SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વતની હતી કે સૈકાઓ દરમિયાન બહારથી ભમી ભમતી આવીને વસી હતી એ વિશે કોઈ નક્કર પ્રમાણો મળતાં નથી; પરંતુ અનુમાનો થાય છે. એક મત એમ માને છે કે એ બધી પ્રજા બે-પાંચ હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ, અને ભારતનો સંપર્ક લુપ્ત થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ. પરંતુ આ લોકો ત્યાં પહોંચ્યા હશે કેવી રીતે ? એક મત એમ માને છે, કે બધી પ્રજાઓ વહાણો દ્વારા હિંદી અને પેસિફિક મહાસાગર ઓળંગતી ક્રમે ક્રમે પેઢી-દર-પેઢી આગળ વધતી ત્યાં પહોંચી હોવી જોઈએ. બીજા મત પ્રમાણે તે પ્રજાઓ ભારતમાંથી જમીનમાર્ગે ઉત્તર દિશામાં ચીન અને જાપાન તરફ સ્થળાંતર કરતી કરતી ઠેઠ બેરિંગની સામુદ્રધુની સુધી પહોંચી હશે અને ત્યાંથી વહાણોમાં સામે કિનારે એટલે કે ઉત્તર અમેરિકાના અલાસ્કાના કિનારે પહોંચી હશે. ત્યાર પછી કેટલીક પ્રજા ત્યાંથી પાછી અમેરિકાને પશ્ચિમ કિનારે નીચે ઊતરતી ઊતરતી મધ્ય અને દક્ષિણ અમેરિકા સુધી પહોંચી હશે. બે-પાંચ હજાર વર્ષ પૂર્વે ઉત્તર ધ્રુવ તરફ અત્યારે હોય છે તેટલી ઠંડી નહિ હોય અને હવામાન અનુકૂળ હશે, એટલે આ રીતે તે પ્રજા સ્થળાંતર કરી શકી હશે. મેક્સિકો, ગ્વાટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસી અને યુરોપીય પ્રજા સાથે વર્ણસંકર થયેલા આદિવાસીઓ આજે આપણને જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ, રીતરિવાજો, ભરતગૂંથણવાળાં કપડાં તથા ખાવાપીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે, જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી, પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો બહુ તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાંઉને બદલે રોટલી (મેક્સિકન શબ્દ ટોટિયા) ખાય છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ, ઈન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે. ઈન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડિઝની પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે. આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મત્સ્ય- પિચ્છ નામનું નગર છે. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી, કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું. ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં, ગીચ ઝાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો. પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકૂમત જમાવવા માટે સ્થાનિક ૨૯૪ ૪ પ્રવાસ-દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy