________________
નથી. અમારો સામાન પણ બાંધીને તૈયાર રાખ્યો છે. પરંતુ પ્રાર્થના અને અમારી ધાર્મિક વિધિ કરવા માટે અમારે રૂમની જરૂર છે. લેટિન અમેરિકામાં અમારો આ છેલ્લો દિવસ છે. અમે માયામી અને બીજાં શહેરોમાં કરકસર કરીશું.”
તે અમારી સામે જોઈ રહ્યો. ક્ષણ વાર વિચાર કર્યા પછી, અમને ઊભાં રાખીને તે અંદરની ઑફિસમાં ગયો. થોડી વારે પાછા આવી, નોકરને બોલાવી એના હાથમાં ચાવી આપતાં તેણે કહ્યું, “આ મહેમાનોને વી.આઈ.પી. રૂમ ખોલી આપો.'
“વી.આઈ.પી. રૂમનો તો વધારે ચાર્જ હશે. તમે અમને કોઈ સાદો રૂમ ન આપી શકો ?'
રિસેપ્શનિસ્ટે અમને કહ્યું, “અમારી હોટેલમાં ખાસ નિમંત્રણથી કોઈ રાષ્ટ્રના પ્રધાન કે વિદેશના એલચીઓ કે બીજા એવા મોટા મહેમાનો આવ્યા હોય તો તેમને માટે આ અમારો વી.આઈ.પી. રૂમ છે. તેનો કોઈ ચાર્જ નથી. સાદા રૂમનો ચાર્જ છે. તમને ડિસ્કાઉન્ટ મળતું હોવા છતાં તમે તે લીધું નહિ એટલે અમારા મૅનેજરે તમારે માટે વી.આઈ.પી. રૂમની સગવડ આપી છે.'
રિસેપ્શનિસ્ટનો સભાવ જોઈ અમે ગળગળા બની ગયાં.
આલીશાન વી.આઈ.પી. રૂમમાં સામાયિક તથા પ્રાર્થના કરી, રિસેપ્શનિસ્ટ અને મેનેજરનો આભાર માની, માયામી જવા માટે અમે નીકળ્યાં ત્યારે રિસેપ્શનિસ્ટ અને મેનેજર અમને વળાવવા માટે હોટેલની બહાર અમારી ટેક્સી સુધી આવ્યા.
(પાસપોર્ટની પાંખે-૧)
૨૯૨ ૯ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org