SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ પ્રવાસમાં ગાઇડની સાથે સહૃદયતાનો સિદ્ધાન્ત જ વધુ લાભદાયી નીવડે છે. ગાઇડે કેટલું સમજાવ્યું અને કેટલું છોડી દીધું એની અજાણ્યા પ્રવાસીને કેવી રીતે ખબર પડે ? હવે ગાઇડનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. તેઓ એક પછી એક સ્થળે જઈ, બધાં આવી પહોંચે ત્યાં સુધી શાન્તિથી ઊભા રહી, પછી હસતાં હસતાં પૂછે, હવે ચાલુ કરું ?' પછી એ વિશે ચારપાંચ વાક્યો કહી વાત સંકેલી લે. ગાઇડની નવી હસમુખી પદ્ધતિનો અણસાર અમને કેટલાક મિત્રોને આવી ગયો. પેલી યુવતીઓ માંહોમાંહે બોલતી હતી, ‘જોયું ? આપણે બોલ્યાં તો આટલો ફેર પડ્યો !' અમે પણ માંહોમાંહે વાત કરતા હતા : ‘જોયું ? આપણે ગાઇડ સાથે ઝઘડ્યા એથી આટલો ફેર પડ્યો !' ત્યાર પછી ગાઇડે બજારવિસ્તાર (Agora), કબરો, થિયેટર, એપોલોનું મંદિર વગેરે દૂરથી જ બતાવી દીધાં. પછી તેઓ અમને સંગ્રહસ્થાન (Museum) પાસે લઈ ગયા અને કહ્યું, ‘આ વિસ્તારમાંથી જે અવશેષો મળ્યા છે તે આ સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે. તમને પોણા કલાકનો સમય આપવામાં આવે છે. એ અવશેષો જોઈ તમે બસ પર આવી જજો.' અમે સમજી ગયાં કે ગાઇડે મ્યુઝિયમમાં આવીને સમજાવવાનું ટાળ્યું. તેઓ એક બાંકડા પર બેઠા. બધાં મ્યુઝિયમમાં દાખલ થયાં. અમે ત્રણેક મિત્રો ગાઇડ પાસે ઊભા રહ્યા અને એમના કાર્યને બિરદાવતાં વચનો કહ્યાં અને જિજ્ઞાસાભર્યા કેટલાક પ્રશ્નો મૃદુતાપૂર્વક પૂછ્યા, અમારી સાચી જિજ્ઞાસા જોઈ ગાઇડનો ગાઇડ તરીકેનો આત્મા આનંદિત થઈ ગયો. એમણે કહ્યું, ‘તમને સાંસ્કૃતિક અવશેષોમાં રસ છે, તો ચાલો, હું તમને કેટલાક વિશિષ્ટ અવશેષો બતાવું.' ગાઇડ અમને થોડે દૂર લઈ ગયા. એક સ્થળે અઢી હજાર વર્ષ પ્રાચીન એવાં સ્નાનાગાર હતાં. પાણી વહી જવા માટેની ભૂગર્ભ નાળ હતી. એક સ્થળે આધુનિક પદ્ધતિ જેવાં શૌચાલય હતાં. ત્યાર પછી હજાર માણસો એકસાથે જાહેર કાર્યક્રમ ખુલ્લામાં નિહાળી શકે એ માટે કેવા પ્રકારની જગ્યા પસંદ કરવામાં આવી હતી તે બતાવ્યું. ગાઇડનું હૃદય જીતવાથી તેઓ કેટલા ખીલી શકે તે અમે પ્રત્યક્ષ અનુભવ્યું. ત્યાર પછી ગાઇડ મ્યુઝિયમમાં અમારી સાથે આવ્યા. ગ્રીક, રોમન, બાયઝેન્ટાઇન વગેરે યુગની ચીજવસ્તુઓ અમને બતાવી અને તેમની ૧૨૪ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy