SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે મોટાં શહેરોમાં પ્રવાસી માગતાં ભૂલે એટલું બધું, ઘણી વાર તો પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાય છે. હા, તમારી વાત સાચી છે. ત્યાં હોટેલો વચ્ચે સ્પર્ધા ઘણી છે. લેટિન અમેરિકામાં પણ કેટલીક હોટેલોમાં ડિસ્કાઉન્ટ અપાય છે. અમે પણ ગ્રુપબુકિંગ માટે ત્રીસ ટકા આપીએ છીએ, પરંતુ કોઈ એક-બે પ્રવાસી હોય તો તેને આપતા નથી.” અમે રિસેપ્શનિસ્ટને અમારી મુશ્કેલી સમજાવી અને કહ્યું, “તમે તમારી સત્તા વાપરીને અમને ડિસ્કાઉન્ટ ન આપી શકો ? હોટેલોમાં ડિસ્કાઉન્ટ આપવાની જાતજાતની પદ્ધતિઓ હોય છે, અને રિસેપ્શનિસ્ટ કે મૅનેજરને તેની બધી સત્તા હોય છે.” અમારી સ્થિતિ સમજીને અમારી વિનંતી રિસેપ્શનિસ્ટે માન્ય રાખી. એણે કહ્યું, “ભલે, હું તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું.” એ જાણી અમને બહુ આનંદ થયો. એણે અમારી પાસે હોટેલનું ફોર્મ ભરાવ્યું. નામ-સરનામું, પાસપોર્ટ નંબર વગેરે વિગતો અમે લખી. ફોર્મ લેતાં રિસેપ્શનિસ્ટ પૂછ્યું, “તમારા દેશની એરલાઈન્સ તે એર ઈન્ડિયા ને ?' અમે કહ્યું, “હા; કેમ પૂછવું પડ્યું ?' રિસેપ્શનિસ્ટે કહ્યું, “આ ફૉર્મમાં નીચે તમે લખો : ઍર ઈન્ડિયાના સ્ટાફ મેમ્બર્સ.' કેમ ?' અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કોઈ પણ ઍરલાઈન્સના સ્ટાફને આપીએ છીએ.” પણ અમે એર ઈન્ડિયાના સ્ટાફમાં નથી.' તેનો કશો વાંધો નહિ. ડિસ્કાઉન્ટ આપવા માટે અમારે આટલું લખાવી લેવું જોઈએ.” પણ એવું ખોટું અમારાથી કેમ લખાય ?' તેની ચિંતા કરશો નહિ. આ ફોર્મ કોઈની પાસે જવાનું નથી, કે અમે કોઈને એ વિશે પૂછપરછ પણ કરવાના નથી.” તમારી વાત સાચી છે. પરંતુ અમારાથી એવું ખોટું કેવી રીતે લખાય ?' તમને તમારે હાથે લખવામાં વાંધો હોય તો ન લખશો. હું પછીથી મારા હાથે એમાં લખી નાખીશ. અમારા ઓડિટ માટે એટલું લખેલું હોવું જરૂરી છે.” ૨૯૦ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy