SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસીઓ માટે આસમાની હતા. એટલે સૌએ એનાં દર્શનથી જ સંતોષ માન્યો. સમય થયો એટલે બધા નીકળવા લાગ્યાં. હું છેલ્લે નીકળતો હતો એવામાં મારું ધ્યાન અમારા ગાઈડ પર પડ્યું. તેઓ કેશિયર મહિલાના ટેબલ પાસે ઊભા હતા. એમની ભાષામાં શી વાતચીત થતી હશે તે સમજાયું નહિ, પરંતુ કેશિયરના ટેબલ પર વેચવા માટે મૂકેલાં ચોકલેટના પેકેટમાંથી ગાઇડે એક ઉપાડ્યું, પણ કેશિયર મહિલાએ એ તરત છીનવી લઈ પાછું મૂકી દીધું. એ પરથી તેમની વચ્ચે શો સંવાદ થયો હશે તેની અનુમાનથી મેં કલ્પના કરી. કૅશિયરે કહ્યું હશે કે “તમારા પ્રવાસીઓમાંથી કોઈએ કશી ખરીદી કરી નથી એટલે તમને કમિશનરૂપે કશું મળી શકે નહિ.” ગાઈડે કહ્યું હશે, “કોઈ કશી ખરીદી ન કરે તેમાં હું શું કરું? તમારા સ્ટોરમાં બધાંને લઈ આવ્યો એ માટે કંઈ નહિ તો ચૉકલેટનું એક પેકેટ તો આપશો કે નહિ ?” એ ગમે તે હોય, પણ ગાઇડના બોલવાનો રણકો પછી કંઈક બદલાયો હતો એ તો સમજનાર જ સમજી શકે. બસમાં બેસી અમે અવશેષોની જગ્યાએ, પ્રાચીન કોરિન્થ નગરના સ્થળે આવી પહોંચ્યાં.' કોરિન્થના અવશેષો ઘણે દૂર સુધી પથરાયેલા પડ્યા હતા. ગાઇડે તડકાથી બચવા માથે ટોપી પહેરી લીધી અને પોતાની પાછળ આવવા બધાં પ્રવાસીઓને જણાવ્યું. પ્રવાસીઓની મોટી મંડળી હોય ત્યારે બધાંને એકસરખો રસ ન હોય. વળી તડકામાં ચાલવાનું હતું, એક સ્થળે ઊભા રહી ગાઇડે સમજાવવું ચાલુ કર્યું. પ્રવાસીઓમાંની બે યુવતીઓ વાતો કરતી ધીમે ધીમે ચાલતી છેલ્લે આવી પહોંચી. એમણે ફરીથી સમજાવવાનો ગાઈડને આગ્રહ કરતાં કહ્યું, “હવેથી બધાં આવી જાય પછી સમજાવવાનું તમે ચાલુ કરો.” ગાઇડે કહ્યું, “તમે બધાંની સાથે આવી જાય તો સારું. અહીં જોવાનું ઘણું છે અને ચાલવાનું પણ ઘણું છે.” ગાઇડે ફરીથી બધું સમજાવ્યું. ત્યાંથી અમે બીજે સ્થળે ગયાં. પેલી બે યુવતીઓ આવી નહોતી. બધાંએ ગાઇડને આગ્રહ કર્યો અને ગાઇડે ચાલુ કર્યું. ત્યાં એ યુવતીઓએ આવીને રોષપૂર્વક ગાઇડને ટોકવાનું ચાલુ કર્યું. કેટલાંક પ્રવાસીઓએ એ યુવતીઓને સમજાવવા કોશિશ કરી, પણ એથી તો એ વધુ વિફરી. ગાઇડે કહ્યું, “સન્નારીઓ, ગાઇડ સાથે ઝઘડો કરવાથી અંતે તો નુકસાન જ થાય છે.' પરંત ગાઇડના વાક્યનો શો અર્થ થાય છે તે તેઓની સમજમાં આવ્યો નહિ. તેઓ બબડતી જ રહી. “અમે નાણાં પૂરાં ખચ્ય છે તો અમારે માટે રાહ કેમ ન જોવી ? અમને બધું સમજવાનો પૂરો હક છે.” આવું મિથ્યાભિમાન એમના વલણમાં દેખાતું હતું. કોરિન્ક ઝક ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy