SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ લાક્ષણિકતા સમજાવી. કેટલાંક વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રિય ટોળકી દ્વારા મ્યુઝિયમમાં થયેલી ચોરીમાં ચાલી ગયેલી એક મહત્વની વસ્તુ તે ડાયોનિસિસની મોટી મુખાકૃતિ છે તે પણ અમને કહ્યું. અમારામાંના ઘણાખરા તો પાંચ-દસ મિનિટ મ્યુઝિયમમાં આંટા મારી, આમતેમ ફરીને બસમાં બેસી ગયાં હતાં. ગાઇડના સૌજન્યથી અમને થોડું વિશેષ જોવા જાણવા મળ્યું એનો આનંદ હતો. અલબત્ત, ઘણાંને કશું ગુમાવ્યાની ખબર પણ નહોતી અને ખબર પડે તો અફસોસ થાય એમ નહોતો. આમ પણ આ બધી વાતો કેટલા દિવસ યાદ રહેવાની હતી ? પાંચદસ વર્ષ પછી ‘અમે ગ્રીસમાં કોરિન્થ પણ ગયાં હતાં' એટલું પણ કેટલાંકને યાદ ન રહે તો તે સમજી શકાય એવી વાત છે. આ તો પ્રાચીન સાંસ્કૃતિક અવશેષોના અવલોકનની વાત હતી, પરંતુ વ્યવહારુ ડહાપણ તો કહે છે કે પ્રવાસમાં ગાઇડ-ભોમિયા સાથે ઝઘડવાથી લાભ કરતાં નુકસાન જ વધારે થવા સંભવ છે. જૂના વખતની એક કહેવતનું મને સ્મરણ થયું : જંગલે જટ્ટ (જંગલી માણસ) ન છેડીએ, બજારે બકાલ; કસબે તુર્ક (મુસલમાન) ન છેડીએ, નિશ્ચય આવે કાળ. આની જેમ જ આપણે કહી શકીએ : પ્રવાસે ભોમિયો ન છેડીએ, નિશ્ચય ચૂકીએ માર્ગ. બધાં આવી જતાં અમારી બસ એથેન્સ તરફ પાછી ફરી. (પોસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) Jain Education International કોરિન્થ * ૧૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy