SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અનોખી ભેટ (ફ્રાન્સ) ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે માત્ર બાવીસ માઈલની દરિયાની ખાડી છે. પરંતુ ખાડીના સામસામા બંને કિનારાની પ્રજાની ભાષા જુદી છે અને તાસીર પણ જુદી છે. - ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ભૂતકાળમાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. એકબીજા સાથેની દુશ્મનાવટ યુદ્ધ સમયે તો ઘણી વધી જાય. પરંતુ શાંતિના સમયમાં પણ એ બંને પ્રજાને એકબીજા પ્રત્યે ધૂળ કે સૂક્ષ્મ અપ્રીતિ રહ્યા કરે છે. તેમાં પણ યુરોપમાં અને યુરોપ બહારના દેશોમાં એકબીજા ઉપર સરસાઈ મેળવવાની ભૂતકાળની સ્પર્ધામાં ફ્રાન્સ કરતાં ઇંગ્લેન્ડ કેટલાંક સ્થળે વધુ ફાવ્યું હોવાથી જૂના વખતમાં ફ્રાન્સના લોકોને ઇંગ્લેન્ડનું નામ પડતાં સૂગ ચઢતી. ‘ભાષા તો અમારી જ મૃદુ અને મધુર; કવિતા કે નાટક અમારાં જ ઊંચી કક્ષાનાં; ચિત્રકળા અને શિલ્પસ્થાપત્યમાં ઇંગ્લેન્ડના લોકો શું સમજે ? એ માટેની દૃષ્ટિ તો અમારી જ પાસે' - આમ ફ્રાન્સના લોકોમાં એક પ્રકારની ગૌરવગ્રંથિ પણ પડેલી છે. પ્રવાસી તરીકે ઇંગ્લેન્ડમાંથી આપણે ફ્રાન્સમાં દાખલ થઈએ અને ફ્રાન્સના લોકો સાથે અંગ્રેજીમાં બોલીએ તો એ તેમને ગમે નહીં. કોઈ કોઈ ઠેકાણે તો તોછડાઈથી તેઓ મોં મચકોડે અને આપણી સાથે અંગ્રેજીમાં બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે. કોઈક વખત અંગ્રેજી આવડતું હોય તોપણ પોતાને અંગ્રેજી નથી આવડતું એવો ડોળ કરે. આખા યુરોપના બીજા બધા ૧૨૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy