનારા સત્તરમા-અઢારમા સૈકાના આરંભના બે ધુરંધર પ્રવાસીઓ નોર્થ કેપ ગુપ્ત વેશે આવ્યા હતા. વસ્તુત: એમને ગુપ્ત વેશે આવવું પડ્યું હતું. એક હતા ઇટાલીના દેવળના પાદરી ફ્રાન્સિસ્કો નેગ્રી અને બીજા હતા ફ્રાન્સના યુવરાજ લૂઈ ફિલિપ. નેગ્રી રોમન કેથોલિક ધર્મના હતા. નૉર્વેમાં પ્રોટેસ્ટન્ટ ધર્મ પળાતો હતો. ત્યાં એવો કાયદો હતો કે જે કોઈ રોમન કેથોલિક હોય કે તે ધર્મ પાળતો હોય તો એને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવતી. નેગ્રીને નૉર્થ કેપ જોવાની તીવ્ર ઝંખના હતી, પણ મૃત્યુદંડનો ભય હતો એટલે તેઓ વેશપલટો કરીને આ બાજુ આવ્યા હતા. અઢારમા સૈકામાં ફ્રાન્સમાં જ્યારે ક્રાન્તિ થઈ અને રાજા લૂઈને ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે યુવરાજ ફિલિપ ફ્રાન્સમાંથી ભાગી છૂટ્યા અને ગુપ્તવેશે એક સ્થળેથી બીજે સ્થળે આવ્યા હતા કે જ્યાં તેમને કોઈ ઓળખી ન જાય. ચાલીસ વર્ષના ફ્રાન્સસ્કો નેગ્રી બહુ ખડતલ હતા. એક લોખંડી પુરુષ જેવા હતા. રખડતા રખડતા તેઓ એકલા આવ્યા હતા. તેમને કોઈ સાથીદાર નહોતો. સાથીદાર જોઈતો નહોતો કે જેથી પોતાની ગુપ્તતા પ્રગટ થઈ જાય. કોઈ પૂછે કે “તમારી સાથે કોઈ ભાઈબંધ કેમ નથી ?' તો એનો જવાબ એમની પાસે તૈયાર હતો : “મારો જોડીદાર આ વિકટ પ્રવાસમાં માંદો પડે તો મારે શું કરવું ? હું એની ચાકરી કરવા રોકાઉં તો મારે આગળનો પ્રવાસ, એ સાજો થાય ત્યાં સુધી, અટકાવી દેવો પડે. જો હું ન રોકાઉ અને આગળ જાઉં તો હું નિષ્ફર અને બેવફા ગણાઉં. માટે જોડીદાર ન હોય એ જ મારે માટે સારી વાત છે. મને પોતાને જો કંઈ થાય તો તેની ચિંતા નથી, કારણ કે મારે આગળપાછળ કોઈ છે નહિ.” નેગ્રી પગે ચાલીને, ઘોડા ઉપર કે બોટમાં બેસીને આગળ વધતા. તેઓ પોતાની ડાયરી રાખતા. પોતે ચિત્રકાર હતા એટલે ડાયરીમાં ચિત્રો અને નકશા દોરતા. એમને ભાષાનો અને પૈસાનો પ્રશન નડતો. પણ એનો ઉકેલ તેઓ શોધી કાઢતા. કેટલીય વાર આગળ રસ્તો ન હોય કે ન જડતો હોય તો પાછા ફરવું પડતું. પણ એથી તેઓ નિરાશ થતા નહિ. સમયનું એમને કોઈ બંધન નહોતું. ઘરેથી નીકળ્યા પછી બે વર્ષે નેગ્રી નૉર્થ કેપ પહોંચ્યા હતા. પહોંચતાં જ એમણે પોતાની ડાયરીમાં લખ્યું, “હાશ.. છેવટે હું નૉર્થ કેપ આવી ૧૭૮ * પ્રવાસ-દર્શન Page #221 -------------------------------------------------------------------------- ________________ પહોંચ્યો છું. ધરતીનો આ સૌથી દૂરનો છેડો છે. આ પ્રદેશ વિશે જોવાજાણવાની મારી વર્ષોની તૃષા આજે સંતૃપ્ત થઈ છે. મારું સ્વપ્ન સાર્થક થયું છે. અહીંથી હું હવે પાછો ફરીશ. ઈશ્વરની મરજી હશે તો હું જીવતો મારે વતન પહોંચી જઈશ.' અને નેગ્રી સહીસલામત પોતાને વતન પહોંચી ગયા. એમની સચવાયેલી ડાયરીએ એ કાળના એમના અનુભવોની ઘણી સભર માહિતી સંઘરી રાખી છે. બાવીસ વર્ષના રાજકુમાર ફિલિપે, પોતાના બે અંગત મદદનીશો સાથે, બરછટ કપડાં ધારણ કરી, પોતે સ્વિટ્ઝરલેન્ડના વતની છે અને આ પ્રદેશનો અભ્યાસ કરવા આવ્યા છે એવો દેખાવ કર્યો હતો. એમણે પોતાનું નામ “મ્યુલર” રાખ્યું હતું. તેઓ બહુ દેખાવડા હતા એટલે આ પ્રદેશના મહિલાવર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. ધીમી ગતીએ ચાલતી અમારી બસ નૉર્થ કેપ પર આવી પહોંચી. અમે ઊતરીએ એટલી વારમાં તો આકાશ ઘેરાં વાદળોથી ઘેરાઈ ગયું. હવે સૂર્ય પ્રકાશ જોવા મળશે કે કેમ તે પ્રશ્ન થયો. પણ ઘડિયાળમાં હજુ રાતના અગિયાર વાગ્યા હતા. સદ્ભાગ્ય હોય તો વાદળાંનો ધસારો ઘટી પણ જાય. સામે જ વિશાળ હોલ હતો. એમાં અમે દાખલ થયા. નૉર્વેની સરકારે કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે ડુંગરની ટોચ પરની સપાટ જગ્યામાં આ હૉલ બંધાવ્યો છે, જેથી બહારની ઠંડી, વરસાદ વગેરેથી બચી શકાય. જૂના વખતમાં સ્ટીમર નીચે ઊભી રહેતી અને પ્રવાસીઓ હજાર પગથિયાં ચડીને ઉપર આવતાં. વરસાદ કે બરફ પડે તો કોઈ રક્ષણ નહોતું. અશક્ત પ્રવાસીઓ સ્ટીમરમાં જ બેસી રહેતા (ગઈ સદીમાં આપણા જગતપ્રવાસી કાલુભાઈ બશિયા આ રીતે જ અહીં આવેલા એનું સ્મરણ થયું.) આ વિશાળ હોલમાં ચારસો-પાંચસોથી વધુ માણસો હોય તો પણ ગિરદી જેવું ન લાગે. એમાં રેસ્ટોરાં છે, સુવેનિની દુકાનો છે, ટેલિફોનની સગવડ છે, પોસ્ટઑફિસ છે, થિયેટર છે, શૌચાલય છે, જેઓને રાત રોકાવું હોય તેમને માટે રૂમોની સગવડ છે. આ એક સતત જાગતું કેન્દ્ર છે. સ્ટાફની ફરજ બદલાય, પણ કેન્દ્ર ચોવીસે કલાક ગાજતું રહે, સતત અઢી મહિના સુધી. આ કેન્દ્રમાં અમે મરજી મુજબ ફર્યા. સ્વજનોને સચિત્ર પોસ્ટકાર્ડ લખ્યાં કે જેના ઉપર નૉર્થ કેપનો ટપાલનો સિક્કો મારી આપવામાં આવે છે. નૉર્થ કેપ - ૧૭૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ પછી અમે એક વિશાળ સુશોભિત ભોંયરા (Tunnel) વાટે નીચે ચોગાનમાં ગયા. આ ભોંયરામાં થાઇલેન્ડના મહારાજાએ ૧૯૦૬માં નોર્થ કેપની મુલાકાત લીધેલી એની યાદગીરીરૂપે આપેલી કીમતી ભેટવસ્તુઓ એક શૉકેસમાં રાખવામાં આવી છે. અમે ચોગાનમાં પહોંચ્યા. ત્યાં ઘણા બધા પ્રવાસીઓ હતા. આ ચોગાનમાં કઠેડા પાસે ઊભા રહી નીચે સમુદ્રનું દર્શન કરી શકાય છે. હજાર ફૂટ ઊંચા આ ખડકની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. એની ઊંચાઈ ઢાળવાળી નથી પણ સીધી લટકતી દોરી જેવી છે. સમુદ્રમાં થોડે દૂરથી જોઈએ તો સીધો, ઊંચો, જાડો અને ભૂખરા રંગનો ખડક, જાણે ઐરાવત હાથીએ પાણીમાં પગ મૂક્યો હોય એવો લાગે. એટલે જ દરિયાખેડુઓ માટે એ મશહૂર નિશાની બનેલો છે, જાણે તે ભોમિયાની ગરજ સારે છે. ચોગાનના એક છેડે ઓળખ-નિશાની તરીકે ધાતુની પાઇપનો વિશાળ ગોળો બનાવીને ગોઠવવામાં આવ્યો છે, જેથી નૉર્થ કેપને તરત ઓળખી શકાય. ઘણા સહેલાણીઓ, ત્યાં ઊભા રહી ફોટા પડાવે છે. નૉર્થ કેપ ગયાની એ સાબિતીરૂપ યાદગીરી છે. આ ખડક પરથી પગથિયાં ઊતરી નીચે સમુદ્રની સપાટી સુધી જઈ શકાય છે. જૂના વખતમાં આ ખડક પાસે સ્ટીમર આવીને ઊભી રહેતી ત્યારે ઉપર જવા માટે પગથિયાં કરવામાં આવ્યાં હતાં. હજાર પગથિયાનું ચઢાણ બહુ કપરું હતું, પરંતુ ઉપર પહોંચ્યા પછી જે દૃશ્ય જોવા મળતું એથી પરિશ્રમ વસૂલ લાગતો. અમારી ગાઇડ યુવતીએ કહ્યું કે જૂના વખતમાં એક સ્થાનિક માણસ અહીં નીચે લાકડીઓ લઈને આવતો અને પ્રવાસીઓને લાકડી વેચતો. ઊતર્યા પછી ઘણા પ્રવાસીઓ લાકડી પાછી મૂકીને જતા. આમ લાકડીના વેપારમાં જ એ માણસ ધનવાન બની ગયો. લાકડીએ એના ભાગ્યને પલટાવી નાખ્યું હતું. ભાગ્ય હોય તો કેવાં કામ સૂઝી આવે છે ! મધ્યરાત્રિ ચાલુ થઈ ગઈ હતી. વાતાવરણમાં અજવાળું હતું, પણ સૂર્યપ્રકાશ નિહાળવા મળતો નહોતો. એમ કહેવાયું કે સમગ્ર ઋતુ દરમિયાન નિરભ્ર ખુલ્લો સૂર્ય કદાચ કોઈને જોવા મળે તો મળે. પણ નાની નાની વાદળીઓ પાછળ રહેલો સૂર્ય જોવા મળે તો પણ મોટું ભાગ્ય ગણાય. અહીં વાદળાંઓનો ધસારો નિરંતર રહે છે. અમે રાહ જોતા હતા એટલામાં તો જોરદાર વરસાદ ઝાપટ્યો. બધા દોડીને હૉલમાં પહોંચી ગયા. અમારી પાસે સમય હતો એટલે અમારા કાર્યક્રમ મુજબ અમે “નૉર્થ ૧૮૦ ક પ્રવાસ-દર્શન Page #223 -------------------------------------------------------------------------- ________________ કેપ' વિશેનું ચલચિત્ર જોવા થિયેટરમાં બેઠા. આ એક અદ્ભુત અનુભવ છે. આપણે જાણે હેલિકૉપ્ટરમાં બેઠા હોઈએ એવું લાગે. સાહસી દશ્યો આવે તો સાક્ષાત્ અનુભવતા હોઈએ એવું લાગે અને છાતીમાં ગભરાટ પણ થાય. જાતે ન જઈ શકીએ અને ન જોઈ શકીએ એવાં એવાં દૃશ્યો જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય. ચલચિત્ર જોઈને અમે બહારના ભાગમાં આવ્યા. ત્યાં એક બાજુ ‘ધરતીનાં છોરું’ (Children of the Earth) નામનું સ્મારક રચવામાં આવ્યું છે. ૧૯૮૯માં એક લેખકને બાળકો માટે કશુંક કરવાનો વિચાર આવ્યો. આખી દુનિયામાં જુદા જુદા દેશોમાંથી સાત તેજસ્વી બાળકોને પસંદ કરવામાં આવ્યાં. તેઓને અહીં બોલાવ્યાં. અહીંથી માટીમાંથી તેઓએ પોતાને આવડે એવી આકૃતિ બનાવી. એના ફોટા લઈ, વિસ્તૃત કરી તે પ્રમાણે કાંસામાં ઢાળીને આકૃતિઓ બનાવવામાં આવી અને તે વર્તુળાકાર ફ્રેમમાં અહીં ઊભી ક૨વામાં આવી છે. સાથે મા અને બાળકની એક આકૃતિ પણ રાખવામાં આવી છે. આ સ્મારક પ્રખ્યાત થઈ ગયું છે. આ સંસ્થા તરફથી બાળકોના કલ્યાણ માટે કાર્ય કરનારાઓને પારિતોષિક અપાય છે. હવે અમારે બસમાં બેસવાનો સમય થવા આવ્યો હતો. અમે બસ તરફ ચાલતા હતા ત્યાં એકાએક દોડાદોડી થઈ, આનંદની ચિચિયારીઓ થઈ. અમે પાછળ જોયું તો વાદળી પાછળ સૂર્ય પ્રકાશવા લાગ્યો હતો. અમે પણ હૉલમાં થઈને ચોગાનમાં પહોંચ્યા. સરસ સૂર્યદર્શન થયું. ત્યારે ઘડિયાળમાં રાતના અઢી વાગ્યા હતા. સૂર્યકિરણોનું અમે આકંઠ પાન કર્યું. અમારે ખસવું નહોતું પણ સૂર્યનારાયણે પડદા પાછળ ઢંકાઈ અમને વિદાય આપી દીધી. અમને થયું કે સૂર્ય તો એનો એ જ, આપણે ત્યાં આખું વર્ષ ધોમધખતો હોય માટે એની કિંમત ઓછી અને અહીં થોડીક ક્ષણો માટે પ્રકાશ રેલાવે એ માટે લોકો ગાંડાની જેમ નાચે ! પ્રકૃતિમાં કેટલું બધું સામ્યવૈષમ્ય છે ! બસમાં બેસી અમે સ્ટીમર પર આવી પહોંચ્યા. બીજી કેટલીક બસો પણ આવી પહોંચી. વિશાળ સ્ટીમરમાં યથેચ્છા બેસવાનું હતું. અમે ઉપરના માળે સ્ટીમરની દિશામાં સામે સમુદ્રદર્શન થાય એ રીતે બેઠા. સ્ટીમર ઉપડ્યા પછી થોડી વારે બધાને કૉફી આપવામાં આવી. એક કર્મચારી યુવતી ખાલી કપરકાબી લઈ જવાનું કામ કરતી હતી. અમારી બેઠક પાસેની જગ્યામાંથી તે પસાર થતી હતી. એક ફેરો કરીને એ ઝડપથી પાછી આવી. એણે ટ્રેમાં એક ઉપર એક એમ દસબાર કપ ગોઠવ્યા. મારાથી સહજ રીતે નૉર્થ કેપ * ૧૮૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ બોલાઈ ગયું, “બહેન, થોડા ઓછા કપ લઈ એક ફેરો વધુ કરો તો ! કોઈ વખત કપ પડી જાય.' એણે સસ્મિત કહ્યું, “સર, એમ નહિ થાય. આ મારો રોજનો મહાવરો છે.” એના આત્મવિશ્વાસથી આનંદ થયો. પણ પછીના ફેરે એના બધા કપ ધડ દઈને નીચે પડ્યા. કેટલાક ફૂટયા. કેટલાક પ્રવાસીઓ ઉપર બચેલી કૉફીના છાંટા ઊડ્યા. અમને પણ એનો લાભ મળ્યો. યુવતી શરમિંદી બની ગઈ. એણે કહ્યું, “સર, તમારી સલાહ સાચી હતી.' બીજા કર્મચારીએ ફટાફટ સાફસૂફી કરી નાખી અને જાણે કશું જ બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. હામરફેસ્ટ આવતાં અમે અમારી હોટેલમાં પહોંચી ગયા. (પાસપોર્ટની પાંખે-૩) ૧૮૨ ૯ પ્રવાસ-દર્શન Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨પ વાઇકિંગના વારસદારો (આઇસલૅન્ડ) ઇંગ્લેન્ડની ઉત્તરે, લંડનથી લગભગ હજારેક માઈલ દૂર, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટાપુ આઇસલેન્ડના પાટનગર રેડ્યાવિકમાં અમે હોટેલ લેઈક્ર આઈરિક્સનમાં ઊતર્યા હતા. એક દિવસ અમે રેશ્યાવિકથી લગભગ પંચોતેર માઈલ દૂર ઈશાન દિશામાં આવેલો ગલફોસ નામનો ધોધ જોવા જવાનો કાર્યક્રમ રાખ્યો હતો. એ માટે અમે એક સ્થાનિક કંપનીની ટૂરમાં જોડાયા હતા. સમય અનુસાર અમે એ ટ્રાવેલ કંપનીની બસમાં બેસવા માટે મુકરર સ્થળે પહોંચી ગયા. બસ તૈયાર જ ઊભી હતી. કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. આવા પ્રવાસમાં બસમાં આગળ બેઠક મળી હોય તો ચડવાઊતરવામાં કેટલીક અનુકૂળતા રહે છે. પરંતુ બસમાં દાખલ થતાં જ અમે જોયું કે પહેલી બેઠકમાં એક શ્વેતકેશી વૃદ્ધ મહિલા બેસી ગયાં હતાં અને કોઈક પુસ્તક વાંચતાં હતાં. “માજીએ વહેલા આવીને પહેલી બેઠક પચાવી પાડી છે. અમારામાંથી એક ગુજરાતીમાં કહ્યું. આટલી ઉંમરે પણ પ્રવાસનો એમને સારો શોખ હોય એમ લાગે છે.' બીજાએ પોતાનું અવલોકન જણાવ્યું. હસતાં હસતાં અમે પાછળ ખાલી બેઠકોમાં બેસી ગયા. બસમાં લગભગ પચીસેક પ્રવાસી હતા. વાઇકિંગના વારસદારો - ૧૮૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ સમય થયો એટલે ડ્રાઇવર બસમાં આવી ગયો. બસ ચાલુ કરી, પરંતુ ગાઇડ તરીકે કોઈ દેખાયું નહિ. એવામાં પહેલી બેઠકમાં બેઠેલાં એ વૃદ્ધ મહિલા ઊભાં થયાં. ડ્રાઇવર પાસેથી માઇક હાથમાં લઈ એમણે કહ્યું, “સજ્જનો અને સન્નારીઓ ! તમારું સ્વાગત કરતાં અમને બહુ આનંદ થાય છે. આજની સફરમાં હું તમારી ગાઇડ છું. આપણે અહીંથી ગલફોસનો ધોધ જોઈ સાંજે પાછા ફરીશું. આઇસલેન્ડની ભાષામાં ફોસ એટલે જ ધોધ.' એમને જોઈને અમને કેટલાકને આશ્ચર્ય થયું. અમે માંહોમાંહે બોલ્યા, “સારું થયું કે એમને વિશે આપણે ગુજરાતીમાં બોલ્યા.' ગાઇડે કહ્યું, “મારું નામ છે જોના ગ્રોઆ જેકબદોતિર. હું આઇસલેન્ડની વતની છું. યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી હવે હું નિવૃત્ત છું. મને જોઈને તમને આશ્ચર્ય થશે, કારણ કે હું પંચોતેર વર્ષની વૃદ્ધ મહિલા છું. દુનિયામાં બધે તમને ગાઇડ તરીકે યુવક કે યુવતી જોવા મળશે. પરંતુ રેડ્યાવિકની પરિસ્થિતિ જુદી છે. અહીં સાત-આઠ મહિના ખાસ કોઈ પ્રવાસી હોતા નથી, કારણ કે આ હિમપ્રદેશમાં અસહ્ય ઠંડીમાં ફરવા કોણ આવે ? એટલે ગાઇડ તરીકેનું મારું કામ ત્રણચાર મહિના જ ચાલે, પણ પછી રજા. આટલા વખતમાં જ કમાણી કરી લેવાની, પછી ફરવાની મજા, મને સાહિત્ય, ઇતિહાસ વગેરેનો શોખ છે અને ઇંગ્લિશ ભાષા આવડે છે. એટલે જ કામ કરું છું. મને એ ગમે પણ છે. અહીં સાત-આઠ મહિના તો ચારે બાજુ બરફના ઢગલા હોય. ત્રણેક મહિના તો સતત અંધારી રાતની ઋતુ. ઘડિયાળમાં જોઈને દિવસ-રાત ગણવાનાં. કામ વગર કોઈ બહાર ન નીકળે. ઘણા લોકો તો ઘરમાં જ બેસી ટી.વી. જુએ, પુસ્તક વાંચે, પાનાં રમે, ભરત-ગૂંથણ કે એવી કોઈક પ્રવૃત્તિ કરે. મને પંચોતેર વર્ષ થયાં છે, પણ હજુ હું સશક્ત છું. તમે જોશો કે તમારામાંનાં કેટલાંક કરતાં હું વધારે ઝડપથી ચાલી શકું છું. જરૂર પડે તો હું દોડી પણ શકું છું. અહીં આઇસલૅન્ડમાં અમારા લોકોની નસોમાં વાઇકિંગ પ્રજાનું લોહી વહે છે. અમે ખડતલ છીએ. ગમે તેવી મુશ્કેલીમાંથી પણ અમે રસ્તો કાઢી લઈએ. અહીંના ભયંકર હવામાનથી અમે ટેવાઈ ગયાં છીએ. આઇસલૅન્ડમાં રહેવું અને કુદરતથી ડરવું એ બે સાથે ન હોઈ શકે.' ગાઇડ જોનાએ ત્યાર પછી અમને આઇસલેન્ડની ભાષાના કેટલાક શબ્દો કહ્યા : હું એટલે એગ; તમે એટલે પુ; અમે એટલે વિડ; તે એટલે હa; હા એટલે લા; ઇંગ્લિશ એટલે એજ્યુ. આ બધામાં અમારા માટે ૧૮૪ અંક પ્રવાસ-દર્શન Page #227 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વનો શબ્દ હતો આભારનો. આભાર એટલે ‘તાક્ક' અથવા ‘તાક્ક ફાયરિ૨’. સ્કેન્ડિનેવિયાના વાઇકિંગ લોકોની ભાષા તથા ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડની ભાષાના સંમિશ્રણ જેવી, સ્થાનિક અસરવાળી ભાષા તે આઇસલૅન્ડની ભાષા. અમારી બસ હવે રેક્ટાવિક નગર છોડી બહાર આવી ગઈ હતી. જોનાએ કહ્યું, ‘હવે બંને બાજુ એકસરખો ખુલ્લો પ્રદેશ તમને જોવા મળશે. તે દરમિયાન હું તમને અમારા આઇસલૅન્ડ વિશે થોડીક વાત કરું. યુરોપના દેશોમાં વસવાટની દૃષ્ટિએ આઇસલૅન્ડ છેલ્લો વસેલો દેશ છે, કારણ કે યુરોપની વાયવ્ય દિશામાં ઘણે દૂર, ઉત્તર ધ્રુવના વર્તુળમાં આવેલો આ દેશ છે. યુરોપમાં ગ્રીક સંસ્કૃતિ અઢી હજાર વર્ષ કરતાં વધુ પ્રાચીન છે, પરંતુ આઇસલૅન્ડનો ઇતહાસ હજાર-બારસો વર્ષથી વધુ જૂનો નથી. તેમાં પણ આરંભના સૈકાનો ઇતિહાસ તો નહિ જેવો છે.' બારીની બહાર ખાસ કશું જોવાનું ન હતું. સાવ સપાટ ધરતી હતી. ચારે બાજુ એક વૃક્ષ કે વલી જોવા ન મળે. જ્યાં ઊભા હોઈએ ત્યાંથી ક્ષિતિજનું આખું વર્તુળ જોવા મળે. આઇસલૅન્ડની ધરતી એટલે ઠરી ગયેલા જ્વાળામુખીઓની ધરતી. એની કાળી, ચૉકલેટી કે ઘેરી પીળી માટી એટલે મહેસૂબની જેમ કાણાંવાળાં ચોસલાં જેવી કઠણ માટી. એમાં ઘાસ પણ ન ઊગે. સામાન્ય રીતે કહેવાય છે કે વગડામાં ઘાસ તો પોતાની મેળે ઊગે. એની ખેતી કરવાની ન હોય. પણ અહીં તો ઘેટાંઓ ચરાવવા માટે ઘાસ ઉગાડવા ઘણી મહેનત કરવી પડે છે. જોનાએ આઇસલૅન્ડના ઇતિહાસ વિશે વધુ માહિતી આપતાં કહ્યું, ‘આઇસલૅન્ડની ધરતી ઉપર સર્વ પ્રથમ પગ મૂકનાર તે આયરલૅન્ડના પાદરીઓ હતા. આયરલૅન્ડથી ઉનાળામાં વહાણમાં નીકળી દરિયામાં સીધા ઉત્તર દિશામાં તેઓ અહીં આવી પહોંચતા. પછીથી એમણે અહીં વસવાટ કર્યો. ઈ.સ.ના આઠમા સૈકામાં તેઓ આવેલા. પરંતુ ત્યાર પછી નોર્વેના વાઇકિંગ લોકો આવ્યા. એટલે તેઓ આઇસલૅન્ડ છોડી પાછા આયરલૅન્ડ ચાલ્યા ગયા હતા. ઈ.સ. ૮૦૦થી ૯૩૦ના ગાળામાં નોર્વેના વહાણવટીઓ અહીં આવીને વસવા લાગ્યા. નોર્વે, ડેન્માર્ક અને સ્વીડનનો પ્રદેશ સ્કેન્ડિનેવિયા તરીકે ઓળખાય છે. આ પ્રદેશના લોકો નોર્ડિક (Nordic) કહેવાતા. વખત જતાં તેઓ વાઇકિંગ તરીકે જાણીતા થયા. આ સાહસિક, મહત્ત્વાકાંક્ષી, જબરા લોકોએ અહીં આઇસલૅન્ડ પર કબજો મેળવ્યો અને અહીંથી આગળ જઈ ગ્રીનલૅન્ડ પર પણ પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ત્યારે વાઇકિંગના વારસદારો * ૧૮૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ આઇસલૅન્ડની વસ્તી પંદર-વીસ હજારની પણ નહિ હોય. પરંતુ એ યુગ ભારે પરાક્રમનો હતો. એની ઘણી ઐતિહાસિક વિગતો મળે છે. એ બધાં લખાણો SAGA તરીકે ઓળખાય છે. SAGA એટલે આઇસલૅન્ડનો ભવ્ય ભૂતકાળ. એક જમાનો એવો હતો કે જ્યારે એમ મનાતું કે વાઇકિંગ લોકો એટલે દરિયાઈ ચાંચિયા, લુચ્ચા, જબરા અને ઘાતકી. પણ હવે ઇતિહાસકારો કહે છે કે વાઇકિંગ લોકો એટલે Raiders નહિ, તેઓ Traders - વેપારી પણ હતા. તેઓ જાનના જોખમે પણ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષાવાળા હતા. તેઓએ પોતાની નૌકાવિદ્યા વિકસાવી હતી. તેમની નૌકાઓ એટલે કલાનો પણ ઉત્તમ નમૂનો. અજાણ્યા મુલકમાં જવા એમની આંખો તલસતી, નોર્વે અને આઇસલૅન્ડની વચ્ચેના સમુદ્ર પર તેમનું જ વર્ચસ્વ રહેલું.' આઇસલેન્ડના ઇતિહાસની રસિક વાતો કરતાં કરતાં જોનાએ કહ્યું, “અમારો દેશ એટલે વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓનો દેશ. દાખલા તરીકે મારું આખું નામ છે જોના ગ્રોઆ જેકબદોતિર. તમે મને કહેશો કે આમાં ગ્રોઆ તે કોણ ?' ગ્રોઆ તમારા પતિનું નામ અથવા પિતાનું નામ લાગે છે.” અમારામાંથી કોઈક બોલ્યું. “નહિ. ગ્રોઆ મારી માતાનું નામ છે. અહીં આઇસલેન્ડમાં આમ તો ફક્ત નામ અને ઓળખ લખવાનો રિવાજ છે, પરંતુ વચલું નામ લખવાની જરૂર પડે તો સ્ત્રીના નામ પછી એની માતાનું નામ લખવાનો રિવાજ છે, પિતા કે પતિનું નામ નહિ. તે પછી અટક લખાય છે. કેટલાકની અટકમાં પિતાના નામ પછી દીકરો હોય તો Son જોડાય છે અને દીકરી હોય તો Dottir જોડાય છે. તમે જોઈ શકશો કે અમે વાઇકિંગના વારસદારો છીએ. અમારામાં સ્ત્રીઓનું મહત્ત્વ પણ કેટલું બધું છે !' “હવે તમને બીજી એક વાઇકિંગ વિશિષ્ટતા બતાવું,” જોનાએ કહ્યું, તમારી ડાબી બાજુ બારીમાંથી બહાર જુઓ. હવે ડુંગરાઓ ચાલુ થયા છે. તમને કંઈ દેખાય છે ?' ડુંગરોની તળેટીથી સહેજ ઊંચે બેઠા ઘાટનું લાકડાનું એક ઘર હતું. હું બોલ્યો, “ઓહો ઠેઠ અહીં સુધી માણસો વસ્યા છે !' ના, અહીં સુધી માણસો વસ્યા નથી. આ તો ફક્ત એક જ ઘર છે. એને ઘર કહેવા કરતાં લાકડાની કૅબિન કહેવી એ વધુ યોગ્ય છે. જોનાની સૂચનાથી ડ્રાઇવરે બસ ઊભી રાખી. ડુંગરની ધાર ઉપર ઘણા મોટા મોટા પથરાઓની વચ્ચે એ કૅબિન હતી. ત્યાં જવાની કોઈ કેડી પણ નહોતી. ૧૮૯ ૯ પ્રવાસ-દર્શન Page #229 -------------------------------------------------------------------------- ________________ “એમાં કોઈ રહે છે ?' હા. એક યુવાન ભાઈ એમાં રહે છે.” આટલે બધે દૂર અહીં એકલા રહેવાનું કારણ ?' “બસ, એક તમન્ના. તમે જુઓ છો કે રેક્માવિકથી આટલે બધે દૂર આ ઘરને વીજળીનું કે પાણીનું કોઈ જોડાણ નથી. ત્યાં જે ભાઈ રહે છે તે ફક્ત ઉનાળામાં ચારેક મહિના આવીને રહે છે. ઉનાળામાં અહીં રાતના બાર-એક વાગે સૂર્યાસ્ત થાય અને અઢી-ત્રણ વાગતાં તો સૂર્યોદય થઈ જાય. બે-ત્રણ કલાકની રાતમાં અહીં આઇસલેન્ડમાં અંધારું ન હોય. જોઈ શકાય એવો, ચાંદની રાત કરતાં પણ વધારે ઉજાસ હોય. સંધ્યા કે પરોઢ જેવો ઉજાસ લાગે. એટલે લાઇટની જરૂર ન પડે. પીવાનું પાણી અને ખાધાખોરાકી વગેરે બધું પોતે ભરી લીધું હોય. તેઓ ઉનાળામાં અહીં ડુંગરોમાં રહેવા આવે છે એટલે પ્રકૃતિના પ્રેમી હશે !' હા, એ તો ખરું, પણ બીજું મહત્ત્વનું કારણ છે.” ‘એકલા રહે છે કે પત્ની-બાળકો સાથે રહે છે ?' એકલા જ. પરણ્યા નથી. હાથે રસોઈ કરીને ખાઈ લે છે. ચાર મહિના ઘરની બહાર નીકળતા નથી. હવે હું તમને સવાલ પૂછું છું. તમે કંઈ અનુમાન કરી શકો છો કે તેઓ શા માટે અહીં આવીને રહે છે ?' “રેક્ટાવિકમાં ગમતું નહિ હોય માટે ' કોઈકે કહ્યું. ભારતમાં હોય તો અમે એક અનુમાન કરી શકીએ કે તેઓ કોઈ આધ્યાત્મિક સાધના માટે, મૌન, ધ્યાન, જપ વગેરે માટે રહેતા હશે. ભારતમાં અનેક આવા અસંગ તપસ્વીઓ, સાધકો, મહાત્માઓ એકલા રહેતા હોય છે. અમે કહ્યું. ના, એવી કોઈ સાધના તેઓ કરતા નથી. તેઓ આખો દિવસ છાપાં, સામયિકો, પુસ્તકો વાંચે છે.” જોનાએ કહ્યું. તેમને ડર નહિ લાગતો હોય ?' કોઈકે પ્રશ્ન કર્યો. અહીં જંગલ જેવું જ નથી. એટલે જંગલી શિકારી પશુઓનો ડર ક્યાંથી હોય ?' બીજા કોઈકે કહ્યું. અહીં ચોર-ડાકુનો ભય પણ ક્યાંથી હોય ? પાસે કંઈ હોય તો ચિંતા ને ?' જોનાએ કહ્યું, “ડરનો પ્રશ્ન જ નથી. ડર તો આ ભાઈને ગમે એવો છે. વસ્તુત: ડર ઉપર વિજય મેળવવા તો તેઓ અહીં રહેવા આવ્યા છે !' વાઇકિંગના વારસદારો ૧૮૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ એ કેવી રીતે ?” તમને સમજાવું. તમે જુઓ છો ને કે એમના ઘરની આસપાસ કેટલી બધી શિલાઓ પડી છે !' કોઈ કોઈ શિલાઓ તો એમની દીવાલને અડીને પડી છે.” અમારામાંથી કોઈકે કહ્યું. દર વર્ષે ઉનાળામાં આ ડુંગરો પરથી ધડધડધડ કરતી મોટી શિલાઓ તૂટી પડે છે. શરૂઆતમાં તો બરફ ઓગળે એટલે હિમશિલાઓ તૂટી પડે. પછી પથ્થરની ભેખડો તૂટે. પડતી ગબડતી ભેખડો વેગથી નીચે ધસી આવે. આ ભાઈને એવો શોખ થયો કે જોખમો વચ્ચે જીવવું, મરવાનો ડર ન રાખવો. વાઇકિંગનું એ લોહી છે. એટલા માટે તો એમણે ઘર પણ લાકડાંનાં મજબૂત પાટિયાંનું નહિ, પણ પાતળાં પાટિયાંનું બનાવ્યું છે. ચાર વર્ષથી ઉનાળામાં તેઓ અહીં રહેવા આવી જાય છે. એટલી ખાધા-ખોરાકી વસાવી લે છે કે જેથી ઘરની બહાર જવું ન પડે. પ્રસન્નચિત્તે તેઓ રહે છે. દર વર્ષે અહીં ઘણી શિલાઓ પડે છે, પણ હજુ સુધી તેમને કશું થયું નથી.” “છે ને માણસો દુનિયામાં ! જીવનમાં નિર્ભયતા કેળવવા માટે કેવો નુસખો શોધી કાઢ્યો ! ધન્ય છે આવા મોતને મુઠ્ઠીમાં લઈને (ખડિયામાં ખાપણ લઈને) નીકળનારા માણસોને !' મારાથી બોલાઈ ગયું. અમારી બસ ગલફોસના રસ્તે આગળ ચાલી. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) ૧૮૮ પ્રવાસ-દર્શન Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નાઈલમાં નૌકાવિહાર (ઈજિપ્ત) નાઈલ નદીના બંને કાંઠે વસેલા ઇજિપ્તના પાટનગર કેરો (સ્થાનિક લોકો ‘કાહિરા’ ઉચ્ચારે છે)માં રાતને વખતે ફરતા હોઈએ તો નદીમાં લાઇટનાં મોટાં મોટાં તોરણોથી શણગારેલી નૌકાઓને આમતેમ ફરતી અને પાણીમાં સુરેખ પ્રતિબિંબ પાડતી જોવાનો જુદો જ આનંદ છે. એથીય વિશેષ આનંદ તો છે એ નૌકામાં જાતે ફરવાનો. ઇજિપ્તનો પ્રવાસ જેમ પિરામિડ જોયા વગરનો અધૂરો ગણાય તેમ નાઈલના નૌકાવિહાર વિનાનો પણ અધૂરો જ ગણાય. કેટલાંક સ્થળોનો અદ્વિતીય અનુભવ ‘જીવ્યા કરતાં જોયું ભલું' જેવી કહેવતને યથાર્થ ઠરાવતો હોય છે. નાઈલ નદીનું સૌન્દર્ય પણ એવું જ છે. અમે કેટલાક મિત્રો ઇજિપ્તના પ્રવાસે ગયા હતા ત્યારે કેરોમાં નાઈલમાં નૌકાવિહારનો કાર્યક્રમ પણ અમારે માટે ગોઠવાયો હતો. જેવું સ્થાન ભારતમાં ગંગામૈયાનું છે તેવું સ્થાન ઇજિપ્તમાં (મિસ૨માં) નાઈલમૈયાનું છે. ગંગા કરતાં નાઈલ લાંબી ઘણી, પણ પહોળાઈમાં અને પાણીના પ્રવાહમાં ગંગા ચડે. ભારતીય સંસ્કૃતિના પોષણ-સંવર્ધનમાં ગંગાનો ફાળો ઘણો મોટો છે, પણ ગંગા ઉપરાંત બીજી નદીઓનો હિસ્સો પણ છે, ત્યારે આફ્રિકામાં મિસરની સંસ્કૃતિના જન્મ અને વિકાસમાં એક માત્ર નાઈલને જ યશ મળે છે. નૌકાવિહારના કાર્યક્રમ માટે સાંજે હોટેલ પર તેડવા આવનાર ગાઇડે નાઈલમાં નૌકાવિહાર * ૧૮૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ સવારે જ અમને સૂચના આપતાં ભારપૂર્વક કહ્યું હતું, “સાંજે પાંચ વાગ્યે બધાએ સમયસર લૉન્જમાં તૈયાર રહેવું. બધાની ટિકિટ આવી ગઈ છે. આપણે જો વહેલા પહોંચીશું તો બેસવાની સારી જગ્યા મળશે. મોડું થશે તો પાછળ બેસવું પડશે. બહુ મોડું થશે અને નૌકા ઊપડી જશે તો આપણા પૈસા પાણીમાં જશે.” પોતાને વાંકે બીજાનો કાર્યક્રમ ન બગડે એવી તકેદારી રાખી સૌ સમય કરતાં વહેલા લોન્જમાં આવી ગયા હતા. ગાઇડ આવ્યો એટલે એની સાથે અમે સૌ બહાર નીકળ્યા. અલ ગેઝિરાહ-અલ વાસ્તા નામના વિસ્તારમાં ઊભે રાખેલી બસમાં અમે ગોઠવાયા. ગાઇડે કહ્યું, “આપણે સ્ટીમરના મથકે પહોંચીએ ત્યાં સુધીમાં હું તમને અમારી પવિત્ર નાઇલ નદી વિશે થોડીક માહિતી આપીશ. નાઈલ દેખાવે થોડી નાની લાગશે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી દુનિયાની તે લાંબામાં લાંબી નદી છે. તે આશરે ૪૧૬૦ માઈલ જેટલી લાંબી છે. લંબાઈ ઉપરાંત એની બીજી મહત્ત્વની ખાસિયત એ છે કે તે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ વહે છે. વિશ્વની ઘણીખરી મોટી મોટી નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં કે પશ્ચિમમાંથી પૂર્વમાં કે ઉત્તરામાંથી દક્ષિણમાં વહે છે. આફ્રિકામાં નાઈલ એક જ એવી મોટી નદી છે કે ઉત્તરાભિમુખ છે.” ગાઇડે વચ્ચે પ્રશ્ન કર્યો, “તમે હેરોડોટસનું નામ સાંભળ્યું છે ?' હા, ગ્રીક ઇતિહાસકાર, અઢી હજાર વર્ષ પહેલાં જે થઈ ગયા તે ?' મેં કહ્યું. બરાબર છે; એમણે કહ્યું છે કે મિસરની સંસ્કૃતિ એ તો નાઈલ નદીની દેવી ભેટ છે. નાઈલ નદી ન હોય તો મિસરની સંસ્કૃતિ ન હોય. ભૂમધ્ય સમુદ્રમાં અમારા સામા કિનારે ગ્રીસ આવ્યું. જે સમયે ગ્રીસની સંસ્કૃતિ નાના બચ્ચા જેવડી હતી તે સમયે ઈજિપ્તની સંસ્કૃતિ પુખ્ત વયના માણસ જેવડી હતી, પરંતુ મહત્ત્વનો તફાવત એ છે કે લગભગ ચાર લાખ ચોરસ માઇલના ઇજિપ્તના વિસ્તારમાં માત્ર લગભગ પાંચ ટકા જેટલી જમીનમાં લોકો વસેલા છે અને બાકીના પંચાણું ટકા જમીન તે સહરાનું રણ છે. ઇજિપ્તની લગભગ સાડાત્રણ કરોડ જેટલી જ વસ્તી છે તે મુખ્યત્વે આ નાઈલ નદીની આસપાસ વસેલી છે. ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઇથિયોપિયા અને સુદાનમાં થઈને વહેતી આવતી નાઈલનો સૌથી વધુ લાભ ઇજિપ્તને મળે છે. ૧૯૦ % પ્રવાસ-દર્શન Page #233 -------------------------------------------------------------------------- ________________ ‘નાઈલને “બ્લૂ (Blue) નાઈલ” કહેવામાં આવે છે પણ અહીં કેરોમાં તો તે ક્યાંય બ્લૂ દેખાતી નથી ?' કોઈક પ્રશ્ન કર્યો. ગાઇડે કહ્યું, ‘અહીં અમે એને ‘બ્લૂ’ કહેતા નથી. વસ્તુત: ‘બ્લૂ નાઈલ’ અને ‘વ્હાઇટ નાઈલ' બે ભિન્ન નદીઓનો સંગમ થઈ એક નાઈલ નદી બને છે. વિક્ટોરિયા સરોવરમાંથી નીકળતી નદી મુખ્ય નદી છે તે ‘વ્હાઇટ નાઈલ' તરીકે ઓળખાય છે. ઈથિયોપિયામાંથી ઉદ્ભવતી અને સુદાનના ખાર્ડમ શહેર પાસે ‘વ્હાઇટ નાઈલ'ને મળતી નદી તે ‘બ્લૂનાઈલ' : બન્ને નાઈલ તેથી તેમની પહેચાન માટે તેમનાં નામના સાથે ‘વ્હાઇટ’ અને ‘બ્લૂ' એવાં વિશેષણ જોડ્યાં. અમારી ભાષામાં બ્લૂ નાઈલને ‘બહાર-અલ-અઝરક' અને ‘વ્હાઇટ નાઈલ’ને ‘બહાર-અલ- આબિયાબ' કહે છે. સુદાનમાં ખાતુન પાસે બંને નદીઓનો સંગમ થાય છે અને પછી એક પ્રવાહરૂપે ઇજિપ્તમાં દાખલ થાય છે. ‘આતબારા’ નામની બીજી નદીનો એની સાથે સંગમ થયા પછી એનું કદ મોટું થાય છે. કુદરતની રચના કેવી છે તે જુઓ ! ઇજિપ્તમાં ખાસ કંઈ વરસાદ પડતો નથી. વરસાદ પડે છે એબિસિનિયામાં, પણ એનો લાભ મળે છે ઇજિપ્તને, કારણ કે ઇજિપ્ત પાસે ઊંડી લાંબી ખીણ છે. એટલે આગળથી વહેતી નદી ખીણના નીચાણવાળા ભાગમાં ધસે છે અને વૃદ્ધિ પામીને ભૂમધ્ય સમુદ્રને મળે છે.' ‘તમારી આ નદીનું મૂળ ક્યાં આવ્યું ?’ ‘ચાર હજાર માઈલ કરતાં વધારે લાંબી નદી તે ‘વ્હાઇટ નાઈલ’. એનું મૂળ લગભગ એટલે દૂર તો હોવું જોઈએ. ઓગણીસમા સૈકા સુધી તો એ વિશે કોઈને કશી ખબર નહોતી. સ્પેક, લિવિંગ્સ્ટન, મોર્ટન વગેરે યુરોપીય બહાદુર સાહસિક શોધસફરીઓએ આ વિસ્તારમાં રખડીને નકશાઓ તૈયાર કરેલા. તેઓએ બતાવેલું કે દક્ષિણમાં ન્યાવારોંગો નામની નાનકડી નિર્ઝરણીમાં નાઈલનું મૂળ છે. ત્યાં એનો જન્મ; યુગાન્ડા, સુદાન વગેરેમાં એની કિશોરાવસ્થા અને ઇજિપ્તમાં એનું યૌવન જોવા મળે છે. ઇજિપ્તની એ જનેતા છે, જીવાદોરી છે. પ્રાચીનકાળમાં અમારા લોકો ‘ફરાઓહ’ રાજાઓને દેવની જેમ પૂજતા, તેમ નદીને લોકકલ્યાણ કરનારી પવિત્ર માતા તરીકે પૂજતા. તેઓની ભાવના એવી ઊંચી હતી કે નાઈલમાં કોઈ માછલી પકડતા નહિ. રાજ્ય તરફથી પણ પ્રતિબંધ હતો. નદી માટે આટલો બધો ભાવ થવાનું કારણ એ હતું કે એક બાજુ જીવનનું સંરક્ષણ કરનારી નદી છે અને બીજી બાજુ હજારો માઈલનું સળંગ નિર્જન રણ છે. કોઈ ગુજરી જાય તો લોકો શબને ગામને પાદર રણની રેતીમાં દાટી નાઈલમાં નૌકાવિહાર * ૧૯૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ આવે. માણસે આખી જિંદગી રણમાં મડદાં દટાતાં જોયાં હોય એટલે લોકોનાં મનમાં રણ એટલે કબ્રસ્તાન, અપશુકનિયાળ, બિહામણું એવો ખયાલ બંધાઈ ગયેલો. નદી એટલે જીવન અને રણ એટલે મૃત્યુ એવી ગાંઠ લોકોના મનમાં પાકી થઈ ગયેલી. નદીમાં પૂર આવે ત્યારે લોકોનાં હૈયામાં આનંદની ભરતી આવે, કારણ કે નાઈલમાં પૂર ન આવે તો ભૂખમરો ચાલુ થાય. પૂર આવે એટલે માઈલો સુધીની જમીન ભીની થાય, કાંપ થાય, ચીકણા કાદવવાળી ફળદ્રુપ થાય અને ખેતીને લાયક થાય. એ બે-ત્રણ મહિનામાં આખા વરસનું કામ કરી લેવાનું. ઘરનાં બૈરાંછોકરાં બધાં કામે લાગી જાય. કાળી મજૂરી કરે. બાપ દીકરાને સલાહ આપે, “બેટા, નદીમાં પૂર આવે ત્યારે ઊંધું ઘાલીને જમીન સામે નજર રાખતો રહેજે અને થાક્યા વગર ખેતીનું કામ કરી લેજે, નહિ તો આખું વરસ પસ્તાવો રહેશે.' પણ હવે તો આસ્વાનમાં બંધ બંધાયો છે ને ?' કોઈક પ્રશ્ન કર્યો. હા, આસ્વાનમાં બંધ બંધાતાં અને “નાસર સરોવર'ની રચના થતાં ઇજિપ્તને બારે માસ પાણીની સારી સગવડ થઈ ગઈ છે. નાઈલમાં હવે આખું વર્ષ એકસરખું પાણી રહે છે. એટલે ખેતી બારે માસ થઈ શકે છે, પરંતુ હજુ પણ જૂની ઘરેડ પ્રમાણે અમુક જ મહિનામાં ખેતી કરનાર લોકો પણ ઘણા છે. નાઈલની વાતો પૂરી થાય તે પહેલાં તો નૌકાવિહાર માટેનું મથક આવી ગયું. કિનારે લાંગરેલી જુદી જુદી નૌકાઓમાંથી અમારા માટેની નૌકામાં ગાઇડ અમને દોરી ગયો. પ્રવેશદ્વાર પર અમારું સ્વાગત કરવા સ્ટાફના વિનયી સભ્યો સુંદર વસ્ત્રોમાં સુસજ્જ થઈને ઊભા હતા. સ્ટીમરમાં દાખલ થતાં જ અમારા ગાઈડનું મોટું પડી ગયું. તે બોલ્યો, “અરે ! આપણે આટલા વહેલા નીકળ્યા, પણ અહીં તો બધું ભરાઈ ગયું છે. આપણે છેલ્લા છીએ.' તરત કચવાટ ચાલુ થયો. અમારા ગ્રુપના સભ્યોને છેવાડે બેસાડવામાં આવ્યા. ઢળતી સંધ્યા અને પડતી રાત્રિ એ બંનેનું સૌંદર્ય માણવા મળશે, પણ સંગીત-નૃત્યની મહેફિલ સરખી માણવા નહિ મળે એનો રંજ ઘણાનાં મનમાં ઊભરાવા લાગ્યો. રંગબેરંગી લાઇટોનાં વિવિધ પ્રકારનાં તોરણો અને ફુગ્ગાઓથી સ્ટીમરને શણગારવામાં આવી હતી. વાતાવરણ ઉષ્મા અને ઉલ્લાસનું હતું. સ્ટીમરના એક છેડે મંચ જેવું હતું. મોટી લાઇટો અને માઇકની વ્યવસ્થા હતી. એની સામે હારબંધ ખુરશીઓ હતી. વચમાં અને બંને છેડે પેસેજ ૧૯૨ ૯ પ્રવાસ-દર્શન WWW.jainelibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ હતો કે જેથી ઊઠવા-બેસવામાં કોઈને ખસેડવા ન પડે. વચ્ચે વચ્ચે ઠંડાં પીણાં માટે ટિપોઈ ગોઠવેલી હતી. સભામંડપ રોનકદાર હતો. વચ્ચેના ભાગમાં, સ્ટીમરમાં ડેક ઉપર જવા માટેનો દાદર હતો. ભોજનસામગ્રી માટેનાં ટેબલો હતાં, છેવાડે શૌચાલયો હતાં. મંચ આગળનો સભામંડપ દાદર પાસે આવીને બે ભાગમાં વહેંચાઈ જતો હતો. ત્યાંથી પણ મંચનું દશ્ય તો બરાબર જોઈ શકાય એમ હતું, પણ આગળ બેસવાની મજા જુદી હતી એ પણ સમજી શકાતું હતું. છેવાડે બેસવાનું આવ્યું એટલે ઘણાએ નિરાશા અનુભવી. અમારા ગ્રુપના એક સભ્ય તો ગુસ્સામાં આવી ગયા હતા અને આયોજકો સાથે ઝઘડો કરવાના મૂડમાં હતા. એમને ઠંડા પાડતાં મેં કહ્યું, “બીજા લોકો વહેલા આવીને આગળ બેસી ગયા. એમાં કોઈનો વાંક નથી. હવે મનના ભાવો બગાડીએ તો મહેફિલની મજા માણવા નહિ મળે. માટે જે સ્થિતિ છે તે શાંતિથી સ્વીકારી લેવી જોઈએ.' અમે બધા પોતપોતાની બેઠકમાં ગોઠવાયા. ઠંડાં પીણાં પીરસાવાં ચાલુ થયાં. અમારા એક મિત્ર બહુ વ્યવહારદક્ષ ગણાય. તેઓ મંચ સુધી બે રાઉન્ડ મારી આવ્યા. બે ગ્રુપમાં એક એક ખુરશી ખાલી હતી. તે તે ગ્રુપને એમણે વિનયપૂર્વક પૂછી લીધું કે અમારામાંથી કોઈ પણ બે જણ એમની સાથે બેસીએ તો કંઈ વાંધો છે ? તેમની સંમતિ મળતાં તેઓ સ્ટીમરના સંચાલક પાસે પહોંચ્યા અને પૂછ્યું, “દરેકે પોતાના ગ્રુપમાં જ બેસવું અનિવાર્ય છે ?' સંચાલકે કહ્યું, “હા, દરેકે પોતાના ગ્રુપમાં જ બેસવું જરૂરી છે. એથી અમને ગણતરી કરતાં ફાવે અને ખાવાપીવામાં બધાનું ધ્યાન રાખવાનું અનુકૂળ રહે.' પણ અમારા ગ્રુપને સાવ છેલ્લે બેઠકો મળી છે. આગળ બે ખુરશી ખાલી છે. તમે રજા આપો તો અમારામાંથી બે જણને આગળ બેસવા મળે. તમે કહેશો ત્યારે પાછા ચાલ્યા જઈશું.” પણ એ ગ્રુપવાળા તમને બેસવા નહિ દે.” એમની સંમતિ મેં લઈ લીધી છે.” “તો ભલે, પણ બીજા કોઈ મહેમાનો ડિસ્ટર્બ ન થાય અને તમારા ગ્રુપના સભ્યોમાં કચકચ ન થાય તે જોજો.' . અમારા ગ્રુપમાં ઠંડાં પીણાંનો ઊભરો પેટમાં જતાં ચિત્તનો ઊભરો શમી ગયો હતો. બધા પોતપોતાની વાતોમાં મગ્ન બની ગયા હતા. પેલા મિત્રે આગળ બેસાડવા માટે બીજી વ્યક્તિ તરીકે મારી પસંદગી કરી. કેટલીક નાઈલમાં નૌકાવિહાર ૯ ૧૯૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ આનાકાની પછી હું ત્યાં જઈ એક ખાલી ખુરશીમાં બેઠો. બધા અજાણ્યાં લોકો હતા. આવી સફરમાં સ્થાનિક લોકો તો હોય નહિ. જુદા જુદા દેશોના પ્રવાસીઓ જ હોય. મેં જોયું કે મારા મિત્રે તો પોતાની બાજુવાળા સાથે ગોઠડી માંડી હતી. થોડી વાર પછી એમણે ઇશારો કરી મને બોલાવ્યો. કહે, ‘આ બાજુવાળા સજ્જનને મેં વાત કરી. પોતાના ગ્રુપમાં તેઓ એકલા જ છે. મેં કહ્યું કે મારા મિત્ર એકલા પડી ગયા છે, તમને વાંધો ન હોય તો બેઠક બદલાવી આપશો ? એટલે એમણે હા પાડી છે.' આમ, બેઠકો બદલાઈ અને અમે બે ચોથી હારમાં બારી પાસે બાજુબાજુમાં ગોઠવાઈ ગયા. સમય થયો એટલે મનોરંજન કાર્યક્રમ માટેના કલાકારો મંચ પર આવી ગયા. એક ચબરાક યુવક અને એક હસમુખી યુવતીએ હાથમાં માઇક લઈ નાચતાં નાચતાં સ્વાગતગીત શરૂ કર્યું. ભિન્ન ભિન્ન વાજિંત્રો વગાડનારાઓએ વાતાવરણ ગજવી દીધું. બંનેનો કંઠ મધુર અને મોટો હતો. સંગીતના સૂરોનો એવો ત્વરિત લય હતો કે સાંભળનારાઓને હાથ કે પગથી લય પુરાવવાનું મન થાય. ગીત આપણા ચિત્તને અને નજરને પકડી રાખે એવા હાવભાવથી રજૂ થયું. યુવકયુવતીએ ઇજિપ્તનો લાક્ષણિક ગણાય એવો કીમતી પોશાક પહેર્યો હતો. એના પર જરીની ટીકીઓ અને કીમતી નંગ એવી રીતે ટાંકવામાં આવ્યાં હતાં કે એમના પર ફેરવાતી લાઇટના પ્રકાશમાં તે ચકચકિત લાગતાં. બંનેએ મન મૂકીને ગીત ગાયું. તાળીઓના ગડગડાટ થયા. ગીત પૂરું થયું ત્યાં સુધી અમારી નજર બહાર નહોતી ગઈ. હવે સ્વચ્છ પારદર્શક કાચવાળી બારીમાંથી બહાર જોયું તો અમારી નૌકા નદીમાં અત્યંત મંદ ગતિએ ચાલી રહી હતી. ક્યારે એ ચાલુ થઈ એની ખબર પણ ન પડી. ન અવાજ આવ્યો કે ન આંચકો. ઍરકંડિશનનો જ એ પ્રતાપ. એક પછી એક એમ, વચ્ચે વિરામ વગ૨ ગીતો રજૂ થયાં, ઠંડાં પીણાં યથેચ્છ પિવાતાં રહ્યાં. પોણો કલાક ક્યાં વીતી ગયો તેની ખબર પણ ન પડી. સંગીતની મહેફિલ અડધે પહોંચી. ભોજન માટે વિરામ જાહેર થયો. જુદાં જુદાં ટેબલો પર વિવિધ પ્રકારની પુષ્કળ વાનગીઓ રાખવામાં આવી હતી. આવાં મોટાં મોંઘાં આયોજનોમાં મહેમાનોને ભોજન માટે પડાપડી ક૨વાની જરૂ૨ જ શાની રહે ? સૌએ ઉદારતાથી ઉદરપૂર્તિ કરી. સમય ૧૯૪ * પ્રવાસ-દર્શન Page #237 -------------------------------------------------------------------------- ________________ હતો એટલે કેટલાકની જેમ અમે પણ દાદર ચડી ડેક પર ગયા. ત્યાં નજર કરતાં જ બોલી ઊઠ્યા, “અરે, નીચે કરતાં અહીં ઉપર ખુલ્લામાં ચારે બાજુનું દૃશ્ય કેટલું બધું મનોહર લાગે છે !' અંધારું થઈ ગયું હતું. નદીના બંને કિનારે આવેલાં બહુમાળી મકાનોમાં દીવા થઈ ગયા હતા. કાળા આકાશની પશ્ચાદભૂમાં એ દશ્ય કોઈ સ્વપ્નનગરી જેવું લાગતું હતું. દૂર “કેરો ટાવર” મકાનની ઉત્તુંગતા નજરને ભરી દેતી હતી. નદીના નીરમાં તેનું પ્રતિબિંબ તે જાણે કે ડોકિયું કરવા ટાવર નીચે પાણીમાં ઊતર્યો હોય એવું લાગતું હતું. વિરામ પૂરો થયો. સંગીતનૃત્યની મહેફિલ ફરી ચાલુ થઈ. કેટલીય બેઠકો હવે ખાલી હતી. આગળવાળા કેટલાક ડેક પર ગયા અને પાછળવાળા કેટલાક આગળ આવ્યા. અમને બે ત્રણ મિત્રોને થયું કે અહીં ગીતો તો એક પછી એક આવ્યાં કરશે. હવે એમાં નવીનતા નથી. એના કરતાં ઉપર વધુ આનંદ માણી શકાશે. અમે ઉપર ગયા. નીચે યંત્રોત્પાદિત શીતલ હવા હતી. ઉપર તાજગીસભર મલયાનિલ વહેતો હતો. નીચે માનવસર્જિત કલાત્મક વાતાવરણ હતું. ઉપર નિસર્ગની વ્યાપક લીલા હતી. નીચે માનવીય સંગીત હતું. ઉપર વૈશ્વિક શાન્ત કોલાહલ હતો. પણ આ બધું તો જે અનુભવી શકે તે જ અનુભવે. નીચે બેસનારા પણ પોતાની રીતે સાચા જ હતા. સમય થતાં નૌકાએ પાછા ફરવા માટે ધીમે ધીમે મોટો વળાંક લીધો. ઉપરથી એ દશ્ય રમ્ય લાગતું હતું. કિનારા પરનાં સ્થળોનાં પરિમાણ બદલાતાં જતાં હતાં. નીચે હોત તો કદાચ આ દશ્ય આટલી સારી રીતે જોવા ન મળ્યું હોત. સ્ટીમર પાછી ફરી રહી છે એવો ખયાલ, સંગીતના તાનમાં કદાચ ન પણ આવત. સ્ટીમર ચલાવનાર કપ્તાને રોજના મહાવરાથી ગતિમાં વધઘટ કરતા રહીને ઘડિયાળને ટકોરે સ્ટીમરને પોતાની જગ્યાએ લાવીને ઊભી રાખી. સંગીતનો જલસો પૂરો થઈ ગયો હતો સ્ટાફના સભ્યો મહેમાનોને વિદાય આપવા દરવાજાની બંને બાજુ હારબંધ ઊભા રહી ગયા હતા. એક યાદગાર અનુભવ લઈને અમે પાછા ફરતા હતા. અમે ઉપર હતા એટલે નીકળવામાં અમારો નંબર છેલ્લો હતો. સ્ટીમરની બહાર નીકળતા હતા ત્યાં અંદર થોડે દૂર ઊભેલાં યુવકયુવતી પર અમારી નજર પડી. જાણે કે બધાની નીકળવાની રાહ જોઈને નાઈલમાં નૌકાવિહાર * ૧૯૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ ન ઊભાં હોય ! તેમનો ચહેરો પરિચિત લાગ્યો. મેં મિત્રને કહ્યું, “પેલાં ગાનાર યુવકયુવતી તો નહિ હોય ?' ના. ચહેરા મળતા આવે છે, પણ આ લોકો તો સાદા વેશમાં છે. વળી પેલા બંનેના તો વાળ પણ કેટલા સરસ છે !' પણ એ વિગ નહિ હોય ? કહો ન કહો, પણ મને તો એ જ લાગે છે. એમ કરીએ... તેઓ બહાર નીકળી તો સરસ ગાવા માટે ધન્યવાદ આપીએ, તેઓ આભાર માને તો સાચું અને ખોટું હોય તો આપણે ક્ષમા માગવી.' અમે બહાર નીકળી રસ્તાને છેડે ફૂટપાથ પાસે ઊભા રહ્યા. તેઓ આવ્યાં. અમે તેમના સંગીત માટે ખુશાલી વ્યક્ત કરી ધન્યવાદ આપ્યા. તેઓ બોલ્યાં, “ઓહ ! તમને અમારો કાર્યક્રમ ગમ્યો ! આભાર તમારો.” વાત લંબાવવાનો તેમનો ઇરાદો નહોતો. એટલું જ બોલ્યા, “માફ કરજો, અમે ઉતાવળમાં છીએ. બીજા એક સંગીતના કાર્યક્રમમાં અમારે તરત પહોંચવાનું છે.” એમ બોલી ત્યાં ઊભેલી મોટરકારમાં બેસી તેઓ વિદાય થયાં. સંગીતના જલસામાં રંગબેરંગી પોશાકમાં તેઓ કેવાં સરસ લાગતાં હતાં. ફરી પાછાં બીજા કાર્યક્રમમાં પહોંચી તેઓ વેશ બદલશે. બે મોંઘા, મોહક ભાડૂતી પોશાકની વચ્ચે પોતાના સ્વાભાવિક ઘરના પોશાકમાં તેઓ ક્ષિોભ અનુભવતાં હતાં તે સ્પષ્ટ જોઈ શકાતું હતું. કલાકારોને જે દેશમાં ડબલ પાળી કરવી પડતી હોય એ દેશની અર્થવ્યવસ્થા નબળી ન કહેવાય ? - એવો વિચાર મનમાં આવી ગયો. ગાઇડની દોરવણી પ્રમાણે અમે બધાં અમારી બસમાં જઈને બેઠા અને હોટેલ પર આવ્યા. થોડા કલાકમાં નાઈલ નદીમાં ભાવ, વિચાર, પરિસ્થિતિ ઇત્યાદિના સામ્યવૈષમ્યના કેવા કેવા ભાતીગળ અનુભવો અમને થયા ! (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) ૧૯૬ ૪ પ્રવાસ-દર્શન Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સહરાના રણમાં (ઈજિપ્ત) દુનિયાનું મોટામાં મોટું રણ તે સહરા. એ રણમાંથી ઉનાળાની ભરબપોરે પસાર થવું એ જેવીતેવી વાત નથી. પરંતુ મે મહિનાની અસહ્ય ગરમીમાં અમે સહરાનું રણ કેવી રીતે ઓળંગ્યું હશે ? ઇજિપ્તનું પાટનગર કેરો છે. ત્યાંના લોકો પોતાના આ શહેરને “કહારા' (કાહિરા) કહે છે. બ્રિટિશ હકૂમત દરમિયાન કહારાનું “કેરો’ થઈ ગયું હતું, જે આજ દિવસ સુધી ચાલુ છે. અમે કેરોથી એલેક્ઝાન્ડિયા જવાના હતા. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું ઇજિપ્તનું એ સુંદર મજાનું પ્રાચીન બંદર છે. અમારો કાર્યક્રમ કરોથી સવારે નીકળી એલેકઝાન્ડ્રિયા જોઈને પાછા ફરવાનો હતો. અમે પચીસેક પ્રવાસીઓ હતા. અમારા માટે આરામદાયક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે એલેકઝાન્ડિયા પહોંચતાં ચારેક કલાક થશે. માટે રાત્રે વેળાસર જો પાછાં આવી જવું હોય તો સવારે સાત વાગે અમારે નીકળી જવું જોઈએ. અમે બધા પ્રવાસીઓ સવારે વહેલા ઊઠી, તૈયાર થઈ હોટેલ ફલામેન્કોમાંથી નીકળીને બસમાં ગોઠવાયા. ડ્રાઇવર અને ગાઇડ યુવતી અમારી રાહ જોતાં બસમાં બેઠાં હતાં. બધાં આવી જતાં બસ ઊપડી. અમારી ગાઇડે કહ્યું, “આજની એલેકઝાન્ડિયાની ટૂરમાં હું તમારી ગાઇડ છું. મારું નામ નિવિના છે. એનો અર્થ “ક્રિસ્ટમસ' થાય છે, પરંતુ હું સહરાના રણમાં એક ૧૯૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન નથી, હું મુસ્લિમ છું. આપણા ડ્રાઇવરનું નામ હુસેન છે. તે બહુ હોશિયાર અને અનુભવી છે. એલેકઝાન્ડ્રિયા સુધીનું અંતર ૨૨૦ કિલોમીટર જેટલું છે. સહરાના રણમાં કરવામાં આવેલા નવા રસ્તે આપણે જઈશું. જૂનો રસ્તો નાઈલ નદીની પાસેના ખેતીવાડીના વિસ્તારોમાં આવેલાં નાનાં નાનાં ગામડાંમાંથી પસાર થાય છે. તે ઘણો લાંબો છે. તેમાં સમય પણ ઘણો લાગે છે. કેટલાક સમયથી, વર્લ્ડ બૅન્કની સહાયથી, રણમાં આ નવો સળંગ, સીધો રસ્તો ક૨વામાં આવ્યો છે. વાહનો માટે આવવા-જવાના માર્ગ બાજુ બાજુમાં પણ જુદા જુદા છે. એલેકઝાન્ડ્રિયા પહોંચતાં ચારેક કલાક આપણને થઈ જશે. બસની સફર લાંબી છે. એટલે તમારામાંથી જેને વચ્ચે થોડીક ઊંઘ ખેંચી લેવી હોય તેને તે ખેંચી લેવા માટે અનુકૂળતા રહેશે.’ ત્યાં તો ગાઇડને અટકાવીને અમારામાંથી કેટલાક અત્યુત્સાહી પ્રવાસીઓ તરત વચ્ચે બોલી ઊઠ્યા, ‘ના, ના. અમે ઊંઘવા નથી આવ્યા. અમે તો બધું જોવા અને સમજવા આવ્યા છીએ. અમે તો આ પ્રવાસની બહુ ઉત્સુકતાથી રાહ જોતા હતાં.' ગાઇડે કહ્યું, ‘વાહ ! બહુ જ સરસ ! તમારા ઉત્સાહથી મારો ઉત્સાહ પણ વધી ગયો છે. એલેકઝાન્ડ્રિયાની ટૂર વિશે તમારે જે કંઈ પ્રશ્નો પૂછવા હોય તે નિ:સંકોચ પૂછજો. મને એ ગમશે. પહેલાં હું તમને અમારા દેશ ઇજિપ્ત વિશે કેટલીક માહિતી આપીશ.' ગાઇડે ત્યાર પછી ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ, પિરામિડો, મમી, વિદેશીઓનાં આક્રમણો વગેરે વિશે રસપ્રદ માહિતી આપી. ઇજિપ્ત ભૌગોલિક દૃષ્ટિએ મોટો દેશ છે. પરંતુ એમાંથી આશરે ચાર-પાંચ ટકા જેટલા પ્રદેશમાં જ લોકોનો વસવાટ છે; તે પણ ઘણુંખરું નાઈલ નદીના બંને કાંઠે. ઇજિપ્તની લગભગ પંચાણુ ટકા જમીન રણ છે. નાઈલના પશ્ચિમ કિનારાનું રણ તે સહરાનું રણ છે. પૂર્વ કાંઠાના રણને સાઈનાઈનું રણ કહેવામાં આવે છે. દુનિયામાં ઘણીખરી નદીઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં કે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે. પરંતુ નાઈલ નદી એક એવી છે કે જે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં વહે છે. તેનું કારણ એ છે કે ઇજિપ્તના ઉત્તર ભાગમાં આવેલો સહરાનો રણવિસ્તાર નીચાણવાળો છે. કેટલેક ઠેકાણે તો તે દરિયાની સપાટી કરતાં સો-બસો ફૂટથી વધુ નીચો છે. નાઈલ નદીમાં બારે માસ પાણી રહે છે. એથી નદીના કાંઠાવિસ્તારમાં ૧૯૮ * પ્રવાસ-દર્શન Page #241 -------------------------------------------------------------------------- ________________ સારી ખેતી થાય છે. ત્યાં ગામો વસેલાં છે. નાઈલ નદી ભૂમધ્ય સમુદ્રને જ્યાં મળે છે એ નદીનો મુખ-વિસ્તાર (Delta) બહુ ફળદ્રુપ હોવાથી ત્યાં ઠીક ઠીક વસ્તી છે. એલેકઝાન્ડ્રિયા બંદર એ વિસ્તારમાં આવેલું છે. કેરો શહેર છોડીને અમારી બસ આગળ ચાલવા લાગી. રસ્તાની નજીક બંને બાજુએ કોઈક કોઈક મકાન દેખાતાં રહ્યાં, પણ બંને બાજુ દૂર દૂર ક્ષિતિજ સુધી માત્ર રણ હતું. ઉનાળામાં સહરાનું રણ જોતાં જ ઝંખનાના પ્રતીક તરીકે કવિ સુંદરમે કરેલા એના ઉપયોગવાળી પંક્તિઓ યાદ આવી ગઈ : તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા, પ્રખર સહરાની તરસથી. સહરાનું રણ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં, પશ્ચિમમાં રાતા સમુદ્રથી શરૂ કરી પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર સુધી તે આશરે પંચોતેર લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. આફ્રિકાના દેશો ઇજિપ્ત, સુદાન, લિબિયા, ટ્યુનિશિયા, અલ્જિરિયા, મોરોક્કો વગેરેમાં તે ફેલાયેલું છે એમ કહેવા કરતાં સહરાના રણમાં આ બધા દેશોની રાજકીય સીમા આંકવામાં આવી છે એમ કહેવું વધુ યોગ્ય છે. આફ્રિકાના પૂર્વ કાંઠાથી પશ્ચિમ કાંઠા સુધી સળંગ પાંચ હજાર કિલોમીટર જેટલું તે લાંબું છે. સહરાનું આખું રણ તે માત્ર રેતીનું રણ નથી. કેટલાક વિસ્તારોમાં તે ખડકોનું બનેલું છે; કેટલાક વિસ્તારમાં તે પથરાળ છે; વળી અમુક વિસ્તારમાં તેમાં નવથી દસ હજાર ફૂટ ઊંચા, વનસ્પતિરહિત સૂકા પર્વતો આવેલા છે. જૂના વખતથી સહરાના રણમાં એક સ્થળેથી પાસેના બીજે સ્થળે જવાના નજીક નજીકના રસ્તાઓ થયેલા છે. રખડુ જાતિના લોકો ઊંટ ઉપર ઘરવખરી અને કુટુંબના સભ્યોને લઈ, જ્યાં પાણી અને ઝાડપાનને લીધે ઠંડક હોય એવા સ્થળે મુકામ કરે છે. એવાં સ્થળોને રણદ્વીપ (Oasis) કહે છે. એવી રીતે એક રણદ્વીપથી બીજા રણદ્વીપ સુધીની સફર કરી, મુકામ કરી, ફરી આગળ સફર વધારનાર વણઝારા જેવી જાતિના લોકો આફ્રિકાના સહરાના રણમાં હજુ પણ છે. અલબત્ત, રણમાં, એવા વિસ્તારો પણ છે કે જ્યાં પહોંચવું એટલે મોતને નોતરવા બરાબર ગણાય. દિવસે અતિશય ગરમી, રાત્રે અતિશય ઠંડી, ઘડીકમાં માણસને દાટી દે એવી ઊડતી રેતીનાં વાવાઝોડાં, વાટમાં ખોરાક-પાણી ખૂટી જવાં વગેરે પ્રકારનાં સહરાના રણમાં એક ૧૯૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ ભયંકર જોખમો ઓછાં નથી. હવે તો આખું સહરાનું રણ ખૂંદાઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સહરાના રણમાં પણ યુદ્ધ ખેલાયું હતું. હેલિકૉપ્ટરની સગવડ પછી તો આવડા મોટા રણમાં પણ કોઈ જગ્યા વણશોધી, વણમાપી રહી નથી. પાંચ હજાર કિલોમીટર લાંબા સહરાના રણમાં અમારે તો ફક્ત બસો વીસ કિલોમીટરનું અંતર રણના એક ખૂણામાં એક છેડાથી બીજા છેડા સુધીનું કાપવાનું હતું. સહરાના રણમાંથી પસાર થવું એટલો અનુભવ પણ અમારા માટે રોમાંચક હતો. રસ્તો નાકની દાંડીએ સીધો ચાલ્યો જતો હતો. આવા નિર્જન રણવિસ્તારમાં રસ્તો કરવાનો હોય તો તેને વળાંક આપવાની જરૂર ઊભી ન થાય. એટલે બસ તો પાણીના રેલાની જેમ સીધી સડસડાટ ચાલી જતી હતી. રસ્તાની બંને બાજુ કરેલી વાડમાં રણપ્રદેશમાં ઊગી શકે એવી વનસ્પતિ વાવવામાં આવી હતી. થોર (Cactus)ના પ્રકારની વનસ્પતિને પાણી ખાસ ન જોઈએ. હવામાંથી જ તે ભેજ ગ્રહણ કરી લે અને સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવી લે. પાંદડાં વગરના માત્ર ડાંખળાવાળા નાના નાના છોડ પણ રસ્તાની બંને બાજુ વાવેલા હતા. ક્યાંક સાવ નાનાં નાનાં વૃક્ષો પણ હતાં. મોટાં ઘટાદાર વૃક્ષોનું તો રણમાં ક્યાંય નામનિશાન જોવા ન મળે. અમારી ગાઇડે કહ્યું કે ‘આ રણપ્રદેશને ખીલવવા અમારી સરકાર તરફથી એવી યોજના કરવામાં આવી છે કે જેને જમીન જોઈતી હોય તેને નજીવા ભાવે તે આપવામાં આવે. વળી દસ વર્ષના હપ્તે તે રકમ ભરવાની રહે. પણ શરત એટલી કે તે લેનારે જમીનમાં ખેતીવાડી કરવી જોઈએ. ખાસ તો દ્રાક્ષ, ખજૂર વગેરે રણમાં થાય તેવી વનસ્પતિ ઉગાડી શકાય. દર વર્ષે તેની પ્રગતિનું સરકારી વહીવટીતંત્ર નિરીક્ષણ કરે છે. નાઈલ નદીમાંથી નહેર દ્વારા અહીં પાણી લાવી શકાય છે. અથવા અમુક ફળદ્રુપ વિસ્તારમાં ટ્યૂબવેલ દ્વારા પણ પાણી મેળવી શકાય છે. તેમ છતાં તમે જોઈ શકશો કે બહુ ઓછા લોકો રણમાં આવ્યાં છે. વળી આ પ્રદેશમાં જેઓ કારખાનાં કરવા ઇચ્છે તેઓને પણ સસ્તા દરે જમીન આપવામાં આવે છે. તેઓને માટે એવી શરત છે કે જો તેઓ કારખાનાના વિસ્તારમાં કામદારો માટે એક મસ્જિદ બાંધે તો તેઓને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે. કોઈ કોઈ સ્થળે તમને બે મસ્જિદો સાવ પાસે પાસે જોવા મળે તો એમ ન સમજવું કે અમારા લોકો બહુ ધાર્મિક થઈ ગયા છે, પણ ૨૦૦ * પ્રવાસ-દર્શન Page #243 -------------------------------------------------------------------------- ________________ સમજવું કે બે કારખાનાં બાજુ બાજુમાં આવેલાં છે.” અડધે રસ્તે વિરામસ્થાન આવ્યું. એને લીલુંછમ બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરાં, દુકાનો, પેટ્રોલપમ્પ, પાર્કિંગ વિસ્તાર, કર્મચારીઓ માટેનાં રહેઠાણનાં મકાનો વગેરેની રચના ત્યાં કરવામાં આવી છે. રણમાં હરિયાળા રણદ્વીપ જેવી એ જગ્યા હતી. અડધો કલાક અમે ત્યાં રોકાયા. ભૂખ લાગી હતી એટલે દરેકે પોતપોતાની અનુકૂળતા મુજબ ખાધું પીધું. બસના ડ્રાઇવરે વિરામસ્થાનમાં આંટો માર્યો. એક કપ કૉફી પીધી અને પાછો આવીને તે બસમાં પોતાની જગ્યાએ બેસી ગયો. ભૂખ લાગે એટલો ટાઇમ થઈ ગયો હોવા છતાં તેણે કશું ખાધું નહિ. બસમાં આવીને અમે ડ્રાઇવરને અમારા નાસ્તામાંથી મગજના લાડુ, ખાખરા, ગાંઠિયા, સેવ વગેરે આપ્યાં. ડ્રાઇવરે એ સમિત, આભાર સહિત સ્વીકાર્યા અને કહ્યું કે પોતે પછીથી ખાશે. ડ્રાઇવર સ્વસ્થ ચિત્તે શાંતિથી બસ ચલાવતો હતો. પોતાની સામે એણે એક ખોખામાં પ્રુઇંગ-ગમ, ચોકલેટ વગેરે રાખ્યાં હતાં. બીજા એક ખોખામાં સિગરેટ હતી. પ્રાઇવર થોડી થોડી વારે વ્યુઇંગ-ગમ ચગળ્યા કરતો હતો. વચ્ચે વચ્ચે સિગરેટ સળગાવી પીતો હતો. વળી તે ઇજિપ્તનાં લોકગીતોની ટેપ વગાડ્યા કરતો. અમારી ગાઇડે કહ્યું કે ડ્રાઇવર કેરોમાં ઘણે દૂર રહે છે. સવારના પાંચ વાગે ઊઠી, કંપનીમાં જઈ બસ લઈને તે આવી પહોંચ્યો છે. આવા રસ્તે કંટાળો ન આવે તે માટે તે લોકગીતો વગાડે છે.” અમારી બસ હવે આગળ ચાલી રહી હતી. બહાર દૂર દૂર સુધી બંને બાજુ અફાટ રણ પથરાયેલું હતું. ઠેઠ ક્ષિતિજ સુધી એક વૃક્ષ તો શું, ઘાસનું તણખલું પણ દેખાતું ન હતું. હવે જોવા-સમજાવવાનું કશું રહ્યું નહોતું. ગાઈડે બે-ત્રણ વાર પૂછયું કે કોઈને કંઈ પ્રશ્ન પૂછવો છે ? પણ પ્રશ્ન પૂછવાનો કોઈને ઉત્સાહ હવે રહ્યો ન હતો. બહાર સખત ગરમી હતી, પરંતુ બસમાં એરકન્ડિશનની સારી ઠંડક હતી. કેટલાકે તો બહારથી તડકો ન આવે તે માટે પડદા પણ પાડી દીધા હતા. બસમાં આછા અંધારા સહિત મજાની શીતળતા પ્રસરી ગઈ હતી. વહેલા ઊઠેલા પ્રવાસીઓનાં શ્રમિત ચિત્ત, આહાર પછી શાંત થઈ ગયાં હતાં. એકસરખી સીધી ગતિએ ચાલતી બસમાં એક પછી એકની આંખો ઢળવા લાગી હતી. થોડી વારમાં તો બધાં ઝોલા ખાવા લાગ્યાં. “અમે જોવા આવ્યા છીએ, ઊંઘવા નહિ એવું કહેનારા પણ સ્વપ્નો જોવામાં પડી ગયા હતા. પછી તો ગાઇડ યુવતી પણ પોતાની બેઠક પરથી ઊઠી. પહેલી સીટમાં બેઠેલો હું તેની સામે જોઈને સહરાના રણમાં ઝ- ૨૦૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ હસ્યો, કારણ કે મને થયું કે તે પણ હવે સૂઈ જશે. મારું અનુમાન સાચું પડ્યું. તેણે કહ્યું, “હું સવારે બહુ વહેલી ઊઠી છું. છેલ્લી સીટ ખાલી છે. ત્યાં થોડી વાર આરામ કરી લઉં.” બધા પ્રવાસીઓ ઊંઘી ગયા. વર્ષોથી મોટરકાર ચલાવવાને કારણે મને પડેલી કુદરતી ટેવને લીધે મારી નજર સતત રસ્તા પર હતી. ડ્રાઇવરે શા માટે ખાધું નહિ તે હવે સમજાયું. ખાધા પછી બપોરના વખતે, ટ્રાફિક વગરના સળંગ સીધા રસ્તે, કોઈની સાથે વાત કર્યા વગર, મોટર કે બસ ચલાવવામાં થાકેલું ચિત્ત ક્યારે ઝોલે ચડી જાય તે કહેવાય નહિ. ડ્રાઇવરે અરીસામાંથી જોયું કે ગાઇડ સહિત બધાં જ ઊંઘી ગયા છે. હું ડ્રાઇવર સાથે ઇશારાથી મારા હાવભાવ વ્યક્ત કરીને થાય તેવી વાત કરતો, પરંતુ અમારી વચ્ચે વધુ વાતચીત થઈ શકતી નહોતી કારણ કે બંનેને એકબીજાની ભાષા આવડતી નહોતી. કલાક જેટલો સમય પસાર થઈ ગયો. હવે દૂર દૂર ક્ષિતિજ ઉપર શહેરનાં મકાનો દેખાવા લાગ્યાં. ડ્રાઇવરે અચાનક જોરથી હૉર્ન વગાડ્યું. રસ્તામાં વચ્ચે કશું આવતું નહોતું તો પછી હોર્ન વગાડવાની જરૂર શી ? પછી સમજાવ્યું કે એણે હૉર્ન ગાઇડને ઉઠાડવા વગાડ્યું હતું. ગાઇડ ઊઠી ગઈ. ડ્રાઇવર પાસેની પોતાની સીટમાં આવીને તે બેસી ગઈ. હાથમાં માઇક લઈ તેણે બધાંને જાગૃત થવા વિનંતી કરી. ગાઈડે આવી રહેલા એલેકઝાન્ડ્રિયા શહેરનો ઇતિહાસ કહ્યો. સમ્રાટ એલેકઝાન્ડરે ઈ.સ. પૂર્વે ૩૩૨માં આ શહેર વસાવ્યું હતું. અમે એલેકઝાન્ડ્રિયા પહોંચ્યા. ઘેરા વાદળી રંગના પાણીવાળા ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું એ રમણીય બંદર છે. ભૂમધ્યના સામે કિનારે યુરોપમાંથી ગ્રીક, રોમન અને તુર્ક લોકોએ આક્રમણો કર્યા હતાં. એલેકઝાન્ડિયાએ ઘણી ચડતી-પડતી જોઈ છે. અમે અહીં એમ્ફિ થિયેટર, કટાકોમ્બ, પોપેઈનો સ્તંભ, દીવાદાંડી, રાજમહેલ વગેરે જોયાં. સાંજ પડવા આવી એટલે અમે કેરો પાછા ફરવા નીકળ્યા. દરિયાકિનારે ક્ષિતિજ ઉપર સૂર્યાસ્ત જોવાની જેમ એક મજા છે, તેમ દૂર દૂર સુધી વિસ્તરેલી રેતીના રણમાં ક્ષિતિજ ઉપર સૂર્યાસ્ત જોવાની પણ એક મજા છે. અડધે રસ્તે અમે આવ્યા ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. વચ્ચે વિરામસ્થાનમાં ચા-કૉફી પીને અમે આગળ ચાલ્યા. કેરોની સરહદ દેખાવા લાગી એટલે ડ્રાઇવરે ગાડી ચલાવતાં ચલાવતાં નાસ્તો ખાવાનું શરૂ કર્યું. હવે ઝોકાં આવે એવું જોખમ રહ્યું નહોતું. ૨૦૨ પ્રવાસ-દર્શન Page #245 -------------------------------------------------------------------------- ________________ એલેકઝાન્ડ્રિયા અને સહરાના રણનો પ્રવાસ પૂરો કરી અમે કેરો પાછા આવી પહોંચ્યા. દુનિયામાં માનવવસ્તીનું પ્રમાણ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ઘણું જ વધી ગયું છે. એમ કહેવાય છે કે આ રીતે જો વસ્તી વધતી જશે તો એકવીસમી સદીના અંત પહેલાં દસ-બાર અબજથી પણ વધુ વસ્તી થઈ જશે. વર્તમાન સમયમાં એશિયાના ઘણા દેશો અતિશય ગીચ વસ્તીવાળા છે. આંકડાશાસ્ત્રીઓ કહે છે કે દુનિયાની વસ્તી વધારે છે. પરંતુ પૃથ્વી ઉપર જેટલી જમીન છે એના પ્રમાણમાં સરેરાશ વસ્તી વધારે નથી. સહરાનો રણપ્રદેશ, ઓસ્ટ્રેલિયાનો રણપ્રદેશ, ગોબીનો રણપ્રદેશ તથા બીજાં નાનાંમોટાં રણો જો ફળદ્રુપ બનાવી શકાય અને માનવસ્તીને ત્યાં વસાવી શકાય તો વસ્તીનો પ્રશ્ન ઘણો હળવો બની જાય. વૈજ્ઞાનિક સંશોધનો, આર્થિક સહકાર અને રાજદ્વારી દૂરંદેશી ધારે તો રણોને ફળદ્રુપ બનાવવામાં ઘણો ફાળો આપી શકે. પરંતુ બીજી બાજુ “અમને રણ પોસાશે, પણ બહારનાં બીજાં રાષ્ટ્રોની વસ્તી નહિ પોસાય. અમને ગરીબી પોસાશે પણ અમારી આનુવંશિક સાંસ્કૃતિક લાક્ષણિકતાનો લોપ નહિ પોષાય' - એવી વૃત્તિ જ્યાં સુધી દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોની રહેશે, ત્યાં સુધી વસ્તીનો પ્રશ્ન સહેલાઈથી હળવો નહિ થાય. એકવીસમી સદીના અંત સુધીમાં માનવજાતે આ દિશામાં કેટલી પ્રગતિ કરી હશે તે કોણ કહી શકે ? (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) સહરાના રણમાં ત્રઃ ૨૦૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખાર્ટમ (સુદાન) આફ્રિકામાં ભૌગોલિક દૃષ્ટિએ મોટામાં મોટા રાષ્ટ્ર સુદાનના પાટનગર ખાદ્ગમ (Khartoom)નું નામ તો બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૪૪૫માં સાંભળ્યું હતું, પરંતુ તે કાયમને માટે યાદ રહી ગયું છે. બીજી એક કરુણ ઘટનાની માહિતીને કારણે. ત્યારે અમારે કોલેજમાં આંગ્લ લેખક લિટન સ્ટ્રેચીનું એક પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચાલતું હતું. એમાં જનરલ ચાર્લ્સ ગાર્ડનનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં ત્યારે અમારા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પ્રો. પિન્ટો જનરલ ગોર્ડનનું જીવનચરિત્ર રસપૂર્વક સમજાવતા. એમાં છેલ્લે જનરલ ગોર્ડનના જીવનના કરુણ અંતનો ચિતાર આપવામાં આવ્યો છે. ખાટુંમના પાદરમાં જનરલ ગોર્ડનનું શબ એક ઝાડની ડાળ પર કેટલાક દિવસ સુધી લટકતું રહ્યું હતું. એ ઘટનાનું તાદૃશ ચિત્ર ત્યારથી સ્મૃતિપટ પર અંકિત થઈ ગયું હતું. આઝાદી પહેલાંના એ અમારા દિવસોમાં ગોરા બ્રિટિશ લોકોનું પ્રભુત્વ હતું. ગોરા લોકોએ, ખાસ કરીને અમેરિકામાં કેટલાયે કાળા ગુલામોને લટકાવીને બાળી નાખ્યા (Lynch) છે, પરંતુ કાળા લોકોએ એક ગોરા જનરલને આ રીતે ઝાડ પર લટકાવ્યા હોય એવી બીજી કોઈ ઘટના બની હોય એવું સાંભળ્યું નથી. એટલે જ ખાટુંમનું નામ યાદ રહી ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં ભારતની જેમ ઇજિપ્ત ઉપર બ્રિટનનું પ્રભુત્વ હતું. ભારતની જેમ ઇજિપ્તમાં લશ્કરી વડા અધિકારીઓ અંગ્રેજો રહેતા. ૨૦૪ પ્રવાસ-દર્શન Page #247 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદીના આરંભમાં જનરલ ચાર્લ્સ ગોર્ડન ઇજિશિયન સૈન્યમાં સરસેનાધિપતિ હતા. તે વખતે ઇજિપ્ત સુદાન પર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. ત્યાર પછી જનરલ ગોર્ડનની સુદાનના ગવર્નર જનરલ તરીકે નિમણૂક થઈ હતી, સુદાન ઉપર રાજદ્વારી સત્તા જમાવ્યા પછી અંગ્રેજોએ જેમ બીજા પ્રદેશોમાં કર્યું તેમ સુદાનમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો અને અનેક મુસલમાનને વટલાવીને ખ્રિસ્તી બનાવ્યા. આથી જ સુદાનમાં ખ્રિસ્તી-વિરોધ વંટોળ ઊભો થયો. ઓગણીસમી સદના ઉત્તરાર્ધમાં માહદી નામના એક મુસ્લિમ ધર્મનેતાએ ખ્રિસ્તીઓ સામે મોટી જેહાદ ઉપાડી અને તેઓએ જનરલ ગોર્ડનની હત્યા કરી. એમના શબને લોકોને બતાવવા માટે ખાર્ટૂમમાં લટકાવવામાં આવ્યું હતું. ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનો સંઘર્ષ સુદાનમાં આજ દિવસ સુધી ચાલ્યા કર્યો છે. માહદીએ સુદાનમાં સત્તા મેળવી ત્યાર પછી ઘણા ખ્રિસ્તીઓને પાછા મુસલમાન બનાવવામાં આવ્યા. એટલે સુદાનના ઉત્તર ભાગમાં હાલ મુસલમાનોની બહુમતી છે અને દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તીઓની. ઈ.સ. ૧૮૯૮માં અંગ્રેજોએ ઈજિપ્તની મદદથી ફરી સુદાન ઉપર કબજો મેળવ્યો અને ૧૯૫૬ સુધી રાજ્ય કર્યું. ૧૯૫૬માં સ્વતંત્ર થયેલા સુદાનમાં વારંવાર સત્તાપલટો થયો. દરમિયાન મુસલમાનો તથા ખ્રિસ્તીઓ વચ્ચે આંતરવિગ્રહ થયો અને હજારો માણસો માર્યા ગયા અને હજારો અપંગ થયા. ૧૯૭૦ પછી કંઈક સ્થિર સરકાર કામ કરવા લાગી છે, પરંતુ પ્રજાની આર્થિક અવદશા એવી જ રહી છે. ઉત્તર આફ્રિકામાં કેરો પછી બીજા નંબરનું મોટું શહેર તે ખાટ્મ, પણ ખાટુંમ એટલે જાણે મોટું ગામડું. કેરો જેવી રોનક ત્યાં જોવા ન મળે. ગરીબી અને બેકારીનું પ્રમાણ ત્યાં ઘણું છે. જ્યાં જુઓ ત્યાં માણસો નવરા બેઠેલા હોય. સરકારી કચેરીઓમાં કામકાજ કીડી વેગે ચાલે અને રાહ જોતા બેસી રહેવું પડે. આથી જ કોઈક અમેરિકન પ્રવાસીએ ચિડાઈને કહ્યું હતું કે પાર્ટીમ એટલે “દુનિયાનો મોટામાં મોટો વેઇટિંગ રૂમ'. (જોકે ખાટુંમને શરમાવે એવાં બીજાં શહેરો પણ છે.) સુદાનમાં વિદેશના નાગરિકોના પ્રવેશ ઉપર હાલ બહુ નિયંત્રણ છે. વિઝા જલદી મળે નહિ. મળ્યા પછી પણ તકલીફ ઘણી. અલબત્ત, સ્થાનિક ઓળખાણથી કામ જલદી થાય. ત્યાં દોઢસો વર્ષથી ગુજરાતીઓનો વસવાટ છે અને સરકારી તંત્રમાં “બુનિયા' (ઇન્ડિયન માટે “વાણિયા' ઉપરથી)ને માટે ભારે માન છે. ખાટુંમ જ ૨૦૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ સુદાનમાં પગે અપંગ ગરીબ માણસો ઘણા છે. તેઓને મફત “જયપુર ફૂટ' બેસાડી આપવાની પ્રવૃત્તિ ખાદ્ગમની રોટરી ક્લબ દ્વારા, મુંબઈની રોટરી ક્લબ અને “હેલ્પ લૅન્ડિકેપ' વગેરે સંસ્થાના સહકારથી ચલાવવામાં આવે છે. એ નજરે નિહાળવા અને વિશેષ પ્રવૃત્તિઓ અંગે વિચારણા કરવા માટે “હેલ્પ હેન્ડિકેપ'ના ટ્રસ્ટીઓ શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને શ્રી મનુભાઈ સંઘરાજ કા ખાટુંમ જતા હતા ત્યારે એમની સાથે જોડાવાનો અવસર મને પણ સાંપડ્યો હતો. અમારી સાથે “જયપુર ફૂટના એક ટેકનિશિયન શ્રી નાથુસિંગ પણ હતા, જેઓ ત્યાં ચાર-છ મહિના રોકાઈને સ્થાનિક કાર્યકર્તાઓને ટેકનિકલ તાલીમ આપવાના હતા. ખાટ્મમાં એ માટે એક વર્કશોપની સ્થાપના કરવામાં આવેલી છે. નાઇરોબીથી વિમાનમાં અમે ખાદ્ગમ પહોંચ્યા. અમારા વિઝાની વ્યવસ્થા ખાષ્ટ્રમમાં આવેલી અમેરિકન ઑઇલ કંપનીમાં કામ કરતી એક હોશિયાર અમેરિકન મહિલાએ કરી આપી હતી. અમારા શ્રી મહેન્દ્રભાઈની તે પરિચિત, રોટેરિયન અને જયપુર ફૂટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. અમારો ઉતારો ખાટ્મની હોટેલ હિલ્ટનમાં હતો. હોટેલ સરસ હતી, પણ અન્યત્ર જોવા મળે તેવી આ હિલ્ટન નહોતી. પોતે થોડી ભૂખે મરતી હોય એવું લાગે. જ્યાં પ્રવાસીઓ જ બહુ આવતા ન હોય, આવવા દેવામાં ન આવતા હોય ત્યાં હોટેલ બિચારી શું કરે ? એની ચાલમાં કરકસર જણાતી હતી. હોટેલમાં પહોંચતાં જ સ્થાનિક રોટેરિયન મિત્રો અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનો મળવા આવી ગયા. તેઓની સાથે જુદા જુદા કાર્યક્રમોની વિચારણા થઈ. બીજે દિવસે સવારે અમે ખાર્ટૂમમાં ફરવા નીકળ્યા. નૈસર્ગિક દૃષ્ટિએ ખાદ્ગમ એક રમણીય સ્થળ છે. સૈકાઓ પૂર્વે રખડુ જાતિઓએ વસવાટ માટે આ સ્થળની બહુ ઔચિત્યપૂર્વક પસંદગી કરી હતી. અહીં ઇથિયોપિયામાંથી નીકળીને આવતી હ્યુ-ભૂરી-નાઈલ અને વિક્ટોરિયા સરોવરમાંથી નીકળીને આવતી વ્હાઇટ-શ્વેત-નાઈલનો સંગમ છે. અહીંથી તે બંને એક થઈને ઇજિપ્તમાં વહે છે. દુનિયામાં નાઈલ એક એવી મોટી લાંબી નદી છે કે જે પૂર્વ-પશ્ચિમને બદલે દક્ષિણમાંથી ઉત્તર તરફ વહે છે. નાઈલ નદીના સંગમને કારણે રણ જેવા પ્રદેશમાં હવામાનમાં ફરક પડ્યો છે અને આસપાસની જમીન ખેતીને લાયક ફળદ્રુપ બની છે. નદીના વહેણના આકાર ઉપરથી તે કાળના આદિવાસી લોકોએ એને નામ આપ્યું ૨૦૬ : પ્રવાસ-દર્શન Page #249 -------------------------------------------------------------------------- ________________ ખાટુંમ”. નામ એટલે હાથીની સૂંઢ. નદીનો વળાંક અહીં હાથીની સૂંઢ જેવો છે. આફ્રિકાના આદિવાસીઓને નામ આપવા માટે હાથી જ યાદ આવેને ! અહીં નાઈલની બંને બાજુ શહેર વસ્યું છે. બીજી બાજુના શહેરને ઓમદુરમાન કહે છે. વચ્ચે નદી ઉપર પુલ છે. આમ તો એક જ મોટું શહેર ગણાય, પણ ખાટ્મ કરતાં ઓમદુરમાન વધુ સુઘડ અને સમૃદ્ધ દેખાય છે. વસ્તુત: બેઠા ઘાટનાં, માળ વગરનાં અડોઅડ જૂનાં ઘરો અને ધૂળિયા રસ્તા બધે જ છે. આશરે છ લાખની વસ્તીવાળા આ શહેરનો જેટલો થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી. જૂની પેઢીના માણસો કહે છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે ચળકાટ ખાટ્મમાં હતો તે હાલ નથી રહ્યો. ખાટુંમમાં પચરંગી પ્રજા છે. મુખ્યત્વે સુદાની લોકો છે. સાડા છ ફૂટ ઊંચા, શરીરે ભરાવદાર, ગોળ મોટું, મોટું કપાળ, જાડા હોઠ, માથે ગૂંચડાવાળા કાળા વાળ, ચામડી હબસી કરતાં સહેજ ઓછી કાળી, લાંબી બાંયનો અને એડી સુધીનો સફેદ ઝભ્ભો, ખભે ખેસ અને માથે સફેદ પાઘડી (અથવા ટોપી) વગેરે સુદાનીને ઓળખવાનાં લક્ષણો છે. ખાટુંમમાં આરબો છે, હબસીઓ છે અને આરબ-હબસીના મિશ્રણવાળી પ્રજા તે નુબિયાનો છે. અહીં યુરોપિયનો છે, અમેરિકનો છે, ભારતીય લોકો છે અને ચીનાઓ પણ છે. જૂના વખતમાં ખાટુંમમાં સોનું, હાથીદાંત અને રૂ-કપાસનો મુખ્ય વેપાર હતો. સૈકા પહેલાં ગુલામોનું મોટું બજાર અહીં ભરાતું. હવે આધુનિક વ્યવસાયો વધ્યા છે. જમીનમાંથી તેલ નીકળ્યું છે. ખાણમાંથી કાચા હીરા નીકળ્યા છે. સોનાની ખાણોમાં મોટા પાયે ખોદકામ ચાલુ થયું છે. ખાણવિદ્યામાં હોશિયાર એવા ચીનાઓને અહીં વસાવ્યા છે. સાત લાખ જેટલા ચીનાઓ ત્રણ-ચાર દાયકાથી સુદાનમાં આવીને વસ્યા છે. ચીનીસુદાનીની સંમિશ્ર પ્રજા પણ ચાલુ થઈ ગઈ છે. આફ્રિકાનાં બીજાં શહેરોની જેમ ખાટ્મમાં પણ તડકો ઘણો પડે. ઉઘાડા માથે લાંબું ચલાય નહિ, માથું ભમી જાય. લોકો મોટી પાઘડી કેમ પહેરે છે તે સમજાવવું ન પડે. તડકાને લીધે જ ખાટુંમમાં ઠેર ઠેર મોટા ઘટાદાર લીમડા અને બીજાં વૃક્ષો જોવા મળે છે. રાહદારીઓ, નવરા માણસો છાંયડો શોધતા ફરે. બપોરના વખતે કોઈ વૃક્ષ નીચે છાંયડામાં કોઈ ઊભું ન હોય એમ બને નહિ. કેટલાંય વૃક્ષો નીચે ખુરશી, ખાટલો, પાણીનું ખાટુંમ ૯ ૨૦૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ માટલું કે કોઠી હોય. ક્યાંક સાધારણ સ્થિતિની મહિલાઓ સગડી રાખી ચા બનાવે અને વેચે. સુદાની મહિલાઓ સાડી જેવું એક જ વસ્ત્ર આખા શરીરે વીંટાળે, પણ પગની પાની સુધી નહિ, ઘૂંટણ ઢંકાય એ રીતે પહેરે. માથે ઓઢવાનું ફરજિયાત છે. પોલકું ઘણુંખરું આખી બાંયનું પહેરે. સફેદ અને કાળો એ બે રંગનાં વસ્ત્રો વધુ પ્રચલિત છે. ખાદ્ગમ અને ઓમદુરમાનમાં જોવા જેવાં સ્થળોમાં નૅશનલ મ્યુઝિયમ, માહિદીની કબર, ખલીફાનું મ્યુઝિયમ, પ્રમુખનો મહેલ, પેલેસ મ્યુઝિયમ વગેરે ગણાવી શકાય. ઇતિહાસ અને સાંસ્કૃતિક અવશેષોમાં જેમને રસ હોય તેમને વધારે ગમે, કારણ કે ફ્રાન્સના સહકારથી થયેલા ખોદકામમાં અઢી હજાર વર્ષ પહેલાંના પ્રાચીન અવશેષો મળ્યા છે. અમે થોડુંક જોયું, થોડુંક જતું કર્યું. હોટેલ હિલ્ટનમાં બપોરના ભોજન વખતે સ્થાનિક રોટરી ક્લબના સભ્યોને અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનોને મળવાનું થયું. ત્યાર પછી સુદાનના આરોગ્યપ્રધાન સાથે અમારી મુલાકાત ગોઠવાઈ હતી. જયપુર ફૂટ અંગે એમને માહિતી અપાઈ. પોતાના દેશને વિનામૂલ્ય જયપુર ફૂટ અને તે બનાવવા માટેની સામગ્રી મળતી હોય તો કેમ ન ગમે ? પોતાના આરોગ્ય ખાતા તરફથી બધો જ સહકાર આપવાની તેમણે ખાતરી આપી. ત્યાર પછી અમે જયપુર ફૂટના વર્કશોપની મુલાકાત લીધી. ત્યાં એક અથવા બંને પગે અપંગ બનેલાં લાચાર સ્ત્રીપુરુષોના દયામણા ચહેરા જોઈ કરુણા ઊપજે. જયપુર ફૂટથી તેઓની જિંદગી સુધરી જાય, લાચારી ઓછી થાય, હરવાફરવાની શક્યતા વધે. કૃત્રિમ પગ આશીર્વાદરૂપ નીવડે. થોડાં વર્ષોમાં ત્રણેક હજાર કરતાં વધુ સ્ત્રીપુરુષોને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવ્યા છે. શ્રી નાથુસિંગે અગાઉ અહીં એક વર્ષ રહીને સ્થાનિક સુદાની કર્મચારીઓને કૃત્રિમ પગ બનાવવાની તાલીમ આપી હતી. આ વખતે પણ તેઓ બીજા વધુ માણસોને તાલીમ આપવાના છે. સાંજ પડવા આવી હતી. સૂર્યે પોતાની પ્રખરતા ઘટાડી અને વાયુને શીતલતા તથા પ્રસન્નતા સાથે મોકલી આપ્યો. અમે નાઈલના કિનારે લટાર મારવાનો આનંદ માણ્યો અને હોટેલ પર પહોંચ્યા. હવે અમારે ખાટુંમના એક જાણીતા વડીલ શ્રેષ્ઠી શ્રી ચંદુભાઈ પીતાંબરને મળવાનું હતું. ખાટુંમમાં અજાણ્યા માણસો પોતાની મેળે જલ્દી પહોંચી ન શકે. કોઈ સાથે જોઈએ. ભાષાનો પ્રશ્ન, વળી રસ્તાનાં નામ કે મકાનોના નંબર ૨૦૮ પ્રવાસ-દર્શન Page #251 -------------------------------------------------------------------------- ________________ જેવું ખાસ જણાયું નહિ. હશે તો તે સરકારી દફતરમાં. મસ્જિદ, મોટાં મકાન, બેન્ક, હૉસ્પિટલ, મોટી દુકાન વગેરે “મશહુર નિશાનીથી રસ્તા ઓળખાય. રસ્તા ખાસ્સા પહોળા અને ટ્રાફિક ઓછો. ક્યાંક રસ્તા પર નાના મંડપ હોય. સ્થાનિક મિત્રે અમને કહ્યું કે ખાટ્મમાં હોલ ઓછા, અને પોતાનો પ્રસંગ પોતાના આંગણામાં જ મંડપ બાંધીને ગોઠવાય છે. ભારતનાં ગામડાંઓના જેવો રિવાજ અહીં પણ છે. વરસાદની અનિશ્ચિતતા ન હોય ત્યાં મંડપોની મઝા અનોખી છે. મિત્રે સમજાવ્યું કે જે મંડપમાં બધી જ ટ્યૂબલાઈટ સફેદ હોય ત્યાં બેસણું-સાદડી છે એમ સમજવું. જ્યાં લગ્નાદિ ઉત્સવ કે મહેફિલ હોય ત્યાં ટ્યૂબલાઇટ રંગબેરંગી હોય (ટ્યૂબલાઇટની શોધ કરનારને આવા ઉપયોગની કલ્પના નહિ હોય.) ખાટુંમમાં આશરે દોઢસો ગુજરાતી કુટુંબો વસે છે, પરંતુ ગુજરાતીઓનો જુદા વિસ્તાર હોય એવું નથી. ગુજરાતી-સુદાની સાથે સાથે રહે છે. બધા ગુજરાતીઓને સુદાની-અરબી ભાષા આવડે છે. ગુજરાતીઓનાં ઘરોમાં ગુજરાતનું જ વાતાવરણ જોવા મળે. તેઓમાં વ્યવહારની ભાષા પણ ગુજરાતી જ છે. ચંદુભાઈ પીતાંબરને મળીને અમને અત્યંત આનંદ થયો (દાદા પીતાંબરનું નામ તેમણે અટક તરીકે રાખ્યું છે). તેઓ પોતાના વ્યવસાયમાં તો આગળ વધેલા છે જ, પરંતુ સુદાનમાં રહીને એમણે જુદા જુદા ધર્મોનો સારો અભ્યાસ કર્યો છે. તેઓ જાતે વૈષ્ણવ છે. સંસ્કૃત ભાષાના જાણકાર છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, વેદો વગેરેનો અભ્યાસ કર્યો છે. ઇંગ્લિશમાં તેમણે બાઈબલ વાંચ્યું છે અને એરેબિકમાં કુરાન વાંચ્યું છે. એરેબિક તે જાણે એમની બીજી માતૃભાષા છે. એમનો જન્મ અહીં સુદાનમાં જ એક નાના ગામમાં થયેલો અને શાળાનો અભ્યાસ પણ અહીં જ કરેલો. એમના પિતા જૂનાગઢ પાસે વંથલીના. પંદર વર્ષની વયે, એક જૈન વૈપારી સાથે, એમના રસોઇયા તરીકે કામ કરવા વહાણમાં સુદાન આવેલા. મુદતી નોકરીથી આવેલા, પણ પછી એટલું ગમ્યું કે દેશમાં જઈ, લગ્ન કરીને પાછા સુદાનમાં આવીને વસ્યા અને ઘણાં સગાંઓને તેડાવ્યાં. ચંદુભાઈના સંતાનો પણ ખૂબ આગળ વધેલાં છે. ચંદુભાઈએ કહ્યું કે, “સુદાન' શબ્દ “સુદ્દ' પરથી આવેલો છે. સુદ્દ એટલે કાદવ, કાદવવાળી જમીન. સુદાનમાં રણ અને પડતર પ્રદેશ ઘણો મોટો છે. આવડા મોટા સુદાનમાં મોટાં શહેરો માત્ર પાંચ-સાત છે અને તે બધાં ખાટુંમથી નાનાં, પણ નાઈલ નદી સુદાનની વચ્ચેથી વહે છે. એના ખાટુંમ * ૨૦૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ બંને કાંઠા પરની જમીન અત્યંત ફળદ્રુપ છે, એટલી ફળદ્રુપ કે સિવિલ વૉર વખતે અમે અમારું ગામ છોડીને ભાગ્યા હતા. પછી બાર મહિને જ્યારે પાછા ફર્યા ત્યારે જે જે જગ્યાએ અમે કેરીના ગોટલા નાખ્યા હતા ત્યાં આંબાનાં ઝાડ પોતાની મેળે ઊગી ગયાં હતાં.” ૧૯૭૯ની આસપાસ પાંચેક વર્ષ સુદાનમાં બહુ કપરો કાળ હતો. જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓની, ખાદ્ય પદાર્થોની ભારે અછત. બધે જ લાંબી લાંબી લાઇનો લાગે. ક્યારેક તો અઠવાડિયે વારો આવે. સિવિલ વૉર વખતે ઘણા પુરુષો માર્યા ગયા. સ્ત્રીઓનું પ્રમાણ પાંચ ગણું વધી ગયું. એટલે જ મજૂરી કરવા આવેલા યુવાન ચીનાઓને સુદાની સ્ત્રી સાથે લગ્ન કરવાની તક મળી ગઈ. સુદાનમાં મુસ્લિમોની બહુમતી છે. ઇસ્લામ દેશ છે. અહીં ધાર્મિક કટ્ટરતા છે. એટલે અહીં શરાબ પીવાની મનાઈ છે. મોટી પંચતારક હોટેલોમાં પણ શરાબ પીરસી શકાય નહિ. દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તી લોકો છે. તેઓને અનાજ, દવા, કપડાં આપીને પાછા મુસ્લિમ બનાવવાની મોટી ઝુંબેશ ચાલે છે. પણ પછી શરાબનો કાયમ ત્યાગ કરવો પડે એટલા માટે ઘણા ખ્રિસ્તી લોકો ઇસ્લામ ધર્મ સ્વીકારતા નથી. સુદાનની ભૌગોલિક સ્થિતિ વિલક્ષણ છે. એની એક સરહદે રાતો સમુદ્ર છે. બાકીની સરહદ પર ઇથિયોપિયા, કેન્યા, યુગાન્ડા, ફિગો, મધ્ય આફ્રિકન રિપબ્લિક, ચાડ, લિબિયા અને ઇજિપ્ત આવેલાં છે. આઠ પડોશી રાષ્ટ્રો સાથે સરહદ સંભાળવાનું કપરું થઈ પડે; પરંતુ સુદાનને કોઈ સરહદી સમસ્યા નથી, કારણ કે ત્યાં વેરાન નિર્જન પ્રદેશોમાં વહેંચવાનું ખાસ કશું નથી. સુદાનની મુખ્ય સમસ્યા તે નબળા અર્થતંત્રની છે. ફુગાવો ઘણો છે અને વિદેશી હૂંડિયામણ બહુ ઓછું છે. પહેલાં એક અમેરિકન ડૉલરના બાર સુદાની પાઉન્ડ આપવો પડતા, હવે અઢી હજાર પાઉન્ડ આપવા પડે છે. વિદેશી ચલણ માટે કાયદો માત્ર કડક નહિ, ક્રૂર છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી પાંચસો ડૉલરથી વધુ રકમ ગેરકાયદે નીકળે તો એને સીધી ફાંસીની સજા થાય છે. અત્યાર સુધીમાં ત્રીસેક જણને ફાંસીની સજા અપાઈ ગઈ છે. આવા કડક કાયદાઓ હોવા છતાં ત્યાં ચોરી, લૂંટફાટના ગુનાઓનું પ્રમાણ વધુ છે. ગરીબી, બેકારી હોય ત્યાં સ્વાભાવિક રીતે જ ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય. ખાટ્મમાં અમે કેટલાંક ગુજરાતી કુટુંબનું આતિથ્ય માણ્યું. અહીં ૨૧૦ = પ્રવાસ-દર્શન Page #253 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો મધ્યાહ્ન ભોજન બપોરના બાર કે એક વાગે નહિ, પણ સાંજના સાડાચાર-પાંચ વાગે લે છે. કેટલાંક મુસલમાન કુટુંબોમાં સાંજનું વાળ રાતના દસ-અગિયાર-બાર વાગે લેવાય છે. રમઝાનના દિવસો બહુ આકરા ન લાગે માટે તો આવી ભોજનપ્રથા નહિ પ્રચલિત થઈ હોય ને ? ખાટુંમમાં આશરે સવાસો જૈન કુટુંબો છે. અમારા આગમનના સમાચાર મળતાં જ મિલન-વ્યાખ્યાનના કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા. ત્યાંના લોકોએ પહેરવેશ, ભાષા, રહેણીકરણી, રીતરિવાજ, ધર્મસંસ્કાર ઇત્યાદિમાં પોતાનું મૂળ સાચવી રાખ્યાં છે એ જોઈને આનંદ થયો. ખાટ્મમાં કામકાજ પૂરું થતાં અમારે નાઇરોબી પાછા ફરવાનું હતું. ફ્લાઇટ રાતના ત્રણ વાગ્યાની હતી, પરંતુ મોડી રાતે નીકળવાનું સલાહભર્યું નહોતું. એટલે અમે ઍરપૉર્ટ પર બહુ વહેલા જઈને બેસી ગયા હતા. નાનું ઍરપૉર્ટ, ગિરદીનો પાર નહિ, કાર્યદક્ષતા ઓછી અને સામાન ચોરાતાં વાર નહિ. વિમાનમાં પોતાની બેઠકમાં બેસતાં સુધીમાં કોઈ ગૂંચ ઊભી ન થઈ એનો રાહતભર્યો આનંદ પણ અમને ઓછો નહોતો ! (પાસપોર્ટની પાંખે-૩) ખાટ્મ જ ૨૧૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બુજુબુરા (બુરુંડી) સ્થાનિક ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચેની હિંસક અથડામણો ઠેઠ પ્રાચીન કાળથી થતી આવી છે. એને રોકનાર કોઈ સબળ સત્તા ન હોય તો દીર્ધકાળ કલેઆમની પરંપરા ચાલે છે અને ભારે નરસંહાર થાય છે. એમાં જયપરાજય જેવું ઓછું હોય છે. બંને જાતિઓ છેવટે થાકીને જંપી જાય છે. વખતોવખત આવી યાદવાસ્થળીઓ ક્યાંક ને ક્યાંક થતી રહે છે. વર્તમાન કાળમાં આવી એક યાદવાસ્થળી મધ્ય આફ્રિકાનાં રવાન્ડા અને બુરુંડી રાજ્યની બે આનુવંશિક જાતિઓ વચ્ચે ચાલી અને પાંચેક વર્ષમાં પાંચ લાખથી વધુ માણસોની કલ્લેઆમ થઈ. તેમની આશરે પાંચ ટકા જેટલી વસ્તી ઓછી થઈ ગઈ. આ બે જાતિઓ તે વાતુસી (અથવા તુસી કે તુસ્સી) અને વાહતુ (અથવા હત). ત્યાં બાટવા નામની ઢિંગુજીની જાતિ પણ છે, પરંતુ વૈમનસ્ય તુસી અને હુતુ લોકો વચ્ચે છે. તુસી લોકો કાળા, ઊંચા અને બુદ્ધિશાળી છે. હુતુ લોકો કાળા, ઠિંગણા અને સાધારણ બુદ્ધિશક્તિવાળા છે. તુસી લોકો હોશિયાર, શ્રીમંત અને વેપારધંધામાં આગળ વધેલા છે. રાજકારણમાં તેઓ સક્રિય છે. હુત લોકો ગરીબ છે, ખેતી કરે છે અને ગાય-ઘેટાં ઉછેરે છે. આપણને પ્રથમ દૃષ્ટિએ બંને જાતિના લોકો સરખા લાગે, પણ કોઈક એમની શારીરિક લાક્ષણિકતાઓનો પરિચય કરાવે તો મહાવરાથી આપણે ઓળખી શકીએ કે અમુક માણસ તુસી છે કે હુતુ. તેઓમાંના કેટલાક પોતાનો આદિવાસી ધર્મ પાળે છે. કેટલાક ૨૧૨ = પ્રવાસ-દર્શન Page #255 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધર્મના અનુયાયી છે અને ખ્રિસ્તી મિશનરીઓના ધર્મપ્રચાર પછી ઘણા ખ્રિસ્તી થઈ ગયા છે. અલબત્ત, તેઓનાં લોકનૃત્યો, રીતરિવાજ ઇત્યાદિ સરખાં જ રહ્યાં છે. રવાન્ડા અને બરંડીમાં આશરે સિત્તેર ટકા લોકો હત છે, પરંતુ વેપારઉદ્યોગ, રાજ્યવહીવટ વગેરેમાં વર્ચસ્વ તુસી લોકોનું છે. હુતુ લોકો ઠંડા છે, પણ વીફરે ત્યારે અત્યંત નિર્દય બની શકે છે. કેટલાક વખત પહેલાં બુરુંડીમાં ચૂંટણીમાં જીતીને પ્રમુખ થનાર હતુ નેતાનું કોઈક તુસીએ ખૂન કર્યું ત્યારે ઝનૂને ભરાયેલા હુતુ લોકોએ પાંચછ દિવસમાં પચાસ હજાર તુસી લોકોને મારી નાખ્યા હતા. - બુરુંડી એની કૉફી માટે જગતમાં સુવિખ્યાત છે, પણ નરસંહાર માટે તે એટલું જ કુખ્યાત છે. બંને જાતિની આ સંહારની લીલામાં બીજો એક વિચાર પણ દૃઢ થયેલો છે કે, “મારી નાખવાની તક ન મળે તો માણસને જીવનભર દુઃખી કરી નાખો, એના એક અથવા બંને પગ કાપી નાખો.' વળી, પોતાના વિસ્તારમાં દુશમનોને આવતા રોકવા માટે તેમણે ઠેર ઠેર જમીનમાં સુરંગો ગોઠવેલી છે. આ સુરંગો (Land mines)ને કારણે હજારો લોકો જખી થયા છે અને પોતાના પગ ગુમાવ્યા છે. બુરુંડીમાં પગે અપંગ હોય એવા એક લાખથી વધુ માણસો છે. તુસી અને હત લોકોની આ સંહારલીલા અટકાવવા માટે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ દરમિયાનગીરી કરીને, બંને જાતિના નેતાઓને સમજાવીને સુલેહ કરાવી છે અને શાંતિ-સંરક્ષણ માટે પોતાના આફ્રિકન સૈનિકો આપ્યા છે. ત્યારથી આ આંતરવિગ્રહ ઠંડો પડ્યો છે, પણ અચાનક ક્યારેક નાનું મોટું છમકલું થતું રહે છે. અમારે બુરુંડી (જૂનું નામ ઉરુંડી)ના પાટનગર બુજુબુરા (જુનું નામ ઉજુબુરા) જવું હતું, પરંતુ જ્યાં સુધી સ્થાનિક પરિચિત વ્યક્તિ તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ત્યાં જવું સલામતીભર્યું ન ગણાય. અમારા મિત્ર, ભારતના નાગરિક, બે દાયકાથી ત્યાં જઈને વસેલા દવાના વેપારી, રોટેરિયન રોનાલ્ડ રસ્કિના તરફથી સંમતિ મળતાં અમે બુજુબુરા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. મારા મિત્રો રોટેરિયનો મહેન્દ્રભાઈ મહેતા અને મનુભાઈ સંઘરાજકાએ, પોતાના ટ્રસ્ટ “હેલ્પ હેન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના ઉપક્રમે, અમેરિકા, કેનેડા, મુંબઈ અને બુજુબુરાની રોટરી કલબના સહયોગથી, બુરુંડીના વિકલાંગ માણસોને મફત “જયપુર ફૂટ’ બેસાડી આપવા તથા અન્ય સાધનો આપવા બુજુબુરામાં માનવતાભર્યું કાર્ય ઉપાડ્યું છે અને બુજુબુરા = ૨૧૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તે માટે એક તાલીમકેન્દ્ર પણ સ્થાપ્યું છે. એની પ્રવૃત્તિઓ નજરે નિહાળવાની અમારી ભાવના હતી. અમે મુંબઈથી વિમાનમાં નીકળી નાઇરોબી થઈને બુજુમ્બુરા પહોંચ્યા. ભાઈ રોનાલ્ડ એરપૉર્ટ પર તેડવા આવ્યા હતા. એમની ઓળખાણ અને સુવાસ એટલી બધી કે ઍરપૉર્ટનો એક ઑફિસર અમને દોરીને ગાડીમાં બેસાડી ગયો અને એક અમારા પાસપોર્ટમાં સિક્કા મરાવી આવ્યો. રોનાલ્ડની સાથે એમના બંગલે જવા અમે ઍરપૉર્ટથી રવાના થયા. બુરુંડી પછાત દેશ છે, પણ એની ધરતી રસાળ છે. અહીંના હવામાનમાં આવકારની ઉષ્મા છે. અહીંની ધરતી પર પગ મૂકતાં જાણે આપણી માતૃભૂમિ ગુજરાતમાં હોઈએ એવો અનુભવ થયો. ગુજરાતના કોઈ માણસને કહ્યા વગર અચાનક આ ધરતી પર ફરતો મૂકવામાં આવે અને તે સમયે આફ્રિકાના કાળા લોકો ક્યાંય દેખાતા ન હોય તો એને એમ જ લાગે કે પોતે ગુજરાતની ધરતી પર ફરી રહ્યો છે. અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડની વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પૂજાય છે. કેસરી અને પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. સૂર્યકિરણો ઝીલીને તુલસી પ્રફુલ્લિત બની છે. કરેણ અને ચંપો ફૂલ ખેરવે છે. તાડ અને નારિયેળી ઊંચાઈ માટે સ્પર્ધા કરી રહ્યાં છે. થોર અને પપૈયા શાખા પ્રસરાવી રહ્યાં છે. કેળ પર કેળાંની લૂમો લટકી રહી છે. બારમાસીનાં ફૂલ વાયુ સાથે ૨મી રહ્યાં છે. અહીં સ્વચ્છ આકાશમાંથી રેલાતો તડકો અને ધરતીની ગરમ ધૂળ પણ જાણે અમને ગુજરાતનો જ અમને અનુભવ કરાવતાં હતાં. રોનાલ્ડના બંગલે પહોંચી, ભોજન અને આરામ પછી અમે બુજુમ્બુરામાં ફરવા નીકળ્યા. આફ્રિકાના અન્ય પ્રદેશોની જેમ અહીં પણ ગરીબી અને બેકારી ઘણી છે. કામ વગરના લાચાર માણસોને આમથી તેમ આંટા મારતા કે ક્યાંક ટોળે વળીને ઊભેલા કે નવરા બેસી રહેલા જોઈને કરુણા ઊપજે છે. બુજુમ્બુરાની વસ્તી હાલ ચાર લાખ જેટલી છે અને સમસ્ત બુઠ્ઠુંડી રાજ્યની વસ્તી સાઠ લાખ જેટલી છે. લોકોની ભાષા કુરુંડી છે, પણ સ્વાહિલી બધા જ જાણે છે. યુરોપિયનોના શાસન વસવાટના પ્રભાવે અહીં ફ્રેન્ચ ભાષા બધા બોલે છે અને સમજે છે. અહીં ભારતીય લોકોના સહવાસને લીધે થોડાંક સુશિક્ષિત અંગ્રેજી ભાષા પણ સમજે છે. બુજુમ્બુરાની ભૌગોલિક સ્થિતિ લાક્ષણિક છે. ટાંગાનિકા નામના સરોવ૨ને કિનારે આવેલું એ રળિયામણું બંદર છે. ફળદ્રુપ જમીનને કારણે ૨૧૪ * પ્રવાસ-દર્શન Page #257 -------------------------------------------------------------------------- ________________ કૉફી, તમાકુ, કપાસ વગેરેની ખેતી સારી થાય છે. અહીં જમીન સપાટ છે. બીજે છેડે નાના ડુંગરો છે. વાતાવરણ આંખને ઠારે એવું હરિયાળું છે. વરસાદની મોસમ વરસમાં બે વાર હોય છે. બસો વર્ષ પહેલાં ગોરા ખ્રિસ્તી ધર્મપ્રચારકો અને જર્મન સૈનિકો આ વિસ્તારમાં આવ્યા તે પહેલાં પણ બુજુબુરા વેપારધંધાથી ધમધમતું બંદર હતું. આફ્રિકાના બીજા નંબરના સરોવર ટાંગાનિકાના કિનારે ટાંઝાનિયા, ઝાંબિયા, કોંગો, રવાન્ડા અને બુરુંડીનાં રાજ્યો વસેલાં છે. મધ્યકાળમાં જળમાર્ગે વ્યવહાર વધુ ચાલતો અને બંદરો વિકસતાં રહેતાં. બુજુબુરા અને પાસે આવેલ ઉજીજી બંદરનો વિકાસ એ રીતે થયેલો. ત્યારે અહીં વેચવાની એક મહત્ત્વની સામગ્રી કઈ હતી તે જાણો છો ? એ હતી ગુલામો. અહીં ગુલામોનું મોટું બજાર ભરાતું. ત્યારે નાણાંનું ચલણ આવ્યું નહોતું. ચીજ-વસ્તુઓ અદલાબદલી (Barter System) થતી. એક ગુલામ ખરીદવો હોય તો બદલામાં હાથીદાંત, મીઠું, માછલી, ગાયઘેટાં, અનાજ કે તેલ આપવાં પડતાં. ત્યારે આરબ મુસલમાન વેપારીઓનું અહીં બહુ જોર હતું. સરોવરમાં બંદરો વચ્ચે વહાણો દ્વારા અવરજવર ચાલુ રહેતી, એટલે બંદરોની વસતિમાં પચરંગીપણું હતું. અહીં રુંડી, વીરા, ગોની, બાવરી, ન્યાસા, હાયા, સુકમા, યાઓ, કોર્ડ ઇત્યાદિ પંદરેક જુદી જુદી જાતિના લોકો આવીને વસ્યા હતા. એકલા અપરિણીત યુવાનો વેપારાર્થે આવતા અને વખત જતાં સ્થાનિક કન્યા સાથે લગ્ન કરીને અહીં જ વસવાટ કરતા. બુજુમ્બરાનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે, કારણ કે જે ખ્રિસ્તી ધર્મપ્રચારકો (મિશનરીઓ) આ પ્રદેશમાં આવ્યા તેમાંના એક હતા સુપ્રસિદ્ધ સાહસિક શોધસફરી ડેવિડ લિવિંસ્ટન (૧૮૧૩- ૧૮૭૩). તેઓ સ્કૉટલૅન્ડના વતની હતા. વિદ્યાભ્યાસ કરી તેઓ દાક્તર થયા હતા, પરંતુ તબીબી વ્યવસાય છોડીને તેઓ ચર્ચમાં મિશનરી થવા માટે જોડાઈ ગયા હતા. તેમની ઇચ્છા ચીન જવાની હતી, પરંતુ ઉપરીઓએ તેમને ધર્મપ્રચાર માટે મધ્ય આફ્રિકામાં મોકલ્યા હતા. તેમનો જીવ સાહસિક પ્રવાસીનો હતો. તેમણે આ પ્રદેશોમાં ઘણી શોધખોળ કરી પોતાના અહેવાલો લખ્યા હતા. પોતાના માયાળુ સ્વભાવને લીધે તેઓ આફ્રિકનોમાં લોકપ્રિય થઈ ગયા હતા. સ્થાનિક ભાષા તેઓ બોલતા. અનેક લોકોને એમણે ખ્રિસ્તી બનાવ્યા હતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. પછીથી ચર્ચ સાથે એમનો પત્રવ્યવહારનો સંપર્ક છૂટી ગયો હતો. એટલે ચર્ચને ચિંતા થઈ કે લિવિંસ્ટન ક્યાં છે અને જીવે છે કે નહિ. હેન્રી સ્ટેન્સી બુજુબુરા - ૨૧૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ નામના પત્રકાર એમની ભાળ મેળવવા આફ્રિકા આવી પહોંચ્યા. તેમણે લિવિંગ્સ્ટનને બુજુમ્બુરા પાસે ઉજીજીમાં શોધી કાઢ્યા. બંને બુજુમ્બુરા આવીને સાથે રહ્યા હતા અને ટાંગાનિકા સરોવરમાં સાથે સફર કરી હતી. સ્ટેન્લી પાછા ફર્યા અને લિવિંગ્સ્ટને આફ્રિકામાં જ દેહ છોડ્યો હતો. ગોરા પાદરીઓની જેમ જર્મન સૈનિકો આ પ્રદેશમાં આવ્યા અને તેમણે રાજ્યસત્તા જમાવી, તેમણે ‘જર્મન ઈસ્ટ આફ્રિકા' નામના રાજ્યની સ્થાપના કરી. લગભગ સો વર્ષ તેમણે ફુવાન્ડા-ઉલ્ટુંડી પર રાજ્ય કર્યું. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં લીગ ઑફ નેશન્સે બાજુમાં કાઁગોમાં રાજ્ય કરતા ફ્રાન્સ અને બેલ્જિયમને આ નાનાં રાજ્યોનું રખેવાળું સોંપ્યું. એટલે રુવાન્ડા-ઉરુડીની સત્તાવાર ભાષા ફ્રેન્ચ થઈ અને ચલણ ‘ફ્રાન્કા’નું ચાલુ થયું. ૧૯૬૨માં ૨વાન્ડા-ઉલ્ટુંડી બે અલગ અલગ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર-૨વાન્ડા અને બુરુંડી થયાં, સ્વતંત્રતા મળી, પણ ગરીબી અને ભૂખમરો એવાં જ રહ્યાં, એમાં વળી જાતિવિગ્રહે બંનેને પાયમાલ કરી નાખ્યાં. બરુંડી-બુજુમ્બુરામાં લોકો ગરીબ છે એટલું જ નહિ, માનસિક રીતે પછાત પણ છે. એનો દાખલો આપતાં રોનાલ્ડે કહ્યું, ‘મારી દુકાને લોકો દવા લેવા આવે છે. યુરોપ-અમેરિકાની દવા અને વેચીએ છીએ. એક વખત અમે એ જ દવાઓ ભારતથી મગાવી, પરંતુ લોકો દવાનાં ખોખાંનાં કદ અને એનો રંગ જોઈને દવા લે. સુશિક્ષિત લોકને દવા વિશે સમજાવીએ અને વંચાવીએ. એને ખાતરી થાય, તો પણ ચાર ઘણી મોંઘી યુરોપની દવા જ ખરીદે, પણ ભારતની દવાને અડે નહિ.' વળી રોનાલ્ડે કહ્યું, ‘પચાસ ટકાથી વધુ છોકરાઓ શાળામાં ભણવા જતા નથી. માબાપને પોસાતું નથી અને દરકાર પણ નથી. એટલે છોકરાઓ સાતઆઠ વર્ષના થતાં પિતાની સાથે ખેતીમાં કે મજૂરીના કામે લાગી જાય છે. જેમની પાસે એવી સગવડ ન હોય તે બેકાર રખડે છે.' બુજુમ્બુરામાં બેત્રણ માળવાળાં મકાનો ઓછાં અને નવાં મકાનો પણ ઓછાં. આકાશ ચારેબાજુ ખુલ્લું દેખાય. ફરતાં ફરતાં અમે ટાંગાનિકા સરોવરના કિનારે પહોંચ્યા, ત્યાં લટાર મારી, ઘરે ભોજન કરી અમે નિદ્રાધીન થયા. બીજે દિવસે અમે ‘જયપુર ફૂટ’ના કેન્દ્રની મુલાકાત લીધી. સ્થાનિક રોટરી કલબના સહકારથી તથા ભારતના ટ્રસ્ટ તરફથી આ કેન્દ્ર ચલાવવામાં આવે છે. ભારતના ટેનિશિયનોએ અહીં રહીને સ્થાનિક ટેનિશિયનોને તાલીમ આપી છે. અત્યાર સુધીમાં બે હજાર અપંગ ૨૧૬ * પ્રવાસ-દર્શન Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીપુરુષોને પગ મફત બેસાડી આપવામાં આવ્યો છે. અલબત્ત દૂરના લોકો અસલામતીના ડરને લીધે જ્વલ્લે જ આવે છે. બપોરે ભોજન વખતે બે ગુજરાતી યુવાનોનો પરિચય થયો. આનંદ અને શાલીન બંને ભાઈઓ છે અને ગુજરાતી સારું બોલે છે. પોતે કચ્છી ભાટિયા છે ને ઘરમાં બધા કચ્છી બોલે છે. એમના દાદા સવાસો વર્ષ પહેલાં બુજુબુરામાં આવીને વસેલા. ત્યારથી તેમનું કુટુંબ બુજુબુરામાં છે. બંને ભાઈઓએ કેનેડામાં રહીને વિદ્યાભ્યાસ કર્યો, પરંતુ ત્યાંના જીવનધોરણથી આકર્ષાયા વિના પાછા બુજુબુરામાં જ આવીને રહ્યા છે અને પોતાના પિતાના વ્યવસાયમાં સારી રીતે જોડાઈ ગયા છે. હું મુંબઈ યુનિવર્સિટીનો નિવૃત્ત પ્રાધ્યાપક છું એવો રોનાલ્ડ પરિચય આપતાં આનંદ તરત જ હિંદુ મંદિરમાં સાંજે મારું વ્યાખ્યાન ગોઠવ્યું. ગામમાં અઢીસો જેટલા ગુજરાતી છે. બધાને અડધા કલાકમાં ફોનથી સમાચાર પહોંચાડી દેવાયા. - સાંજે હિંદુ મંદિરમાં ગુજરાતીઓને મળવાનું થયું. બુજુબુરામાં દોઢસો વર્ષથી વસવાટ છે, પણ ભાષા, પહેરવેશ, રહેણીકરણી, ધાર્મિક-સામાજિક ઉત્સવો વગેરેમાં તેમણે પોતાનું અસલી સ્વરૂપ જાળવી રાખ્યું છે. સભામાં મેં તથા મારા મિત્રોએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા. સભા પછી એક ભાઈ મળ્યા. પોતે જૈન છે. પોતાના બંગલામાં ઘરદેરાસર છે. ત્યાં દર્શન માટે આવવા કહ્યું. જવાનું મન થયું. જઈને જોયું તો આનંદવિભોર થઈ ગયા. બંગલાની બાજુમાં સરસ મોટું મંદિર કર્યું છે. ડુંગરની ટોચ પર આલીશાન બંગલો અંદરથી પણ કેટલો વિશાળ અને સુંદર સજાવટવાળો ! એમણે કહ્યું કે એમના પિતાશ્રી ભારતમાં મહિને ત્રીસ રૂપિયાની નોકરી કરતા હતા. તે છોડીને બુજુબુરામાં આવવાનું સાહસ કર્યું. ભાગ્ય પલટાયું અને ઘણું ધન કમાયા, પણ ધર્મકરણી સાચવી રાખી છે. દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર, ઇત્યાદિમાં તેઓની ચુસ્તતા જોઈને એમને માટે અમને બહુ માન થયું. બુજુબુરામાં દસેક જૈન કુટુંબો છે. વાર-તહેવારે બધાં જ એમના બંગલે આવે છે અને કાર્યક્રમોમાં સહભાગી બને છે. બુજુબુરામાં ગુજરાતની સાંસ્કૃતિક આબોહવા પણ સ્પર્શી જાય એવી છે. આપણને એમ થાય કે દુનિયાના કેવા અંતરિયાળ પ્રદેશોમાં જઈને ગુજરાતીઓ વસેલા છે ! બીજે દિવસે ગોઠવેલા કાર્યક્રમ પ્રમાણે અમે બધે ફર્યા. દૂરના વિસ્તારોમાં જવામાં સલામતી નથી એમ અમને કહેવામાં આવ્યું. સાંજે રોનાલ્ડના બંગલે બધા રોટેરિયનો માટે મિલન અને ભોજનનો કાર્યક્રમ બુજુર્બારા એક ૨૧૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ ગોઠવાયો હતો. આફ્રિકન, યુરોપિયન અને એશિયન એમ ત્રણે ખંડના કાળાગોરા અને ઘઉંવર્ણા મિત્રો પધાર્યા હતા. જમણ પછી જુદી જુદી મંડળીમાં ભાતભાતના વિષયો પર વાતો ચાલી. આવા મિલનમાં જવાની ઉતાવળ ન હોય. મોડી રાત સુધી પાર્ટી ચાલે, પરંતુ વાતચીત ચાલતી હતી ત્યાં કોઈક બોલ્યું, “અરે, અગિયાર વાગી ગયા.' અગિયાર ? તો ઊઠીએ બધા !' બે મિનિટમાં તો બધા વાત પડતી મૂકીને ઊભા થઈ ગયા. દરેકના પગમાં ઉતાવળ હતી. બીજી બે મિનિટમાં તો પોતપોતાની ગાડીમાં બેસી સૌ રવાના થઈ ગયા. અમે આશ્ચર્યથી જોઈ રહ્યા. કેમ બધા દોડ્યા ? અમારાથી સહજ પુછાઈ ગયું. રોનાલ્ટે કહ્યું, “રાતનો કરક્યું છે માટે.” કરફ્યુ ? પણ કંઈ રમખાણ વગર.' હા, અહીં વર્ષોથી એમ જ ચાલે છે. બુજુસ્કુરા હાલ સલામત છે. તો પણ કરફ્યુ જરૂરી છે. બહારગામ તો અંધારું થતાં સંચારબંધી થઈ જાય છે. ઘણાં વર્ષથી આ પ્રમાણે ચાલે છે. સલામતી માટે એ અનિવાર્ય અમે વિચારે ચડી ગયા. રવાન્ડા અને બુરુંડી કેટલા બધા નાના નાના દેશ છે. છતાં આનુવંશિક અથડામણોને કારણે સતત સંચારબંધીમાં જીવતી પ્રજાનો વિકાસ કેવી રીતે થાય ? વિકાસની વાત તો દૂર રહી. “જયપુર ફૂટ'ની વાત કરીએ તો આપનારને મફત પગ બેસાડી આપવા છે અને લેનારને મફત જોઈએ છે, પણ વિધિની વિચિત્રતા કેવી છે કે સલામતીના અભાવે આપનારા બુજુબુરાની બહાર જઈ શકતા નથી અને લેનારા આવી શકતા નથી. ગરીબી અને ભૂખમરો, શારીરિક વિકલતા અને સલામતીની ચિંતા, જાણે અભિશાપ હોય તેમ, પ્રજાને કેવી કચડી નાખે છે ! (પાસપોર્ટની પાંખે-૩) ૨૧૮ : પ્રવાસ-દર્શન Page #261 -------------------------------------------------------------------------- ________________ WE આઈસલેન્ડમાં વિડેય ટાપુ પર ૧૭૭૪માં બંધાયેલા ઐતિહાસિક ચર્ચમાં વિશ્વ શાંતિ માટે નવકાર મંત્ર બોલતાં રમણભાઈ, તારાબહેન અને મંગળાબહેન મહેતા. આઈસલેન્ડમાં રમણભાઈ, તારાબહેન, મંગળાબહેન. પાછળ ગરમ પાણીના ઝરણાંથી નીકળતી વરાળ દેખાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ નોર્વે'ના સ્ટોરમાં રમણભાઈ નોર્વેમાં આદિવાસીઓ સાથે Page #263 -------------------------------------------------------------------------- ________________ ફ્રેન્કફર્ટમાં વૃદ્ધ વેઇટરે શાકાહારી વાનગી બનાવી પ્રેમથી જમાડ્યા. (પાસપોર્ટની પાંખે'માં ‘વેઇટરનું વાત્સલ્ય’ પ્રસંગ) ગ્રીસ – એથેન્સમાં વિદ્યાર્થીઓ સાથે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૭માં લંડનમાં દેવચંદભાઈ અને પુષ્પાબહેન ચંદેરિયાના નિવાસસ્થાને – તેમનાં સ્વજનો વચ્ચે. સ્વિટર્ઝલેન્ડમાં આવાસની પર્વતમાળા નિહાળતાં. સ્વિટર્ઝલેન્ડમાં શીલથોર્નર્મા બર્ફલી ઠંડીની મોજ માણતા. ફ્રાન્સમાં એફિલ ટાવર પરથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ લંડનમાં સ્વામીનારાયણ મંદિર પાસે અભયભાઈ મહેતા સાથે. ન્યુઝિલેન્ડ જતાં વિમાનમાં તારાબહેન અને રમણભાઈ. Page #266 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં ધોધની મજા માણતા. રમણભાઈ અને તારાબહેન. નોર્વેમાં વિશ્વના મહાકાય સાન્તાક્લોઝ સાથે. Page #267 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં અઢી હજાર વર્ષથી વધારે આયુષ્ય ધરાવતા શિકોયા વૃક્ષને જોવા જતાં દાદાજી સાથે ચિ. અર્ચિત અને ચિ. અચિરા અમેરિકામાં યોસિમિટિ પાર્ક જોવા જતાં રમણભાઈ, અમિતાભ, સુરભિ, અર્ચિત અચિરા. - Page #268 -------------------------------------------------------------------------- ________________ તારાબેન અને રમણભાઈ આઈસલેન્ડમાં રેક્માવિકમાં. નોર્વેમાં રમણભાઈ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વિક્ટોરિયા ધોધ (ઝિમ્બાબ્લે) ઈસવી સનના ઓગણીસમા શતકમાં થઈ ગયેલાં ઇંગ્લેન્ડનાં બાહોશ મહારાણી વિક્ટોરિયા કેટલાં બધાં ભાગ્યશાળી હતાં કે એમના જમાનામાં અને ત્યાર પછી પણ બ્રિટન ઉપરાંત બ્રિટિશ સંસ્થાનોમાં અને અન્યત્ર અનેક સ્થળોને, ઇમારતો વગેરેને એમનું નામ અપાયું છે [ભારતમાં સૌ પ્રથમ રેલવેલાઇન મુંબઈમાં નખાઈ ત્યારે પ્રથમ સ્ટેશન બોરીબંદરને વિક્ટોરિયા ટર્મિનસ' (વી.ટી.) એવું નામ અપાયું હતું. એક જમાનામાં મુંબઈમાં ઘોડાગાડીને લોકો “વિક્ટોરિયા' કહેતા.] આફ્રિકા ખંડમાં મોટામાં મોટું સરોવર તે “વિક્ટોરિયા સરોવર' છે અને મોટામાં મોટો ધોધ તે “વિક્ટોરિયા ધોધ છે. તે સમયનાં બ્રિટિશ સંસ્થાનોમાં આ ધોધ અને સરોવર આવેલાં છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાવે (જૂનું નામ રોડેશિયા) રાષ્ટ્રમાં વિક્ટોરિયા ધોધ ઝામ્બેઝી નામની નદી ઉપર આવેલો છે. ત્યાં ગામનું નામ, રેલવે સ્ટેશનનું નામ, એરપોર્ટનું નામ “વિક્ટોરિયા ફૉલ્સ' છે અને સૈકા પહેલાં ત્યાં બંધાયેલી પહેલી અને મોટામાં મોટી હોટેલનું નામ પણ વિક્ટોરિયા ફૉલ્સ' છે. ૧૯૭૬માં આ ધોધનું નવું નામ “ચિન્મય શાન્તિ પ્રપાત” – Chinmay Peace Falls – રખાયું છે, પણ તે રૂઢ થતાં હજી વાર લાગશે. આ ધોધને “વિક્ટોરિયા' એવું નામ કોણે આપ્યું ? ઇંગ્લેન્ડના મહાન વિક્ટોરિયા ધોધ * ૨૧૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ શોધસફરી ડેવિડ લિવિંગ્સ્ટને. લિવિંગ્સ્ટન (૧૮૧૩-૧૮૭૩) સ્કૉટલૅન્ડના બ્રિટિશ વતની હતા. દાક્તરી વ્યવસાય છોડી, ચર્ચમાં પાદરી તરીકે જોડાઈ, ચર્ચની આજ્ઞાનુસાર મધ્ય આફ્રિકામાં ધર્મના પ્રચારાર્થે તેઓ આવ્યા હતા, પણ એમનો જીવ સાહિસક શોધસફરીનો હતો. અનેક સંકટો વેઠીને દુર્ગમ પ્રદેશોનો એમણે પ્રવાસ ખેડ્યો હતો અને પોતાના અનુભવોના વિગતવાર અહેવાલો લખ્યા હતા. સ્થાનિક કાળા આફ્રિકન લોકો સાથે, પોતાના માયાળુ સ્વભાવને કારણે ભળતાં એમને વાર લાગી નહોતી. તેઓ એમની જ ભાષા બોલતા અને એમની જેમ રહેતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. એમણે ચર્ચ સાથે સંપર્ક છોડી દીધો હતો. એટલે જ તેઓ જીવે છે કે નહિ એની ભાળ કાઢવા ‘ન્યૂ યૉર્ક હેરલ્ડ' નામના અખબારે પોતાના ખબરપત્રી હેન્રી મોર્ટન સ્ટેન્લીને મોકલ્યા હતા. તપાસ કરતાં કરતાં સ્ટેન્લીએ ટાંગાનિકા સરોવરના કિનારે ઊજીજી નામના ગામમાં એક ઝૂંપડામાં લિવિંગ્સ્ટનને શોધી કાઢ્યા. ત્યારે લિવિંગ્સ્ટન મેલેરિયા તાવમાં પટકાયા હતા. ત્યાર પછી સાજા થતાં લિવિંગ્સ્ટને સ્ટેન્લી સાથે સરોવરમાં સફર કરી, શોધસફરોના અનુભવોની વાતો થઈ અને સ્ટેન્લી પાછા ફર્યા. લિવિંગ્સ્ટને આફ્રિકામાં જ પોતાનું જીવન પૂરું કર્યું. લિવિંગ્સ્ટને ચાલીસ વર્ષની વયે, ઈ.સ. ૧૮૫૫ના નવેમ્બરમાં આ વિક્ટોરિયા ધોધની શોધ કરી હતી. એ દિવસોમાં જ્યારે રેલવે નહોતી, બળદગાડી કે ઘોડાગાડી નહોતી, ત્યારે સાહિસકો જંગલમાં કેડીએ કે કેડી વગર આગળ વધતા જતા, નકશાઓ બનાવતા તથા નોંધ લખતા જતા. આવું કપરું કાર્ય સ્થાનિક આદિવાસી જંગલી જાતિના લોકોના સહકાર વગર શક્ય નહોતું. લિવિંગ્સ્ટન ઝામ્બેઝી નદીમાં બાન્ટુ જાતિના સાથીદારો સાથે આગળ વધતા જતા. સ્થાનિક લોકોએ એ માટે ઝાડના મોટા જાડા લાંબા થડમાંથી કોતરીને હોડી બનાવી આપી હતી. આવી હાલકડોલક થતી જોખમી ગામઠી હોડીમાં તેઓ આગળ વધતા હતા ત્યાં એમણે નદી ઉપર દૂર ધુમ્મસ જેવું જોયું. તરત અનુમાન થયું કે ત્યાં પાણી નીચે પડતું હોવું જોઈએ એટલે કે ત્યાં ધોધ હોવો જોઈએ. હવે નદીનો વેગ વધતાં હોડીમાં જવાય એવું નહોતું. એટલે હોડી છોડીને એક બાજુના કિનારે તેઓ આગળ વધ્યા. ધોધ માટે ચાલતા જવામાં જોખમ હતું. એટલે પાસેના એક નાના ટાપુ પર જઈ, સૂતાં સૂતાં, પેટ ઘસડતાં તેઓ આગળ વધ્યા અને ધોધ નિહાળ્યો. આવો વિશાળ ધોધ જોતાં લિવિંગ્સ્ટનના હર્ષ-રોમાંચનો પાર ન રહ્યો. જિંદગીમાં પહેલી વાર આવું અદ્દભુત દૃશ્ય જોયું. તેઓ ૨૨૦ * પ્રવાસ-દર્શન Page #271 -------------------------------------------------------------------------- ________________ મનથી નાચી ઊઠ્યા. એમના મુખમાંથી સહજ ઉદ્ગાર સરી પડ્યા, “પોતાની પાંખો વડે ઊડતા દેવદૂતોએ આવાં રમણીય દૃશ્યો અવશ્ય જોયાં હશે !” (Scenes so lovely must have been gazed upon by Angels in their flight) આવા પ્રચંડકાય બેનમૂન ભવ્ય ધોધનું નામ શું રાખવું ? લિવિંગ્ટનને થયું કે આવા ધોધને તો પોતાની મહારાણી વિક્ટોરિયાનું નામ જ શોભે. એમણે પોતાના અહેવાલમાં આ ધોધને “વિક્ટોરિયા ધોધ' (Victoria Falls) તરીકે ઓળખાવ્યો. ત્યારથી એટલે કે ઈ.સ. ૧૮૮૫થી એ વિક્ટોરિયા ધોધ તરીકે જાણીતો રહ્યો છે. લિવિંસ્ટને આ ધોધની શોધ કરીને બહારની દુનિયાને એની જાણ કરી તે પહેલાં સ્થાનિક આફ્રિકન લોકોને તો એની ખબર હતી જ. તેમણે એને આપેલું કાવ્યમય નામ છે : “ગર્જના કરતો ધુમાડો' (મોસી-ઓતુજા, Smoke that thunders). મોટા ધોધમાં પાણી એટલું બધું જોરથી પડતું હોય છે કે એનાં ઊડતાં સીકરોથી ધુમ્મસ કે ધુમાડા જેવું દૃશ્ય સર્જાય છે. એ દૃશ્ય એટલું મોટું હોય કે દૂરથી ધોધનું પડતું પાણી ન દેખાય, પણ ધડધડ અવાજ સંભળાય. ધુમાડો અવાજ કરે નહિ, પણ અહીં તો એની ગર્જના સંભળાય છે. એટલે સ્થાનિક લોકોએ સરસ નામ આપ્યું, ગર્જના કરતો ધુમાડો.' | વિક્ટોરિયા ધોધની શોધ તો થઈ, પરંતુ યુરોપના પ્રવાસપ્રિય એને કલારસિક લોકોમાં અને પ્રસિદ્ધિ મળી ચિત્રકાર થૉમસ બેઈન્સ દોરેલાં ધોધનાં મોટાં બહુરંગી ચિત્રોથી. તેઓ આફ્રિકા આવ્યા હતા તો લિવિંસ્ટનના મદદનીશ તરીકે કામ કરવા, પરંતુ લિવિંસ્ટને ૧૯૫૭માં જ્યારે એમને આ ધોધ બતાવ્યો ત્યારે તો તેઓ આભા જ બની ગયા. તરત એમની પીંછી સળવળી અને એમણે જુદી જુદી દિશાએથી દેખાતાં દશ્યોને કેન્વાસમાં ઉતાર્યા. પહેલી વારની આ મુલાકાતથી સંતોષ ન થતાં ૧૮૬૨માં તેઓ અહીં બીજી વાર આવ્યા અને બે અઠવાડિયાં રોકાઈ બીજાં ચિત્રો દોર્યો. એમનાં ચિત્રોએ યુરોપની પ્રજાને આ ધોધ જોવા માટે ઘેલી કરી. પ્રવાસીઓનો પ્રવાહ એટલો વધતો ગયો કે વખત જતાં બ્રિટિશ સરકારે કેપટાઉનથી વિક્ટોરિયા ફૉલ્સ સુધી રેલવે બાંધવાનું ઠરાવ્યું અને એ થતાં આજ દિવસ સુધી હજારો પ્રવાસીઓ આ ધોધ નિહાળવા આવે છે. આ ધોધ જોવાની એક સુંદર તક અમને પણ સાંપડી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પચાસેક સભ્યોની અમારી મિત્રમંડળી વિક્ટોરિયા ધોધ : ૨૨૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ જોહાનિસબર્ગથી વિક્ટોરિયા ફૉલ્સ પહોંચી હતી. ત્યાં ઝામ્બેઝી નદીના કાંઠે વિશાળ પરિસરમાં આવેલી બેઠા ઘાટનાં મકાનોવાળી ‘ઝામ્બેઝી રિવર લૉજમાં અમારો ઉતારો હતો. પોતપોતાના રૂમમાં ગોઠવાઈ ગયા પછી અમે આસપાસ લટાર મારી. સાંજે આફ્રિકન લોકનૃત્યમાં જોવા મળે. આ બાજુના પ્રદેશની ત્રણ જુદી જુદી જાતિનાં નૃત્યોમાં જંગલી હિંસક પ્રાણીઓનો ડર, ભૂતપ્રેતના ચમત્કારો, જાતિઓ વચ્ચેની લડાઈઓ, શિકારની યુક્તિઓ તથા ઘાસ અને ચામડાંમાંથી બનાવેલી વેશભૂષા અને ભયાનક મહોરાં, ધરતી ધ્રુજાવે એવાં પડતાં પગલાં અને ઢોલનગારાં તથા શિંગડાં-પિપૂડીના કર્ણકટુ અવાજો ઇત્યાદિ ધ્યાનાકર્ષક હતાં. અહીં અમારા માટે એક દિવસ ધોધનાં દર્શન માટે અને એક દિવસ ઝામ્બેઝી નદીમાં સહેલગાહ માટે રખાયો હતો. બીજે દિવસે સવારે અમે ધોધ જોવા નીકળ્યા. અમે બસમાં બેઠા પણ હજુ કેટલાંક ભાઈબહેન આવ્યાં નહોતાં. મિત્રવર્તુળ હોય એટલે થોડું મોડુંવહેલું થાય. તેઓ આવ્યાં ત્યારે પૂછ્યું, ‘કેમ મોડું થયું ?' જવાબ મળ્યો, ‘કેળાં, સફરજન વગેરે લીધાં તે રૂમમાં મૂકવા પાછાં ગયાં એટલે મોડું થયું.' ‘સાથે ખાવા માટે કંઈ લીધું છે ને ?' ‘લીધું છે ને. તમે ન લીધું હોય તો નિશ્ચિંત રહેજો. અમે આપીશું.’ અમારી બસ ઊપડી અને ધોધના પ્રવેશદ્વાર પાસે પહોંચી. અમારા ભોમિયાએ કહ્યું, ‘તમારું ગ્રુપ મોટું છે અને અહીં જોવાની જગ્યા વિશાળ છે. બધાની ગતિ એકસરખી ન હોય અને રસ પણ એકસરખો ન હોય. અહીં એક છેડેથી બીજા છેડા સુધી, થોભીને જોવા માટે પંદર પૉઇન્ટ છે. તમારી અનુકૂળતા પ્રમાણે કરશો. બપોર પછી આપણે હેલિકૉપ્ટરમાં જવાનું ગોઠવીશું.' પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ડાબી બાજુથી જોતાં જોતાં જમણી બાજુ જવાથી, ખીણની સામેની બાજુએ આવેલા ધોધનું ઉત્તરોત્તર વધુ રમણીય દૃશ્ય જોવા મળે છે. પૉઇન્ટના નંબર પણ એ રીતે આપેલા છે. ધોધની સામેનો પ્રવાસીઓનો આ વિસ્તાર ઘટાદાર વૃક્ષો અને ઝાડીવાળો છે. પ્રખર તડકામાં એથી રાહત રહે છે. એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ સુધી અને એમ છેવટ સુધી કેડી પાકી બાંધવામાં આવી છે કે જેથી ન ચલાય તે લોકો વ્હીલચે૨માં જઈ શકે. અમારામાંના કેટલાકે એનો લાભ પણ લીધો. ડાબી બાજુ સૌપ્રથમ ટેવિડ લિવિંગ્સ્ટનનું શોધસફરીના પહેરવેશમાં, ૨૨૨ * પ્રવાસ-દર્શન Page #273 -------------------------------------------------------------------------- ________________ બૂટ, એન્કલેટ અને છાજલીવાળી ટોપીવાળું ઊભું પૂતળું છે. સામી બાજુ ધોધ જોતાં જ લાગે કે જાણે પાણીનો લાંબો વિશાળ પડદો ઊભો ન કર્યો હોય ! સવાપાંચ હજાર ફૂટ પહોળો આ ઘોઘ દુનિયામાં પહોળામાં પહોળો ધોધ છે. તે આશરે ત્રણસો ફૂટ નીચે પડે છે. આ ધોધની લાક્ષણિકતા એ છે કે બીજા ઘણા-ખરા ધોધનું ઉપરથી પડતું પાણી નીચે સુધી જોઈ શકાય છે; નીચે જઈને બોટમાં ધોધ પાસે જઈ શકાય છે. પણ એવું અહીં નથી. પૃથ્વીના પડમાં અચાનક મોટો લાંબો ચીરો પડ્યો હોય અને નદીનું ધમમસતું પાણી ઓચિંતું નીચે પડી જાય એવો આ ધોધ છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે પંદરવીસ કરોડ વર્ષ પૂર્વે આ પ્રદેશમાં ફાટેલા જ્વાળામુખીઓના લાવારસના નક્કર થઈ ગયેલા પથ્થરોમાં મોટા ધરતીકંપથી લાંબી ફાટ પડી ગઈ હશે. એથી વહેતી નદીમાં આ ધોધનું કુદરતી નિર્માણ થયું હશે. હેલિકૉપ્ટ૨માંથી જોઈએ તો આ વાત તરત સ્પષ્ટ સમજાય એવી છે. આ ધોધમાં વધુમાં વધુ પાણી હોય છે ત્યારે એક મિનિટમાં પંચાવન કરોડ લિટર જેટલું પાણી નીચે પડે છે. એના છાંટા, જલબિંદુઓ પંદરસો ફૂટ ઊંચે ઊડે છે. એથી ધુમ્મસ કે ધુમાડા જેવું વાતાવરણ દૂરથી દેખાય છે. એને લીધે નીચે પડતું પાણી બરાબર દેખાતું નથી, ધૂંધળું દેખાય છે, જાણે કે આપણને આંખે મોતિયો આવ્યો ન હોય ! એટલે જ અહીં બે પૉઇન્ટને કેટેરેક્ટ (મોતિયો) પૉઇન્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. મોટો ધોધ હોય ત્યાં સતત ઊડતાં સીકરોમાં મેઘધનુષ્ય દેખાય. એટલે એક પૉઇન્ટને અહીં ‘રેઇનબો પૉઇન્ટ’ એવું નામ આપ્યું છે. એક બાજુ ધોધનો આકાર ઘોડાની નાળ (Horse shoe) જેવો દેખાય છે, એટલે એને એવું નામ આપવામાં આવ્યું છે. જે જગ્યાએ બારે માસ દિવસરાત જથ્થાબંધ પાણી પડે છે તેને મુખ્ય ધોધ (Main Falls) કહે છે. એક પૉઇન્ટને ‘ડેન્જર પૉઇન્ટ' નામ અપાયું છે, કારણ કે ત્યાં સાચવીને જવું પડે છે અને ત્યાંથી નીચે નિહાળતાં ખીણની ભયાનકતાનો ખયાલ આવે છે. ધોધની એક બાજુ નાનો ટાપુ છે. એનું નામ છે ‘લિવિંગ્સ્ટન ટાપુ' કે જ્યાંથી લિવિંગ્સ્ટને પહેલવહેલાં આ ધોધનાં દર્શન કર્યાં હતાં. બીજી એક બાજુ ખીણને જોડતો રેલવેનો પુલ બાંધવામાં આવ્યો છે કે જેથી મુસાફરો ટ્રેનમાં બેઠાં બેઠાં ગર્જતો ધોધ નિહાળી શકે અને ઊડતાં જલબિંદુઓથી ભીંજાઈને રોમાંચ અનુભવી શકે. ભોમિયાએ અમને કહ્યું કે, ‘આ ધોધની ખાસિયત એ છે કે ચોમાસામાં પાણી ઓછું પડે છે અને ઉનાળામાં વધારે પડે છે.' વિક્ટોરિયા ધોધ * ૨૨૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ ‘સાચી વાત છે ? આવું કેમ ?' ‘સાચી વાત છે. અહીં ચોમાસું નવેમ્બરથી માર્ચ સુધી હોય છે. ત્યારે નજીકમાં પડેલા વરસાદથી ધોધના પાણીની સાધારણ વૃદ્ધિ થાય છે, પરંતુ પછી એપ્રિલ-મે મહિનામાં એનો જલરાશિ એકદમ વધી જાય છે, કારણ કે ઝામ્બેઝી નદીનો ધોધમાર વરસાદથી પાણી ભરાવાનો વિસ્તાર (Catchment Area) અહીંથી આશરે એક હજાર માઈલ દૂર છે. અનેક વળાંકોવાળી નદીમાં આવેલા એ પૂરને અહીં સુધી પહોંચતાં બે-અઢી મહિના લાગી જાય છે.' કુદરતમાં પણ કેવી વિચિત્ર વ્યવસ્થા હોય છે ! અમે ધોધ જોતાં જોતાં એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ પર જતા હતા. કોઈ ઉતાવળ હતી નહિ. રમણીય ધોધ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. એના પતનમાં અને પતનના ઉદ્ઘોષમાં શ્રવણમધુર લય હતો. એક નંબરથી છેલ્લા નંબર સુધી ખાસ્સું ચાલવાનું છે. કેટલીક કેડીઓ વાંકીચૂકી છે, પણ એમાં ભૂલા પડાય એવું નહોતું, કા૨ણ કે સ્થાનિક ચોપગા ભોમિયાઓ અમને દોરી જતા હતા. એ ભોમિયા હતા વાંદરાઓ. તેઓ આપણી સાવ નજીક આગળ આગળ ચાલે. કેડીમાં બે ફાંટા આવે તો એ આપણને સાચી બાજુ લઈ જાય. તેમની ચાલમાં સાહજિકતા અને નિર્ભયતા હતી. આપણે ઊભા રહીએ તો આપણી રાહ જોતા બેસી રહે. તેઓ આ જે સેવા સ્વેચ્છાએ બજાવતા તે બક્ષિસની આશાએ. અમે સાથે લીધેલાં કેળાં, ચણા, બિસ્કિટ આપીને એમને પ્રસન્ન કર્યાં. પ્રકૃતિનાં કેટલાંક તત્ત્વોમાં એવી ખૂબી હોય છે કે પ્રત્યેક વખતે તે નવું સૌન્દર્ય ધારણ કરે. વિક્ટોરિયા ધોધનું પણ એવું જ છે. એ સવારે જુઓ, બપોરે કે સાંજે જુઓ, અંધારી રાતે જુઓ કે પૂનમની રાતે, ઉનાળામાં જુઓ કે શિયાળામાં, દરેક વખતે એણે નવું જ રૂપ ધારણ કરેલું હોય ! બપોર પછી અમે હેલિકૉપ્ટરમાં બેસીને ઝામ્બેઝી નદી અને વિક્ટોરિયા ધોધનું ચારે બાજુથી વિહંગાવલોકન (હેલિકૉપ્ટરાવલોકન) કર્યું. એ કરીએ ત્યારે જ ધરતીમાં પડેલી લાંબી ફાટ સહિત પ્રપાતનો સંપૂર્ણ વાસ્તવિક ખયાલ આવે છે. અમને તો થોડે દૂર નદીના પાણીમાં ૨મત કરતા હાથીઓ પણ જોવા મળ્યા. ધોધ જોઈ અમે ઉતારે પાછા ફર્યા. બધા પોતપોતાનાં કામમાં વ્યસ્ત બની ગયા. અમે કેટલીક માહિતી માટે રિસેપ્શનિસ્ટ પાસે ઊભા હતા ત્યાં સવા૨વાળાં પેલાં બહેનોએ આવીને ફરિયાદ કરી, ‘અમારી રૂમ કોઈએ ૨૨૪ * પ્રવાસ-દર્શન Page #275 -------------------------------------------------------------------------- ________________ ખોલી હતી ? અમે સવારે કેળાં અને બીજું ખાવાનું મૂકીને ગયાં હતાં તે કોઈ લઈ ગયું છે.' “બહેન, રૂમ તો કોઈએ ખોલી નહિ હોય, પણ તમે બારી કે બાલ્કનીનું બારણું ખુલ્લું રાખ્યું હતું ?' “ખબર નથી.' જરૂ૨ ખુલ્લું રહી ગયું હશે. વાંદરાઓ તમારું ખાવાનું ઉપાડી ગયા હશે. અહીં વાંદરાઓનો ત્રાસ છે. એ માટે દરેક રૂમમાં અમે સૂચના મૂકી જ છે.' પછીથી ખબર પડી કે પોતાનું ખાવાનું ગયાનો અનુભવ બીજા ત્રણ જણને પણ થયો હતો. વાંદરાઓ આવું બંધુ કૃત્ય પક્ષપાતરહિતપણે કરતા હોય છે. વિક્ટોરિયા ધોધનું ભવ્ય દર્શન એ જિંદગીનો એક લહાવો છે. અમે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ ધોધનાં દર્શન કર્યા. એ દિવસ અમને વધારે યાદ એટલા માટે રહી ગયો છે કે તે દિવસે રાત્રે મુંબઈમાં, નખમાંયે રોગ વગરના, લાકડીના ટેકા વગર ચાલનારા, પોતાનું બધું કાર્ય જાતે કરી લેનારા ૧૦૪ વર્ષની ઉંમરના મારા પિતાશ્રીએ ઊંઘમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો એના સમાચાર આપવા સ્વજનોએ ફોન કર્યો હતો. પિતાશ્રીનું જીવન પણ ધોધ જેવું ભવ્ય હતું. (પાસપોર્ટની પાંખે-૩). વિક્ટોરિયા ધોધ - ૨૨૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૩૧. મેવાસિંગનો બેટો (મોરેશિયસ) મોરિશિયસ એટલે અરબી સમુદ્રમાં ‘છોટા ભારત'. આ દ્વીપ-દેશ (Island Country) આફ્રિકાના પૂર્વ કિનારાથી આઠસો માઈલ દૂર દરિયામાં આવ્યો હોવા છતાં ભૌગોલિક દૃષ્ટિએ સેશલ્સ અને માડાગાસ્કરના ટાપુઓની જેમ એની ગણના પણ આફ્રિકા ખંડમાં થાય છે. મોરિશિયસ એટલે હજારો વર્ષ પૂર્વે ઠરી ગયેલા જ્વાળામુખીઓનો પ્રદેશ. જો કે પછીથી તે એટલો જ ફળદ્રુપ બનેલો. શેરડી એનો મુખ્ય પાક છે. મે-જૂન-જુલાઈમાં મોરિશિયસમાં ફરીએ તો પૂરી ઊંચી ઊગેલી અને ઉ૫૨થી સહેજ લચી પડેલી શેરડીનાં ખેતરો ચારે બાજુ જોવા મળે. મોરિશિયસના અર્થતંત્રમાં મુખ્ય આવક શેરડીની. પંદરેક લાખની વસ્તીને વપરાશ માટે જેટલી જોઈએ તે સિવાયની બધી જ ખાંડની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થાય. આપણે ત્યાં ખાંડ માટે ‘મોરસ' શબ્દ વપરાય છે તે મોરિશિયસના નામ ઉપરથી આવ્યો છે. મોરિશિયસ એટલું સભાન છે કે પોતાના નાના સરખા દેશની બધી જ જમીન ખેતી માટે જ વપરાવી જોઈએ, એટલે ખેતરોને વાડ પણ હોતી નથી. રસ્તાની અડોઅડ બંને બાજુ શેરડી ઊગેલી હોય. કાકાસાહેબે યોગ્ય રીતે જ મોરિશિયસને ‘શર્કરા દ્વીપ’ તરીકે ઓળખાવ્યો છે. અમે ચાર મિત્રો ૧૯૮૭ના મે મહિનામાં મોરિશિયસના પ્રવાસે ત્યાંની ‘મોરિશિયસ ઍરલાઈન્સ'ના વિમાનમાં મુંબઈથી ઊપડ્યા હતા. સવારનો ૨૨૬ * પ્રવાસ-દર્શન Page #277 -------------------------------------------------------------------------- ________________ સમય હતો અને આકાશ સ્વચ્છ હતું. એટલે વિમાનની બારીમાંથી અરબી સમુદ્રમાં આવેલા મોરિશિયસ ટાપુનું દૃશ્ય કોઈ સ્વપ્નભૂમિ સમું મનોહર લાગતું હતું. મારું ચિત્ત એક બાજુ વિમાનમાંથી દૃશ્યો જોવામાં રોકાયું હતું. તેમ બીજી બાજુ મોરિશિયસની ભૂતકાળની વાતોમાં મગ્ન બન્યું હતું. ઈસવીસનના સોળમા સૈકાના આરંભમાં યુરોપના ખલાસીઓ વહાણમાં ભારત બાજુ આવવા નીકળેલા ત્યારે તેઓએ અરબી સમુદ્રમાં આ ટાપુ જોયેલો, અને નોંધેલો. ઈ. સ. ૧૯૦૦માં ડચ લોકોએ એનો કબજો લીધો. પોતાના ઉમરાવ મોરિસના નામે ઉપરથી એનું નામ મોરિશિયસ રાખ્યું. પરંતુ ઠરેલા જ્વાળામુખીનો એ પ્રદેશ બહુ કામનો ન હોવાથી તેઓએ ઈ. સ. ૧૭૧૦માં છોડી દીધો. પછી ફ્રેંચ લોકોએ એના ઉપર આધિપત્ય જમાવ્યું. એક સૈકા દરમિયાન, ફ્રેંચ લોકોએ મોરિશિયસનું ડોડો નામનું પક્ષી ખાઈ ખાઈને ખતમ કરી નાખ્યું. એટલે કહેવત પડી : Dead as a dodo. ઈ. સ. ૧૮૧૦માં બ્રિટન અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ થયું. તે વખતે બ્રિટિશ નૌકાસેનાએ ફેંચો પાસેથી આ ટાપુ પડાવી લીધો. અંગ્રેજોએ શેરડીની ખેતી માટે અને ખાંડનાં પોતાનાં કારખાનાંઓ માટે ભારતમાંથી મજૂરો લઈ જઈને ત્યાં વસાવ્યા. એટલે મોરિશિયસ “છોટે ભારત” જેવું બની ગયું. ૧૯૬૮માં તે સ્વતંત્ર થયું. મોરિશિયસમાં એનું મુખ્ય વેપારી શહેર છે ક્યુપિંપ. (Curepipeનો ઉચ્ચાર એ પ્રમાણે તેઓ કરે છે.) ફ્રેંચ આધિપત્ય દરમિયાન આ વેરાન ટાપુમાં થાકેલા પ્રવાસીઓ અહીં વિસામો ખાવા બેસતા અને પાઈપ પીતા. પાઈપ સળગાવતાં પહેલાં તેઓ એને સાફ -Cure- કરતા. એટલે આ સ્થળનું નામ Curepipe પડી ગયું હતું. ત્યાં હોટેલ કોન્ટિનેન્ટલમાં અમે ઊતર્યા હતા. વચમાં અમે દરિયાકિનારાની એક હોટેલમાં પણ રહી આવ્યા અને આસપાસનો કેટલોક પ્રદેશ પણ જોયો. અમારામાંના એક મિત્રને મુંબઈથી કોઈક ઓળખીતાં ઉત્તર ભારતીય બહેને પોતાના ભાઈ ઉપર માત્ર ખુશખબરનો પત્ર આપ્યો હતો. મેવાસિંગ નામના એક સજ્જનને એ પત્ર પહોંચાડવાનો હતો. ન પહોંચાડાય તો ટપાલમાં નાખવાનો હતો અને એ પણ ભૂલી જવાય તો કશો વાંધો નથી એમ એમણે કહેલું. ક્યુપિંપની હોટેલમાંથી અણે મેવાસિંગને ફોન કર્યો. કહ્યું, “તમારાં બહેને મુંબઈથી ખુશખબરનો પત્ર મોકલાવ્યો છે. એમણે કહ્યું છે કે પત્રમાં ખાસ કોઈ મહત્ત્વની વાત નથી. એટલે અમે આજે ટપાલમાં નાખીશું. કારણ કે તમારું ગામ તો અહીંથી ટેક્સીમાં દોઢ કલાકને રસ્તે છે અને મેવાસિંગનો બેટો ઝટ ૨૨૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ અમને ત્યાં સુધી આવવાની અનુકૂળતા નથી.' મેવાસિંગે કહ્યું, ‘તમે પત્ર ટપાલમાં ૨વાના ન કરશો. હું આજે એ બાજુ નીકળવાનો છું. તો તમારી હોટેલ પર આવીને લઈ જઈશ.' નિશ્ચિત સમયે મેવાસિંગ હોટેલ ઉપર આવી પહોંચ્યા. તેઓ ઊંચા અને શ્યામ વર્ણના હતા. સ્વભાવે હસમુખ જણાયા. સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને કૅનવાસનાં સફેદ શૂઝ તેમણે પહેર્યાં હતાં. જાણે કોઈ ખેલાડી હોય એવા લાગે. પંચાવનની ઉંમર વટાવી ગયા હશે એવું ચહેરા પરથી જણાતું હતું. ચહેરા પર આંખો નીચે સહેજ સોજા હતા. એ પરથી લાગ્યું કે તબિયત બરાબર નહિ રહેતી હોય. એમનો અવાજ નિયમિત દારૂ પીનારનો વૃદ્ધાવસ્થામાં જેવો થઈ જાય તેવો હતો. મેવાસિંગની ભાષા હિન્દી હતી, પરંતુ તેમના બોલવામાં મોરિશિયસમાં પ્રચલિત થયેલી ફ્રેંચ વર્ણસંકર જેવી લોકબોલી ક્રેઓલ (Creole)ની થોડી છાંટ વëતાતી હતી. વાતચીત પરથી જાણ્યું કે તેઓ ક્રેઓલમાં પણ સરસ બોલી શકતા હતા. અમે મેવાસિંગને પત્ર આપ્યો. એમણે કહ્યું, ‘તમે ઠેઠ ભારતથી આવો અને મારા ઘરે જમ્યા વગર જાઓ તે બરાબર નથી. મને આ ગમતું નથી.' એમનો ઘણો આગ્રહ હતો એટલે છેવટે એમ નક્કી થયું કે તેઓ પોતે જે ક્લબમાં સભ્ય છે, ત્યાં અમારે એમની સાથે ચા-પાણી લેવાં. અમે તૈયાર થઈ મેવાસિંગની કારમાં બેસી ક્લબમાં ગયા. અમે બેઠા કે તરત એમણે જાતજાતની વાનગીઓ માટે ઑર્ડર આપી દીધા. અમે મૂંઝાયા. કહ્યું, ‘આટલું બધું કંઈ ખવાશે નહિ.' એમણે કહ્યું : ‘જે ફાવે . તે લેજો. ક્લબ આપણા ઘરની છે એમ જ સમજજો. આપણે ફરી ક્યારે મળીશું તે કોને ખબર છે ? હું તો હાર્ટ પેશન્ટ છું.’ અમે જોયું કે વેઈટરો પણ મેવાસિંગ સાથે બહુ આદર, વિનય અને પ્રેમથી સસ્મિત વાત કરતા હતા. ટેબલની એક બાજુથી વિશાળ પારદર્શક કાચમાંથી ગૉલ્ડ માટેનું લીલુંછમ મેદાન દેખાતું હતું. મેવાસિંગે કહ્યું કે પોતે ગૉલ્ડ ૨મવાના ઘણા શોખીન હતા. પરંતુ પાંચેક વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો ત્યાર પછી એમણે ગૉલ્ફ રમવાનું છોડી દીધું છે. ફરી ગયે વર્ષે એમને બીજો હુમલો પણ આવી ગયો પણ બચી ગયા. પરંતુ ક્લબમાં આવવાનું તેમનું નિયમિતપણે ચાલુ જ છે. હૃદયરોગના હુમલા પછી કેટલાક માણસો ભાવાર્ત બની જાય છે અને કંઈક લાગણીશીલતાની વાત આવે તો ગળગળા બની જાય છે કે એમની આંખમાં આંસુ આવી જાય છે. મેવાન્સિંગનું પણ એવું જ જણાયું. પોતાની બહેનનો પત્ર ખોલતાં પહેલાં એમણે કહ્યું, ‘હું પહેલાં ૨૨૮ * પ્રવાસ-દર્શન Page #279 -------------------------------------------------------------------------- ________________ થોડું રડી લઉં. મારી બહેનનો અંદર ઠપકો હશે જ, કારણ કે ઘણા વખતથી મારાથી પત્ર લખાયો નથી.” એટલું બોલતાં તો એમની આંખમાંથી બે મોતી સરી પડ્યાં. મેવાસિંગ પત્ર વાંચવામાં પડ્યા. અમે ચા-નાસ્તો લેતાં લેતાં ગોલ્ફના મેદાન તરફ જોવા લાગ્યા. ત્યાં મેવાસિંગે કહ્યું, “ગોલ્ફ રમવાની વાત આવે એટલે મારા કરતાં મારા બેટા રામુને બહુ મઝા પડે. અમે ઘરેથી કારમાં નીકળીએ અને એને ખબર પડે કે ક્લબમાં જઈએ છીએ તો આખે રસ્તે એ ગેલમાં આવી ગયેલો હોય.” તમારા બેટાને પણ ગોલ્ફ રમતાં આવડે છે ?” “ના, એવું તો ન કહેવાય, પણ રમતો હોઉં ત્યારે બૉલ લાવી આપવા માટે એ દોડાદોડી કરે.' કેટલાં વર્ષનો છે તમારો દીકરો ?” એને છ પૂરાં થયાં અને સાતમું ચાલે છે.” એ પણ ક્લબનો મેમ્બર છે ?' ના એ મેમ્બર નથી. કાયદેસર મેમ્બર ન થઈ શકે, પણ એ મેમ્બરથી પણ વિશેષ છે, કારણ કે ક્લબમાં સૌને એ વહાલો છે.” - “સ્કૂલે જવાનું એણે ચાલુ કર્યું છે ? “ના, પણ એ ઘણો જ હોશિયાર છે. એની સમજદારી તો આશ્ચર્ય પમાડે એવી છે. તમે એક વખત એને જુઓ તો ક્યારેય ભૂલી શકો નહિ.” ખરેખર ? તો તો તમારા દીકરાને અમારે જોવો જોઈશે.' અમારામાંથી એકે કહ્યું. એટલે જ કહું છું કે ચાલો મારી સાથે મારે ઘરે. તમને મારી કારમાં લઈ જઈશ. આપણે ત્યાં સાથે જમીએ. તમને હૉટેલ પર પાછા પહોંચાડવાની જવાબદારી મારી. પછી તમને શો વાંધો છે ?' કેટલીક આનાકાની પછી મેવાસિંગના ઘરે જમવા જવાનું નક્કી થયું. મેવાસિંગ હર્ષમાં આવી ગયા. તરત ઘરે ફોન જોડ્યો અને જમવા માટે સૂચના આપી દીધી. અમે મોટરમાં મેવાસિંગને ઘરે જવા ઊપડ્યા. રસ્તામાં એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પોતે એકવીસ વર્ષની ઉમરે પરણ્યા અને બે વર્ષમાં વિધુર થયા. પછી લગ્ન કરવાની એમની બિલકુલ ઇચ્છા નહોતી. પણ વખત જતાં જીવનમાં એકલતા લાગવા માંડી. એટલે પિસ્તાલીસ વર્ષની ઉંમરે એક મિત્રની ભલામણથી યમુના નામની એક વિધવા શિક્ષિકા સાથે મેવાસિંગનો બેટો - ૨૨૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ લગ્ન કર્યાં. એમનું દામ્પત્યજીવન ઘણી સારી રીતે ગોઠવાઈ ગયું હતું. એમનો વ્યવસાય મોટા ઑર્ડર પ્રમાણે, ડિઝાઈન અનુસાર કપડાં સીવી આપવાનો હતો. દસ દરજીઓ કામ કરે અને પોતાને માત્ર દેખરેખ રાખવાની. બધી રીતે સુખી હતા. એક માત્ર દીકરાની ખોટ હતી. તે પણ ભગવાને આપી દીધો. એમના સંતાનમાં એક માત્ર રામુ હતો. લગભગ એક કલાકના રસ્તા પછી મેવાર્મિંગનું ઘર આવ્યું. ગાડીમાંથી ઊતરી અમે મેવાસિંગના ઘરમાં ગયા. ઘરમાં દાખલ થતાં જ મેવાસિંગે ઉત્સાહપૂર્વક ભાવભર્યા લહેકાથી બૂમ પાડી. ‘રા....મુ ! બેટા... રામુ !' ત્યાં એમનાં પત્નીએ રસોડામાંથી બહાર આવી કહ્યું, ‘રામુ બહાર ગયો છે. પડોશના છોકરાઓ એને સાથે ૨મવા લઈ ગયા છે. હવે આવવો જોઈએ.’ મેવાસિંગે પોતાનાં પત્ની યમુનાબહેનનો પરિચય કરાવ્યો. પછી તેઓ તરત રામુ માટે બૂમ પાડતા બહાર નીકળ્યા. અમે સોફામાં ગોઠવાયા. એટલામાં એક કાળા ભૂખરા રંગનો અલ્જેશિયન કૂતરો ઘરમાં દાખલ થયો. એ અમારા ચારેના પગ સૂંઘવા લાગ્યો. યમુનાબહેને કહ્યું, ‘ગભરાશો નહિ, એ તમને કરડશે નહિ.' મેવાસિંગે સરસ મઝાનો કૂતરો પાળ્યો છે એમ જોતાં જ અમને લાગ્યું. એવામાં મેવાસિંગ બહારથી બોલતાં બોલતાં આવતા દેખાયા, ‘અરે રામુ... તું આવી ગયો છે ? હું તને શોધવા નીકળ્યો હતો.' રામુ ક્યારે ઘરમાં આવ્યો અને ક્યાં જતો રહ્યો એની અમને ખબર પડી નહિ. ત્યાં કૂતરો મેવાસિંગ ત૨ફ બહાર દોડ્યો અને બે પગે ઊંચો થઈ એમની સાથે ગેલ કરતો કરતો ઘરમાં આવ્યો. મેવાસિંગે પરિચય કરાવ્યો, ‘આ મારો બેટો રામુ.' એમણે કૂતરાને કહ્યું, ‘જા બેટા... મહેમાનો સાથે હાથ મિલાવ.' અમે આશ્ચર્યમાં પડ્યા. પૂછ્યું, ‘જે દીકરાની તમે વાત કરતા હતા તે આ ?' ‘હા, આ મારો એકનો એક બેટો છે. રામુ બેટા કરતાં પણ ઘણો વધારે છે. મારા વિલમાં પણ `મારા આ બેટાનું નામ મેં દાખલ કરાવ્યું છે. મારા બેટાને હવે તો કોઈ કૂતરો કહે તો પણ મને ગમતું નથી. અમારા કુટુંબનો એ સર્વસ્વ છે.’ દરમિયાન રામુએ અમારા દરેક પાસે આવી પોતાનો આગળનો જમણો પગ ઊંચો કરી હાથ મિલાવ્યા. ૨૩૦ * પ્રવાસ-દર્શન Page #281 -------------------------------------------------------------------------- ________________ મેવાસિંગે કહ્યું, “બેટા રામુ, આ મારા બૂટ ઉપરના રૂમમાં મૂકી આવ.' રામુ મોઢામાં એક પછી એક બૂટ ભરાવી દાદર ચડતો ઉપરના રૂમમાં મૂકી આવ્યો. પછી મેવાસિંગે કહ્યું, “બેટા, મારા સ્લિપર લઈ આવ.' રામુ સ્લિપર લઈ આવ્યો. મેવાસિંગે પગમાંથી મોજાં કાઢ્યાં અને કહ્યું, “બેટા, જા આ સફેદ મોજાં મૂકી આવ અને કાળાં મોજાં લઈ આવ.' રામુએ એ પ્રમાણે કર્યું. આમ મેવાસિંગે બીજી કેટલીક વસ્તુઓ મગાવી અને કેટલીક પાછી મોકલી. કૂતરો ભૂલચૂક વગર બધું જ કામ વ્યવસ્થિત કરતો હતો. અમે ખરેખર આશ્ચર્યચક્તિ થઈ ગયા. અમે જોયું કે કૂતરાની આંખો કંઈક જુદી જ હતી. એમાં માણસ જેવી જ નિર્દોષતા, સરળતા, ભાવુકતા, વિનય, પ્રેમ, વફાદારી વગેરે વંચાતાં હતાં. અમે પૂછયું, “રામુને આ બધું આવડ્યું કેવી રીતે ? તમે ખાસ તાલીમ આપી છે કે કોઈની પાસે એવી તાલીમ અપાવી છે ?' મવાસિંગ કહ્યું, “એવી કોઈ તાલીમ આપી નથી કે અપાવી નથી. રામુ એક વર્ષનો હતો ત્યારે અમે એને વેચાતો લઈ આવેલા. પણ પછી અમે બંનેએ એને બહુ વહાલ આપ્યું છે. મેં એને મારા બેટાની જેમ ઉછેર્યો છે. માત્ર એનું શરીર કૂતરાનું છે. અમારી સાથે એ ઊઠે છે; અમારી સાથે ખાય છે; અમારી સાથે એ બહાર ફરવા આવે છે. અને રાત્રે અમારી પથારીમાં જ સાથે સૂઈ જાય છે.' - યમુનાબહેને કહ્યું, “અમારી બધી વાતચીત એ સમજે છે. કોઈ વાર એને ખોટું લાગે અને રિસાય તો એ ખાય નહિ. પછી અમારે એને બહુ મનાવવો પડે. ઘણાં કાલાવાલા પછી એ માની જાય ત્યારે આંખમાં દડદડ આંસુ સાથે એ ખાય. એ એટલો જાતવાન છે કે અમે એને લાવ્યા ત્યારથી આજ લગી કોઈ દિવસ એણે અમારું ઘર ગંદું કર્યું નથી. ગમે તેટલો ભૂખ્યો હોય અને રસોડામાં ખાવાનું ખુલ્લું પડ્યું હોય પણ અમે ન આપીએ ત્યાં સુધી ખાય નહિ.” યમુનાબહેને ટેબલ ગોઠવ્યું એટલે અમે જમવા બેઠા. અમારી સાથે રામુ પણ જમવા બેઠો. ખુરશી ઉપર એ એવી રીતે બેઠો કે બે પગ લટકતા રહે અને બે પગ ટેબલ પર રહે. એને પ્લેટમાં એવી વસ્તુઓ ખાવા આપવામાં આવી કે જે એ બે પગ વડે બરાબર પકડીને ખાઈ શકે. મેવાસિગનો બેટો - ૨૩૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ યમુનાબહેને કહ્યું, ‘ધીમે ધીમે કરતાં રામુને ઘણી વસ્તુઓ ખાતાં આવડી ગયું છે. એક વખત એક મેહમાન આવ્યા હતા. અને એ વખતે લીચીની સીઝન હતી. અમે રામુની પ્લેટમાં લીચી મૂકી તો એણે ફોતરાં ઉખાડી લીચી ખાધી. ઠળિયા તથા ફોતરાં પ્લેટમાં એવી રીતે મૂકતો જાય કે જરા પણ કશું બગડે નહિ. રામુને લીચી ખાતો જોઈને મહેમાન આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.' ‘રોજનો એનો ખોરાક શું ?' અમે ખાઈએ તે જ. દાળ, રોટી, ચાવલ, સબજી. એને બધું જ ભાવે.’ ‘એને માંસાહાર આપવો પડે ?’ ‘ના, બિલકુલ નહિ. આમ તો અલ્જેશિયન કૂતરાં માંસાહારી હોય છે. પણ રામુ તો પહેલેથી જ શુદ્ધ શાકાહારી છે. પ્યાજ, લસણ અમે ન ખાઈએ એટલે રામુ પણ ન ખાય.' કૂતરું જ એક માત્ર એવું પ્રાણી છે કે જે સમગ્ર જગતમાં સર્વત્ર જોવા મળે છે, પછી એ હિમપ્રદેશ હોય કે રણપ્રદેશ, સૂકી ધરતી હોય કે સતત વૃષ્ટિવાળાં લીલાંછમ જંગલો હોય. પ્રાણી જગતમાંથી મનુષ્યની સૌથી વધુ નજીક હોય એવાં પ્રાણીઓમાં બિલાડી ખરી, પણ કૂતરાની તોલે એ ન આવે. કૂતરાએ માણસના માત્ર આંગણામાં જ નહિ, ફક્ત ઘરની અંદર જ નહિ, ઠેઠ એના શયનખંડ સુધી સ્થાન મેળવી લીધું છે. બિલાડી રાતને વખતે બારી- બારણાં ખુલ્લાં હોય તો ભટકવા ચાલી જાય. કૂતરું આખી રાત ચોકી ભરતું પાસે ને પાસે બેસી રહે. કૂતરાની પ્રાણેન્દ્રિય અત્યંત તીવ્ર અને નિદ્રા ઘણી ઓછી. માલિકની માગણીઓને પણ એ બરાબર સમજે. રામુએ કલાકમાં અમારા સૌનાં દિલ જીતી લીધાં. મોડું થતું હતું એટલે અમે ઊઠ્યા. મેવાન્સિંગ અને યમુનાબહેન રામુ સાથે અમને હોટેલ પર મૂકવા આવ્યાં. આખે રસ્તે રામુની જ વાત ચાલ્યા કરી. હોટેલ પર પહોંચી અમે એમની વિદાય લીધી. મેવાન્સિંગ કરતાં પણ રામુની આંખમાં અમને વિશેષ ભાવ જણાયો. રૂમમાં સૂતાં સૂતાં પણ અમે રામુનો જ વિચાર કરતા હતા. એમ લાગ્યું કે સારું થયું કે મેવાસિંગનો પત્ર ટપાલમાં ન નાખ્યો, નહિ તો એક સરસ અવસર ગુમાવત. મોરિશિયસમાં અમે પાટનગર પૉર્ટ લૂઈસનું બંદર જોયું, તડકો ખાવા ૨૩૨ * પ્રવાસ-દર્શન Page #283 -------------------------------------------------------------------------- ________________ આવેલા ગોરા સહેલાણીઓથી ઊભરાતી દરિયાકિનારાની એકથી એક ચડિયાતી ‘બીચ’ હોટેલો જોઈ, સૂર્યપ્રકાશમાં રંગ બદલતી ચેમરેલની ધરતી જોઈ, ઠરી ગયેલા જ્વાળામુખીનું મુખ (Crater) જોયું, એક મોટા શ્રીમંત શ્રીરામફલનનું એક હજાર એકર કરતાં વધુ મોટું શેરડીનું ખેતર જોયું, વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર એન્થેરિયમ (Anthurium) પુષ્પ જ્યાં હજારોની સંખ્યામાં ઉગાડવામાં આવે છે, એવા બગીચા જોયા, બારેમાસ અને ચોવીસે કલાક જોરજોરથી સતત ઘૂઘવતો ગિગરીનો તોફાની દરિયો જોયો અને બીજું ઘણું જોયું, પણ મેવાસિંગના બેટાનો પ્રસંગ એ બધાંને ભુલાવે એવો હતો. મોરિશિયસનો બે અઠવાડિયાંનો પ્રવાસ પૂરો કરી અમે ભારત પાછા આવ્યા અને સૌ પોતપોતાના રોજિંદા જીવનમાં ગૂંથાઈ ગયા. ત્યાર પછી કેટલાક સમય પછી જાણવા મળ્યું હતું કે હૃદયરોગના ત્રીજા ભારે હુમલાને કારણે મેવાસિંગનું અવસાન થયું હતું. એમના અવસાનના સમાચાર અમારા માટે દુ:ખદ હતા, પરંતુ વધુ દુ:ખદ સમાચાર એ હતા કે એમના અવસાનની પોતાને તરત ગંધ આવતાં રામુએ રોકકળ કરી મૂકી હતી. મેવાસિંગના શબને જ્યારે લઈ જવાયું ત્યારે એણે ઘ૨માં બેબાકળા બનીને આમતેમ દોડાદોડ કરી મૂકી હતી. અને પછી થાકીને શાંત થયા પછી મેવાસિંગે જ્યાં દેહ છોડ્યો ત્યાં એ દિવસ-રાત સૂનમૂન બેસી રહ્યો. વારંવાર આપવા છતાં ન એ કશું ખાય કે ન પીએ. એનું શરીર કરમાવા લાગ્યું અને સાતમે દિવસે રામુના જીવનનો પણ અંત આવ્યો. પિતા-પુત્રની એક વિરલ જોડીએ આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લીધી. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) મેવાસિંગનો બેટો * ૨૩૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોસેમિટી (યુ. એસ. એ.) અમેરિકામાં ખરેખર જોવા જેવા કે કેટલાક રમ્ય નૈસર્ગિક પ્રદેશો ગણાય છે તેમાં યોસેમિટી (YOSEMITE)નું સ્થાન મહત્ત્વનું છે. અમેરિકા પશ્ચિમ વિભાગમાં આવેલા એ પ્રદેશના પ્રાકૃતિક પરિવેશને સાચવવા માટે એને “નેશનલ પાર્ક' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હિમાચ્છાદિત શિખરો, હિમનદી (ગ્લેશિયર), મોટા મોટા ધોધ, નાનાં મોટાં સરોવરો, હજાર વર્ષ જૂનાં વૃક્ષો, વિવિધ પ્રકારનાં પશુપક્ષીઓ, ફળદ્રુપ ખીણપ્રદેશ, અનુકૂળ આબોહવા - આ બધું એક જ સ્થળે જોવા મળે એવો પ્રદેશ તે યોસેમિટી. ત્યાં સામસામે પર્વતના શિખરો છે અને વચ્ચે વિશાળ હરિયાળી ખીણ છે. ત્યાં “આહવાહનીચી નામના રેડ ઇન્ડિયન આદિવાસીઓના વારસદારો હજુ પણ વસે છે. સાન્ડ્રાન્સિસ્કો પાસેના કુપરટિનો શહેરથી અમે પરિવારના સભ્યો ત્રણેક દિવસ માટે યોસેમિટી જવા નીકળ્યા હતા. દોઢસો માઈલ દૂર, યોસેમિટીની નજીક આવેલા ગામ મારિપોસા (MARIPOSA)માં “કન્ફર્ટ ઈન' નામની હોટેલમાં અમારું ઊતરવાનું ગોઠવાયું હતું. અમેરિકા જેવા ઘનાઢ્ય દેશમાં વિશાળ રસ્તાઓ પર મોટી મોટી મોટરગાડીઓ નિરંતર પૂરપાટ દોડતી રહે છે, પણ ક્યારેક કંઈક ખોટકાય તો સો-બસો ગાડીની હાર ઘડીકમાં થઈ જાય. ત્યારે બેચાર કલાક બગડી પણ જાય. અમારા હાઈવે પર કોઈ અકસ્માત થયો નહોતો, પણ એક સ્થળે મોડું સમારકામ ૨૩૪ ૪ પ્રવાસ-દર્શન Page #285 -------------------------------------------------------------------------- ________________ ચાલતું હોવાથી ગાડીઓની ચાર લાઈનમાંથી બે લાઈન કરી નાખવામાં આવી હતી. એટલે ધાર્યા કરતાં ત્રણ કલાક મારિપોસા અમે મોડા પહોંચ્યા. જોકે અમારે તો ભોજન કરીને સૂઈ જ જવાનું હતું એટલે વિલંબથી વાંધો આવ્યો નહિ. પરંતુ આવા અનપેક્ષિત વિલંબથી ક્યારેક ગોઠવાયેલો કાર્યક્રમ બગડી પણ જાય. બીજે દિવસે સવારે અમે યોસેમિટી જવા નીકળ્યા. આશરે બેતાલીસ માઈલનો રસ્તો ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થાય છે. બાજુમાં ખળખળ વહેતી મરસેટ (MERCED) નદીનાં સુભગ દર્શન, ક્યારેક રસ્તાની જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ સતત થતાં રહે છે. આસપાસ શંકુ આકારનાં (Coniferous) લીલાંછમ વૃક્ષો વાતાવરણની શીતલતામાં અને રમ્યતામાં આલાદક ઉમેરો કરતાં હતાં. મરસેઇ નદી હિમાલયની મંદાકિની અને અલકનંદાની યાદ અપાવતી હતી. ડુંગરની ધાર પર પસાર થતો રસ્તો એક વિશાળ મૈદાની ઇલાકામાં અમને લઈ ગયો. એ યોસેમિટી ખીણનો વિસ્તાર હતો. ત્રણ બાજુ ઊંચા પર્વતોની વચ્ચે, અનેક વિશાળ ઉત્તુંગ વૃક્ષોથી છવાયેલો ખીણવિસ્તાર મન હરી લે એવો છે. ત્યાં માહિતી કેન્દ્ર છે, આધુનિક બીજી સગવડો છે, છતાં ઘણી સગવડો હેતુપૂર્વક નથી કરવામાં આવી કે જેથી પાર્કનું અસલ કુદરતી સ્વરૂપ જળવાઈ રહે. એ જાળવવા માટે મોટી ઝુંબેશ ઉપાડનાર અને યોસેમિટીને “નૂશનલ પાર્ક' તરીકે જાહેર કરાવી, શિકાર, વૃક્ષો કાપવાં વગેરે પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં સફળ થનાર તે સુપ્રસિદ્ધ અમેરિકન પ્રવાસલેખક અને ચિંતક જ્હોન મૂર (John Muir) હતા. જ્હોન મૂર અમેરિકાના પ્રકૃતિવિશારદ, શોધસાફરી અને પર્વતારોહક હતા. તેઓ અલાસ્કા સહિત ઉત્તર અમેરિકામાં, લૅટિન અમેરિકામાં તથા અન્ય પ્રદેશોમાં ઘણું રખડ્યા હતા. એમણે પોતાના પ્રવાસના અનુભવોનાં કેટલાંક પુસ્તકો લખ્યાં છે જેમાં “Thousand Mile walk in the Gulf જાણીતું છે. તેમણે ઘણી દુનિયા જોઈ હતી, પણ ૧૮૬૮માં તેઓ યોસેમિટીમાં આવ્યા ત્યારે તેઓ એના નૈસર્ગિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. તેઓ યોસેમિટી પાછળ ગાંડા થઈ ગયા એમ જ કહેવાય. તેમણે યોસેમિટીને જ પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું. ૧૯૧૪માં ૭૬ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ યોસેમિટીમાં જ રહ્યા. યોસેમિટીના પ્રાકૃતિક પર્યાવરણને બચાવી લેવામાં તેમનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો. તેમને સાથ આપનાર ગેલન ક્લાર્ક પણ હતા. યોસેમિટી ૯ ૨૩૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ તેઓ પણ ત્રણ દાયકાથી અધિક સમય આ પ્રદેશમાં રહ્યા હતા. જ્હોન મૂર આ પ્રદેશનાં પોતાનાં સંસ્મરણો, અવલોકનો, નોંધ વગેરે લખતા રહ્યા હતા. એ વાંચતાં જ પ્રતીતિ થાય કે કોઈ શાંતિપ્રિય, અધ્યાત્મરસિક કવિનો જીવ તેઓ હોવા જોઈએ. તેમણે યોસેમિટીને “પ્રકૃતિના ભવ્ય મંદિર' તરીકે બિરદાવેલું છે. તેમણે ઈ. સ. ૧૮૭૧માં અમેરિકન ચિંતક ઈમર્સનને લખ્યું હતું, “યોસેમિટી એ પ્રકૃતિ સાથે તાદાભ્ય સાધવાની એક અદ્ભુત પ્રયોગશાળા છે. હું તમને યોસેમિટીમાં એક મહિના માટે પધારવાનું નિમંત્રણ આપું છું. એ માટે તમારે સમય આપવા સિવાય બીજું કંઈ પણ ખર્ચ કરવાનું નહિ રહે. સમયનું ખર્ચ પણ અહીં ઓછું થશે કારણ કે ઘણોખરો વખત તમે અનંતતામાં વિહરતા હશો.” જ્હોન મૂર જેવી વ્યક્તિ ઇમર્સન જેવા ચિંતકને એવી લાક્ષણિક રીતે લખે તો એ પરથી યોસેમિટીનો પ્રદેશ કેવો હશે એની આપણને ખાતરી થાય. અલબત્ત, એક પર્યટન કેન્દ્ર બનવાને કારણે યોસેમિટીમાં લોકોની અવરજવર ઘણી બધી વધી જવાથી, જ્હોન મૂરના સમયનું વાતાવરણ મુખ્ય માર્ગો પર રહ્યું નથી તોપણ એ માર્ગોથી થોડા આઘે એકાત્ત સ્થળમાં થોડા દિવસ રહેવા મળે તો એવા પ્રેરક અનુભવો જરૂર આજે પણ થાય. યોસેમિટી એટલે પ્રાચીન કાળના ઋષિમુનિઓ પસંદ કરે એવું એક સુરમ્ય, સુશાન્ત સાધનાક્ષેત્ર, કેટલાક ઇતિહાસકારો કહે છે તેમ દસ હજાર વર્ષથી માનવજાતિનું આ એક પ્રિય ક્ષેત્ર રહ્યા કર્યું છે. ત્રણ હજાર વર્ષ પૂર્વે અહીં માનવજાતિ વસતી હતી એનાં નિશ્ચિત પ્રમાણો મળે છે. હાલ આ વિસ્તારમાં જે આદિવાસીઓ રહે છે તેઓના હજાર-બારસો વર્ષ પૂર્વેના વડવાઓ “આહવાહનીચી' તરીકે ઓળખાતા હતા. તેઓએ પોતાની ભાષામાં આ ખીણને આપેલું નામ તે “આહવાહની' છે. એનો અર્થ થાય છે ખુલ્લું મોટું. ત્રણ બાજુ પર્વતો અને વચ્ચે ખીણ જેવો પ્રદેશ તેઓને ખુલ્લા મોઢા જેવો લાગતો હશે. એટલે આ પ્રદેશનું નામ પડ્યું. “આહવાહની' અને આહવાહની'માં રહેતા લોકો તે કહેવાયા “આહવાહનીચી'. આ પ્રજાના વંશજો આજે પણ ત્યાં વિદ્યમાન છે અને તેઓ જુદા જુદા નામથી ઓળખાય છે. અમેરિકાના પશ્ચિમ વિભાગમાં આ પ્રદેશ આવેલો હોવાથી પેસિફિક મહાસાગરના કિનારે આવેલાં ગામો સાથે તેઓનો સંબંધ વધુ રહ્યો છે. આહવાહનીચી માંથી વખત જતાં “મિવોક', “પાયુતે', “તેનાયા' વગેરે ઇન્ડિયન પ્રજાઓ ઊતરી આવી. કેલિફોર્નિયામાં અને બાજુના નેવાડા રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ આદિવાસીઓ હજુ પણ જોવા મળે છે. ૨૩૬ પ્રવાસ-દર્શન Page #287 -------------------------------------------------------------------------- ________________ યોસેમિટીના પ્રદેશમાં પોતાનું શાન્ત જીવન જીવતા રેડ ઇન્ડિયન આદિવાસીઓને માટે આપત્તિ આવી પડી ઈ. સ. ૧૮૪૮માં. તે સમયે સિએરા નેવાડા વિસ્તારમાંથી સોનું મળી આવ્યું. એથી અનેક સ્પેનિશ સાહસિકો સોનું મેળવવા આ પ્રદેશમાં ધસી આવ્યા. આદિવાસીઓને પરાયા લોકોની પોતાના પ્રદેશમાં ઘૂસણખોરી ગમી નહિ. સંઘર્ષ થયો. તેઓએ બે ગોરા માણસોને મારી નાખ્યા. એથી સ્પેનિશ લોકો સાવચેત બની ગયા. ગોરાઓના રક્ષણ માટે અને આ પ્રદેશ પર વર્ચસ્વ જમાવવા માટે તેઓએ એક લશ્કરી ટુકડી તૈયાર કરી. મારિપોસામાં સૈનિકોનું વડું મથક સ્થપાયું. એમની બેટેલિયને ક્રમે ક્રમે આગળ વધી ત્રણ વર્ષમાં આખી ખીણનો કબજો લઈ લીધો. આહવાહનીચી લોકોને ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓએ આહવાહનીનું નામ “યોસેમિટી' રાખ્યું. ફરી કનડગત ન થાય એ માટે આ યુદ્ધને અંતે આદિવાસીઓ અને ગોરાઓ વચ્ચે એવા સુલેહકરાર થયા કે શિયાળાની ઠંડીમાં જ્યારે ગોરાઓ નીકળી ગયા હોય ત્યારે ઇન્ડિયનો ત્યાં જઈ શકે. યોસેમિટીના ક્ષેત્રમાં ત્યાર પછી રેલગાડી આવી, રસ્તાઓ બન્યા, હોટેલો થઈ. બહારના લોકોનું આવાગમન જેમ જેમ વધતું ગયું તેમ તેમ આહવાહનીચી લોકો આઘા ને આઘા ખસતા ગયા. તેમાં તેઓની તેનાયા જાતિના નાયકનું મૃત્યુ થતાં તેઓ વેરવિખેર થતા ગયા. એમ કરતાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યોસેમિટી પ્રદેશ ઉપર ગોરા લોકોનું સંપૂર્ણ વર્ચસ્વ જામી ગયું. અમે યોસેમિટીના ખીણવિસ્તારમાં જુદા જુદા ધોધ જ્યાં પડે છે તેવા કેટલાક મહત્ત્વના ધોધ નીચેથી જોયા. યોસેમિટી પાર્કના વિસ્તારમાં ૧૦ કરતાં વધુ ધોધ છે. ઉનાળામાં બરફ ઓગળતાં તે વધુ મોટા અને વેગવાળા બને છે. યોસેમિટી એટલે એક વિશાળ પ્રપાતક્ષેત્ર. આટલા નાના ક્ષેત્રમાં આટલા બધા ધોધ દુનિયામાં બીજે ક્યાંય નથી. અમે જે જુદા જુદા ધોધ, પાસે જઈને નિહાળ્યા તેમાંનો એક મોટો ધોધ તે “યોસેમિટી ધોધ” આશરે ૨૪૨૫ ફૂટ ઊંચો છે. તે ઉપરથી પહેલાં ૧૪૩૦ ફૂટ નીચે પડે છે. ત્યાં નાનું તળાવ ભરાય છે. એ ઊભરાતાં તે એક છેડેથી ૬૭૫ ફૂટ નીચે પડે છે. ત્યાં પણ ફરી ખાબોચિયું ભરાય છે અને ત્યાંથી તે ૩૨૦ ફૂટ નીચે પડે છે. આમ ત્રણ કટકે પડતો આ ધોધ પોતાની આગવી મુદ્રા ધારણ કરે છે. ૬૨૦ ફૂટ ઊંચેથી પડતા બીજા એક ધોધને “નવોઢાનો ઘૂંઘટ' (BRIDALVEIL) કહે છે, એનું સ્વરૂપ યોસેમિટી ૯ ૨૩૭ Page #288 -------------------------------------------------------------------------- ________________ જુદા જ પ્રકારનું છે. પડતી વખતે જે જલસીકરો ઊડે છે એને લીધે એની આસપાસ ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયેલું રહે છે. એથી ધોધની સ્પષ્ટ આકૃતિ દેખાતી નથી. જાણે નવોઢાએ ઘૂંઘટ ન તાણ્યો હોય ! ત્રીજો એક મોટો ધોધ તે “નેવાડા ધોધ'. પ૯૪ ફૂટ ઊંચેથી તે પડે છે. તે કદમાં મોટો છે અને પડે છે ત્યારે જાણે વાદળાંની ગર્જના થતી હોય એવો અવાજ સંભળાય છે. આ બધા ધોધ બહુ નજીકનજીકમાં આવેલા છે. ધોધ જોયા પછી અમારો કાર્યક્રમ જંગલમાં ફરવાનો હતો. જંગલમાં કેટલાક કાચાપાકા રસ્તા બનાવેલા છે, પણ ત્યાં પોતાની મોટરકાર લઈ જવાની છૂટ નથી. પાર્ક તરફથી ખુલ્લી ટ્રૉલીમાં આસ્તે આસ્તે બધે ફેરવવામાં આવે છે અને સાથે તેનો પરિચય પણ આપવામાં આવે છે. અમે એ પ્રમાણે ડુંગરાળ જમીનમાં પથરાયેલા ગાઢ વનમાં ફરી આવ્યા. પરંતુ આ જ વાત વધારે વિગતે સમજવી હોય તો નિશ્ચિત સ્થળ અને સમયે ભોમિયો (RANGER) આપણને કેડીએ કેડીએ પગે ચાલીને લઈ જાય છે. અમે ભોમિયા સાથે પણ બે કલાક ફર્યા. અમારો ભોમિયો પ્રકૃતિવિશારદ અને પ્રકૃતિપ્રેમી હતો. એ પાંત્રીસેક વર્ષનો હશે ! એનો લંબગોળ, ગોરો હસમુખો ચહેરો, કાળા લાંબા વાળ, કોઈ કોઈ સ્વેત કેશ ધરાવતી ઢળેલી મૂછો, ધાતુની ફ્રેમવાળાં જૂની પદ્ધતિનાં ચમાં વગેરે સહિત એની નિર્દોષ આકૃતિ એના માયાળુ સ્વભાવની પ્રથમ દર્શને ખાતરી કરાવતી હતી. એની સાથે કેડીએ કેડીએ અમે ચાલ્યા. જુદા જુદા પ્રકારનાં ફ૨, પામ, સિકોયા (SEQUOIA) વગેરે વૃક્ષોની ખાસિયત એણે અમને સમજાવી. વૃક્ષનું આયુષ્ય કેટલું છે તે જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ નમૂના સાથે બતાવી. ભોમિયાએ કહ્યું કે સિકોયા વૃક્ષ ત્રણ હજાર વર્ષથી વધુ જીવી શકે છે. આ વૃક્ષો જેમ જૂનાં થતાં જાય તેમ એનું થડ પહોળું થતું જાય છે. આ વૃક્ષો વધારે જીવી શકે છે કારણ કે એમાં રહેલો ટેનિક ઍસિડ જીવાત લાગવા દેતો નથી. એ ઍસિડને કારણે વૃક્ષ રાતા રંગનું થાય છે સિકોયા વૃક્ષ સીધું ઊંચું થાય છે. તે ૩૫૦ ફૂટ કરતાં વધુ ઊંચું થઈ શકે છે. બેત્રણ સિકોયા અડોઅડ ઊગી શકે છે. એક સિકોયા વૃક્ષમાંથી એક વિશાળ મકાનના પિસ્તાળીશ ઓરડા માટેનું લાકડું મળી રહે છે. કેટલાંક સિકોયામાં નીચે બખોલ થાય છે. - એક ટેકરા પર એક વૃક્ષ બતાવી એણે કહ્યું, “આ વૃક્ષને અમે ટેલિસ્કોપ વૃક્ષ કહીએ છીએ, કારણ કે એનું નીચેનું બાકોરું ઠેઠ વૃક્ષની ટોચ સુધી જાય છે, તમે નીચે થડમાં વચ્ચે ઊભા રહી ઊંચી નજર કરો તો થડમાંથી ૨૩૮ ૯ પ્રવાસ-દર્શન Page #289 -------------------------------------------------------------------------- ________________ તમને ઉપર આકાશ દેખાશે. તમારામાંથી કોઈને જોવું હોય તો તે જોઈ શકો છો.' એ જોવા માટે ઘણા તૈયાર થઈ ગયા, પણ ભોમિયાએ કહ્યું, ‘એટલું ધ્યાન રાખજો કે બરાબર એ જ વખતે કોઈક પક્ષી ઉપરથી ચરકશે તો સીધું તમારા મોઢા પર પડશે. અહીં કેટલીક વાર એવી ઘટના બને છે.’ આ સાંભળતાં જ ઘણાખરા આગળ વધ્યા નહિ. અમે કેટલાક પ્રવાસીઓ ટેલિસ્કોપ સિકોયામાંથી આકાશદર્શન કરી આવ્યા. એક નિરાળો અનુભવ થયો. ભોમિયાએ કહ્યું કે, “આ જંગલમાં કોઈ કોઈ વૃક્ષનાં થડ એટલાં બધાં જાડાં છે કે વર્ષો પહેલાં કોઈ કોઈમાં માણસો વચ્ચેથી પસાર થઈ શકે એવાં મોટાં બાકોરાં કરાયાં હતાં. વોશબર્ન નામના બે ભાઈઓએ ગઈ સદીમાં આ વિસ્તારમાં ‘વાવોના' નામની હોટેલ ખરીદી હતી અને પ્રવાસીઓને આકર્ષવા માટે એક મોટા રાક્ષસી કદના વૃક્ષમાં મોટરકાર પસાર થઈ નાકે એટલો મોટો બુગદો બનાવ્યો હતો. એ બુગદામાંથી પસાર થતી મોટરકારમાં પોતાનો ફોટો પડાવવા ઘણા પ્રવાસીઓ આવતા. ફોટોગ્રાફરો, ચિત્રકારો, પર્વતારોહકો, શિકારીઓ, સહેલાણીઓ એમ ઘણા પ્રવાસીઓ આવવા લાગતાં યોસેમિટી વિસ્તાર આધુનિક થવા લાગ્યો. પણ જેમ્સ મૂરની ચળવળ પછી આવી ઘણી પ્રવૃત્તિઓ બંધ પડી છે.” વળી ભોમિયાએ કહ્યું કે, “પશુપક્ષીઓના શિકાર પર પણ પ્રતિબંધ આવ્યો એટલે એમની વસ્તી ઘટતી અટકી. આ જંગલમાં હવે અઢીસોથી વધુ જંગલી મોટાં કાળાં રીંછ છે.” “પણ આપણને તો ક્યાંય દેખાતાં નથી.” “દિવસે તો તેઓ સંતાઈને રહે છે. પણ રાતના પોતાના ખોરાક માટે નીકળે છે. માણસ માટેનો ખોરાક તેમને એટલો બધો ભાવે છે કે તે મેળવવા તેઓ ભારે તોફાન મચાવે છે, આક્રમક બની જાય છે. અહીં ફરવા આવનારા પ્રવાસીઓ પાસે કે જંગલમાં તંબુ તાણીને રહેનારા સાહસિકો પાસે ખાવાનું તો હોય જ. એ મેળવવા રાતને વખતે રીંછો હુમલા કરે છે. ગાડીઓના કાચ તોડીને ખાઈ જાય છે. સત્તાવાળાઓ તરફથી ઠેર ઠેર પોસ્ટર લગાડેલાં હોવા છતાં રોજેરોજ નવા નવા પ્રવાસીઓ આવતા હોવાથી ઘણાંની સરતચૂક થઈ જાય છે. તમારા માન્યામાં નહિ આવે પણ એ હકીકત છે કે દર વર્ષે સરેરાશ ચારસોથી વધુ ગાડીના કાચ રીંછ દ્વારા અડધી રાતે તૂટે છે.” યોસેમિટી * ૨૩૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ ભોમિયાનો કાર્યક્રમ પૂરો થયો. એણે મને જંગલ, વૃક્ષો, પક્ષીઓ વગેરે વિશે ઘણી માહિતી આપી. સૈકાઓ જૂનાં, જાડા રાતા થડાવાળાં અતિશય ઊંચાં વૃક્ષોના વનમાં વિહરવાનો અનુભવ કોઈક જુદી જ લાગણી જન્માવી ગયો હતો. સમય થયો હતો એટલે અમે અમારી ગાડીમાં મારિપોસા પાછા આવી પહોંચ્યા. બીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ ગ્લેશિયર પૉઈન્ટ જવાનો હતો. યોસેમિટી ખીણથી પચાસથી વધુ માઈલનો તે જુદો જ રસ્તો હતો. ગ્લેશિયર પૉઈન્ટ એટલે જ્યાં ગ્લેશિયર છે તે જગ્યા નહિ, પણ જ્યાંથી સામે ગ્લેશિયર નિહાળી શકાય છે તે જગ્યા. વચ્ચે યોસેમિટીની મોટી ખીણ આવેલી છે. ગ્લેશિયર પૉઈન્ટ સાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. સાંકડા રસ્તે ઘાટમાંથી પસાર થતી, ઉપર ચડતી અમારી ગાડી પૉઈન્ટ પાસે પહોંચી ગઈ. અહીંથી સામેની પર્વતમાળા જોઈ શકાય છે. ખીણની ધાર પર ઊભા રહી જોવા માટે જુદા જુદા સ્થળે કરેલી વ્યવસ્થામાં પ્રવાસીઓની ભીડ સતત રહેતી હતી. ખીણ અને પર્વતમાળાનું દૃશ્ય ભવ્ય હતું. પર્વતમાળામાં કેટલાંક શિખરો હિમાચ્છાદિત હતાં. ત્યાં સાતથી અગિયાર હજાર ફૂટની ઊંચાઈવાળાં પંદરેક શિખરો આવેલાં છે. એમાં બે શિખરો અત્યંત મશહૂર છે. એક પૂર્ણ ઘુંમટ (Full Dome)ના આકારનું છે અને બીજું અર્ધ ઘુંમટ (Half Dome)ના આકારનું છે. આ અર્ધ ઘુંમટના આકારનું શિખર અત્યંત વિલક્ષણ શોભા ધારણ કરે છે. ભૂતકાળમાં કાં તો વીજળી પડવાને કારણે કે ધરતીકંપને કારણે કે અંદરથી દબાણ આવવાને કારણે કે અન્ય કોઈ કારણે ઘુંમટના આકારનું શિખર વચ્ચેથી અડધું તૂટી ગયું છે. પરંતુ તૂટવાને કારણે જ એ શિખરની શોભા વધી છે. સવારના કે સાંજના રાતા સૂર્યપ્રકાશમાં જ્યારે એ શિખર રાતો રંગ ધારણ કરે છે ત્યારે તો એની અદ્વિતીય શોભા વૃદ્ધિ પામે છે. આવી લાક્ષણિક આકૃતિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. માટે તો યોસેમિટીના સત્તાવાર પ્રતીક તરીકે આ અર્ધ ઘુંમટ (Half Dome)ની આકૃતિ રાખવામાં આવી છે. આ સ્થળેથી સામે અન્ય શિખરોમાં ટોપલી (Basket) આકારનું શિખર, પ્રતિધ્વનિ (Echo) શિખર, વાદળાંને આરામ (Cloud Rest) લેવા માટેનું શિખર વગેરે શિખરો જોવા મળે છે. તદુપરાંત યોસેમિટી ધોધ, નેવાડા ધોધ વગેરેનું ઉપરથી નીચે સુધીનું ઉમંગભર્યા ઉતરાણનું દશ્ય પ્રસન્નતાપ્રેરક બની રહે છે. યોસેમિટી ખીણનું, પાર્કિંગ વિસ્તારોમાં ઊભેલી, ઉપરથી રમકડાં જેવી લાગતી મોટરગાડીઓ સહિતનું વિહંગદર્શન, નીચે ૨૪૦ ૪ પ્રવાસ-દર્શન WWW.jainelibrary.org Page #291 -------------------------------------------------------------------------- ________________ કરતાં ઉપરથી વધુ વિસ્તૃત અને સુરેખ બની રહે છે. ગ્લેશિયર પોઈન્ટ ન જઈએ તો યોસેમિટીનો પૂરો ખયાલ ન આવે. ગ્લેશિયર પૉઈન્ટ તથા અન્ય કેટલાંક સ્થળ જોઈ અમે પાછા મારિપોસાના અમારા મુકામે આવ્યા. હવે બીજે દિવસે અમારો કાર્યક્રમ ટાયોગા ઘાટ જોવા જવાનો હતો. ત્યાં જવા માટે પણ હોટેલથી સોએક માઈલનું અંતર કાપવાનું હતું. નીચેથી આશરે દસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચવાનું હતું. સાંકડો, વળાંકો લેતો સતત ચઢાણવાળો માર્ગ કાપતાં વાર લાગે જ, પણ ત્યાંની નિર્મળ, તાઝગીસભર હવા થાકને ઉતારી દે એવી હતી. પાંચેક હજારની ઊંચાઈ પછી રસ્તાની બંને બાજુ કોઈ કોઈ સ્થળે બરફ દેખાવો ચાલુ થયો. અમને જાણવા મળ્યું હતું કે ટાયોગા ઘાટમાં રસ્તા પર જામેલો બરફ હજુ ગયા અઠવાડિયે જ ખસેડવામાં આવ્યો હતો. રસ્તાની કિનાર પર એક-દોઢ ફૂટ જેટલી બરફની કાપેલી ધાર દેખાતી હતી. બરફ ઓગાળવા રસ્તા પરના બરફ પર નાખેલા મીઠાને કારણે ધોળા લિસોટા રહી ગયેલા ક્યાંક ક્યાંક દેખાતા હતા. બરફ જોતાં જ નાચી ઊઠેલા અમારાં પૌત્ર-પૌત્રી અર્ચિત-અચિરાએ હઠ લીધી કે ક્યાંક જગ્યા મળે તો ગાડી ઊભી રાખવી. તેઓને બરફમાં રમવું હતું. અમે પણ છોકરાંઓનો પક્ષ લીધો, પણ ગાડી ચલાવનાર પુત્ર અમિતાભે કહ્યું, “હજુ પાંત્રીસ માઈલ જવાનું બાકી છે. આગળ કેવો રસ્તો આવશે તે ખબર નથી. એક વખત ટાયોગા ઘાટ પહોંચી જઈએ. પછી પાછા ફરતાં સમયની અનુકૂળતા પ્રમાણે ફરી શકાશે.' જેમ જેમ આગળ અમે વધતા ગયા તેમ તેમ બરફના વધુ અને વધુ લલચાવનારાં નાનાં નાનાં મેદાનો આવતાં ગયાં. હવે તો બાળકો ઉપરાંત પુત્રવધૂ સુરભિએ પણ આગ્રહ કર્યો કે ક્યાંક થોભી જઈએ અને બરફમાં રમીએ, પણ ચક્રધર ગાડી રોકે તો ને ? અલબત્ત, જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ વધારે મનોહર મેદાનો આવતાં ગયાં. સ્વચ્છ શ્વેત બરફનાં આ મેદાનો વિશે એનાથી અજાણ વ્યક્તિને તો જાણે આ મીઠાના અગર હોય એવું દૃશ્ય લાગે અથવા ધોળું ધોળું રૂ પાથર્યું હોય એવું લાગે. એમ કરતાં અમે ટાયોગા ઘાટ આવી પહોંચ્યા. પાર્કિંગ વિસ્તારમાં ગાડી ઊભી રહી. હવે કલાકનો આરામ હતો. અહીં બરફનાં વિશાળ મેદાનો જે મળ્યાં તે પૂર્વેનાં મેદાનોને ભુલાવી દે એવાં હતાં. બરફમાં ચાલતાં સાચવવું બહું પડે. ડગલે ને પગલે લપસી પડવાની ધાસ્તી. પોચો પોચો યોસેમિટી * ૨૪૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ બરફ હાથમાં લઈ, મૂઠીમાં ગોળો બનાવી એકબીજાને તે મારવાની મઝા અનોખી છે. ગોળો વાગતાં બરફ તરત છૂટો પડી જાય, એટલે વાગે ખરું, પણ નહિ જેવું. આ એવું સ્થળ હતું કે જ્યાં પૌત્ર-પૌત્રી દાદાજીને પણ ગોળા મારી શકે. અલબત્ત, બરફમાં આવી રમત વધારે વખત રમવાથી આંગળાં થીજી જાય અને પછીથી સખત દુ:ખવા લાગે. અહીં દસ હજાર ફૂટની ઊંચાઈએ હવા સહેજ પાતળી હતી. આટલી ઊંચાઈએ પહેલી વાર આવનારને જો સ્વાસ્થ્ય બરાબર ન હોય તો ચાલતાં થાક લાગે. ચક્કર આવે કે બેચેની પણ લાગે. પાતળી હવાથી ફેફસાં ટેવાઈ જાય પછી વાંધો ન આવે. અમે પેટપૂજા તો ગાડીમાં થોડી થોડી વારે કરતા રહ્યા હતા, પરંતુ હવે ભૂખ લાગી હતી એટલે એક સ્થળે બેસી ભોજનને પણ ન્યાય આપ્યો. પર્યાવરણ સાચવવાની દૃષ્ટિથી અહીં કોઈ રેસ્ટોરાં કરવામાં આવી નથી એટલે સાથે લાવેલો આહાર જ લેવાનો હતો. ટાયોગા ઘાટમાં જ કેલિફોર્નિયા રાજ્યની હદ પૂરી થાય છે અને નેવાડા રાજ્યની હદ શરૂ થાય છે. એ ચેકનાકું વટાવી અમે નેવાડા રાજ્યમાં પણ થોડા માઈલ સુધી આંટો મારી આવ્યા. એ બાજુ એક નાનું સરોવર હતું. એ હજુ થીજેલું જ હતું. એનો થોડોક બ૨ફ સૂર્યપ્રકાશમાં ઓગળીને પાણી થયો હતો. ઘેરા વાદળી રંગના એ પાણીમાં પણ છૂટાછવાયા બરફના ટુકડા નિહાળી શકાતા હતા. સરોવરની પાછળ પાઈન, ફર, સેદાર વગેરેનાં ઊંચાં ઊંચાં વૃક્ષોએ દૃશ્યને વધુ નયનરમ્ય બનાવ્યું હતું. ખરેખર, ટાયોગા ઘાટનું દર્શન અમારે માટે એક અપૂર્વ દર્શન હતું ! યોસેમિટીમાં અન્યત્ર માણસોની અને એથીયે વિશેષ ગાડીઓની જેટલી ભીડ જોવા મળતી તેટલી ટાયોગા ઘાટમાં જોવા ન મળી. નિરંતર ગાડીઓના પ્રવાહવાળા રસ્તા પર અડધા કલાકથી કોઈ નવી ગાડી આવી નહોતી. લગભગ ત્રણેક વાગે અમે પાછા ફર્યા. થોડાક માઈલ ગયાં હોઈશું ત્યાં અમારી આગળ ચાલતી ગાડીઓની ગતિ મંદ પડતી જણાઈ. ઘાટના સાંકડા રસ્તામાં એક ગાડી ધીમી ચાલે તો પાછળની બધી ગાડીઓ ધીમી પડી જાય. પણ પછી તો આગળની ગાડીઓ ઊભી રહી ગઈ, અમે પણ ઊભા રહ્યા અને પાછળ આવતી ગાડીઓની હાર પણ મોટી થઈ ગઈ. વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો. વળાંકવાળા પર્વતીય રસ્તા પર દૂર દૂર દેખાય ત્યાં સુધી ગાડીઓ ઊભેલી હતી. કેટલીક ગાડીઓના પ્રવાસીઓ ૨૪૨ * પ્રવાસ-દર્શન Page #293 -------------------------------------------------------------------------- ________________ ગાડીમાંથી ઊતરીને રસ્તા પર ટહેલતા હતા એ પરથી લાગ્યું કે ગાડીઓ જલદી ચાલી શકે એમ નહિ હોય. અમે પણ ગાડીમાંથી ઊતર્યા. અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે વળાંકવાળા સાંકડા રસ્તા પર બે ગાડીઓ સામસામી ભટકાતાં મોટો અકસ્માત થયો છે. ટ્રાફિક ચાલુ થતાં ત્રણેક કલાક નીકળી જશે. હવે ફરજિયાત આરામ કરવા સિવાય છૂટકો નહોતો. પર્વતના સાંકડા રસ્તા પર અકસ્માત થાય અને ગાડીઓની હાર બેત્રણ માઈલ જેટલી થઈ જાય તો પોલીસની ગાડી ત્યાં પહોંચે કેવી રીતે ? પણ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ હેલિકોપ્ટરમાં આવી પહોંચી. અકસ્માતમાં ચાર માણસ ઘાયલ થયા હતા. બંને ગાડી ચલાવનારને ગંભીર ઈજા થઈ હતી. પહેલાં ફેરામાં તેઓને નીચે હૉસ્પિટલમાં લઈ જવાયા અને બીજા ફેરામાં બીજા બેને. ત્યાર પછી ભાંગેલી ગાડીઓને એક બાજુ ખસેડીને એક ગાડી જઈ શકે એટલો રસ્તો કરવામાં આવ્યો. બંને બાજુ વારાફરતી થોડી થોડી ગાડીઓ છોડવામાં આવી. સાંજ પડી ગઈ હતી અને ઉજાસ ઓછો થઈ ગયો હતો. અકસ્માતના સ્થળ આગળથી અમારી ગાડી પસાર થઈ. ભયંકર અકસ્માત હતો. ગંભીર રીતે ઘવાયેલા બચશે કે કેમ એ વિશે શંકા હતી. ધાર્યા કરતાં અમને હોટેલ પર પાછા ફરતાં ચાર કલાકનો વિલંબ થઈ ગયો. અદ્યતન સાધનોવાળો દેશ એટલે સમય ઓછો બગડ્યો. અમને થયું કે સારું કર્યું કે પહેલાં ટાયોગા પહોંચ્યા. રસ્તામાં સમય બગાડ્યો હોત તો ટાયોગા ઘાટ જોવાનો રહી જાત. વળતે દિવસે યોસેમિટીના અનુભવોની વાતો કરતાં કરતાં અમે કુપરટિનો પાછા ફર્યા. યોસેમિટીનો પ્રવાસ અમારે માટે એક યાદગાર પ્રવાસ બની રહ્યો. (પારસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) યોસેમિટી * ૨૪૩ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સિકોયાની શિખામણ (યુ. એસ. એ.) દુનિયાનું વિદ્યમાન મોટામાં મોટું – ભીમકાય વૃક્ષ કર્યું જેને “જનરલ શરમન” એવું નામ અપાયું છે તે સિકોયા (Sequoia) વૃક્ષ. (સિકોયા શબ્દ “સિકયા”, “સેકયા', “સેકોઈયા' તરીકે પણ ઉચ્ચારાય ધરતી પર દીર્ધાયુષ્ય ભોગવનારાં વૃક્ષોમાં પણ સિકોયાની ગણના થાય છે. આપણાં વડ, પીપળો, લીમડો, આંબો વગેરે બસો-ત્રણસો વર્ષ જૂનાં હોઈ શકે. કેટલાંક વૃક્ષો હજારેક વર્ષ સુધી અસ્તિત્વ ટકાવી શકે છે. સિકોયા ત્રણ હજારથી વધુ વર્ષ જીવી શકે છે. અમેરિકાનું ‘બ્રિસલ કોન પાઈન' વૃક્ષ ચાર હજાર કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે. “જનરલ શરમન (Sherman - શેરમાન ઉચ્ચાર પણ થાય છે) વૃક્ષ હેવી વેઈટ તો છે જ, પણ સિકોયામાં તે “સિનિયર મોસ્ટ' પણ છે. ત્રણ હજાર વર્ષ તો તે ક્યારનુંય વટાવી ચૂક્યું છે. સિકોયા અમેરિકામાં કેલિફોર્નિયા અને નેવાડા રાજ્યમાં પાંચથી સાત હજાર ફૂટની ઊંચાઈએ ઊગનારું વૃક્ષ છે. ત્યાંના “યોસેમિટી', “સિકોયા પાર્ક' વગેરેમાં આવાં બૃહદકાય સિકોયા સંખ્યાબંધ જોવા મળે છે. અમેરિકાની મારી એક મુલાકાત દરમિયાન ત્યાં રહેતાં મારાં પૌત્રપૌત્રી અર્ચિત અને અચિરાએ એક દિવસ મારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો : દાદાજી ! આપણે આવતા શનિ-રવિ “સિકોયા પાર્ક' જઈશું? અમારા ટીચરે ૨૪૪ ૪ પ્રવાસ-દર્શન Page #295 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે. સ્કૂલમાં હમણાં અમને સિકોયા વિશે શીખવવામાં આવ્યું છે. આપણે હજુ સિકોયાનું નામ પણ ન સાંભળ્યું હોય ત્યાં આઠ વર્ષનો અર્ચિત અને છ વર્ષની અચિરા અને એમની શાળાના વિદ્યાર્થીઓ સિકોયા વિશે જાણકારી ધરાવતાં હોય એ કેવી આશ્ચર્ય અને આનંદની વાત કહેવાય ! આપણે ત્યાં જ નહિ, બીજા કેટલાયે દેશોમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહિ, મોટી ઉંમરના માણસો સુદ્ધાં પોતાના આંગણામાં ઊગેલાં વૃક્ષોનાં નામ જાણતા નથી હોતા, એ પણ આશ્ચર્યની વાત ગણાવી જોઈએ. વૃક્ષો અને વેલડીઓ, પર્ણો અને પુષ્પો, પશુઓ અને પંખીઓ, આકાશના તારા અને ગ્રહો આ બધા વિશે એમનાં નામ જાણવા જેટલી આપણી દરકાર પણ કેટલી બધી ઓછી છે ! પછી પ્રકૃતિ સાથેનું આપણું તાદામ્ય ક્યાંથી વધે ? આ વિષયમાં આપણી દરિદ્રતા આપણને સાલવી જોઈએ. આપણા જીવનવિકાસમાં વૃક્ષોનું યોગદાન કેટલું મોટું છે ! આપણા કેટલાયે મહાત્માઓને જ્ઞાનની ઉપલબ્ધિ વૃક્ષ નીચે થઈ છે! સિકોયાની વાત સાંભળી મેં તરત સિકોયા પાર્ક જવા માટે સંમતિ દર્શાવી, એટલે ત્યાં જવાનો કાર્યક્રમ તરત ગોઠવાઈ ગયો. સાલ્ફ્રાન્સિસ્કો પાસેના કુપરટિનો શહેરથી અમે સપરિવાર ઊપડ્યા. રસ્તામાં એક્સટર નામના નાના નગરની એક મોટેલમાં રાત્રિમુકામ કરીને વહેલી સવારે સિકોયા પાર્ક જવા નીકળ્યા. રસ્તા પર અવરજવર ઓછી હતી. વાતાવરણમાં પ્રેરક શીતલતા હતી. રસ્તાની બંને બાજુ સંતરાંની વાડીઓ આવતી ગઈ. સ્વયમેવ ઊગેલાં નહિ પણ યોજનાબદ્ધ રીતે વ્યાવસાયિક ધોરણે ઉગાડેલાં હારબંધ સેંકડો વૃક્ષો પર કેસરી રંગનાં ભરચક સંતરાં લટકતાં અને કેટલાંયે નીચે પડી સડી જતાં નિહાળવા એ પણ અનોખો અનુભવ છે. આગળ જતાં ચઢાણ ચાલુ થયું. ખાખી રંગના વૃક્ષવિહીન ડુંગરાઓની વચ્ચેથી રસ્તો ઊંચે પડતો જતો હતો. ક્યાંક તળાવો દેખાતાં હતાં. ક્યાંક ધુમાડિયા રીંછ (Smoky Bear) જોવા મળતાં હતાં. ક્યાંક મોટાં શિંગડાંવાળાં ઘેટાં નજરે પડતાં હતાં. ક્યાંક વચ્ચે વહેતું ખળખળ પાણી હિમાલયની યાદ અપાવતું હતું. પાર્કનું પ્રવેશદ્વાર આવ્યું. ફી ભરીને અમે દાખલ થયા. આવા નેશનલ પાર્ક એટલે માઈલોનો વિસ્તાર. રસ્તામાં એક બાજુ સારું મજબૂત મકાન તોડી પડાતું અમે જોયું. પ્રશ્ન થયો કે અહીં જગ્યાની તંગી નથી અને મકાન કશાને નડતું નથી, તો પછી કેમ તોડી પડાતું હશે ? કારણ કે જંગલો વગેરે નૈસર્ગિક સ્થળો વિશે ગઈ સદીની અને વર્તમાન સમયની સિકોયાની શિખામણ ઝઃ ૨૪૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ વિચારણામાં ફરક પડ્યો છે. જૂના વખતમાં પ્રકૃતિરમ્ય સ્થળ પર્યટન માટે પસંદ થતું. ત્યાં જવા-આવવા માટે પાકા રસ્તા, સરસ મકાનો, ઘરો, મોટી મોટી હોટેલો, દુકાનો, રહેવા તથા ખાવાપીવાની સગવડો ઇત્યાદિ ઊભાં કરવાનું યોગ્ય જણાતું. પર્યટન અને મનોરંજનને પ્રાધાન્ય અપાતું. હવે આવા પાર્કમાં પર્યાવરણને પ્રાધાન્ય અપાય છે. વૃક્ષો સચવાવાં જોઈએ. પશુપક્ષીઓ ભાગી જવાં ન જોઈએ. એનો શિકાર ન થવો જોઈએ. રસ્તાઓ જરૂર પૂરતા અને તે પણ કાચા રાખવા જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ પાકા બનાવવા. ખાવાપીવાની અને શૌચાદિની સગવડો પણ અનિવાર્ય હોય એટલી જ ઊભી કરવી જોઈએ. જંગલોમાં પર્યાવરણના ભોગે પર્યટન કેન્દ્રો વિકસાવવાનો ખયાલ હવે ભૂલભરેલો ગણાય છે. એટલે જ આ પાર્કમાં ઘણાં સારાં સારાં મકાનો પાડી નાખવામાં આવ્યાં છે. આ સિકોયા નેશનલ પાર્કની સ્થાપના ઈ. સ. ૧૮૯૦માં થઈ હતી. ત્યાર પછી આ પાર્કનો વિસ્તાર વખતોવખત વધારાતો ગયો. કૅલિફોર્નિયામાં યોસેમિટીને નેશનલ પાર્કનો દરજ્જો અપાવવામાં મુખ્ય કાર્ય કરનાર પ્રકૃતિપ્રેમી લેખક જોન મૂરે સિકોયા પાર્કના વિકાસમાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે વખતે એનું નામ “જનરલ ગ્રાન્ટ પાર્ક' એવું રખાયું હતું, પરંતુ ત્યાર પછી પાર્કનો વિસ્તાર ઘણો વધ્યો. એટલે એને “સિકોયા નૅશનલ પાર્ક' એવું નામ અપાયું. વળી બાજુના ખીણના પ્રદેશને પણ પાર્કનો દરજ્જો અપાયો અને એનું નામ “કિંગ્સ કેન્યન પાર્ક” ૨ખાયું. વખત જતાં આ બંને પાર્કને જોડી દેવામાં આવ્યા છે. પાકનું નૈસર્ગિક વાતાવરણ બરાબર જળવાઈ રહે એ માટે સરકાર અને વ્યવસ્થાપકો બહુ સભાન રહ્યાં છે. - અમે માહિતી કેન્દ્ર પાસે પહોંચ્યાં. ગાડી પાર્ક કરીને એમાં દાખલ થયા. પૂછપરછ કાર્યાલયની બંને બાજુ વિશાળ હૉલમાં સ્થાયી પ્રદર્શન જેવું હતું. અમે પાર્કનો નકશો લઈ અભ્યાસ કર્યો. અહીં પોતાની ગાડીમાં બેસી દૂર દૂરનાં મહત્ત્વનાં સ્થળો જાતે મરજી મુજબ જોઈ શકાય છે. તદુપરાંત ભોમિયા (Ranger) સાથે નિશ્ચિત સમયે પગે ચાલતાં ચાલતાં કેડીએ કેડીએ ભમી શકાય છે. અમે પહેલાં રેન્જર – ભોમિયાવાળા કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું. જેઓને આ કાર્યક્રમમાં જોડાવું હોય તેઓ બધા ત્યાં એકત્ર થયા હતા. એ માટે કશી ફી આપવાની નહોતી. લોકો રસ લેતા થાય અને રસિક લોકોને અધિકૃત જાણકારી, નજરે જોવા સાથે મળી રહે એ જ આ દૈનિક કાર્યક્રમ પાછળ આયોજકોનો આશય છે. સમય થતાં બે ભોમિયા ત્યાં આવી ૨૪૬ એક પ્રવાસ-દર્શન Page #297 -------------------------------------------------------------------------- ________________ પહોંચ્યા. એક યુવક અને એક યુવતી. યુવકનું નામ હતું ‘ટીમ’ અને યુવતીનું નામ હતું ‘કેરોલ હાકુજો'. અટક અને મુખાકૃતિ પરથી યુવતી જાપાની લાગતી હતી, પણ તેના ઉચ્ચારો પરથી તે અમેરિકામાં જ જન્મી અને ભણી હશે એવું અનુમાન થયું. અંગત પ્રશ્ન ન પૂછાય છતાં ઉત્સુકતા ખાતર પૂછતાં અમારું અનુમાન સાચું પડ્યું. બંને રેન્જરે માથે ટોપી સહિત ખાખી યુનિફૉર્મ પહેર્યો હતો. તેમના શર્ટને ચાર મોટાં ખિસ્સાં હતાં. દરેક ખિસ્સામાં પ્રવાસીઓને સમજાવવા, બતાવવા કંઈક ચીજવસ્તુઓ રાખેલી હતી. વળી તેમની પાસે હેવરસેક બૅગ હતી. એ પણ ભરેલી હતી. બંને રેન્જ૨ના ચહેરા કોમળ, સૌમ્ય, પ્રસન્ન અને શાંત હતા. બંને પ્રકૃતિપ્રેમી જણાયા. આ કામ માટે તેઓએ તાલીમ લીધી હતી. કોઈ પ્રશ્ન પૂછે તો તેઓ રાજી થઈને સસ્મિત જવાબ આપતા. પ્રવાસીઓનાં બે જૂથ ક૨વામાં આવ્યાં. એક જૂથ ટીમ સાથે જાય અને બીજું જૂથ હાકુજા સાથે જાય. દોઢ-બે કલાકે પાછા આવ્યા પછી બંને જૂથની અદલાબદલી થાય. અમે પહેલાં ‘ટીમ' સાથે જોડાયા. થોડું ચાલીએ અને થોડી વાર ઊભા રહીએ એવો તેઓનો ક્રમ હતો કે જેથી કોઈને થાક ન લાગે. ટીમે કહ્યું, ‘કૅલિફૉર્નિયા અને નેવાડા રાજ્યમાં સિકોયા વૃક્ષનાં પોણોસોથી અધિક ઝુંડ (Grove) છે. એમાં પાંચપંદર વર્ષનાં બાલવૃક્ષો છે, બસોપાંચસો વર્ષનાં યુવાન વૃક્ષો છે અને બે-ત્રણ હજાર વર્ષનાં વયોવૃદ્ધ વૃક્ષો પણ છે. કેટલાક માણસોના ચહેરા પરથી એની ઉંમરનો અંદાજ જેમ નથી આવતો તેમ સિકોયાની ઉંમરમાં પણ આપણે ભૂલથાપ ખાઈ જઈએ.' ટીમે અમને ઊંચું પણ પાતળી સોટી જેવું લીલુંછમ વૃક્ષ બતાવીને પૂછ્યું, ‘આ સિકોયાની ઉંમર કેટલી હશે ?' અમે કહ્યું કે, ‘પહેલાં તો એ સિકોયા જેવું લાગતું જ નથી. પણ સિકોયા જ જો છે તો એની ઉંમર ત્રણચાર વર્ષની હશે.’ ટીમે કહ્યું. ‘ના, એની ઉંમર પોણોસો વર્ષથી વધુ છે.’ ‘પણ અમે એમ કેમ માની લઈએ ?’ ‘હું મારા ઘરનું નથી હાંકતો કે તમારી મજાક નથી કરતો. સિકોયાની ઉંમર જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એના પડમાં છેદ પાડી, એના કોષોનાં વર્તુળોનો કેટલો વિકાસ થયો છે એની ગણતરી કરીને ઉંમરનો અંદાજ કાઢવામાં આવે છે.' પછી વૃક્ષના ‘સિકોયા' નામની વાત કરતાં ભોમિયાએ કહ્યું, ‘સામાન્ય રીતે ઇંગ્લિશ ભાષામાં વૃક્ષોનાં નામ લૅટિન અથવા ગ્રીક ભાષા પરથી સિોયાની શિખામણ * ૨૪૭ Page #298 -------------------------------------------------------------------------- ________________ આવ્યાં છે, પણ “સિકોયા' શબ્દ એ રીતે નથી આવ્યો. એ છેલ્લા દોઢ બે સૈકા જેટલો જૂનો છે. સિકોયા વૃક્ષ તો ત્રણ હજાર કે તેથી વધુ વર્ષથી પ્રાચીન છે. ભૂતકાળના સૈકાઓ દરમિયાન ભિન્ન ભિન્ન યુગની આદિવાસી પ્રજા એને ભિન્ન ભિન્ન નામથી ઓળખતી આવી હશે. એ વિશે આપણી પાસે કશી જ આધારભૂત માહિતી નથી. અર્વાચીન “સિકોયા' નામ કેવી રીતે પડ્યું એની રસિક દંતકથા છે. જૂના વખતમાં આ વિસ્તારમાં જે આદિવાસીઓ (ઈન્ડિયનો) રહેતા હતા તે ‘ચિરોકી' જાતિના હતા. આજે પણ તેમના વંશજો આ વિસ્તારમાં છૂટાછવાયા જોવા મળે છે. એ ચિરોકી લોકોના નેતાનું નામ હતું ‘સિ કોહ યાહ’. તે બહુ લોકપ્રિય હતો. એણે પોતાના લોકોને સંસ્કારી બનાવ્યા, ભાઈચારો વધાર્યો અને પોતાની ભાષાનું સાંકેતિક અક્ષરજ્ઞાન આપ્યું. એના અવસાન પછી એ જાતિના લોકોએ એની યાદગીરી તરીકે વૃક્ષોમાં નેતા સમાન આ વૃક્ષને “સિકોહ યાહ' એવું નામ આપ્યું. ત્યારથી “સિકોયા' શબ્દ પ્રચલિત થઈ ગયો છે. આગળ જતાં એક સ્થળે અમને બધાને વર્તુળાકારે ઊભા રાખી ભોમિયાએ પોતાના થેલામાંથી એક જાડો લાંબો ખરબચડો લાકડાનો ટુકડો કાઢ્યો. સિકોયાના ઝાડની છાલનો એ ટુકડો હતો. પછી એણે એક ગેસબર્નર કાઢ્યું. ગૅસ પેટાવીને એના ઉપર છાલનો ટુકડો બળવા માટે એક છેડેથી હાથમાં ધર્યો. લાકડું તો તરત બળે અને ધુમાડા નીકળે, પરંતુ ખાસ્સી વાર રાખવા છતાં એ છાલ બળી નહિ. એણે કહ્યું, “આ ટુકડો બળ્યો નથી, પણ એ કેટલો ગરમ છે તે જોવા તમારામાંથી કોણ હાથમાં લેશે ?' દઝાવાની બીકે કોઈએ તત્પરતા બતાવી નહિ. એટલે એ ગરમ ટુકડો એણે પોતાની જ હથેળીમાં મૂક્યો અને હથેળી દબાવી. જાણે કશું થયું ન હોય એવું લાગ્યું. એથી અમારામાં હિંમત આવી. બધાએ એનો સ્પર્શ કરી જોયો. દઝાયું નહિ. ભોમિયાએ કહ્યું, “આ જ સિકોયાની ખૂબી છે. તજના રંગ જેવા રંગવાળી આ છાલ એવા ગુણવાળી છે કે તે આગ પકડતી નથી. ઠંડી, ગરમી કે વરસાદની કોઈ માઠી અસર છાલ ઉપર થતી નથી. એટલે જ જંગલમાં આગ લાગે, Bush Fire થાય તો સિકોયાના વૃક્ષને બળી મરવાનો જરા પણ ડર નહિ. ચોમેર ભડભડ બળતા અગ્નિ વચ્ચે પણ સિકોયાનું વૃક્ષ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે.” સિકોયાનું એક ડીંડવું (Cone-જીંડવું) બતાવી ભોમિયાએ વળી એક વિશેષ વાત કહી. સિકોયાનાં આ જંગલોમાં પહેલાંના વખતમાં આગ લાગતી તો તે ઓલવી નાખવામાં આવતી, એમ માનીને કે એથી સિકોયાનાં વૃક્ષોને ૨૪૮ પ્રવાસ-દર્શન Page #299 -------------------------------------------------------------------------- ________________ નુકસાન પહોંચશે, પરંતુ હવે આ ખયાલ બદલાઈ ગયો છે. વનસ્પતિશાસ્ત્રીઓએ એવું સંશોધન કર્યું છે કે આગ તો સિકોયા માટે ઉપકારક છે. આગથી સિકોયા બળતું નથી, પણ એનાં ડીંડવાંમાંથી એનાં બી છૂટાં પડી ઊડે છે અને દૂર દૂર સુધી પડેલાં એ બીમાંથી નવાં સિકોયા ઊગે છે. એટલે સિકોયાની પ્રજોત્પત્તિ માટે આગ આવકારદાયક છે. પણ આગ ન લાગે તો ? તો પણ સિકોયા ઊગે છે, કારણ કે આ વૃક્ષોમાં ખિસકોલીઓ ઘણી હોય છે. તેને ડીંડવાં બહુ ભાવે છે. તે ડીંડવાં ફોડી ખાય છે ત્યારે એનાં બી આસપાસ વેરાય છે. પ્રકૃતિમાં બધી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. - સિકોયાને તડકો સારો જોઈએ. ઠંડી, વરસાદ, બરફ વગેરે પણ એને બહુ ગમે. એ ત્રણસો-સવા ત્રણસો ફૂટ જેટલું સીધું ઊચું ટટાર વધતું જાય. એનું થડ ઘણો ઊંચે સુધી ડાળ વગરનું હોય. એની ડાળીઓ લચેલી કે નમેલી નહિ, પણ કોઈ લશ્કરી જવાન કવાયત કરતી વખતે હાથ સીધો લંબાવે એવી હોય છે. વૃક્ષ જેમ મોટું થતું જાય તેમ ડાળ મોટી થતી જાય. હજાર વર્ષ જૂના સિકોયાની ડાળ દસેક ફૂટ જાડી અને ત્રીસેક ફૂટ લાંબી હોય છે, જાણે વૃક્ષ ઉપર બીજું આડું વૃક્ષ ઊગ્યું ન હોય ! સિકોયા વડ, આંબા કે લીમડા જેવું છત્રાકાર, ઘટાદાર વૃક્ષ નથી, પણ એની ડાળીઓમાં પાંદડાંઓનાં છૂટાં છૂટાં ઝૂમખાં હોય છે. મોટા સિકોયાની છાલ પંદર-પચીસ ઇંચ જાડી હોય છે. આ છાલના રક્ષણથી અને એમાંથી નીકળતા ટેનિક એસિડથી જંતુરહિત રહેવાને લીધે સિકોયાને દીર્ધાયુષ્ય સાંપડે છે. વળી ટેનિક ઍસિડને લીધે સિકોયાની છાલનો રંગ રતાશ પડતો, ગેરુ જેવો થાય છે. આ રંગને કારણે સિકોયાનું વૃક્ષ કોઈ ભગવાધારી ધ્યાનસ્થ સંન્યાસી જેવું લાગે. એટલે જ સિકોયા પાસેના વાતાવરણમાં કોઈ અદ્ભુત શાન્તિ અને પ્રેરક પ્રસન્નતા અનુભવાય છે. રેન્જરે અમને કેડીએ કેડીએ ફરતાં ફરતાં વિવિધ વનસ્પતિનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો. અમારાં અર્ચિત અને અચિરાએ પણ એમાં સરખો રસ લીધો. અમે પાછા ફર્યા. બે કલાકના વિરામ પછી રેન્જર હાકુજા સામે જવાનું હતું. વિરામ દરમિયાન પાર્કમાં પ્રકૃતિકેન્દ્ર (Nature Center)માં બાર વર્ષ સુધીનાં બાળકો માટે રોજેરોજ એક કલાક માટે વર્ગ ચલાવવામાં આવે છે. એ માટે અગાઉથી નામ નોંધાવવાની જરૂર નથી અને એ માટે કશી ફી પણ નથી. ઊગતી પ્રજા પ્રકૃતિમાં વધુ રસ લેતી થાય, પ્રકૃતિપ્રેમી બને અને પર્યાવરણ માટે તેમનામાં સભાનતા આવે એ જ એનો આશય સિકોયાની શિખામણ = ૨૪૯ Page #300 -------------------------------------------------------------------------- ________________ છે. અમારાં અર્ચિત અને અચિરા એમાં જોડાઈ ગયાં. પચાસેક બાળકો આવ્યાં હતાં. એક રેન્જર ભાઈ અને બહેન એ વર્ગ લેવાનાં હતાં. વડીલોને બેસવાની છૂટ હતી એટલે એક બાજુ રખાયેલી ખુરશીઓમાં અમે પણ બેઠાં. બંને રેન્જરોએ આ જંગલમાં જોવા મળતાં વૃક્ષો, વેલાઓ, પ્રાણીઓ, જીવજંતુઓ ઇત્યાદિની ખાસિયતોના ફોટાઓ, ચિત્રો, ચીજવસ્તુઓ વગેરે દ્વારા સરસ પરિચય કરાવ્યો. તેઓની કેટલીક પદ્ધતિ વિશિષ્ટ હતી. ઉદાહરણ તરીકે હારબંધ જુદાં જુદાં ખાનાંઓમાં પ્રત્યેકમાં કોઈક વસ્તુ મૂકી હતી. બંધ ખાનામાં ઉપર રાખેલા મોટા કાણામાં બાળકે હાથ નાખીને અંદરની વસ્તુનો સ્પર્શ કરીને કહેવાનું કે તે શું હશે. ત્યાર પછી બધાં ખાનાં ખોલી નાખવામાં આવે. કોઈકમાં પથ્થર, કોઈકમાં લાકડાનો ટુકડો, કોઈકમાં રીંછની ચામડી, ઝાડની છાલ, ખિસકોલીની પૂંછડી, સિકોયાનું ડીંડવું, પાંદડાં, ઘાસ વગેરે હતાં. એ જોઈને પોતાના જવાબ કેટલા સાચા પડ્યા છે તેની બાળકોને ખબર પડી જાય. ત્યાર પછી બાળકોને પ્રશ્નપત્રની એક પુસ્તિકા આપવામાં આવી. એમાં ઘણા બધા પ્રશ્નો હતા, પણ ભરતાં વાર લાગે એમ નહોતું, કારણ કે સાચા જવાબ ૫૨ નિશાની કરવાની હતી. અર્ચિત અને અચિરાં તે ભરીને માહિતીકેન્દ્રમાં આપી આવ્યાં. સમય થયો એટલે અમે જોડાયા રેન્જર કેરોલ હાકુજા સાથે. એક જાપાની યુવતી આવા ક્ષેત્રમાં વ્યાવસાયિક ધોરણે જોડાય એ આશ્ચર્યની વાત હતી. વસ્તુત: એનો વ્યવસાય પ્રકૃતિપ્રેમનો પર્યાય બની ગયો હતો. એની સૌમ્ય, પ્રસન્ન મુખાકૃતિ જ કુદરત સાથેના એના તાદાત્મ્યની સાક્ષી પૂરતી હતી. એના અમેરિકન અનુનાસિક ઉચ્ચારોમાં માધુર્ય વરતાતું હતું. તે અમને પહેલાં લઈ ગઈ એક સૂતેલા એટલે કે જમીનદોસ્ત થયેલા સિકોયાના થડ પાસે. વૃક્ષનું થડ કેટલું બધું જાડું અને મોટું હોઈ શકે એનો વાસ્તવિક ખયાલ આપવા માટે આ એક દૃશ્ય જ પૂરતું ગણાય. થડ જોતાં જ લાગે કે જાણે કુંભકર્ણ ન સૂતો હોય ! સૈકાઓથી પડેલું થડ અંદરથી પોલું થઈ ગયું છે. પછી તો માણસોએ અંદરથી કાપીને એ પોલાણને વ્યવસ્થિત ઘાટ આપ્યો છે. અમે એમાં દાખલ થયા. જાણે લાંબું મોટું ભોંયરું ! અજવાળું આવે એ માટે એમાં ક્યાંક ક્યાંક બાકોરાં કર્યાં છે. જૂના વખતમાં અહીંના આદિવાસીઓએ એનો ઉપયોગ ઘર તરીકે કરેલો. ઠંડી, ગરમી, વરસાદ, બરફ, વાવાઝોડું, વીજળી, હિંસક જંગલી પ્રાણીઓ વગેરે સામે એમાં રક્ષણ મળી શકતું. પછી અમેરિકન શિકારીઓ આવ્યા. તેઓ અંદર રહેતા અને રાતને વખતે પોતાના ઘોડાઓને પણ અંદર બાંધતા. ઘોડાના ૨૫૦ * પ્રવાસ-દર્શન Page #301 -------------------------------------------------------------------------- ________________ તબેલા તરીકે એનો ઉપયોગ થતો. પંદર-સત્તર ઘોડા ખુશીથી એમાં રહી શકે. પછી આવ્યા સાહસિકો, શોધસાફરીઓ, વેપારીઓ વગેરે. તેઓએ એમાં ખુરશી ટેબલ ગોઠવ્યાં. ખાણીપીણીની રેસ્ટોરાં એમાં થઈ. દારૂનો બાર પણ થયો. ત્યાર પછી જ્યારે નેશનલ પાર્કની સ્થાપના થઈ ત્યારે આ ભૂગર્ભથડગર્ભ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી. એક ઐતિહાસિક અવશેષ તરીકે એની જાળવણી ચાલુ થઈ. આ સિકોયા વૃક્ષ જીવતું હશે ત્યારે બિચારાને કલ્પના પણ નહિ હોય કે એના અવસાન પછી માનવજાત એના પેટમાં કેવાં કેવાં ઓપરેશન કરશે ! ભોમિયા હાકુજા ત્યાર પછી અમને લઈ ગઈ આ પાર્કનાં બે વયોવૃદ્ધ વડીલ સિકાયા પાસે. એકને નામ આપવામાં આવ્યું છે “જનરલ ગ્રાન્ટ સિકોયા', બીજાનું નામ છે “જનરલ શેરમાન સિકોયા.” એ બેમાં શેરમાન સિકોયા સિનિયર યાને કાલયેષ્ઠ છે. ત્રણ હજાર કરતાં વધુ વર્ષથી તે આ પાર્કમાં હસતું ઊભું છે. દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ભોગવી રહેલા સિકોયા તરીકે એની ગણના થાય છે. એનું શરીર અદોદળું થઈ ગયું છે, પણ એનો કાર્ડિયોગ્રામ નોર્મલ છે. તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. જમીન પર એના થડનો ઘેરાવો ૧૩૦ ફૂટ જેટલો છે. એના સમગ્ર લાકડાનો અંદાજ ૧,૪00 ટન જેટલો મૂકવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે આટલા બધા વજનવાળું ઉત્તુંગ વૃક્ષ ભયંકર વાવાઝોડામાં પણ ઊખડી ન જતાં પોતાની સમતુલા બરાબર જાળવીને કેવી રીતે ઊભું રહી શકતું હશે ? એનું કારણ એ છે કે સિકોયા પોતાનાં મૂળિયાંને બરાબર મજબૂત રીતે ચોમેર પ્રસરાવે છે. સમતુલા જાળવવા માટે ઊંડાણ ઉપરાંત વિસ્તાર પણ મહત્ત્વનો છે. એનાં મૂળ જમીનમાં ચારપાચ ફૂટ જેટલાં નીચે જાય છે, પણ એક એકર જેટલા વિસ્તારમાં તે પ્રસરે છે. એટલે જ આવું રાક્ષસી વૃક્ષ સૈકાઓ સુધી ટટાર ઊભું રહે છે. હાકુજાએ કહ્યું કે, “સિકોયા આપણને સમજાવે છે કે જીવનમાં સમતુલા જાળવવી હોય તો દઢમૂલ બનવું જોઈએ.” - સિકોયા અને રેડવુડ વૃક્ષ બંને એક જ જાતિનાં ગેરુ રંગનાં દીર્ઘજીવી વૃક્ષો છે, છતાં, હાકુજાએ કહ્યું કે સિકોયા એ રેડવુડ નથી. વનસ્પતિશાસ્ત્રીઓ બંને વચ્ચેનો તફાવત બતાવે છે કે રેડવુડ વધારે ઊંચાં, પાતળાં અને ઉપરથી શંકુ આકારનાં હોય છે. તેનું આયુષ્ય વધુમાં વધુ બે હજાર વર્ષનું હોય છે. સિકોયા જાડાં અને ઉપરથી ગુચ્છાદાર હોય છે અને ત્રણ હજાર વર્ષથી પણ વધુ જીવી શકે છે. રેડવુડનાં બી ટમેટાંનાં બી જેવાં હોય છે. અને સિકોયાની શિખામણ ૨૫૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ સિકોયાનાં બી મગનાં ફોતરાં જેવાં હોય છે. એક પરિપકવા સિકોયા પર એકસાથે દસ હજારથી વધુ ડીંડવાં (cones) થાય છે અને એક ડીંડવામાં બસોથી વધુ બી હોય છે. કુદરતની કેવી કરામત છે તે તો જુઓ કે મગના ફોતરા જેટલા એક બીજમાંથી દસ લાખ કિલોગ્રામ કરતાં વધુ વજનનું લાકડું ધરાવતું સિકોયાનું વિરાટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. સિકોયા પણ લાખો બી કુદરતને પાછાં આપે છે. હાકુજાએ કહ્યું, “સિકોયાનું વૃક્ષ આપણને ઉપદેશ આપે છે કે કુદરતે તમને જે પ્રેમથી આપ્યું છે તે અનેક ગણું કરીને કુદરતને પાછું આપો. ઉદાર બનો, સ્વાર્થી ન બનો ચપટી ચપટી ન આપો, મૂઠા ને મૂઠા ભરીને અથવા ખોબલે ખોબલે બીજાને આપો.' વળી હાકુજાએ કહ્યું કે, “સિકોયાનું વૃક્ષ આપણને શિખામણ આપે છે કે જીવનમાં સમતા જેવું કોઈ તત્ત્વ નથી. ઠંડી, ગરમી, વરસાદ બરફ અને કરા, વીજળી અને વાવાઝોડું, જંગલની આગ અને એવા એવા ભયંકર ઉપસર્ગો સામે જે સ્વસ્થતાથી સમતાપૂર્વક અણનમ રહે છે તે આટલું નિરામય દીર્ધાયુષ્ય ભોગવે છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકારરહિત સ્વીકાર એ જીવન જીવવાની શ્રેષ્ઠ ચાવી છે.” અમને સિકોયાની શિખામણમાં ભારતીય તત્ત્વજ્ઞાનનો ધબકાર સંભળાતો હતો. હાકુજાએ સિકોયાના જીવનમાંથી તારવેલું રહસ્ય હૃદયંગમ હતું. એની સાથેની સફર પૂરી કરી અમે સૌ માહિતી કેન્દ્રમાં આવ્યા. આ કેન્દ્રમાં ફોટાઓ, નકશાઓ, વિવિધ ચીજવસ્તુઓનું નાના સંગ્રહસ્થાન જેવું આયોજન થયેલું છે. અમે એ જોવામાં મગ્ન હતા ત્યાં માઈક ઉપર જાહેરાત થઈ : “સજ્જનો અને સન્નારીઓ ! અમારે અત્યારે પાંચ મિનિટની એક ઔપચારિક વિધિ કરવાની છે, તો આપ બધાને અમારા કાઉન્ટર પાસે પધારવા વિનંતી છે.' શી વિધિ કરવાની હશે એની ખબર નહોતી, પણ બધા પ્રવાસીઓ એકત્ર થવા લાગ્યા અને ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ત્યાં માઈકમાં જાહેરાત થઈ : “અર્ચિત અને અચિરા જ્યાં હોય ત્યાંથી કાઉન્ટર પાસે આવે.' અમે વિચારમાં પડ્યાં. અર્ચિત-અચિરાને અમે ત્યાં મોકલ્યાં એવામાં એક ઑફિસર આવ્યા. તેમણે જાહેરાત કરી : “આજે આપણે બાળકોનો જે વર્ગ લીધો હતો અને પ્રશનપત્રિકા આપી હતી, તે બધી અમારી પાસે આવી ગઈ છે અને તપાસાઈ ગઈ છે. અમને જણાવતાં આનંદ થાય છે કે અર્ચિત અને અચિરા આ બંને બાળકોને સોમાંથી સો માર્ક્સ મળે છે. એટલે બંનેને “જુનિયર રેન્જર અવૉર્ડ' મળે છે. બંનેને તે માટે અમે બિલ્લો પહેરાવીશું. પછી અર્ચિતને Raven Award ૨૫૨ ત્રઃ પ્રવાસ-દર્શન Page #303 -------------------------------------------------------------------------- ________________ પહેરાવવામાં આવ્યો, જેમાં Raven (કાગડો)નું ચિત્ર હતું અને અચિરાને Jay Award પહેરાવવામાં આવ્યો, જેમાં Jay (કોયલ જેવું પક્ષી)નું ચિત્ર હતું. તાળીઓના ગડગડાટથી સોએ આ વિધિ વધાવી લીધી. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પાર્કના અધિકારીઓનું આ કેવું દષ્ટિપૂર્વકનું સુંદર આયોજન ! સિકોયા પાર્કના પ્રવાસનો આ અનુભવ અમારા માટે સ્મૃતિમાં સંઘરી રાખવા જેવો બની ગયો. (પાસપોર્ટની પાંખે-૩) સિકોયાની શિખામણ ૪- ૨૫૩ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ (અલાસ્કા - યુ. એસ. એ.) અલાસ્કા એટલે અમેરિકાનાં રાજ્યોમાં એક એવું રાજ્ય કે જે નકશામાં જો જોઈએ તો જાણે સાંધો કરીને જોડેલું હોય એવું લાગે. વસ્તુત: એ ઝાર રાજાના વખતમાં રશિયાનો જ નકામો પ્રદેશ હતો, પણ અમેરિકાએ ઈ. સ. ૧૮૯૭માં ડહાપણપૂર્વક બોતેર લાખ ડૉલરમાં રશિયા પાસેથી, આશરે છ લાખ ચોરસ માઈલ જેટલો એ પ્રદેશ ખરીદી લીધો હતો. ઉત્તર ધ્રુવ તરફના આ સહ્ય ઠંડા પ્રદેશમાં એસ્કિમો ઉપરાંત એલ્યુઇટ, ટિલિંગિટ, હાઈડા, આથાબાસ્કન્સ વગેરે જાતિઓ વસેલી છે. અમેરિકનોનો અલાસ્કામાં વસવાટ તો બીજા વિશ્વયુદ્ધ પછી સવિશેષ રહ્યો. જાપાન જેવા નાનકડા દેશે અમેરિકાના પર્લ હાર્બર પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકા ચોંકી ઊઠ્યું. અલાસ્કામાં લશ્કરની હેરફેર માટે તાબડતોબ રસ્તાઓ બનાવવાની અનિવાર્યતા ઊભી થઈ. ૧૯૪રમાં કાળા સૈનિકોની એક આખી રેજિમેન્ટ રસ્તાઓ બનાવવામાં કામે લાગી ગઈ. તાપમાનનો પારો શૂન્યની નીચે ૪૦ ડિગ્રીથી પ૦ ડિગ્રી જેટલો હોય એવા શિયાળાના દિવસોમાં તંબુઓમાં રહીને સૈનિકોએ સાડાઆઠ મહિનામાં કુલ પંદરસો માઈલ જેટલા રસ્તાઓ બાંધી દીધા હતા. અણે ૧૯૯૨માં અમેરિકામાં હતા ત્યારે ત્યાં રહેતા અમારા પુત્ર અમિતાભને અમને અલાસ્કા બતાવવાની ઘણી હોંશ હતી. અમે એન્કરેજથી ઠેઠ પૉઈન્ટ બેરો સુધી જવાના હતા. પ્રવાસનું આયોજન થઈ રહ્યું હતું ૨૫૪ ૪ પ્રવાસ-દર્શન Page #305 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અમિતાભે પૂછ્યું, “પપ્પા, ફેરબૅક્સમાં આપણે હોટેલમાં રહેવું છે કે કોઈના ઘરે ?'' મેં કહ્યું, “કોઈના ઘરે રહેવાનું મળતું હોય તો વધુ સારું. એ સતું પડે એ તો ખરું, પણ ઘરે રહેવાથી ત્યાંના લોકોની રહેણીકરણીનો પણ કંઈક ખયાલ આવે.” પાશ્ચાત્ય જગતમાં કેટલાય નિવૃત્ત માણસો પોતાના ઘરે પ્રવાસીઓને ઉતારો આપીને થોડીક કમાણી કરી લે છે. કપ્યુટરમાં તપાસ કરીને અમિતાભે કહ્યું, ફેર બૅક્સમાં જે કેટલાંક ઘણો ઉતારો આપે છે એમાં એક નેન્સી (નાન્સી) હોમબર્ગ નામનાં મહિલાનું ઘર છે. એ કદાચ આપણ ને ફાવે એવું છે. એમણે લખ્યું છે કે પોતે શાકાહારી છે અને સવારનાં ચાપાણી-નાસ્તામાં ફક્ત શાકાહારી વાનગીઓ જ આપે છે.' - નેન્સીનું ઘર નક્કી થતાં ઈ-મેઈલથી તારીખો જણાવાઈ અને તે મંજૂર થયાનો જવાબ પણ આવી ગયો. અમે અલાસ્કાના મુખ્ય મોટા શહેર એન્કરેજ પહોંચ્યા. ત્યાં ગાડી ભાડે લઈને બધે ફર્યા. ત્યાર પછી ફેરબૅક્સ જવા રવાના થયા. ફેરબૅક્સ અલાસ્કાનું એકરેજ પછીનું બીજું મોટું શહેર. અલાસ્કાના પર્વતીય પ્રદેશમાં સપાટ ધરતી ઓછી અને વસ્તી પણ ઓછી. ઉત્તર ધ્રુવવર્તુળની નજીક, આશરે ૬૬ ડિગ્રી અક્ષાંશ પર આવેલા ફેરબૅક્સની વસ્તી લગભગ ત્રીસ હજારની, પણ એવી છૂટીછવાઈ કે રસ્તા ક્યાંય ભરચક દેખાય નહિ. અલાસ્કાની ઉત્તરે આવેલું આ છેલ્લું મોટું શહેર. અહીંથી હવે પર્વતો, ઠરેલા જવાળામુખીઓ, કાદવિયા ખીણોનો પ્રદેશ શરૂ થાય, જે શિયાળામાં બરફથી બધો છવાઈ ગયો હોય. અહીં ઉનાળામાં રાતના બે વાગ્યા સુધી અજવાળું હોય અને પછી કલાક અંધારું થાય, પણ તે મોંસૂઝણા જેવું. અમે એકરેજથી નીકળ્યા. રસ્તામાં “નિનાના” અને “તનાના' નામની નદીઓનાં બોર્ડ વંચાયાં, પણ ઝરણાં જેવી નાની નદી જોવી હોય તો ગાડી ઊભી રાખીને, ઝાડીમાં જઈને શોધવી પડે. એન્કરેજથી ફેરબૅક્સનો દ્વિમાર્ગી રસ્તો કેટલો વિશાળ હતો ! પણ બસો-અઢીસો કિલોમીટર જતાં અમને આખે રસ્તે એક પણ મોટરકાર જોવા મળી નહિ. ચોવીસ કલાક ગાડીઓથી ધમધમતા અમેરિકાના રસ્તાઓને ગાડીઓનો વિરહકાળ હોતો નથી. પણ ઉત્તર અલાસ્કામાં એથી ઊંધું છે. જોકે હવે ધીમે ધીમે ત્યાં પણ પ્રવાહ વધવા લાગ્યો છે. ફેરબૅક્સ નજીક આવતું જણાયું એટલે અમિતાભે કાગળ કાઢીને કઈ દિશામાં ક્યાં જવાનું છે તે જોઈ લીધું. ઘણાં પાશ્ચાત્ય શહેરોમાં રસ્તામાં ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ ઃ ૨૫૫ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાડી ઊભી રાખીને પૂછવાની પ્રથા નથી અને પૂછવું હોય તો પગે ચાલતા માણસો નથી. કોઈના ઘરે જવું હોય તો ડાયરેકશન પૂછી લેવી પડે અને ન સમજાય તો ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર જઈને તપાસ કરવી પડે. - નેન્સીનું ઘર ચેના નદીના કિનારે હતું એટલે અમે એના નદીનું બોર્ડ આવતાં એ દિશામાં ગાડી વાળી. આપેલી નિશાની પ્રમાણે અમે નેન્સીના ઘર પાસે આવી પહોંચ્યા. બહાર બગીચો સરસ હતો, પણ મકાન જૂનું ગઈ સદીનું હોય એવું લાગ્યું. ફાવશે તો રહીશું, નહિ તો હોટેલમાં ચાલ્યા જઈશું એવો ભાવ મનમાં આવી ગયો. ઘંટડી દબાવતાં એક શ્વેતકેશી પ્રૌઢ મહિલાએ ઘર ઉઘાડ્યું. તેમણે સસ્મિત કહ્યું, “હું નેન્સી હોમબર્ગ. આવો.... તમારી જ રાહ જોતી હતી.” અમારો ઉતારો વ્યાવસાયિક ધોરણે હતો, પણ નેન્સીના અવાજમાં સ્વજન જેવો આવકારભર્યો ઉમળકો હતો. એમણે કહ્યું, “મને ઇન્ડિયન લોકો બહુ ગમે. એમાં પણ (મારાં પત્નીને સંબોધીને) તમારી રંગબેરંગી ઇન્ડિયન સાડી જોતાં આનંદ થાય છે.” નેન્સીએ અમારે રહેવા માટેનો રૂમ બતાવ્યો. એમાં અમે અમારો સામાન મૂકી દીધો. રૂમ ખાસ્સો મોટો, આઠદસ માણસ સૂઈ શકે એવડો હતો. આ પકોણિયા રૂમનું રાચરચીલું જૂના જમાનાની યાદ અપાવે એવું, સીસમ જેવા લાકડાનું હતું. રૂમમાં પલંગ જાડા, મોટા અને મજબૂત હતા. તે એટલા ઊંચા હતા કે નીચા માણસને નીચે રાખેલા બાજોઠ પર પગ મૂકીને ચડવું પડે. નેન્સીએ ખુલાસો કર્યો કે જૂના વખતમાં જ્યારે હીટરો નહોતાં ત્યારે શિયાળાની ઠંડીમાં જમીન એટલી બધી ઠરી જતી કે પલંગ વધુ ઊંચો હોય તો ઠંડી ઓછી લાગે. કોતરકામવાળું એક બારણું બતાવીને એમણે કહ્યું, “એ કબાટ નથી, પણ બાથરૂમનું બારણું છે.' મેં બારણું ખોલ્યું કે તરત પાછો હઠી ગયો. એક પક્ષી ઊડતું મારી સામે આવતું જણાયું. નેન્સીએ કહ્યું, “ડરો નહિ, એ સાચું પક્ષી નથી. રમકડું છે. છતમાં દોરીથી લટકાવેલું છે. બારણું ઉઘાડતાં હવાનો જે ધક્કો લાગે છે એથી પક્ષીની પાંખો ફડફડે છે અને તે આપણી સામે આવતું લાગે છે.' આ પક્ષી તે ધુવડ હતું. હતું રમકડું પણ જીવંત લાગે. મેં કહ્યું, તમને ઘુવડ ગમતું લાગે છે. બહારના ખંડમાં પણ ઘુવડની કેટલીક શિલ્પાકૃતિઓ જોવા મળી.' હા, ઘુવડ મારું પ્રિય પક્ષી છે. મારા ઘરમાં તમને બે-ચાર નહિ, પણ બસોથી વધારે કલાકૃતિઓ જોવા મળશે.' આપણે ત્યાં નિશાચર ઘુવડ અપશુકનિયાળ ગણાય છે, પણ અહીં તો ઘુવડોનો ઢગલો હતો. નેન્સીનો શોખ કંઈક વિચિત્ર ઘેલછા જેવો લાગ્યો, ૨૫૬ * પ્રવાસ-દર્શન Page #307 -------------------------------------------------------------------------- ________________ અલબત્ત પાશ્ચાત્ય દેશોમાં ઘુવડ માટે એવો પૂર્વગ્રહ કે મિથ્થામાન્યતા નથી. અમે સામાન ગોઠવી, સ્વસ્થ થઈ નેન્સી પાસે બેઠાં. પરસ્પર પરિચય થયો. નેન્સી અમેરિકામાં મિક્રિયાપોલિસ નામના શહેરમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં અધ્યાપિકા હતાં. તેઓ દુનિયામાં ઘણું ફર્યા છે અને ભારત પણ આવી ગયાં છે. આગ્રાનો તાજમહાલ એમણે જોયો છે. વિદેશમાં ઘણા લોકોમાં એવો ખ્યાલ પ્રવર્તે છે કે તાજમહાલ ન જોયો હોય ત્યાં સુધી ભારતનો પ્રવાસ અધૂરો ગણાય. ભારત અને ભારતીય પ્રજા-સંસ્કૃતિ વિશે નેન્સીને બહુ માન છે. હું તથા મારાં પત્ની ભારતમાં અધ્યાપનના ક્ષેત્રમાં હતાં અને હવે નિવૃત્ત થયાં છીએ એ જાણીને નેન્સીને આનંદ થયો. “તમે ફેરબૅન્કસમાં રહેવાનું કેમ પસંદ કર્યું ?” મેં સહજ પૂછુયું. એમણે કહ્યું, ‘હું ભણાવતી હતી ત્યારે અહીંની આદિવાસી જાતિના લોકોના અભ્યાસ માટે કેટલીક વાર આવી હતી. ત્યારથી મનમાં એમ થયું કે મારે નિવૃત્ત જીવન ફેરબૅન્કસમાં ગાળવું, કારણ કે અહીંની શાન્તિ અદ્દભુત છે. એ તો તમે શિયાળામાં રહો ત્યારે અનુભવે સમજાય એવી વાત છે. સદ્ભાગ્યે મારા પતિ પણ સંમત થયા. તેઓ એન્જિનીઅર હતા. અમે અહીં આ ઘર વેચાતું લીધું. અલાસ્કામાં જ્યારે સોનું નીકળ્યું હતું ત્યારે શ્રીમંતોનો આ બાજુ ધસારો થયો હતો. એ વખતે કોઈક શ્રીમંતે પોતાના માટે આ મોટું મજબૂત ઘર બંધાવ્યું હતું. એમણે પોતાને માટે બહાર કુવો પણ ખોદાવ્યો હતો. તમે બહાર જશો તો જમણી બાજુ ખૂણામાં એ જોવા મળશે. હજુ પણ એ ચાલુ છે અને એનું પાણી તદ્દન સ્વચ્છ અને પી શકાય એવું છે.” નેન્સીની વાતમાં અમને રસ પડ્યો. અમે પૂછ્યું કે, “તમને ઘુવડમાં આટલો બધો રસ કેમ પડ્યો ?' નેન્સીએ કહ્યું, “મારા પતિ ગુજરી ગયા પછી હું ઘરમાં એકલી છું. દીકરો શિકાગોમાં એક પેટ્રોલ કંપનીમાં કામ કરે છે. વરસમાં એકાદ વખત તે આવી જાય છે. અમારી પાસે સંપત્તિ સારી છે. પણ લોકોની સાથે હળવા-મળવાનું થાય એટલે ઉનાળામાં પ્રવાસીઓને રાખું છું. શિયાળાની ત્રણ મહિનાની અંધારી રાત્રિમાં હું ઘરમાં એકલી હોઉં છું. મને એકલતાનો ડર નથી, પણ રાત્રે જાગનાર પક્ષી ઘુવડની જીવંત આકૃત્તિઓ ઘરમાં હોય તો વસ્તી જેવું લાગે છે, મને એ ગમે છે.” માણસના મનના ખ્યાલો કેવા ભાતીગળ હોય છે ! નેન્સીએ અમને ઘરના જુદા જુદા કમરા બતાવ્યા. જાણે કે ગ્રંથાલય હોય એટલાં બધાં પુસ્તકો હતાં અને સંગ્રહસ્થાન હોય એટલી બધી કલાકૃતિઓ હતી, આરસની, લાકડાની, માટીની, કાગળની, રંગબેરંગી ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ * ૨૫૭ Page #308 -------------------------------------------------------------------------- ________________ પથ્થરોની. દીવાલો પર ચિત્રો અને ફોટાઓ પણ એટલાં બધાં અને તે દરેકની પ્રાપ્તિનો ઇતિહાસ જુદો જુદો. ઘુવડની વિવિધ પ્રકારની શિલ્પાકૃતિઓ પારદર્શક કાચના દરેક કબાટમાં અને દરેક રૂમમાં તથા બાથરૂમમાં જોવા મળી, જાણે કે આપણી સામે તાકીને જોતું હોય એવી રીતે ગોઠવેલી. ઘરમાં બસ ઘુવડ, ઘુવડ, ઘુવડ. સમય હતો એટલે અમે ફેરબૅસમાં ફરવા નીકળ્યા. પહોળા વિસ્તારોમાં પથરાયેલા ફેરબૅન્ક્સમાં પ્રદૂષણમુક્ત નીરવ શાંતિ અનુભવાતી હતી. અહીં જગ્યાની અછત નથી, ગીચ વસ્તી નથી. કાયમી વસવાટ માટે સૌ કોઈને નિમંત્રણ છે, પણ અહીં અંધારી દીધ રાત્રિની જીવલેણ ઠંડીમાં રહેવા આવે કોણ ? અમે અલાસ્કન યુનિવર્સિટી જોઈ. યુનિવર્સિટીમાં અમે મ્યુઝિયમ જોયું. ત્યાં જોવા જેવી, ખાસ તો જુદી જુદી જાતિઓને લગતી વસ્તુઓ ઘણી છે, પરંતુ અમારું વિશેષ ધ્યાન ખેંચ્યું પ્રવેશદ્વાર પાસે કાચમાં રાખેલી એક મોટી જંગલી ભેંસે. મસાલો ભરીને રાખેલી એ કદાવર ભેંસનું શબ પાસેના ધ્રુવપ્રદેશના બરફમાંથી ખોદકામ કરતાં મળી આવ્યું હતું. જ્યારે શબ મળ્યું ત્યારે એનાં લોહીમાંસ એવાં જ તાજાં હતાં, જાણે કે થોડી વાર પહેલાં જ મૃત્યુ પામી ન હોય ! પરંતુ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને જણાવ્યું કે ભેંસનું શરીર ઓછામાં ઓછું પાંચ હજાર વર્ષ જૂનું છે. દૂરથી કોઈ એસ્કિમોએ કરેલા ઘાતક પ્રહારની નિશાની એના શરીર પર દેખાતી હતી. ત્યાં લોહી થીજી ગયું હતું. બરફના તોફાનને લીધે એસ્કિમો ભાગી ગયા હશે અને ભેંસ મરીને ત્યાં બરફમાં દટાઈ ગઈ હશે. એમ કરતાં હજારો વર્ષ પસાર થઈ ગયાં હશે. આવી રીતે કુદરતી બરફમાં દટાયેલું શબ એવું ને એવું જ રહે છે, એને Permafrost કહે છે. ફેરબૅન્ક્સમાં ચૂકવા ન જેવો એક અનુભવ તે ઉત્તર ધ્રુવપ્રદેશનાં ચલચિત્રો જોવાનો છે. અમે એક ચલચિત્ર જોયું, એમાં એકસાથે આજુબાજુમાં રાખેલા ત્રણ પડદા પર એવાં દશ્યો બતાવવામાં આવ્યાં કે જાણે આપણે સાક્ષાત્ હેલિકૉપ્ટરમાં બેસીને નજીકથી જોતા હોઈએ. હેલિકૉપ્ટર એવા અચાનક વળાંક લે કે પડી જવાની બીકે આપણે ખુરશીનો દાંડો પકડી લઈએ. દિલ ધડક ધડક કરે એવું આ ચલચિત્ર જોવાનું કાચાપોચાનું કામ નહિ. હૃદયરોગના દર્દીઓએ આ ન જોવું એવી ચેતવણી બહાર લખેલી જ હતી. બીજું એક Northern Lights નામનું ચલચિત્ર જોયું. એમાં ધ્રુવરાત્રિમાં આકાશમાં જોવા મળતા ભૂરા-લીલા પ્રકાશના બદલાતા જતા લિસોટાઓ (Aurora Borealis) જાણે સાક્ષાત્ જોતા હોઈએ એવો અનુભવ થયો. ૨૫૮ * પ્રવાસ-દર્શન Page #309 -------------------------------------------------------------------------- ________________ સાંજે અમે ઘરે પાછા ફર્યા. નેન્સી સાથે અગાઉથી વાત થઈ ગઈ હતી તે મુજબ હાથે રસોઈ બનાવવા માટે અમે સાથે દાળ, ચોખા, લોટ, મરીમસાલા લીધાં હતાં. મારાં પત્નીએ ગુજરાતી રસોઈ બનાવી તે નેન્સીને બહુ ભાવી. જમતાં પહેલાં અમે પ્રાર્થના કરી એમાં પણ તેઓ જોડાયાં. ફેરબૅક્સથી અમે એક દિવસ દેનાલી પાર્ક અને એક દિવસ પોઈન્ટ બેરો જઈ આવ્યા. નેન્સી સાથે અમારે સ્વજન જેવી આત્મીયતા થઈ ગઈ. તેઓ ઘરમાં ઉપરના માળે રહેતાં હતાં. એક વખત તેઓ પોતાના ઘરમાં લઈ ગયાં. ઉપરનું ઘર તે વળી બીજું સંગ્રહસ્થાન જોઈ લ્યો ! એક જોઈએ અને એક ભૂલીએ એવી કલાકૃતિઓ હતી. ત્યાં પણ જાતજાતનાં ઘુવડ. ઘુવડના રંગ જેવા રંગના પથ્થરમાંથી કંડારેલું એક સરસ મોટું ઘુવડ બતાવીને નેન્સીએ પૂછ્યું, “આ કેવું લાગે છે ?' સરસ, જાણે જીવતું ઘુવડ જોઈ લ્યો.' આ માદા ઘુવડ છે.” “એમ? અમને એમાં ફરક શો છે તે ખબર ન પડે.” પક્ષીઓના જે અભ્યાસી હોય એને તરત ખબર પડે, પણ તમને એનાં બચ્ચાં દેખાય છે ?” ના.' તમારી આંખ ધીમે ધીમે ઘુવડની આંખ સુધી લઈ જાઓ.’ મેં ઘુવડની આંખ પાસે મારી આંખ રાખી. ક્ષણવાર પછી આંખ સ્થિર થઈ ત્યારે ઘુવડની મોટી આંખોના પારદર્શક કાચમાંથી જોતાં અંદર ઘુવડનો માળો અને એમાં બે બચ્ચાં દેખાયાં. તરત મારા મુખમાંથી ઉગાર સરી પડ્યા, “વાહ વાહ, અદ્ભુત ” કારીગરે આંખોની બખોલ સાચવીને ઘણી ઊંડી કોતરી છે. પછી માળા જેવી રચના કોતરી છે અને ત્યાર પછી બે નાનાં બચ્ચાં અંદર સરકાવીને, ગોઠવીને આંખોને કાબરચીતરા પણ પારદર્શક કાચથી મઢી લીધી છે. કલાકારો પણ પોતાની કલ્પનાશક્તિ કેવી સરસ ચલાવે છે ! અમે વારંવાર એ બચ્ચાં જોયાં કર્યા. નેન્સીએ બીજા એક કબાટમાં ગોઠવેલી એક મૂર્તિ બતાવી. બદામી રંગના આરસમાંથી કંડારેલી દશેક ઇંચ જેટલી એ મૂર્તિ બતાવતાં નેન્સીએ કહ્યું : “હનુમેન.” અરે ! આ તો હનુમાનજી. એ મૂર્તિ જોઈને અમને નેન્સી પ્રત્યે આદરભાવ થયો. એમાં વળી એમણે જ્યારે કહ્યું કે આ શક્તિ અને સંરક્ષણના દેવમાં –The God of Power and Protection-માં પોતાને શ્રદ્ધા છે અને પોતે રોજ દર્શન કરે છે ત્યારે અમારો આદરભાવ વિશેષ વૃદ્ધિ પામ્યો. એમને રામાયણની કથાની ખબર હતી. ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ * ૨૫૯ Page #310 -------------------------------------------------------------------------- ________________ એક કબાટમાં નેન્સીએ કૅસેટ, ડિસ્ક વગેરે બતાવ્યાં. પોતાને માટે ઉપર જુદું ટી.વી. રાખ્યું છે. ટી. વી. પર આવતા મનગમતા કાર્યક્રમોની કૅસેટ પોતે ઉતારી લે છે. શિયાળામાં જ્યારે કોઈની અવરજવર ન હોય ત્યારે પુસ્તકો વાંચવાં અને કેસેટો જોવી એમાં સમય પસાર થઈ જાય છે. ઘરની બહાર ત્યારે નીકળી શકાય નહિ. પારો શૂન્યની નીચે ૬૦ ડિગ્રીથી ૭૦ ડિગ્રી સુધી ઊતરી જાય છે. રોજ દસ પંદર ઇંચ જેટલો બરફ પડે. ઘરની બહાર બરફની ઊંચી દીવાલ થઈ જાય. બહાર જવું હોય તો બરફ જાતે ખોદવો પડે અથવા ફોન કરીને માણસો બોલાવવા પડે. ખાદ્ય સામગ્રી ભરી લીધી હોય એટલે ત્રણ મહિના ઘરની બહાર જવાની જરૂર નહિ. પછીના દિવસોમાં રોજ એક વખત ગાડી ચલાવીને બહાર જઈ આવે. પ્રવાસીઓ ન હોય ત્યારે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં જઈને વાંચે અથવા એન્કરેજ બાજુ આંટો મારી આવે. તમે એકલાં છો તો ઘરમાં કૂતરો રાખતાં હો તો !” એ શક્ય નથી. અહીં માંસાહાર વગર કૂતરાં જીવી ન શકે. હું જન્મથી શાકાહારી છું. મારાં માતાપિતા શાકાહારી હતાં. એટલે કૂતરો પાળવાનું ગમે બહુ, પણ પોસાય નહિ. તમને ભારતમાં શાકાહારી કૂતરાં મળે.” નેન્સીના ઘરે ચાર દિવસ તો જોતજોતામાં પૂરા થઈ ગયા. જાણે મહિનાઓથી રહેતા હોઈએ અને વર્ષોનો સંબંધ હોય એવું લાગ્યું. સમયનું બંધન ન હોત તો થોડા દિવસ વધુ રોકાવાનું ગમે તેવું હતું. અમે હિસાબ ચૂકવીને સામાન સાથે તૈયાર થયા. નેન્સીએ એક જાડો ચોપડો અમારી સમક્ષ ધર્યો - નામ, સરનામું અને ટૂંકા અભિપ્રાય માટે. દસ વર્ષથી આ ચોપડો ચાલે છે. કેટલા બધા દેશ-વિદેશના પ્રવાસીઓ એમને ઘેર રહી ગયા છે ! આ ચોપડાએ આપણાં તીર્થસ્થળોના પંડાઓની યાદ અપાવી. નેન્સીનું ઘર અમારા માટે તીર્થસ્થળ જેવું બન્યું. અમે અભિપ્રાય લખ્યો : એક વિરલ અદ્દભુત અનુભવ. ઘર છોડતી વખતની અમારી પ્રાર્થનામાં નેન્સી પણ જોડાયાં. એમની ભાવભીની વિદાય લઈ અમે વાલ્ટિઝના રસ્તે ચાલ્યા. (પાસપોર્ટની પાંખે-૩) ૨૧૦ ક પ્રવાસ-દર્શન Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩પ સહસ્ર દ્વીપના પ્રદેશમાં (યુ.એસ.એ.-કેનેડા) અમેરિકામાં નૈસર્ગિક રમણીય પ્રદેશો ઘણા બધા છે, પરંતુ તેમાં ઉત્તરે કેનેડાની સરહદ પર, સેન્ટ લોરેન્સ નદીમાં આવેલા થાઉઝન્ડ આઇલૅન્ડસ્ટ્રસહસ્ત્ર દ્વીપના પ્રદેશની લાક્ષણિકતા કંઈક ઑર જ છે ! જોતાં જ મનમાં વસી જાય એવો એ ચેતોહર પ્રદેશ છે. ઉપર આકાશ, નીચે શાંત વહેતી નદીનું સ્વચ્છ જલ (શિયાળામાં તે ઠરીને બરફ થઈ જાય), એમાં નજીક નજીક આવેલાં નાનામોટા દ્વીપો, બંને કિનારા પર ઊંચીનીચી ટેકરીઓ, પાઈન, પોપ્લર, ચેરી વગેરે વિવિધ પ્રકારનાં વૃક્ષોની ગાઢ હરિયાળી એ બધાંને કારણે આ વિસ્તાર એક એવી આગવી પ્રાકૃતિક રમ્યતા ધારણ કરે છે કે રસિક પ્રવાસીનું ચિત્ત તેના તરફ આકર્ષાયા વગર રહે નહિ. અઢારમી સદીના ઉત્તરાર્ધથી કેટલા બધા શ્રીમંત સહેલાણીઓ ત્યાં કોઈ એક મનપસંદ બેટ ખરીદીને પોતાની વસાહત ઊભી કરવા દોડ્યા હતા ! આજે તો એ પ્રદેશનો બહુ વિકાસ થયો છે. હોટેલો, મોટેલો, જાતજાતની રેસ્ટોરાં, ગોલ્ફ ક્લબ, ટેનિસ કોર્ટ, ઘોડેસ્વારીનાં મેદાનો, થિયેટરો, મ્યુઝિયમ, પ્રાણીબાગ, મત્સ્ય શિકારના શોખીનો માટે ભાડે મળતી યાંત્રિક . હોડીઓ એમ વિવિધ પ્રવૃત્તિઓથી એ વિસ્તાર ગાજતો થઈ ગયો છે. દુનિયામાં જેટલાં સરોવરો છે તેના કરતાં દ્વીપની સંખ્યા ઘણી બધી છે. એક માણસ ઊભો રહી શકે કે એકાદ નાનું ઘર થઈ શકે એટલા નાના દ્વીપથી માંડીને એક આખું નગર વસે એવા મોટા દ્વીપ (Island સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં જ ૨૬૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ City) કે એક નાનું સરખું રાષ્ટ્ર હોય એવા દ્વીપ (Island state) અને એક આખો ખંડ દ્વીપ જેવો હોય (Island Continent) એવા (ઑસ્ટ્રેલિયા કે દક્ષિણ ધ્રુવ પ્રદેશ) દ્વીપ સુધીના વિવિધ પ્રકારની નિસર્ગની રચનાઓ વિશ્વમાં જોવા મળે છે. નાના દ્વીપમાં રહેનારા લોકોની એક જુદી જ જાતની મનોવૃત્તિ હોય છે. ટાપુમાં રહેલા લોકોને વિશાળ ધરતીમાં રહેવું ન ગમે એવું પણ બને છે. સુરક્ષિતતાની દૃષ્ટિએ ટાપુનું મહત્ત્વ ઘણું છે. એટલે જ એશિયાની શોધસફરે નીકળેલા બ્રિટન, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, હોલેન્ડ વગેરેના શોધસફરીઓએ દરિયાકિનારે આવેલા ટાપુઓમાં પોતાનાં થાણાં નાખ્યાં હતાં અને ત્યાં કિલ્લો બાંધ્યો હતો. ભાગી જતા ગુલામોને રાખવા અમેરિકનોએ કેરેબિયન સમુદ્રના ટાપુઓનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં પૂર્વ અને પશ્ચિમ બાજુનો સમુદ્રકિનારો કેટલો બધો મોટો છે ! આમ છતાં આટલા લાંબા સમુદ્રકિનારે આવેલા ટાપુઓની સંખ્યાનું પ્રમાણ ઘણું જ ઓછું છે. ફિજી, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જાપાન જેવા પ્રત્યેક દેશના સમુદ્ર કિનારામાં સેંકડો ટાપુઓ આવેલા છે. સમુદ્રની વાત તો જાણે સમજાય એવી છે, પરંતુ દુનિયાની કોઈ નદીમાં સૌથી વધુ બેટ હોય તો તે અમેરિકા અને કેનેડાને જોડતી, કેનેડાના ઓન્ટેરિયો સરોવરમાં જઈને મળતી સેન્ટ લોરેન્સ નદીમાં છે. આરંભમાં આ પ્રદેશના શોધસાફરીઓએ સામાન્ય અંદાજ એવો મૂક્યો હતો કે ઓછામાં ઓછા એક હજાર ટાપુ તો આ નદીના આટલા વિસ્તારમાં હશે ! એથી એનું નામ થાઉઝન્ડ આઇલૅન્ડસુ પડી ગયું. ભૌગોલિક દૃષ્ટિએ એટલો મોટો આંકડો ત્યારે આશ્ચર્યજનક લાગે એવો હતો. કોઈને સંશય થાય કે ખરેખર શું નદીના આટલા ઓછા વિસ્તારમાં તે કંઈ હજાર જેટલા બેટ હોઈ શકે ? પરંતુ આ જલવિસ્તારનું જ્યારે અધિકૃત સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં એક હજાર નહિ, પણ કુલ ૧૮૭૨ જેટલા બેટ નોંધાયા. તેમાં પણ એવી શરત રાખવામાં આવેલી કે જે બેટ ઉપર ઓછામાં ઓછું એક વૃક્ષ ઊગ્યું હોય તેની જ બેટ તરીકે આ ગણતરીમાં ગણના કરવી. નહિ તો આ સંખ્યા બે હજારથી પણ વધી જાય. જેના ઉપર પલાંઠી વાળીને બેસી પણ ન શકાય એવા નાનકડા બેટ પણ ત્યાં કેટલા બધા છે ! શાંત વહેતી લોરેન્સ નદીની ૨મ્યતામાં આ બધા બેટથી અભિવૃદ્ધિ થઈ છે એ તો ખરું, પણ વિવિધ રંગ ધારણ કરતું આકાશ, નાનામોટા બેટ ઉપરની અને કિનારાની વૃક્ષવનરાજિ અને નિર્મળ જળમાં પડતું એનું પ્રતિબિંબ તથા શીતલ હવા અને શાંત વાતાવરણ - એ બધાંને કારણે ૨૬૨ * પ્રવાસ-દર્શન Page #313 -------------------------------------------------------------------------- ________________ પણ આ સમગ્ર પ્રદેશ બહુ જ રળિયામણો લાગે છે. શિયાળામાં તો આખી નદી થીજી જાય અને હિમવર્ષાને કારણે ચારેબાજુ જે શ્વેત ની૨વ વાતાવ૨ણ સર્જાય એ દૃશ્યની રમણીયતા તો વળી જુદી જ ! બે-અઢી સૈકા પૂર્વે કેટલાક માછીમારો આ વિસ્તારમાં આવીને છૂટાછવાયા વસેલા. એના કેટલાય વંશજો આજે પણ ત્યાં એ જ વ્યવસાય કરે છે. આ પ્રદેશના વિકાસની સાથે જુદા જુદા વ્યવસાયના લોકો પણ આવીને વસેલા છે. ઉનાળામાં ચારેક મહિના તો પ્રદેશ બહુ ધમધમતો લાગે છે. કેટલાય સહેલાણીઓ અહીં આવે છે. રાતના અગિયાર-બાર વાગ્યા સુધી બજારો, રેસ્ટોરાં વગેરે ખુલ્લાં હોય. ૧૯૯૨ના જુલાઈમાં અમે બૉસ્ટનથી સિરેક્યુસ થઈને થાઉઝન્ડ આઇલૅન્ડ્સમાં ફરવા ગયા હતા. જેફરસન કાઉન્ટી નામના ઇલાકામાં રોચેસ્ટરથી આશરે સો માઈલ દૂર વૉટરટાઉન થઈને એલેક્ઝાન્ડ્રિયા બે (Bay) અમે પહોંચ્યા. અહીંથી લોરેન્સ નદીમાં સહેલગાહ માટે સ્ટીમરો ઊપડે છે. ટિકિટ લઈ અમે સ્ટીમરમાં બેઠા. તડકો હતો, પરંતુ ઠંડક હતી. એમાં પણ નદીના પાણીમાં સ્ટીમર ચાલી એટલે તો ઠંડા પવનના સુસવાટામાં શરીર ધ્રૂજવા લાગ્યું. તરત અમે વિશાળ પારદર્શક કાચવાળી કૅબિનમાં ઘૂસી ગયા. ગાઇડ યુવતીએ સર્વ પ્રવાસીઓનું મધુર અવાજે લહેકાથી સ્વાગત કર્યું અને કહ્યું કે આખા દિવસની આ સફરમાં જાણવા જેવા ટાપુની પોતે માહિતી આપતી જશે અને જે જે ટાપુ ઉપર જોવાફરવાનું હશે ત્યાં તે લઈ જશે. ગાઇડ યુવતી આ વિસ્તારની ભૌગોલિક અને ઐતિહાસિક માહિતી આપતી ગઈ. એક ટાપુ બતાવતાં એણે કહ્યું, ‘જમણી બાજુ હવે જે ટાપુ આવે છે તેનું નામ છે ‘મેપલ આઇલૅન્ડ.' ત્યાં મેપલનાં ઘણાં વૃક્ષો હોવાથી એવું એનું નામ પડ્યું છે. આ ટાપુ જ્હોન પાઈન નામના ચાંચિયાની ઘટનાથી મશહૂર છે. ઈ.સ. ૧૮૬૫ની વાત છે. એક દિવસ એ ટાપુ ઉપરથી બહુ મોટો ધુમાડો નીકળવા લાગ્યો. એ જોઈને આ નદીના કિનારા ઉપર છૂટાછવાયા રહેતા કેટલાક માછીમાર લોકોને લાગ્યું કે ત્યાં મોટી આગ લાગી છે. માટે જીવ બચાવવા ત્યાં રહેતા લોકો કિનારા પર જરૂર દોડી આવશે. પરંતુ કોઈ જ આવ્યું નહિ. એથી તેઓને થયું કે કદાચ કોઈ બળી મર્યું હશે. તેઓને કુતૂહલ થયું. તેઓ ત્યાં પહોંચી ગયા. પરંતુ ત્યાં તો એક માણસનું ઘવાયેલું શબ પડ્યું હતું. અને ઘરને આગ લાગી હતી. વાતની ખબર પડતાં આસપાસના ઘણા માણસો ત્યાં એકત્ર થઈ ગયા. સહસ્ર દ્વીપના પ્રદેશમાં * ૨૬૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ પોલીસ આવી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ શબ્દ તો જાણીતા ચાંચિયા જ્હોન પાઈનનું છે. એ અહીં કેવી રીતે આવ્યો ? કોણે ખૂન કર્યું ? તપાસ કરતાં વધુ વિગતો બહાર આવી છે. જ્હોન પાઈન અને એના ટોળકીના સાથીદારોએ અબ્રાહ્મ લિંકનનું અને એના પ્રધાનમંડળના સભ્યોનું ખૂન કરવાનું કાવતરું કર્યું હતું. એ માટે કેટલાક રાજકારણીઓ ત૨ફથી જ્યોન પાઈનને ઘણી મોટી રકમ આપવામાં આવી હતી. ૨કમ એણે પોતાના સાથીદારો સાથે વહેંચી લેવાની હતી. પરંતુ બહુ મોટી રકમ મળતાં જ્હોન પાઈનની દાનત બગડી. બીજી બાજુ લિંકનના ખૂનના કાવતરાની વાત ફૂટી ગઈ. પોલીસે જ્હોન પાઈનને પકડવા શોધ ચલાવી, પરંતુ એ રકમ લઈને તે ભાગીને આ વિસ્તારમાં સંતાવા માટે દોડી આવ્યો. તે આ મેપલ ટાપુની ગીચ ઝાડીમાં આવેલા એક ઘરમાં સંતાઈ ગયો. તે ભાગ્યે જ ઘરની બહાર નીકળતો. એક માછીમાર પાસેથી માછલાં લઈ પોતાનું ગુજરાન ચલાવતો. એમ કરતાં ઘણો સમય નીકળી ગયો. એના સાથીદારોએ કાવતરા માટે મળેલી ૨કમમાંથી પોતાનો હિસ્સો મેળવવા જ્હોન પાઈનની ઘણી શોધ કરી, પરંતુ તે મળ્યો નહિ. એમ શોધ કરતાં કરતાં તેઓ એક દિવસ આ ટાપુ પર તપાસ કરવા આવ્યા. જ્હોન પાઈનને પકડ્યો અને પોતાનો હિસ્સો માગ્યો. જ્હોને હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો એટલે ઝઘડો થયો. મારામારીમાં સાથીદારોએ એનું ખૂન કર્યું. એના ઘરમાંથી બધી ૨કમ મેળવી લીધી અને એ ઘરને આગ લગાડી તેઓ ભાગી ગયા. લિંકનના ખૂનના કાવતરાનું પરિણામ આવું કરુણ આવ્યું ! અમારી સ્ટીમર આગળ જતાં એક વિશાળ ટાપુ આવ્યો. એનું નામ ત્યાં ઊગેલાં ચેરીનાં વૃક્ષો ઉ૫૨થી 'ચેરી આઇલૅન્ડ' પડેલું છે. આ ટાપુ ઉપર એક કોટ્યાધિપતિએ સરસ મઝાનો વિશાળ બંગલો બંધાવ્યો છે. એમાં ભાતભાતના ઘણા ઓરડા છે અને એ બધા ઓરડાઓની સજાવટ વિવિધ પ્રકારની પ્રાચીન શિલ્પાકૃતિઓ, ચિત્રો અને ચીજવસ્તુઓ સાથે કરી છે. બોટમાંથી ઊતરીને અમે એ બંગલાની મુલાકાત લઈ આવ્યા. માણસના શાંખ કેવા કેવા હોય છે તેનો સરસ ખ્યાલ અહીં આવ્યો. સ્ટીમર આગળ ચાલી. ગાઇડે કહ્યું, ‘હવે થોડી વારમાં ડાબી બાજુ એક નાનકડો ટાપુ અને એના પર બાંધેલું એક ઘર આવશે. જ૨ા ધ્યાનથી જોજો.' એ ટાપુ પાસે આવ્યો એટલે સૌએ ધ્યાનથી જોયું. ગાઇડે પૂછ્યું, ‘શું લાગે છે તમને આ ઘર જોઈને ?' ‘ટાપુ ઉપર ઘર છે, પણ ઘરની બહાર ચાલવા માટે જરા જેટલી ૨૬૪ * પ્રવાસ-દર્શન Page #315 -------------------------------------------------------------------------- ________________ પણ જગ્યા નથી.' એકે કહ્યું. ‘આ ટાપુ ઉપર ઘર એ તો જાણે ટાપુને માથે પહોળી ટોપી પહેરાવી હોય એવું લાગે છે.” બીજાએ કહ્યું. “પણ આ ઘર એણે બાંધ્યું હશે કઈ રીતે ? નદીના પાણીમાં હોડીમાં ઊભા ઊભા એણે ઘર બાંધ્યું હશે ? એમ કરવા જાય તો પણ આવું ઘર બાંધવાનું ફાવે નહિ.' ત્રીજું કોઈક બોલ્યું. ગાઇડે કહ્યું, “ના, એમ પણ નથી. આ ઘરની કથા કંઈક જુદી છે. એક સાધારણ સ્થિતિના માણસને અહીં ટાપુ ઉપર ઘર બાંધીને રહેવાનું મન થયું. એણે એક રૂમ અને રસોડું થાય એટલા નાના ઘર માટે એટલી જ જમીનવાળો આ ટાપુ સાવ સસ્તામાં ખરીદી લીધો. પછી જાતે ઘર બાંધવાનું ચાલુ કર્યું, પણ કોઈ રીતે ઘર ઊભું કરવાનું ફાવતું નહિ. છેવટે એણે એક રસ્તો કાઢ્યો. એણે ટાપુનું માપ ચારે બાજુથી બરાબર લઈ લીધું. પછી શિયાળો આવ્યો એટલે નદીનાં પાણી થીજી ગયાં અને ટાપુ ઉપર બે ત્રણ ફૂટ જેટલો બરફ જામી ગયો. ત્યારે એણે અહીં લાકડાં આણી તે માપ પ્રમાણે વહેરી જાતે ઘર ઊભું કરી દીધું અને તે બરાબર ટાપુની ઉપર માપમાપે ગોઠવી લીધું. પછી જ્યારે ઉનાળો આવ્યો ત્યારે બરફ ઓગળતો ગયો અને ઘર ધીમે ધીમે નીચે ઉતરતું ગયું અને બધો બરફ ઓગળી ગયો ત્યારે એનું ઘર ટાપુના મસ્તક ઉપર ટોપીની જેમ બરાબર ફિટ આવી ગયું. પછી એ ત્યાં કાયમ એકલો રહેવા લાગ્યો. જાતે રસોઈ કરી લે અને એક નાની હોડી બનાવેલી તેમાં બેસીને નદીમાં સહેલગાહ કરે. શિયાળામાં બરફ જામી જાય ત્યારે તે એકલો ઘરમાં બેઠો બેઠો વાંચ્યા કરે. એમ એણે આ ટાપુ ઉપર પોતાની જિંદગી પૂરી કરી.” આ ટાપુઓમાંના એક ટાપુનું નામ “ડેવિલ્સ આઇલૅન્ડ' છે. એની ગીચ ઝાડીમાં કોઈ માણસ સંતાઈ જાય તો એને શોધવાનું મુશ્કેલ બની જાય. ઓગણીસમા સૈકાની શરૂઆતમાં બિલ જ્હોનસન નામનો એક સેનાપતિ આ ટાપુમાં સંતાઈ ગયો હતો. વાત એમ બની હતી કે કેનેડાને બ્રિટિશ હકૂમતમાંથી મુક્ત કરાવવા માટે અમુક દેશભક્ત કેનેડિયનોએ કેટલાક અમેરિકનોના સહકારથી ઈ.સ. ૧૮૩૮માં દેશભક્તોના યુદ્ધ Patriot's Warની તૈયારી કરી હતી. આ યુદ્ધની નેતાગીરી બિલ જ્હોનસન અને વિલિયમ મેકેન્ઝીએ લીધી હતી. બિલ જ્હોનસને આ નદીમાં એક બ્રિટિશ વહાણ ડુબાડી દીધું અને અંગ્રેજોને ભગાડ્યા. હવે વિજય હાથવેંતમાં હતો. આ વિજય મેળવવાના ઉત્સાહમાં તેઓ બધા આવી ગયા. વિજયકૂચની સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં એક ૨૬૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ આગલી રાતે તેઓએ વિજય માટેની મિજબાની રાખી. એમાં બંને નેતાઓ બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝીએ એટલો બધો દારૂ ઢીંચ્યો કે સવારે છેલ્લું આક્રમણ કરવા તેઓ ઊઠી શક્યા નહિ. આગેકૂચ કરવા માટે સૈનિકો રાહ જોતા રહ્યા. એવામાં અંગ્રેજોનો હુમલો આવ્યો. નાસભાગ ચાલુ થઈ. વિજય પરાજયમાં ફેરવાઈ ગયો. બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝી ઊંઘમાંથી બેબાકળા ઊઠ્યા અને ભાગ્યા. એમાં મૅકેન્ઝી પકડાઈ ગયો. બિલ જ્હોનસન આ ડેવિલ્સ આઇલૅન્ડમાં ક્યાંક સંતાઈ ગયો. અંગ્રેજોનું કૅનેડા ઉપરનું શાસન ફરી વ્યવસ્થિત ચાલવા લાગ્યું. તેઓએ યુદ્ઘ ગુનેગાર બિલ જ્હોનસનને પકડવા માટે વૉરંટ કાઢ્યું પણ તે ક્યાંયથી પકડાયો નહિ. બિલ જ્હોનસન આ ટાપુની ગીચ ઝાડીમાં એક જૂના મકાનમાં સંતાઈ ગયો. કોઈને એની ભાળ મળી નહિ. એક માત્ર એની દીકરીને ખબર હતી કે પોતાના પિતા ક્યાં સંતાયા છે. તે રોજ પિતાને છાનીમાની ખાવાનું આપી આવતી. એમ કરતાં વરસ વીતી ગયું. હવે બિલ જ્હોનસન થાક્યો. છેવટે એ જાતે અંગ્રેજોને શરણે ગયો. સત્તાવાળાઓએ એની ધરપકડ કરી, પણ વાત હવે એટલી જૂની થઈ ગઈ હતી કે તેઓએ બિલ જ્હોનસનને માફી આપી અને આ ટાપુઓનો અને જલવિસ્તારનો તે ભોમિયો હોવાથી એને એક દીવાદાંડીના રખેવાળ તરીકે નોકરી આપી. બીજો એક દ્વીપ બતાવીને, લોરેન્સ નદીમાં અને એના વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટના વિશે ગાઇડે કહ્યું, ‘ઈ.સ. ૧૯૭૦ની આસપાસ ન્યૂ મેક્સિકોથી એક બહુ શ્રીમંત વેપા૨ી આ વિસ્તારમાં આવ્યો હતો. એનું નામ એરિક હન્ટર. જુદા જુદા જલપ્રદેશમાં જઈ માછલાં પકડવાં એ એની શૉખની પ્રવૃત્તિ હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં પોતાની હોડી લઈને આવી પહોંચ્યો. માછલાં પકડતાં પકડતાં એક દિવસ એનો વાંસડો નદીના પાણીમાં ફસાઈ ગયો. એણે ઘણું જોર કરી ઝાટકો મારી વાંસડો ખેંચ્યો તો પાણીમાંથી નીચેથી પતરાંની એક નાની પેટી ભરાઈ આવી. એને લાગ્યું કે જરૂ૨ નીચે કોઈ વહાણ ડૂબી ગયું હોવું જોઈએ. એની વાત સાચી હતી. લોઢાની પેટીમાંથી એક ડાયરી નીકળી. જર્મનીના કૅપ્ટન ગૂંથરની એ લખેલી હતી. એ ડાયરીના અહેવાલ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ વખતે કૅપ્ટન ગૂંથરને કેટલાક ખલાસીઓ અને નાવિકો સાથે જમનીએ અમેરિકા અને કૅનેડાની સરહદમાં નાની યુદ્ધનૌકા લઈને જાસૂસી ક૨વા મોકલ્યો હતો. ગુપ્ત માહિતી મેળવી એણે વાયરલેસ દ્વારા તે જર્મની પહોંચાડવાની હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં નાની યુદ્ધનૌકા લઈને ઘૂસ્યો હતો. લોરેન્સ નદીમાં આવ્યા પછી ૨૬૬ * પ્રવાસ-દર્શન Page #317 -------------------------------------------------------------------------- ________________ પોતાની યુદ્ધનીકા પકડાય નહિ એ માટે એણે રાતોરાત એનાં રૂપરંગ બદલી નાખ્યાં હતાં અને જાણે માછીમારોની બોટ હોય એવો દેખાવ કર્યો હતો. પરંતુ કમભાગ્યે એની યુદ્ધનૌકા ધસમસતા વહેતા પાણીમાં એક ખડક સાથે અથડાઈને તૂટી ગઈ અને ડૂબવા લાગી. બધા નાવિકો અને ખલાસીઓ જીવ બચાવીને કિનારે પહોંચી ગયા. તેઓને ફ્રેન્ચ અને ઇંગ્લિશ ભાષા શિખવાડીને મોકલ્યા હતા. એટલે તેઓ સ્થાનિક લોકો સાથે છૂટાછવાયા ભળી ગયા. કેટલાક મજૂર તરીકે ખેતરોમાં કામ કરવા લાગ્યા. થોડા વખતમાં તો તેઓ સ્થાનિક રહેવાસી જેવા બની ગયા. કેટલાકે તો સ્થાનિક યુવતી સાથે લગ્ન પણ કરી લીધાં અને તેમને સંતાનો પણ થયાં. જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓને જર્મની પાછા ફરવાની ઇચ્છા ન થઈ કારણ કે જર્મની હારી ગયું હતું. તેઓ ત્યાં જ રોકાઈ ગયા. પચીસ વર્ષે એરિક હંટરે ગૂંથરની ડાયરીના આધારે એ વિસ્તારમાં ખોજ કરી. એણે ડાયરીમાં લખેલાં નામ પ્રમાણે કેટલાક નાવિકોનો પત્તો મેળવ્યો. પરંતુ હવે કાળનો પ્રવાહ એટલો બધો વહી ગયો હતો કે કોઈને એ જૂની વાતોમાં રસ રહ્યો નહોતો. તેઓ બધા સ્થાનિક વતની જ બની ગયા હતા. અમારી સ્ટીમર આગળ ચાલતી હતી. અમે સૌ આસપાસના ટાપુઓનો અને કિનારાનો પ્રદેશ નિહાળવામાં મગ્ન હતા. ત્યાં ગાઇડે માઇકમાં જાહેર કર્યું, “સજ્જનો અને સન્નારીઓ ! હવે થોડી વારમાં આપણી સ્ટીમર સરહદ ઓળંગી કેનેડાના પ્રદેશમાં દાખલ થશે. માટે તમારા પાસપોર્ટ તૈયાર રાખશો. આશા રાખું છું કે તમારી પાસે કેનેડાનો વિઝા હશે જ !' ગાઇડની આ જાહેરાત સાંભળી અમે બધા પ્રવાસી ચમક્યા. કેટલાકે કહ્યું, “અમે પાસપૉર્ટ લાવ્યા નથી. અમને એવી કશી ખબર જ નહોતી.” કોઈકે કહ્યું, “અમારી પાસે પાસપૉર્ટ છે. પણ કેનેડાનો વિઝા નથી.” વળી કોઈકે ફરિયાદ કરી, ‘ટિકિટ આપતી વખતે તમારે જ તપાસી લેવું જોઈએ ને કે અમારી પાસે પાસપૉર્ટ વિઝા છે કે નહિ ? બધા બોલતા રહ્યા, પણ ગાઇડ તો કોઈને જવાબ આપતી નહોતી. થોડીવાર પછી તે હસી પડી અને બોલી, અરે, આપણે કેનેડાના જલવિસ્તારમાં કયારના દાખલ થઈ ગયા અને કોઈએ આપણા પોસપોર્ટ વિઝા તપાસ્યા નહિ. કદાચ એનું કારણ એ હશે કે આપણે બધા સારા પ્રવાસીઓ છીએ અને પાછા ચાલ્યા જવાના છીએ એની એ લોકોને ખાતરી હશે !' આવી મજાક કર્યા પછી ગાઇડે વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમેરિકા સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં ૨૬૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ અને કૅનેડાની સરહદ આ નદીના પાણીમાંથી પસાર થાય છે. નદીના વહેતા પાણીમાં બરાબર કઈ જગ્યાએ સરહદ છે એની ખબર પડે એટલા માટે થોડે દૂર બે નાના ટાપુઓ જે દેખાય છે તેને જોડતો તેના ઉપર તેઓએ રમકડાં જેવો અર્ધ વર્તુળાકાર સફેદ પુલ બાંધ્યો છે. પુલની એક બાજુ અમેરિકા છે અને બીજી બાજુ કૅનેડા છે. પુલની સીધી લીટીએ નદીના પાણીમાં એક કિનારાથી બીજા કિનારા સુધી અમેરિકા અને કૅનેડાની સરહદ પડે છે. અહીં પ્રવાસીઓ, માછીમારો વગેરે કોઈ પણ પ્રકારની રોકટોક વગર સરહદ ઓળંગી શકે છે. એટલા માટે જ સરહદી પુલનો રંગ સફેદ રાખ્યો છે, જે રંગ સુલેહ અને શાંતિના પ્રતીક જેવો છે. બીજો એક ટાપુ બતાવી ગાઇડે કહ્યું, ‘આ ટાપુનું નામ છે હાર્ટ આઇલૅન્ડ. એમાં આવેલા વિશાળ કિલ્લા જેવી રચનાને બોલ્ટ કેસલ કહેવામાં આવે છે.' પછી અમને બધાને એ બોલ્ટ કેસલની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા. માણસ ધારે છે શું અને કુદરત કરે છે શું તેનો વિચાર આ બોલ્ટ કેસલનો ઇતિહાસ સાંભળીને આવ્યા વગર રહે નહિ. જ્યોર્જ બોલ્ટ નામનો એક કોટ્યાધિપતિ પોતાની પત્ની લૂઈઝે (Louise)ને લઈને આ ટાપુઓ જોવા આવેલો. તેઓને આ રમણીય પ્રદેશનું એટલું બધું આકર્ષણ થયું કે પત્નીએ ઇચ્છા બતાવી કે અહીં એક સરસ ઘર કરાવી આપો કે જેથી વારંવાર આવીને અહીં રહી શકાય. બોલ્ટ પોતાની પત્નીને બહુ જ ચાહતો હતો અને એનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તત્પર રહેતો. પત્નીએ જેવી ઇચ્છા દર્શાવી કે તરત બોલ્ટે સારામાં સારો આર્કિટેક્ટ રોકી, સારામાં સારો ટાપુ ખરીદી લઈને ત્યાં રાજમહેલ જેવો વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. ૧૨૦ સુશોભિત ઓરડાવાળું સાત માળનું પોતાનું રહેવા માટેનું મકાન, થોડે દૂર મહેમાનો માટેનાં મકાનો, નોકરચાકર માટે મકાનો, પોતાની બોટના ખલાસીઓ માટે જુદું મકાન એવાં બીજાં અગિયાર મકાનો તથા વીજળી માટે પાવરહાઉસ જેવું જુદું તથા એક ટાવર જેવું મકાન, તરવાનો હોજ, ટેનિસ કોર્ટ, જુદા જુદા બગીચા કરાવ્યા તથા આખી જાગીરને ફરતે કિલ્લા જેવો ઊંચો કોટ કરાવ્યો. બોલ્ટને પોતાનાં પત્ની પ્રત્યેના પ્રેમના પ્રતીક તરીકે હૃદયની આકૃતિ બહુ ગમતી હતી. એણે બંગલામાં, દીવાલોમાં, છતમાં ઠેર ઠેર હૃદયની આકૃતિ કોતરાવી તથા એવી ચિત્રાકૃતિઓ અને શિલ્પાકૃતિઓ પણ ખરીદીને જુદા જુદા ઓરડામાં ગોઠવાવી. બસોથી વધુ એવી હાર્ટની આકૃતિઓથી સભર એવી આ જગ્યા ૨૬૮ * પ્રવાસ-દર્શન Page #319 -------------------------------------------------------------------------- ________________ માટે એણે ટાપુનું નામ પણ “હાર્ટ આઇલેન્ડ” (હૃદયદ્વીપ) રાખ્યું. ઈ.સ. ૧૯૦૦માં એણે આ બાંધકામ શરૂ કરાવ્યું. અઢી કરોડ ડૉલર જેવી જંગી ૨કમ તો ખર્ચાઈ ગઈ. બાંધકામને ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં. હવે થોડા મહિનાનું બાંધકામ બાકી હતું ત્યાં ૧૯૦૪ના જાન્યુઆરીમાં એની પત્ની લૂઈઝનું અવસાન થયું. બસ, ખેલ ખતમ ! બોલ્ટને ભારે આઘાત લાગ્યો. પત્નીની ચિરવિદાયથી એ ભગ્નહૃદય બની ગયો. બોલ્ટ કેસલનું એનું સ્વપ્ન જરાક માટે અધૂરું રહ્યું. હવે એનું કામ પૂરું કરાવવામાંથી એનો રસ ઊડી ગયો, તે એટલી હદ સુધી કે પછી એણે ક્યારેય ત્યાં પગ મૂક્યો નહિ. એટલું જ નહિ પણ એ જાગીરના માલિકીપણામાં પણ એને રસ રહ્યો નહિ. જાગીર એમ ને એમ ધણીધોરી વગરની પડી રહી અને દિવસે દિવસે બગડતી ગઈ. પત્નીના વિરહમાં થોડાં વર્ષે બોલ્ટનું પણ અવસાન થયું. અને આવડી મોટી જાગીર નધણિયાતી પડી રહી. કોઈ એનો વારસદાર પણ નહોતો. ઠેઠ ૧૯૭૭માં રાજ્યના સત્તાવાળાઓએ આ નદી ઉપર અમેરિકા અને કેનેડાને જોડતો પુલ બાંધવાનો નિર્ણય કર્યો ત્યારે હાર્ટ આઇલેન્ડ અને એની જાગીરની માલિકી પોતાને હસ્તક લઈ લીધી. અને એની મરામત કરાવી પ્રવાસીઓને નિહાળવા માટેનું એક સુંદર કેન્દ્ર બનાવ્યું. કુદરતની લીલા કેવી અકળ છે ! અમારી સ્ટીમર આગળ ચાલતી હતી. ગાઇડ યુવતીએ કહ્યું, “હવે જમણી બાજુ નજ૨ કરો. તમને લોરેન્સ નદીના કિનારે એક અત્યંત વિશાળ મનોહર બંગલો દેખાશે. વૃક્ષોની ઘટામાં એ કેવો સરસ શોભી રહ્યો છે ! તમને એમાં રહેવાનું ગમે ખરું ? સૌ કોઈએ એકી અવાજે કહ્યું, “આવા સરસ બંગલામાં રહેવાનું કોને ન ગમે ?” ગાઇડે કહ્યું, “આ તો દૂરથી જોતાં ગમી જાય એવો મઝાનો બંગલો છે પણ તમે અંદર જઈને જુઓ તો તમને ત્યાંથી ખસવાનું મન ન થાય એવો એ બંગલો છે. એ કોનો બંગલો છે તે હું પછી તમને કહું છું. પણ તે દરમિયાન ડાબી બાજુ દૂર એક નાના ટાપુ ઉપર એક મકાન જુઓ ! દેખાયું ?' “હા...” એક શ્રીમંત પતિપત્નીએ પોતાને રહેવા માટે આ ઘર બંધાવેલાં. તમે મને કહેશો કે આમાં પહેલું ઘર કયું બંધાયું અને પછી કયું બંધાયું ? દેખીતું જ છે કે આ મહૂલી જેવું ઘર પહેલાં બંધાયું હશે અને પછી આ આલીશાન બંગલો બંધાયો હશે !” સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં ૯ ૨૬૯ Page #320 -------------------------------------------------------------------------- ________________ ‘ના, એમ નથી. પહેલાં આલીશાન બંગલો બંધાયો અને પછી મઢુલી બંધાઈ !' ‘એમ ? એવું કરવાનું કંઈ કારણ ?' ગાઇડે કહ્યું, ‘એની રસિક કથા છે. એમ કહેવાય છે કે ગયા સૈકામાં કોઈ એક અત્યંત ધનાઢ્ય વેપારી પોતાની પત્નીને લઈને હજાર ટાપુના આ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. આ રમણીય પ્રદેશ જોઈને એની પત્ની તો ગાંડીઘેલી થઈ ગઈ. એને એવા ભાવ જાગ્યા કે બસ, હવે શેષ જીવન આ નદીની વચ્ચે કોઈ મઝાના ટાપુ ઉપર સરસ ઘર બંધાવીને તેમાં પસાર કરવું. ધનની તેઓને કોઈ કમી નહોતી. એણે તો હઠ લીધી કે, ‘બસ, આપણે હવે અહીં જ રહેવા આવીએ. સારામાં સારો ટાપુ ખરીદીને ત્યાં સારામાં સારું ઘર બંધાવી આપો.' શ્રીમંત વેપારીએ સારામાં સારા નિષ્ણાત માણસો સાથે આવીને લોરેન્સ નદીના ૧૮૭૨ જેટલા બધા જ ટાપુઓનું બંગલો બાંધવાની દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. પરંતુ એક ણ ટાપુ એને પસંદ પડ્યો નહિ. છેવટે એણે નિષ્ણાતોની સલાહ અનુસાર નદીના કિનારે એક ખડકાળ જગ્યામાં વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. બંગલામાં જુદા જુદા ખંડો અને તેમાં કીમતી રાચરચીલું કરાવ્યું. બહાર ત૨વા માટેનો હોજ, ઘાસનાં લોન, ટેનિસ કોર્ટ, રમતગમતના વિભાગ, પોતાનું જુદું પાવર સ્ટેશન, નદીમાં ફરવા માટે બોટ વગેરે ઘણું વસાવ્યું. સુરક્ષિતતા માટે બંગલાના વિશાળ કમ્પાઉન્ડની ફરતે મજબૂત ઊંચી દીવાલ બનાવી. પોતાની પત્ની બંગલો જોઈને રાજી રાજી થઈ જશે એની એને પાકી ખાતરી હતી કારણ કે એ માટે એણે નાણાં ખર્ચવામાં કશી મણા રાખી ન હતી. બંગલો બંધાઈ રહ્યો એટલે તે પોતાની પત્નીને લઈને ત્યાં રહેવા આવ્યો. પત્નીએ બંગલો જોયો. બંગલા તરીકે તે આલીશાન હતો. ઘણી સારી સગવડવાળો તે હતો. પરંતુ બંગલામાંથી નદીનું કે એમાં આવેલા ટાપુઓનું દૃશ્ય દેખાતું નહોતું. એ માટે કાં તો છાપરા પર ચડવું જોઈએ અને કાં તો બંગલાની બહાર આવી નદીના કિનારે પહોંચવું જોઈએ. પત્નીનું મોઢું પડી ગયું. તેણે ચિડાઈને કહ્યું, ‘મેં તમને ટાપુ ઉપર બંગલો બંધાવવા કહ્યું હતું, પરંતુ તમે તો કિનારા ઉપર રજવાડી જેલ ઊભી કરી દીધી. હું આ બંગલામાં રહેવાની નથી.’ પતિએ કહ્યું, ‘આવો સરસ બંગલો બાંધવા માટે એક પણ ટાપુ અનુકૂળ નથી એમ મને અને નિષ્ણાતોને લાગ્યું. એટલે નદીના કિનારા ઉપર આ ૨૭૦ * પ્રવાસ-દર્શન Page #321 -------------------------------------------------------------------------- ________________ જગ્યા પસંદ કરી. હવે તને ન ગમે તે કેમ ચાલે ! આપણે અહીં રહેવા સિવાય છૂટકો નથી.' ‘તમારે રહેવું હોય તો રહેજો. હું અહીં રહેવાની નથી. મારે તો નદીમાં પાણીની વચ્ચે આવેલા ટાપુમાં ચોવીસ કલાક રહેવાની નૈસર્ગિક જિંદગી માણવી છે.' આમ પતિપત્ની વચ્ચે તકરાર ઉગ્ર બની ગઈ. પત્ની બંગલો છોડીને ચાલી ગઈ. થોડે દૂરના પેલા ટાપુ ઉપર નાની મહૂલી જેવું બનાવડાવીને તે ત્યાં એકલી રહેવા લાગી. પતિપત્ની આમ ટાપુને કારણે કાયમને માટે છૂટાં પડ્યાં. કોઈ કોઈ વ્યક્તિને ટાપુના જીવનનું કેટલું બધું ઘેલું હોય છે તે આ ઘટના પરથી સમજી શકાય છે. થાઉઝન્ડ આઇલૅન્વસની સફરમાં અમે વર્તમાનમાં પ્રકૃતિની રમણીયતાનું સૌંદર્ય માણતાં માણતાં ભૂતકાળના ઇતિહાસમાં ખોવાઈ જતા હતા. સાંજે ટેકરીઓ પાછળના સૂર્યાસ્તનું સોહામણું દૃશ્ય નિહાળી અમે સફર પૂરી કરી પાછા ફર્યા. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં ૯ ૨૭૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પનામાં (દ. અમેરિકા) રિઓ-ડી-જાનેરોથી પાછાં ફરતાં મધ્ય અમેરિકામાં પનામા જવાનો અમારો કાર્યક્રમ હતો, પરંતુ અમારી ફલાઈટમાં અચાનક ફેરફાર થઈ ગયો હતો. એટલે રિઓ જવાને બદલે પહેલાં પનામા અમારે જવાનું થયું. મારાં પત્ની અને હું કુરાસાઓ ટાપુથી સવારનાં પનામાં માટેની ફલાઈટમાં બેઠાં. વિમાનમાંથી કેરિબિયન સમુદ્રમાં કેટલાક છૂટાછવાયા ટાપુઓ દેખાયા. ત્યાર પછી પનામાં આવ્યું. વિમાનની એક બાજુની બારીમાંથી પેસિફિક અને બીજી બાજુની બારીમાંથી એટલાન્ટિક મહાસાગર દેખાતા હતા. વિમાન નીચે ઊતરતાં પનામાના ટોકમેન ઍરપોર્ટનો રન-વે દેખાયો. તે ઘણો જ મોટો અને સરસ હતો, પરંતુ લંડન, ટોક્યો કે ન્યૂ યોર્કમાં જેમ એરપોર્ટ ઉપર સંખ્યાબંધ વિમાનો હારબંધ ઊભેલાં દેખાય છે તેવું પનામામાં કશું દેખાયું નહિ. અરે, મુંબઈમાં સાંતાક્રુઝ-સહાર ઍરપૉર્ટ જેટલી અવરજવર પણ ત્યાં નહોતી. અહીં વિમાનો આવે અને તરત ઊડે, કારણ કે મોટા ભાગનાં વિમાનો બીજા દેશોનાં હોય. પનામાનાં પોતાનાં વિમાનો ઝાઝાં નહિ, એટલે વિશાળ એરોડ્રોમ ખાલી ખાલી લાગે. કુરાસાઓથી પનામા ઊતરનાર અમે થોડા પ્રવાસીઓ હતા. નવું જ બાંધેલું આંતરરાષ્ટ્રિય એરપોર્ટનું સ્વચ્છ મકાન ઊંચા ઊંચા બે માળવાળું અને ઘણી મોકળાશવાળું હતું. જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ માટે પુષ્કળ ખુરશીઓ અને સોફા. પણ બેસવાવાળા પ્રવાસીઓ બહુ નહિ. અમેરિકાની સહાયથી ૨૭૨ ઝક પ્રવાસ-દર્શન Page #323 -------------------------------------------------------------------------- ________________ આવડું મોટું એરપોર્ટ બાંધવામાં આવ્યું છે, પરંતુ એરપોર્ટના પ્રમાણમાં પ્રવાસીઓની અવરજવર હજુ ત્યાં વધી નહોતી. કસ્ટમ્સ માટે ભરવાનાં ફોર્મ અમને આપવામાં આવ્યાં. ઘણા દેશોમાં હોય છે એવો એક પ્રશ્ન એમાં પણ હતો : “તમારી પાસે તાજાં ફળ છે ?' અમારી પાસે કુરાસાઓથી લીધેલાં કેળાં, પેરુ અને સંતરાં હતાં. મેં મારાં પત્નીને કહ્યું, “દુનિયાના કેટલાક દેશોમાં કસ્ટમ્સવાળા તાજાં ફળની બાબતમાં બહુ ચીકણા હોય છે. બીજા દેશોનાં ફળ દ્વારા પોતાના દેશના લોકોને રોગચાળો થઈ જશે અથવા પોતાની વનસ્પતિને અચાનક નુકસાન પહોંચશે, એવી ભીતિ તેઓ સેવતા હોય છે, એટલે ફળફૂલ કે છોડ-રોપા માટે તેઓ બહુ કડક કાયદો રાખે છે. પોતાની પ્રજાને ઝાડા થઈ જશે એ બીકે અમેરિકા ભારતની કેરીને પોતાના દેશમાં દાખલ થવા દેતું નથી. જાપાન, ઑસ્ટ્રેલિયા વગેરે પણ ફળ માટે સખત કાળજી રાખે છે.” પણ ધારો કે કોઈની પાસે ફળફળાદિ નીકળે તો કસ્ટમ્સવાળા શું કરે ?” મારાં પત્નીએ સહજ પૂછ્યું. “તે લઈને તરત તેનો નાશ કરાવે. આ કોઈ એવો ગંભીર ગુનો નથી કે તેથી જેલમાં બેસાડે અથવા તેની બીજી કોઈ સખત સજા હોય. કેટલીક વાર કોઈક સંતાડીને પણ લઈ જાય છે. એથી તે તે દેશની પ્રજાઓને રોગચાળો લાગુ પડ્યો હોય એવું ક્યારેય જાણ્યું નથી. પરંતુ કસ્ટમ્સમાં આપણને જો પૂછે તો આપણે તેનો સાચો જવાબ તો આપવો જ જોઈએ ને ? અને સાચો જવાબ આપીએ તો આપણી પાસેથી એ ફળફળાદિ લઈને તેઓ ફેંકી દે એમાં પણ સંશય નહિ.” પરંતુ ફળ માટે ચિંતા કસ્ટમના સામાન તપાસનાર ઇસ્પેક્ટર પાસે પહોંચીએ ત્યારે કરવાની રહે, તે પહેલાં નહિ. વિમાનની અંદર કે વિમાનમાંથી ઊતર્યા પછી એરપોર્ટના મકાન સુધી પહોંચીએ ત્યાં સુધી આ ચિંતા સામાન્ય રીતે હોતી નથી. મેં મારાં પત્નીને કહ્યું, “આપણી પાસે જે ફળ છે તે કસ્ટમ્સવાળા નંખાવી દે તેના કરતાં આપણે તે ખાઈ લઈએ તો વધારે સારું થશે. આમ પણ આપણને ભૂખ તો લાગી છે. પછી બહાર જઈ નવાં ફળ ખરીદીને ખાવાં તેના કરતાં અત્યારે આપણે આ ફળને જ ન્યાય કેમ ન આપીએ ?' કસ્ટમ્સના ઑફિસરોનાં ટેબલ શરૂ થાય તેની પહેલાં થોડેક દૂર એક સોફામાં બેસીને અમે, વિમાનમાંથી અમારો સામાન આવે ત્યાં સુધીમાં કેળાં, સંતરાં, પૅરુ વગેરે બધાં ફળ વાપરી લીધાં. ફળાહાર કર્યા પછી અમે કસ્ટમ્સનું ફોર્મ ભર્યું. “તમારી પાસે કોઈ તાજાં ફળ છે ?' એ પ્રશ્નના ઉત્તરમાં અમે હવે પનામા - (દ. અમેરિકા) - ૨૭૩ Page #324 -------------------------------------------------------------------------- ________________ “ના” લખી. કસ્ટમ્સમાંથી સરળતાથી અમે પસાર થઈ ગયાં. દુનિયાના કેટલાક દેશોમાં ખાવાની ચીજવસ્તુઓની બાબતમાં જુદા જુદા નિયમો હોય છે. સૂકી અને ટિન કે પેકેટમાં અકબંધ વસ્તુઓ આપણા પોતાના જ વપરાશ માટે છે અને બીજા કોઈને તે આપવામાં નહિ આવે એવી ખાતરી આપીએ તો કેટલાક ભલા ઓફિસરો તે સાથે લઈ જવા દે છે. કેટલાક દેશોમાં ટિનના સીલબંધ ડબ્બામાં અથાણું, રસ, ફળના ટુકડા કે કોઈ જાતનાં પ્રવાહી પણ લઈ જવા દે છે. કેટલાક દેશોમાં પહેલાં આવી બધી માથાકૂટ નહોતી. પરંતુ બીજા દેશોનું જોઈજોઈને કેટલાક નાના અને અવિકસિત પછાત દેશો પણ આવા કાયદા કરવા લાગ્યા છે. જે દેશમાં અતિશય ગંદકી હોય, જેનું આરોગ્ય એકંદરે બહુ સારું ન હોય અને વધુ બગડશે એવું જોખમ પણ ન હોય એવા દેશો પણ બહારના નીરોગી પ્રવાસીના સ્વચ્છ ખાદ્ય પદાર્થોને હવે અટકાવવા લાગ્યા છે. દેખાદેખી અને પરસ્પર સમાન હક્કોની વૃત્તિનું આ વિસંવાદી પરિણામ છે. ઉત્તર અમેરિકાનો ખંડ નીચે એના નૈઋત્ય છેડે લેટિન અમેરિકાના ખંડ સાથે જમીનની એક સાંકડી પટ્ટીથી જોડાયેલો છે. એટલે કે ઉત્તર અમેરિકાના ઉત્તર છેડેથી દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા સુધી જમીનમાર્ગે સળંગ પહોંચી શકાય. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડો વચ્ચે વચ્ચે ઍટલાન્ટિક મહાસાગરનો જ એક ભાગ તે કેરિબિયન સમુદ્ર છે. આ બંને ખંડો પશ્ચિમ બાજુ જમીનથી જોડાયેલા છે. મધ્ય અમેરિકા તરીકે ઓળખાતા આ જોડાણવાળા જમીનના વિસ્તારમાં સાવ છેડે આવેલો તદ્દન સાંકડો પ્રદેશ તે પનામાં રાજ્ય છે. એની ઉત્તરે કોસ્ટારિકાનું અને દક્ષિણ કોલોંબિયા (Colombia-દક્ષિણ અમેરિકા)નું રાજ્ય આવેલું છે. - કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યારથી પનામા સ્પેનિશ લોકોનું સંસ્થાન બન્યું હતું. સમય જતાં કોલોંબિયાએ પનામા ઉપર વર્ચસ્વ જમાવી પોતાનામાં તેને ભેળવી દીધું હતું. પરંતુ ઈ.સ. ૧૯૦૩માં યુનાઇટેડ સ્ટેટ્સે પનામાને સ્વતંત્ર થવામાં મદદ કરી ત્યારથી તે સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. પનામા લગભગ ત્રીસ હજાર ચોરસ માઈલનો વિસ્તાર ધરાવે છે. એના આખા રાજ્યની કુલ વસતી આશરે પંદર લાખની (ભારતના દ્વિતીય કક્ષાના કોઈ એક મોટા શહેર કરતાં પણ ઓછી) છે. પનામાની વસતિ મિશ્ર પ્રકારની છે. ત્યાં લગભગ પાંચસો વર્ષમાં સ્પેન, ઇંગ્લેન્ડ, હોલેન્ડ વગેરે દેશોમાંથી આવીને વસેલા યુરોપિયનો છે, અમેરિકામાંથી આવીને વસેલા રેડ ઇન્ડિયન છે, ગુલામ હબસીઓના આધુનિક સ્વતંત્ર વારસદારો છે, કાળા-ગોરાના ર૭૪ ૯ પ્રવાસ-દર્શન Page #325 -------------------------------------------------------------------------- ________________ મિશ્રણવાળી વર્ણશંકર પ્રજા પણ છે અને સ્થાનિક આદિવાસીઓ પણ છે. પનામાં લાંબા સમય માટે સ્પેનનું સંસ્થાન રહ્યું હતું. એટલે એનો મુખ્ય ધર્મ રહ્યો છે રોમન કેથોલિક અને એની મુખ્ય ભાષા રહી છે સ્પેનિશ. પનામાનો કેટલોક પ્રદેશ ઠરી ગયેલા જ્વાળામુખીનો છે. એને લીધે એ બહુ ફળદ્રુપ છે. ત્યાં ખેતી સારી થાય છે. મોટા ભાગની પ્રજા ખેતીના વ્યવસાયમાં રોકાયેલી અને સુખી છે. કેળાં, શેરડી, કૉફી, કોકો વગેરેનો ઉત્તમ કક્ષાનો પુષ્કળ પાક ત્યાં થાય છે. તેની નિકાસ દ્વારા પનામાને ઘણી સારી આવક થાય છે. પનામા રાજ્યમાં વસેલા મુખ્ય શહેરને પનામાએ જુદું નામ નથી આપ્યું. એટલે તે “પનામા સિટી' તરીકે ઓળખાય છે. પનામાના કસ્ટમ્સમાંથી બહાર નીકળી અમે અમારો સામાન ઍરપૉર્ટમાં રાખવામાં આવેલા એક મોટા લોકરમાં મૂક્યો, કારણ કે અમારે આખો દિવસ ફરીને સાંજે ઍરપૉર્ટ પાછાં આવવાનું હતું. અમે ટેક્સીની તપાસ કરી. ઘણાખરા ટેક્સીવાળા હબસી હતા. તેઓ સ્પેનિશ બોલતા હતા. અમે ઇંગ્લિશ બોલવાવાળાની ટૅક્સી માટે આગ્રહ રાખ્યો. તેઓમાં વાત પ્રસરતાં ત્રણેક ટૅક્સીવાળા આવી પહોંચ્યા. એમાંના એકની સાથે આખો દિવસ બધે ફરવા માટે અમે ડૉલર ઠરાવ્યા. (પનામામાં એનું પોતાનું ચલણ બાલ્કોવા અને અમેરિકન ડૉલર બંને ચાલે છે.) એ નક્કી થતાં ટેક્સીવાળો તરત ઉતાવળ કરવા લાગ્યો. એને બીક હતી કે રખેને બીજો ટેક્સીવાળો ફાચર મારે. અમે કહ્યું, ‘પણ અમારી પાસે જે ટ્રાવેલર્સ ચેક છે તે ઍરપૉર્ટની બેંકમાં વટાવી લઈએ, કારણ કે તમને આપવા માટે અમારી પાસે રોકડા ડૉલર નથી.' એણે કહ્યું, “તેની ફિકર ન કરો. હું ટ્રાવેલર્સ ચેક સ્વીકારું સ્વચ્છ શ્વેત યુનિફોર્મ પહેરેલા એ જાડા ઠીંગણા હબસી ડ્રાઇવરની ટેક્સીમાં અમે બેઠાં. તે ઇંગ્લિશ સારું બોલતો હતો. તે હસમુખો, વિવેકી અને મળતાવડો હતો. ઉત્સાહથી બધું સમજાવતાં સમજાવતાં તે ટૅક્સી હંકારવા લાગ્યો. અમને તે સત્તાવીસ કિલોમીટર દૂર પનામા શહેરમાં લઈ ગયો. ત્યાં અમે થોડુંક ફય. એક રેસ્ટોરાંમાં ચા-પાણી લીધાં. ત્યાર પછી ટૅક્સીવાળો અમને એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી પનામાની સુપ્રસિદ્ધ નહેર જોવા લઈ ગયો. પનામામાં ઍટલાન્ટિક અને પેસિફિક મહાસાગર વચ્ચે ઓછામાં ઓછું અંતર એક સ્થળે સીધી લીટીએ લગભગ ૪૩ માઈલનું છે. એ વિસ્તારમાં પનામા - (દ. અમેરિકા) ૪૯ ૨૭૫ Page #326 -------------------------------------------------------------------------- ________________ પચાસ માઈલ લાંબી નહેર યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરફથી બાંધવામાં આવી છે. એમાં ઍટલાન્ટિક બાજુનું પ્રવેશદ્વાર તે ગાટુન લૉક્સ (Gatun Locks) છે અને પૅસિફિક બાજુનું પ્રવેશદ્વાર તે મિરાફલોર્સ લૉક્સ (Mirafloers Locks) છે. પનામા શહે૨ની પાસે મિરાફલોર્સ લૉક્સ છે અને તેની રચના જોવા જેવી છે, એટલે તે જોવા રોજ સવારથી સાંજ સુધીમાં હજારો પ્રવાસીઓની અવરજવર ત્યાં થતી હોય છે. ટિકિટ લઈ અમે મિરાફલોર્સ લૉક્સમાં દાખલ થતાં દુનિયાની એક વખતની અજાયબી તરીકે ગણાયેલી આ નહેર જોવા આશરે ત્રણેક હજાર પ્રવાસીઓ ત્યાં હતા. પ્રવાસીઓની અવરજવર સતત ચાલુ રહેતી, કેમ કે જેટલો રસ પડે તે પ્રમાણે લોકો રોકાતા. માઈક ઉપર થોડી થોડી વારે નહેર વિશે અને પસાર થતી સ્ટીમરો વિશે માહિતી અપાતી હતી. સૌને છાપેલી પત્રિકા પણ અપાતી હતી, જેમાં પનામાની નહે૨નો ટૂંકો ઈતિહાસ આપવામાં આવ્યો હતો. પનામાની નહેર બાંધવાનો પહેલો વિચાર અમેરિકનોને આવ્યો હતો એમ નહિ કહી શકાય. કોલંબસે અમેરિકાની શોધ કરી તે પછીનાં થોડાં જ વર્ષમાં, ઈ.સ. ૧૫૨૪માં સ્પેનના રાજા ચાર્લ્સ પાંચમાએ પનામાના પ્રદેશની નહેર બાંધવાની દૃષ્ટિએ મોજણી કરાવી હતી. પરંતુ એક યા બીજા કારણે નહેર બાંધવાનું ભારે કામ શરૂ થઈ શક્યું નહિ. એમ કરતાં ત્રણ સૈકા જેટલો સમય વીતી ગયો. ત્યાર પછી સુએઝની નહેર બાંધનાર ફ્રેન્ચ ઇજનેરોની ફ્રેન્ચ ચૅનલ કંપની એ ઈ.સ. ૧૮૮૦માં ૫નામાની નહેર બાંધવા માટે હક્ક મેળવ્યા. વીસ વર્ષ સુધી એ ઇજનેરોએ પણ માથાકૂટ કરી. પરંતુ પૈસે તેઓ પહોંચી શક્યા નહિ અને એ પ્રદેશમાં વારંવાર થતા પીળા તાવ (Yellow Fever)ના રોગચાળાને કારણે તેઓ થાકી ગયા. ઈ.સ. ૧૯૦૩માં પનામાને સ્વતંત્ર થવામાં પોતે મદદ કરી તે વખતે યુનાઇટેડ સ્ટેટ્સે પનામા પાસેથી નહેર બાંધવા માટેની જમીનનો વિસ્તાર ઘણી મોંઘી શરતો મંજૂર રાખીને માગી લીધો. એ કરારની મુખ્ય શરતો આ પ્રમાણે હતી : (૧) પનામાની સ્વતંત્રતા માટે યુનાઇટેડ સ્ટેટ્સે બાંયધરી આપવી. (૨) આ જમીનના હક્ક ભોગવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે પનામાને તરત એક કરોડ ડૉલર આપવા. (૩) નહેરનું બાંધકામ પૂરું થઈ જાય ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સે સો વર્ષ સુધી દર વર્ષે નહેરના ભાડાપેટે ઠરાવેલી વાર્ષિક ૨કમ પનામાને આપવી. ૨૭૬ * પ્રવાસ-દર્શન Page #327 -------------------------------------------------------------------------- ________________ (૪) ફ્રેન્ચ લોકો નહેર બાંધવાનો પોતાનો હક જતો કરીને તે યુનાઇટેડ સ્ટેટ્સને આપે એ માટે યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રેન્ચ કૅનાલ કંપનીને ચાર કરોડ ડૉલર ચૂકવવા. (૫) આ પ્રદેશમાં કેટલાક લોકોની પોતાની અંગત માલિકીની જગ્યા હતી. તે જગ્યા તેમની પાસેથી વેચાતી લઈ લેવા પેટે અમેરિકાએ આશરે પચાસ લાખ ડૉલર ખર્ચવા. (૩) કોલોંબિયા પનામાની બાબતમાં ફરી દખલગીરી ન કરે એ શરતે અમેરિકાએ કોલંબિયાને અઢી કરોડ ડૉલર ચૂકવવા. આટલી મોટી રકમ ચૂકવી અમેરિકાએ એ ડુંગરાળ વિસ્તારમાં નહે૨નું ખોદકામ શરૂ કર્યું, પરંતુ એક વિકટ ઇજનેરી સમસ્યા ઊભી થઈ. તે જો ઉકેલી ન શકાય તો પાણીની નહે૨ માટે અમેરિકાએ કરેલું ખર્ચ પાણીમાં પડી જાય. પરંતુ અમેરિકાએ દુનિયાના બુદ્ધિશાળી ઇજનેરોને કામે લગાડીને છેવટે એ સમસ્યા ઉકેલી. એટલા માટે તો દુનિયાની અજાયબીઓમાં પનામાની કૅનાલની ગણના થવા લાગી. શી હતી એ ઇજનેરી સમસ્યા ? સામાન્ય રીતે બે સમુદ્રની સપાટીમાં ભરતીઓટ પ્રમાણે પાંચ-દસ ફૂટનો થોડો ફરક પડે. પરંતુ ઍટલાન્ટિક અને પૅસિફિક એ બે મહાસાગરો વચ્ચે સપાટીનો તફાવત લગભ ૮૫ ફૂટ જેટલો જણાયો. હવે જો આ બે મહાસાગરો વચ્ચે સળંગ સાદી નહેર કરવામાં આવે તો ઊંચી સપાટીએ આવેલ પૅસિફિક મહાસાગરનાં પાણી ધોધની જેમ ઍટલાન્ટિક મહાસાગરમાં ધસ્યા કરે. એમ થાય તો જહાજોની અવરજવરના હેતુ માટે આ નહેર બાંધવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે નિરર્થક નીવડે, કેમ કે એક યા બીજી બાજુથી કોઈ પણ જહાજ સલામત રીતે પસાર થઈ શકે નહિ. અમેરિકાએ આ નહે૨ ક૨વાનું માથે લીધું ત્યારે એને ખબર નહોતી કે આવી એક વિકટ સમસ્યા આવીને ઊભી રહેશે. પરંતુ ઇજનેરોએ નહેરના બંને છેડે પાણીને જુદા જુદા હોજમાં બાંધી લઈને એટલે Locks કરીને, જહાજોને એક સપાટીએથી બીજી સપાટીએ લઈ જવાની વ્યવસ્થા કરી. વળી એ માટે ઊંચી સપાટીએ આવેલી ચાગ્રેસ નદી પર બંધ બાંધી ત્યાં ગાઢુન નામનું વિશાળ સરોવર તૈયાર કર્યું અને નહેરની સપાટીની વધઘટ માટે એ સરોવરના પાણીનો ઉપયોગ કર્યો. આ નહેર બાંધવા પાછળ ઈ.સ. ૧૯૦૩ થી ઈ.સ. ૧૯૧૩ સુધીનો એટલે કે લગભગ અગિયાર વર્ષનો સમય અમેરિકાને લાગ્યો. તે દરમિયાન પંચાવન હજાર મજૂરો તો પીળા તાવમાં મૃત્યુ પામ્યા. નહેર પાછળ અમેરિકાએ પનામા - (દ. અમેરિકા) * ૨૭૭ Page #328 -------------------------------------------------------------------------- ________________ બધું મળીને લગભગ ત્રણ અબજ ડૉલરનું ખર્ચ કર્યું. આ એક ઘણું મોટું, માત્ર અમેરિકને જ પરવડે એવું, આર્થિક સાહસ હતું. અમેરિકા ત્યારે પણ કેટલો ધનાઢ્ય દેશ હતો તેનો ખ્યાલ પનામાની નહેર પાછળ એણે કરેલા ખર્ચ પરથી કરી શકાય છે. નહેર જોવા અમે ગયાં ત્યારે મિરાફલોર્સમાં જાણે મેળો ભરાયો હતો. નહેરમાં અડોઅડ બનાવેલા ત્રણ હોજની તદ્દન નજીક આપણને જવા દેવામાં આવે છે. અમે ત્યાં સુધી પહોંચ્યાં. દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાંથી એક જહાજ આવ્યું. એ જહાજને મહાસાગરની સપાટીથી એકત્રીસ ફૂટ ઊંચે નહેરના એ છેડે ગાર્ન લૉક્સમાં લાવવામાં આવ્યું હતું. હવે મિરાફલોર્સમાં એને એની પાણીની સપાટીવાળા હોજમાં દાખલ કરાયું. તે દાખલ થઈ ગયા પછી તોજનો જાડો લોખંડી દરવાજો બંધ થઈ ગયો. હોજમાં યંત્ર વડે તરત પાણી ઉમેરવામાં આવ્યું. જેમ જેમ પાણી વધતું ગયું તેમ તેમ તેમાં તરતું જહાજ ઊંચે આવતું ગયું. હોજમાં આઠ મિનિટમાં સત્તાવીશ ફૂટ જેટલી સપાટી ઊંચી થાય એટલું, લગભગ એંસી લાખ ગેલન જેટલું પાણી ઉમેરાયું. હોજમાં નીચે દેખાતી સ્ટીમરમાં બેઠેલા જે પ્રવાસીઓને જોવા માટે અમારે મોટું નીચું કરવું પડતું હતું તે પ્રવાસીઓને અમે હવે સીધું મોઢું રાખીને જોઈ શકવા લાગ્યાં. પહેલા અને બીજા હોજની પાણીની સપાટી હવે સરખી થઈ ગઈ. ત્યાર પછી એ બેની વચ્ચેનો લોખંડનો દરવાજો યંત્ર વડે ખૂલી ગયો. સ્ટીમરને કપ્તાને બીજા નંબરના હોજમાં ધીમે ધીમે હંકારી લીધી. લોકોના ટોળા સાથે અમે પણ એ હોજ પાસે ખસ્યા. હોજનો એ દરવાજો બંધ થયો. પહેલા નંબરના હોજમાં ઉમેરાયેલું સત્તાવીસ ફૂટ જેટલું પાણી પાછું ઓછું થઈ ગયું. એ પાણી હવે બીજા નંબરના હોજમાં ભરાઈ ગયું. પરિણામે બીજા નંબરના હોજમાં પાણીની સપાટી હવે ચોપન ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ. એ પ્રમાણે સ્ટીમર પણ કુલ ચોપન ફૂટ ઊંચી થઈ ગઈ. અંદર ઊભેલા પ્રવાસીઓને અમે હવે ઊંચું મોઢું કરીને જોવા લાગ્યા. બીજા હોજની પાણીની સપાટી હવે ત્રીજા હજની સપાટી જેટલી થઈ ગઈ. એ બેની વચ્ચેનો દરવાજો ખૂલતાં સ્ટીમર સરખી સપાટીવાળા ત્રીજા હોજમાં દાખલ થઈ. દરવાજો બંધ થયો. આ ત્રીજા-હોજની પાણીની સપાટી પૅસિફિક મહાસાગરનાં પાણીની સપાટી જેટલી હતી. એનો છેલ્લો દરવાજો ખૂલતાં સ્ટીમર નહેરમાં સડસડાટ ચાલવા લાગી અને થોડું અંતર પાર કરી પેસિફિક મહાસાગરમાં દાખલ થઈ ગઈ. ૨૭૮ * પ્રવાસ-દર્શન Page #329 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ હજમાં પાણીની વધઘટ કરવાનું કામ યંત્રરચના વડે દિવસરાત નિયમિતપણે ચાલ્યા કરે છે. રોજની લગભગ ચાલીસ (બાર મહિને લગભગ સાડાબાર હજાર) સ્ટીમરોની અવરજવર આ નહેરમાં થાય છે. નહેર પસાર કરવા માટે બંને મહાસાગરમાં સ્ટીમરોને નહેર પાસે આવીને લાઇનમાં ઊભા રહેવું પડે છે. એક મહાસાગરમાંથી નહેર દ્વારા બીજામાં પહોંચતાં આઠથી સોળ કલાક લાગે છે, પરંતુ એથી દક્ષિણ અમેરિકાને છેડે આવેલા કેપ હોર્નના તોફાની અને જોખમી સમુદ્રનું આઠ હજાર માઈલનું ચક્કર બચી જાય છે. મિરાફલોર્સના હોજ એકસો દસ ફૂટ પહોળા અને હજાર ફૂટ લાંબા છે. એની અંદર સમાઈ શકે એટલી મોટી સ્ટીમર પનામાની નહેરમાંથી પસાર થઈ શકે. સિત્તેર વર્ષ પહેલાં જ્યારે આ હોજ બાંધવામાં આવ્યા ત્યારે તે પહેલેથી એટલા બધા લાંબા અને પહોળા રાખવામાં આવ્યા હતા કે હજુ પણ મોટામાં મોટી સ્ટીમરો તેમાંથી પસાર થઈ શકે છે. દુનિયાની મોટામાં મોટી સ્ટીમરોમાં અત્યારે જેની ગણના થાય છે તે ક્વીન એલિઝાબેથ-ટુ' નામની આધુનિક જબરદસ્ત મોટી સ્ટીમર (જે ૧૦૫ ફૂટ પહોળી અને ૯૬૩ ફૂટ લાંબી છે) પણ પનામાની નહેરમાંથી પસાર થઈ ગઈ છે. નહેરનો માત્ર એક વખત ઉપયોગ કરવા માટે એણે ૬૮૫૦૦ ડૉલરનું ભાડું ચૂકવ્યું હતું. સ્ટીમરનું કેટલા ટન વજન છે તે પ્રમાણે ભાડું નક્કી થાય છે. એક સ્ટીમરનું સરેરાશ ભાડું પંદર હજાર ડૉલર છે. પનામાની નહેરમાંથી એક વખત પસાર થવા માટેનું વધુમાં વધુ ભાડું ‘એલિઝાબેથ - ટુએ ચૂકવ્યું છે. અને ઓછામાં ઓછું ભાડું કેટલું ચૂકવાયું હશે ? માત્ર છત્રીસ સેન્ટ એટલે કે પૂરો એક ડૉલર પણ નહિ. કોઈ સ્ટીમરનું આટલું ઓછું ભાડું તો હોઈ જ ન શકે. પરંતુ આ ભાડુ ચૂકવ્યું હતું રિચાર્ડ હેલિબર્ટન નામના એક સાહસિકે ઈ.સ. ૧૯૨૮માં. ઍટલાન્ટિક મહાસાગરમાંથી પનામાની નહેરમાં તરતાં તરતાં તે પૅસિફિક મહાસાગરમાં દાખલ થયો હતો. તેને માટે પણ એક હોજમાંથી બીજા હોજમાં પાણીની વધઘટ કરવામાં આવી હતી. એનું ત્યારે અદ્વિતીય ગણાતું સાહસ જોવા માટે હજારો માણસો એકત્ર થયા હતા. પનામાની નહેરમાં સ્ટીમરોની અવરજવર જોઈ અમે શહેરમાં પાછા ફર્યા. બજારમાં થોડુંક ફર્યા. એક દુકાનમાં બહારથી દેખાય એમ ગાંધીજીનો મોટો ફોટો લટકાવેલો હતો. એ જોતાં જ અમને થયું કે કદાચ કોઈ ભારતીય વેપારીની દુકાન હશે. અનુમાન સાચું પડ્યું. સૌરાષ્ટ્રના એક વૃદ્ધ ગુજરાતી વેપારીની એ દુકાન હતી. અમે એમની સાથે ગુજરાતી ભાષામાં વાત કરી પનામા - (દ. અમેરિકા) * ૨૭૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ એનો અમને અને એ વેપારીને બહુ આનંદ થયો. ઘણાં વર્ષોથી તેઓ પનામાં જઈને વસેલા છે. સંજોગોવશાત્ તેઓ ક્યારેય ભારત પાછા આવી શક્યા નથી, પરંતુ ભારત તેમને વારંવાર યાદ આવ્યા કરે છે. એમણે અમારે માટે ઠંડું પીણું મંગાવ્યું અને પનામામાં ક્યાં ક્યાં ફરવા જેવું છે તે સમજાવ્યું. પનામામાં નેશનલ થિયેટર, સ્ટેડિયમ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, ચર્ચ, સિનેગોગ વગેરે સ્થળોએ ફરીને અમે પાછા ફર્યા. અમારી ફલાઇટ તો મધરાત પછી હતી એટલે કોઈ ઉતાવળ નહોતી. અમારો ટૅક્સી-ડ્રાઇવર પણ સારો હતો. એણે અમને નિરાંતે બધે ફેરવ્યાં. - સાંજે સાતેક વાગે અમે ઍરપોર્ટ ઉપર આવી પહોંચ્યાં. જેવી ટૅક્સી ઊભી રહી કે તરત બીજા ટૅક્સી-ડ્રાઇવરે આવીને અમારા ટૅક્સી-ડ્રાઇવરને સ્પેનિશમાં કંઈક કહ્યું. વાતચીત પરથી એમ સમજાવ્યું કે બીજા કોઈ ઘરાક તૈયાર છે અને એમને અંગ્રેજી બોલનાર ટેક્સી-ડ્રાઇવર જોઈએ છે. પોતે જો એ ઘરાકની સાથે ઝટ નક્કી નહિ કરી લે તો બીજો કોઈ ટૅક્સી-ડ્રાઇવર તેમને લઈ જશે. એટલે એણે અમે જેવાં ટૅક્સીમાંથી ઊતર્યો કે તરત બીજા ઘરાક સાથે ઝટપટ ઠરાવીને ટૅક્સીમાં બેસાડી દીધાં, એણે અમારી સાથે હવે પૈસાની ઉતાવળ કરવા માંડી. એના અવાજમાંથી હવે વિનય અદૃશ્ય થઈ ગયો હતો. અમે ટ્રાવેલર્સ ચેક આપ્યો. એણે લેવાની ના પાડી. કહ્યું, “અત્યારે હવે ઍરપૉર્ટની બેંક બંધ થઈ ગઈ. હું એના રોકડા કરાવવા ક્યાં જાઉં ?' - જે એનો પ્રશ્ન હતો તે અમારો પણ પ્રશ્ન હતો. એણે ટ્રાવેલર્સ ચેક લેવાનું સવારે કબૂલ રાખ્યું હતું તે અમે યાદ કરાવ્યું, એટલે એ મૂંઝાયો. પરંતુ નવા ઘરાકને મોડું થતું હતું એટલે એનો મિજાજ બદલાયો. સવારે અમે તો શરત કરી જ હતી, છતાં હવે અમારે બીજો કંઈક રસ્તો શોધવો રહ્યો. હું દોડ્યો એરપોર્ટની જુદી જુદી દુકાનોમાં. છેવટે એક દુકાનદારે કંઈક ખરીદવાની અને ઘણો ઓછો ભાવ આપવાની શરતે ટ્રાવેલર્સ ચેક લેવાની હા પાડી. અમારે તો છૂટકો જ નહોતો. થોડી ચોકલેટ લીધી. ચેક વટાવીને એસ્કેલેટર ઉપર હું નીચે ઊતરતો હતો. મને જોઈને ટૅક્સી-ડ્રાઇવર તરત મારી પાસે દોડતો આવી પહોંચ્યો. મેં એના ડૉલર ચૂકવ્યા. લઈને એ તરત ભાગ્યો. પરંતુ ત્યાર પછી એરપૉર્ટમાં નવા ઘરાક માટે આંટા મારતો તે દેખાયો. અમે પૂછ્યું તો કહ્યું કે ટૅક્સીમાં બેસાડેલા એના ઘરાક બીજા કોઈકની ટૅક્સીમાં ચાલ્યા ગયા હતા. એરપોર્ટમાં અમે લગભગ ઘણાં વહેલાં આવી પહોંચ્યાં હતાં. અમારે માત્ર સમય પસાર કરવાનો રહ્યો હતો. અમે ઍરપૉર્ટમાં પહેલે અને બીજે ૨૮૦ ૪ પ્રવાસ-દર્શન Page #331 -------------------------------------------------------------------------- ________________ માળે આવેલી, નવીન ચીજ વસ્તુઓથી સુસજ્જ જુદી જુદી દુકાનોમાં ચક્કર લગાવ્યા. પ્રવાસીઓ ઓછા હતા એટલે દુકાનોમાં ગિરદી નહોતી. નવી નવી ચીજ-વસ્તુઓ જોવાની અનુકૂળતા હતી. બિચારા દુકાનદારો અમે સાચા ઘરાક છીએ એમ સમજીને હોંશે હોંશે બધું બતાવતા. પણ પછીથી તો અમે દુકાનમાં પ્રવેશતાં જ સ્પષ્ટતા કરી દેતાં કે “ક્ષમા કરજો, માત્ર નજર કરવા અમે આવ્યા છીએ, ખરીદવા નહિ.' એવામાં ઍરપૉર્ટમાં પ્રવેશદ્વારમાં ઢોલનગારાં અને પિપૂડીઓનો અવાજ આવ્યો. એરપોર્ટમાં વળી આ અવાજ ક્યાંથી ? અમે નીચે જઈ જોયું તો એક વરઘોડો ઍરપૉર્ટના મકાનમાં દાખલ થઈ રહ્યો હતો. એમાં કેટલાક હબસીઓ હતા; કેટલાક જંગલી કાળા આદિવાસી જેવા લાગતા હતા; ગોરા અને કાળાની વર્ણસંકર પ્રજા જેવા ઘેરા ભૂરિયા જેવા પણ કેટલાક હતા. શાનો આ વરઘોડો છે એ સમજતાં થોડી વાર લાગી, કેમ કે ઇંગ્લિશ તો કોઈ બોલે નહિ. થોડી વારે સમજ પડી કે પાસેના એક ગામની આદિવાસી કોમનો એક યુવક લગ્ન માટે જમાઈકા ટાપુ જઈ રહ્યો છે અને તેને વળાવવા માટે આખું ગામ આવ્યું છે. જેમ જેમ ટોળાનાં માણસો અંદર દાખલ થતાં ગયાં તેમ તેમ તેમાંનાં કેટલાંક યુવક-યુવતીઓએ લોકનૃત્ય ચાલુ કર્યું. આ આદિવાસીનું નૃત્ય પણ જોવા જેવું હતું. એમનાં ગામઠી નગારાં-પિપૂડી વાગતાં જાય અને લોકો નાચતાં જાય. લગભગ એક કલાક ઉપર એ નૃત્ય ચાલ્યું. નૃત્ય કરનારાંમાંનાં ઘણાંને મોઢે સફેદ અને લાલ રંગ લગાડીને સુશોભન કર્યું હતું. કેટલાક શરાબનાં તાનમાં હોય તેવું પણ જણાયું. આ દૃશ્ય જોવા માટે બીજા કેટલાક પ્રવાસીઓ પણ વર્તુળાકારે આસપાસ ઊભા રહી ગયા અને આદિવાસીઓના સંગીતમાં તાળીઓ વડે સાથે પુરાવવા લાગ્યા. અમે પણ તેમના કહેવાથી તાળીઓનો તાલ પુરાવ્યો. સમય થયો એટલે જમાઈકાની ફલાઇટનું એનાઉન્સમેન્ટ થયું અને જમાઈકાનો જમાઈ એના બે-ત્રણ વડીલો અને મિત્રો સાથે કસ્ટમ્સમાં દાખલ થયો. ધીમે ધીમે ટોળું વિખરાયું અને જે ત્રણ બસમાં બેસીને તેઓ બધાં આવ્યાં હતાં તેમાં તેઓ પાછા ફર્યા. એરપોર્ટમાં પાછી શાંતિ પ્રસરી ગઈ. સમય પસાર કરવાની અમારી સમસ્યા સહજ રીતે ઊકલી ગઈ. આદિવાસીઓની જાન પણ હવે જેટ વિમાનોમાં જવા લાગી છે એટલો દુનિયાનો ઉત્કર્ષ જોઈને અમને હર્ષ થયો. અમારી ફલાઇટની જાહેરાત થતાં અમે પણ લોકરમાંથી સામાન લઈ કસ્ટમ્સમાં દાખલ થયાં અને એનો વિધિ પતાવી રિઓ-ડિ-જાનેરો જવા વિમાનમાં બેઠાં. (પાસપોર્ટની પાંખે-૧) પનામા - (દ. ગરિકા) ૪ ૨૮૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૭ બૉગોટાનો અનુભવ (કોલોમ્બિયા-દ અ.) લેટિન (દક્ષિણ) અમેરિકામાં લોકોની આર્થિક સ્થિતિ યુરોપ કે ઉત્તર અમેરિકાના લોકો જેવી સારી નથી. ગોરી પ્રજા આર્થિક દૃષ્ટિએ પછાત હોય તો તે દક્ષિણ અમેરિકાની છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાં ગોરી પ્રજા પૈસેટકે ઠીક ઠીક સુખી છે. કોઈ પણ પ્રજા પૈસાની ભીડમાં આવતી હોય તો તેનામાં કેટલાક દુર્ગુણો સહજ રીતે આવે છે. ચોરી, લૂંટ, છેતરપિંડી, સ્વાર્થી મનોવૃત્તિ, આપેલું વચન ન પાળવું, ખોટી ખુશામત કરવી, નાની વાતમાં તકરાર, વેપારધંધામાં તીવ્ર રસાકસી, શ્રીમંતોની ઈર્ષ્યા વગેરે લક્ષણો એ લોકોમાં તરત નજરે પડે છે. ગોરી પ્રજાના સંપર્કમાં આપણે આવ્યા ત્યારથી તેઓ જીવન અને રહેણીકરણીમાં આપણાં કરતાં ચઢિયાતા છે એમ જોવાને આપણે ટેવાયેલા છીએ. યુરોપ અને અમેરિકાની ગોરી પ્રજાને જોતાં આપણી એ છાપ દઢ રહે છે, પરંતુ લેટિન અમેરિકાનાં ગામડાંઓમાં ફરીએ તો નિર્ધન ગોરાં લોકોનું એક જુદું જ ચિત્ર જોવા મળે છે. ન્યૂયોર્કમાં અમને ચેતવવામાં આવ્યાં હતાં કે લેટિન અમેરિકામાં જઈએ ત્યારે અમારે અમારી પાસે બહુ જોખમ રાખવું નહિ. બસમાં કે રસ્તામાં જતાંઆવતાં પાકીટ સંભાળવું; રસ્તામાં બધાંના દેખતાં ખિસ્સામાંથી પાકીટ કાઢવુંમૂકવું નહિ; એરપોર્ટ અને બીજે સ્થળે સામાન સાચવો; સામાનને બરાબર તાળું મારવું. અલબત્ત, ભારતીય પ્રવાસીઓ માટે આ બધી સૂચનાઓ નવી ૨૮૨ ૯ પ્રવાસ-દર્શન Page #333 -------------------------------------------------------------------------- ________________ નથી. આપણે ભારતમાં આ બધી વાતોથી સામાન્ય રીતે ટેવાયેલા હોઈએ છીએ, પરંતુ યુરોપ-અમેરિકાના લોકો માટે તે સૂચનાઓ અગત્યની છે. બોનોઝ આઇરિસથી સાનતિયાગો, લા પાઝ, લિમા અને ત્યાંથી બૉગોટા થઈને માયામી પહોંચવાનો અમારો કાર્યક્રમ હતો. પરંતુ બોનોઝ આઇરિસમાં રહેતા અમારા એક અમેરિકન મિત્ર મિ. મોલિનારીએ પૂછ્યું : ‘તમે બૉગોટા જવાના છો ?' ‘હા, કેમ ?” તો ત્યાં બહુ સાચવજો. ચોર શહેર છે. હું બે વખત ગયો હતો. એક વખત ટૅક્સીમાંથી મારી બૅગ ઉપડી ગઈ હતી. બીજી વખત હોટેલના રૂમમાંથી મારો કેમેરો ચોરાઈ ગયો હતો. ત્યાં ટૅક્સીવાળા પણ ચોર છે. અજાણ્યા વિદેશીઓને તેઓ ફસાવે છે.” આવી વાત સાંભળી એટલે અમારા મનમાં ફાળ પડી. લેટિન અમેરિકાના કોલમ્બિયા (Colombia) ના પાટનગર બૉગોટા અમે પહેલી જ વાર જવાનાં હતાં. અજાણ્યો દેશ હતો. ત્યાંની ભાષા અમને આવડે નહિ અને ઇંગ્લિશ ત્યાં કોઈ જાણે નહિ. એવા શહેરમાં આપણો સામાન ચોરાઈ જાય તો આપણે અચાનક મુશ્કેલીમાં મુકાઈ જઈએ. પોલીસમાં ફરિયાદ કરી શકાય, પરંતુ તેનો નિકાલ કેવો અને કેટલા દિવસે થાય તે નક્કી ન હોય અને તેટલા દિવસ આપણે ત્યાં રોકાવાનું ન હોય. સંભાળ રાખવાને તો આપણે ભારતીય લોકો સહજ રીતે ટેવાયેલા હોઈએ, પરંતુ કોઈ સ્થળે જતાં પહેલાં કોઈ આપણને ચેતવે તો આપણા મનમાં તે વિશે જાતજાતના તર્કવિતર્ક થવા લાગે. મેં મારાં પત્નીને કહ્યું, “આ બધાં શહેરોમાં બૉગોટામાં આપણે બહુ સાચવવું પડશે.” હા, પણ એ ભાઈએ કહ્યું ત્યારથી કોણ જાણે કેમ બૉગોટા જવા માટે મારું મન ઊઠી ગયું છે.” “તો પછી શું કરશે ? આપણી ટિકિટ તો બૉગોટા થઈને માયામી જવાની છે.' એરકંપનીને કહીને આપણે બૉગોટા કૅન્સલ ન કરાવી શકીએ ?' કરાવી શકીએ. મને પણ એમ જ લાગે છે.' મેં કહ્યું, “વિદેશમાં અસ્વસ્થ મનથી કોઈ શહેરમાં જવું એના કરતાં એ શહેર છોડી દેવું એ જ ઉત્તમ રસ્તો છે.” અમે તરત સીધા ઍકંપનીની ઓફિસમાં પહોંચી ગયાં અને લિમાથી બૉગોટા જવાની ફલાઈટ કેન્સલ કરાવી. એને લીધે લા પાઝ જવાનું પણ બૉગોટાનો અનુભવ - ૨૮૩ Page #334 -------------------------------------------------------------------------- ________________ માંડી વાળવું પડ્યું, કારણ કે ત્યાં થઈને જવા માટે બીજી કોઈ અનુકૂળ ફલાઇટ ન હતી. લિમાથી સીધા ઉત્તર અમેરિકામાં માયામી જવા માટેની ફલાઇટ અમે કન્ફર્મ કરાવી લીધી. બોનોઝ આઇરિસ, લાપ્લાટા વગેરે આર્જેન્ટિનાનાં શહેરોમાં કેટલાક દિવસ ફરીને અમે બોનોઝ આઇરિસ છોડ્યું. ચિલીના પાટનગર સાનતિયાગો જઈને ત્યાંથી તરત એરો પેરુની ફલાઇટમાં બપોરે ત્રણ વાગે અમે લિમાં પહોંચ્યાં. એ ફ્લાઇટ અગાઉનાં એરપોર્ટથી મોડી થવાને કારણે તેને મુસાફરો બહુ મળ્યા ન હતા. લિમાના ઍરપૉર્ટ ઉપર અમે ફક્ત સાતેક મુસાફરો ઊતરનાર હતાં. અમે ઊતર્યા. કસ્ટમ્સની વિધિમાંથી પસાર થતાં ઓછા પ્રવાસીઓને કારણે બહુ વાર નહીં લાગે, એ વાતની અમને રાહત હતી. વળી સાંજ પડતાં પહેલાં હોટેલમાં નિરાંતે પહોંચી જવાશે અને એક-બે કલાક બહાર ફરવાનો સમય મળશે એ વાતનો અમને આનંદ પણ હતો. ઘડીકમાં બધો સામાન પણ આવી પહોંચ્યો. સૌએ પોતપોતાનો સામાન ઓળખીને લઈ લીધો. અમારા સામાનમાંથી બે બૅગ આવી ગઈ, પરંતુ મારાં પત્નીની બૅગ હજુ આવી ન હતી. તપાસ કરી તો કહેવામાં આવ્યું કે વિમાનમાંથી આટલો જ સામાન ઊતર્યો છે. અમે ચિંતામાં પડ્યાં. ફરજ પરના ઍરો પેરુના ઑફિસરને ફરિયાદ કરી. વિમાન હજુ ઊભું હતું, એટલે એ જાતે વિમાનમાં તપાસ કરવા ગયો. દરમિયાન જે બીજા પાંચેક મુસાફરો ઊતર્યા હતા તે સહુ ચાલ્યા ગયા હતા અને તરત બીજી ફલાઇટ ન હતી એટલે ફરજ પરના કસ્ટમ અધિકારીઓ પણ ચાલ્યા ગયા. અમારો સામાન તપાસવા માટે ફક્ત એક અધિકારીને રોકવામાં આવ્યો. પછી તો એ પણ ઊંચોનીચો થવા લાગ્યો. “મારી ડ્યૂટી પૂરી થાય છે” એમ કહીને થોડી વારે એ પણ ચાલ્યો ગયો. ચોકીદારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનો દરવાજો બંધ કરી દીધો અને તાળું મારીને ચાલ્યો ગયો. કસ્ટમ્સ વિભાગમાં હવે માત્ર અમે બંને બેઠાં હતાં, જાણે મોટી જેલમાં અમને ન પૂરવામાં આવ્યાં હોય ! ઍરો પેરુના ઑફિસર વિમાનમાં તપાસ કરીને કેટલીક વાર આવ્યો. એણે કહ્યું, “વિમાનમાં તમારી બૅગ નથી. એથી નક્કી થાય છે કે તમારી બૅગ વિમાનમાં ચડી જ નથી.' મેં પૂછ્યું, “તો પછી અમારે શું કરવું ?' ૨૮૪ આ પ્રવાસ-દર્શન Page #335 -------------------------------------------------------------------------- ________________ ‘તમારી હોટેલનું નામ આપો. બીજી ફલાઇટમાં બૅગ આવી પહોંચશે એટલે અમે તમને જણાવશું.' એ તો ખરું, પરંતુ અમારાં કપડાંની બૅગ આવી નથી. વળી અમારે કેટલીક ચીજવસ્તુઓ તરત ખરીદવી પડશે, એટલે તમારે ઓવરનાઇટ એલાયન્સ આપવું જોઈએ. બૅગ મળતાં કેટલા દિવસ લાગશે, તે કોણ ચોક્કસ કહી શકે ?” પહેલાં તો એણે ઇન્કાર કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રિય વિમાનસેવાના કાયદા પ્રમાણે એરકંપની આવું ભથ્થુ આપવા બંધાયેલી છે તેના પર મેં વારંવાર ભાર મૂક્યો. એટલે તે નિયમ મુજબ પચાસ ડૉલર આપવા સંમત થયો. પરંતુ તે પહેલાં અમારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનું હતું, અને અમારો સામાન તપાસનાર કોઈ અધિકારી ત્યાં હાજર ન હતો. એ ન આવે ત્યાં સુધી દરવાજો ખૂલે નહીં અને અમે બહાર જઈ શકીએ નહીં. ઍરો પેરનો ઑફિસર કસ્ટમ્સના એક અધિકારીને કેટલીક વારે શોધી લાવ્યો. અમારો સામાન તપાસાયો, પરંતુ બહાર નીકળવામાં વાર લાગી, કારણ કે દરવાજાને તાળું મારીને ચાલ્યો ગયેલો ચોકીદાર જડતો ન હતો. કસ્ટમ્સ ઑફિસર ગયો અને થોડી વારે તેને શોધી લાવ્યો. દરવાજો ખૂલ્યો અને અમે બહાર નીકળ્યાં. સામાન સાથે અમે ઍરો પેરુના ઑફિસર સાથે ઍરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. અમારી બૅગ મળી નથી. તે માટેનાં, કાગળિયાં તૈયાર કરવાનાં હતાં. કાઉન્ટર સામે લૉન્જમાં અમને બેસાડી આફિસર પોતાની ઑફિસમાં અંદર ગયો. વિમાનમાંથી ઊતર્યાને અઢી કલાક વીતી ગયા હતા અને કાગળિયાંનો આ વિધિ કરવામાં બીજો એક કલાક વીતી ગયો. રાત તો ક્યારની પડી ગઈ હતી. અમે એ બધા કાગળો ઉપર સહી કરતાં હતાં ત્યાં એક માણસ દોડતો આવ્યો. તે બેગેજ સેકશનમાંથી આવ્યો હતો. તેણે કહ્યું, “એરો પેરુની ફલાઇટની એક બૅગ સામાનમાં પડી રહી છે. અમને થયું કે, કદાચ અમારી જ બૅગ હશે. અમે પૂછ્યું, “કેવા રંગની બૅગ છે ?' “લીલા રંગની.' તેણે કહ્યું અને પોતાના બે હાથ વડે તેની સાઇઝ બતાવી. “નક્કી એ અમારી જ બૅગ હોવી જોઈએ.' અમે એરો પેરુના ઑફિસરને કહ્યું. એને પણ એમ જ લાગ્યું. તેની તપાસ કરવા માટે અમારો કસ્ટમ્સમાંથી પસાર થયેલો સામાન એરો પેરુના કાઉન્ટરમાં અંદર મૂકી ઑફિસરની સાથે અમે બૅગેજ સેક્શનમાં ગયાં. ત્યાં ઘણી બૅગો પડેલી હતી. ફરજ પર ઊભેલા બૉગોટાનો અનુભવ * ૨૮૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ માણસે જે બૅગ બતાવી તેને રંગ, સાઇઝ અને તાળા ઉપરથી. અમે તરત ઓળખી લીધી. ઑફિસરે અમારા બેગેજ ટેગના નંબર સાથે તે મેળવી લીધી. - પેલા માણસે કહ્યું, “કન્વેયર બેલ્ટ ઉપર આડી થઈ જવાને લીધે આ બૅગ કસ્ટમ્સ વિભાગમાં પહોંચી નહીં, પરંતુ નીચે પડી ગઈ હતી.” બૅગ મળી ગઈ એથી અમને આનંદ થયો. ભલે મોડું થયું, પરંતુ અમારી ચિંતા ટળી. હવે પ્રશ્ન આ બૅગને કસ્ટમ્સમાંથી બહાર કાઢવાનો હતો. અમે એક વખત તો કસ્ટમ્સમાંથી બહાર નીકળી ગયાં હતાં, અને અમારા પાસપોર્ટમાં સિક્કા પડી ગયા હતા. એટલે કસ્ટમ્સના પાછલા દરવાજેથી અમે કસ્ટમ્સમાં ફરી દાખલ થયાં. એરો પેરુનો ઑફિસર દરેક કાઉન્ટર ઉપર અમારી વાત કહેતો ગયો અને અમે એમ જલદી નીકળતાં ગયાં. સામાન તપાસનાર ઑફિસરે અમારી બૅગ ખોલાવી નહિ અને ઉપર તપાસ્યાની નિશાની તરત કરી આપી. ડિમાના કસ્ટમ્સમાંથી અમે આ રીતે બે વાર પસાર થયાં. બહાર આવીને અમે પાછા એરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. જે બધાં કાગળિયાં તૈયાર કર્યા હતાં તેનો હવે કંઈ અર્થ ન હતો એટલે તે ફાડી નાંખ્યાં. ઍરો પેરુના ઑફિસરે બધી તકલીફ લીધી તે માટે તેનો અમે આભાર માન્યો. પછી એરો પેરુના ઑફિસરને મેં કહ્યું, “આ બૅગ ત્રણ કલાકથી બૅગેજ સેકશનમાં પડી રહી હતી તો તમે તે વખતે ત્યાં પણ તપાસ કરી હોત અથવા બેગેજ સેકશનમાં ફરજ પરના માણસે તે જ વખતે તમને જાણ કરી હોત તો અમારા ત્રણ-ચાર કલાક બગડત નહીં. અને તમને આ બધી તકલીફ પડત નહિ. આટલી બધી બેદરકારી ભાગ્યે જ કોઈ એરપોર્ટ ઉપર જોવા મળે છે.” હું ઑફિસરને કહેતો હતો તેવામાં મારાં પત્નીની નજર બૅગ ઉપર ગઈ. તરત તેણે કહ્યું, “અમારી બૅગ ઉપર એક બાજુ આ મોટો કાપો શેનો પડ્યો છે ?' ઑફિસરે કહ્યું, “કદાચ કન્વેયર બેલ્ટ ઉપર ચઢતાં બૅગ બીજી કોઈ બૅગ સાથે ઘસાઈ હશે.” પરંતુ તેનો કાપો આવી રીતે ન પડે, એથી અમને વહેમ પડ્યો. બૅગનું તાળું ખોલીને અંદર જોયું તો કપડાં અને વસ્તુઓ અસ્તવ્યસ્ત હતાં. એથી થયું કે તાળું ખોલ્યા વગર બાજુમાંથી તીક્ષ્ણ હથિયાર વડે બૅગનું ઢાકણું ઊંચું કરીને કોઈકે કશું કાઢવાનો પ્રયત્ન કર્યો લાગે છે. બધી વસ્તુઓ તપાસી જોઈ તો તેમાંથી બે સાડી અને બીજી કેટલીક ઝીણી વસ્તુઓ ઓછી થયેલી જણાઈ. સવારે બૅગ તૈયાર કરીને બંધ કરતી વખતે જે બે સાડી ઉપર મૂકવામાં આવી હતી તે બૅગનું ઢાંકણું ઊંચું કરીને, ખેંચીને કાઢી લેવામાં આવી છે એમ નક્કી ૨૮૬ એક પ્રવાસ-દર્શન Page #337 -------------------------------------------------------------------------- ________________ થયું. અમે ઑફિસ૨ને કહ્યું, ‘અમને વહેમ પડે છે કે અમારી બૅગ ચોરીના આશયથી જાણી-જોઈને બૅગેજ સેકશનમાં રાખી મૂકવામાં આવી હતી.’ ઑફિસ૨ બીજું તો શું કહે ? એણે કહ્યું, ‘લિમાના આ ઍરપૉર્ટમાં ઘણી વાર આવી રીતે ચોરી થાય છે, પરંતુ અહીં તો લશ્કરી શાસન છે. કોઈ દાદફરિયાદ નથી..’ ચોરાયેલી વસ્તુઓ માટે ક્લેઇમ કરવા માટે અમે ફૉર્મ ભર્યું અને ઑફિસરને આપ્યું; પરંતુ દક્ષિણ અમેરિકાની ખોટમાં ચાલતી એર કંપનીઓ પ્રવાસીના માત્ર સંતોષ ખાતર આવાં ફોર્મ ભરાવતી હોય છે, કારણ કે એનો જવાબ અમને ક્યારેય મળ્યો નથી. બૉગોટાની અમને જે બીક હતી તેનો અનુભવ લિમાએ અમને કરાવી દીધો. (પાસપોર્ટની પાંખે-૧) બૉગોટાનો અનુભવ * ૨૮૭ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૮. વી.આઈ.પી. રૂમ (પેરુ-દ.અ.) આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઈરિસથી પેરુના પાટનગર લિમા જતાં મેં અને મારાં પત્નીએ અમારી પાસે રહેલું વિદેશી ચલણ ગણી જોયું. ભારત સરકારે રોજના હિસાબે કુલ દિવસોની ગણતરી કરીને આપેલું ચલણ ધાર્યા કરતાં વધુ વપરાઈ ગયું હતું. બોનોઝ આઈરિસમાં એરપોર્ટ જવા માટે બસને બદલે અમારે ટેક્સી કરવી પડી તેમાં ઘણું ચલણ વપરાયું એ તો ખરું, પણ બીજા એક પ્રસંગે પણ ત્યાં અણધાર્યો ખર્ચ થઈ ગયું હતું. અમારા એક લેટિન અમેરિકન મિત્રે એક પ્રકારનો પરિચય અમને કરાવ્યો. એમને ભારત વિશે કેટલુંક જાણવું હતું, એટલે પોતાને ઘરે બપોરે જમવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ હોટેલ ઉપર અમને પોતાની કારમાં તેડવા આવ્યા. દૂર પરામાં એમને ઘરે અમે ગયાં. તેમની સાથે જમ્યાં. ભારત વિશે નિરાંતે ઘણી વાતો થઈ. એવામાં એમને અચાનક કોઈક મોટા માણસ મળવા આવ્યા, પરંતુ અમારે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. એટલે તેઓ મહેમાનને બેસાડી અમને મૂકવા માટે અમારી સાથે નીચે ઊતર્યા, પરંતુ અમને હોટેલ ઉપર મૂકવા આવવાની બાબતમાં તેઓ દ્વિધામાં પડી ગયેલા જણાયા. એમની મુશ્કેલી અમે સમજી ગયાં. હોટેલ ઉપર મૂકવા આવવા માટે અમે એમને ના પાડી, એટલે પોતાની ગાડી ચાલુ કરવાને બદલે રસ્તા પર જતી એક ટેક્સી એમણે ઊભી રખાવી. અમને એમાં બેસાડી ટેક્સીવાળાને એમણે પોતાની સ્પેનિશ ભાષામાં અમારી હોટેલનું નામ અને સરનામું કહ્યું. ૨૮૮ ૯ પ્રવાસ-દર્શન Page #339 -------------------------------------------------------------------------- ________________ અમે એમની વિદાય લીધી. હોટેલ ઉપર પહોંચ્યાં. નહિ ધારેલું ટેક્સીખર્ચ અચાનક આવી પડ્યું. વિદેશમાં કેટલીક વાર ખર્ચની બાબતમાં આપણી ગણતરી ખોટી પડે છે. લિમામાં અમારે હવે થોડી કરકસર કરવાનો વખત આવ્યો. હોટેલના અને ખાવાપીવાના ખર્ચમાં શક્ય તેટલી કરકસર કરવી એમ અમે નક્કી કર્યું. લિમામાં ઍરપૉર્ટમાં હોટેલ માટેના કાઉન્ટર પર તપાસ કરી અને હોટેલ બોલિવાર'માં ઊતરવાનું નક્કી કર્યું. લિમાના મધ્ય ભાગમાં એક વિશાળ ચોક પાસે આ હોટેલ આવેલી છે. હોટેલમાં સામાન સાથે અમે દાખલ થયાં. કાઉન્ટ૨ ઉપર જઈ રિસેપ્શનિસ્ટને કહ્યું, “એરપૉર્ટ ઉપર અમે હોટેલ માટે તપાસ કરી તો તમારી હોટેલ મારે ભલામણ કરવામાં આવી, એટલે અમે બસમાં બેસી અહીં આવ્યાં છીએ.” આભાર તમારો” રિસેપ્શનિસ્ટે કહ્યું. પછી પૂછ્યું, “તમે ક્યાંથી આવો છો ? ઈન્ડિયાથી આવતાં લાગો છો.” હા જી.' મને તમારા દેશ પ્રત્યે બહુ માન છે. આ બાજુ ઈન્ડિયાથી કોઈ કોઈ વખત પ્રવાસીઓ આવી ચડે છે. તમે કંઈ કામ માટે આવ્યાં છો કે ફરવા માટે ?' અમે ફરવા માટે આવ્યાં છીએ. કુસકો પાસે મચ્ચ-પિચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોવાની અમારી ખાસ ઈચ્છા છે.” ભલે, બહુ આનંદની વાત છે !' તમારી હોટેલના દર શું છે ?' ડબલ બેડના સાઠ અમેરિકન ડૉલર.” એ તો અમારે માટે ઘણા વધારે કહેવાય. વળી અમને ઍરપૉર્ટ ઉપર કહેવામાં આવ્યું હતું કે લિમામાં હોટેલોમાં ડિસ્કાઉન્ટ અપાય છે. જે માગે તેને આપે છે.' ના, બરાબર એમ નથી. આ અમારા નિશ્ચિત દર છે. પરંતુ એક સાથે વધારે પ્રવાસીઓનું રિઝર્વેશન હોય એટલે કે ગ્રુપ-બુકિંગ હોય તો અમે ડિસ્કાઉન્ટ જરૂર આપીએ છીએ. તે સિવાય આપતા નથી.' માફ કરજો, પણ ભારતથી બહુ મર્યાદિત પ્રમાણમાં વિદેશી ચલણ અમને મળતું હોય છે. એટલે અમારે કરકસર કરવા ડિસ્કાઉન્ટનું તમને પૂછવું પડ્યું છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં અને ખાસ કરીને સિંગાપુર, હોંગકોંગ વી.આઈ.પી. રૂમ = ૨૮૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ વગેરે મોટાં શહેરોમાં પ્રવાસી માગતાં ભૂલે એટલું બધું, ઘણી વાર તો પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાય છે. હા, તમારી વાત સાચી છે. ત્યાં હોટેલો વચ્ચે સ્પર્ધા ઘણી છે. લેટિન અમેરિકામાં પણ કેટલીક હોટેલોમાં ડિસ્કાઉન્ટ અપાય છે. અમે પણ ગ્રુપબુકિંગ માટે ત્રીસ ટકા આપીએ છીએ, પરંતુ કોઈ એક-બે પ્રવાસી હોય તો તેને આપતા નથી.” અમે રિસેપ્શનિસ્ટને અમારી મુશ્કેલી સમજાવી અને કહ્યું, “તમે તમારી સત્તા વાપરીને અમને ડિસ્કાઉન્ટ ન આપી શકો ? હોટેલોમાં ડિસ્કાઉન્ટ આપવાની જાતજાતની પદ્ધતિઓ હોય છે, અને રિસેપ્શનિસ્ટ કે મૅનેજરને તેની બધી સત્તા હોય છે.” અમારી સ્થિતિ સમજીને અમારી વિનંતી રિસેપ્શનિસ્ટે માન્ય રાખી. એણે કહ્યું, “ભલે, હું તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું.” એ જાણી અમને બહુ આનંદ થયો. એણે અમારી પાસે હોટેલનું ફોર્મ ભરાવ્યું. નામ-સરનામું, પાસપોર્ટ નંબર વગેરે વિગતો અમે લખી. ફોર્મ લેતાં રિસેપ્શનિસ્ટ પૂછ્યું, “તમારા દેશની એરલાઈન્સ તે એર ઈન્ડિયા ને ?' અમે કહ્યું, “હા; કેમ પૂછવું પડ્યું ?' રિસેપ્શનિસ્ટે કહ્યું, “આ ફૉર્મમાં નીચે તમે લખો : ઍર ઈન્ડિયાના સ્ટાફ મેમ્બર્સ.' કેમ ?' અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કોઈ પણ ઍરલાઈન્સના સ્ટાફને આપીએ છીએ.” પણ અમે એર ઈન્ડિયાના સ્ટાફમાં નથી.' તેનો કશો વાંધો નહિ. ડિસ્કાઉન્ટ આપવા માટે અમારે આટલું લખાવી લેવું જોઈએ.” પણ એવું ખોટું અમારાથી કેમ લખાય ?' તેની ચિંતા કરશો નહિ. આ ફોર્મ કોઈની પાસે જવાનું નથી, કે અમે કોઈને એ વિશે પૂછપરછ પણ કરવાના નથી.” તમારી વાત સાચી છે. પરંતુ અમારાથી એવું ખોટું કેવી રીતે લખાય ?' તમને તમારે હાથે લખવામાં વાંધો હોય તો ન લખશો. હું પછીથી મારા હાથે એમાં લખી નાખીશ. અમારા ઓડિટ માટે એટલું લખેલું હોવું જરૂરી છે.” ૨૯૦ ૯ પ્રવાસ-દર્શન Page #341 -------------------------------------------------------------------------- ________________ “ના, તમે પણ એવું ન લખશો. તમારા સદૂભાવ બદલ આભાર. પરંતુ એવું ખોટું લખીને પૈસા બચાવવાનું અમને યોગ્ય લાગતું નથી. અમે એમાં માનતાં નથી. સહજ રીતે તમારી સત્તા વાપરીને ડિસ્કાઉન્ટ આપી શકતા હો તો તે અમને મંજૂર છે.' તેવી રીતે તો, માફ કરજો, તમને બિલકુલ ડિસ્કાઉન્ટ આપી શકાતું નથી. તમારે પૂરો ચાર્જ આપવાનો રહે છે. જો અમારો દર તમને ન પરવડતો હોય તો હું ખરેખર લાચાર છું. તમે કહો તો બીજી સસ્તી હોટેલમાં તમારે માટે હું જરૂર વ્યવસ્થા કરાવી આપું.” અમે વિમાસણ અનુભવી. થોડી વાર વિચાર કરીને અમે કહ્યું, “તમે અમારા માટે આટલો બધો સદ્દભાવ બતાવ્યો એ પછી થોડા ડૉલરની કરકસર માટે બીજી હોટેલમાં જવું એ અમને ઠીક નથી લાગતું. ભલે તમારા દર પ્રમાણે અમને રૂમ આપો.' રૂમની ચાવી આપતાં રિસેપ્શનિસ્ટ અમારી સામે જોઈ રહ્યો. લિમામાં બે દિવસ રહ્યા પછી વધારાનો સામાન હોટેલ બોલિવારમાં જમા કરાવી, લિમાથી વિમાનમાં અમે કુક્કો ગયાં. ત્યાંથી બીજે દિવસે મમ્મુપિચ્છ ગયાં. ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોઈને ત્રીજે દિવસે અમે લિમા પાછાં ફર્યા. તે દિવસે સાંજે અમારે માયામીની ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ જવાનું હતું. અમારી પાસે પાંચેક કલાક હતા. પરંતુ શહેરમાં પગારવધારા માટે શિક્ષકોએ કાઢેલા સરઘસને કારણે તોફાન ફાટી નીકળ્યું હતું. બહાર ફરવા જવામાં જોખમ હતું. અમારે હોટેલમાં પુરાઈ રહેવું પડ્યું. હોટેલના દરવાજાને તાળાં મારી દેવામાં આવ્યાં જેથી બહારથી અજાણ્યા માણસો અંદર ઘૂસી ન આવે. પાંચેક કલાક હોટેલના લૉન્જમાં પસાર કરવાનું બહુ અનુકૂળ નહોતું. તો વળી રૂમ લેવામાં વિનાકારણ ખર્ચ થાય તેમ હતું. એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરતાં પહેલાં અમે સામાયિક અને પ્રાર્થના કરતાં. રૂમ વિના તે શક્ય નહોતું. પૈસા બચાવી સામાયિક અને પ્રાર્થના જતાં કરવાં તે અમને યોગ્ય ન લાગ્યું. એટલે રૂમ લેવાનો અમે નિર્ણય કર્યો. રિસેપ્શનિસ્ટ પાસે અમે ગયાં. તેમણે પૂછ્યું, “તમારે રૂમ લેવાનું અનિવાર્ય છે ? લોન્જમાં બેસો તો ન ચાલે ? શા માટે થોડાક કલાક માટે આટલા બધા ડૉલર ખર્ચી નાખો છો ? બીજા કોઈ પ્રવાસીને હું આમ ન કહું પણ તમારી પાસે વિદેશી ચલણ ઓછું છે એ હું જાણું છું માટે કહું છું.' મેં કહ્યું, ‘તમારી વાત સાચી છે. આમ તો અમારે રૂમની કશી જ જરૂર વી.આઈ.પી. રૂમ - ૨૯૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ નથી. અમારો સામાન પણ બાંધીને તૈયાર રાખ્યો છે. પરંતુ પ્રાર્થના અને અમારી ધાર્મિક વિધિ કરવા માટે અમારે રૂમની જરૂર છે. લેટિન અમેરિકામાં અમારો આ છેલ્લો દિવસ છે. અમે માયામી અને બીજાં શહેરોમાં કરકસર કરીશું.” તે અમારી સામે જોઈ રહ્યો. ક્ષણ વાર વિચાર કર્યા પછી, અમને ઊભાં રાખીને તે અંદરની ઑફિસમાં ગયો. થોડી વારે પાછા આવી, નોકરને બોલાવી એના હાથમાં ચાવી આપતાં તેણે કહ્યું, “આ મહેમાનોને વી.આઈ.પી. રૂમ ખોલી આપો.' “વી.આઈ.પી. રૂમનો તો વધારે ચાર્જ હશે. તમે અમને કોઈ સાદો રૂમ ન આપી શકો ?' રિસેપ્શનિસ્ટે અમને કહ્યું, “અમારી હોટેલમાં ખાસ નિમંત્રણથી કોઈ રાષ્ટ્રના પ્રધાન કે વિદેશના એલચીઓ કે બીજા એવા મોટા મહેમાનો આવ્યા હોય તો તેમને માટે આ અમારો વી.આઈ.પી. રૂમ છે. તેનો કોઈ ચાર્જ નથી. સાદા રૂમનો ચાર્જ છે. તમને ડિસ્કાઉન્ટ મળતું હોવા છતાં તમે તે લીધું નહિ એટલે અમારા મૅનેજરે તમારે માટે વી.આઈ.પી. રૂમની સગવડ આપી છે.' રિસેપ્શનિસ્ટનો સભાવ જોઈ અમે ગળગળા બની ગયાં. આલીશાન વી.આઈ.પી. રૂમમાં સામાયિક તથા પ્રાર્થના કરી, રિસેપ્શનિસ્ટ અને મેનેજરનો આભાર માની, માયામી જવા માટે અમે નીકળ્યાં ત્યારે રિસેપ્શનિસ્ટ અને મેનેજર અમને વળાવવા માટે હોટેલની બહાર અમારી ટેક્સી સુધી આવ્યા. (પાસપોર્ટની પાંખે-૧) ૨૯૨ ૯ પ્રવાસ-દર્શન Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મચ્છુ-પિચ્છુ (પેરુ - દ. અમેરિકા) મચ્છુ-પિચ્છુનાં દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે. મચ્છુ-પિચ્છુ (અથવા અન્ય ઉચ્ચાર પ્રમાણે માચુ-પિછુ) અને ઈન્કા સંસ્કૃતિ વિશે કેટલા લોકો જાણતા હશે ? મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડોની ધરતી ઘણી વિશાળ છે. કેટલોય પ્રદેશ પહાડો અને જંગલોથી ભરપૂર છે. કેટલીય જમીન વણખેડાયેલી છે. ખોદકામો થાય તો હજુ ઘણા અવશેષો મળવાનો સંભવ છે. કોલંબસ ભારતની સફરે નીકળ્યો, પણ પહોંચ્યો અમેરિકાને કિનારે. તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે. એટલે એણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઈન્ડિયન છે એમ માન્યું. અતિશય ઠંડીને લીધે ઈન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા, એટલે તેઓને રેડ ઈન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઈન્ડિયનો તે ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નૃવંશશાસ્ત્રીઓ હવે માને છે. યુરોપીય પ્રજામાંથી ખાસ તો સ્પેન અને પોર્ટુગલની પ્રજાએ ઉત્તર અને વિશેષત: લેટિન (દક્ષિણ) અમેરિકામાં પહોંચીને વસવાટ શરૂ કર્યો તે પહેલાં ત્યાં જુદી જુદી આદિવાસી પ્રજાઓ રહેતી હતી. એ પ્રજાઓ મૂળ ત્યાંની મચ્છુ-પિ * ૨૯૩ Page #344 -------------------------------------------------------------------------- ________________ વતની હતી કે સૈકાઓ દરમિયાન બહારથી ભમી ભમતી આવીને વસી હતી એ વિશે કોઈ નક્કર પ્રમાણો મળતાં નથી; પરંતુ અનુમાનો થાય છે. એક મત એમ માને છે કે એ બધી પ્રજા બે-પાંચ હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ, અને ભારતનો સંપર્ક લુપ્ત થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ. પરંતુ આ લોકો ત્યાં પહોંચ્યા હશે કેવી રીતે ? એક મત એમ માને છે, કે બધી પ્રજાઓ વહાણો દ્વારા હિંદી અને પેસિફિક મહાસાગર ઓળંગતી ક્રમે ક્રમે પેઢી-દર-પેઢી આગળ વધતી ત્યાં પહોંચી હોવી જોઈએ. બીજા મત પ્રમાણે તે પ્રજાઓ ભારતમાંથી જમીનમાર્ગે ઉત્તર દિશામાં ચીન અને જાપાન તરફ સ્થળાંતર કરતી કરતી ઠેઠ બેરિંગની સામુદ્રધુની સુધી પહોંચી હશે અને ત્યાંથી વહાણોમાં સામે કિનારે એટલે કે ઉત્તર અમેરિકાના અલાસ્કાના કિનારે પહોંચી હશે. ત્યાર પછી કેટલીક પ્રજા ત્યાંથી પાછી અમેરિકાને પશ્ચિમ કિનારે નીચે ઊતરતી ઊતરતી મધ્ય અને દક્ષિણ અમેરિકા સુધી પહોંચી હશે. બે-પાંચ હજાર વર્ષ પૂર્વે ઉત્તર ધ્રુવ તરફ અત્યારે હોય છે તેટલી ઠંડી નહિ હોય અને હવામાન અનુકૂળ હશે, એટલે આ રીતે તે પ્રજા સ્થળાંતર કરી શકી હશે. મેક્સિકો, ગ્વાટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસી અને યુરોપીય પ્રજા સાથે વર્ણસંકર થયેલા આદિવાસીઓ આજે આપણને જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ, રીતરિવાજો, ભરતગૂંથણવાળાં કપડાં તથા ખાવાપીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે, જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી, પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો બહુ તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાંઉને બદલે રોટલી (મેક્સિકન શબ્દ ટોટિયા) ખાય છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ, ઈન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે. ઈન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડિઝની પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે. આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મત્સ્ય- પિચ્છ નામનું નગર છે. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી, કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું. ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં, ગીચ ઝાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો. પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકૂમત જમાવવા માટે સ્થાનિક ૨૯૪ ૪ પ્રવાસ-દર્શન Page #345 -------------------------------------------------------------------------- ________________ ઈન્કા પ્રજાઓ ઉપર જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમનાં માલમિલકતનો નાશ કર્યો હતો તેનો ઈતિહાસ ઘણો કરુણ છે. સદુર્ભાગ્યે આ વિનાશમાંથી મથ્ય-પિછુ બચી ગયું, પરંતુ ઈન્કા રાજાનો પરાજય થતાં, ખોરાક અને જીવન-જરૂરિયાતની ઈતર વસ્તુઓ ન પહોંચતાં ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુને શરણ થયા હશે એમ મનાય છે. હું અને મારાં પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાનાં હતાં. એટલે ત્યાં મચ્ય- પિચ્છના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું એવી અમારી ભાવના હતી. મચ્છુ-પિચ્છ જવાનું એટલું સહેલું નથી. એટલે ત્યાં કેવી રીતે જઈ શકાય તે માટે મુંબઈમાં અમે પેરુની કોસ્યુલેટની ઑફિસમાં તપાસ કરી હતી. દરમિયાન અમને જાણવા મળ્યું કે અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદભાઈ શાહનાં બહેન શ્રીમતી કૃષ્ણાબહેન મમ્મુ-પિછુ જઈ આવ્યાં છે. અમે તેમનો સંપર્ક કર્યો. એમણે કહ્યું, “તમે જો પેરુ જવાનાં હો, તો મમ્યુ-પિછુ જવાનું ચૂકતાં નહિ. એટલે દૂર સુધી જવાની તક જલદી જલદી મળતી નથી.' મમ્મુ-પિછુ વિશે કૃષ્ણાબહેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું, મ-પિછુ જવા માટે તમારે લિમાથી પહેલાં કુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે કુકો વિમાનમાં જવાનું રાખજો, કારણકે ત્યાં ઈંગ્લિશ બોલનારાં માણસો કોઈક જ મળે છે. લગભગ બારસો કિલોમીટર બસમાં જવામાં બે આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પડશે, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી. વળી, કુકો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લિમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો બાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લિમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશો એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે. માટે પહોંચીને તરત તમે બહુ હરફર કરતાં નહિ. સામાન બને તેટલો ઓછો લઈ જજો. સાધારણ વજનવાળી બૅગ કે બીજી કોઈ ચીજવસ્તુ તમે ઊંચકો કે જરાક ઝડપથી ચાલો કે તરત તમને શ્વાસની તકલીફ થવા લાગશે. તમે બેશુદ્ધ થઈ જશો. ઍરપોર્ટ પહોંચીને તમે મોટર કે બસમાં હોટેલ પર જાવ ત્યારે જ્યાં ચાલવાનું કે પગથિયાં ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલાં માંડજો અને હોટેલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો. એમ કરવાથી ચાર-છ કલાકમાં તમારાં ફેફસાં ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે. આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું.” મટુ-પિ ક ૨૯૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણાબહેનની સૂચના ગભરાવે એવી હતી, પરંતુ અમે મથ્ય- પિચ્છ જવા ઉત્સુક હતાં. પેરુના લિમાં શહેરમાં પહોંચીને અમે બધી તપાસ કરી લીધી અને એક ટ્રાવેલ કંપની દ્વારા મ-પિછુ જવા માટે નામ નોંધાવી દીધાં. ટ્રાવેલ કંપનીએ પણ અમને કુસ્કો જઈને તરત આરામ કરવાની સલાહ આપી. અમે લિમાથી કક્કો ગયાં. ઍરપૉર્ટ પર ઊતરી મોટરમાં બેસી હોટેલમાં ગયાં. રૂમમાં જઈને સીધા પથારીમાં જ લંબાવી દીધું. બેસવાનું કે રૂમમાં હરફર કરવાનું પણ ટાળ્યું. પૂરો આરામ કરી સાંજે અમે શહેરમાં લટાર મારવા નીકળ્યા. કુસ્કો નાનું શહેર છે. એની પ્રાચીનતા એનાં મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. અમે એક બજારમાં ગયાં. ત્યાં હાથ-બનાવટની ચીજો વેચાતી હતી. પાસે પાસે આવેલી હાટડીઓ માલસામાનથી ખીચોખીચ હતી. વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી. ઘેરવાળા ચણિયા, લાંબી બાંયનાં પોલકાં, ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોનાં જેવાં હાથપગનાં ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો – એ બધામાં અમને ભારતીય અણસાર વરતાતો હતો. જે દુકાને અમે જઈએ તે દુકાનની માલિક સ્ત્રી પોતાની ચીજવસ્તુઓ બતાવવાને બદલે મારાં પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. અલબત્ત, આ બધું ઈશારાથી થતું, કારણ કે અમને એકબીજાની ભાષા આવડતી નહોતી. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો જોઈ આવ્યાં. અમારી સાથે એક ઈટાલિયન યુગલ હતું. તે અંગ્રેજી બોલતું હતું એટલે અમે રાજી થયાં. કંઈક વાત નીકળતાં ઈટાલિયન યુવતીએ કહ્યું, “અમે સાત દિવસથી કુસ્કોમાં છીએ.” એમ ? અહીં એટલું બધું જોવાનું છે ?' અમે પૂછ્યું. “ના, અમે હજુ આજે પહેલી વાર કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યાં છીએ.” “તો આટલા બધા દિવસ શું કર્યું ?' અમે હૉસ્પિટલમાં હતાં. અમારો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પહેલે દિવસે કક્કો પહોંચીને તરત જ અમે બજારમાં ફરવા નીકળી પડ્યાં. આ થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસે બપોરે અમને સખત બેચેની લાગવા માંડી. માથું સખત દુખવા આવ્યું. રસ્તામાં ચાલતાં મારા પતિને ચક્કર આવ્યા ૨૯૯ ૯ પ્રવાસ-દર્શન Page #347 -------------------------------------------------------------------------- ________________ અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા. હું પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. અમને બંનેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. અઠવાડિયા પછી હવે અમારી તબિયત સારી થઈ છે. ડૉક્ટરે હવે અમને ફરવાની રજા આપી એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલાં આરામ કરી લીધો એ ડહાપણનું કામ કર્યું. ત્રીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ મચુ-પિચ્છ જવાનો હતો. કુસ્કોથી મચ્ચ-પિ છોંતેર માઈલ દૂર છે. તે કુસ્કો જેટલી ઊંચાઈએ નહિ પણ ચારપાંચ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. નેરોગેજ ટ્રેનમાં (આપણે ત્યાં માથેરાન કે સિમલામાં હોય છે તેવી) ત્યાં જવાય છે, પરંતુ આ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે. એમ ચાર વાર આવ-જા કરે છે અને ઊંચે ચઢતી જાય છે. પછી સળંગ એક જ દિશામાં નીચે ઊતરતી જાય છે. પહાડનું ઘણું લાંબું ચક્કર ન લેવું પડે માટે આવી રચના કરી છે. અમે ટ્રેનમાં બેઠાં. મંદ ગતિએ ડુંગર ઉપરથી વળાંકો લેતી ટ્રેન નીચે સરકતી જતી હતી. કોઈ કોઈ ઠેકાણે પાટાની તદ્દન નજીક નાનકડાં ઘરોમાં ગોરી ચામડીવાળા ગ્રામ આદિવાસીઓ રહેતા હતા. ઘરો પાસે કચરો પુષ્કળ પડેલો હતો. લોકોનાં કપડાં ગંદાં અને ફાટેલાં હતાં. છેલ્લાં ક્યારે તેઓ નાહ્યા હશે એ વિશે આપણા મનમાં શંકા થાય એવા તેમના દેખાવ હતા. કોઈ કોઈ ઠેકાણે રેલવેના પાટાની પાસે માણસો શૌચક્રિયા માટે બેઠેલા પણ દેખાતા. - કુસ્કોનાં પરાં જેવાં નાનાં ગામો છોડી અમારી ટ્રેન જંગલમાં આગળ ચાલી. વાતાવરણ હવે સ્વચ્છ અને ચિત્તને પ્રસન્ન કરે એવું હતું. ચારે બાજુ લીલી ઝાડી અને ઊંચા-નીચા ડુંગરો હતા. તડકો પડતો હતો. નીચેના પ્રદેશમાં જતાં હવા ધીમે ધીમે જાડી થતી હતી. ત્રણ કલાકના પ્રવાસ પછી અમે પુએન્ત રુઈનાઝ નામના છેલ્લા સ્ટેશન ઉપર આવી પહોંચ્યાં. અહીંથી અમારે હવે બસમાં આઠ કિલોમીટર હેર-પિન (Hair-pin) જેવા ચૌદ વળાંકવાળા રસ્તે ઉપર જવાનું હતું. અહીં બસમાં બેસવા માટે પણ દોડાદોડી થતી હતી. રિઝર્વેશન જેવું કશું હતું નહિ. અમારો ગાઈડ અમને દોડાવતો, પરંતુ બધાં દોડી શકતાં ન હતાં. જેમતેમ કરીને જુદી જુદી બસમાં બેસીને અમે બધાં ડુંગર ઉપર પહોંચી ગયાં. ચાર-પાંચ જુદી જુદી ટૂરિસ્ટ કંપનીના પ્રવાસીઓ અહીં એકઠા થયા હતા. અમારા ગાઈડે અમને બધાને એકત્રિત કરી લીધાં. રેસ્ટોરાંમાં લંચ મચ્ચ-પિચ્છ ક ૨૯૭ Page #348 -------------------------------------------------------------------------- ________________ લીધા પછી ડુંગરની ટોચ ઉપર આવેલા મથ્ય-પિષ્ણુના અવશેષો જોવા તે અમને લઈ ગયો. મચ્ચ-પચ્છુ એ પહાડના એક શિખર ઉપરના વિશાળ સપાટ વિસ્તારમાં પાંચસો વર્ષ પહેલાં વસેલું નાનકડું નગર છે. જોતાં જ એની ભવ્યતા નજરને આકર્ષી લે છે. તદન પાસે આવેલા બીજા ડુંગરનું વધુ ઊંચું શિખર એની ભવ્યતામાં ઉમેરો કરે છે. મચ્ચ-પિચ્છની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંગહામ (૧૮૭૫–૧૯૪૮) નામના હોનોલુલુના યુવાન ઈતિહાસકારે કરી હતી. દક્ષિણ અમેરિકાનો ઇતિહાસ શીખવતાં શીખવતાં એ બધા પ્રદેશો નજરે નિહાળવાની એમને જિજ્ઞાસા થઈ; યુનિવર્સિટીઓ તરફથી મદદ મળી અને વારંવાર જંગલો અને પહાડીઓમાં તંબુ સાથે એમણે પગપાળા પ્રવાસ ખેડ્યા. એમ કરતાં એક વખત એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતાં ચડતાં તેઓ મચ્ચ-પિચ્છ આવી પહોંચ્યા. એ જોતાં જ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે : “The Lost of the Incas.'* મથ્ય-પિચ્છ શબ્દ અહીંના આદિવાસી ઈન્ડિયન લોકોની “ક્યુએચૂઆ’ નામની ભાષામાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે “જૂનું શિખર'. મચ્ચપિચ્છમાં ચારે બાજુ સારી હાલતમાં સચવાયેલા ભગ્નાવશેષો છે. એના ઉપરથી આખી નગરરચનાનો ખયાલ આવે છે. અહીં ખોદકામ કરતાં મળી આવેલાં ચીની માટી અને ધાતુનાં વાસણો, હાથવણાટનાં કપડાં, શિલ્પાકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ ઉપરથી ઈતિહાસકારો એમ માને છે કે ઈ.સ. ૧૪૨૦ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. “ઈન્કા' વંશના રાજા પાચાકુતકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાંક નગરો પણ વસાવ્યા હતાં. એ અરસામાં એણે આ મચ્ય-પિછુ નગર વસાવ્યું હશે. આવી દૂરની ઊંચી અને દુર્ગમ ટેકરીની ટોચ ઉપર મથ્ય- પિચ્છ વસાવવાનું કારણ શું ? ઈતિહાસકારો માને છે કે ઈન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં * આ શોધની સ્મૃતિમાં પેરુની સરકારે પોનૅ રૂઈનાઝથી મચ્ચ-પિચ્છના રસ્તાને “ડૉ. બિંગહામ માર્ગ' એવું નામ આપ્યું છે. આ રસ્તાના ઉદ્ઘાટન વખતે ડૉ. બિંગહામ પોતે પેરુના નિમંત્રણથી હાજર રહ્યા હતા. ૨૯૮ : પ્રવાસ-દર્શન Page #349 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ-બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી (Virgins of the Sun) તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્ચ- પિચ્છના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી ૭૫ ટકા વધુ અવશેષો સ્ત્રીઓના છે એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. મચ્ચ-પિચ્છમાં જાણે બારે માસ વસંતઋતુ હોય એવું રમણીય કુદરતી આલાદક હવામાન છે. ઈન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દૃષ્ટિએ ઉચિત હતી. મમ્યુ- પિચ્છમાં એક નગરની આવશ્યકતા પ્રમાણે વિવિધ પ્રકારની રચનાઓ જોવા મળે છે. એમાં અઢીસો જેટલાં પથ્થરનાં ઘરો છે. તેમાં કેટલેક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતાં પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયાં જેવાં ખેતરો (Terrace Farms) છે. મચુ- પિચ્છમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયાં છે. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે. આ બધી રચનામાં આ પર્વતનો જ મજબૂત ગ્રેનાઈટ પથ્થર વપરાયો છે. મચુ-પિચ્છમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્યમંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દીવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા એમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઈન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે. ઈન્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચઢાવવા, ગોઠવવા ઈત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એની પ્રતીતિ એ કરાવે છે. આ સૂર્યમંદિરમાં વચ્ચે નીચે મોટા લંબચોરસ પથ્થરો ગોઠવવામાં આવ્યા છે, જેના ઉપર પૂજાની સામગ્રી અને ભોગ ધરાવવામાં આવતાં હશે. દીવાલોમાં સંખ્યાબંધ ગોખલાઓ છે, જેમાં તેઓ દેવદેવીઓની મૂર્તિઓ રાખતા હશે. એક બાજુની દીવાલમાં ત્રણ મોટી ખુલ્લી બારીઓ છે. એ શા માટે રાખવામાં મગૃ-પિછુ ૪ ૨૯૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ આવી હશે તે વિશે ઈતિહાસકારો વિવિધ અનુમાનો કરે છે. આ આખા વસવાટનો પૂરો ઈતિહાસ આપણને મળતો નથી. પણ જેમ જેમ સંશોધન થતાં જાય છે તેમ તેમ ઈન્કા સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. ઈન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચાંદ્રાયણ હતું. ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ બાર મહિનાની ગણતરી ગણતા. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્યઘટિકા- (The Sun Dial - જેને માટે ઈન્કા શબ્દ છે – ઈન્તિહુવાતાના)ની રચના ખુલ્લામાં કરતા. મત્સ્ય-પિચ્છમાં પણ આવી સૂર્યઘટિકા છે. ઈન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઊજવતા. એવા પર્વને ઈન્તિરાયમી' પર્વ તરીકે તેઓ ઓળખાવતા. મચ્ચ-પિચ્છમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. સદ્ભાગ્યે સ્પેનિયાર્ડ લોકોએ કે એના ધર્મગુરુઓએ આ આકૃતિ તોડી નાખી નથી. આ શાની આકૃતિ છે તેના માટે સંશોધકોએ પ્રારંભમાં જુદાં જુદાં અનુમાન કરેલાં. પરંતુ હવે એ નિશ્ચિત થયું છે કે આ સ્તંભ તે સૂર્યઘટિકા છે. એના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશા દર્શાવે છે. ઈન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્યઘટિકા ઉપરથી પણ સમજાય છે. એક સ્થળે એક વિશાળ ખડકમાં મોટા પ્લેટફોર્મ જેવી જગ્યા કોતરી કાઢવામાં આવી છે. કેટલાંક એમ માને છે કે દફનાવતાં પહેલાં શબના અંતિમ ધાર્મિક સંસ્કાર અને વિધિ માટે આ રચના કરવામાં આવી હશે. બીજે એક સ્થળે રાજકુટુંબના સભ્યો માટેનું અલગ કબ્રસ્તાન છે. - ઈન્કા સંસ્કૃતિના અવશેષરૂપે મમ્યુ-પિચ્છમાંથી અને એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાંક સ્થળોએથી કેટલાંક “મમી” મળી આવ્યાં છે. ઈજિપ્તનાં “મમી” કરતાં આ મમી જુદાં છે. ઈન્કા લોકો પુનર્જન્મમાં માનતા. તેઓ એમ માનતા કે માણસ મૃત્યુ પામે છે ત્યારે બીજો જન્મ લે છે એટલે કે બાળક ગર્ભમાં હોય તેવી સ્થિતિ માણસની ફરીથી થાય છે. એટલા માટે શબના હાથપગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. આવી રીતે ૩૦૦ પ્રવાસ-દર્શન Page #351 -------------------------------------------------------------------------- ________________ ગોઠવ્યા પછી તેઓ શબમાં જાતજાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા. ત્યાર પછી માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા. ઈન્કા લોકો શબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખયાલ આવે છે. મચ્ચ-પિચ્છના અવશેષો જોઈ બસમાં નીચે ઊતરી અમે રેલવે-સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગે આવી પહોંચ્યાં. આઠ વાગે અમે કુસ્કો પહોંચવાના હતાં. પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા કે જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે. સમયનું ચુસ્ત પાલન પણ નહિ. અમે ટ્રેનમાં બેઠાં પછી લગભગ બે કલાકે તે ઊપડી. બધાં ખૂબ કંટાળી ગયાં હતાં. ટ્રેન ઊપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. તોપણ સૂવાના સમય પહેલાં હોટેલ ઉપર પહોંચી જવાશે એવી અમને આશા હતી. પરંતુ મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન ત્રણેક સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસ્સી વાર ઊભી રહી. આપણી “બાપુની ગાડીની યાદ અપાવે એવી આ ગાડી હતી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહિ. બધાં ભૂખ્યાં થઈ ગયાં હતાં. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશાં થોડુંક ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. મોડું થતું જતું હતું. રાતના બાર વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતના અવાજો શમતા જતા હતા. કેટલાંક પોતાની બેઠકમાં ઝોકાં ખાવા લાગ્યાં હતાં. કુકોથી પરોઢિયે અમારે લિમા માટે વિમાન પકડવાનું હતું. તે પકડાશે કે નહિ તેની અમને હવે ચિંતા થવા લાગી હતી. રાતના બે વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનનો સંચાર થયો. સવારે ચાર વાગે અમે કુકો પહોંચ્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટૂરિસ્ટ કંપનીની બસ બે કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી. અમે ટેક્સી કરીને હોટેલ પર પહોંચ્યાં. તરત ચા પીને, સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયાં. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો, પણ વિમાન ચૂક્યાં નહોતાં એનો આનંદ હતો. વળી, મમ્મુ-પિછુનાં દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. (પાસપોર્ટની પાંખે-૧) મમ્યુ-પિરા ૩૦૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાઓ પાઉલો અને સુઝાનો (બ્રાઝિલ) રિઓ-ડિ-જાનેરોથી બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયા શહેરમાં ફરીને સાઓ પાઉલો (Sao- Poulo - એનો ઉચ્ચાર ત્યાંના કેટલાક લોકો “સામ પાવલો' એવો પણ કરે છે. સેંટ પોલના નામ ઉપરથી બ્રાઝિલના આ શહેરનું નામ પડ્યું છે.) અમે જવાનાં હતાં. સાઓ પાઉલો લગભગ ૫૦ લાખની વસતિ ધરાવતું બ્રાઝિલનું મોટામાં મોટું વેપારી મથક છે. સાઓ પાઉલો માટેની ફલાઈટ નક્કી કરવા માટે તથા ત્યાં હોટેલમાં રિઝર્વેશન કરાવવા માટે હું મારાં પત્ની સાથે રિઓની પાન-અમેરિકન કંપનીની ઑફિસમાં જઈ આવ્યો. અમે રોજના લગભગ ચાલીસ ડૉલરના દરની મધ્યમ કક્ષાની એક હોટેલમાં રિઝર્વેશન કરાવ્યું. સાંજે અમે અમારી હોટેલ પર પાછા ફર્યા ત્યારે રિસેપ્શનિસ્ટે અમને સંદેશો આપ્યો કે સાઓ પાઉલોથી કોઈ મિસ્ટર કસ્ટોડિયોનો ટૂંકકોલ હતો અને તેઓ રાત્રે નવ વાગ્યે ફરીથી ફોન કરશે. આ કસ્ટોડિયો કોણ હશે ? હું વિચાર કરવા લાગ્યો. પરંતુ એ નામના કોઈ ભાઈને હું ઓળખતો હોઉં તેવું જણાયું નહીં. છેક બ્રાઝિલમાં સાઓ પાઉલોમાં મારું કોઈ ઓળખીતું હોય તેવું ક્યારેય મેં જાણ્યું કે સાંભળ્યું નહોતું. એટલે મનમાં વહેમ પડ્યો કે રિસેપ્શનિસ્ટે કદાચ ભૂલમાં કોઈકનો સંદેશો મને આપી દીધો લાગે છે. જે હશે તે; રાત્રે નવ વાગે ફરીથી ફોન આવશે ત્યારે આ વાતની સ્પષ્ટતા થશે. ૩૦૨ ૪ પ્રવાસ-દર્શન Page #353 -------------------------------------------------------------------------- ________________ - રાત્રે બરાબરનવ વાગ્યે કસ્ટોડિયોનો ફોન આવ્યો. એમણે કહ્યું, “ડૉ. શાહ, હું કસ્ટોડિયો બોલું છું. તમે મને ઓળખતા નથી. હું તમને ઓળખતો નથી. પરંતુ જાપાનથી તમારા મિત્ર યોશિહેરુ અમાટાનો મારા ઉપર ટેલેક્ષ દ્વારા સંદેશો આવ્યો છે કે તમે અને તમારાં પત્ની જો કદાચ સાઓ પાઉલો આવવાનાં હો તો તે માટે મારે તમારી બધી વ્યવસ્થા કરવી. તો મારે એ જાણવું છે કે તમે સાઓ પાઉલો આવવાનાં હો તો ક્યારે ?' આ સાંભળતાં જ અમને હર્ષ થયો. મુંબઈથી નીકળતાં પહેલાં મેં મારા એ જાપાની મિત્રને પત્રમાં જણાવ્યું હતું કે હું મારાં પત્ની સાથે રિઓ-ડીજાનેરો જવાનો છું. મેં તારીખો પણ જણાવી હતી, પરંતુ યોશિતરુ અમાટાનો કોઈ જવાબ નહોતો. જો કે જવાબની કોઈ અપેક્ષા પણ નહોતી, કેમ કે ક્યારેક ક્યારેક અમે વર્ષમાં એક-બે વખત એકબીજાને અનિયમિતપણે ખુશખબરના પત્ર કે ગ્રીટિંગ-કાર્ડ લખીએ છીએ, એટલે યોશિતેરુ અમાટા અમારા માટે છેક સાઓ પાઉલોમાં વ્યવસ્થા કરાવશે એવી કલ્પના તો ક્યાંથી હોય ? આથી કસ્ટોડિયોનો ફોન આવતાં અમે સુખદ આશ્ચર્ય અનુભવ્યું. મેં કસ્ટોડિયોને અમારા કાર્યક્રમની વાત કરી. હૉટેલની વ્યવસ્થા પોતે કરશે એમ એમણે કહ્યું. એનો અર્થ એ થયો કે અમારે મહેમાન તરીકે જવાનું છે. વિદેશમાં કોઈ સ્થળથી માહિતગાર ન હોઈએ, પહેલી વાર જતાં હોઈએ અને તેમાં પણ ભાષાનો અને વિદેશી ચલણની કરકસરનો પ્રશ્ન હોય ત્યારે આવું નિમંત્રણ આવકારદાયક થઈ પડે છે. કસ્ટોડિયો સાથે ફોન પર વાત પૂરી થતાં મેં પાન-અમેરિકનને ફોન કર્યો, અને અમે સાઓ પાઉલોની હોટેલનું રિઝર્વેશન ૨દ કરાવ્યું. નિયત દિવસે સાંજે અમે સાઓ પાઉલો પહોંચ્યાં. ઍરપૉર્ટ ઉપર કસ્ટોડિયા અને બીજા કેટલાક જાપાનીઓ અમને લેવા આવ્યા હતા. કસ્ટોડિયાને જોતાં જ અમને થયું કે તેઓ કોઈ ભારતીય જેવા દેખાય છે. મેં તેમને કહ્યું, “તમે ભારતીય હો એવા લાગો છો, સાચી વાત ?' હા, તદ્દન સાચી વાત. હું ભારતીય છું. ગોવાનો વતની છું.' કસ્ટોડિયોએ સાથે આવેલા જાપાનીઓનો પરિચય કરાવતાં કહ્યું, “આ મિ. સસાકી; તમને કદાચ ખબર હશે કે યોશિહેર અમાટાએ હમણાં બ્રાઝિલમાં મિટુટોયો કંપનીનું નવું કારખાનું શરૂ કર્યું છે. એના મેનેજર તરીકે સસાકી જાપાનથી સહકુટુંબ આવ્યા છે. આ શ્રીમતી સસાકી અને આ એમનો દીકરો... અને આ મિ. કાનાતાની, આસિસ્ટંટ મેનેજ૨.' એરપોર્ટની બધી વિધિ પતાવી અમે કારમાં બેઠાં. અમારી રહેવાની સાઓ પાઉલો અને સુઝાનો ૪૯ ૩૦૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા સાઓ પાઉલોની મોંઘામાં મોંઘી હોટેલ હિલ્ટનમાં કરવામાં આવી હતી. અમે ત્યાં પહોંચ્યાં. રોજના સવાસો ડૉલરના દરની આ હોટેલ હતી. ષટ્કોણ આકારે બાંધેલી અને પ્રત્યેક રૂમમાં એક આખા કાચની દીવાલવાળી આ ઉત્તુંગ હોટેલના સોળમા માળે રૂમમાં બેઠાં બેઠાં આખું સાઓ પાઉલો દેખાતું હતું. નવાં બંધાયેલાં અડોઅડ બહુમાળી મકાનોને લીધે એનો ગીચ વિસ્તાર વધુ ગીચ લાગતો હતો. દૂર દૂર એક ઊંચા મકાનની ટોચે ઇલેક્ટ્રોનિક લાલ નીઓન લાઇટ વડે સમય તથા ટેમ્પરેચરના મોટા આંકડા દેખાતા હતા. હોટેલમાં પહોંચતાં જ બધાંને માટે કૉફી મંગાવાઈ. દરમિયાન કસ્ટોડિયાએ કહ્યું કે અમારું સાંજનું જમવાનું એમણે પોતાના ઘરે રાખ્યું છે. એમણે તે માટે પોતાને ઘરે ફોન કરી અમારા આગમનના સમાચાર આપી દીધા. કૉફી પીતાં પીતાં મેં કહ્યું, ‘મિ. કસ્ટોડિયા, રિઓથી તમારી સાથે ફોન પર વાત કરી ત્યારે જે રીતે તમે ઇંગ્લિશ ભાષા ઉચ્ચારતા હતા તે પરથી જ મને વહેમ પડ્યો હતો કે તમે બ્રાઝિલિયન નથી. તમે ભારતીય છો અને ગોવાના વતની છો એ જાણી મને ખરેખર ખૂબ આનંદ થયો. આટલે દૂર કોઈ ભારતીય સજ્જન મળે એ પણ અમારા જેવા પ્રવાસીઓને માટે બહુ ગમી જાય એવી વાત છે.” “મને પણ ઘણાં વર્ષે તમારા જેવા એક ભારતીય દંપતીને મળીને બહુ આનંદ થયો. જાણે અત્યારે હું ભારતમાં આવ્યો હોઉં એટલો હર્ષ થાય છે... પણ ડૉ. શાહ, એરપોર્ટ ઉપર તમને જોયા અને તમારો અવાજ સાંભળ્યો ત્યારથી મને એમ લાગ્યા કરે છે કે હું ભારતમાં તમને ક્યાંક મળ્યો છું. મને ભારત છોડ્યાને પચ્ચીસથી વધુ વર્ષ થયાં એટલે કશું યાદ આવતું નથી.” “હું મુંબઈમાં રહું છું અને મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય ભણાવું છું. ત્રણેક વખત ગોવા ફરવા માટે ગયો છું. સંભવ છે કે કદાચ ત્યાં કોઈ સ્થળે આપણે મળ્યા હોઈએ..” બ્રાઝિલ આવતાં પહેલાં હું મુંબઈમાં થોડો વખત રહ્યો હતો. તમને ગોવામાં અથવા મુંબઈમાં કદાચ મળ્યો હોઈશ, પણ ક્યાં અને ક્યારે તે ખબર નથી. પરંતુ તમારો અવાજ મને બહુ સુપરિચિત લાગે છે.' કસ્ટોડિયાએ કહ્યું. “મુંબઈ યુનિવર્સિટીમાં જોડાતાં પહેલાં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મેં ઘણાં વર્ષ અધ્યાપક તરીકે કામ કર્યું હતું.' કહ્યું. - “બસ, તો ત્યાં જ તમને મળ્યો હોઈશ. તમે એન.સી.સી માં ઑફિસર હતા ?' હા, ઘણાં વર્ષ. હું છેલ્લે મેજર તરીકે નિવૃત્ત થયો.” ૩૦૪ * પ્રવાસ-દર્શન Page #355 -------------------------------------------------------------------------- ________________ “બસ, તો હું તમારો કૅડેટ છું. એક વર્ષ ઝેવિયર્સમાં ભણ્યો હતો અને એન.સી.સી.માં કેડેટ હતો. હું કૉલેજની હોસ્ટેલમાં રહેતો હતો. હૉસ્ટેલની બાજુના ચોગાનમાં આપણી પરેડ થતી. ૧૯૫૧-પરની આ વાત છે.' એકબીજાના પરિચિત છીએ એ જાણતાં જ અમે પરસ્પર વધુ આત્મીયતા અનુભવી. મેં કહ્યું, “પચ્ચીસથી વધુ વર્ષ થઈ ગયાં એ વાતને. આપણે સાઓપાઉલોમાં આ રીતે ફરી મળીશું એવી ત્યારે કલ્પના પણ નહીં. કેવું સુખદ આશ્ચર્ય ! પણ તમે ગોવા છોડી આટલે દૂર આવવાનું કેમ પસંદ કર્યું ?' કસ્ટોડિયોએ કહ્યું, “ત્યારે ગોવા પોર્ટુગીઝોનું રાજ્ય હતું અને બ્રાઝિલમાં પણ પોર્ટુગીઝોનું રાજ્ય. બ્રાઝિલની કેટલીય કંપનીઓ, ભણેલા માણસોની ખેંચ પડે એટલે, ગોવાના ભણેલા અને પોર્ટુગીઝ ભાષા જાણતા યુવાનોને સારી નોકરીની લાલચ આપીને પોતાના ખર્ચે લઈ આવતી. એ રીતે હું પણ અહીં આવ્યો. આવ્યા પછી થોડાંક વર્ષમાં ઠીક ઠીક પૈસા બચાવી ભારત પાછાં ફરવાનું વિચારતો હતો ત્યાં તો એક બ્રાઝિલિયન ગોરી યુવતી સાથે પ્રેમસંબંધ થયો. લગ્ન કર્યા. બાળકો થયાં એટલે બ્રાઝિલનો નાગરિક થઈ ગયો. ગોવા પાછા ફરવાને બદલે મા અને બહેનને બ્રાઝિલ બોલાવી લીધાં અને અહીં કાયમનો વસવાટ કર્યો. અહીં બ્રાઝિલમાં ગોવા કરતાં અમે વધારે સુખી છીએ. અહીં રહેવાને સારું ઘર છે, સારી કમાણી છે, ગાડી છે. અહીં કાળા-ગોરાનો ભેદભાવ નથી.. તોપણ, અલબત્ત, ભારત એટલે ભારત. મને ભારત વારંવાર યાદ આવે છે. એકબે વખત સગાંઓને મળવા જઈ આવ્યો છું.' “તમે યોશિહેરુ અમાટાને કેવી રીતે ઓળખો ?' મેં પૂછ્યું. હું એમની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરું છું. યોશિતરુ સાઓ પાઉલો આવેલા ત્યારે મારે એમને એક સ્થળે અજાણતાં મળવાનું થયેલું. મારી સાથેની વાતચીતથી તેઓ પ્રસન્ન અને પ્રભાવિત થયેલા અને એમણે બ્રાઝિલમાં આવીને વસેલા જાપાનીઓને રોજી મળી રહે એ માટે નાના પાયા ઉપર પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની ઇચ્છા દર્શાવી; તે પ્રમાણે નક્કી થયું અને એમની કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ જવાની એમણે મને ઓફર કરી. મેં એ ઑફર સ્વીકારી લીધી. ત્યારથી હું એમની કંપનીમાં કામ કરું છું.' કૉફી પીને અમે કસ્ટોડિયાને ઘરે ગયાં. એમણે એમની બ્રાઝિલિયન પત્નીનો પરિચય કરાવ્યો. મારાં પત્નીએ કેટલીક ભારતીય વસ્તુઓની તેમને ભેટ આપી. કલાકેક વાતો કરી અમે જમવા બેઠાં. કસ્ટોડિયાની પત્નીએ દાળ-ભાત, પૂરી, શાક વગેરે ભારતીય વાનગીઓ બનાવી હતી. એણે એ સાઓ પાઉલો અને સુઝાનો ૧ ૩૦પ Page #356 -------------------------------------------------------------------------- ________________ બધી ભારતીય વાનગીઓ બનાવતાં શીખી લીધું છે અને તેઓ ઘરમાં ભારતીય રસોઈ જમે છે, એ જાણીને અમે રાજી થયાં. જમીને ભારત અને બ્રાઝિલ વિશે અમે ઘણી વાતો કરી. બીજે દિવસે સાઓ પાઉલોથી ૬૦ કિલોમીટર દૂર સુઝાનો નામના ગામમાં આવેલું મિટુટોયો કંપનીનું નવું શરૂ થયેલું કારખાનું જોવા જવાનો કાર્યક્રમ કસ્ટોડિયાએ અમારે માટે ઘડી કાઢ્યો. રાત્રે કસ્ટોડિયો અમને હોટેલ પર મૂકી ગયા. બીજે દિવસે સવારે તેઓ અમને લેવા માટે અમારી હોટેલમાં આવી પહોંચ્યા. અમે નીચે ઊતર્યા. ગાડી જરાક છેટે પાર્ક કરેલી હતી એટલે અમે ફૂટપાથ ઉપર ચાલવા લાગ્યાં. રસ્તામાં છાપાં અને સામયિકોનો એક સ્ટોલ આવ્યો. એમાં અંગ્રેજી ભાષામાં એક દૈનિક દેખાતાં તે લેવા માટે હું ઊભો રહ્યો. કસ્ટોડિયો આગળ ચાલતા હતા. છાપાના પૈસા આપવા મેં કોટના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. છાપાવાળાએ છાપું તો આપ્યું, પરંતુ તે મારા ઉપર એકદમ ચિઢાયો. પાકીટ સામે આંગળી કરીને સ્પેનિશ ભાષામાં જોરશોરથી તે કશુંક બબડવા લાગ્યો. પૈસા આપવામાં ભૂલચૂક થઈ છે એમ મને લાગ્યું. એવામાં કસ્ટોડિયો પાછા આવી પહોંચ્યા. છાપાવાળાની વાત સાંભળી તેઓ હસ્યા અને મને કહ્યું, ‘તમારી બેદરકારી માટે તે ચિઢાય છે. અહીં સાઓ પાઉલોમાં ખિસ્સાકાતરુઓ ઘણા છે અને આવી મોટી હોટેલ પાસે અજાણ્યા પ્રવાસીઓને લૂંટી લેવા આંટા મારતા હોય છે. કેટલાક તો હાથમાંથી પાકીટ ઝૂંટવીને નાસી જાય છે. તમારે થોડાક છૂટા પૈસા બહાર રાખવા જોઈએ, જેથી રસ્તામાં ક્યાંય પાકીટ કાઢવું જ ન પડે. રસ્તામાં તમારા હાથમાં જો પાકીટ દેખાય અને ખિસ્સાકાતરુની નજરે પડ્યું તો તે તમારો પીછો નહિ છોડે.” રસ્તામાં ચાલતાં કસ્ટોડિયોએ મને કેટલાક શંકાસ્પદ દેખાતા મુફલિસ માણસો બતાવ્યા. એક વખત આપણું મન વહેમી બની જાય પછી હોય તેના કરતાં પણ વધુ માણસો આપણને ખરાબ દેખાય. સાઓ પાઉલોમાં આ જે સૂચના મળી તે અમારે માટે બહુ કામની હતી, કારણ કે વિદેશમાં પૈસા ગુમાઈ જાય તો અચાનક તકલીફ ઊબી થાય. કસ્ટોડિયો સાથે અમે ગાડીમાં બેઠાં. અમારી ગાડી સાઓ પાઉલોના એક પછી એક રસ્તા વટાવતી ચાલવા લાગી. કસ્ટોડિયો અને તે બધા વિસ્તારોની માહિતી આપતા ગયા. સાઓ પાઉલોનો સહુથી વધુ શ્રીમંત વિસ્તાર કયો છે તે પણ અમને બતાવ્યો અને નિર્ધન લોકો રહે છે તે સ્લમ્સ વિસ્તાર પણ બતાવ્યો. ૩૦૬ પ્રવાસ-દર્શન Page #357 -------------------------------------------------------------------------- ________________ અમારી ગાડીએ ક્રમે ક્રમે પરાંનો વિસ્તાર છોડી મોટો ધોરી રસ્તો પકડ્યો. હવે રસ્તાની બંને બાજુ મોટાં મોટાં ખેતરો અને છૂટાંછવાયાં ઝૂંપડાં દેખાવા લાગ્યાં. બ્રાઝિલ પાસે પ્રદેશ ઘણો મોટો છે, પરંતુ એની ઘણીખરી વસતિ ચારપાંચ મોટાં શહેરોમાં કેન્દ્રિત થયેલી છે. એ શહેરોમાં આપણને પ્રજાની સમૃદ્ધિ દેખાય છે, પરંતુ બ્રાઝિલના ગ્રામ-વિસ્તારો અત્યંત પછાત છે. આ વિસ્તારોમાં કાળા હબસી લોકોનું પ્રમાણ અમને વિશેષ જોવા મળ્યું. મેલાં ફાટેલાં કપડાં પહેરેલાં ગરીબ સ્ત્રી-પુરુષો માથે સામાન ઊંચકીને રસ્તે ચાલતાં જતાં દેખાતાં હતાં. રસ્તામાં અમને બીજી પણ એક નવાઈ જોવા મળી. આ વિસ્તારમાં ચારે બાજુ સંતરાંનાં ઘણાં વૃક્ષો હતાં. એ વૃક્ષોની નીચે પુષ્કળ સંતરાં પડેલાં દેખાયાં. કસ્ટોડિયોએ કહ્યું, “બ્રાઝિલમાં દર વર્ષે હજારો ટન સંતરાં એમ ને એમ ઝાડ નીચે સડી જાય છે, કારણ કે સંતરાંનો પાક ઘણો બધો છે અને ભાવ એટલો નીચો રહે છે કે બહુ દૂરથી સંતરાં લાવવાનું સંતરાંના વેપારીઓને પોસાતું નથી. એટલે દૂરના પ્રદેશોમાં સંતરાંનો પાક બધો એળે જાય છે. ત્યાં એટલી માનવવસતી પણ નથી કે તેનો મફત ઉપયોગ કરી શકે.” ચાલીસેક કિલોમીટર પછી રસ્તો નાનો અને ખરબચડો બની ગયો. બ્રાઝિલમાં અંગત માલિકીની ગાડીઓનો વ્યવહાર જેટલો શહેરોમાં છે તેટલો હાઈ-વે ઉપર નથી. એટલે મોટા હાઈ-વે બનાવવાનું કામ ધીરે ધીરે ચાલે છે. અમે સુઝાનો નામના એક ગામમાં આવી પહોંચ્યાં, અને ત્યાં આવેલા મિટુટોયો કંપનીના કારખાનામાં દાખલ થયાં. જાપાનની આ જાણીતી કંપનીએ પોતાનું કારખાનું સુકાનોમાં પણ નાખ્યું છે. કારખાનામાં પ્રવેશતાં એના જાપાની મૅનેજર સસાકીએ અમારું સ્વાગત કર્યું. જાપાનની ઓચા (લીલી રંગની ચા) અમને અહીં પીવા મળી. સસાકીએ અમને કારખાનામાં ફેરવ્યાં. બ્રાઝિલમાં ગોરાં અને કાળાં બ્રાઝિલિયન સ્ત્રી-પુરુષો જોવા મળે એ તો સ્વાભાવિક છે, પરંતુ આ કારખાનામાં બ્રાઝિલિયન કરતાં વધુ સંખ્યામાં જાપાની મજૂરો અમને જોવા મળ્યા. મેં પૂછ્યું, “આ બધા મજૂરો જાપાનથી આવ્યા છે ?' કસ્ટોડિયોએ કહ્યું, “ના. અહીંના સ્થાનિક છે. તમને નવાઈ લાગશે કે આમાંના ઘણા જાપાની મજૂરોને જાપાની ભાષા નથી આવડતી. તેઓ પોર્ટુગીઝ ભાષા બોલે છે. બ્રાઝિલમાં ચારસો વર્ષથી જાપાની લોકોનો વસવાટ છે. જૂના સમયમાં વહાણો દ્વારા જાપાનથી સ્થળાંતર કરતાં કરતાં તેઓ અહીં આવીને વસ્યા છે. લાંબા વસવાટને કારણે તેમની ચામડી પણ હવે ઘેરી બની ગઈ છે. અહીં બ્રાઝિલમાં હજારો જાપાનીઓ આઠ-દસ પેઢીથી વસ્યા છે અને અહીંના સાઓ પાઉલો અને સુઝાનો ૩૦૭ Page #358 -------------------------------------------------------------------------- ________________ નાગરિક બની ગયા છે.” જાપાનીઓ વિશેની આ વાત જાણી અમને આશ્ચર્ય થયું. વળી અમને જાણવા મળ્યું કે બ્રાઝિલના મોટા ભાગના જાપાનીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે અને ખેતી અથવા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બ્રાઝિલની પ્રજા કેવી ભાતીગળ છે તે અમને આ કારખાનામાં જોવા મળ્યું. અહીં કાળી, ગોરી તેમજ કાળા અને ગોરાની વર્ણસંકર પ્રજા છે તથા યુરોપિયન અને જાપાનીઓની વર્ણસંકર પ્રજા પણ છે. સુઝાનોનું કારખાનું જોઈ અમે પાછાં ફર્યા. કસ્ટોડિયોએ એવા રસ્તેથી ગાડી લેવડાવી કે જેથી જાપાનીઓની વસતિવાળાં ગામો અને અમને જોવા મળે. એક પ્રજા જ્યારે પેટ માટે ભમે છે ત્યારે દેશ, ભાષા, ધર્મ, વર્ણ, સંસ્કાર વગેરેના ભેદ અને મમત્ત્વ કેવી ઝડપથી ભુલાય છે અને ભૂંસાય છે તેની પ્રતીતિ આ ગરીબ અને સાધારણ સ્થિતિવાળા જાપાનીઓને જોતાં થઈ. સાંજ પડવા આવી હતી. અમે હવે સાઓ પાઉલો તરફ પાછા ફર્યા. અમારી ગાડી સાઓ પાઉલોના ભરચક વિસ્તારમાં દાખલ થઈ. અનુક્રમે તે અમારી હિલ્ટન હોટેલ તરફ આવી પહોંચી. હોટેલ પાસે ગાડીઓની ગિરદી હતી. રસ્તાની બંને બાજુ ગાડીઓ પાર્ક કરેલી હતી. કેટલીક ગાડીઓમાં ભભકદાર વસ્ત્રોમાં સજ્જ થયેલી યુવતીઓ બેઠી હતી. કેટલીક યુવતીઓ ગાડીની બહાર ઊભી હતી. કેટલીક યુવતીઓ કોઈકની રાહ જોતી હોય તેમ સિગરેટ ફૂંકતી હતી. કેટલીક ચાર-પાંચના ટોળામાં, તો કેટલીક એકલદોકલ ઊભી હતી. મેં કસ્ટોડિયોને કહ્યું, “આજે હોટેલમાં મહિલાઓની કોઈ મોટી પાર્ટી કે પોગ્રામ લાગે છે. ઘણી ગાડીઓ આવી છે.' કસ્ટોડિયોએ કહ્યું, “તમે સાઓ પાઉલો પહેલી વાર આવો છો એટલે તમને એમ લાગે. પોતાની ગાડી લઈને આવેલી આ બધી શ્રીમંત યુવતીઓ સામે બરાબર નજર કરશો તો જણાશે કે એ સારી ચાલની યુવતીઓ નથી. એ બધી ઘરાકની શોધમાં અહીં ઊભેલી છે. એમાંની ઘણી તો નવી નવી મોંઘી ફેશનના પોતાના શોખને પોષવા આવો ધંધો કરે છે. હિલ્ટન જેવી હોટેલમાંથી એમને એટલો મોંઘો ભાવ આપવાવાળા ઘરાકો મળી રહે છે. હિલ્ટનવાળાએ વારંવાર પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ આ દૂષણ થોડોક વખત અટકે છે અને ફરી પાછું ચાલુ થઈ જાય છે. દુનિયામાં બધાં મોટાં શહેરોમાં મોટી હોટેલમાં લાગેલું આ દૂષણ દિવસે દિવસે વધતું જાય છે.” કસ્ટોડિયોએ આપેલા આ વાસ્તવિક ચિતારથી ઘડીભર અમારું મન સુબ્ધ રહ્યું. ૩૦૮ એક પ્રવાસ-દર્શન Page #359 -------------------------------------------------------------------------- ________________ હોટેલ પાસે સવારે પેટ માટે રખડતા ગરીબ ખિસ્સાકાતરુ પુરુષો અને સાંજે શોખ ખાતર ભટકતી શ્રીમંત બજારુ સ્ત્રીઓ જોઈને અમે વિષાદયુક્ત ખિન્નતા અને ગ્લાનિ અનુભવી. પેટ અને પૈસા માણસની પાસે નીતિ અને ચારિત્ર્યની રેખા કેવી રીતે ઓળંગાવે છે તેનો વિચાર કરતાં કરતાં સંત પોલના નામ પરથી જેનું નામ પડ્યું છે એ સાઓ પાઉલો શહેરની હોટેલ હિલ્ટનમાં અમે દાખલ થયાં. (પાસપોર્ટની પાંખે-૧) સાઓ પાઉલો અને સુઝાનો ક ૩૦૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિષાદ અને ઉલ્લાસ (આર્જેન્ટિના - દ. અમેરિકા) આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઇરિસ (Buenos Aires -નો ત્યાંના લોકો આ પ્રમાણે ઉચ્ચાર કરે છે) માં સિટી હોટેલમાં હું અને મારાં પત્ની ઊતર્યાં હતાં. ત્યાંથી ચિલીના પાટનગર સાન્નતિયાગો થઈને પેરુના પાટનગર લિમા અમે જવાનાં હતાં. ઍરો પેરુ કંપનીની ફલાઈટ અમે લીધી હતી. અમારું વિમાન સવારે સાત વાગે ઊપડવાનું હતું. ઍરપૉર્ટ સુધીનો રસ્તો ઠીક ઠીક લાંબો હતો, એટલે સવારે પાંચ વાગે અમારે નીકળવાનું હતું. હોટેલમાં રાતના અમે અમારું બિલ ચૂકવી દીધું, અને રિસેપ્શનિસ્ટને પૂછીને ઍરપૉર્ટ જવા માટે શી શી સગવડ મળે છે તેની તપાસ કરી લીધી. - આર્જેન્ટિનામાં લશ્કરી શાસનને કારણે ફુગાવો ઘણો જ છે. એને લીધે તમામ વસ્તુઓ મોંઘી થતી જાય છે. ત્યાં કેટલાક લોકોને મજાકમાં એમ કહેતા સાંભળ્યા હતા કે જે ભાવ સવારે હોય તે સાંજે ન હોય અને જે સાંજે હોય તે સવારે ન હોય – ભાવો એટલી ઝડપથી વધી ગયા હોય ! યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં આર્જેન્ટિના ત્યારે ત્રણ કે ચાર ગણું મોંઘું લાગે. એક કપ કૉફી પીવાના, આપણા લગભગ બારેક રૂપિયા થાય. ઍરપૉર્ટ ઉપર તો કૉફી તેથી પણ મોંઘી મળે. એક કપ ગરમ કૉફી પીવાના સત્તર રૂપિયા ચૂકવતાં ધ્રુજારી છૂટે. ઍરપૉર્ટ પહોંચવા માટે ઍર ટર્મિનલની જો બસ મળતી હોય તો બસમાં જવાની અમારી ઇચ્છા હતી, જેથી દસ હજાર પેસો (Peso-આર્જેન્ટિનાનું નાણું ત્યારનો દર હતો એક રૂપિયો બરાબર ૧૩૦ પેસો)માં ઍરપૉર્ટ ૩૧૦ * પ્રવાસ-દર્શન Page #361 -------------------------------------------------------------------------- ________________ પહોંચી જવાય. પરંતુ હોટેલના રિસેપ્શનિસ્ટ અમને કહ્યું, “એટલી વહેલી સવારે તમને બસ નહીં મળે. મીટરવાળી ટૅક્સીમાં એરપોર્ટ જવાના લગભગ એકવીસ હજાર પૈસો થાય. પરંતુ વહેલી સવારે મીટરથી કોઈ ટૅક્સી આવતી નથી, માટે તમારે ખાનગી ટૅક્સી સાથે ઉચ્ચક નક્કી કરીને જવાનું રહેશે.' રિસેપ્શનિસ્ટે કહ્યા પ્રમાણે એ રકમ પાંત્રીસ હજાર પેસો (લગભગ ૨૭૦ રૂપિયા)ની હતી ! આ ટૅક્સીભાડું ઘણું વધારે (ભારત કરતાં દસ ગણું વધારે) કહેવાય, પરંતુ તે સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. અમે રિસેપ્શનિસ્ટને અમારે માટે ટેક્સી નક્કી કરી આપવા જણાવ્યું. રિસેપ્શનિસ્ટે કહ્યું, “ભલે, સવારે સમયસર તમારે માટે ટેક્સી આવી જશે અને તમારે પાંત્રીસ હજાર પેસો આપવાના રહેશે.' અમારે સવારે પાંચ વાગે રૂમમાંથી નીચે ઊતરવાનું હતું. ચાર વાગે ટેલિફોનની ઘંટડી વાગી. રિસેપ્શનિસ્ટે કહ્યું, ‘તમારે માટે ટેક્સી તૈયાર છે.” “પણ અમારે તો પાંચ વાગે નીકળવાનું છે. હજુ અમે તૈયાર પણ થયાં નથી.' મેં કહ્યું. હા, પણ ટૅક્સી વહેલી આવી ગઈ છે. તમે નહિ જાઓ તો બીજા કોઈ ટૅક્સી લઈ જશે.” એમ કેમ ચાલે ? અમે પહેલેથી પાંચ વાગ્યાનું કહેલું છે.' ભલે, પણ તમે બને તેટલાં જલદી નીચે આવી જાઓ.” જલદી જલદી તૈયાર થઈ અમે નીચે ઊતર્યા. અમારો સામાન ટૅક્સીમાં મુકાયો. ટૅક્સી-ડ્રાઇવર સારું ઇંગ્લિશ બોલતો હતો. તે વાતોડિયો અને બોલવામાં મીઠો હતો. અમને ઝટપટ બેસાડી તરત ટૅક્સી હંકારી. બોનોઝ આઇરિસમાં ન્યૂયોર્કની જેમ આડા અને ઊભા રસ્તાઓ – સ્ટ્રીટ એવેન્યુ - હારબંધ આવે. એક પછી એક એમ ઘણા બધા સિગ્નલ આવ્યા કરે અને ટૅક્સી ઊભી રહે. એક પછી એક એમ ઘણા બધા સિગ્નલ વટાવ્યા પછી અમે સળંગ મોટા રસ્તે આવ્યા અને એરપોર્ટ પહોંચ્યાં. સામાન ઉતારીને ટૅક્સીવાળાને અમે પાંત્રીસ હજાર પેસો આપ્યા તો તેણે લેવાની ના પાડી. તેણે કહ્યું, “મારે પિસ્તાલીસ હજાર પેસો લેવાના છે.” અમને નવાઈ લાગી. અમે કહ્યું, એમ કેમ ? અમે હોટેલમાં પાંત્રીસ હજાર પેસોમાં ટેક્સી બુક કરાવી છે.' “તું હું કાંઈ ન જાણું, હું તો પિસ્તાલીસ હજાર પેસો જ લઈશ. એ મારો દર છે.' ડ્રાઇવરે મિજાજથી કહ્યું. વિષાદ અને ઉલ્લાસ ૩૧૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ “તો પછી હોટેલમાં પાંત્રીસ હજાર પેસો કેમ કહેવામાં આવ્યા ? અમે બરાબર તપાસ કરીને આ રકમ રિસેપ્શનિસ્ટ સાથે નક્કી કરેલી છે.” પણ રિસેપ્શનિસ્ટે મને કોઈ સૂચના આપી નથી.' “ચાલો આપણે ફોન કરીને રિસેપ્શનિસ્ટ સાથે નક્કી કરી લઈએ.” મને ફોન કરવાની ફુરસદ નથી. તમે મારો કીમતી ટાઇમ બગાડી રહ્યો છો.” ટેક્સીવાળો ઈરાદાપૂર્વક ચિડાયો. ઘાંટા પાડીને બોલવા લાગ્યો, આસપાસ માણસો એકઠા થવા લાગ્યા, પણ ઇંગ્લિશ ન જાણવાને લીધે કોઈ વચ્ચે પડે પણ કેવી રીતે ? છેવટે બેંતાલીસ હજાર પેસો આપીને અમારે વાત પતાવવી પડી. બબડતો બબડતો ટૅક્સીવાળો ચાલ્યો ગયો. અમને એક પાઠ શીખવા મળ્યો કે આવી મોટી હોટેલમાં પણ રિસેપ્શનિસ્ટ દ્વારા ટૅક્સી નક્કી કરવી હોય તોપણ ટૅક્સીમાં બેસતાં પહેલાં, ખુદ ટેક્સીવાળા સાથે પણ ભાવ ફરીથી નક્કી કરી લેવો જોઈએ. વિદેશોમાં પણ અજાણ્યા મુસાફરો પાસેથી વધુ પૈસા પડાવવાની વૃત્તિ ટૅક્સીવાળાઓમાં લગભગ બધે જ હોય છે અને કેટલીક સારી ગણાતી મોટી હોટેલોના રિસેપ્શનિસ્ટ પણ તેમની સાથે મળેલા હોય છે. સવારના પહોરમાં જ આવો બનાવ બન્યો તેથી અમે મનમાં જરા ખિન્નતા અનુભવી. વિદેશના પ્રવાસમાં જ્યારે વિદેશી નાણું ઓછું હોય ત્યારે આ વાત આપણને વધારે ખટકે. સામાન લઈને અમે એરપોર્ટમાં એરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં તો અમને જણાવવામાં આવ્યું કે ફ્લાઇટ તો ચાર કલાક મોડી છે. અમે કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું, “અમારો હોટેલનો ફોન નંબર અને રૂમ નંબર તમારી પાસે હતા. તમારી ફ્લાઈટમાં જગ્યા છે કે નહિ, તે જાણવા માટે અમે ફોન કર્યો, ત્યાર પછી અમારી સીટ કન્ફર્મ કરાવવા તમારી ઑફિસે ત્રણ વખત અમને હોટેલમાં ફોન કર્યો. અને ફ્લાઈટ મોડી થઈ તો તમે અમને જણાવ્યું કેમ નહિ ?' સૉરી.” વળી, વહેલી ફ્લાઇટના હિસાબે ઍરપૉર્ટની બસને બદલે ખાનગી ટૅક્સીમાં અમારે આવવું પડ્યું. તમે અમને જણાવ્યું હોત તો અમારો સમય બગડત નહિ, પૈસા બચત અને તકલીફ પડતી નહિ.' “સૉરી”. સોરી' સિવાય બીજા કોઈ શબ્દો કર્મચારી પાસે નહોતા. મુસાફરો બીજી કોઈ ઍરલાઇન્સની ફ્લાઇટમાં ચાલ્યા ન જાય એ બીકે ઘણી વિમાન ૩૧૨ ૯ પ્રવાસ-દર્શન Page #363 -------------------------------------------------------------------------- ________________ કંપનીઓ સામેથી આ સેવા જાણીજોઈને આપતી નથી. પણ ભૂલ અમારીય હતી. અમારે જ નીકળતાં પહેલાં ફોન કરીને એ વિશે તપાસ કરવી જોઈતી હતી. અમે સામાન સાથે લૉન્જમાં આવીને સોફા ઉપર બેઠાં. ટૅક્સીવાળાના અને એરકંપનીના અનુભવને લીધે આર્જેન્ટિનાના લોકો માટે મનમાં વિષાદની એક ઘેરી છાપ પડતી જતી હતી. છતાં મનથી પ્રયત્નપૂર્વક અમે સમાધાન કરતાં હતાં કે આવું તો દુનિયામાં બધે જ બને છે. આપણા દેશમાં પણ વિદેશીઓને (અને ખુદ આપણને પોતાને પણ) કડવા અનુભવો ક્યાં ઓછા થાય છે ? અમે બેઠાં હતાં એટલી વારમાં એક સજ્જન અમારી પાસેથી પસાર થયા. અમારી સામે સસ્મિત નજર કરી, ચહેરા ઉપર પ્રસન્નતા દર્શાવી તેઓ ચાલ્યા ગયા. કોઈ વિદેશી આપણી સામે ધારીને જુએ તો આપણું તરત ધ્યાન ખેંચાય. એક-બે મિનિટમાં જ તેઓ પોતાની પત્ની સાથે આવીને અમારી સામે થોડે દૂર ઊભા રહ્યા, અને બે હાથ જોડી અમને નમસ્કાર કર્યા. ઍરપૉર્ટ ઉપર ભારતીય પ્રવાસીઓમાં અમે બે જ હતાં, એટલે કદાચ તેઓ નમસ્કાર કરતાં હશે એમ અમે માન્યું. તેઓ બંને ગયાં. થોડી વારમાં બીજાં ચારેક પુરુષો, પાંચ-છ સ્ત્રીઓ અને દસ-બાર બાળકો સાથે તેઓ પાછાં અમારી પાસે આવી પહોંચ્યાં. આખું ટોળું અમારી સામે હારબંધ ઊભું રહ્યું. ઇંગ્લિશ તો કોઈને આવડે નહિ અને અમને સ્પેનિશ આવડે નહિ. એટલે તેઓ શું કહે છે તે સમજાતું નહોતું. પરંતુ તે સજ્જન બધાંને બે હાથ જોડીને નમસ્કાર કરવા માટે સૂચના આપી રહ્યા હતા. બધાં ખૂબ ભાવપૂર્વક અમને જોઈ રહ્યાં હતાં અને એટલા જ ભાવથી નમસ્કાર કરી રહ્યાં હતાં. યુરોપિયન કે અમેરિકન લોકોને બે હાથ જોડવાનો મહાવરો નહીં; એટલે પોતે બરાબર હાથ જોડ્યા છે કે નહીં તેની ખાતરી કરવા તેઓ બધાં માંહોમાંહે એકબીજાના હાથ સામે નજર કરતાં હતાં. ત્યાર પછી એ સજ્જન એક બાળકને હાથ પકડીને મારાં પત્ની પાસે લઈ આવ્યા. પછી બધાં બાળકોને એની પાછળ હારબંધ ઊભા રહેવા માટે સૂચના આપી. મારાં પત્નીને ઈશારાથી કહ્યું, “આ બાળકોને માથે હાથ મૂકો અને એમના ગાલે બચી ભરો.' નાનાં બાળકોને બચી ભરવી એ દક્ષિણ અમેરિકામાં (અને બીજા ઘણા દેશોમાં) વહાલ, શુભેચ્છા અને આશીર્વાદના પ્રતીકરૂપે ગણાય છે. મારાં પત્નીએ તે પ્રમાણે એક પછી એક બધાં બાળકોને માથે હાથ ફેરવ્યો અને બચી ભરી. તેઓએ તેના કેટલાક ફોટા પણ લીધા. વિષાદ અને ઉલ્લાસ અલ ૩૧૩ Page #364 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી એ સજ્જને મારાં પત્ની પાસે બધી સ્ત્રીઓને માથે પણ હાથ ફેરવાવ્યો. તેઓના બધાંના ચહેરા ઉપર અનેરો ઉલ્લાસ દેખાતો હતો. આટલો બધો ભાવ તેઓ શા માટે બતાવે છે તેનું અમને કુતૂહલ અને આશ્ચર્ય થયું. પેલા સજ્જને અમને ભાંગીતૂટી ભાષામાં કંઈક ઈશારા વડે પૂછ્યું કે અમારે ચા-પાણી લેવાં છે કે અમારે બીજી કોઈ મદદની જરૂર છે ? અમે ના કહી અને તેમનો ખૂબ આભાર માન્યો. અજાણ્યા લોકોના આ આદરસત્કારથી અમે અનેરો હર્ષ અનુભવ્યો. પ્રસન્નતાએ અમારા ચિત્તમાં પડેલી ખિન્નતાને ક્યાંય દૂર ધકેલી દીધી. દૂરના વિદેશમાં એક માઠા અનુભવ પછી તરત આવો મીઠો અનુભવ થાય એટલે પણ એનું મૂલ્ય વધી જાય. આખા ટોળાએ ભાવપૂર્વક વિદાય લીધી. છેલ્લે પતિ-પત્નીએ પણ અમને ફરી પ્રણામ કરીને વિદાય લીધી. જતાં જતાં કોઈક અજાણ્યાને તેઓને કહેતાં અમે સાંભળ્યાં, “ઇન્ડિયન સ્વામી.” ભારતથી ક્યારેક આવેલા કોઈક સાધુ-સંન્યાસી કે સ્વામીજી વિશે તેઓ વાત કરતાં લાગે છે એમ અમે માન્યું. તેઓ શું કહે છે તે અમને સ્પષ્ટ ન થયું. પણ તેમનાં પત્ની મારાં પત્ની તરફ આંગળી કરી ઇશારા વડે કોઈકને બતાવતાં હતાં અને તેમાં કપાળમાં તિલક, ગળામાં માળા અને સાડી વિશે કંઈક સમજાવી ‘ઇન્ડિયન સ્વામી” કહી રહ્યાં હતાં. અનુમાન કરતાં અમને તરત સમજાયું કે મારાં પત્નીએ કેસરી સાડી અને કેસરી બ્લાઉઝ પહેર્યા હતાં અને ગળામાં માળા તથા કપાળમાં કંકુનો લાલ મોટો ચાંદલો હતો. વળી મારા ખભે લાલ રંગનો થેલો હતો. એ પરથી સમજાયું કે તેઓ અમને જ કોઈ ઇન્ડિયન સ્વામી” માનતાં લાગે છે. આ બાજુ ભારતીય પ્રવાસીઓ બહુ ઓછા આવે અને તેમાં ભગવાં વસ્ત્રધારી સ્વામીજી તો ક્યારેક જ આવ્યા હોય. તેમને જોયાની સ્મૃતિને આધારે તેઓ મારાં પત્નીને “ઇન્ડિયન સ્વામી' સમજીને ભાવપૂર્વક વંદન કરતાં હતાં. વસ્તુત: અમે “ઇન્ડિયન સ્વામી’ નહોતાં અને તેમના એ માટેના વંદનના અધિકારી નહોતાં. પરંતુ ભારત પ્રત્યેનો તેમનો અસાધારણ ભક્તિભાવ જોઈને અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવ્યાં. આ બનાવે આર્જેન્ટિનાના લોકો વિશેની અમારા મનમાં પ્રથમ પડેલી વિષાદની છાપને ઘડીકમાં ભૂંસી નાખી. અમારું ચિત્ત આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઊભરાઈ ગયું. (પાસપોર્ટની પાંખે-૩) ૩૧૪ પ્રવાસ-દર્શન Page #365 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કુરાસાઓ (ધર્લૅન્ડ એન્ટાઈલીઝ - દ. અમેરિકા) કુરાસાઓ (Curacao - કુરાસાઉ' પણ બોલાય છે) નું નામ દુનિયાની પોણા ભાગની વસતિએ તો સાંભળ્યું પણ નહિ હોય. અમે પણ કુરાસાઓનું નામ પહેલી વાર સાંભળ્યું વેસ્ટ ઈન્ડિઝમાં ટ્રિનિદાદના મુખ્ય શહેર પૉર્ટ ઓફ સ્પેનની પાન-અમેરિકન ઍરલાઈન્સની કચેરીમાં. વેનેઝુએલાનો ટ્રાન્ઝિટ વિસા અમને ન મળ્યો એટલે અમારે કુરાસાઓ જઈને ત્યાંથી પનામા જતું વિમાન પકડવું પડે એવા સંજોગો અચાનક ઊભા થયા હતા. “કરાસાઓ ક્યાં આવ્યું ?' પાન-અમેરિકનની યુવતીને મેં પૂછયું. એણે કેરેબિયન સમુદ્રનો નકશો કાઢી એમાં વેનેઝુએલાની ઉત્તરે એક ટપકું બતાવીને કહ્યું, “આ રહ્યું કુરાસાઓ. એ એક નાનકડો ટાપુ છે.” ત્યાં વીસાની જરૂર નથી ?' “ના. જ્યાં વિસાની જરૂર ન પડે એવા સ્થળની ફ્લાઈટ જ તમે હવે પકડી શકો એમ છો. અહીં નકશામાં જે પાંચ-છ ટપકાં આજુબાજુમાં દેખાય છે એ બધા ડચ ટાપુઓ છે. કુરાસાઓ, અરૂબા, બોનેઈ૨, સાલા વગેરે Netherland Antilles - ડચ દ્વીપસમુદ્ર - તરીકે ઓળખાય છે. તેમાં મુખ્ય ટાપુ કુરાસાઓ છે. ત્યાં વિસાની જરૂર નથી. ત્યાં કાયમી વસવાટ માટે કોઈ જાય તો ઊલટાંની એની સરકાર રાજી થાય એમ છે. પણ એવા વેરાન ટાપુમાં જવા તૈયાર કોણ થાય ?' કુરાસાઓ ઃ ૩૧૫ Page #366 -------------------------------------------------------------------------- ________________ ‘તમારી ભલામણથી અમે જવા તૈયાર થયા છીએ. સારું છે કે એક દિવસ માટે જ જવું છે. પણ ત્યાં ડર જેવું કંઈ નથી ને ?' ‘ના, જરાય નહિ, વેસ્ટ ઈન્ડિઝના ઘણા ટાપુઓમાં મુખ્ય વસતિ કાળા હબસી લોકોની છે. તેઓ દેખાવે જરા બિહામણા લાગે, પણ બહુ ગરીબ અને ભલા હોય છે. ડર જેવું કંઈ નહિ.’ જેના વિશે કશી જ અમને ખબર નહોતી એવી એક અજાણી ધરતી ઉ૫૨ બીજે દિવસે, જો વિમાનમાં જગ્યા મળી જાય તો, અમારે જવાનું હતું અને ત્યાં કોઈક હોટેલમાં રાત રોકાવાનું હતું. સ્કાયલેબ તૂટી પડ્યું તે એ દિવસ હતો - ૧૧મી જુલાઈ ૧૯૭૯નો. પૉર્ટ ઑફ સ્પેનથી હું અને મારાં પત્ની વિમાનમાં બેઠાં. સમય થયો એટલે વિમાન ઊપડ્યું. વિમાનમાંથી કુરાસાઓનો નિર્જન ટાપુ દેખાયો. ટાપુના છેડે એક મોટી ઑઈલ રિફાઈનરી હતી. થોડે આગળ નીચે જંગલ જેવી જગ્યામાં નાનું ઍરપૉર્ટ દેખાયું. ઍરપૉર્ટની આસપાસ કોઈ મોટાં મકાનો કે ધમધમતો વાહનવ્યવહાર જેવું કશું જ નહોતું દેખાતું, અઠવાડિયામાં ત્રણ વખત વિમાન આવે અને જાય. વિમાનમાંથી ઊતરનાર અમે થોડા પ્રવાસીઓ હતા. ઍરપૉર્ટનું મકાન નાનું પણ સ્વચ્છ હતું. કસ્ટમનો ખાસ કોઈ વિધિ નહોતો. એક કાઉન્ટર ઉપર હોટેલનું રિઝર્વેશન કરાવી શકાતું. કાઉન્ટર ઉપરની ગોરી ડચ યુવતીએ કહ્યું, ‘અહીંથી હોટેલનું રિઝર્વેશન તમારી પોતાની મેળે કરી શકો છો.' એણે બાજુમાં એક મોટું બોર્ડ બતાવ્યું. એમાં જુદાં જુદાં ખાનાંઓમાં કુરાસાઓની આઠ-દસ હોટેલના રંગીન ફોટા હતા. દરેકની નીચે એક લાલ બટન હતું. પાસે હોટેલનું નામ અને એના દર લખેલા હતા. બોર્ડની બાજુમાં ટેલિફોનનું માત્ર રિસીવર હતું. તે ઊંચકીને જે હોટેલનું લાલ બટન દબાવીએ. તે હોટેલમાં સીધી ઘંટડી વાગે અને તેમાં જગ્યા છે કે નહિ તે રિસેપ્શનિસ્ટ તરત આપણને જણાવે. હિલ્ટન, પ્લાઝા જેવી બે-ત્રણ અતિશય મોંગી હોટેલ હતી. બાકીની મધ્યમ કક્ષાની હતી. અમે ચાલીસ ડૉલરવાળી સારી દેખાતી હોટેલમાં ફોનથી અમારે માટે રિઝર્વેશન કરાવી લીધું. કુરાસાઓમાં હિલ્ટન જેવી હોટેલ છે એ જાણી અમને નવાઈ લાગી. ડચ યુવતીએ કહ્યું, ‘કુરાસાઓમાં ઓઈલ રિફાઈનરી છે અને હમણાં તેનું કામકાજ વધવા લાગ્યું છે, એટલે માણસોની અવરજવર પણ વધવા લાગી છે. વળી, કુરાસાઓમાં લગભગ બારે માસ તડકાવાળું હવામાન રહે છે. એટલે ઉત્તર અમેરિકા અને કૅનેડાના ઠંડા પ્રદેશોમાંથી ઘણાં પ્રવાસીઓ તરવા ૩૧૬ * પ્રવાસ-દર્શન Page #367 -------------------------------------------------------------------------- ________________ અને તડકો ખાવા આવે છે. પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય તરફથી સુવિધાઓ વધતી જાય છે. દરિયામાં થોડે આગે પરવાળાં (Corals) છે. તે જોવા લઈ જવાની સગવડ પણ હવે થઈ છે. એટલે કુરાસાઓમાં વધુ સગવડવાળી મોંઘી પણ નાની હોટેલો શરૂ થવા લાગી છે. યુવતીએ અમને કુરાસાઓ વિશે ચોપાનિયું આપ્યું. પ્રવાસીઓને મફત વહેંચવા માટે તે દર મહિને છપાય છે. એમાં ઘણી પ્રકીર્ણ માહિતી, દુકાનો અને હોટેલોની જાહેરખબર સાથે આપવામાં આવી હતી. અમેરિકાના અને કેનેડાના પ્રવાસીઓને ખરીદીમાં જકાત-બચતની દૃષ્ટિએ શો લાભ થાય તેની સવિસ્તર માહિતી તેમાં હતી. કુરાસાઓમાં નાણાનું ચલણ ડચ ગિલ્ડર્સનું છે, પરંતુ અમેરિકનોને વટાવનો માર ન પડે એટલા માટે અમેરિકન ડૉલરનું ચલણ પણ અધિકૃત ગણવામાં આવ્યું છે. અમારી વાત ચાલતી હતી એટલામાં એક ઊંચો, જાડો, કાળો હબસી આવ્યો અને તે યુવતી સાથે સ્પેનિશમાં વાત કરવા લાગ્યો. યુવતીએ અમને કહ્યું, “આ ટૅક્સીડ્રાઈવર કહે છે કે બહાર હવે માત્ર એની એકની જ ટૅક્સી રહી છે. તમારે જવું હોય તો તે રોકાય. અહીંથી શહેર સાત કિલોમીટર દૂર છે અને તેનો ઠરાવેલો દર સાત ડૉલર છે. આ ટૅક્સી તમે જવા દેશો તો તમારે શહેરમાંથી ફોન કરી ટૅક્સી બોલાવવી પડશે અને તેના જવા-આવવાના ચૌદ ડૉલર તમારે આપવાના રહેશે.” હોટેલનું રિઝર્વેશન થઈ ગયું હતું એટલે અમે ઉતાવળ કરી ટૅક્સીમાં બેઠાં. ટૅક્સી ચાલી. ડુંગરાળ ટાપુ ઉપર ચડ-ઉતર કરતો રસ્તો નાનો, પણ વાહનોની અવરજવર વગરનો, સ્વચ્છ, શાંત અને હરિયાળીવાળો હતો. થોડી થોડી વારે આજુબાજુ સમુદ્રનાં જે દર્શન થતાં તે અણે ટાપુ ઉપર છીએ તેની પ્રતીતિ કરાવતાં હતાં. કુરાસાઓના ચોપાનિયા ઉપર હું નજર ફેરવતો હતો. એમાં એક પાના ઉપર કુરાસાઓની ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી. ટાપુની શોધ સ્પેનિશ લોકોએ કરી હતી. ક્રિસ્ટોફર કોલંબસે ઈ.સ. ૧૪૯૨માં અમેરિકાના ખંડની શોધ કર્યા પછી ઈ.સ. ૧૪૯૯માં ફરીથી એ અમેરિકાની શોધસફરે ગયો ત્યારે આસપાસ નાના નાના ટાપુઓની શોધ માટે નીકળેલા એના સાથીદારોમાંના એક લેફટનન્ટ આલ્પોન્ઝો દ ઓએદાએ આ કુરાસાઓ ટાપુની શોધ કરી હતી. અલબત્ત, ત્યારે આ ટાપુની કંઈ કિંમત નહોતી. રડ્યાખડ્યા કેટલાક સ્પેનિશ લોકોએ આ ટાપુ પરની પોતાની માલિકીની સાચવણી માટે ત્યાં વસવાટ કર્યો હતો. પરંતુ સત્તરમાં સૈકામાં યુરોપીય પ્રજાઓ વચ્ચે યુરોપ કુરાસાઓ - ૩૧૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ બહારના પ્રદેશો સર કરવાની તીવ્ર સ્પર્ધા ચાલી અને યુદ્ધો પણ થયાં. તે વખતે ઈ.સ. ૧૯૩૪માં ચ સૈનિકોએ સ્પેનિશ લોકો પાસેથી આ ટાપુ આંચકી લીધો. ત્યાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું અને થોડાક ડચ લોકોને ત્યાં વસાવ્યા. ઈ.સ. ૧૯૪૨માં પિટ૨ સુબેઝને એનો ગવર્નર બનાવ્યો. સત્તરમાંથી ઓગણીસમાં સૈકા સુધી કુરાસાઓની માલિકી વખતોવખત બદલાતી ગઈ. ડચ પાસેથી અંગ્રેજોએ, અંગ્રેજો પાસેથી ફ્રેન્ચોએ, ફ્રેન્ચો પાસેથી અંગ્રેજોએ, અંગ્રેજો પાસેથી ડચ લોકોએ - એમ વખતોવખત ફેરફાર થતા ગયા. આ એવો મહત્ત્વનો ટાપુ નહોતો કે તેને માટે ખૂનકાર જંગ થાય. જાય તો જવા દે અને રહે તો રહેવા દે એવો આ ટાપુ હતો. છેવટે ઈ.સ. ૧૮૧૫માં બ્રિટન અને હોલેન્ડ વચ્ચે થયેલા સંધિ કરાર પ્રમાણે અંગ્રેજોએ ચ લોકોને આ ટાપુ પાછો સોંપી દીધો. ત્યારથી એની માલિકી ડચ સરકારની છે. જ્યારથી આફ્રિકાના કાળા હબસીઓને ગુલામ તરીકે અમેરિકા લઈ જવાનો વેપાર ચાલુ થયો ત્યારથી વેસ્ટ ઈન્ડિઝના ટાપુઓની કિંમત વધી. ટાપુ ઉપરથી ગુલામ ભાગીભાગીને કેટલે દૂર ભાગી શકે ? એટલે કુરાસાઓ પણ ગુલામોના વેપારનું એક મોટું મથક બની ગયું. આથી જ કુરાસાઓમાં અને વેસ્ટ ઈન્ડિઝના ઘણા ટાપુઓમાં ગોરાઓ કરતાં હબસીઓની વસતિ વધારે છે. અલબત્ત, ગુલામોની નાબૂદી પછી આ ટાપુઓનું મહત્ત્વ ઘટ્યું હતું. હોલેન્ડની સરકારે ઈ.સ. ૧૯૫૪માં ડચ દ્વીપસમૂહને થોડી સ્વાયત્તતા (autonomy) આપી છે. એથી એની પ્રજા લોકશાહી પદ્ધતિએ પોતાનું રાજ્ય ચલાવે છે. અલબત્ત, ગર્વનરની નિમણૂક તો હજુ પણ હોલેન્ડની રાણી જ કરે છે. દક્ષિણ અમેરિકાની સ્વાતંત્ર્ય માટેની લડત દરમિયાન લડતના કર્ણધાર સાયમન બોલિવારને કુરાસાઓએ બે વાર રાજ્યાશ્રય આપ્યો હતો. એથી દક્ષિણ અમેરિકાની પ્રજાને કુરાસાઓ પ્રત્યે પ્રેમાદરની લાગણી રહી છે. કુરાસાઓમાં કાયમી વસવાટ કરવા માટે ખાસ કોઈ બંધન નથી. એટલે દોઢ લાખની છૂટીછવાઈ વસતિ ધરાવતા આ ટાપુમાં દુનિયાના સાઠ જેટલા દેશોના નાગરિકો આવીને વસ્યા છે. લગભગ પાંચસો વર્ષ જૂની આ વસાહત છે એટલે અહીં પથ્થરની જૂની સરકારી ઈમારતો, દેવળો, સાઈનગોગ, મસ્જિદ વગેરે છે. આધુનિક બહુમાળી ઈમારતોની આવશ્યકતા હજુ અહીં ઊભી થઈ નથી. | કુરાસાઓ લગભગ ચાલીસ કિલોમીટર લાંબો અને પાંચથી દસ કિલોમીટર પહોળો એવો માછલી-આકારનો ટાપુ છે. આ ટાપુ ઉપર થોડાંક ઘરોની ૩૧૮ પ્રવાસ-દર્શન Page #369 -------------------------------------------------------------------------- ________________ વસતિવાળાં એવા સાંતાક્રુઝ, લાગુન, સોટો વગેરે આઠ-દસ ગામડાં છે. બીજાં છૂટાંછવાયાં ઝૂંપડાં છે, અને કુરાસાઓનું મુખ્ય નગર તે ટાપુને એક છેડે સમુદ્રકિનારે અને એની અંદર વહેતી ખાડીની બંને બાજુ વસેલું તે વિલેમટાડ છે. ટાપુનું તે એક માત્ર મોટું નગર હોવાથી કુરાસાઓ તરીકે પણ ઓળખાય છે. અમારી ટૅક્સી હોટેલ પાસે આવી પહોંચી. તરત હોટેલમાંથી એક હબસી નોકરે આવી અમારો સામાન ઉઠાવી લીધો. રિસેપ્શન કાઉન્ટર ઉપર એક ઘરડી હબસી બાઈ હતી. ભાંગ્યુંતૂરું અંગ્રેજી તે બોલતી હતી. રજિસ્ટરમાં અમારાં નામ, સરનામું, પાસપોર્ટ નંબર વગેરે લખાયાં. અમે અમારા રૂમમાં પહોંચ્યાં. બહાર દરવાજે આકર્ષક લાગતી આ હોટેલ અંદરથી સાવ સાધારણ હતી. બેઠા ઘાટના જૂના મોટા મકાનને હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. લાકડાનાં પાટિયાં અને પતરાં વડે નાની નાની દસેક રૂમો આડીઅવળી બનાવવામાં આવી હતી. રૂમો એરકંડિશન્ડ હતી, પણ એકે એરકંડિશનર ચાલતું નહોતું. ઘણીખરી રૂમો ખાલી હતી. બે રૂમોમાં હબસી પ્રવાસીઓ હતા. હોટેલના પાછળના ભાગમાં કેટલાંક સ્થાનિક હબસી કુટુંબો રહેતાં હતાં, જે હોટેલના કાટખૂણિયા પેસેજમાંથી આવ-જા કરતાં હતાં. વચ્ચે ખુલ્લા ચૉકમાં એક બાજુ કેટલીક હબસી સ્ત્રીઓ કપડાં ધોતી હતી અને દોરી પર સૂકવતી હતી. એક ખૂણામાં ચોકડીમાં નળ નીચે કેટલીક હબસણો વાસણ માંજતી હતી. અમને જોવા માટે વારાફરતી ઘણાં બધાં અમારી રૂમ પાસે આંટો મારી ગયાં. હોટેલનું વાતાવરણ જોતાં જ અમે ડઘાઈ ગયાં. સ્પેનિશ ભાષા બોલતાં અણે હબસી ગુલામોના ગામઠી વંશજો જેવાં લાગતાં એ બધાંના વાતાવરણમાં અમે થોડીક વાર તો ગૂંગળામણ અનુભવી. મારાં પત્નીએ કહ્યું, “ચાલીસ ડૉલરમાં આવી હોટેલ ? આ તે હોટેલ છે કે કોઈનું ઘર ?' વાતને હળવી બનાવવા મેં કહ્યું, “હોટેલમાં ઘર જેવું વાતાવરણ હોય એ તો સારું કહેવાય. એવું વાતાવરણ કરી આપવાનો વધારાનો ચાર્જ આપણી પાસેથી નથી લેતા એટલો આપણને ફાયદો છે.” “અહીં ડર જેવું તો નહિ હોય ને ?' ના. આ બધાં તો ગરીબડાં છે. એમને જોઈને આપણને દયા આવવી જોઈએ.” આપણે બીજી કોઈ હોટેલમાં ચાલ્યા જઈશું ? કદાચ બીજી હોટેલ પણ આવી જ હશે, સિવાય કે આપણે હિલ્ટન કે કુરાસાઓ ૪ ૩૧૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્લાઝામાં જઈએ. પણ તે બહુ દૂર છે અને મોંઘી છે. ગામમાં ફરવું હોય તો આ હોટેલ જ બરાબર છે. આપણને એક નવો અનુભવ થશે. આપણે ક્યાં વધારે દિવસ રહેવું છે ? સવારે ઊઠીને તરત ફ્લાઈટ પકડવાની છે. રૂમમાં સામાન ગોઠવી અમે બેઠાં. હાથમોઢું ધોવા માટે બાથરૂમમાં સાબુ નહોતો. મારાં પત્નીએ ઘંટડી વગાડી નોકર પાસે સાબુ મગાવ્યો. કપડાં ધોતી એક બાઈ પાસેથી ધોવાનો ભીનો સાબુ લાવીને આપ્યો. મારાં પત્નીએ નારાજી બતાવીને એ પાછો આપ્યો. એટલામાં રિસેપ્શનિસ્ટ બાઈ આવી પહોંચી. એણે તરત નોક૨ને નહાવાનો નવો સાબુ આપવા સૂચના આપી. નવો સાબુ આવ્યો. બાઈની સૂચનાથી નોકરે છરી વડે એના બે ટુકડા કર્યા. એમાંથી એક ટુકડો અમને આપ્યો. બીજો ટુકડો પાછો લઈ જવામાં આવ્યો. એક દિવસના ઘરાક માટે અડધો સાબુ પણ એમને કદાચ વધારે લાગ્યો હશે. અમે બોલવા જતાં હતાં પણ મૂંગાં રહ્યાં. હોટેલના દર અને હોટેલની કરકસર જોતાં અમને લાગ્યું કે કુરાસાઓ મોંઘું હોવું જોઈએ. વાત સાચી હતી. અતિશય ફુગાવાને કા૨ણે વેસ્ટ ઈન્ડિઝના ઘણા દેશોમાં ભાવો બહુ ઊંચે ગયા હતા. સ્વસ્થ થઈ અમે ગામમાં ફરવા નીકળ્યાં. પગે ચાલીને બધે જઈ શકાય એટલું નાનું, વાહનોની ખાસ કશી અવરજવર વગરનું, તદ્દન સ્વચ્છ, આસપાસ સમુદ્રનાં ભૂરાં નિર્મલ જલ અને ખુલ્લા આકાશને કારણે રળિયામણું લાગે એવું આ સુશાંત ગામ હતું. ચોપાનિયામાં આપેલા નકશા પ્રમાણે અમે નાની નાની શેરીઓમાં ફર્યાં. તેમાં ગોરા લોકો થોડા અને કાળા લોકો વધુ એવી મિશ્ર વસતિ જણાતી હતી. અમેરિકન પ્રવાસીઓની વધેલી અવરજવરને કા૨ણે કોઈ કોઈ લોકો અંગ્રેજી થોડું સમજતા હતા. એક રેસ્ટોરાંમાં અમે કૉફી પીધી. ફરતાં ફરતાં ઢાળ ઊતરી અમે ખાડી પાસે આવી પહોંચ્યાં. વિશાળ ખુલ્લી જગ્યા હતી. સૂર્ય નમવા આવ્યો હતો એટલે તડકો સૌમ્ય બન્યો હતો. સમુદ્ર ઉપરથી વેગથી હવા વહેતી હતી. ખાડીના સામસામા કિનારે ગામ વસેલું છે. અમારી હોટેલ બાજુનો ભાગ ઓતરાબાંડા તરીકે અને સામેનો ભાગ પુંડા તરીકે ઓળખાય છે. ઓતરાબાંડા ટેકરાઓ પર વસેલું છે અને રહેઠાણ માટેનાં ઘરો ત્યાં વધુ છે. પુંડા સપાટ મેદાનમાં વસેલું છે અને ત્યાં સરકારી અને બીજી કચેરીઓ, દુકાનો, રેસ્ટોરાં વગેરે વધારે છે. ત્યાં પથ્થરની અને લાલ નળિયાંનાં છાપરાંવાળી બે કે ત્રણ માળની ઘણી ઈમારતો અડોઅડ હારબંધ, ખાડીના કિનારાને સમાંતર આવેલી છે. ૩૨૦ * પ્રવાસ-દર્શન Page #371 -------------------------------------------------------------------------- ________________ મોટી સ્ટીમર જાય એટલી ઊંડી અને લગભગ બસો મીટર જેટલી પહોળી આ ખાડીમાં વચ્ચે તરતો ઝૂલતો લાકડાનો મજબૂત પુલ છે. અમે ઊભાં હતાં એટલી વારમાં તો જોરથી હોર્ન વાગ્યું અને ઘડિયાળનો કાંટો ખસે એમ ધીમે ધીમે અમારી બાજુથી પુલ ખસવા લાગ્યો. જોતજોતામાં તો તે સામી બાજુએ કિનારાને અડીને લાગી ગયો. દરમિયાન બંને કિનારેથી નાની લોંચ ચાલુ થઈ અને કેટલાક લોકો એમાં બેસીને સામે પાર જવા લાગ્યાં. થોડી વારમાં એક મોટી સ્ટીમર આવી અને પસાર થઈ ગઈ. પુલ ફરી પાછો જોડાઈ ગયો. કુરાસાઓમાં રિફાઈનરીને કારણે સ્ટીમરોની અવરજવર વધતી ગઈ છે. રોજ સરેરાશ ત્રીસ વખત આ તરતો પુલ ખસેડાયા છે. આ પુલ ઉપરથી પહેલાં વાહનો પસાર થવા દેવામાં આવતાં, પરંતુ વાહનો માટે હવે નવો પુલ ખાડી ઉપર થોડે આઘે બાંધવામાં આવ્યો છે. મોટામાં મોટી સ્ટીમરો પણ નીચેથી પસાર થઈ શકે એટલા માટે ૧૬૦ ફૂટ જેટલો ઊંચો આ પુલ બાંધવામાં આવ્યો છે. આટલી નાની ખાડી ઉપર આ અસાધારણ ઊંચો પુલ એની સકારણ કૃત્રિમ ઊંચાઈને કારણે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહે તેવો નથી. કુરાસાઓમાં વાહનો ઓછાં છે, છતાં ભવિષ્યના વાહનવ્યવહારને લક્ષમાં રાખી અગાઉથી તૈયારી કરી લેવાની દૃષ્ટિએ આ ઉત્તુંગ પુલ બાંધવામાં આવ્યો છે. ખાડીની અંદર તરતા પુલ ઉપર વીજળીનાં રંગબેરંગી બલ્બનાં તોરણો લટકાવ્યાં હતાં. રાતને વખતે જતી-આવતી સ્ટીમરોને એ દેખાય એ તો ખરું, પણ રાહદારીઓને પણ એની રોશની આકર્ષક લાગે એવી હતી. પુલ ઓળંગી અમે સામી બાજુ ગયાં. ખાડીની એક બાજુ ફ્લોટિંગ માર્કેટ છે. દસ-બાર હોડકાંમાં વેપારીઓ શાકભાજી અને ફળફળાદિ વેચવા બેઠા હતા, જે રસ્તા ઉપર ઊભા ઊબા માણસો ખરીદી શકે. અમે થોડાં સંતરાં ખરીદી આગળ ચાલ્યાં. એક બાજુ મોટી પોસ્ટ ઑફિસ છે. અમારો કાર્યક્રમ અચાનક બદલાયો હતો. એટલે મુંબઈ ઘરે તાર કરવાના વિચારે અમે અંદર ગયાં. પરંતુ છ-સાત શબ્દના વિદેશના તાર માટે ભારતમાં જ્યારે પંદરેક રૂપિયા થતા ત્યારે તેના ત્રીસ ડોલર (લગભગ અઢીસો રૂપિયા) અમને ત્યાં કહ્યા. કુરાસાઓ પાસે સીધી સર્વિસ નથી એટલે દર ઘણો વધારે હતો અને તાર પહોંચતાં પણ પાંચ-છ દિવસ લાગે એમ હતું એટલે અમે તારનો વિચાર માંડી વાળ્યો. (કુરાસાઓની તાર અને ટેલેક્ષની સીધી સર્વિસ હવે ચાલુ થઈ અમે બજારમાં લટાર મારવા લાગ્યાં. આડી અને ઊભી પાંચ-છ નાની ગલીઓ હતી. બધી દુકાનોમાં ચીજવસ્તુઓ પરદેશી હતી. સ્થાનિક ખરીદનારાં કુરાસાઓ જ ૩૨૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ કરતાં વિદેશી સહેલાણીઓની ખરીદી ઉપર નભતો વેપાર હતો. શો-કેસમાં ગોઠવેલી વસ્તુઓ પર માત્ર કુતૂહલતી નજર નાખતાં નાખતાં અમે પસાર થઈ રહ્યાં હતાં. કુરાસાઓની મુલાકાત પહેલાં બીજા કોઈ ગુજરાતીએ લીધી હશે કે કેમ તેનો અમે વિચાર કરતાં હતાં એવામાં એક દુકાનમાંથી અવાજ આવ્યો, બોલો બહેન ! શું જોઈએ તમારે ?' ગુજરાતી ભાષા સાંભળી અમારા કાન ચમક્યા. એક યુવાન ભાઈ દુકાનમાંથી બહાર આવ્યા અને બોલ્યા : “બહેનની ગુજરાતી સાડી પરથી મને થયું કે તમે ગુજરાતી છો, એટલે તરત હું બહાર આવ્યો. આ અજાણ્યા ટાપુમાં તમે ક્યાંથી ?' અમે હસતાં સામે પૂછ્યું : “આ અજાણ્યા ટાપુમાં તમે ક્યાંથી ?' અમે અમારી વાત કરી. એમણે કહ્યું કે પોતે કચ્છના અંજારના વતની છે. લોહાણા છે. પાકિસ્તાન થતાં સિંધથી આવીને કચ્છમાં આદિપુરમાં વસેલા એક સિંધી વેપારી સાથે એમને સબંધ થયો. એ વેપારીએ ભારત છોડીને પનામામાં દુકાન કરી. તેઓ પોતાના ખર્ચે એમને નોકરી કરવા પનામા લઈ આવ્યા. ત્યાંથી બીજા એક સિંધી વેપારી એમને કુરાસાઓ લઈ આવ્યા. બાર મહિનાથી તેઓ કુરાસાઓમાં છે. ડચ અને સ્પેનિશ પણ બોલે છે. વેપાર સારો ચાલે છે. વળી તેમણે કહ્યું કે કુરાસાઓમાં સિંધીઓની પાંચ દુકાનો છે : “તાજમહાલ', “બુલચંદ', “હિંદુ પેલેસ', “નારણ” અને “લા ગંગા'. 'ભારતના ભાગલા પડ્યા ત્યાર પછી ઘણા શ્રીમંત સિંધી વેપારીઓ દુનિયાના ઘણા જુદા જુદા દેશોમાં વેપારાર્થે વસ્યા. એમાં કેટલાક કુરાસાઓમાં આવીને રહ્યા છે. આ વાત જાણીને અમને અત્યંત આનંદ થયો. અમે કોઈ અજાણી ધરતી પર નથી એવું અમને હવે લાગ્યું. થોડી વારમાં એ કચ્છી ભાઈના સિંધી શેઠ બહારથી આવી પહોંચ્યા. પરિચય કરાવ્યો. ચા-પાણી પીધાં. બીજી સિંધી દુકાનોની મુલાકાત લીધી. રાત્રે એક સિંધી વેપારીને ત્યાં શાકાહારી ભારતીય ભોજન જમ્યાં. અમારો દિવસ પરિણામ-રમણીય બની ગયો. રાતના હોટેલ પર આવી, ચૉકમાં ગોઠવેલું ટી.વી. થોડી વાર જોઈ, અમે સૂઈ ગયાં. બીજે દિવસે કુરાસાઓનો ટાપુ છોડી પનામા જવા વિમાનમાં અમે બેઠાં. વિમાન ઊડ્યું ત્યારે બારીમાંથી આ ટાપુના ઉત્સુકતાપૂર્વક છેલ્લાં દર્શન કરી લીધાં, કારણ કે કુરાસાઓની ધરતી ઉપર જિંદગીમાં બીજી વાર પર મૂકવાનો અમારે માટે સંભવ હશે કે કેમ તે પ્રશ્ન હતો. (પાસપોર્ટની પાંખે-૧) ૩૨૨ + પ્રવાસ-દર્શન Page #373 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સિડનીની ફૅરવૅલ-પાર્ટી (ઑસ્ટ્રેલિયા) ઈ.સ. ૧૯૭૭ના ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પેન (PEN) સંસ્થાની કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે હું ગયો હતો. સિડનીની સુખ્યાત શેવરોન હોટેલમાં બધા પ્રતિનિધિઓને ઉતારો આપવામાં આવ્યો હતો. આઠ દિવસની આ પરિષદમાં સાહિત્યના જુદા જુદા વિષયો ઉપર નિબંધો વંચાયા. વળી સોવિયેટ યુનિયનમાં પેનનું કેન્દ્ર સ્થાપવું કે નહિ ? દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોમાં કેદમાં પૂરવામાં આવેલા લેખકોને છોડાવવા માટે શું શું કરવું ? સોવિયેટ યુનિયનમાંથી ભાગી છૂટેલા લેખકોને સહાય કરવા શું શું કરવું ? કોરિયાના કવિ કમ જી હાને કેદમાં રાખવામાં આવ્યા છે તે માટે જાપાને છપાવેલી દ્વેષભરી પત્રિકા સામે કોરિયાનો વિરોધ વગેરે વિષયો ઉપર ઘણી ગરમાગરમ ચર્ચાઓ પણ થઈ. આ બધી ચર્ચાઓમાં ક્યારેક આંતરરાષ્ટ્રિય રાજકારણ પણ ડોકાતું હતું. અધિવેશનના છેલ્લા દિવસે બપોરે ઔપચારિક આભારવિધિ થઈ ગયા પછી રાત્રે છેલ્લો કાર્યક્રમ હતો ફૅરવૅલ પાર્ટીનો. આ કાર્યક્રમ માટે પેનકોંગ્રેસના ઑસ્ટ્રેલિયન આયોજકોએ જોરશોરથી જાહેરાત કરી હતી. વળી તેઓએ ગર્વપૂર્વક કહ્યું હતું, ‘કોંગ્રેસની કાર્યવાહીમાં ગરમાગરમ ચર્ચાઓથી દુખેલું તમારું માથું હળવું બનાવવું હોય તો ફૅરવૅલ પાર્ટીમાં જરૂર પધા૨જો. આ ફૅરવૅલ પાર્ટી બધા માટે આડકતરી રીતે ફરજિયાત બની હતી, કેમ કે તે માટે પ્રતિનિધિદીઠ વીસ ઑસ્ટ્રેલિયન ડૉલર (એક ડૉલર બરાબર સિડનીની ફૅરવલ-પાર્ટી * ૩૨૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ દસ રૂપિયા) દરેક પાસેથી અગાઉથી વસૂલ કરી લેવામાં આવ્યા હતા. શરાબ, સંગીત અને ભોજનનો આ કાર્યક્રમ હતો. જો પહેલેથી તેની ફી લઈ લવામાં આવી ન હોત તો કદાચ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું બહુ મન ન થાત. બીજા પ્રતિનિધિઓ સાથે વિચારવિનિમય કરતાં લાગ્યું કે માત્ર ઔપચારિકતા ખાતર પણ મારે હાજરી આપવી જોઈએ. સિડનીમાં જે કેટલાક જૂના ઐતિહાસિક વિસ્તારો હજુ પણ સારી રીતે જાળવી રાખવામાં આવ્યા છે એમાંનો એક વિસ્તાર તે આર્થાઈલ ટાવર્સ છે. ઈંગ્લેન્ડથી દેશનિકાલની સજા પામેલા સાતસો ભારાડી ગુનેગાર કેદીઓને સ્ટીમરમાં લાવીને અંગ્રેજોઓ સિડની શહેર વસાવ્યું હતું. આ શહેરના વસવાટનો ઐતિહાસિક આરંભ આવી વિચિત્ર રીતે થયો હતો. શહેરની સ્મૃતિરૂપે એ વખતનો એ જૂનો વિસ્તાર હજુ પણ સારી રીતે સાચવી રાખવામાં આવ્યો છે. ત્યાં હવે સાહિત્ય અને કલાના વિવિધ સમારંભો અને મહેપિલો યોજાય છે. છાપરાંવાળાં મકાનોમાં પ્રાચીન વાતાવરણ અનુભવાય છે. અમારી આ ફૅરવેલ પાર્ટી - વિદાય મહેફિલ આર્થાઈલ ટાવર્ન નામના આ વિસ્તારની એક સુપ્રસિદ્ધ પ્રાચીન ઈમારતમાં ગોઠવવામાં આવી હતી. અમને બધાંને કડક સૂચના આપવામાં આવી હતી કે કાર્યક્રમ રાત્રે બરાબર આઠ વાગે ચાલુ થશે અને તે માટે હોટેલ ઉપરની ત્રણ બસ સમયસર સાડા સાત વાગે ઊપડી જશે, માટે કોઈએ મોડું કરવું નહિ. જે મોડા પડે તે પોતાની મેળે ટૅક્સી કરીને આવી પહોંચે. વિદેશપ્રવાસમાં સરકારે આપેલું હૂંડિયામણ કરકસરથી વાપરવું પડતું. એટલે મોડું થાય તો ટૅક્સીના ચારપાંચ ડૉલર ચૉટે એ બીકે હું મારા રૂમમાંથી નીચે લૉન્જમાં બરાબર સવા-સાતે આવીને ઊભો રહ્યો. બહાર રસ્તા પર જોયું તો હજુ બસ આવીને ઊભી નહોતી. લૉન્જમાં કોઈ પ્રતિનિધિ દેખાતા નહોતા. મને થયું કે હું ઘણો વહેલો નીચે ઊતર્યો છું. ત્યાં તો મને જોઈને રિસેપ્શનિસ્ટ પૂછ્યું, “તમે બસ માટે ઊભા છો ? હા.' “બસ તો ત્રણેય ઊપડી ગઈ છે.' હોય નહિ; હજુ તો સવાસાત વાગ્યા છે. સાડાસાતે બસ ઊપડશે એવી અમને સૂચના અપાઈ છે.' “એ વાત સાચી, પરંતુ આજે પ્રતિનિધિઓ સાત વાગતામાં આવીને બેસી ગયા હતા. વળી કેટલાક સ્થાનિક પ્રતિનિધિઓ પણ વગર પૂછયે બસમાં બેસી ગયા હતા. એથી ત્રણેય બસ પૂરી ભરાઈ ગઈ હતી, એટલે ૩૨૪ : પ્રવાસ-દર્શન Page #375 -------------------------------------------------------------------------- ________________ બસને મોડી ઉપાડવાનું કોઈ કારણ નહોતું. હવે જે પ્રતિનિધિઓ રહ્યા હશે તેમને માટે એક બસ બીજો એક ફેરો કરશે. તમે બેસો. થોડી વારમાં જ બસ આવશે.” વિદાય મહેફિલ માટે આટલી બધી પડાપડી થશે એવી કલ્પના નહોતી. એટલામાં બીજા ચાર-પાંચ પ્રતિનિધિઓ લોન્જમાં આવી પહોંચ્યા. ત્રણે બસ ઊપડી ગઈ છે એ જાણી સૌને આશ્ચર્ય થયું. હવે એક બસ પાછી ફરશે તોપણ તે લગભગ પોણાઆઠ વાગે ઊપડશે એમ લાગ્યું. અમે બધા આમતેમ આંટા મારવા લાગ્યા. એવામાં એક બ્રિટિશ પ્રતિનિધિ આવ્યા. તેઓ રઘવાટમાં હતા. તેમણે ચિંતિત ચહેરે કહ્યું, “બસ આટલી બધી વહેલી ઊપડી ગઈ ? હવે મારે તો ટૅક્સી કરવી જ પડશે કારણ કે મને તો ત્યાં કેટલું કામ સોંપાયું છે. એ માટે મારે સમયસર પહોંચવું જરૂરી છે.' એમણે મને કહ્યું, “ડૉ. શાહ, હું ટૅક્સી કરીને જાઉં છું. તમે ચાલો મારી સાથે.' પછી બીજા પ્રતિનિધિઓને ઉદ્દેશીને કહ્યું, “તમારામાંથી બીજા બે પણ આવી શકે છે.' મેક્સિકોની બે મહિલા પ્રતિનિધિઓ તરત આવવા તૈયાર થઈ. બહાર નીકળી અમે ચારે ટૅક્સીમાં બેઠાં. સરસ વાતો ચાલી. આયોજકોની આવી વ્યવસ્થા માટે ટીકા થઈ. ટૅક્સીમાં બેસવા મળ્યું એટલે આનંદિત થઈ મેક્સિકન મહિલાઓ બ્રિટિશ પ્રતિનિધિની પ્રત્યેક વાતે “હા જી', “હા જી' કહી સાદ પુરાવતી રહી. અમે આર્થાઈલ ટાવર્સ પહોંચ્યાં. ટૅક્સીમાંથી નીચે ઊતર્યા. ટેક્સીવાળાને પૈસા ચૂકવી બ્રિટિશ પ્રતિનિધિએ ચાલતાં ચાલતાં કહ્યું, “ક્ષમા કરજો. આપણે ટેક્સી જે ભાગમાં (Share) કરી છે તેનો તમારે દરેકે દોઢ દોઢ ડૉલર આપવાનો છે. મને થયું કે આ તો ખરો વાણિયો નીકળ્યો. પરંતુ દોઢ ડૉલર જેટલી રકમ માટે બોલવું એ અનુચિત ગણાય. પેલી બે મેક્સિકન મહિલાઓને પણ ગમ્યું નહિ. પર્સ ખોલીને પોતાના ભાગના પૈસા તેમણે આપી દીધા, પરંતુ પોતાનો અણગમો વ્યક્ત કરવા બ્રિટિશ પ્રતિનિધિની વાતમાં પછી કશો રસ લીધો નહિ અને અળગી થઈને કંઈક બબડતી ચાલવા લાગી. ટૅક્સીમાંથી ઊતરતી વખતે મેં મીટર જોયું હતું તેમાં ચાર ડૉલર અને દસ સેન્ટ આવ્યા હતા. તેની જગ્યાએ બ્રિટિશ પ્રતિનિધિએ અમારા ત્રણ પાસેથી કુલ સાડાચાર ડૉલર લીધા. એટલે કે પોતે ટૅક્સીમાં મફત આવ્યા અને ઉપરથી ચાલીસ સેન્ટનો ફાયદો કર્યો. આ એમણે ઈરાદાપૂર્વક કર્યું હશે કે ભૂલથી થઈ ગયું હશે તે તો કોણ જાણે ? કારણ કે કેટલાક વિદેશીઓ મોઢે હિસાબ કરવામાં કાચા સિડનીની ફૅરવૅલ-પાર્ટી ના ૩૨૫ Page #376 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેમાં વળી આ તો કવિ-લેખકની જાત. ગમે તેમ હોય, પણ તેમના પ્રત્યેનું મારું માન ઊતરી ગયું. આર્થાઈલ ટાવર્નના વિશાળ રેસ્ટોરાંમાં પેન-કોંગ્રેસના બધા પ્રતિનિધિઓ ગોઠવાઈ ગયા હતા. દોઢસો વર્ષ જૂના એ રેસ્ટોરાંમાં જાડાં ખરબચડાં લાકડાનાં જૂના સમયનાં મોટાં મજબૂત ટેબલ હતાં. બેસવા માટે ખુરશીઓ નહિ પણ લાંબી પાટલીઓ હતી. દાખલ થતાં જ કોઈ પ્રાચીન ઈમારત છે એવો ભાસ થાય. હું દાખલ થયો કે તરત પેન-કોંગ્રેસના મંત્રી પીટર આલ્સટોબે બૂમ પાડી મને બોલાવ્યો. તેમણે કહ્યું, “ડૉ. શાહ, અહીં આવો. એક સીટ મેં તમારે માટે રાખી છે. બીજા કોઈને બેસવા દીધા નથી. શા માટે તે જાણો છો ? હું શરાબ અને સિગરેટ નથી પીતો એટલા માટે જ હશે !' હસતાં હસતાં મેં કહ્યું, કારણ કે પીટર મારી જેમ શરાબ અને સિગરેટ પીતા નથી. એ તો ખરું જ; પરંતુ ખાસ એટલા માટે તમને બોલાવ્યા કે તમે બ્રિટિશ, કોમનવેલ્થના સભ્ય છો. અહીં બધે તમે નજ૨ કરો. બધા લેખકો પોતપોતાના રાજકીય વર્તુળ પ્રમાણે જુદા જુદા ટેબલ આસપાસ બેઠા છે. એટલે મેં વિચાર કર્યો કે આપણે પણ બ્રિટિશ કોમનવેલ્થનું જુદું ટેબલ જમાવીએ.” ટેબલની આસપાસ બેઠેલા સભ્યો સામે મેં નજર કરી. તેમાં લંડનના પેન કાર્યાલયની બે બ્રિટિશ મહિલાઓ હતી. એક પ્રતિનિધિ હતો હોંગકોંગનો, એક હતો ન્યૂઝીલેન્ડનો અને એક પ્રતિનિધિ લેખિકા હતી તાઈવાનની. આ વિદાય-જલસામાં બીજા દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ જેટલા હતા તેથી વિશેષ સ્થાનિક ઑસ્ટ્રેલિયન લેખક-લેખિકાઓ અને નિયંત્રિત ઈતર મહાનુભાવો હતાં. આ બધાનાં વસ્ત્રોનું અવલોકન કરતાં એક વાત તરત નજરે ચડતી. ઑસ્ટ્રેલિયાની બહારથી આવેલા પ્રતિનિધિઓ તો પોતાની સાથે જે બે ચાર જોડા કપડાં લાવ્યાં હોય તે તેમણે આઠ-નવ દિવસમાં પહેરી લીધાં હોય. એટલે તેઓ બધાં પરિચિત વસ્ત્રોમાં હતાં. પરંતુ સ્થાનિક સભ્યો અને નિમંત્રિતો તો બધાં નવાં નવાં વસ્ત્રોમાં સુસજ્જ હતાં. એમાં પણ મહિલાઓ તો જાણે ફેશન-પરેડ હોય તેમ ચમકભભકવાળાં વસ્ત્રો અને ઘરેણાં પહેરીને તથા પુષ્કળ મેક-અપ કરીને આવી હતી. બધાં ટેબલો ઉપર જુદી જુદી જાતના દારૂના મોટા મોટા જગ તથા સોડા અને બરફ મૂકવામાં આવ્યાં હતાં. જેને જે પસંદ પડે તે અને જેટલો પીવો હોય તેટલો દારૂ પી શકે. બધાંએ તે પીવો શરૂ કર્યો હતો. મેં પાટલી પર બેસીને કોકોકોલા માટે માગણી કરી. વેઈટરે કહ્યું, “કોકાકોલા એક્સ્ટ્રામાં ૩૨૬ ૯ પ્રવાસ-દર્શન Page #377 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે. એના એક ગ્લાસ માટે તમારે એક ડૉલર જુદો આપવો પડશે.” મેં કહ્યું, “શા માટે ? દારૂ બિલકુલ પીવાનો નથી. એને બદલે કોકોકોલા માગું છું.” થોડી રકઝક પછી એને મારી વાત સમજાઈ. મારે માટે કોકોકોલા આવ્યું. સાડાઆઠ વાગે જાહેરાત થતાં બધાં પોતાની પ્લેટ લઈને ભોજનની વાનગીઓ લેવા માટે લાઈનમાં ઊભાં રહ્યાં. આ વાનગીઓમાંથી મને ખપે એવી વાનગીઓ ખાસ નહોતી. ભૂખ્યા રહેવા માટે મનથી તૈયાર થઈને જ હું આવ્યો હતો. અલબત્ત, ફળમાંથી મેં સફરજન અને સંતરાં લીધાં. બધાં પોતપોતાના ટેબલ પર પાછા ફર્યા અને જમવા લાગ્યાં. આ વિદાય-સમારંભમાં ખાસ કોઈ કાર્યક્રમ છે ?' પીટરને પૂછ્યું. “ખાસ કંઈ નથી. બસ દારૂ પીઓ, ખાઓ, વાતો કરો, નાચ કરો અને જવું હોય ત્યારે જાઓ. એટલો જ કાર્યક્રમ લાગે છે. પીટરે કહ્યું. સામાન્ય રીતે દુનિયામાં બધે જ આવી મહેફિલોમાં આવો જ કાર્યક્રમ હોય છે, પણ અહીં વ્યવસ્થા, ગૌરવ અને દૃષ્ટિનો અભાવ હતો. બધાં ખાતાં ગયાં; દારૂ પીતાં ગયાં; સિગરેટના ધુમાડાથી વાતાવરણ ભરાતું ગયું. સંગીતમાં તો માત્ર એક ડ્રમ જોરજોરથી બેસૂરું ડ્રાંઉ-ડ્રાંઉ વાગ્યા કરતું હતું. તે પણ પ્રાચીન સમયનું વાતાવરણ જમાવવા જ હશે એમ લાગ્યું. જેમ સમય જતો ગયો તેમ કોઈ કોઈને નશો ચડતો ગયો. એમના અવાજ પણ મોટા થવા લાગ્યા. જોરશોરથી વાતો ચાલવા લાગી. કોઈ કોઈ બરાડા પાડવા લાગ્યા. અકારણ અટ્ટહાસ્યો થવા લાગ્યાં. કોઈ કોઈ નાચવા લાગ્યા, ધમાલ ધમાલ જેવું ઘોંઘાટિયું વાતાવરણ થતું ગયું. એવામાં એક શ્વેતકશી વયોવૃદ્ધ જાપાની લેખક રેસ્ટોરાંમાં એકલા એકલા આંટા મારવા લાગ્યા હતા. લાંબી દાઢી, જાપાની કિમોનોનો પહેરવેશ અને સાડાચાર ફૂટની ઊંચાઈને કારણે તેમના તરફ તરત બધાંનું ધ્યાન ગયું. એમનું મોટું પડી ગયું હતું. કોઈકે કંઈ પૂછ્યું એટલે તે ડૂસકાં ભરવા લાગ્યા. શું થયું છે તેની ખબર ન પડી, કારણ કે તેમને જાપાની ભાષા સિવાય બીજી ભાષા આવડતી નહોતી. જાપાની લેખકોની શોધાશોધ ચાલી, પણ કોઈ ત્યાં નહોતા. પડોશી ટેબલની પ્રતિનિધિઓએ માહિતી આપી કે આ વૃદ્ધ લેખકના બીજા જાપાની લેખક મિત્રો દારૂનો વધુ પડતો નશો ચડતાં એક પછી એક ચાલ્યા ગયા હતા અને પોતે સાવ એકલા પડી ગયા હતા. તરત સ્થાનિક મહિલા પ્રતિનિધિઓ તેમનો હાથ પકડીને પોતાના ટેબલ પાસે લઈ ગઈ અને બેસાડ્યા. ઢીલા પડેલા એ લેખકની આંખમાંથી આંસુ સરતાં હતાં. બધાંએ સિડનીની ફૅરવેલ-પાર્ટી ગ ૩૨૭ Page #378 -------------------------------------------------------------------------- ________________ એમને છાના રાખ્યા. એમને હોટેલ પર પહોંચાડવાની વ્યવસ્થા થઈ. એક તમાશા જેવી ઘટના થઈ ગઈ. અલબત્ત, આમ બનવાનું કારણ આખા કાર્યક્રમનું આયોજન ઢંગધડા વગરનું હતું તે હતું. નહિ કોઈ વ્યવસ્થિત કાર્યક્રમ કે નહિ પ્રતિનિધિ લેખકોની આયોજકો તરફતી પૂરી સંભાળ. યજમાન ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિઓ જુદા જુદા દેશના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચાઈ જવાને બદલે પોતાનું જ જુદું ટોળું જમાવીને બેઠા હતા. લેખકોની આવી આંતરરાષ્ટ્રિય મહેફિલમાં પણ તંગ આંતરરાષ્ટ્રિય રાજકીય વાતાવરણ અનુભવાતું હતું. અમારા ટેબલ ઉપર હું અને પીટર સ્વસ્થ હતા. બાકીના પાંચને નશો ચડતો જતો હતો. એમના બોલવામાં હવે ઢંગધડો રહ્યો નહોતો. હું કંટાળ્યો હતો. અમને હોટેલ પર લઈ જનારી બસ રાતના અગિયાર વાગ્યે આવવાની હતી. હજુ તો સાડા નવ વાગ્યા હતા. ધીમે ધીમે કેટલાક જવા લાગ્યા હતા, પણ જે જાય તે પોતાને ખર્ચે. ટૅક્સીના પૈસા બચાવવા કે આ કાર્યક્રમમાં વધુ બેસીને માથું પકવવું - એ બે વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો હતો. હું બહાર નીકળ્યો. ત્યાં લોબીમાં બાંગ્લાદેશના પ્રતિનિધિ શાનૂન હક્ક ઊભા હતા. મેં પૂછ્યું, “કેમ અહીં ઊભા છો ?' “ક્યારનો કંટાળી ગયો છું. હું પણ કંટાળી ગયો છું. કોઈનો સંગાથ મળે તો હોટેલ પર જવું છે.” “તો ચાલો, હું ટૅક્સી કરું જ છું. હું પણ કંટાળી ગયો છું. પાટ આવી હશે એની કલ્પના નહિ. નહિ તો અહીં આવત જ નહિ.' આપણા પહેલેથી વીસ ડૉલર કાપી લીધા એટલે આવવાનું મન થાય. પણ આટલી સરસ આંતરરાષ્ટ્રિય કોંગ્રેસ યોજીને એની છાપ એના આ છેલ્લા કાર્યક્રમ દ્વારા તેઓએ બગાડી નાખી.” મેં કહ્યું “અલબત્ત, મેં માન્યું હતું કે કદાચ આયોજકોનો પોતાનો ખયાલ જ આવા કાર્યક્રમનો હશે. પરંતું આ કાર્યક્રમ પ્રત્યે કેટલાક સ્થાનિક ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિઓએ પોતે પણ પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે, એ પરથી મને ખાતરી થઈ કે આયોજનમાં જ ક્યાંક ખામી છે. કદાચ સ્થાનિક પ્રતિનિધિ કાર્યકર્તાઓને કાર્યની વ્યક્તિગત જવાબદારી સોંપવાના અભાવને કારણે તથા વિગતોની પૂરી ચકાસણી વગર બારોબાર રેસ્ટોરાંવાળાને સીધો કોન્ટ્રાક્ટ આપી દેવાને કારણે પણ આમ બન્યું હોય.” હક્કે કહ્યું, “ઓસ્ટ્રેલિયાના આ જૂનામાં જૂના વિસ્તારમાં પાર્ટી યોજીને ઐતિહાસિક વાતાવરણનો તેઓ આપણને અનુભવ કરાવવા માગતા હશે.” મેં હસતાં કહ્યું, “જો એમ હોય તો તે સાચું છે, કારણ કે જૂના વખતની ૩૨૮ પ્રવાસ-દર્શન Page #379 -------------------------------------------------------------------------- ________________ આ રેસ્ટોરામાં રીઢા ગુનેગારોની મહેફિલ યોજાતી હતી. એ મહેફિલ જ્યારે જામે ત્યારે તે કેવી હોય એનું અનુમાન આજની પાર્ટી પરથી કરી શકાય” “કેદમાં પુરાયેલા લેખકો વિશે આજે આપણે ગરમાગરમ ચર્ચા કરી, પરંતુ કેદી લેખકોની પાર્ટી કેવી હોય તેનો પ્રત્યક્ષ અનુભવ આયોજકોએ આપણને કરાવ્યો.' ટૅક્સી કરીને અમે હોટેલ પર આવ્યા. બીજે દિવસે ખબર પડી કે સાડાદસ વાગે તો આયોજકો સહિત બધા જ સભ્યોએ ત્યાંથી વિદાય લઈ લીધી હતી. બધાને હોટેલ પર મૂકવા માટે જે ત્રણ બસ અગિયાર વાગે બોલાવવામાં આવી હતી તે બધી ખાલી પાછી ચાલી ગઈ હતી. જતી વખતે બસમાં બેસવા માટે પડાપડી હતી અને પાછા ફરતી વખતે કોઈ બસમાં બેસનાર નહોતું ! બસના ખાલીપણાએ ફેરવેલ-પાર્ટી માટે અભિપ્રાય આપી દીધો હતો. (પાસપોર્ટની પાંખે-૧) સિડનીની ફૅરવૅલ-પાર્ટી - ૩૨૯ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૪૪ રોટોરઆ (ન્યૂઝીલેન્ડ) ન્યૂઝીલેન્ડમાં જોવા જેવાં મહત્ત્વનાં સ્થળોમાંનું એક તે રોટોશુઆ (રૉટૉરુવા) છે. તે જવાળામુખી શહેર (Volcanic City) છે. જ્વાળામુખી શાન્ત થઈ ગયા પછી, ગઈ સદીમાં એ ત્યાં વસેલું છે. અમે જુદા જુદા દેશના કેટલાક પ્રવાસીઓ એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં ત્યાં જવા નીકળ્યા હતા. અમારી બસનો ડ્રાઇવર એ જ અમારો ગાઇડ હતો. એનું નામ હતું. જ્હોન ક્રેસવેલ. તે ઘણો મળતાવડો, બોલકણો અને મજાકમશ્કરી કરવાના સ્વભાવવાળો હતો. પોતાના વિષયનો પણ તે અચ્છો જાણકાર હતો. બસમાં પોતાની સીટ સામે રાખેલા મોટા અરીસામાં પડતાં અમારાં પ્રતિબિંબ જોતો જાય અને અમારી સાથે વાત કરતો જાય. પોતાના મોઢા આગળ રાખેલા માઇકમાં એ બોલતો જાય અને બધું સમજાવતો જાય. ઓકલેન્ડથી અમારી બસ એક પછી એક ગામ વટાવતી આગળ વધતી હતી. જોવા જેવાં સ્થળે અમે રોકાતાં. આખે રસ્તે હરિયાળી ટેકરીઓ જોવા મળે. એમાં ચરતાં સેંકડો ઘેટાંઓ દૂરથી નાનાં નાનાં સફેદ ટપકાં જેવાં ભાસતાં, જાણે લીલા રંગની બાંધણી ન હોય ! રોટોશુઆ અમે પહોંચવા આવ્યાં. ગાઇડે કહ્યું, ‘રોટોશુઆ શહેરનું નામ પાસે આવેલા રોટોફુઆ સરોવર પરથી પડ્યું છે. ગઈ સદીમાં ગરમ પાણીનાં ઝરણાંને કારણે આરોગ્યના હેતુથી આ સ્થળે લોકો આવવા લાગ્યા. આસપાસના પ્રદેશના માઓરી નામના આદિવાસીઓ પણ અહીં આવીને વસવા લાગ્યા. ૩૩૦ પ્રવાસ-દર્શન Page #381 -------------------------------------------------------------------------- ________________ આસપાસના પ્રદેશના માઓરી નામના આદિવાસીઓ પણ અહીં આવીને વસવા લાગ્યા. હોટેલો, મોટેલો, ઘરો, દુકાનો એમ બંધાતાં ગયાં અને એમ કરતાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ શહેર વિકાસ પામ્યું. અહીં આશરે પચાસ હજારની વસ્તી છે. એમાં અડધા માઓરી છે અને અડધા અહીં આવીને વસેલા યુરોપિયનોના વંશજો છે. અમે રોટોશુઆ પહોંચવા આવ્યા. જાણે કોઈ યુદ્ધભૂમિ નજીક આવ્યા હોઈએ તેવું લાગ્યું. મશીનગન ફૂટતી હોય એવા અવાજો થોડી થોડી વારે આવવા લાગ્યા. કોઈ કોઈ ઠેકાણે ધુમાડાના ગોટા ઊંચે સુધી જતા હતા. અમે ત્યાંથી પસાર થયા ત્યારે જોયું કે કોઈ કોઈ સ્થળે જમીનમાંથી ધગધગતા ગરમ પાણીનો ફુવારો અચાનક પચાસ-સો ફૂટ ઊંચે ઊંડે અને તરત બંધ થાય. સાથે મશીનગન જેવો અવાજ થાય. કોઈ કોઈ જગ્યાએ પાણીના ઊડવા સાથે ટ્રેન ચાલતી હોય અથવા કારખાનું ચાલતું હોય એવા અવાજ આવતા હતા. રસ્તાની બંને બાજુની ઊંચીનીચી જમીનમાં આવું જોવા મળતું હતું. રસ્તા પર ચાલતા માણસોની અવરજવર લગભગ નહિ જેવી હતી, સિવાય કે મકાન કે દુકાન આગળ કોઈ ફરતા હોય. જ્વાળામુખીની જે જગ્યા હવે તદ્દન શાન્ત, ઉપદ્રવરહિત થઈ ગઈ છે. ત્યાં રસ્તાઓ, હોટેલો, મોટેલો વગેરે કરવામાં આવ્યાં છે. ગાઇડે કહ્યું, ‘રોટરુઆમાં કોઈ પણ જગ્યાએ બોરિંગ કરવામાં આવે તો થોડા ફૂટ નીચે જતાં ગંધકની વાસવાળું ગરમ પાણી નીકળે છે. એટલા માટે તો રોટોશુઆને ગંધકનગર – Sulphur City - પણ કહેવામાં આવે છે. અમે રોટોશુઆ શહેરમાં દાખલ થયા. હોટેલો અને મોટેલો આવવા લાગી. દરેક ઉપર Mineral Bath અથવા Thermal Poolનું બોર્ડ મોટા અક્ષરે વંચાય. પ્રવાસીઓ માટે ગરમ પાણીના હોજ એ દરેક હોટેલ-મોટેલનું મહત્ત્વનું લક્ષણ ગણાય. કેટલાક લોકો આરોગ્ય માટે અહીં વધારે દિવસ રોકાય. કેટલીક હોટેલમાં તો એના મકાનની બહાર, રસ્તા પરથી દેખાય એવા વધારાના હોજ બનાવવામાં આવ્યા હતા. કેટલીક મોટી હોટેલોમાં એવા ખુલ્લા મોટા હોજ ઉપરાંત દરેક રૂમમાં ગરમ પાણીનો નાનો કુંડ હોય. અમારી બસ એક મોટેલ પાસે પહોંચી. મોટેલમાં રહેવાની અને જાતે બનાવી લેવાનાં ચા-પાણીની સગવડ હોય, પણ ભોજનની સગવડ ન હોય. અમે પોતપોતાની રૂમમાં સામાન મૂકી એક કલાકનો આરામ કરી રોટોઆનાં જુદાં જુદાં સ્થળો જોવા ઊપડ્યા. અમે એક જગ્યાએ પહોંચ્યાં. માઓરી લોકો ચોખા, મકાઈ, શાકભાજી રોટોશુઆ જ ૩૩૧ Page #382 -------------------------------------------------------------------------- ________________ વગેરે ગરમ પાણીના કુંડમાં બોળી રાખીને પકવતા હતા. (આ દૃશ્ય જોઈને યમુનોત્રીના ગરમ પાણીના કુંડમાં એક પોટલીમાં ચોખા મૂકી તે સીઝવીને ભાત બનાવી ખાધાનું સ્મરણ તાજું થયું.) કેટલીક જગ્યાએ સતત નીકળતા ગેસને પાઇપ વાટે લઈ ચૂલા બનાવવામાં આવ્યા હતા. એમાં દિવસ-રાત ગેસ સળગ્યા કરે. એના ઉપર ઘણા લોકો રસોઈ કરી લેતા હતા. કેટલીક જગ્યાએ જમીનમાં ખાડો ખોદી, એમાંથી નીકળતી ગરમ ગરમ વરાળમાં ખાદ્યસામગ્રી મૂકી, ઉપર લાકડાનું કે લોઢાનું પાટિયું ઢાંકી દેવામાં આવતું. વરાળની ગરમી જેટલી હોય તે પ્રમાણે એટલા સમયમાં રાંધવાનું તૈયાર થઈ જાય. આવી રીતે કરેલા ભોજનને અહીંના માઓરી લોકો “હાંગી' કહે છે. અમારી બસ આગળ ચાલતી. ગાઇડ જ્યોને માઓરી લોકોનો પરિચય આપતાં કહ્યું, “માઓરી લોકો ન્યૂઝીલેન્ડના આદિવાસીઓ છે. દક્ષિણ પૅસિફિક મહાસાગરના આ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરેની દૃષ્ટિએ એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે સૈકાઓ પૂર્વે કેટલીક પોલીશિયન જાતિના લોકો ન્યૂઝીલેન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા. માઓરી આદિવાસીઓ ગોરી ચામડીના છે. ચહેરો ગોળ કે લંબગોળ હોય છે. તેઓ ઘણા સશક્ત અને બુદ્ધિશાળી છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં અંગ્રેજોએ જ્યારે ન્યૂઝીલેન્ડ ઉપર કબજો મેળવી પોતાનું સંસ્થાન બનાવ્યું ત્યારે માઓરી લોકોએ ભારે લડત આપી હતી, પરંતુ આધુનિક શસ્ત્રોથી સજ્જ બ્રિટિશ સૈનિકો સામે તેઓ વધુ ઝૂકી શક્યા નહિ. અંગ્રેજો અને બીજા યુરોપિયનો અહીં આવીને વસ્યા. માઓરી સાથે તેઓ હળ્યાંભળ્યા. દુનિયાની સેંકડો આદિવાસી જાતિઓમાં પ્રથમ નંબરે કદાચ માઓરી લોકો આવે. તેઓ સૌથી વધુ પ્રગતિશીલ છે. હજુ ઘણા માઓરી જંગલોમાં અને દૂરના ટાપુઓમાં આદિવાસી જેવું જીવન જીવે છે, પરંતુ ઘણા માઓરી હવે ખેતી કે ઘેટાંઉછેરનું કામ નથી કરતા. તેઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, જુદા જુદા વ્યવસાયોમાં જોડાયેલા છે, સરકારી નોકરીઓમાં છે, કારખાનાંઓના માલિક છે, પાર્લામેન્ટ સભ્ય પણ છે અને મિનિસ્ટર પણ બન્યા છે. મોટાં શહેરોમાં માઓરી અને એમની પ્રજા પણ મોટી થઈ ગઈ માઓરીનો પરિચય આપ્યા પછી જ્યોને કહ્યું, “આ બધું સાંભળી તમને બધાંને માઓરી લોકોને મળવાનું મન થયું હશે ! એ માટે આજે સાંજે જ આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે. તમને માઓરી લોકનૃત્ય જોવા મળશે. મારી એક ખાસ મહિલામિત્ર આ લોકનૃત્યની સંચાલિકા છે. તમને બધાંને જોઈને એ તો ૩૩૨ પ્રવાસ-દર્શન Page #383 -------------------------------------------------------------------------- ________________ એટલી બધી રાજી થઈ જશે કે વાત ન પૂછો !' અમારી બસ આગળ ચાલી. એક સ્થળે ઊભી રહી. ત્યાં ગરમ પાણીનું નાનું તળાવ હતું. નીલા રંગના ધગધગતા પાણીમાંથી વરાળના ગોટેગોટા સતત નીકળતા હતા. એના પાણીનું તાપમાન એટલું બધું છે અને તળાવ એટલું બધું ઊંડું છે કે એનું માપ કોઈ કાઢી શક્યું નથી. એટલા માટે એનું Bottomless Pond (અતળ તળાવ) એવું નામ પડી ગયું છે. એના કિનારે કેટલાક માઓરી લોકો અનાજનો કોથળો પાણીમાં ડુબાડી તે સીઝવતા હતા. અમે બીજા એક સ્થળે ગયાં. ત્યાં એક ખડક હતો જેનું નામ હતું Boxing Gloves. જવાળામુખી જ્યારે ફાટ્યો હશે એને ધગધગતો લાવારસ ઊછળી ઊછળીને ઠરવા લાગ્યો હશે ત્યારે આ સ્થળે એવી આકૃતિ થઈ ગઈ છે કે જાણે બૉક્સિંગની રમત માટેનાં રબરનાં જાડાં મોટાં મોજાં ન હોય ! બીજા એક સ્થળે એક સાવ નાનું ખાબોચિયું હતું. એમાં પાણી નહોતું પણ ભીનો કાદવ હતો. કાદવ ખદબદતો હતો. મોટા મોટા પરપોટા દેખાતા અને કાદવ ઊંચોનીચો થયા કરતો હતો. નીચેથી નીકળતા ગરમ પાણી અને જોરદાર પવનને લીધે ખદખદતા કાદવના લોંદા થોડા ઊંચે ઊછળી જરાક આઘે જઈને પડતા. આવા ઊછળતા લોંદા તે જાણે દેડકાં કૂદતાં ન હોય એવા લાગતા હતા. એનો રંગ પણ દેડકાના રંગ જેવો હતો. એથી એ ખાબોચિયાનું નામ Frog Pond પડી ગયું છે. રોટરુઆમાં ધરતીના પેટાળમાં ગંધકવાળું ગરમ પાણી છે અને ગેસ છે. પરંતુ વરસાદ પડવાને લીધે અહીં ધરતીની ઉપર ઠંડા પાણીનું એક છીછરું ઝરણું વહે છે. એનું પાણી કાચ જેવું પારદર્શક છે. ઠંડા પ્રદેશોમાં ગરમ પાણીનાં ઝરણાં કે કુંડ પવિત્ર મનાય છે. અહીં લાવારસના પ્રદેશમાં ઠંડા પાણીનાં ઝરણાંનો મહિમા મોટો છે. આ ઝરણાંના પુલ ઉપરથી પસાર થતા લોકો પાણીમાં સિક્કા નાખતા જાય છે. આવા સિક્કા લેવા માટે મારી લંગોટિયા છોકરાઓ પાણીમાં રહે છે અને સિક્કો પડે કે તરત તે લેવા માટે ડૂબકી મારે છે. અમે પણ ત્યાં પહોંચીને સિક્કા નાખ્યા. જ્યોને કહ્યું, “આ છોકરાઓના ગાલ તમે જોયા ? કેટલા ફૂલેલા છે ? એનું કારણ ખબર છે ? એનું કારણ એ છે કે રોજ સવારથી સાંજ સુધી જેમ જેમ સિક્કા મળતા જાય તેમ તેમ તરત તેઓ સાચવવા માટે તેને મોઢાના ગલોફામાં મૂકીને ભરાવી રાખે છે.” મેં કહ્યું, “અમારા ભારતમાં કેટલાંક તીર્થસ્થળોમાં વાંદરાઓ આ રીતે વધારાનું ખાવાનું ગલોફામાં ભરાવી રાખે છે. એટલે એમના ગાલ પણ એવા રોટોઆ ૩૩૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ ફૂલેલા અને લબડેલા થઈ જાય છે.” રોટોગ્રુઆમાં બીજાં કેટલાંક સ્થળ જોઈને અમે “હોટેલ રોટોરુઆ ઇન્ટરનૅશનલમાં પહોંચ્યાં. સાંજ પડવા આવી હતી. આ વિશાળ હોટેલમાં અમારે માટે માઓરી લોકનૃત્ય જોવાનો અને હાંગીના ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યોને ફરી કહ્યું, “અહીં તમને ખૂબ મઝા આવશે. માઓરી લોકનૃત્યની નિર્દેશિકા પોલીને મારી ખાસ મિત્ર છે. તમે જોજો કે મને જોતાં જ તે કેવી આનંદમાં આવી જાય છે અને નાચવા લાગે છે.” અમે હોટેલમાં દાખલ થયાં. માઓરી યુવક-યુવતીઓએ અમારું સ્વાગત કર્યું. મારી ભાષામાં કહ્યું, “કિયા ઓરા', અને મોઢામાંથી જીભ કાઢી. કિયા ઓરા' એટલે તમારું સ્વાગત કરીએ છીએ. મહેમાનોનું સ્વાગત કરવા માટે મોઢામાંથી જીભ કાઢવાનો તેઓમાં રિવાજ છે. હોટેલમાં દાખલ થઈને એના ઉદ્યાનમાં અમે બેઠાં. જ્યોને કહ્યું, “મારીની સંસ્કૃતિ જુદી છે. તેઓ મોઢા ઉપર અને નાક ઉપર પણ છૂંદણાં કરાવે છે. તેઓ પોતાના ઘરમાં વંશાવળી રાખે છે. જીભ કાઢીને સ્વાગત કરવું એ પ્રકારનો તેઓમાં રિવાજ છે. તેઓના શિલ્પમાં પણ તમને જીભ કાઢેલી આકૃતિઓ જોવા મળશે. માઓરી શિલ્પમાં બંને હાથની ફક્ત ત્રણ ત્રણ આંગળી જ ખુલ્લી બતાવાય છે. એ ત્રણ આંગળીઓ જન્મ, જીવન અને મૃત્યુની સૂચક છે.' પછી મારા તરફ જોઈને જ્યોને કહ્યું, “ડૉ. શાહ, એક વાત જાણીને તમને ભારતીય લોકોને આનંદ થશે કે માઓરી લોકો જમતી વખતે જરા પણ એઠું મૂકતા નથી. તેઓ દેવદેવીઓની પૂજા કરે છે અને માનતા માને છે. તેઓ વનદેવતા ‘તાને માહુતામાં અને સમુદ્રદેવતા તાંગારોઆમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે.” ઉદ્યાનમાં વચ્ચે તરણહોજ હતો. જેમને એમાં નહાવું હોય તે નવાઈ શકે. જ્યોને કહ્યું, “હજુ તમારી પાસે અડધો કલાક છે. તમે ફરવું હોય તો ત્યાં ફરી શકો છો. નહાવું હોય તો નવાઈ શકો છો. બરાબર સાડા છ વાગે લોકનૃત્ય શરૂ થશે. તમે સમયસર અહીં આવી જશો. આપણા ગ્રુપ માટે જુદી ખુરશીઓ રાખેલી છે.” સાડા છ વાગે માઓરી લોકનૃત્યનો કાર્યક્રમ ચાલુ થયો. માઓરી યુવકયુવતીઓએ પોતાનો વિશિષ્ટ પોષાક ધારણ કર્યો હતો. લાકડાની રંગબેરંગી ભૂંગળીઓ અને મણકાઓ દોરીમાં ભરાવેલ તે તેમની કમરે ખીચોખીચ લટકતા હતા. એ જ એમનું કટિવસ્ત્ર હતું. તેમના હાથમાં રહેલી એકાદ ફૂટ ૩૩૪ * પ્રવાસ-દર્શન Page #385 -------------------------------------------------------------------------- ________________ જેટલી લાંબી દોરીને છેડે લૂગડાના રંગબેરંગી દડા લટકતા હતા. જીભ કાઢી તેઓએ અમારું સ્વાગત કર્યું. માઓરીનાં ગામઠી ઢોલનગારાં સાથે નૃત્ય શરૂ થયું. નૃત્ય કરતી વખતે તેઓ દડા પોતાની કમરે એવી રીતે વીંઝતા કે ભટકાય અને તડતડ અવાજ થાય. તેઓ બુલંદ સ્વરે ગાતા, ગોળગોળ ફરતા અને દડા વીંઝતા. વળી જીભ હલાવતા અને હાથની આંગળીઓમાં ધ્રુજારી કરતા. દરેકના ચહેરા ઉપર સ્મિત અને ઉલ્લાસ વરતાતાં. દડાનાં ત્રણ નૃત્ય કર્યા પછી તેઓએ દાંડિયારાસ ચાલુ કર્યા. દાંડિયા આપણા હોય છે તેના કરતાં સહેજ લાંબા હતા અને વચ્ચેથી પકડેલા હતા. એમના દાંડિયારાસ જોતાં જાણે ગુજરાતમાં હોઈએ એવું લાગે. બીજી એક વિશિષ્ટતા તેઓની એ હતી કે પોતપોતાના ભેરુ સાથે રમતાં રમતાં દાંડિયાની તાલબદ્ધ રીતે ઝડપથી અદલાબદલી કરી લેતા. આમાં પોલીન કોણ છે તે શોધી કાઢવા જ્હોન અમને કહ્યું, બધામાં ઊંચી, ચબરાક, સતત સ્મિત ફરકાવતી અને તાલબદ્ધ સુંદર નૃત્ય કરતી ત્રીસેક વર્ષની યુવતી પોલીન હોવી જોઈએ એ અમારાં બધાંનું અનુમાન સાચું પડ્યું. બીજી રીતે પણ એ સાચું હતું. રાસ પૂરો થાય, પણ જતી વખતે રમતાં રમતાં પોતાના દાંડિયા નાયક અને નાયિકાના હાથમાં તાલબદ્ધ રીતે લયપૂર્વક ફેંકતાં જાય. એક પણ દાંડિયો નીચે ન પડે. દાંડિયા ઝીલીને એકઠા કરનાર નાયિકા તે જ પોલીન. લોકનૃત્યનો કાર્યક્રમ પૂરો થયો. હવે ભોજનનો કાર્યક્રમ ચાલુ થવાનો હતો. એટલામાં તો ઉદ્યાનમાં જુદી જુદી જગ્યાએ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. રોટરુઆમાં ન હોઈએ તો આગ લાગી હશે એવો જ વહેમ પડે. અમે કુતૂહલથી જોતા હતા. ધુમાડો ઓછો થયો ત્યાં જણાયું કે હોટેલના વેઇટરો ઉદ્યાનમાં જુદી જુદી જગ્યાએ જમીનમાં કરેલાં મોટાં બાકોરાનાં ઢાંકણાં ઉઘાડી અંદરથી મોટાં મોટાં વાસણો કાઢતા હતા. એમાં ભાતભાતની ખાદ્યસામગ્રી હતી. ગંધકની વરાળથી એને પકવવામાં આવી હતી. અમારે માટે એ “હાંગી'ની વાનગીઓ હતી. દોઢસો જેટલા પ્રવાસીઓ વિશાળ ભોજનખંડમાં પોતપોતાના મુકરર કરેલા ટેબલ પર ગોઠવાઈ ગયા. પાંચેક ટેબલ પર વાનગીઓ મૂકવામાં આવી હતી. બુફે પદ્ધતિ હતી. પરંતુ જે ટેબલનો નંબર બોલાય તે ટેબલના મહેમાનો જ વાનગી લેવા જાય જેથી ગિરદી કે ધક્કાધક્કી થાય નહિ. શાકાહારી વાનગીઓમાં ભાત, મકાઈ, કાકડી, વટાણા, કોબી, ટામેટાં વગેરે પચીસેક ચીજો હશે. જેને જે જોઈએ તે લે. એના માટે જેમને મસાલો જોઈએ તેઓ મસાલો લે. મેં મારા નિયમાનુસાર અનુકૂળ વાનગીઓ પસંદ કરી લીધી. રોટોશુઆ ત્રઃ ૩૩૫ Page #386 -------------------------------------------------------------------------- ________________ માઓરી યુવક-યુવતીઓ લોકનૃત્યનો વેશ બદલીને આવી ગયાં હતાં અને પીરસવામાં મગ્ન બની ગયાં હતાં. જેને જે વાનગી, પીણાં જોઈતાં હોય તે લાવી આપતાં. અમારા ટેબલ પાસેથી પોલીન પસાર થઈ. જ્યોને ટહુકો કર્યો, “પોલીન'. પણ તે તો જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ ચાલી ગઈ. અમને નવાઈ લાગી. મુખ્ય વ્યક્તિ, નેતા, અભિનેતા સાથે પોતાને બહુ જ ગાઢ સંબંધ છે એવાં બણગાં ફૂંકવાનો કેટલાકને શોખ હોય છે, પણ વાસ્તવમાં ઘણી વાર એવું નથી હોતું. જ્હોનનું પણ એવું તો નહિ હોય ને ? મારા મનમાં વિચાર સ્ફર્યો, પણ ઉતાવળે અભિપ્રાય બાંધવો યોગ્ય ન લાગ્યો. એટલામાં પોલીન ફરી અમારા ટેબલ આગળથી પસાર થઈ. આંગળીના ઇશારે તે મહેમાનોની સંખ્યાની ગણતરી કરતી હતી. જ્યોને ફરીથી બૂમ પાડી. “પોલીન'. પણ તેણે તો જાણે કંઈ ઓળખતી જ ન હોય એવો દેખાવ કર્યો એટલું જ નહિ, કડક અવાજે એ જ્હોનને વઢી, “જોતા નથી તમે કે હું રોકાયેલી છું ? મને ડિસ્ટર્બ ન કરો.” જ્હોન ભોંઠો પડ્યો. અમને થયું કે જ્યોને પોલીનનાં કેટલાં બધાં વખાણ કર્યા હતાં અને આ બાઈ તો જાણે પોતાને કશી જ લેવા દેવા નથી એમ વર્તે છે. છણકો કરીને વાત કરતી તે અમને અપ્રસન્ન અને અવિનયી લાગી. અમારામાંથી કોઈ બોલ્યું, “આજે એને પોતાના ધણી સાથે ઝઘડો થયો હશે, નહિ તો આવું વર્તન કરે નહિ.” “ધણી સાથે ઝઘડો થયો હોય એમ લાગતું નથી. નૃત્ય કરતી વખતે તે કેવી પ્રસન્ન હતી. એનો ચહેરો કેવો મરક મરક થતો હતો.' કોઈક પોતાનું અવલોકન જણાવ્યું. બીજું કોઈક બોલ્યું, ‘મિ. જ્યોન, તમારી સાથે તો કંઈ અણબનાવ નથી થયો ને ? જુઓને, બીજા ટેબલના મહેમાનો સાથે કેવી હસીને વાત કરે છે !' કોઈકે વળી કહ્યું, ‘મિ. જ્યોન, આવી ઉદ્ધત રીતે વર્તનાર સ્ત્રી સાથે તમારો સંબંધ ન રાખવો જોઈએ એવી મારી ભલામણ છે.' કોઈક વળી પોતાની અંગત સંવેદનાને ઉગ્રતાથી દર્શાવતાં કહ્યું, “આવી બૈરી હોય તો હું તો તરત છૂટાછેડા આપી દઉં. મેં બે સ્ત્રીઓને એવી રીતે છૂટાછેડા આપી દીધા છે. હું તો જરા પણ ચલાવી લેવામાં માનતો નથી.' કોઈકે પ્રશ્ન કર્યો, ‘મિ. જ્યોન, માઓરી બૈરાંઓની આવી ખાસિયત તો નહિ હોય ને ? કેટલીક કોમનાં બૈરાંઓ પુરુષો કરતાં પણ જબરાં હોય જ્યોને કહ્યું, “ના, એવું નથી. આ તો કોણ જાણે કેમ આમ વર્તી તેની ૩૩૬ ઝઃ પ્રવાસ-દર્શન Page #387 -------------------------------------------------------------------------- ________________ ખબર ન પડી. મને પોતાને બહુ આશ્ચર્ય થાય છે. પણ તમારા વિચારો અને અનુભવો સાંભળીને મને થોડું સાંત્વન મળે છે. મિત્રો, પોલીનના આવા વર્તનની તમારા મન પર જરા પણ અસર થવા દેશો નહિ. તમે પ્રસન્નતાપૂર્વક ભોજન લેજો. આજે ભલે એ રિસાઈ હોય, બીજી વાર આવીશ ત્યારે એને મનાવી લઈશ. સ્ત્રીનું ચરિત્ર જ એવું હોય છે. સ્ત્રીને ઓળખવી એ કોઈ સહેલી વાત નથી.' હાંગીના જમણ પછી છેલ્લે આઇસ્ક્રીમ અને પછી કૉફી આવ્યાં. કૉફી પીતાં પીતાં જ્હોને કહ્યું, ‘હવે થોડી વારમાં આપણે બસમાં બેસી આપણી મોટેલ પર જઈશું. ત્યાં રાત રોકવાનું છે, હવે તમારો અભિપ્રાય પૂછી લઉં. પોલીનને બોલાવવાનો એક વાર છેલ્લો પ્રયત્ન કરી લઉં ?’ ‘ના, હાથે કરીને ફરીથી અપમાનિત થવાની શી જરૂર ?' કોઈકે કહ્યું. ‘આવી બાઈને તો જિંદગીભર બોલાવવી ન જોઈએ.' બીજાએ કહ્યું. કોઈક વળી જુદો અભિપ્રાય આપ્યો, ‘આપણે બધા પ્રવાસીઓ પોતપોતાના ગામે ચાલ્યા જઈશું. જ્મોનને તો વારંવાર અહીં આવવાનું છે, ભલે બિચારો એક વાર પ્રયાસ કરી જુએ.' એટલામાં અમારા કૉફીના કપ ઉઠાવવા પોલીન અમારા ટેબલ ૫૨ આવી પહોંચી. જ્હોને લાડથી ટહુકો કર્યો : ‘પો...લી...ન.' પોલીને જ્હોનની સામે જોયું. એક ક્ષણ થંભી અને એની સામે તાકી રહી. પછી જોરથી ખડખડાટ હસતી બોલી ઊઠી, ‘અરે જ્હોન, તમે છો ? માફ કરજો. મહેમાનોનું ધ્યાન રાખવામાં હું મગ્ન હતી, એટલે મારું તમારા ત૨ફ ધ્યાન ન ગયું.' પછી એણે મહેમાનોને વિનંતી કરી, ‘મારે માટે જગ્યા કરો, પ્લીઝ. મારે મારા વ્હાલા દોસ્ત જ્હોનની સાથે બે મિનિટ બેસવું જોઈએ. એને કદાચ માઠું લાગ્યું હશે.' જ્હોનની બાજુના પ્રવાસી આઘા ખસ્યા. પોલીન જ્હોનની બાજુમાં બેઠી. એના ગાળામાં હાથ નાખી બોલી, ‘જ્હોન, તમને મળ્યા વગર મને કેમ ગમે ?' પછી જ્યોને અમારાં બધાંનો પરિચય કરાવ્યો. બધાંની સાથે એણે હાથ મિલાવ્યા. તે ખુશખુશાલ જણાતી હતી. થોડી વાર બેસી એણે કહ્યું, ‘ભલે... હું જાઉં. હમણાં હું કામમાં રોકાયેલી છું. પણ બસ ઉપર તમને બધાંને વળાવવા જરૂ૨ આવીશ. મારી રાહ જોજો.’ પોલીન અમારા ખાલી કપ ઉઠાવીને ગઈ અને પોતાના કામમાં પરોવાઈ ગઈ. રોટોરુઆ * ૩૩૭ Page #388 -------------------------------------------------------------------------- ________________ કિંઈક ખિન્ન થયેલું વાતાવરણ પાછું પ્રસન્ન થઈ ગયું. સારું થયું કે આપણે એને છેલ્લે બોલાવી. નહિ તો આપણે એક ખોટી છાપ લઈને જાત અને બિચારીને અન્યાય થાત.' કોઈકે એના માટે હમદર્દી બતાવી. - “સ્ત્રીઓનો કોઈ ભરોસો નહિ, ઘડીકમાં રાજી અને ઘડીકમાં ખિન્ન.” કોઈકે પોતાની ફિલસૂફી હાંકી. “મને તો એ નાટકી લાગી. કેટલીક અભિમાની સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે. સાવ સામાન્ય સ્ત્રી પણ આટલી ઉદ્ધત ન થઈ શકે.” એક મહિલા યજમાને અભિપ્રાય ઉચ્ચાર્યો. માઓરી લોકનૃત્ય અને હાંગીના ભોજનનો અમારો કાર્યક્રમ પૂરો થયો. મહેમાનો વિદાય લેવા લાગ્યા. માઓરી યુવક-યુવતી સૌને વિદાય આપવા હોટેલના દરવાજાને છેડે હારબંધ ઊભાં રહી ગયાં. હસીને માથું નમાવતાં હતાં. પોલીન પણ એમાં ઊભી હતી. અમારા ગ્રુપને ભાવભરી વિદાય એણે લળીલળીને આપી. અમે સૌ બસમાં ગોઠવાયાં. બધાં જ આવી ગયાં હતાં. જ્હોન પણ પોતાની સીટમાં બેસી ગયો હતો. એણે કહ્યું, “આપણે પોલીનની રાહ જોઈશું ? એણે પોતે કહ્યું છે એટલે આવવી તો જોઈએ. જો ત્રણચાર મિનિટમાં ન આવે તો આપણે જઈશું. બરાબર છે ?' ‘ભલે થોડી વધારે રાહ જોવી પડે, પણ એને આવવા દો.” કેટલાક બોલ્યા. ત્યાં તો પોલીન દોડતી આવી. બસનાં પગથિયાં ચડી હોન પાસે ઊભી રહી. પછી માઇકમાં બોલી, “બસ, તમારાં બધાંનો આભાર માનવા અને ગુડબાય કરવા આવી છું. ફરી ન્યૂઝીલેન્ડ આવો તો જરૂર અમારી હોટેલની મુલાકાત લેશો. તમારા ગાઇડ તો કેટલા બધા મળતાવડા, હસમુખા અને ૨મૂજી સ્વભાવના છે. મારા તો એ ખાસ મિત્ર છે. હવે તમે બધાં જાઓ છો ત્યારે મારે માત્ર આટલો જ ખુલાસો કરવો છે. તમને બધાંને જ્હોન સાથેનું શરૂઆતનું મારું વર્તન ગમ્યું નહિ હોય, ખરું ને ?' સાચે જ.' તમને મારે માટે અને સ્ત્રીઓ માટે જાતજાતના વિચારો સ્કુર્યા હશે, ખરું ને ?' બરાબર.' એ માટે હું તમારાં બધાંની માફી માગું છું, પણ હું ખાતરી આપું છું કે ૩૩૮ ૪ પ્રવાસ-દર્શન Page #389 -------------------------------------------------------------------------- ________________ તમે બીજી વાર અહીં આવશો ત્યારે પણ હું એ પ્રમાણે જ વર્તીશ.” વર્તીશ કે નહિ વતું ?' પોલીનની ભૂલ સુધારવા બધાં બોલી ઊઠ્યાં. હસતી હસતી એ બોલી, “વર્તીશ, વર્તાશ અને વર્તીશ, કેમ જ્યોન, બરાબર છે ને ?' “બરાબર છે', જ્યોને કહ્યું. હોને સમજ્યા વગર ટાપશી પુરાવી હોય એમ લાગ્યું. બોલવામાં કંઈ ગેરસમજ થતી અમને લાગી. કોઈકે કહ્યું, “જ્યોન, તમને કંઈ સ્વમાન જેવું છે કે નહિ ? પોલીન શું બોલે છે તે બરાબર સમજાયું ?' ત્યાં બંને ખડખડાટ હસી પડ્યાં. પોલીને કહ્યું, “હું ફરી વાર પણ એ પ્રમાણે જ વર્તીશ, કારણ કે મારું અને જ્હોનનું એ ગોઠવેલું નાટક હોય છે.” તેમનું ખડખડાટ હસવાનું ચાલુ રહ્યું. અમે બધાં પણ આશ્ચર્ય સહિત ખડખડાટ હસી પડ્યાં. તાળીઓના ગડગડાટ થયા. પોલીન વિદાય લઈને ગઈ. અમે બોલ્યાં, “અરે જ્યોન, તમે તો કમાલ છો. આજનો પ્રસંગ તો કાયમ યાદ રહી જશે.' જ્યોને કહ્યું, “તમે અમારું કાવતરું પકડી શકો છો કે નહિ તે જોવા અને સ્ત્રીઓ માટેના તમારા વિવિધ અભિપ્રાયો અને અંગત સંવેદનાઓ જાણવા માટે મેં આમ કર્યું હતું.' અમારી બસ હોટેલ છોડી મોટેલ તરફ ચાલવા લાગી. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) રોટોશુઆ ૩૩૯ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ લૂક (ન્યૂઝીલેન્ડ) નૈસર્ગિક સૌન્દર્યસમૃદ્ધિથી સભર એવા દેશોમાં ન્યૂઝીલેન્ડનું સ્થાન મોખરે છે. નાનામોટા સંખ્યાબંધ ટાપુઓ, સુદીર્ઘ સમુદ્રકિનારો, બારે માસ સમશીતોષ્ણ આબોહવા, હરિયાળાં ખેતરો અને ખુશમિજાજી પ્રજાજનોને કારણે ન્યૂઝીલેન્ડમાં પ્રવેશતાં જ વાતાવરણ ઉષ્માભર્યું આવકારદાયક લાગે છે. ન્યૂઝીલેન્ડ ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ જાપાન જેવડો દેશ છે, પરંતુ જાપાનમાં એટલા પ્રદેશમાં આશરે અગિયાર કરોડ માણસો વસે છે, જ્યારે ન્યૂઝીલેન્ડમાં ફક્ત પાંત્રીસ લાખ જેટલી વસતિ છે. એના ઉપરથી ન્યૂઝીલેન્ડમાં જગ્યાની મોકળાશ કેટલી બધી હશે તેનો ખયાલ આવશે. એટલે જ બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય જ્યારે ઝળહળતો ત્યારે અનેક બ્રિટિશ નાગરિકો પોતાનું શેષ નિવૃત્ત જીવન શાંતિથી પસાર કરવા ઇંગ્લેન્ડ છોડીને પોતાના સંસ્થાન ન્યૂઝીલેન્ડમાં આવીને વસતા હતા. એમના વંશજો અને સ્થાનિક આદિવાસી જાતિના માઓરી લોકો સુમેળથી ત્યાં રહે છે. અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત, અન્ય દેશો સાથે વેરવિરોધ વિના સુખી દેશોમાં ન્યૂઝીલેન્ડની ગણના થાય છે. ગરીબી, બેકારી, ગંદકી, ગુનાખોરી, પ્રદૂષણ વગેરેનું પ્રમાણ ત્યાં નહિવત્ છે. એટલે જ કિવી નામના વિલક્ષણ પક્ષીના દેશ તરીકે ઓળખાતા ન્યૂઝીલેન્ડ તરફ વિદેશી પ્રવાસીઓનો ધસારો રહે છે. અમારી એક મંડળીનો પ્રવાસ સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો ગોઠવાયો હતો. ન્યૂઝીલેન્ડમાં વિવિધ સ્થળે ફરીને અમે એના દક્ષિણ ટાપુમાં ૩૪૦ પ્રવાસ-દર્શન Page #391 -------------------------------------------------------------------------- ________________ ક્વીન્સ ટાઉનમાં આવ્યા હતા. અહીંથી હવે અમારે હજુ પણ દક્ષિણે મિલ્ક સાઉન્ડ અને માઉન્ટ કૂક જાવનું હતું. - ક્વીન્સ ટાઉન હમણાં હમણાં “બજી જંપિંગ' જેવી સાહસિક રમતો માટે જાણીતું થયું છે. બજી જંપિંગ એટલે બે પગે સ્થિતિસ્થાપક દોરડું બાંધીને સો-બસો ફૂટ ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અધ્ધર રહેવાય અને માથું ભટકાય નહિ. નીચે પડીને ઊંધે માથે લટક્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. બજી જંપિંગ માટે અમારી મંડળીમાંથી એટલાં બધાં યુવક-યુવતીઓએ નામ નોંધાવ્યાં કે અડધા જેટલા બાકી રહેલા સભ્યોએ બીજે દિવસે મિલ્ફર્ડ સાઉન્ડ જોવાનું જતું કરીને એક વધુ દિવસ ક્વીન્સ ટાઉન્સમાં રોકાવાનું પસંદ કર્યું. અમે બીજા બધાએ ક્વીન્સ ટાઉનથી વહેલી સવારે નીકળી મિલ્ક સાઉન્ડ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ટિ આનો (TE ANAU - ટે આનાઉ) નામના સ્થળે “ક્યોર્ડલેન્ડ' નામની હોટેલમાં સામાન મૂકી, ચા-નાસ્તો કરી અમે આગળ વધ્યા. અહીં રસ્તાની બન્ને બાજુ લીલાંછમ ઘાસિયાં ખેતરોમાં હૃષ્ટપુષ્ટ ઘેટાંઓ પોતપોતાના બાંધેલા વાડામાં લહેરથી ચરતાં હતાં. અહીં વચ્ચે વચ્ચે કેટલાય માઈલ સુધી કોઈનું ઘર દેખાય નહિ. આ પ્રદેશમાં જમીનની આટલી બધી છૂટ જોઈને આપણને આશ્ચર્ય થાય. આગળ જતાં બંને બાજુ ડુંગરાઓની હાર આવી. મોટાં મોટાં વૃક્ષો દેખાયાં. એમાં ઊંચા સીધાં સૂકાં પોપ્લર વૃક્ષોની હાર હતી, તો ક્યાંક હારબંધ ઉગાડેલાં પાઈન વૃક્ષો હતાં. કોઈક કોઈક વિશાળ ખેતરમાં છેવાડે માલિકનું નાનું ઘર હતું, પણ કોઈ બહાર હરતું ફરતું દેખાય નહિ. કહ્યાગરાં ઘેટાંઓ માલિકનો એટલો શ્રમ બચાવતાં હતાં. અહીંના રબારીઓ એટલે શ્રીમંત વેપારીઓ. બેઠાં બેઠાં ઘણું કમાય. રસ્તામાં એક સ્થળે અમારી બસ ઊભી રાખવામાં આવી. એ સ્થળનું નામ “દર્પણ સરોવર” (Mirror Lake) છે. બસમાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત ઠંડી હતી અને આછા ધુમ્મસ જેવું વાતાવરણ હતું. એને લીધે બોલતી વખતે દરેકના મોઢામાંથી ધુમાડા નીકળતા હતા. સિગરેટ પીધા વગર સિગરેટના જેવા ધુમાડા કાઢવાનો આનંદ માણી શકાયો. થોડીવાર હવા મોઢામાં રોકી રાખી ગાલ ફુલાવીને પછી ઘટ્ટ ધુમાડાની લાંબી સેર પણ કાઢી શકાય. આ દર્પણ સરોવરની વિશિષ્ટતા એ છે એના સ્વચ્છ, સ્થિર પાણીમાં પાછળનાં ડુંગરાઓ, વૃક્ષો, આકાશ વગેરેનું ઊંધું સુરેખ પ્રતિબિંબ મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ઝક ૩૪૧ Page #392 -------------------------------------------------------------------------- ________________ એટલું રમણીય લાગે છે કે ત્યાંથી ખસવાનું મન ન થાય. જલમાં આટલું બધું લાંબું પહોળું પ્રતિબિંબ વલ્લે જ જોવા મળે. એ જોવા માટે ગીચ ઝાડીમાં ખાસ લાંબી કેડી બનાવેલી છે. મિરર લૂક નિહાળી અમે એક ખીણના વિશાળ સપાટ પ્રદેશમાં પ્રવેશ્યા. બંને બાજુ સૂકા ઘાસનાં મેદાનો અને દૂર ડુંગરોની હારમાળા હતી. ત્યાં મિલ્ફર્ડ સાઉન્ડનો રસ્તો ટૂંકો કરવા માટે એક લાંબુ બોગદું કરવામાં આવ્યું છે. એ હોમર ટનલમાંથી અમે પસાર થયા છે ત્યાં થોડીવારમાં મિલ્ફર્ડ સાઉન્ડ આવી ગયું. માણસ એકલો જ્યાં સરળતાથી ન જઈ શકે એવાં રમણીય પ્રવાસસ્થળોના પ્રવાસ માટે પ્રવાસકંપનીઓ વિવિધ પ્રકારની સગવડો ઊભી કરે છે. મિલ્ક સાઉન્ડના બંદરેથી મોટી મોટી સ્ટીમરો સહેલાણીઓને લઈને સાઉન્ડના પાણીમાં ધીરે ધીરે મોટું ચક્કર મરાવે છે. અંગ્રેજી “સાઉન્ડ' (sound) શબ્દ વિશિષ્ટ ભૌગોલિક રચના માટે વપરાય છે (આપણા ભારતમાં આવા સાઉન્ડ નથી). પ્રકૃતિનાં બધાં જ ભૌગોલિક સ્વરૂપો માટે આપણી પાસે આગવા વિશિષ્ટ શબ્દો નથી, કારણ કે ભૌગોલિક રચનાઓના પ્રકારો અનેક છે. સાઉન્ડ શબ્દ પણ જુદી જુદી રચનાઓ માટે પ્રયોજાય છે. અહીં સાઉન્ડ એટલે સમુદ્રનો એક નાનો ફાંટો પર્વતોની વચ્ચે અમુક અંતર સુધી ગયો હોય અને છેડે લગભગ અર્ધવર્તુળાકારે અટકી ગયો હોય. એટલે જ સાઉન્ડને સમુદ્રના હાથ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે હાથમાં છેડે આવતો પંજો પહોળો હોય છે. જ્યાં સમુદ્રકિનારે પર્વતોની હારમાળા હોય ત્યાં જ સાઉન્ડ હોઈ શકે. સાઉન્ડ એ ક્યોર્ડ (ગિરિસમુદ્ર)નો જ એક લઘુ પ્રકાર છે. એમાં પાણી મહાસાગર જેવાં ઊંડાં ન હોય અને ઘૂઘવાતાં ન હોય. ન્યૂઝીલેન્ડમાં એના દક્ષિણ દ્વિપમાં ચાર્લ્સ સાઉન્ડ વગેરે ઘણા સાઉન્ડ છે. એમાં મિલ્ફર્ડ સાઉન્ડ, ડાઉટફુલ (Doubtful) સાઉન્ડ, જ્યૉર્જ સાઉન્ડ, થોમ્પસન વગેરે વધુ પ્રખ્યાત છે. ડાઉટફુલ સાઉન્ડનું નામ એના અનિશ્ચિત હવામાનને કારણે પડ્યું છે. એટલે જ સૌથી વધુ સહેલાણીઓ મિલ્ફર્ડ સાઉન્ડમાં જવાનું પસંદ કરે છે. વળી, મિલ્ફર્ડના જંગલમાં કેડીએ કેડીએ પગપાળા જનારા પણ હોય છે. મિલ્ફર્ડ બંદરમાં અમે ટિકિટ લઈ “મિલ્ફર્ડ હેવન' નામની સ્ટીમરમાં બેઠા. સ્ટીમર જતી વખતે ડાબી બાજુના કિનારે ચાલવાની હતી અને પાછા આવતાં જમણી બાજુ. સ્ટીમર ઊપડી એટલે ગાઇડ યુવતીએ માઇકમાં માહિતી આપવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે ઘણા વળાંકવાળો મિલ્ફર્ડ સાઉન્ડ સોળ કિલોમીટર લાંબો છે. એની શોધ ઈ.સ. ૧૮૨૩માં જોન ગ્રોનો નામના એક ૩૪૨ પ્રવાસ-દર્શન Page #393 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ શોધસફરીએ કરી હતી. સીલનો શિકાર એની શૉખની પ્રવૃત્તિ હતી. તે સીલની પાછળ પાછળ આ પાણીમાં આવી ચડ્યો અને એણે જોયું કે પોતે સમુદ્રમાંથી આ ક્યોર્ડમાં ભૂલમાં દાખલ થઈ ગયો છે. છેડે આવતાં એને જણાયું કે આ તો સાઉન્ડના પ્રકારનો ક્યોર્ડ છે. એણે આ જગ્યાનું નામ બ્રિટનના પોતાના વતન મિલ્ફર્ડ ઉપરથી આપ્યું હતું. ત્યારથી આ જગ્યા મિલ્ફર્ડ સાઉન્ડ તરીકે જાણીતી છે. દુનિયાનાં કેટલાંક અત્યંત સોહામણાં સ્થળોમાં મિલ્ફર્ડ સાઉન્ડની ગણના થાય છે. હજારો વર્ષથી મનુષ્યના હસ્તક્ષેપ વિના આ સ્થળે પોતાનું સૌન્દર્ય સાચવી રાખ્યું છે. ધીરે ધીરે આગળ વધતી સ્ટીમરમાં અમારે યથેચ્છા બેસવાનું હતું, પરંતુ મનભર અનુભવ તો ઉપરના ખુલ્લા ડેકમાં ઊભા રહીને ચારેબાજુ જોવાનો હતો. ગાઇડે કહ્યું કે “આપણી જમણી બાજુ પાણીમાં નજ૨ નાખતા રહેજો. અહીં સમુદ્રમાં ડોલ્ફિન ઘણી છે, તમે નસીબદાર હશો તો પાણી બહાર કૂદતી જોવા મળશે.' મિલ્ફર્ડ સાઉન્ડમાં નાના નાના ધોધ ઘણા છે. મોટા ધોધમાં બોવેન ધોધ છે. લગભગ પાંચસો ફૂટ ઊંચેથી એનું પાણી દરિયામાં પડે છે. કપ્તાને ધીમે ધીમે સ્ટીમરને ધોધની નજીક એટલી સરકાવી કે એના ઊડતા જલસીકરોમાં ભીંજાવું ગમે એવું હતું. ત્યાંથી સીધા ઊંચે ધોધનાં દર્શન ઝાઝી વાર સુધી કરવામાં ડોક દુ:ખવા આવે એવું હતું. અમારી સ્ટીમર આગળ ચાલી, મહત્ત્વનાં સ્થળે થોડી વાર રોકાતી અને ગાઇડ તે વિશે માહિતી આપતી રહેતી. એક સ્થળે પર્વતના પથ્થરમાં પડેલા ઘસરકા બતાવીને કહ્યું કે આ ઘસરકા આજકાલના નથી. હજાર વર્ષ જૂના છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે પંદર-વીસ હજાર વર્ષ પૂર્વે આ મિલ્ફર્ડ સાઉન્ડ નહોતો. અહીં પર્વતો હતા અને એના ઉપરથી હિમનદી (Glacier) સરકતી હતી. એને કારણે આસપાસના પર્વતોને ઘસારો લાગતો ગયો અને સમયાન્તરે એનું આ સાઉન્ડમાં રૂપાન્તર થયું છે. મિલ્ફર્ડ સાઉન્ડમાં જોવા મળતું એક લાક્ષણિક સ્થળ તે “માઈન્ને પર્વત' છે. આ એવી જગ્યા છે કે જ્યાં આગળ, સાઉન્ડના સમુદ્રમાં, સૌથી વધુ લગભગ આઠસો ફૂટ જેટલું ઊંડાણ છે. આ પર્વતની એવી વિશિષ્ટતા છે કે તે પાણીમાંથી નીકળીને જાણે સીધો ઊભો ન થયો હોય ! પગ પાણીમાં અને માણસ ટટ્ટાર ઊભો હોય એવી આકૃતિ આ પર્વતની છે. આવા પ્રકારના પર્વતોમાં આ પર્વત દુનિયામાં સૌથી ઊંચો, આશરે છ હજાર ફૂટ ઊંચો છે. એનું નામ “માઈ–' (Maitre) પાડવામાં આવ્યું છે, કારણ કે એનું શિખર મહૃર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ઝક ૩૪૩ Page #394 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મગુરુ બિશપની ટોપી (એટલે કે ‘માઈત્રે’) જેવું છે. સાઉન્ડના સમગ્ર દૃશ્યમાં તે કેન્દ્રસ્થાને છે અને પ્રભાવશાળી છે. સોળ કિલોમીટ૨નો આહ્લાદક જલવિહાર કરીને અમે સાઉન્ડના બીજા છેડે આવી પહોંચ્યા. અહીં એક કિનારાની જગ્યાને ડેઇલ પૉઇન્ટ કહે છે. અહીં સામસામા બંને કિનારે પર્વતો દેખાય છે. એક બાજુ ઈ.સ. ૧૮૦૦માં બાંધેલી દીવાદાંડી છે કે જેથી જૂના વખતમાં મહાસાગરમાં પસાર થતાં જહાજો ભૂલમાં આ સાંકડી જલપટ્ટીમાં દાખલ ન થઈ જાય. અમારી સ્ટીમર સાઉન્ડમાંથી બહાર નીકળી દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં દાખલ થઈ. સમુદ્રના પાણીમાં સરહદી રેખાઓ દોરી શકાતી નથી, એટલે ગાઇડે કહ્યું ત્યારે જ ખબર પડી કે અમે હવે મહાસાગરમાં છીએ. સ્ટીમરે એક મોટું ચક્કર લગાવ્યું. સાઉન્ડના કિનારા દેખાતા બંધ થયા. ચારેબાજુ મહાસાગરનાં જળ હિલોળા લેતાં હતાં. વાતાવરણ સ્વચ્છ, સ્વસ્થ અને પ્રસન્ન હતું. ડેક ઉપરથી વર્તુળાકાર ક્ષિતિજનાં, ઉપર આભ અને નીચે જલરાશિનાં દર્શન એક આગવો અનુભવ કરાવતાં હતાં. મહાસાગરમાંથી અમે હવે સાઉન્ડમાં પાછા ફર્યા. સાસરે આવેલી રૂઢિચુસ્ત નવોઢાની જેમ પાણી હવે શાન્ત અને સંયમિત બન્યાં. સ્ટીમરે ડાબી બાજુનો કિનારો પકડ્યો. એક જગ્યાએ સ્ટીમર ઊભી રહી. ગાઇડે એક ખડક બતાવીને કહ્યું કે એ ‘સીલ ખડક' (Seal Rock) છે. સીલ ઠંડા પ્રદેશનું દરિયાઈ પ્રાણી છે. તે જળચર છે અને સ્થળચર પણ છે. તે રાત્રે દરિયામાં ઊંડે સુધી જઈ શિકાર કરતું રહે છે અને દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે બહાર આવી આવા ખડક પર આરામ કરે છે. સ્ટીમર ઊભી રહી ત્યાં સુધી એક પણ સીલ અમને જોવા ન મળ્યું. અમે નિરાશ થયા. કોઈકે મજાક કરી કે ‘હવે બીજી વાર મિલ્ફર્ડ સાઉન્ડ જોવા આવીશું ત્યારે સીલ અને ડોલ્ફિન બેય જોવા મળશે.’ બીજાએ ગંભીરતાથી કહ્યું, ‘જિંદગીમાં આટલે દૂર આવવાનું તો થાય ત્યારે થાય. સીલ અને ડોલ્ફિન માટે પૈસા ખરચવા એના કરતાં બીજા કોઈ સ્થળનો પ્રવાસ ન કરીએ ?’ પાછા ફરતાં ગાઇડે અમને બીજાં કેટલાંક સ્થળ બતાવ્યાં. એક જગ્યાએ પાણીથી બે હજાર ફૂટ ઉપર એક ખડક લટકી રહેલો છે. સ્ટોપ વૉચ રાખીને એના ઉ૫૨થી જો એક પથ્થર છોડવામાં આવે તો નીચે પાણીમાં પડતાં એને સોળ સેકન્ડ લાગે છે. એક સ્થળે સાઉન્ડનો ‘પેમ્બ્રોક’ નામનો ઊંચામાં ઊંચો પર્વત છે. સાડાછ હજાર ફૂટ ઊંચો આ પર્વત કાયમ હિમાચ્છાદિત રહે છે. પર્વત પરનો બરફનો થ૨ સવાસો ફૂટ જેટલો જાડો છે. આ થરની નીચેના ૩૪૪ * પ્રવાસ-દર્શન Page #395 -------------------------------------------------------------------------- ________________ બરફને ક્યારેય ઓગળવાનો અવસર સાંપડ્યો નથી. સાંજ પડતાં અમારી સ્ટીમર બંદરે પાછી ફરી. શાન્ત, રમ્ય સાઉન્ડમાં જલવિહા૨નો અમારો અનુભવ સ્મરણીય બની રહ્યો. બસમાં બેસી, હોમર ટનલ પસાર કરી અમે અમારી હોટેલ પર આવી ગયા. દરમિયાન અમારા બીજા ગ્રુપના સભ્યો પણ ક્વીન્સ ટાઉનમાં ‘બન્જી જંપિંગ’ કરીને આવી ગયા. ભોજનવેળાએ સૌએ પોતપોતાના અનુભવોની વાતો કરી. મિલ્ફર્ડ સાઉન્ડનાં એટલાં બધાં વખાણ થયાં કે તેઓમાંના કેટલાકને થયું કે બન્જી જંપિંગ ન કર્યું હોત તો સારું. બન્જી જંપિંગના બદલામાં તેમણે મિલ્ફર્ડ સાઉન્ડ ગુમાવ્યું. તેમણે પોતાનો નિરાશાજનક કચવાટ આયોજકો આગળ વ્યક્ત કર્યો. બીજે દિવસે સવારે આયોજકોએ પોતાનો નિર્ણય જાહેર કર્યો, ‘આજે આપણે મિલ્ફર્ડ સાઉન્ડ ફરીથી જઈએ છીએ. આપણી પાસે સમય છે. અલબત્ત, હવે માઉન્ટ કૂક માટે આવતી કાલે વહેલી સવારે પ્રયાણ કરવું પડશે.’ મિલ્ફર્ડ સાઉન્ડનો નિર્ણય જાહેર થતાં બધામાં આનંદ પ્રસરી ગયો. હોટેલથી નીકળી હોમર ટનલ પસાર કરી, બંદરે પહોંચી, સ્ટીમરમાં બેસી ગયા. જેઓ જઈ આવ્યા હતા તેઓ બાકીનાને માટે અડધા ગાઇડ બની જવાના ઉત્સાહમાં હતા. બીજી વારનો અમારો પ્રવાસ એવો જ હર્ષોલ્લાસયુક્ત રહ્યો. વિશેષમાં અમને પાણીમાં છલાંગો મારતી બે ડોલ્ફિનનો મહાસાગર સુધી સાથ મળ્યો. વળતાં ‘સીલ ખડક' પર એકબીજા પર માથું રાખીને ઘસઘસાટ ઊંઘતા આઠનવ સીલ જોવા મળ્યાં. કોઈકે મજાકમાં ઉચ્ચારેલી ભવિષ્યવાણી આટલી બધી વહેલી સાચી પડશે એવું ધાર્યું નહોતું. બીજે દિવસે સવારે અમે માઉન્ટ કૂક જોવા ઊપડ્યા. ન્યૂઝીલૅન્ડનો આ ઊંચામાં ઊંચો હિમાચ્છાદિત પર્વત છે. એની ઊંચાઈ ૧૨,૩૪૯ ફૂટ છે. ન્યૂઝીલૅન્ડની હિમાચ્છાદિત પર્વતમાળાને જૂના વખતમાં અંગ્રેજોએ ‘દક્ષિણ આલ્પ્સ' એવું નામ આપ્યું હતું. માઉન્ટ કૂકનું નામ ન્યૂઝીલૅન્ડની શોધસફર કરનાર જેમ્સ ફૂંકના નામ પરથી અપાયું છે. અમે માઉન્ટ કૂક પાસે પહોંચ્યા. અહીં કેટલાક આરોહકો સરંજામ સાથે આવી, તંબુમાં મુકામ કરી ઠેઠ શિખર સુધી બરફમાં પહોંચે છે. કેટલાક અમુક ઊંચાઈ સુધી પગે ચઢીને પાછા ફરે છે. કેટલાક પ્રવાસીઓ મોટ૨બસમાં આસપાસ ચક્કર લગાવે છે. હેલિકૉપ્ટરમાં કે નાના વિમાનમાં જેઓને ઉપર જવું હોય તો તે માટે પણ વ્યવસ્થા છે. અમે કેટલાકે હેલિકૉપ્ટરમાં જવાનું પસંદ કર્યું. પ્રવાસન-કેન્દ્ર પાસેથી ઊપડતાં લાલ-ભૂરા રંગનાં, મહાકાય પક્ષી જેવાં હેલિકૉપ્ટરમાં અમે ઊડ્યા. હેલિકૉપ્ટરે ધીરે ધીરે પર્વતની આસપાસ મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક * ૩૪૫ Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રદક્ષિણા કરી કે જેથી એનું બધી બાજુથી બરાબર દર્શન થાય. ત્યાર પછી લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ બરફના એક વિશાળ સપાટ વિસ્તારમાં એણે ઉતરાણ કર્યું. હેલિકૉપ્ટરમાં માઉન્ટ કૂકના શિખર પરના બરફમાં પહોંચવું એ પણ એક રોમાંચક ક્વચિત્ પરમતત્ત્વની ઝાંખી કરાવનાર અનુભવ છે. અહીં બરફમાં ચાલવા અને ફોટા પાડવા દસેક મિનિટ અમને આપી હતી. હેલિકોપ્ટરમાંથી હું ઊતર્યો. મારાં પત્ની ન ઊતર્યા, કારણ કે બરપમાં ચાલવાનું એમને ફાવે એમ ન હતું. પોચા પોચા બરફમાં મારા પગ ખેંચી જતા હતા. એટલે સમતોલપણું સાચવીને ફરવાનું હતું. વળી બરફમાં લપસી પડવાનો ભય પણ રહે. ઠંડા પ્રદેશોમાં કેટલાય લોકોને બરફમાં ચાલવાનો નિયમિત અનુભવ હોય છે. અમારામાંના કેટલાયને જિંદગીમાં પહેલી વાર આવો બરફ જોવાનો અને એમાં ચાલવાનો પ્રસંગ હતો. પર્વતની ઊંચાઈ, ઊંચાઈની પાતળી હવા, બરફમાં ચાલવાનું, સખત ઠંડી - આ બધાંને કારણે કેટલાકને થતું કે ઝટ નીચે સલામત સ્થળે પહોંચી જઈએ તો સારું. માઉન્ટ કૂકનાં દર્શન-આરોહણ પછી અમે સૌ પાછા ફર્યા. હિમાચ્છાદિત શિખરોની હારમાળાનું ભવ્ય દશ્ય બસમાંથી સતત નિહાળવા મળતું હતું. રસ્તામાં ટેકાપો (Tekapo) નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતીમાતાએ ઓપલ મઢેલું ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું. આ સરોવરના કિનારે એક ઉદ્યાનમાં ભોજન માટે મુકામ કર્યા પછી, બસમાં કેન્ટરબરીનાં મેદાનો પસાર કરીને રાત્રે અમે ક્રાઇસ્ટચર્ચની હોટેલમાં આવી પહોંચ્યા. આખા દિવસના પ્રવાસના થાકે અમને ત્વરિત નિદ્રાધીન કરી દીધા. (પાસપોર્ટની પાંખે-૩) ૩૪૬ : પ્રવાસ-દર્શન Page #397 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવા વર્ષની ભેટ (ફિજી) મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાની ભલામણથી હું ફિજીના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી જોગિયા જવેલર્સ' નામની પેઢીના માલિક શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં ઊતર્યો હતો. સુવા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું, સમુદ્રતટથી શોભતું, નાનું પણ રળિયામણું નગર છે. કાનજીભાઈની સાથે સુવા અને તેની આસપાસના પ્રદેશમાં હું ફર્યો. ત્યાર પછી સુવાની પાસે ઉલ્લૂ ટાપુ ઉપરના કોરલ રીફ (Coral Reef- સમુદ્રમાં છીછરાં પાણી નીચે ખડકો ઉપર જામેલાં વિવિધ પ્રકારનાં પરવાળાં) જોવા જવાનો કાર્યક્રમ અમે વિચાર્યો. કાનજીભાઈના ઘરથી લગભગ એક કિલોમીટરના અંતરે સમુદ્રકિનારેથી ઉલ્લુ ટાપુના પ્રવાસ માટેની સ્ટીમ-લૉચ રોજ સવારે ઊપડે છે. અમે સવારે નવ વાગે ઘરેથી નીકળ્યા, પરંતુ નિયત સમય કરતાં બે-ત્રણ મિનિટ મોડા પહોંચ્યા. સ્ટીમ–લોંચે ત્યારે લંગર ઉપાડી લીધું હતું, એટલે અમારે ઉલ્લૂનો કાર્યક્રમ બીજા દિવસ ઉપર રાખવો પડ્યો. કાનજીભાઈએ કહ્યું, “ઉલ્લુ હવે આવતી કાલે જઈશું; આજે ચાલો, તમને એસ.પી.યુ. બતાવું.' એસ.પી.યુ. એટલે ?' મેં પૂછ્યું. એટલે સાઉથ પેસિફિક યુનિવર્સિટી. ફિજીમાં ફક્ત આ એક જ યુનિવર્સિટી છે અને તે એસ.પી.યુ ના ટૂંકા નામથી જ વધારે જાણીતી છે.” નવા વર્ષની ભેટ - ૩૪૭. Page #398 -------------------------------------------------------------------------- ________________ મેં કહ્યું, “એ યુનિવર્સિટી જોવાનું મને જરૂર ગમશે, કારણ કે એ તો અમારું ક્ષેત્ર છે. દુનિયાની જુદી જુદી યુનિવર્સિટીઓની મુલાકાત લેવી તે મારે રસનો વિષય છે.” અમે ગાડીમાં બેઠા. કાનજીભાઈએ કહ્યું, “આપણે દુકાન તરફથી ગાડી લઈએ. કોઈ અગત્યની ટપાલ આવી હોય તો તે હું જરા જોઈ લઉં.” અમે તેમની દુકાન પાસે પહોંચ્યા. ગાડીમાંથી ઊતરતાં જ એક ભાઈ મળ્યા. કાનજીભાઈએ એમને મારો પરિચય કરાવતાં કહ્યું, “આ અમારા મહેમાન ડૉ. રમણલાલ શાહ, ઇન્ડિયાથી ફરવા આવ્યા છે. પહેલી જાન્યુઆરીએ ઓકલેન્ડ જવાના છે. હું તેમને અત્યારે એસ.પી.યુ. લઈ જાઉં છું.” કાનજીભાઈએ તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ શ્રી... પટેલ, અમારા સુવાના એ બહુ મોટા શ્રીમંત વેપારી છે. ફિજી ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ તેમનો વેપાર ચાલે છે.” | શ્રી પટેલે કહ્યું, “કાનજીભાઈ, ડૉક્ટરસાહેબને યુનિવર્સિટી બતાવવાનો લાભ મને આપો. હું અત્યારે ફ્રી છું.” થોડી આનાકાની પછી કાનજીભાઈએ છેવટે સંમતિ આપી. મને પણ થયું કે ત્રણ દિવસથી રોજ એમનો સમય લઉં છું તો આજે ભલે તેઓ દુકાનનું કામ સંભાળે. શ્રી પટેલ સાથે એમની ગાડીમાં હું બેઠો. તેમણે કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમારે મોડું નથી થતું ને ?' ના, જરાય નહિ.” તો પહેલાં આપણે ઘેર ચા-પાણી લઈએ. પછી એસ.પી.યુ. જોઈએ.” ભલે.” રસ્તામાં શ્રી પટેલે ફિજીમાં એમના કુટુંબે કેવી રીતે વસવાટ કર્યો તેનો રસિક ઇતિહાસ કહ્યો. તેમણે કહ્યું : “અમે નડિયાદ પાસેના એક ગામના વતની. મારા પિતાજી અહીં હાથે-પગે આવેલા. ફિજી એટલે આફ્રિકાનો પ્રદેશ એમ સમજીને અમારી જ્ઞાતિના લગભગ દોઢસો માણસ ટિકિટ કઢાવીને સ્ટીમરમાં બેઠેલા. લગભગ સાઠ વર્ષ પહેલાંની આ વાત છે. બધા અભણ; ગુજરાતી ભાષા પણ પૂરી લખતાં-વાંચતાં આવડે નહિ; ખેતી કરે. સ્થિતિ બહુ ગરીબ. જિંદગીમાં પહેલી વાર મુંબઈ આવ્યા અને પહેલી વાર સ્ટીમરમાં બેઠા. એ દિવસોમાં પાસપોર્ટ કે વીસાની કોઈ માથાકૂટ નહીં. ઘણા દિવસે સ્ટીમર ઓસ્ટ્રેલિયાના સિડની બંદરે આવી પહોંચી. અમારા વડીલો બધા ગભરુ ગોરા લોકો સાથે વાતો કરતાં ધ્રૂજે; વાત કરવાનું જ ટાળે. સિડની અંદર આવ્યું એટલે કપ્તાને એ જાહેર કર્યું; પરંતુ અમારા વડીલોએ ૩૪૮ ક પ્રવાસ-દર્શન Page #399 -------------------------------------------------------------------------- ________________ સિડનીનું નામ જિંદગીમાં કોઈ દિવસ સાંભળેલું નહીં. ગોરા લોકોના ઉચ્ચાર જુદા, એટલે તેઓ બધા “સિડની’ને બદલે “ફિજી” સમજ્યા. બધા સિડની બંદરે ઊતરી પડ્યા ! પરદેશનો આ પહેલવહેલો અનુભવ હતો. ક્યાંથી ક્યાં જવાય તેની ગતાગમ ન હતી. ગામમાં જઈ પોતાનાં ઓળખીતાંનાં નામ પૂછે, પરંતુ કોઈ મળ્યાં નહીં.” ‘દરમિયાન સ્ટીમર તો ઊપડી ગઈ હતી. માથે પોટલાં ઊંચકી આસપાસ દસ-પંદર માઈલમાં ઘણાં ફાંફાં માર્યા. પછી તેમને સમજ પડી કે તેઓ બીજી કોઈ જગ્યાએ આવી પહોંચ્યા છે. ફિજી તો હજુ અહીંથી લગભગ બે હજાર માઈલ દૂર સ્ટીમરમાં જવાનું છે. તે માટે ફરી બીજી ટિકિટ કઢાવવી પડે, પરંતુ પોતાના ગુજરાન માટે પણ કોઈની પાસે પૂરતા પૈસા નહોતા. એટલે બધાને તરત મજૂરીએ લાગી જવું પડ્યું. કોઈ જંગલોમાં ઝાડ કાપવા માટે, કોઈ રસ્તો બનાવવા માટે, કોઈ મકાન બાંધવા માટે, કોઈ ખેતરોમાં ગોરા લોકોને મદદ કરવા માટે કામે લાગી ગયા. ચાર-છ મહિના ખૂબ કાળી મજૂરી કરી. ગોરા લોકોનાં માર અને અપમાન સહન કર્યા. ધીમે ધીમે પૈસા બચાવ્યા અને સ્ટીમરના ભાડા જેટલા પૈસા થયા એટલે સ્ટીમર પકડી ફિજી આવી પહોંચ્યા. અહીં ફિજીમાં પણ શરૂઆતમાં બહુ કપરી મજૂરી કરવી પડી. પરંતુ પહેલા વિશ્વયુદ્ધ વખતે તેઓ ઠીક ઠીક પૈસા કમાયા અને બીજા વિશ્વયુદ્ધ વખતે તો લાખોપતિ થઈ ગયા. એને લીધે આજે પણ પૈસેટકે બહુ સુખી છીએ; જોકે અમે ખાસ કંઈ ભણ્યા નથી.' શ્રી પટેલે રસ્તામાં પોતાની મોટી મોટી દુકાનો અને માલિકીનાં ઘરો બતાવ્યાં. ત્યાર પછી થોડે દૂર આવેલા તેમના બંગલે અમે પહોંચ્યા. ચા-પાણી લીધાં. શ્રી પટેલે પોતાના કુટુંબના સભ્યોનો મને પરિચય કરાવ્યો અને ચારપાંચ મિત્રોને ફોન કરી જણાવ્યું કે, “ઇન્ડિયાથી ડૉક્ટર રમણભાઈ આવ્યા છે, અનુકૂળતા હોય તો સાડાબાર વાગ્યે દુકાને આવજો.” શ્રી પટેલ સાથે એસ.પી.યુ. જવા હું નીકળ્યો. રસ્તામાં એમની સાથે શી વાત કરવી તે હું વિચારતો હતો. ત્યાં તો એમણે જ મને પૂછ્યું, “ઇન્ડિયામાં આયુર્વેદિક દવાઓ કઈ કંપનીની સારી આવે છે ?' મેં કહ્યું, “ઘણી કંપનીઓની આવે છે. પરંતુ તેમાં ઝંડુ, ધૂપારેશ્વર, ચરક, વૈદ્યનાથ વગેરેની દવાઓ સારી ગણાય છે.” મને જવાબ આવડ્યો તેથી આનંદ થયો. મનમાં થયું કે આવું થોડું સામાન્ય જ્ઞાન હોય તો સારું; અપરિચિત માણસ સાથે પ્રથમ મુલાકાતે મૂંગા નવા વર્ષની ભેટ અર ૩૪૯ Page #400 -------------------------------------------------------------------------- ________________ બેસી રહેવાનો વખત ન આવે. થોડી વારે શ્રી પટેલે ફરી પાછો પ્રશ્ન કર્યો, “આયુર્વેદિક દવાઓ સારી કે એલોપથીની ? તમારો શો અનુભવ છે ?' કેટલાક રોગોમાં આયુર્વેદક દવાઓ બહુ અક્સીર હોય છે. વળી, એમાં માફક ન આવે તોપણ નુકસાન ખાસ હોતું નથી. પરંતુ તે દવાઓ ધીરજ માગી લે છે, કારણ કે તેનો કોર્સ લાંબો હોય છે. કેટલાક રોગોમાં એલોપથીની દવાઓ બહુ અકસીર હોય છે. તેની અસર તરત જ થાય છે અને રોગ મટી જાય છે.” આમ વાતો કરતાં કરતાં અમે સાઉથ પેસેફિક યુનિવર્સિટીમાં પહોંચ્યા. યુનિવર્સિટીનું કૅમ્પસ ઊંચાઈવાળા શાંત રમણીય વિસ્તારમાં આવેલું છે. આ કેમ્પસ ધીમે ધીમે વિકસી રહ્યું છે. નવાં નવાં મકાનો તૈયાર થઈ રહ્યાં છે અને નવા નવા વિભાગો ખૂલી રહ્યા છે. શ્રી પટેલે કહ્યું, “અમારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓછા છે, પરંતુ રાજ્યની એક જ યુનિવર્સિટી હોવાથી પૈસાની કોઈ તકલીફ નથી. સારો પગાર આપી અમે વિદેશમાંથી પણ અધ્યાપકો લાવીએ છીએ. કેટલાક અધ્યાપકો ઈન્ડિયાથી પણ આવ્યા છે. જોકે અમારા છોકરાઓ અહીં બહુ ભણતા નથી, અને જે સારું ભણે છે તે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે ઈન્ડિયા ભણવા જાય છે.” યુનિવર્સિટીના કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓને સિગરેટ પીતાં જોઈ મેં કહ્યું, “આ સિગરેટનું વ્યસન દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના કેમ્પસમાં પહોંચી ગયું છે.' શ્રી પટેલે કહ્યું, “અમારે ત્યાં સિગરેટ એ કોઈ મોટી વાત નથી. અમારી યુનિવર્સિટી તો એથી પણ આગળ વધેલી છે. અમારી યુનિવર્સિટીએ પોતે જ ચા-પાણીની કેન્ટીન સાથે દારૂનો બાર પણ ચાલુ કરેલો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વર્ગમાંથી છૂટીને દારૂ પીએ, કેટલાક વિદ્યાર્થીઓ તો ઘેર આવી સીધા બારમાં દાખલ થાય. મિત્રો સાથે દારૂ પીધા કરે અને ત્યાંથી સીધા ઘેર પાછા જાય. અહીં દારૂના નશાના કારણે કેટલીક વખત વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં જૂથની વચ્ચે મારામારીઓ પણ થઈ છે. યુનિવર્સિટીએ આ તોફાનોને કારણે હમણાં દારૂનો બાર બંધ કરી દીધો છે.” ' કહ્યું, ‘દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ઘરે કે બહાર મદ્યપાન કરતા હોય છે. ત્યાં એ અસ્વાભાવિક કે અનૈતિક મનાતું નથી. અલબત્ત, યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટી તરફથી દારૂનો બાર ચાલતો હોય એવું જવલ્લે જ જોવા મળે છે. ભારતમાં કાયદાથી દારૂબંધી કરવામાં આવી છે એવી વાત ઘણા વિદેશીઓને નવાઈ ભરેલી લાગે છે.” ૩૫૦ = પ્રવાસ-દર્શન Page #401 -------------------------------------------------------------------------- ________________ યુનિવર્સિટી જોઈ અમે પાછા ફર્યા. રસ્તામાં શ્રી પટેલે પૂછ્યું, “ડૉ. શાહ, તમે પહેલી જાન્યુઆરીએ જ ઑકલૅન્ડ જવાના છો ? નવું વર્ષ ફિજીમાં કરો ને !” “ના, જી. મારો કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયેલો છે. જો કે ૩૧મીએ રાત્રે બાર વાગે નવું વર્ષ ફિજીમાં ઊજવીશ અને પહેલીએ સવારે જઈશ.” “ઓકલેન્ડ ફરવા માટે કે કંઈ કામ માટે ?' બસ, ફરવા માટે.” “ક્યાં ઊતરવાના છો ?' “ટ્રાવેલ લોજ નામની હોટેલમાં મેં રિઝર્વેશન કરાવેલું છે.” હોટેલમાં શા માટે ઊતરો છો ? આપણું ઘર ત્યાં છે. મારો નાનો દીકરો ત્યાં રહે છે. ત્યાં તમે ઊતરજો. આપણે ઑફિસે પહોંચીએ એટલે તરત હું ફોન કરી દઈશ. એ તમને એરપોર્ટ પર લેવા આવશે. તમને ઑકલૅન્ડમાં બધે ફેરવશે.” ન્યૂઝીલેન્ડના પાટનગર ઑકલૅન્ડમાં હું પહેલી વાર જતો હતો, એટલે શ્રી પટેલની આ ઉદાર આતિથ્યભાવનાથી આનંદિત થઈ ગયો. વિદેશમાં આવી કેટલીક સગવડ મેળવવા માટે કેટલીક વાર તો ભલામણપત્રો એકઠા કરવા પડતા હોય છે. તેને બદલ આટલા અલ્પ પરિચયે શ્રી પટેલે સામેથી મારે માટે કરેલી આ દરખાસ્ત મને આવકારદાયક લાગી. અમે શ્રી પટેલની ઑફિસે પહોંચ્યા. બહાર તડકામાં ફરીને આવ્યા હતા એટલે એરકંડિશન્ડ ઑફિસમાં બેસતાં ઠંડક અનુભવી. અમારા માટે ઠંડાં પીણાં આવ્યાં. દરમિયાન શ્રી પટેલે ઑકલૅન્ડ સીધો નંબર જોડીને પોતાના દીકરાને પહેલી જાન્યુઆરીની મારી ફ્લાઈટની અને ઍરપૉર્ટ ઉપર લેવા આવવાની સૂચના જણાવી દીધી. એ માટે મેં એમનો આભાર માન્યો. ત્યાર પછી શ્રી પટેલે બહાર બેઠેલા એક ભાઈને બોલાવ્યા. આવીને તેમણે મને એક ફાઈલ હાથમાં આપી અને કહ્યું, “મને છાતીમાં બહુ ભાર લાગે છે, પણ પાણી પીઉં તો સારું લાગે છે. કોઈક વાર હાથ-પગ ખેંચાય છે અને થાક બહુ લાગે છે. મને તરત સમજ ન પડી કે આ ભાઈ પોતાના દરદની આ બધી વાત મને શા માટે કરે છે ? ફાઈલ જોતાં જણાયું કે એ જુદા જુદા દાક્તરી રિપોર્ટની ફાઈલ છે. મને વહેમ પડ્યો કે તેઓ મને મેડિકલ ડૉક્ટર તો નહિ સમજતા હોય ?! મેં તેમને કહ્યું, “ભાઈ, હું દાક્તરનથી. આ માટે તમે કોઈ નવા વર્ષની ભેટ - ૩૫૧ Page #402 -------------------------------------------------------------------------- ________________ દાક્તરની સલાહ લો.” એટલામાં શ્રી પટેલનો મોટો દીકરો આવી પહોંચ્યો. એણે પણ મારા હાથમાં ફાઈલ મૂકીને કહ્યું, “મને ખાવાનું પચતું નથી. દિવસના આઠદસ વખત ટોયલેટ જવું પડે છે.” મેં એને પણ કહ્યું, “ભાઈ, હું પીએચ.ડી. ડૉક્ટર છું, મેડિકલ ડૉક્ટર નથી.' ત્યાં શ્રી પટેલે વચ્ચે જ કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમે પીએચ.ડી.ના ડૉક્ટર હો કે હોમિયોપથીના, તેની અમને બહુ પંચાત નથી. અમારે અહીં ફિજીમાં તો ડૉક્ટર એટલે ડૉક્ટર. તમે દવા બરાબર લખી આપો એટલે બસ. તમારી જે કંઈ ફી હશે તે જરૂર આપીશું. તે માટે બેફિકર રહેજો.” મેં વારંવાર સ્પષ્ટતા કરી, પરંતુ મારી વાત તેમને ગળે ઊતરી નહીં. બલ્બ હું ઈરાદાપૂર્વક દાક્તરી તપાસ કરવાનું ટાળું છું તેવો તેમને વહેમ પડવા લાગ્યો. હજુ બીજા ત્રણ જણ પોતાની મેડિકલ ફાઈલ લઈને મારી રાહ જોતા બેઠા હતા ! પરંતુ મેં તેમને આગ્રહપૂર્વક સમજાવી વિદાય કર્યા. મારી આ વાતથી શ્રી પટેલ નિરાશ થઈ ગયા. તેમના ઉત્સાહમાં થોડી મંદતા આવી ગઈ. મુંબઈમાં કઈ કઈ હૉસ્પિટલો સારી છે, તથા કેટલાંક ઑપરેશન માટે કયા ડૉક્ટર સારા છે એ વિષે એમણે પૂછેલા પ્રશ્નોના, અલબત્ત, મેં આવડ્યા એવા જવાબ આપ્યા, કારણ કે તેમ ન કરવામાં સામાન્ય સૌજન્યનો અભાવ તેમને કદાચ જણાય. આમ તેમ થોડી વાતો ચાલી. શ્રી પટેલે પૂછ્યું, “ડૉક્ટર સાહેબ, ઑકલૅન્ડ જવા માટે તમારી પાસે સામાન કેટલો હશે ?' એક બૅગ અને એક એટેચી. લગભગ બારેક કિલો. તમારા દીકરા માટે કંઈ મોકલવું હોય તો જરૂર આપજો.” નિરાશાથી ઠંડા પડી ગયેલા વાતાવરણમાં ઉષ્મા આણવા મેં દાક્ષિણ્ય દાખવ્યું. બસ, એટલા માટે જ તમને પૂછ્યું. એક બોક્સ તમારી સાથે મોકલવાનું છે.” જરૂ૨. મને બહુ આનંદ થશે. શાનું બોક્સ ?' એક મોટો રેડિયો-સેટ છે. મારા દીકરા માટે નવા વર્ષની ભેટ છે. પરંતુ તમે ઓકલેન્ડમાં કસ્ટમ્સમાં પહેલેથી રેડિયો ડિકલેર કરતા નહીં. જો એમ ને એમ નીકળી જાય તો ઠીક, અને જો ચેક થાય તો તેની ડ્યૂટી મારો ૩૫૨ ૪૯ પ્રવાસ-દર્શન Page #403 -------------------------------------------------------------------------- ________________ દીકરો ભરી દેશે.” - “તો ઈન્ડિયન ટૂરિસ્ટ તરીકે જાઉં છું. મારાથી એવી રીતે રેડિયો લઈ જવાય ? અને ત્યાં આવી રીતે આપી શકાય ?' તેની તમે ફિકર નહીં કરતા. અમારે બધે ઓળખાણ છે. મારો દીકરો કસ્ટમ્સમાં બધું પતાવી દેશે.” હું વિમાસણમાં પડ્યો. આવી રીતે કોઈનાં સંપેતરાં લઈ જવાથી વિદેશપ્રવાસમાં અણધારી મુશ્કેલી આવતી હોય છે એવી કેટલીક વાતો સાંભળેલી છે. કોઈક વાર મોકલનારે તેમાં બીજી જ કોઈ વસ્તુ સંતાડી હોય છે. હું મૂઝવણ અનુભવવા લાગ્યો. એક બાજુ એમનો દીકરો એરપોર્ટ ઉપર લેવા આવે, ઘરે ઉતારે, ઓકલેન્ડમાં બધે ફેરવે, અને બીજી બાજુ એમનું એક સંપેતરું લઈ જવાની મારે “ના” પાડવી પડે એવી સ્થિતિ થઈ. મેં ત્વરિત નિર્ણય કરી લીધો અને હિંમતપૂર્વક કહ્યું, “તમારો રેડિયો હું નહિ લઈ જઈ શકું તો તે માટે મને માફ કરશો. મને કસ્ટમ્સમાં ખોટું બોલવાનું આવડશે નહિ અને ગમશે નહિ. માટે બીજી કોઈ ચીજવસ્તુ આપવી હોય તો જરૂર આપો કે જેમાં કસ્ટમ્સની દૃષ્ટિએ કોઈ મુશ્કેલી ન પડે.” મારા શબ્દોની અસર શ્રી પટેલના ગંભીર બનતા જતા ચહેરા પર જોઈ શકાતી હતી. એમણે કહ્યું, “યૂટી-પેનલ્ટી બચાવવા માટે તો અમે આ બધું તમારા માટે કરીએ છીએ. ઑકલૅન્ડમાં શહેરથી ઍરપૉર્ટ કેટલું બધું દૂર છે તેની તમને ખબર છે ? ટૅક્સીના કેટલા બધા ડૉલર થાય છે ! વળી, ત્યાં હોટેલો કેટલી બધી મોંઘી છે તેની તમને ક્યાં ખબર છે ? આટલા ઓછા પરિચયે અમે તમારા માટે આટલી બધી સગવડ કરીએ અને તમે અમારું આટલું નાનું સરખું કામ ન કરો ?' બોલતાં બોલતાં શ્રી પટેલના અવાજમાંથી સૌમ્યતા ક્રમે ક્રમે અદશ્ય થતી જતી હતી. હું મૌન રહ્યો. રેડિયો લઈ જવાની મારી સંમતિ નથી તેમ સમજતાં શ્રી પટેલે તરત ઑકલૅન્ડ ફરીથી ફોન જોડ્યો અને દીકરાને કહ્યું, “ડૉક્ટર રેડિયો લઈ આવવાની ના પાડે છે, માટે હવે તારે ઍરપૉર્ટ પર આવવાની જરૂર નથી. તેઓ હોટેલમાં ઊતરશે.' મારા ઈનકારનો આટલો ત્વરિત અને કડક પ્રત્યાઘાત પડશે તેવી મને કલ્પના ન હતી, પરંતુ પરિસ્થિતિએ જે રીતે પલટો લીધો તેથી એકંદરે મેં રાહત અનુભવી. તરત હું ઊભો થઈ ગયો. તેમની ભાવશૂન્ય વિદાય લીધી. તેમના કે તેમના દીકરાના ચહેરા પર દાક્ષિણ્ય ખાતર કૃત્રિમ સ્મિત પણ ન હતું. નવા વર્ષની ભેટ રૂ ૩૫૩ Page #404 -------------------------------------------------------------------------- ________________ આવજો” કે “ભલે' જેવા ઔપચારિક શબ્દો પણ ઉચ્ચારાયા નહીં. હું તરત ત્યાંથી કાનજીભાઈની દુકાને પહોંચી ગયો. બધી વાત કરી. કાનજીભાઈએ કહ્યું, “તમે જે કર્યું તે સારું કર્યું. કદાચ તમે શરમમાં રહીને હા પાડી હોત તોપણ હું તમને રેડિયો-સેટ લઈ જવા ન દેત. તમારા ગયા પછી કંઈક બહાનું કાઢી એમને ઘેર પાછો મોકલત. એ લઈ જવામાં તમે ફસાઈ જાઓ. કદાચ જેલમાં બેસવાનો પણ વારો આવે. નવા વર્ષની તમને બરાબર ભેટ મળી જાય. કાનજીભાઈની વાત સાંભળી હું ચમક્યો. વળી એમણે કહ્યું, - “જ્યાં કસ્ટમ્સના કાયદા બહુ કડક હોય છે એવા દેશોમાં તો ઍરપોર્ટ ઉપર કોઈક અજાણ્યા સહપ્રવાસીને એનો સામાન ઊંચકવામાં મદદ કરવાનો વિવેક પણ ન કરવો જોઈએ. અંદર કંઈક ગેરકાયદે છુપાવ્યું હોય તો આપણે ફસાઈ જઈએ. એવે વખતે તો એવા માણસો પોતાનો સામાન છે એમ કબૂલ પણ ન કરે.” કાનજીભાઈની વાત સાચી હતી. મને બૈરુતના ઍરપૉર્ટનો એક પ્રસંગ તરત યાદ આવ્યો. એક વયોવૃદ્ધ યુરોપિયન સન્નારીને વજનદાર બૅગ ઊંચકવામાં મેં મદદ કરી ત્યારે ફરજ પરના એક ઑફિસરની નજર પડતાં તેણે તરત મારા હાથમાંથી બૅગ લઈને એ સન્નારીના હાથમાં પાછી સોંપી દીધી હતી. એ મહિલાએ પોતાની બૅગમાં દાણચોરીની કોઈ ચીજવસ્તુ નહિ જ સંતાડી હો, પરંતુ પ્રવાસીઓએ આવી બાબતમાં સાવધ રહેવું ઈષ્ટ છે એમ સમજીને અધિકારીએ તે પ્રમાણે કર્યું હતું. કાનજીભાઈની વાતની તરત મને પ્રતીતિ થઈ. એમણે આપેલી સલાહથી સુવામાં વિદેશ પ્રવાસનો એક જુદો જ પાઠ મને શીખવા મળ્યો. (પાસપોર્ટની પાંખે-૧) ૩૫૪ ગક પ્રવાસ-દર્શન Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ઉલુ (ફિજી) ૧૯૭૭ના ડિસેમ્બરમાં ફિજીના પ્રવાસે હું ગયો ત્યારે એના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતાની ભલામણથી રહ્યો હતો. એક દિવસ કાનજીભાઈએ મારે માટે ઉલ્લૂ ટાપુ પાસે સમુદ્રમાં પરવાળાં (Coral Reef) જોવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કામકાજનો ચાલુ દિવસ હોવાથી દુકાન છોડીને કાનજીભાઈ સાથે આવી શકે એમ નહોતા, પણ બોટ પર મૂકવા અને લેવા તેઓ આવવાના હતા. નક્કી થતાં બીજે દિવસે સવારે અમે સમુદ્રકિનારે ડૉક પર વેળાસર પહોંચી ગયા. ઉલ્લૂ જવા માટે ત્રણ જુદી જુદી કંપનીની સ્ટીમ-લૉચ ઊપડતી હતી. દરેક સ્ટીમ-લૉચના કર્મચારીઓ પોતપોતાના દરવાજા પાસે ઊભા ઊભા પ્રવાસીઓને પોતાની કંપનીમાં જોડાવા માટે જોરજોરથી અનુરોધ કરી રહ્યા હતા. કાનજીભાઈની ભલામણથી એક લૉચની ટિકિટ મેં લીધી. બે ફિજિયન યુવકો આવી જાહેરાત કરવા સાથે ટિકિટ આપવાનું કામ પણ કરતા હતા. અને બે ફિજિયન યુવતીઓ સહેલાણીઓને લૉચમાં લઈ જઈ બેસાડવાનું કામ કરતી હતી. લૉચમાં દાખલ થઈ હું મારી જગ્યાએ બેઠો. સમય થયો એટલે કંપનીનો યુનિફોર્મ પહેરેલા એ ચારે કર્મચારીઓ લૉચમાં આવ્યા. તેઓએ લોંચમાં દાખલ થવા માટેની પગથિયાની નાની સીડી ઊંચકીને અંદર ખેંચી લીધી. લંગર ઉપાડ્યું. ત્યાર પછી લૉચના કપ્તાનને ઉલ્લૂઝઃ ૩૫૫ Page #406 -------------------------------------------------------------------------- ________________ તેઓ મદદ કરવા લાગ્યા. હોને વાગ્યું અને લૉંચ ઊપડી. અમે લગભગ પચીસેક પ્રવાસીઓ હતા. બીજા બધા જ પ્રવાસીઓ અમેરિકન કે ઑસ્ટ્રેલિયન હતા. ભારતીય પ્રવાસી તરીકે ફક્ત હું એકલો જ હતો. આકાશ સ્વચ્છ હતું. સમુદ્રના નીલા રંગનાં પાણી શાંત હતાં. હવા ચિત્તને પ્રસન્નતાથી ભરી દે એવી હતી. લાંચ આગળ વધતાં સુવાના કિનારાની હરિયાળી વનરાજિ દૂર દૂર ખસતી હતી. વાતાવરણ ઉત્સાહક હતું. ટૂરના એક ફિજિયન કર્મચારીએ ગાઈડ તરીકે માઈક ઉપર સૌનું સ્વાગત કર્યું અને ફિજીનો પરિચય આપવો શરૂ કર્યો. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ત્રણસોથી વધુ ટાપુઓમાં ફિજીનું રાષ્ટ્ર પથરાયેલું છે. ઓસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં, ૧૯૬૦ માઈલ દૂર આવેલા આ રાષ્ટ્રનું એટલા માટે સત્તાવાર નામ “ફિજી આઈલૅન્વસ” (Fuji Islands) છે, પરંતુ લોકોમાં તે ફક્ત “ફિજી' તરીકે જ જાણીતું છે. આ ત્રણસો ટાપુઓમાં મુખ્ય બે મોટા ટાપુઓ છે. એકનું નામ છે વિતી લેવું અને બીજાનું નામ છે “વનવા લેવું “લેવું' એટલે બહુ “વિતી’ એટલે ડુંગરો અને “વનવા” એટલે સપાટ મેદાનો. “વિતી લેવું” એટલે જ્યાં પહાડો વધારે છે એવો ટાપુ. ફિજીનાં મુખ્ય શહેરો સુવા, નાંદી, લટકા, બા, સિગાટોક વગેરે વિતી લેવુંમાં આવેલા છે. આ ટાપુમાં વચ્ચે પર્વતો છે અને ચારે બાજુ ફરતે દરિયાકિનારે સપાટ જગ્યા છે. અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન પોતાનાં સંસ્થાનોમાં ઘણે ઠેકાણે સ્થળોનાં નામ પોતાને ઉચ્ચારતાં ફાવે એવી રીતે બદલાવ્યાં. એ રીતે વિતી'ને તેઓ ફિજી' તરીકે ઓળખવા લાગ્યા; અને એ જ નામ આજ દિવસ સુધી રૂઢ થયેલું છે. જાપાન ઉત્તર ગોળાર્ધમાં પૂર્વ દિશામાં છેડે આવેલો દેશ છે. એટલે આપણે જાપાનને ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખીએ છીએ. (જાપાનને રાષ્ટ્રધ્વજ પણ એનું જ પ્રતીક છે). પરંતુ સમયની સાપેક્ષ દૃષ્ટિએ કહેવું હોય તો કહી શકાય કે જાપાનમાં સૂર્યોદય થાય છે તેની પહેલાં દક્ષિણ ગોળાર્ધમાં ફિજીમાં સૂર્યોદય થાય છે, કારણ કે ફિજી ૧૮૦ રેખાંશ પર આવેલું છે. આંતરરાષ્ટ્રિય સમયરેખા (International Date Line) બરાબર ફિજીની પૂર્વ બાજુમાંથી પસાર થાય છે. ફિજીનો પરિચય અપાયો ત્યાર પછી થોડી વારમાં તો સંગીતના સૂર ચાલુ થયા. બે ફિજિયન યુવક અને બે યુવતી પોતાના અસલ ફિજી પોશાકમાં સજ્જ થઈને બધાંની વચ્ચે આવ્યાં. ફિજિયન લોકો ખાસ પ્રસંગે પોતાનો જે ૩પક = પ્રવાસ-દર્શન Page #407 -------------------------------------------------------------------------- ________________ ફિજિયન ઢબનો પોશાક પહેરે છે તેમાં પુરુષોનો પોશાક ધ્યાન ખેંચે એવું હોય છે. તેઓ શર્ટ, કોટ અને ટાઈ પહેરે છે. પરંતુ પેન્ટને બદલે કમરે ત્રિકોણ આકારનું ઝાલરવાળું વસ્ત્ર લપેટે છે. ઘૂંટણથી નીચે તેઓના પગ ઉઘાડા રહે છે. તેમના કમરના વસ્ત્રનો ત્રિકોણ આકારનો છેડો આગળ બે ઘૂંટણની વચ્ચે લટકતો રહે છે. સ્કૉટલૅન્ડના સ્કૉટિશ લોકો ખાસ પ્રસંગે પેન્ટને બદલે કિલ્ટ' (Kilt) પહેરે છે તેવી રીતે ફિજિયન લોકો પણ કિલ્ટને મળતું આવે એવું વિશિષ્ટ પ્રકારનું અને માપનું રંગબેરંગી ડિઝાઈનવાળું વસ્ત્ર પહેરે છે. ફિજિયન યુવક-યુવતીઓએ પોતાના ચહેરા પર મહોરાં પહેરેલાં હતાં. હાથે પાઉડર અને રંગના કલાત્મક લપેડા કર્યા હતા. એમાં બંને યુવકોએ ખભે ગિટાર અને ડ્રમ લટકાવ્યાં હતાં. બંને યુવતીઓ નૃત્ય કરતી હતી. ચારે બુલંદ સ્વરે ગાતાં હતાં. સાથે ગિટાર અને ડ્રમ પણ જોરશોરથી વાગતાં હતાં. કોઈ વ્યવસાયી કલાકાર હોય તેવાં તેઓ લાગ્યાં. આધુનિક પાશ્ચાત્ય ઢબનાં ઝમકભર્યા ગીતો ગવાતાં હતાં. તેઓએ કેટલાક ફિજિયન લોકગીતો પણ ગાયાં. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ હોવાથી ત્યાંનાં મશહૂર થયેલાં ગીતો ગાયાં. પછી જણાવ્યું કે ભારતતી આવેલા આપણા માનવંતા મહેમાન માટે મશહૂર ભારતીય ફિલ્મી ગીતો પણ અમે ગાઈશું. એમ કહીને “આવારા હું..” અને એવાં બીજાં ગીતો તેઓએ ગાયાં. આમ એક કલાક સુધી અમે લૉચમાં મધુર નાદ દ્વારા કર્મોત્સવ અને બહાર જલધિજલના તરંગો અને આસપાસના ટાપુઓની હરિયાળીનાં દૃશ્યો દ્વારા નયનોત્સવ એમ સાથે સાથે માણ્યો. સંગીત પૂરું થયું એટલે અમને ચા-નાસ્તો આપવામાં આવ્યો. ચારે ગાઈડ બેર૨ની ટોપી અને એપ્રન પહેરીને અમારા સૌની પાસે આવીને કોને ચા કે કોફી, ટોસ્ટ બટ૨, બિસ્કિટ વગેરે જોઈએ છે તે પ્રમાણે તૈયારી કરીને આપવા લાગ્યાં. કોઈકના પૂછવાથી ખબર પડી કે મહોરાં પહેરી ગાન-નૃત્ય કરનાર કલાકારો તે અમારાં આ ગાઈડ યુવકો અને યુવતીઓ જ હતાં. હવે તે બટલરના સ્વરૂપે હતાં. તેમની સરસ કામગીરીની અમે પ્રશંસા કરી. ફિજિયન લોકો મોટા, પહોળા અને ભરાવદાર ચહેરાવાળા છે. શરીરે તેઓ ઊંચા અને કદાવર છે. ઘણાખરા પહોળા પગલે ચાલે છે. તેમના માથાના વાળ સાવ ટૂંકા અને વાંકડિયા હોય છે. આથી પ્રથમ દૃષ્ટિએ કોઈને એમ લાગે કે તેઓ આફ્રિકન હશે ! પરંતુ ફિજિયન લોકો આફ્રિકન જેવા અને જેટલા શ્યામ રંગના નથી. ફિજિયન લોકો ઘેરા ઘઉવર્ણા છે. તેમની ચામડી ભારતીય લોકો જેવી છે. ઘણાના વાળ કાળાને બદલે સહેજ રતાશ પડતા ભૂખરા છે. એવા વાળ અને ચહેરાની આકૃતિ ઉપરથી તેઓ ભારતીય લોકો ઉલ્લૂ કર ૩૫૭ Page #408 -------------------------------------------------------------------------- ________________ કરતાં જુદા તરી આવે છે. ઈતિહાસ એમ કહે છે કે બસો વર્ષ પહેલાં યુરોપથી એશિયાની શોધસફરે નીકળેલા દરિયાખેડુઓ પોતાની સાથે જે આફ્રિકન ગુલામોને લઈ આવેલા, તેમાંના કેટલાકને મજૂરી કરાવવા માટે આ ટાપુઓમાં વસાવવામાં આવેલા, તેઓના આ વંશજો છે. એટલે તેમની મુખાકૃતિ આફ્રિકન લોકોને મળતી આવે છે. પરંતુ તેમની ચામડીના રંગની કાળાશ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. ફિજિયન લોકો સ્વભાવે મળતાવડા અને આનંદી છે. ખાવું-પીવું તથા ગાવું-નાચવું એ એમની પ્રિય પ્રવૃત્તિ છે. તેઓ ખડતલ અને મહેનતુ છે, પણ સ્વભાવે મોજીલા છે. કેટલાય ફિજિયનો ભારતીય લોકોને ત્યાં નોકરી કરે છે. તેઓ ફિજીની છાંટવાળી હિંદી ભાષા સારી રીતે બોલી શકે છે. ફિજીના સ્થાનિક આનુવંશિક લોકો ફિજિયન છે. પરંતુ તેઓ લઘુમતીમાં છે. બહુમતીમાં ભારતીય લોકો છે. અહીં શેરડીનાં ખેતરોમાં મજૂરી કરવા માટે ભારતથી અભણ ગરીબ બિહારી લોકોને અને ગુજરાતી લોકોને અંગ્રેજો લઈ આવ્યા. પાછળથી દક્ષિણ ભારતના કેટલાક લોકો પણ આવીને વસ્યા. ગુજરાતી લોકો મુંબઈના બંદરે થઈ સ્ટીમરમાં બેસીને અહીં આવ્યા હતા એટલે બિહારી લોકો ગુજરાતીઓને “બમ્બઈયા' તરીકે આજ દિવસ સુધી ઓળખતા આવ્યા છે. ફિજીમાં ઘણાખરા ફિજિયન લોકો નાના નાના ટાપુઓમાં રહે છે. એવા ટાપુઓમાં વસતા ફિજિયનો ગરીબ અને અલ્પશિક્ષિત છે. આથી અહીં તેઓને માટે “ગામડિય'ના પર્યાય જેવો શબ્દ Islander (ટાપુવાસી) વપરાય છે. ભારતીય લોકો ફિજિયન લોકો માટે “કાઈતીકી' શબ્દ પ્રયોજે છે. લગભગ અગિયાર વાગે અમારી લૉંચ પહોંચી નકુમારુરિકો નામના ટાપુના કિનારે. અહીં એક કલાકનો અમને સમય આપવામાં આવ્યો. પણ ટાપુ ખૂબ નાનો હતો અને બજાર કે બગીચા જેવું કશું જ નહોતું. એટલે એક કલાક અહીં કરીશું શું એવો પ્રશ્ન ઘણાને થયો. અમારા ગાઈડે કહ્યું, “આ ટાપુના સમુદ્રમાં ખાસ કરવા માટે લોકો આવે છે. અડધા માઈલ કરતાં પણ ઓછો લાંબો અને એથી પણ ઓછો પહોળો એવો આ ટાપુ નૈસર્ગિક દૃષ્ટિએ ગમી જાય એવો છે. ટાપુ ઉપર આપણે ગમે ત્યાં ઊભા હોઈએ, ત્યાંથી ચારે બાજુનો સમુદ્ર દેખાય. આ ટાપુની ખાસિયત એ છે કે એક બાજુ ઊંડો સમુદ્ર છે જ્યાં બોટ ઊભી રહે છે અને બીજી બાજુ તદ્દન છીછરો સમુદ્ર છે. હજારે ક ફૂટ લાંબા સમુદ્રતટમાં રેતી શ્વેત, સુંવાળી, સ્વચ્છ અને ગમી જાય એવી હતી. એટલે જ આ રેતીને Happy Sands કહે છે. સમુદ્રનું પાણી પણ એટલું જ નિર્મળ અને ૩૫૮ ૯ પ્રવાસ-દર્શન Page #409 -------------------------------------------------------------------------- ________________ છાતીથી વધારે ઊંડું નહિ. તરતાં ન આવડતું હોય તો પણ નાહવા પડી શકાય. અમારા ગાઈડ યુવક-યુવતી સ્વિમિંગ કૉર્ચ્યુમ પહેરી તરવા પડ્યાં. અમારામાંથી પણ કેટલાક તરવા પડ્યા. કોટ્યૂમ ન લાવ્યા હોય તો પાસેના રેસ્ટોરાંમાં ભાડે મળતું હતું. કેટલાકની પાણીમાં પડવાની ઈચ્છા નહોતી, પણ ડૂબવાની બીક વિનાના છીછરા પાણીની સ્ફટિક જેવી નિર્મળતાનું આકર્ષણ એટલું બધું હતું કે એક પછી એક એમ વધતાં વધતાં છેવટે બધાંએ પાણીમાં ડૂબકી મારી સ્નાન કરી તાઝગી અને પ્રફુલ્લિતતા અનુભવી. માથે કોમળ તડકો હતો. અને પાણી હૂંફાળું હતું. એટલે પત્યા પછી કોઈને નીકળવાનું મન થતું નહોતું. આવા નાનકડા ટાપુમાં એક કલાક કરીશું શું એવો પ્રશ્ન કરનારને હવે કલાક ઓછો લાગવા માંડ્યો. સમય થયો એટલે સ્નાનથી પરવારી અમે સૌ સજ્જ થઈ લૉચમાં બેસી ગયા. લૉચ ઊપડી. ગાઈડે મજાકમાં કહ્યું, “તમને સમુદ્રમાં સ્નાન એટલા માટે કરાવ્યું કે જેથી ભૂખ બરાબર લાગે. હવે આપણે લંચ માટે સમુદ્રકિનારાની એક પંચતારક હોટેલમાં જઈશું. હોટેલનું નામ છે “ટ્રેડ વિસ' (Trade Winds) અડધા કલાકમાં અમારી લૉચ હોટેલના પાછલા દરવાજે આવીને અડીને ઊભી રહી નદી શહેરતી સુવાના ધોરી માર્ગ ઉપર સમુદ્રકિનારે આ હોટેલ એવી રીતે બાંધવામાં આવી છે કે એના આગળના ભાગમાં એના ઉદ્યાનનું પ્રવેશદ્વાર મુખ્ય રસ્તા પર પડે. તથા હોટેલનો પાછળનો ભાગ એવી રીતે બાંધવામાં આવ્યો છે કે તે પાણી ઉપર થોડો બહાર નીકળે. બાલ્કની કે વરંડામાં બેઠાં હોઈએ તો નીચે પાણી દેખાય, જાણે કોઈ જહાજમાં ન બેઠાં હોઈએ ! હોટેલમાં જ ડોકની વ્યવસ્થા રાખવામાં આવી છે. બોટ કે સ્ટીમર સીધી હોટેલને અડીને ઊભી રહી શકે. એથી પ્રવાસીઓને સમુદ્રની સહેલગાહ કરવાનું કુદરતી રીતે જ મન થાય. એ માટે સંખ્યાબંધ નાની મોટી યાંત્રિક હોડીઓની સગવડ રાખવામાં આવી હતી. લાકડાંની વિવિધ સુશોભિત ચીજવસ્તુઓ, તથા લાકડાનાં છત અને ફ્લોરિંગથી બહુ જ આકર્ષક લાગતી એવી આ હોટેલમાં સમુદ્રની બાજુએ બેઠાં હોઈએ તો નીચે સ્વચ્છ પાણીમાં રંગબેરંગી માછલીઓ તરતી દેખાય. રોજ કેટલાય લોકો માછલીને ખવડાવતા હોવાથી માછલીઓ પણ એટલામાં જ ઘૂમ્યા કરતી દેખાય. અહીં સમય કેવી રીતે પસાર કરવો એની કોઈ ચિંતા જ નહિ. હોટેલમાં લંચ લઈ અને લૉચમાં બેસી ઉપડ્યા ઉલ્લૂ ટાપુ તરફ. ઉલ્લૂમાં અમારે ટાપુ પર ઊતરવાનું નહોતું. પરંતુ ટાપુ આવે તે પહેલાં સમુદ્રના નિર્મળ જળમાં પરવાળાં (Corals) નું નિરીક્ષણ કરવાનું હતું. અમે ઉલ્લૂઝઃ ૩પ૯ - WWW.jainelibrary.org Page #410 -------------------------------------------------------------------------- ________________ ટાપુ નજીક આવ્યા. અમારી બોટ ધીમી પડી. સૂચના મળતાં અને બોટમાં તળિયે રાખવામાં આવેલા પારદર્શક કાચ પાસે પહોંચી ગયા. પરવાળાં જોવા માટે બોટમાં ચાર જગ્યાએ તળિયામાં મોટા લંબચોરસ પારદર્શક કાચ જડવામાં આવ્યા હતા. દરેક કાચની આસપાસ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે બધા પ્રવાસીઓ જુદા જુદા કાચની આસપાસ ગોઠવાયા. ઉલ્લુ ટાપુ પાસેનું સમુદ્રનું પાણી અત્યંત સ્વચ્છ હતું. સૂર્યના પ્રકાશમાં તેમાં વધુ ઊંડે સુધી જોઈ શકાતું હતું. કાચના તળિયેના પાણીમાં ફરતી નાનીમોટી વિવિધ આકારની અને પ્રકારની રંગબેરંગી માછલીઓ તરતી-ફરતી દેખાવા લાગી. નીચે જુદા જુદા આકારનાં પરવાળાં પણ દેખાયાં. મેં અગાઉ બેન્ટોટા (શ્રીલંકા), મલિન્દી (કેનિયા), પત્તયા (થાઈલૅન્ડ), મોરિશિયસ વગેરેના સમુદ્રમાં Glassbottom Boat માંથી આવાં દૃશ્યો નિહાળ્યાં હતાં. પરંતુ જેઓ પહેલી વાર આવું દૃશ્ય જુએ તે તો અવશ્ય આશ્ચર્યચકિત થયા વિના રહે નહિ. કાચમાંથી માછલીઓ અને પરવાળાં જોયા પછી અમને બધાંને સ્ટીમરના ઉપરના ખુલ્લા ડેકમાં લઈ જવામાં આવ્યા ત્યાં અમે ખુરશીઓમાં ગોઠવાયા. દરમિયાન સમુદ્રના પાણીમાંથી ત્રણ વ્યક્તિ હાથમાં પરવાળાં લઈને સ્ટીમરમાં ચડી. તેઓએ મોઢ-માથે ઑક્સિજન માસ્ક પહેરેલો હતો. અને શરીરે પગનાં તળિયાં સુધીનો ડૂબકીમારનો ડાઈવર્સ (Diver's) સૂટ પહેરેલો હતો. તેઓ સ્થાનિક વ્યવસાયી ડાઈવર્સ હોય એમ લાગ્યું. કાચમાંથી માત્ર તેમની બે આંખો દેખાતી. પરવાળાં ડેક પર મૂકીને ફરી તેઓએ પાણીમાં ડૂબકી લગાવી. પાછા થોડી વારે બીજાં પરવાળાં લઈ આવ્યાં. ગાઈડ યુવતીએ અણને સમજાવ્યું કે પરવાળાં (પ્રવાલ) એ પણ એક પ્રકારના જીવોનું કલેવર છે. એના જુદા જુદા આકાર પ્રમાણે એની જુદી જુદી જાતિ ગણવામાં આવે છે. અમને સાબરના શિંગડા જેવા (Stad horn Corals), દાંત-દાઢ જેવા (Tooth Corals), મશરૂમ જેવા (Mushroom Corals), તકિયા જેવા (Cushion Corals), કાકડી જેવા (Cucumber Corals), ભીંડા જેવા (Green Finger Corals), પીંછાં જેવા (Fern Corals), નમસ્કાર કરતા હોય એવી આકૃતિવાળા (Greeting Corals) એમ જુદી જુદી જાતનાં પરવાળાંને ઘર, દુકાન વગેરેમાં કેવી કલાત્મક રીતે ગોઠવી શકાય તે પણ વિવિધ રીતે ગોઠવીને બતાવ્યું. શોખીનને રસ પડે એવો આ વિષય હતો. એવી કલાત્મક ગોઠવણીના કેટલાક ફોટો પાડી લીધા. જ્યાં તડકો પડતો હોય એવા ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલા કેટલાક સમુદ્રના છીછરા પાણીમાં પરવાળાનાં જીવડાં જેમ મરતાં જાય તેમ ૩૬૦ = પ્રવાસ-દર્શન Page #411 -------------------------------------------------------------------------- ________________ તેમના શરીરમાં રહેલા કૅલ્શિયમનો ઢગલો થતો જાય છે. એના ખડક બંધાય છે. આવા (Coral Reefીના કેટલાંક પરવાળાંની અંદર ઝીણી ઝીણી માછલીઓ હોય છે. અને એવી માછલીઓ પણ પરવાળાંની રચના કરે છે. તે બતાવતાં ગાઈડ યુવતીએ પાસે રાખેલા પાણી ભરેલા વાસણમાં ત્રણેક મોટા પરવાળાંના ટુકડા કર્યા તો અંદરથી આંગળીના વેઢા કરતાં નાની માછલીઓ નીકળી અને પાણીમાં તરવા લાગી. દરમિયાન ડાઈવર્સ બે મોટી બાલદી ભરીને દરિયાનું પાણી લઈ આવ્યા. એમાં જાતજાતની રંગબેરંગી નાની નાની માછલીઓ હતી. કેટલાક શોખીનો ઘરમાં નાનું કાચના કબાટ જેવું એક્વેરિયમ રાખે છે. એમાં આવી કેટલીક જાતની માછલીઓ રાખવામાં આવે છે. ગાઈડે એક નાની પાંચ પૂંછડિયા જેવી માછલી બતાવી. એ Star Fish કહેવાય છે. તે બહુ મજબૂત હોય છે. તેની એકાદ પૂંછડી કપાઈ જાય તો તે મરતી નથી. પણ તે પૂંછડી પાછી વધવા લાગે છે અને આખી થઈ જાય છે. કેટલાક પરવાળાં તડકામાં સૂકવવા માટે મૂકવામાં આવ્યાં. તડકાની અસરથી લીલા રંગનાં પરવાળાં જાંબલી રંગનાં થવા લાગ્યાં. ગાઈડે સમજાવ્યું કે આ રીતે પરવાળાં થોડા દિવસ તડકામાં સૂકવવામાં આવે તો તેનો રંગ બદલાય છે, તે નક્કર થતાં જાય છે અને વધુ સુશોભિત આકૃતિ ધારણ કરે છે. વળી તે બહુ મોંઘા ભાવે વેચાય છે. કેટલાંકમાંથી મંગળના નંગ બનાવાય છે. પરવાળાંનો વ્યવસાય કરનાર અનુભવી લોકો આ ભીનાં પરવાળાંને રોજ કેટલા પ્રમાણમાં તડકો આપીને, કેવી રીતે આકર્ષક અને કલાત્મક બનાવવા એની ખૂબી જાણતા હોય છે. પછી એણે કહ્યું, “આ બધાં લીલાં ભીનાં પરવાળાં જેમને જોઈએ તે મફત લઈ જઈ શકે છે. ઘરે જઈને તરત સૂકવી દેવાં જોઈએ.” આટલું કહેતાંમાં તો પરવાળાં લેવા માટે પડાપડી થવા લાગી. અમારી દોટ જોઈને ગાઈડ પણ હસી પડી. બધા પોતાના સ્થાને બેઠા તે પછી ગાઈડે કહ્યું, “એટલું ધ્યાનમાં રાખજો કે આ પરવાળાં બહુ ગંધાય છે. થોડી વાર પછી તમારા હાથ સુંઘી જોજો. ઘરમાં પણ એ ગંધાશે. સુકાયા પછી નહિ ગંધાય. ગાઈડની વાત સાચી હતી. પરવાળા હાથમાં લેતાં જ હાથ ચીકણા થઈ ગયા અને વળી ગંધાવા લાગ્યા. એક પછી એક એમ ઘણાખરાએ પરવાળાં પાછાં મૂકી દીધાં. કેટલાકે પડીકામાં બાંધી લીધાં; પણ પડીકામાં વધુ વખત રહેશે તો વધુ ગંધાશે અને પછી સરખો રંગ કે આકાર ધારણ નહિ કરે એ માટે ધ્યાન રાખવાની સૂચના ગાઈડે આપી. વધેલાં પરવાળાં અને બાલદીમાં રાખેલી માછલીઓ સમુદ્રના પાણીમાં પાછાં પધરાવી દેવામાં આવ્યાં. પરવાળાં જોવાનો કાર્યક્રમ પૂરો થયો. ત્રણે ઉલ્લુ અંક ૩૦૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ ડૂબકીમારુ-ડાઈવર પાણીમાંથી બહાર આવી બોટમાં ચડી ગયા. તેમણે ડાઈવરનો સૂટ ઉતાર્યો ત્યારે જ અમને ખબર પડી કે તેઓ કોઈ ધંધાદારી ડૂબકી મારુ નહોતા, પણ ટૂરના જ બે યુવક અને એક યુવતી હતાં. ઉલ્લુથી અમારી બોટ હવે સુવા તરફ પાછી ફરવા લાગી. સાંજનો સમય થયો હતો. પવન નીકળ્યો હતો. સમુદ્રના તરંગોથી વાતાવરણ આસ્લાદક બની ગયું હતું. એને વધુ આલાદક બનાવ્યું અમારા ગાઈડ યુવક-યુવતીઓએ પોતાના નાચગાનથી. હવે તેઓએ મહોરાં કે ફિજિયન પોષાક નહોતા પહેર્યા. તેમણે કંપનીનો યુનિફોર્મ પહેરી લીધો હતો. ઉચ્ચ સ્વરે લયપૂર્વક ગીતો ગાઈને તેઓએ રમઝટ બોલાવી દીધી. અમારામાંથી કેટલાક એમાં જોડાયા પણ ખરા. સુવાનો કિનારો દેખાયો એટલે નૃત્યગાન બંધ થયાં. યુવક-યુવતીઓ હવે બોટને લાંગરવા માટેની તૈયારીમાં પડી ગયાં. જોતજોતામાં તો સુવાના ધક્કા પર બોટ લાંગરવામાં આવી. અમે સૌ બોટમાંથી ઊતર્યા. ફિજિયન યુવક-યુવતીઓનો આભાર માનવા માટે એમની જ ભાષામાં અમે કહ્યું, બિનાકા વાકા લેવુ” (Thank you very much) અને “મોઘે' (Goodbye). બહાર નીકળ્યો ત્યારે શ્રી કાનજીભાઈ મને લેવા માટે કાર લઈને આવી ગયા હતા. કારમાં બેસી અમે ઘર તરફ રવાના થયા. આખા દિવસનો એક સરસ મઝાનો યાદ રહી જાય એવો અનુભવ થયો. મેં કાનજીભાઈને કહ્યું, “બોટના કર્મચારીઓ તાલીમબદ્ધ, વિનયી અને ઉત્સાહી હતા. પરંતુ બીજી બાજુ બોટ કંપનીએ સારી કરકસર કરેલી હોય એવું દેખાયું. આરંભમાં પ્રચારક અને ટિકિટ આપનાર તરીકે, પછી ગાઈડ તરીકે, પછી ગીતનૃત્યકાર તરીકે, પછી બટલર તરીકે, પછી સ્વિમર તરીકે, પછી ડાઈવર તરીકે, પાછા ગાયક તરીકે અને છેલ્લે હેલ્પર તરીકે એનાં એ જ ચાર યુવકયુવતીઓએ કામ કર્યું. કાનજીભાઈએ સાચું જ કહ્યું, “અહીં ફિજીમાં અમારું અર્થતંત્ર નબળું છે. સ્ટીમલાઁચ ચલાવનાર જુદી જુદી કંપનીઓ વચ્ચે ઠીક ઠીક સ્પર્ધા રહે છે. એટલે કંપનીઓ આવી કરકસર કરે તો જ એમને પરવડે.” | દરેક દેશ કે પ્રજાને સમયે સમયે પોતાની આગવી સમસ્યાઓ રહે છે અને તે માટે પોતાના આગવા ઉપાયો શોધતાં રહેવું પડે છે. તે વિના અસ્તિત્વ ટકી ન શકે. (પાસપોર્ટની પાંખે-ર : ઉત્તરાલેખન) ૩૯૨ ઝક પ્રવાસ-દર્શન Page #413 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ જીવન ઝરમર ૧૯૨૬ પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ, માતા રેવાબહેન ચીમનલાલ શાહ, જન્મસ્થળ : પાદરા, વડોદરા જિલ્લો., જન્મ ; ત્રીજી ડિસેમ્બર ૧૯૨૭, કારતક વિદ ૧૩ ૧૯૮૩. ૧૯૨૭ તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઈનામ મળ્યું. ૧૯૩૦ પાદરાની શાળામાં ભણવાની શરૂઆત ૧૯૩૭ પાદરાથી મુંબઈ રહેવા આવ્યા. ફરામજી સ્કુલમાં ભણવાનું ચાલુ કર્યું. ૧૯૪૧ મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ૧૯૪૨ ચિત્રકલામાં રસ- રાહુલકર સરના વર્ગો ભરી સફળતા મેળવી. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ બન્ને પરીક્ષામાં પ્રથમ નંબરે આવી પારિતોષિકો મેળવ્યાં. ૧૯૪૩ રાષ્ટ્રીય ચળવળને લગતી પત્રિકાઓ છૂપી રીતે ઘરે ઘરે પહોંચાડવાના કાર્યમાં ભાગ લીધો. ૧૯૪૪ મેટ્રીકની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મળ્યો. ૧૯૪૫ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્કસ છતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટસમાં એડમિશન મેળવ્યું. સ્વપ્ન સારા લેખક થવાનું, ઘર છોડી મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વસ્તૃત્વ સ્પર્ધા, નાટક લેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ૧૯૪૭ ઈન્ટર આર્ટસમાં ફર્સ્ટ ક્લાસ, બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો લીધા. ૧૯૪૮-૪૯ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ. ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફેલો તરીકે નિમણૂંક, ૪૮ ૪૯ પાટણ જૈન હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ ચાલુ, “સાંજ વર્તમાન પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦ M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First class First આવ્યા. મુંબઈ યુનિવર્સિટીનાં બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કોલેજમાં એમ.એ. અને એમ.એસ.સી - સર્વમાં પ્રથમ આવવા બદલ ‘સેન્ટ ફ્રાન્સિસ મેડલ” મલ્યો. ૧૯૫૧ જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. એન.સી.સી. (નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા ઓફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧ થી ૫૪ સેકન્ડ લેફ્ટન્ટ, ૧૯૫૪ થી ૫૭ લેફટનન્ટ, ૧૯૫૮ થી ૩૫ કેપ્ટન, ૧૯૬૫ થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી. મનીષા (સોનેટ સંપાદન, શ્રી મીનુ દેસાઈ સાથે - ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દીપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને મુંબઈની સોસાયા કોલેજના ગુજરાતીના અધ્યાપિકા તારાબહેન શાહ સાથે વિશાળ થયું. શ્રી મુંબઈ જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ ૪૯ ૩૦૩ Page #414 -------------------------------------------------------------------------- ________________ જૈન યુવક સંઘના મેમ્બર બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે લગ્ન. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કારોબારીમાં સભ્ય. “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯૫૩. ૧૯૫૪ એન.સી.સી.ના ઓફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે પગપાળા પ્રવાસ કર્યો. બદરીનાથ-કેદારનાથના દર્શન. ૧૯૫૫ ૧૯૫૫ થી જૂન એક વર્ષ માટે અમદાવાદની ઝેવિયર્સ શરૂ કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સીના ઓફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કોલેજે મોકલ્યા. “એવરેસ્ટનું આરોહણ' પુસ્તક પ્રગટ થયુ. (એવરેસ્ટનાં રોમાંચક સાહસ)ની ઐતિહાસિક કથા - ૧૯૫૫. ૧૯૫૬ પડ જૂનથી મુંબઈ આવી ગયા. “નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય પર પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ, ગુલામોનો મુક્તિદાતા (પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા) ૧૯૫૬. ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળ દમયંતી રાસ' પ્રગટ, પ્રો. મનસુખલાલ, ઝવેરી સાથે ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન પ્રગટ, (૨) “શ્રેષ્ઠ નિબંધિકાઓ' - ૧૯૫૭ સંપાદન મીનુ દેસાઈ સાથે ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી શૈલજાનો જન્મ. ૧૯૫૯ મુંબઈ - સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા. ટી. જી. શાહ અને ચંચળબેનના જીવન પર આધારિત ‘જીવન દર્પણ' પ્રગટ થયું. ૧૯૬૦ તા. ૩ નવેમ્બર ૧૯૯૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે ! અમિતાભનો જન્મ, પીએચ.ડી. ની થિસીસ તૈયાર કરી યુનિ.ને મોકલી, પીએચ.ડી. ની ડીગ્રી મળી, શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી ‘ઉત્તર ધ્રુવની શોધ સફર'ની લેખમાળા કુમાર' માસિકમાં શરૂ. ૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજી કૃત “જંબુસ્વામી રાસ' પ્રગટ થયો. ૧૯૬૨ “ગુજરાતી સાહિત્ય સભા' તરફથી “૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય' - પુસ્તકોનું અવલોકન - શરૂ. ૧૯૬૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા., મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા, અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા, સરયૂબહેન મહેતા Ph.D. માટે રજીસ્ટર થયા, સરસ્વતીચંદ્ર' ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ થયો. ૧૯૬૫ “કુવલયમાળા' ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન - ૧૯૬૫. ૧૯૬૬ ૧૯૬રનું ગ્રંથસ્થ વાલ્મય' પ્રગટ થયું, કુમાર માસિકમાં લખાયેલા એકાંકી શ્યામ રંગ સમીપે' નાટિકા સંગ્રહ પ્રગટ થયો. ૧૯૬૭ જાપાનનો પ્રવાસ, શ્રી યેહાન અમાટાના આમંત્રણથી બૌદ્ધ ધર્મની સંસ્થા માટે વ્યાખ્યાન આપવા ગયા. ૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ. ૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી છૂટા થયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા., ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ “તિરુકુરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપ્યું, સેમિનારમાં ભાગ લીધો, “અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ અને સીંગાપોરનો પ્રવાસ. ૩૬૪ ૪ પ્રવાસ-દર્શન Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા, અધ્યાત્મ પ્રસારક મંડળના પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકે પસંદગી, “એવરેસ્ટના આરોહણની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર - તારાબેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો સ્વર્ગવાસ. ૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમા નિર્માણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબેન સાથે ગયા. કેનિયાના મહત્ત્વના શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસમ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવીર પર વક્તવ્યો આપ્યા. Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ. ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ, પોષ સુદ ૭ - વિ.સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રીલંકાનો પ્રવાસ., “નરસિંહ પૂર્વેનું સાહિત્ય' - જાન્યુઆરી ૧૯૭૬, જૈનધર્મ - બીજી આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ, જૈનધર્મ - મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ. ૧૯૭૭ ચિ. શૈલજા ઈન્ટર આટર્સની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી, મહાવીર જૈન વિદ્યાલય યોજિત “જૈન સાહિત્ય સમારોહ' પહેલાં કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો. આયોજન રમણભાઈએ કર્યું, ઓસ્ટ્રેલિયા-સીડનીમાં P.E.N. ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. વક્તવ્ય આપ્યું., હોંગકોંગ, સીંગાપોર ગયા., U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાખ્યાનો આપવા તારાબેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યા. સાથે સાથે ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વીઝરલેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો, જૈન ધર્મ - હિંદી - આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ બહાર પડી. ૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, ફીલીપાઈન્સ, સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ. ૧૯૭૯ Buddhism An Introduction, સમયસુદંર', “પડીલેહા”, “આપણાં ફાગુ કાવ્યો' - પ્રગટ થયાં, “જૈન સાહિત્ય સમારોહ' બીજો - મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો, સાઉથ અમેરિકા - બ્રાઝીલમાં “રીઓ ડી જાનેરોમાં ભરાયેલી P.E.N. International Conference'માં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો, તેમાં વક્તવ્ય આપ્યું., બ્રાઝિલના જુદા જુદા શહેરો - બ્રાઝિલીયા, સાવો- પાઉલો ઉપરાંત ટ્રીનીડાડ, પનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ વગેરે જોયા. પેરુમાં મચ્છુપીચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષ જોયા, પાછા ફરતા શિકાગો, ન્યુયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા. ૧૯૮૦ રશિયાનો પ્રવાસ, ૧. સમય સુંદરકૃત “થાવસ્યા સુતરિષિ ચોપાઈ' ૨. નિગ્નવ વાદ ૩. નળ દમયંતીની કથાનો વિકાસ. ૪. નળ દમયંતી પ્રબંધ (ગુણાવિનય કૃત), ૫. હેમચંદ્રાચાર્ય, ૯. ઉત્તર ધ્રુવની શોધ સફર પ્રગટ થયાં. જૈન સાહિત્ય સમારોહ ૩ સુરતમાં થયો. ૧૯૮૧ ચોપાટી-દેવ પ્રકાશનું નિવાસ સ્થાન છોડી ૨૧-૨૨, રેખા નં. ૧માં રહેવા ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવનના સહતંત્રી બન્યા., ચિ. પ્રવાસ-દર્શન અલ ૩૬૫ Page #416 -------------------------------------------------------------------------- ________________ શૈલજા M.A. with Psychologyમાં first class first આવી. મુંબઈ યુનિ.નો K. T. Telang સુવર્ણચંદ્રક મળ્યો, શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ નારાયણ સ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા, રહ્યા, ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ. આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસન્નાબહેન સાથે રહ્યાં અને કૌસીની જોવા ગયા. ઋષિવર્ધનકૃત ‘નલરાય દમયંતી ચરિત્ર' ફેબ્રુ-૮૧માં પ્રગટ. ૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો સ્વર્ગવાસ થતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબદ્ધ જીવનના તંત્રી. તરીકે સર્વાનુમતે પસંદગી થઈ, પુત્રી ચિ. શૈલજાના ભાવનગરનિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયા. સોનગઢમાં “જૈન સાહિત્ય સમારોહનું આયોજન ‘ક્રિતિકા' પુસ્તક પ્રગટ થયું. ૧૯૮૩ સુરતમાં “જૈન સાહિત્ય સમારોહ', પ્રવાસ પુસ્તક પાસપોર્ટની પાંખે-ભાગ ૧, માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત “ધન્નાશાલિભદ્ર ચોપાઈ' ડિસે. ૮૩માં પ્રગટ, ૧૯૮૪ જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો, ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને - ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યુ, જૈન સાહિત્ય સમારોહ - કચ્છ-માંડવીમાં થયો, બે લઘુ રાસ કૃતિઓ, “પ્રદેશે જયવિજયના’, પાસપોર્ટની પાંખે - ભાગ ૧ આવૃત્તિ ૩જી દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર - ૧૯૮૪માં થયો, યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું - ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુ.કે.ના જુદા જુદા સ્થળે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યા. ૧૯૮૫ ઉઠો જૈન સાહિત્ય સમારોહ - ખંભાતમાં થયો, જિનતત્ત્વ ભાગ-૧, જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ - પાલણપુરમાં થયો, મોરેશિયસનો પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ફાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ અને તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. કેનેડામાં વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ, જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું, બૌદ્ધ ધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા., જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ બીજો પ્રગટ થયો. જૈન સાહિત્ય સમારોહ - સમેત શિખરમાં યોજાયો., દોહિત્ર કૈવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના દિને. ૧૯૮૮ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ પહેલા છૂટા થયા, પુત્ર અમિતાભના જામનગર નિવાસી શ્રી નગીનભાઈ પદમશ્રી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયા, સોવિયેટ યુનિયનનો પ્રવાસ - ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો., ૧૦મો સાહિત્ય સમારોહ - બોતેર જિનાલય - કચ્છમાં કર્યો, “મોહનલાલજી મહારાજ' પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિન તત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, “ઉપાધ્યાય યશોવિજયજી' જુલાઈ, “પ્રભાવક સ્થવિરો’ - જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની પ્રતિષ્ઠામાં ભાગ લીધો, યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. ૧૯૮૯ સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજની ૩૬૭ ૪ પ્રવાસ-દર્શન Page #417 -------------------------------------------------------------------------- ________________ નિશ્રામાં (પાટણપાસે), પ્રભાવક સ્થવિરો – ભાગ, જિનતત્ત્વ, સાંપ્રત સહચિંતન ભાગ ૧, ડિસે. ૮૯, ભાગ ૨, ભાગ ૩. ૧૯૯૦ પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડીગ્રી મળી., તારાબહેનના માતુશ્રી ધીરજબેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો., વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ-૯૦, “શેઠ મોતીશા' પ્રગટ થયા., અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું - ધોળકા. ૧૯૯૧ પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં. તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ - ગુડી પડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો, શેઠ મોતીશા - બીજા આવૃત્તિ – ૧૯૯૧, તાઓ દર્શન - ૯૧, પ્રભાવક સ્થવિરો - ૯૧માં પ્રગટ થયા. ૧૯૯૨ અમેરિકા, યુ.કે. અને આઈસલેન્ડનો પ્રવાસ, અભયભાઈ અને મંગલાબહેન સાથે આઈસલેન્ડનો પ્રવાસ, એન્ટનમાં પૌત્રી અચિરાનો ૨૭ નવેમ્બર ૯૨ના રોજ જન્મ થયો., જિનતત્ત્વ - ભાગ ૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ ૨, અભિચિંતના - જાન્યુ. ૯૨ શેઠ મોતીશા, બેરરથી બ્રિગેડિયર જાન્યુ. ૯૨, પ્રભાવક સ્થવિરો ઓક્ટો. ૯૨ પ્રગટ થયા. ૧૯૯૩ “તિવિહેણ વંદામિ' - માર્ચ ૯૩, “રાણકપુર તીર્થ’ - જાન્યુ. પ્રભાવક સ્થવિરો - ઓગસ્ટ ૯૩, સાંપ્રત સહચિંતન - ભાગ-૪ સપ્ટેમ્બર, ‘જિનતત્ત્વ' ભાગ ૧ - બીજી આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ બોતેર જિનાલય કચ્છ “સાંપ્રત સહચિંતન ભાગ ૫, જૂન ૯૪, ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” પર થિસિસ - મહાનિબંધ - ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું. ૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ - શંખે સ્વરમાં, વિજયશેખર કૃત નલદમયંતી પ્રબંધ - ફેબ્રુ. ૯૫, Jin Vachan ફેબ્રુઆરી ૯૫, બીજી આવૃત્તિ ઓગષ્ટ ૯૫, સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો 100મા વર્ષમાં પ્રવેશ, ૧૪માં જૈન સાહિત્ય સમારોહ, ગોધરા – કચ્છ, “કોફ્યુસિયસનો નીતિધર્મ ઓગષ્ટ ૯૬, જિન તત્ત્વ, ભાગ-૩, ફેબ્રુઆરી ૯૬. ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ, ઇજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો પ્રવાસ, સાંપ્રત સહચિંતન ભાગ-૯, અધ્યાત્મ સાર ભાગ-૧ - ૯૭, ઓસ્ટ્રેલિયા - ૯૭, પ્રભાવક સ્થવિરો જૂન-૯૭. ૧૯૯૮ ૨/૧૨૯૮ના દિવસે કોન્વોકેશન - રાકેશભાઈને Ph.D.ની ડીગ્રી નોર્વે સ્વીડનનો પ્રવાસ, અભયભાઈ મહેતા સાથે, પાસપોર્ટની પાંખે – ભાગ-૧ની ત્રીજી આવૃત્તિ - માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ-૨) ઓક્ટો.-૯૮, સાંપ્રત સહચિંતન ભાગ-૧૦. ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ” દુબઈ, મસ્કત, શારજહા, અબુધાબીનો પ્રવાસ, રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો., જૈન શોશ્યલ ગ્રુપ” ઉપરાંત જુદા જુદાં ઘરે - ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જૈન ધર્મ અને સાહિત્ય પર પ્રવચનો, “મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખસ્થાને, ગુર્જર ફાગુ સાહિત્ય – ૯૯, “સાંપ્રત સહચિંતન' - ભાગ-૧૧ મે ૯૯, જૈન લગ્ન વિધિ - બીજી આવૃત્તિ - ૯૯, ઓસ્ટ્રેલિયા પ્રવાસ-દર્શન x ૩૬૭ Page #418 -------------------------------------------------------------------------- ________________ ન્યુઝીલેન્ડનો પ્રવાસ, પૂ. રાકેશભાઈ સાથે સીંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ, સીંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ બન્નેએ તારાબેન અને રમણભાઈએ વક્તવ્યો આપ્યા. ૨000 ૨૧ સપ્ટેમ્બર ૨૦OO, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ., Comfort trave - મહાસુ ખભાઈ સાથે ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા, વીરપ્રભુનાં વચનો ભાગ-૧, જૈન ધર્મ - માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર, અધ્યાત્મ સાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ - જૂન. ૨૦૦૧ જૈન સાહિત્ય સમારોહ - મલ્લિનાથ, તીર્થ, દહાણુ, વીર પ્રભુનાં વચનો - ભાગ ૧, સાંપ્રત સહચિંતન ભાગ-૧૩, અધ્યાત્મ સાર ભાગ-૩, નવેમ્બર ૨૦૦૧, આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ આયોજિત “અવધૂત આનંદધનની આધ્યાત્મિક શબ્દચેતના' - મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોર, સંગોષ્ઠિ – સુરતમાં, અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો - ૧૩ ઓક્ટો. - ૨001, ૨૦૦૨ મોટાભાઈ જયંતીભાઈનું ૮૦મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ, શૈલજાએ મુલુંડમાં - ગોલ્ડન સ્વાનમાં કુટુંબ - મિલન યોજ્યુ, રમણભાઈ - તારાબેનના લગ્નનું ૫૦મું વર્ષ – મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી, મધ્યપ્રદેશના મહત્વના દિગંબર તીર્થોની યાત્રા કરી, મહેન્દ્રભાઈ અને આશાબહેને ૫૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કેમ્પ કર્યો., જિનતત્ત્વ ભાગ-૭, ઓગષ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો - ભાગ ૧, ૨, ૩, ૪, ૫ એક પુસ્તકરૂપે છાપ્યા, જિનતત્ત્વ - ૧ થી ૫ ભાગ સાથે છાપ્યા - ઓક્ટો. - ૨૦૦૨. ૨૦૦૩ જાન્યુઆરીમાં – જૈન સાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણકભાઈ કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદાવાદમાં હોલમાં અપાયો., ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા કચ્છમાં યોજાયો, “પંડિત સુખલાલજી' ડિસેમ્બર -૩, “સાંપ્રત સહચિંતન' ભાગ-૧૪, ઓક્ટો., અધ્યાત્મસાર - ભાગ-૩ નવેમ્બર. ૨00૪ ઓક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરે થી ૩૦૧, ત્રિદેવ, મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા. અધ્યાત્મ સાર સંપુર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા - ૨૦૦૪), સાંપ્રત સહચિંતન ૧૫ ઓક્ટો. - ૨૦૦૪, જિન તવ ભાગ-૮, મે ૨૦૦૪, જૈન ધર્મના પુષ્પ ગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવેમ્બર ૨૦૦૪. ૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાન સાર - સંપૂર્ણનું વિમોચન ૪, માર્ચ - ૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું, ‘વંદનીય હૃદયસ્પર્શ” સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો., ૨મણભાઈને નબળાઈ વધતી ગઈ, ૨૨મીએ રાત્રે બ્લેકહાર્ટ હોસ્પીટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૩મીએ તિબિયત સુધરી ૨૪મીએ બ્રાહ્મ મુહૂર્તે સમાધિ મૃત્યુ થયું, અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યાં, ૨૫મીએ અગ્નિ સંસ્કાર કર્યા. ૨૭મીએ પાટકર હોલમાં પ્રાર્થના સભા યોજાઈ, તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બરનો પ્રબુદ્ધ જીવનનો અંક શ્રદ્ધાંજલિ અંક તરીકે અને જાન્યુઆરી ૨૦૦૬નો દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા. ૩૬૮ ના પ્રવાસ-દર્શન Page #419 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકી સંગ્રહ * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ એક ગુલામોનો મુક્તિદાતા * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી * હેમચંદ્રાચાર્ય ત્ર શ્રી મોહનલાલજી મહારાજ * વંદનીય હૃદયસ્પર્શ * શેઠ મોતી શાહ * પ્રભાવકસ્થવિરો, ભાગ ૧ થી ૬ % બેરરથી બ્રિગેડિયર * તિવિહેણ વંદામિ * પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર જ એવરેસ્ટનું આરોહણ આ પ્રદેશે જય-વિજયના ઓસ્ટ્રેલિયા જ રાણકપુર તીર્થ * પાસપોર્ટની પાંખે * ઉત્તરધ્રુવની શોધ-સફર એક પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન * ન્યૂઝીલેન્ડ ઝ પાસપોર્ટની પાંકે - ભાગ ત્રીજો નિબંધ * સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧પત્ર અભિચિંતના સાહિત્ય-વિવેચન * ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) * નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય * સમયસુંદર * બંગાકુ-શુમિ * પડિલેહા * ક્રિતિકા ૪ ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય નળ-દમયંતીની કથાનો વિકાસ* ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન સંપાદન જ નલ-દવદંતી રાસ (સમસુંદરકૃત) જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) અમૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) * નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) જ થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) પ્રવાસ-દર્શન ક ૩૩૯ Page #420 -------------------------------------------------------------------------- ________________ * નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) * ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) * બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન * જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) * જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) * જ્ઞાનસાર * જિનતત્ત્વ, ભાગ ૧થી ૮ * કન્ફ્યૂશિયસનો નીતિધર્મ * પ્રભુનાં વચનો-ભાગ ૧-૨ * જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) * બૌદ્ધ ધર્મ * Buddhism An Intorduction * Jina Vachana * Shraman Bhagwan Mahavir & Jainism સંપાદન (અન્ય સાથે) * મનીષા * ચિંતનયાત્રા * નિહ્નવવાદ * તાઓ દર્શન સંક્ષેપ * સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) *અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ વીર * અધ્યાત્મસાર (સંપૂર્ણ) અનુવાદ * રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) * ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) પ્રકીર્ણ * એન. સી. સી. * અવગાહન * સમયચિંતન * મહત્તા શ્રી મૃગાવતીશ્રીજી * જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ * શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ * શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ * શ્રેષ્ઠ નિબંધિકાઓ * નીરાજના * જીવનદર્પણ * તત્ત્વવિચાર અને અભિવંદના * જૈન લગ્નવિધિ ૩૭૦ * પ્રવાસ-દર્શન * શબ્દલોક * અક્ષરા * કવિતાલહરી Page #421 -------------------------------------------------------------------------- ________________ Page #422 -------------------------------------------------------------------------- ________________ Jain Edon International SHRI BOMBAY JAIN YUVAK SANGH SHRI CHIMANLAL CHAKUBHAI SHAH MEMORIAL SPRING LECTURES Z©TFIELD a Use o CONTINA DEMOCRATING પીરન વિધાલય ક મહોત્સવ Page #423 -------------------------------------------------------------------------- ________________ in Education ternati મ પ્રો. જશવંત શેખડીવાળા પ્રો. જશવંત શેખડીવાળા (જન્મ : ૩-૭-૧૯૩૧)નો જન્મ વતન ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના શેખડી ગામે. ૧૯૫૦માં તેઓ મેટ્રિક થયા. ૧૯૫૪માં ગુજરાતી-ઈતિહાસ વિષયો સાથે મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૭માં ગુજરાતી અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયોમાં એમ.એ.સરદાર પટે લા યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં તેઓ વર્ષો સુધી અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા. ‘નાટચલોક’ (૧૯૭૯) એમનો નાટ્યવિષયક વિવેચનસંગ્રહ છે. ગુજરાતી એકાંકીનું સર્જન બટુભાઈ પૂર્વે પારસી લેખકોએ કર્યું હતું એ બાબત તરફ લક્ષ ખેંચતો લેખ નોંધપાત્ર રહ્યો છે.‘જયા-જયંત’: બે મુદ્દા એ લેખ પણ ન્હાનાલાલના એ નાટકની કડક નિર્ભીક આલોચના આપતો હોઈ ધ્યાનપાત્ર છે. ‘કાવ્યમધુ’ (૧૯૬૧), ‘ગદ્યગરિમા’ (૧૯૬૫), ‘વાર્તામધુ’ (૧૯૭૩) ઈત્યાદિ એમના સહસંપાદનના ગ્રંથો છે. મુખ્યત્વે કડક, નિર્ભીક વિવેચક અને સૂઝ-સમજ, ચીવટવાળા સંપાદક પ્રો. શેખડીવાળાએ ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથશ્રેણીના બે ગ્રંથો ‘સાંપ્રત સમાજ દર્શન’અને ‘પ્રવાસ Plate & Personદર્શનનું સંપાદન કર્યું છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ રમણભાઇની કલા રચના (1941)