SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતારાની વ્યવસ્થા અમારા યજમાનોએ કરી હતી. હોટેલમાં પ્રવેશતાં જ દરવાજામાં અમારા બૂટ કઢાવી લેવામાં આવ્યા અને અમને લાકડાની ચાખડીઓ પહેરવા આપવામાં આવી. રૂમમાં ગયા પછી તરત અમારે જાપાની કિમોનો પહેરવો પડ્યો, કારણ કે હોટેલમાં પોતાનાં ઘરનાં કપડાં પહેરીને ફરવાની મનાઈ હતી. જે કોઈ સ્ત્રી-પુરુષો કિનુગાવાની જાપાની પદ્ધતિની હોટેલમાં રહેવા આવે તેમના માટે હોટેલ તરફથી અપાતો યુનિફોર્મ જેવો કિમોનો પહેરવાનું લગભગ ફરજિયાત જેવું હોય છે. ગળાથી પગની એડી સુધી લટકતા, આગળથી સળંગ ખુલ્લા એવા ઝભ્ભામાં જમણી બાજુના છેડા ઉપર ડાબી બાજુનો છેડો લપેટીને કમ્મરે પટ્ટો બાંધવાનો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો માટે કિમોનો અને ચાખડી એકસરખાં હોય છે. તે પહેરીને હોટેલમાં ફરવાનો અનુભવ અમારે માટે નવો હતો. કિનુગાવામાં આવેલા દરેક પ્રવાસીની રોજની મહત્ત્વની પ્રવૃત્તિ તે નાહવાની અને ખાવાની રહેતી. નાહવા માટે બધા હોજમાં જતા. અમારા જાપાની મિત્રો અમને હોજમાં નાહવા માટે લઈ ગયા. જતી વખતે મેં એક મિત્રને પૂછ્યું : “રૂમમાં ટોવેલ નથી તો ત્યાં આપણને ટોવેલ મળશે કે કેમ ?' એમણે કહ્યું, “ટોવેલની જરૂર નથી. રૂમમાં જે નેપ્લિન હોય તે લઈ લેજો; અહીંની ઘણી હોટેલોમાં ટોવેલને બદલે નેપ્કિન અપાય છે.” નેપ્કિન લઈ અમે હોજ પાસે પહોંચ્યાં. હોજમાં બધા પુરુષોએ નગ્નસ્નાન કરવાનું છે એ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી. બહાર સૂચના લખી હતી કે શરીરે કંઈ પણ કપડું પહેરીને હોજમાં સ્નાન કરવાની મનાઈ છે. આવી રીતે જાહેરમાં નિર્વસ્ત્ર સ્નાન કરવાનો અમને અનુભવ નહોતો, એથી અમને કેટલાકને ક્ષોભ થયો. અમારા જાપાની મિત્રોએ કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે દિગંબર સ્નાન કરવું એ સ્વાભાવિક છે. તમને ખાતરી ન થતી હોય તો પહેલાં અંદર જઈને જોઈ આવો અને પછી ઠીક લાગે તો સ્નાન કરો.” અમે અંદર ગયા. ત્યાં પચાસેક પુરુષો વિશાળ હોજમાં દિગંબર સ્નાન કરતા હતા. ગરમ પાણીને લીધે વરાળ સતત એટલી બધી નીકળ્યા કરતી હતી કે ઘણા બધા પુરુષો નહાતા હોવા છતાં દેખાતા હતા ઓછા. જાપાની લોકો માટે આ સ્વાભાવિક હતું. અત્યંત સહજ રીતે એક પછી એક પ્રવાસી આવતા. ઝડપથી કિમોનો ઉતારી ત્યાં રાખવામાં આવેલી એક ટોપલીમાં કપડાં મૂકીને સ્નાન કરવા જતા. હોજની અંદર એક આખી દીવાલ પારદર્શક કાચની હતી. ત્યાંથી બહાર નીચે નદીનું રમણીય દૃશ્ય દિગંબર સ્નાન ઃ ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy