SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ અમે એમની વિદાય લીધી. હોટેલ ઉપર પહોંચ્યાં. નહિ ધારેલું ટેક્સીખર્ચ અચાનક આવી પડ્યું. વિદેશમાં કેટલીક વાર ખર્ચની બાબતમાં આપણી ગણતરી ખોટી પડે છે. લિમામાં અમારે હવે થોડી કરકસર કરવાનો વખત આવ્યો. હોટેલના અને ખાવાપીવાના ખર્ચમાં શક્ય તેટલી કરકસર કરવી એમ અમે નક્કી કર્યું. લિમામાં ઍરપૉર્ટમાં હોટેલ માટેના કાઉન્ટર પર તપાસ કરી અને હોટેલ બોલિવાર'માં ઊતરવાનું નક્કી કર્યું. લિમાના મધ્ય ભાગમાં એક વિશાળ ચોક પાસે આ હોટેલ આવેલી છે. હોટેલમાં સામાન સાથે અમે દાખલ થયાં. કાઉન્ટ૨ ઉપર જઈ રિસેપ્શનિસ્ટને કહ્યું, “એરપૉર્ટ ઉપર અમે હોટેલ માટે તપાસ કરી તો તમારી હોટેલ મારે ભલામણ કરવામાં આવી, એટલે અમે બસમાં બેસી અહીં આવ્યાં છીએ.” આભાર તમારો” રિસેપ્શનિસ્ટે કહ્યું. પછી પૂછ્યું, “તમે ક્યાંથી આવો છો ? ઈન્ડિયાથી આવતાં લાગો છો.” હા જી.' મને તમારા દેશ પ્રત્યે બહુ માન છે. આ બાજુ ઈન્ડિયાથી કોઈ કોઈ વખત પ્રવાસીઓ આવી ચડે છે. તમે કંઈ કામ માટે આવ્યાં છો કે ફરવા માટે ?' અમે ફરવા માટે આવ્યાં છીએ. કુસકો પાસે મચ્ચ-પિચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોવાની અમારી ખાસ ઈચ્છા છે.” ભલે, બહુ આનંદની વાત છે !' તમારી હોટેલના દર શું છે ?' ડબલ બેડના સાઠ અમેરિકન ડૉલર.” એ તો અમારે માટે ઘણા વધારે કહેવાય. વળી અમને ઍરપૉર્ટ ઉપર કહેવામાં આવ્યું હતું કે લિમામાં હોટેલોમાં ડિસ્કાઉન્ટ અપાય છે. જે માગે તેને આપે છે.' ના, બરાબર એમ નથી. આ અમારા નિશ્ચિત દર છે. પરંતુ એક સાથે વધારે પ્રવાસીઓનું રિઝર્વેશન હોય એટલે કે ગ્રુપ-બુકિંગ હોય તો અમે ડિસ્કાઉન્ટ જરૂર આપીએ છીએ. તે સિવાય આપતા નથી.' માફ કરજો, પણ ભારતથી બહુ મર્યાદિત પ્રમાણમાં વિદેશી ચલણ અમને મળતું હોય છે. એટલે અમારે કરકસર કરવા ડિસ્કાઉન્ટનું તમને પૂછવું પડ્યું છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં અને ખાસ કરીને સિંગાપુર, હોંગકોંગ વી.આઈ.પી. રૂમ = ૨૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy