SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્કા પ્રજાઓ ઉપર જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમનાં માલમિલકતનો નાશ કર્યો હતો તેનો ઈતિહાસ ઘણો કરુણ છે. સદુર્ભાગ્યે આ વિનાશમાંથી મથ્ય-પિછુ બચી ગયું, પરંતુ ઈન્કા રાજાનો પરાજય થતાં, ખોરાક અને જીવન-જરૂરિયાતની ઈતર વસ્તુઓ ન પહોંચતાં ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુને શરણ થયા હશે એમ મનાય છે. હું અને મારાં પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાનાં હતાં. એટલે ત્યાં મચ્ય- પિચ્છના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું એવી અમારી ભાવના હતી. મચ્છુ-પિચ્છ જવાનું એટલું સહેલું નથી. એટલે ત્યાં કેવી રીતે જઈ શકાય તે માટે મુંબઈમાં અમે પેરુની કોસ્યુલેટની ઑફિસમાં તપાસ કરી હતી. દરમિયાન અમને જાણવા મળ્યું કે અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદભાઈ શાહનાં બહેન શ્રીમતી કૃષ્ણાબહેન મમ્મુ-પિછુ જઈ આવ્યાં છે. અમે તેમનો સંપર્ક કર્યો. એમણે કહ્યું, “તમે જો પેરુ જવાનાં હો, તો મમ્યુ-પિછુ જવાનું ચૂકતાં નહિ. એટલે દૂર સુધી જવાની તક જલદી જલદી મળતી નથી.' મમ્મુ-પિછુ વિશે કૃષ્ણાબહેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું, મ-પિછુ જવા માટે તમારે લિમાથી પહેલાં કુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે કુકો વિમાનમાં જવાનું રાખજો, કારણકે ત્યાં ઈંગ્લિશ બોલનારાં માણસો કોઈક જ મળે છે. લગભગ બારસો કિલોમીટર બસમાં જવામાં બે આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પડશે, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી. વળી, કુકો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લિમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો બાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લિમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશો એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે. માટે પહોંચીને તરત તમે બહુ હરફર કરતાં નહિ. સામાન બને તેટલો ઓછો લઈ જજો. સાધારણ વજનવાળી બૅગ કે બીજી કોઈ ચીજવસ્તુ તમે ઊંચકો કે જરાક ઝડપથી ચાલો કે તરત તમને શ્વાસની તકલીફ થવા લાગશે. તમે બેશુદ્ધ થઈ જશો. ઍરપોર્ટ પહોંચીને તમે મોટર કે બસમાં હોટેલ પર જાવ ત્યારે જ્યાં ચાલવાનું કે પગથિયાં ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલાં માંડજો અને હોટેલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો. એમ કરવાથી ચાર-છ કલાકમાં તમારાં ફેફસાં ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે. આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું.” મટુ-પિ ક ૨૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy