SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ મચ્છુ-પિચ્છુ (પેરુ - દ. અમેરિકા) મચ્છુ-પિચ્છુનાં દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે. મચ્છુ-પિચ્છુ (અથવા અન્ય ઉચ્ચાર પ્રમાણે માચુ-પિછુ) અને ઈન્કા સંસ્કૃતિ વિશે કેટલા લોકો જાણતા હશે ? મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડોની ધરતી ઘણી વિશાળ છે. કેટલોય પ્રદેશ પહાડો અને જંગલોથી ભરપૂર છે. કેટલીય જમીન વણખેડાયેલી છે. ખોદકામો થાય તો હજુ ઘણા અવશેષો મળવાનો સંભવ છે. કોલંબસ ભારતની સફરે નીકળ્યો, પણ પહોંચ્યો અમેરિકાને કિનારે. તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે. એટલે એણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઈન્ડિયન છે એમ માન્યું. અતિશય ઠંડીને લીધે ઈન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા, એટલે તેઓને રેડ ઈન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઈન્ડિયનો તે ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નૃવંશશાસ્ત્રીઓ હવે માને છે. યુરોપીય પ્રજામાંથી ખાસ તો સ્પેન અને પોર્ટુગલની પ્રજાએ ઉત્તર અને વિશેષત: લેટિન (દક્ષિણ) અમેરિકામાં પહોંચીને વસવાટ શરૂ કર્યો તે પહેલાં ત્યાં જુદી જુદી આદિવાસી પ્રજાઓ રહેતી હતી. એ પ્રજાઓ મૂળ ત્યાંની મચ્છુ-પિ * ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy