SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ “ના, તમે પણ એવું ન લખશો. તમારા સદૂભાવ બદલ આભાર. પરંતુ એવું ખોટું લખીને પૈસા બચાવવાનું અમને યોગ્ય લાગતું નથી. અમે એમાં માનતાં નથી. સહજ રીતે તમારી સત્તા વાપરીને ડિસ્કાઉન્ટ આપી શકતા હો તો તે અમને મંજૂર છે.' તેવી રીતે તો, માફ કરજો, તમને બિલકુલ ડિસ્કાઉન્ટ આપી શકાતું નથી. તમારે પૂરો ચાર્જ આપવાનો રહે છે. જો અમારો દર તમને ન પરવડતો હોય તો હું ખરેખર લાચાર છું. તમે કહો તો બીજી સસ્તી હોટેલમાં તમારે માટે હું જરૂર વ્યવસ્થા કરાવી આપું.” અમે વિમાસણ અનુભવી. થોડી વાર વિચાર કરીને અમે કહ્યું, “તમે અમારા માટે આટલો બધો સદ્દભાવ બતાવ્યો એ પછી થોડા ડૉલરની કરકસર માટે બીજી હોટેલમાં જવું એ અમને ઠીક નથી લાગતું. ભલે તમારા દર પ્રમાણે અમને રૂમ આપો.' રૂમની ચાવી આપતાં રિસેપ્શનિસ્ટ અમારી સામે જોઈ રહ્યો. લિમામાં બે દિવસ રહ્યા પછી વધારાનો સામાન હોટેલ બોલિવારમાં જમા કરાવી, લિમાથી વિમાનમાં અમે કુક્કો ગયાં. ત્યાંથી બીજે દિવસે મમ્મુપિચ્છ ગયાં. ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોઈને ત્રીજે દિવસે અમે લિમા પાછાં ફર્યા. તે દિવસે સાંજે અમારે માયામીની ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ જવાનું હતું. અમારી પાસે પાંચેક કલાક હતા. પરંતુ શહેરમાં પગારવધારા માટે શિક્ષકોએ કાઢેલા સરઘસને કારણે તોફાન ફાટી નીકળ્યું હતું. બહાર ફરવા જવામાં જોખમ હતું. અમારે હોટેલમાં પુરાઈ રહેવું પડ્યું. હોટેલના દરવાજાને તાળાં મારી દેવામાં આવ્યાં જેથી બહારથી અજાણ્યા માણસો અંદર ઘૂસી ન આવે. પાંચેક કલાક હોટેલના લૉન્જમાં પસાર કરવાનું બહુ અનુકૂળ નહોતું. તો વળી રૂમ લેવામાં વિનાકારણ ખર્ચ થાય તેમ હતું. એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરતાં પહેલાં અમે સામાયિક અને પ્રાર્થના કરતાં. રૂમ વિના તે શક્ય નહોતું. પૈસા બચાવી સામાયિક અને પ્રાર્થના જતાં કરવાં તે અમને યોગ્ય ન લાગ્યું. એટલે રૂમ લેવાનો અમે નિર્ણય કર્યો. રિસેપ્શનિસ્ટ પાસે અમે ગયાં. તેમણે પૂછ્યું, “તમારે રૂમ લેવાનું અનિવાર્ય છે ? લોન્જમાં બેસો તો ન ચાલે ? શા માટે થોડાક કલાક માટે આટલા બધા ડૉલર ખર્ચી નાખો છો ? બીજા કોઈ પ્રવાસીને હું આમ ન કહું પણ તમારી પાસે વિદેશી ચલણ ઓછું છે એ હું જાણું છું માટે કહું છું.' મેં કહ્યું, ‘તમારી વાત સાચી છે. આમ તો અમારે રૂમની કશી જ જરૂર વી.આઈ.પી. રૂમ - ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy