SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. વિક્ટોરિયા ધોધ (ઝિમ્બાબ્લે) ઈસવી સનના ઓગણીસમા શતકમાં થઈ ગયેલાં ઇંગ્લેન્ડનાં બાહોશ મહારાણી વિક્ટોરિયા કેટલાં બધાં ભાગ્યશાળી હતાં કે એમના જમાનામાં અને ત્યાર પછી પણ બ્રિટન ઉપરાંત બ્રિટિશ સંસ્થાનોમાં અને અન્યત્ર અનેક સ્થળોને, ઇમારતો વગેરેને એમનું નામ અપાયું છે [ભારતમાં સૌ પ્રથમ રેલવેલાઇન મુંબઈમાં નખાઈ ત્યારે પ્રથમ સ્ટેશન બોરીબંદરને વિક્ટોરિયા ટર્મિનસ' (વી.ટી.) એવું નામ અપાયું હતું. એક જમાનામાં મુંબઈમાં ઘોડાગાડીને લોકો “વિક્ટોરિયા' કહેતા.] આફ્રિકા ખંડમાં મોટામાં મોટું સરોવર તે “વિક્ટોરિયા સરોવર' છે અને મોટામાં મોટો ધોધ તે “વિક્ટોરિયા ધોધ છે. તે સમયનાં બ્રિટિશ સંસ્થાનોમાં આ ધોધ અને સરોવર આવેલાં છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાવે (જૂનું નામ રોડેશિયા) રાષ્ટ્રમાં વિક્ટોરિયા ધોધ ઝામ્બેઝી નામની નદી ઉપર આવેલો છે. ત્યાં ગામનું નામ, રેલવે સ્ટેશનનું નામ, એરપોર્ટનું નામ “વિક્ટોરિયા ફૉલ્સ' છે અને સૈકા પહેલાં ત્યાં બંધાયેલી પહેલી અને મોટામાં મોટી હોટેલનું નામ પણ વિક્ટોરિયા ફૉલ્સ' છે. ૧૯૭૬માં આ ધોધનું નવું નામ “ચિન્મય શાન્તિ પ્રપાત” – Chinmay Peace Falls – રખાયું છે, પણ તે રૂઢ થતાં હજી વાર લાગશે. આ ધોધને “વિક્ટોરિયા' એવું નામ કોણે આપ્યું ? ઇંગ્લેન્ડના મહાન વિક્ટોરિયા ધોધ * ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy