________________
દિગંબર સ્નાન
(જાપાન)
જાપાની ભાષામાં “ગાવા' (અથવા કાવા) એટલે નદી. ટોક્યોની ઉત્તરે લગભગ દોઢસો માઈલ દૂર કિનુગાવા નામનું એક અત્યંત રમણીય સ્થળ છે. ત્યાં આગળ કિનુ નામની નાનકડી નદી વહે છે. આ સ્થળ વિશેષ ખ્યાતિ પામ્યું છે ત્યાંના ગરમ પાણીના ઝરા માટે. જાપાનમાં ગરમ પાણીના ઝરા ઘણે સ્થળે છે. એવાં સ્થળોને “હેલ્થ રેઝોર્ટ' તરીકે જાપાને વિકસાવ્યાં છે. એવાં શાંત અને મનોહર સ્થળોએ જાપાની આરામ અને આનંદપ્રમોદ માટે વારંવાર જતાં હોય છે.
કિનુગાવામાં શરૂઆતમાં જે કેટલીક હોટેલો બંધાઈ તેમાં નદીમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી જ ગંધકવાળું ગરમ પાણી પાઈપ વાટે સીધું હોટેલમાં લાવી ગરમ પાણીના હોજ બાંધવામાં આવેલા. પરંતુ ત્યાર પછી એવા હોજની લોકપ્રિયતા વધતાં આસપાસ કેટલીયે મોટી મોટી આલીશાન હોટેલો બંધાઈ. તે બધી માટે ઝરાનું કુદરતી ગરમ પાણી લાવવાનું સરળ નહોતું. એટલે પ્રવાસીના આકર્ષણ માટે તેમાં ગંધકવાળા નહિ, પણ સાદા ગરમ પાણીના હોજ રાખવામાં આવ્યાં. હોટેલમાં જ હીટર વડે ટાંકીમાં ગરમ થયેલું પાણી કમર સુધીના ઊંડા આ હોજમાં આવે. ચોવીસ કલાક આ હોજ હોટેલના ગ્રાહકો માટે ખુલ્લા હોય.
કિનુગાવામાં ઘણીખરી હોટેલોમાં જાપાની પદ્ધતિથી રહેવાનું હોય છે. કિનુગાવાઓ નસેન' નામની એક મોટી આલીશાન હોટેલમાં અમારા
૫૮ ૪૯ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org